Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વળી ભગવાનના શરીર વર્ણન પ્રસંગમાં વક્ષ:સ્થળનું વર્ણન હોય છે, સ્તનનું વર્ણન નહિ. પણ જિન પ્રતિમાના વર્ણનમાં તે સ્તનનું પણું વર્ણન છે. વળી, પ્રભુના વર્ણનમાં ૧૦૦૮ લક્ષણોનું વર્ણન કરવામાં આવે છે, પણ પ્રતિમાના વર્ણનમાં આ પ્રમાણે થયું નથી.
અહીં વિચારવા જેવું એ છે કે–જૈનશાસનમાં બધે ઠેકાણે જ્યાં જ્યાં પ્રતિમા (મૂર્તિ કે તેની પૂજાવિધી મળે છે ત્યાં ત્યાં પ્રતિમા કે તેની પૂજાવિધી કામદેવાદિ દેવતાઓની જ હોઈ શકે છે. અહત ભગવાનની તે નહીંજ એવું અનુમાન કરી શકાય છે. કારણકે સઘળું જૈનશાસ્ત્ર અર્થતઃ અહંત ભગવાને જ ઉપદેશેલું છે. અને તે પ્રમાણે ગણધરે એ સૂત્રાદિરૂપથી ગૂંથેલ છે. કહ્યું પણ છે કે–ચર્ય મારૂ દિનુ સુત્ત જયંતિ -નિકળT” અર્થાત્ અહંત ભગવાન અર્થરૂપથી કહે છે અને તેને ગણધર સૂત્રમાં ગૂથે છે. એવું શાસ્ત્રવચન છે. યથાવસ્થિત જે રીતને અર્થ કેવલાલકથી ભગવાન્ દેખે છે. તેવી જ રીતના અર્થનું પ્રતિપાદન કરે છે. ત્યાર પછી યથાવસ્થિત જે પ્રમાણેને અર્થ ભગવાને કહ્યો હોય તે જ રીતે ભગવાન નના ઉપદેશને શાસ્ત્રરૂપથી ગણધરોએ ગ્રથિત કરેલ છે. બીજા પ્રકારે નહીં. પ્રતિપાદનથી જુદી રીતે ગ્રંથન કરવાનું કોઈ કારણ ન હતું કારણ કે તેઓમાં રાગદ્વેષ, અને વચનાતિશયને અભાવ હોય છે. અને ભગવાન્ સર્વથા નિંર્દોષ, આપ્ત, અને વચનાતિશયવાળા હોય છે. તેઓમાં રાગદ્વેષાદિપ દોષ અને વચનાતિશયનો અભાવ હોતું નથી કેમકે તેઓ આપ્ત છે, અને વચનાતિશય વિશિષ્ટ છે. તેમજ ભગવાનના કૃપાપાત્ર ગણધર પણ ભગવાનની સમીપ રહેવાવાળા હોવાથી આપ્યું છે. તેથી તેમનાં વચને પણ પ્રમાણિક જ હોય છે. પૂર્વાપર વિરોધ રહિત અર્થ અને વચનને પ્રતિપાદન કરનાર પ્રતિપાદક ગૂથતા એવા ગૂંથવાવાળા પણ બુદ્ધિમાની દૃષ્ટિથી ઉપાદેય અર્થ વચનવાળા હોય છે. અર્થાત
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૬૮