Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 268
________________ જિત કર્યા. અને ત્યારપછી ધૂપદાન સુધીના ભધાં કાર્યો પૂરાં કર્યો. ત્યાર પછી તે પૌરટ્યમુખંડપના ઉત્તરીયદ્વાર પર ગયા ત્યાં પણ તેણે દ્વારશાખાઓ વગેરેનું પૂક્ત રીતે ધૂપદાન વગેરે બધું કર્યું. (નેર પુરસ્થિમજે છાઘરમંદ, धूभे, जिणपडिमाओ, चेइयरूक्खा, महिंदज्झया, गंदा पुक्खरिणी तं चेव जाव धूवं ૪) ત્યાર પછી તે પરરત્યે પ્રેક્ષાગૃહ મંડપમાં ગયે. ત્યાં તેણે અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસનની સફાઈ વગેરે કરી અને ત્યારપછી ક્રમશ: તે પ્રેક્ષાગૃહ મંડપની પશ્ચિમદિશામાં, ઉત્તરદિશામાં, પૂર્વ દિશામાં અને દક્ષિણદિશામાં ગયે દરેકે દરેક દ્વારમાં દ્વારશાખાઓની, શાલભંજિકાઓની, અને વ્યાલરૂપકોની પ્રમાજના કરી યાવત્ ધૂપદાન સુધીના બધાં કાર્યો સંપૂર્ણ કર્યા. પહેલાની જેમજ અહીં પણ તૂપની અને મણિપીઠિકાની પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ આ દિશામાં સ્થિત ચાર મણિપીઠિકાએાની, ચાર જિનપ્રતિમાઓની, ચિત્યવૃક્ષની મહેન્દ્રવજની નંદા પુષ્કરિણની, તરણની, ત્રિપાનપ્રતિરૂપકેની. શાલભંજિકાઓની અને વ્યાલરૂપન પ્રમાર્જને કરી યાવત્ ધૂપદાન સુધીને બધા કાર્યો સંપન્ન કર્યા. સૂર્યાભદેવકૃત પ્રતિમાપૂજા ચર્ચા ટીકાઈ—આ સૂત્રને ટીકાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. પણ વિશેષ જે કંઈ કથનીય છે તે આ પ્રમાણે છે આ સૂત્રને લઈને દંડી કે મૂર્તિપૂજાને સિદ્ધ કરે છે. પણ તેમનું આ કથન પ્રવચન મર્મની અનભિજ્ઞતાને લીધે મેહાવિષ્ટ જ કહેવાય જે કે આ સૂત્રમાં પ્રતિમાના શરીર પરિણામના સંબંધમાં “જ્ઞિપુરપમાનમત્તાનો આ જાતનું કથન કરવામાં આવ્યું છે અને તેની ટીકામાં ટીકાકારે ૫૦૦ ધનુષ પ્રમાણ આ જાતને આ કથનનો અર્થ સ્પષ્ટ કર્યો છે. પણ હકીકતમાં આ કથન અપ્રમાણિક છે. તેથી આને સમીચીન અને યુક્તિયુક્ત કહી શકાય જ નહિ. કેમકે તીર્થકરોની અવગાહના જુદાજુદા પ્રકારની કહેવામાં આવી છે. એથી આ સૂત્રમાં જે એક તીર્થકર શરીર પરિમાણનું કથન કરવામાં આવ્યું છે તે અયોગ્ય જ કહેવાય હકીકતમાં તે આ સૂત્ર પ્રકરણવશ કામદેવની મૂર્તિના પ્રમાણનું જ સ્પષ્ટીકરણ કરે છે તેમ સ્પષ્ટ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૨૬૧

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289