Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેને વ્રતભ્રષ્ટ કરવા માટે દેવ તેની પાસે આવ્યા. આવતાં જ તેણે ઘણી જાતના વિઘ્ના અને બાધાએ ઉપસ્થિત કર્યા. પણ તે પેાતાના અભીષ્ટ વ્રતથી ભ્રષ્ટ થયેા. નહિ, ચલાયમાન થયા નહિ. ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ તેની ખૂબ પ્રશંસા કરી. આગમશાસ્ત્રોમાં જ્યારે આ જાતના ઉલ્લેખેા મળે છે તેા પછી ઇન્દ્ર અને મહાવીર સ્વામીએ મૂર્તિપૂજકાની અને મંદિર નિર્માપકાની પ્રશંસા કરી છે આ જાતના ઉલ્લેખ કેમ મળતા નથી. આ પ્રમાણે જ્યારે આગમમાં મૂર્તિપૂજકેાની અને મ`દિર નિર્માપકેાની ઇન્દ્ર અને ભગવાન મહાવીર સ્વામીએ કાઈ પણ સ્થાને પ્રશ'સા કરી નથી ત્યારે એનાથી તેા એજ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા પ્રભુને અભિપ્રેત નથી.
૨૨ તપસ્યાથી અને આતાપનાદિ દુષ્કર તપશ્ચરણથી શ્રાવકાદિકને વૈક્રિયલબ્ધિ વગેરે ઉત્પન્ન થઇ છે. તેમજ આનન્દ શ્રાવક જ્યારે ૧૧ મી પ્રતિમામાં હતા ત્યારે જ તેને સસ્તારક પર જ અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી હતી. એનાથી તેણે દેવલેાકના ઈન્દ્રવજ જોયા તથા હર્ષાવિષ્ટ મૃગાપુત્રને સાધુ મુનિરાજના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ ઉલ્લેખા તા આગમામાં મળે છે પણ મૂર્તિ પૂજાથી કાઈને પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હાય એવા ઉલ્લેખ મળતા નથી એટલે કે મૂર્તિપૂજાથી અમુકને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એવેા ઉલ્લેખ કે!ઇપણ સ્થાને મળત નથી ત્યારે તેને પ્રમાણુરૂપ કેવી રીતે કહી શકીએ,
૨૩ એથી “નિળવિમાળમાં રે” આ વચનમાં જે એમ કહેવામાં આવ્યું છે કે તેણે જિનપ્રતિમાએનુ' અર્ચન કર્યું. તે અહીં જિનપ્રતિમાશબ્દથી જિન તીર્થંકરની પ્રનિમાઓનુ' ગ્રહણ નહીં થાય કેમકે ભગવાન તીર્થંકરના શરીરનું વર્ણન ઉપરથી (મસ્તકથી) થાય છે. આ વાતના સ્પષ્ટ ઉલ્લેખ ઔપપાતિક સૂત્રમાં મળે છે. તેમજ તીર્થંકરાથી ભિન્ન જીવેાના શરીરેાનું વર્ણન નીચેથી ( પગથી ) જ થાય છે. જેમ રાજપ્રશ્નીયસૂત્રમાં જિનપ્રતિમાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૬૭