Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધીના બધા વિશેષણોને સંગ્રહ સમજવો જોઈએ. તથા એમના ભૂમિભાગનું વર્ણન ઉલેકનું વર્ણન એમના ઉપરિતન ભાગનું વર્ણન તથા સપરિવાર સિંહાસન–બીજા સિંહાસન સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન પહેલાની જેમ જ સમજવું જોઈએ. તથા આઠ-આઠ મંગલકો, વજાઓ અને છત્રાતિછત્રોનું કથન પણ અહીં સમજવું જોઈએ. એદ્વિતીય શ્રેણિગત પ્રાસાદાવતંસકે બીજા અન્ય ચાર તૃતીય શ્રેણિગત પ્રાસાદાવતંકથી ચારે તરફ સારી રીતે વીંટળાયેલા છે. એ તૃતીય શ્રેણિવાળા પ્રાસાદાવાંસકોની ઊંચાઈ અને એમનો વિસ્તાર દ્વિતીય શ્રેણિ વાળા પ્રાસાદાવાંસકોની અપેક્ષાએ અર્ધા છે. આ પ્રમાણે આ ત્રીજી શ્રેણિવાળા પ્રાસાદાવત સકો ઊંચાઈમાં ૬૨ યોજન જેટલા ઊંચા અને ૩૧ યોજન અને એક કેસ જેટલા વિસ્તારવાળા છે. આ પ્રાસાદાવર્તાસકનું વર્ણન પણું પૂર્વોક્ત અસ્પૃપગરિષ્કૃતાદિ વિશેષણો વડે સમજવું જોઈએ. આ પ્રમાણે ભૂમિભાગનું વર્ણન, ઉલક (ઉપરના ભાગ) નું વર્ણન અને સપરિવાર સિંહાસનનું વર્ણન પણ પૂર્વોક્તાનુસાર સમજવું જોઈએ. એ પ્રાસાદાવતંસકેની ઉપર સ્વસ્તિક વગેરે આઠ આઠ મંગલક, ધ્વજાઓ અને છત્રાહિચ્છત્રોનું કથન પણ પહેલાંની જેમજ સમજવું જોઈએ, જે સૂ. ૭૧ |
સુધર્મસભા આદિકા વર્ણન
હવે સૂત્રકાર સુધર્માસભા વગેરેનું વર્ણન કરે છે.-- “તચ ને મૂત્રાસવહેંसयस्स उत्तरपुरथिमेणं' इत्यादि ।
સૂવાથ–(ત જો મૂઢgrHવહેંચ ઉત્તરપુરચિમે સ્થળે તમાકુકમા growત્તા) તે મૂલ પ્રાસાદાવર્તાસકની ઈશાન દિશામાં સુધર્મા નામની સભા કહેવાય
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૦૩