Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વળી, સ્થાનાંગસૂત્રના તૃતીયસ્થાનમાં જિનપ્રતિમાઓ ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. ૧ અવધિજનોની, ૨ મનઃ પર્યાવજિનેની, અને ૩ કેવલિજિનોની. આ ત્રણેમાંથી અહીં એક પણ જિનની પ્રતીતિ થતી નથી. એથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમા કામદેવની છે, અહં તેની નથી માનનારા” કોષમાં “sષ નિવ” આમ કહેવામાં આવ્યું છે. એથી જિનશબ્દ પ્રયોગ કન્દપ–કામદેવ–માટે થાય છે. આ કથનને પ્રમાણરૂપ માનીને આપણે કહી શકીએ છીએ કે આ પ્રતિમા કામદેવની જ છે.
વળી, ભવનપતિથી માંડીને નવગ્રેવેયક વિમાન વિધી અભવિમિથ્યાષ્ટિ જીવો જાય છે સમ્યકત્વવાળા તે ફક્ત પાંચ અનુત્તર વિમાનેમ જાય છે. છતાં એ આ બને સ્થાનોમાં મૂર્તિ વગેરેનું થોડું પણ વર્ણન કરવામાં આવ્યું નથી. એથી એ વાત સિદ્ધ થાય છે કે સમ્યકવી છે માટે મૂર્તિપૂજા આવશ્યક નથી.
ધર્મકિયાની અપેક્ષાએ વિચાર કરતાં દેવોને અને નૈરયિકોને અધાર્મિક કહેવામાં આવ્યાં છે એથી દેવોને અનુસરવામાં અધમ હોય છે. એથી મૂર્તિપૂજા સર્વથા ત્યાજ જ છે.
વળી, જે મૂર્તિપૂજાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હતી તે પછી અનેકવાર જે દેવભવની પ્રાપ્તિ થાય છે તે ન થવી જોઈએ. કેમકે સમ્યફવીને તે ધર્મ થી મોક્ષપ્રાપ્તિ જ થઈ જશે. ૭–
જિક્ત ધર્મના આચરણના સંબંધમાં “ ઇસમે વેરા હિરાણ, સુહા, મિrg” જે આ જાતનો પાઠ ઉપલબ્ધ થાય છે અને લૌકિકમાં “gછા પુરાય હિચા, સુહાણ, માણ” પરંપરાથી આ પાઠ મળે છે. ધર્માચરણર્ના પાઠમાં “ના” આ જાતને પાઠ. છે. પણ રાજપ્રશ્નીયમાં સૂર્યાભવના પાઠમાં “છા પુરાવ” આ જાતને પાઠ છે. “પેદવા” આ પાઠ નથી. એથી આ વાત સિદ્ધ થાય છે કે આ મૂર્તિપૂજારૂપ કિયા ધર્મના માટે યોગ્ય કહી શકાય નહિ.
૮, “રાજ પ્રશ્રયસૂત્રમાં પૂર્વ રાષે નિવાળ” જે એવી રીતે લખ્યું છે તે પણ યોગ્ય નથી. કેમકે–આદરાગ્નિકાયનો સદ્દભાવ તો અઢી દ્વીપમાં જ છે એનાથી બહાર આને અસદ્દભાવ છે. એથી ઉર્વિલેકરૂપ દેવલોકમાં બાદરાગ્નિકાયના સદુભાવની અસંભવતા હોવાથી આવું કથન યોગ્ય નથી.
૯, (૨) વળી. જેનદર્શનના આચારવિચારના પ્રતિપાદક “આચારાંગસૂત્ર'માં મૂર્તિ પૂજા વિષે કોઈપણ સ્થાને ચર્ચા કરવામાં આવી નથી આમાં તે સાધુ અને શ્રાવકોના વ્રત વગેરે નિયમોના વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે અને ઉપાસકદશાંગમાં પણ બધી બાબતે પર સંપૂર્ણપણે વિચાર કરવામાં આવ્યો છે, હવે જે ભગવાન મહાવીર મૂર્તિપૂજાને જૈનધર્મના આવશ્યક અંગરૂપમાં માનતા કે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧
૨૬૩