Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગૌતમ! આ પદ્મવરદિકા તે તે ભાગમાં, તે તે ઉપવેશન સ્થાનોમાં, પોતાના સમીપના પ્રદેશમાં, પિતાના ફલકમાં-પટ્ટોમાં પિતાના યુગ્મોના અંતરાલ ભાગોમાં સ્તંભેના શિરોભાગમાં, સ્તંભયુમના અંતરાલ ભાગોમાં તથા ફલકદ્રયને પરસ્પર જોડનારી બીલિયે, સૂચીમુખેમાં–સૂચીઓથી ભિદ્યમાન ફલક પ્રદેશોમાં, સૂચીઓની ઉપર નીચે વર્તમાન ફલક પ્રદેશમાં, સૂચી પુટાતરોમાં; સૂચી ચુશ્મના અંતરાલ ભાગોમાં, તથા પક્ષમાં–વેદિકાના એક એક દેશમાં પક્ષબાહુઓમાં–વેદિકાના એક દેશવિશેષમાં, પક્ષના પ્રાંત ભાગમાં, પક્ષ પુટાન્તરોમાં--અક્ષયુગ્મના અંતરાલ ભાગોમાં-ઘણાં ઉત્પલો છે–ચન્દ્રવિકાશીકમળે છે. પડ્યો છે સૂર્યવિકાશી કમળે છે. કુમુદો છે—ચન્દ્રવિકાશીકમળે છે, નલિને છે–સહેજ લાલ રંગવાળા કમળે છે. સુભગ છે–કમળ વિશેષ છે. સૌગંધિકો છે-કહાર નામક કમળે છે, પુંડરીકે છે-વેતક મળે છે, મહાપુંડરીકે મોટા મેટા વેતકમળે છે. શતપત્ર છે સે પાંખડીઓવાળા કમળે છે. સહસ્ત્રપત્ર યુક્ત કમળે છે–હે આયુષ્યન્ શ્રમણ ! આ સવે ઉત્પલાદિક સર્વથા રત્નમય છે. અચ્છ છે યવત્ પ્રતિરૂપ છે તેમજ વિશાળ છત્ર જેવા હોય છે કે જે છત્ર વર્ષાકાલીન વર્ષાના પાણીથી રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવે છે. આથી જ હે ગૌતમ ! તે વેદિકાને પદ્મવર વેદિકાના નામથી સંબોધવામાં આવે છે હવે ગૌતમ સ્વામી પ્રભુને આ પ્રમાણે પૂછે છે કે હે ભદંત ! આ પમરવેદિકા–શાશ્વતી-નિત્ય-છે કે અશાશ્વતી અનિત્ય છે ? ઉત્તર– હે ગૌતમ! આ પદ્મવરવેદિકા કથંચિત્ શાશ્વતી છે અને કર્થચિ–અશાશ્વાતી અનિત્ય છે. એના પછી ફરી ગૌતમ પ્રભુને પ્રશ્ન કરે છે કે હે ભદંત આપે જે એને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય આમ કહી છે તે એની પાછળ શું કારણ છે ? એના જવાબમાં પ્રભુ કહે કે હે ગૌતમ! દ્રવ્યાસ્તિક નયના મતથી તે પદ્મવરવેદિકા નિત્ય છે આમ કહેવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને જ વાસ્તવિક માને છે, પર્યાયને તે વાસ્તવિક માનવા માટે તૈયાર નથી કેમકે દ્રવ્ય જ સર્વ આકારમાં પર્યામા -અન્વયરૂપથી વર્તમાન રહે છે. એથી સર્વ આકારમાં અન્વયરૂપથી વર્તમાન હવા બદલ પરિણામિ નિત્ય માનવામાં આવે છે. ફૂટસ્થની જેમ સર્વથાનિત્ય તે નહિ જ ગણાય. એથી સકલ આકારમાં અન્વયી હવા બદલ અને પરિણામી હોવાથી દ્રવ્ય સકલાલભાવી છે. એથી તે આ નય મુજબ શાશ્વત કહેવાય છે. તેમજ વર્ણ પર્યાની અપેક્ષાએ તત્તત્પદાર્થોમાં સમુત્પમાન ભિન્નભિન્ન વર્ણોની અપેક્ષાથી તેમજ ગંધ પર્યાની અપેક્ષાથી, રસપર્યાની અપેક્ષાથી, સ્પર્શ પર્યાયોની અપેક્ષાથી
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૯૭