Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમણે મૂર્તિપૂજા કે મંદિર નિર્માપણ મેક્ષનું સાધન છે આવું કોઈપણ સ્થાને કહ્યું નથી.
(૧૪) જૈન સૂત્રોમાં અનેક સ્થળોએ પુરી, નગરી વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે દા. ત. ઔપપાકિસૂત્રમાં ચંપા વગેરે નગરીઓનું વર્ણન તેમજ વિશાળ નગરોનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ ત્યાં એક વાત બધાનું ધ્યાન ખેંચે એવી છે કે ત્યાં યક્ષમંદિરો અને યક્ષમૂર્તિઓનું વર્ણન તે મળે છે પણ જેનમંદિર અને જેનમૂર્તિઓનું વર્ણન મળતું નથી. ત્યાં કેઈપણ સ્થાને આ વિષેની ચર્ચા પણ કરવામાં આવી નથી. ખરેખર આ એક નોંધ લેવા જેવી વાત છે. જો તે સમયે તીર્થકરોની મૂર્તિઓ અને તેમના મંદિરને પ્રચાર હોત તે યથાનિયમ શસ્ત્રોમાં તેમનો ગમે તે રીતે ઉલ્લેખ તે ચક્કસ કરાયો હોત. એથી એ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા પ્રામાણિક નથી, અપ્રમાણિક છે. (૧૫) ભગવાન મહાવીરે અનેક નગરોમાં વિહાર કર્યો અને જે જે નગરમાં થઈને તેઓ પસાર થયા તેમના વર્ણનમાં બધે “ચક્ષાયતન” વગેરેરૂપમાં યક્ષનું અને તેમના મંદિરોનું વર્ણન મળે છે. જૈન મંદિરો અને તીર્થંકરોની મૂર્તિ એનું વર્ણન કઈ પણ સ્થાને મળતું નથી જેમ અમુક નગરના અમુક ઉદ્યાનમાં અમુક યક્ષનું આયતન હતું. આ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ જૈન, મંદિર અને જૈન મૂર્તિઓ અમુક નગરના અમુક ઉદ્યાનમાં હતી. એવું લખેલું જોઈએ પણ આ ઉલ્લેખ કોઈપણ ઠેકાણે મળતો નથી. એથી એ વાત સિદ્ધ થાય છે કે તે સમયે જૈનમંદિર અને જૈન મૂતિઓનો સદ્ભાવ હતો જ નહીં. જે તે સમયે ભગવાન મહાવીરના સમયમાં-જિન મંદિર વિદ્યમાન હોત તો તેઓશ્રી ત્યાં જ રહેવું ચગ્ય સમજીને ત્યાંજ નિવાસ કરતા
(૧૬) ભગવાન મહાવીરે સાધુઓ અને સાધ્વીઓને માટે વાસપાત્ર વગેરેની
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૬૫