Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્તમ છે. આ ચૈત્યવૃક્ષાની ઉપર આઠ આઠ સ્વતિક વગેરે મ’ગલકા છે, ધ્વજાએ છે, અને છત્રાતિચ્છત્રા છે. આ ચૈત્યવૃક્ષમાંથી દરેકેદરેકની સામે એક એક મણિ પીઠિકા છે. દરેકે દરેક મણિપીઠિકાના આયામ અને વિષ્ણુલ આઠ આઠ ચેાજન પ્રમાણ જેટલા છે. એમની દરેકે દરેકની સ્થૂલતા ચાર ચેાજન જેટલી છે. આ બધા સČથા મણિમય છે, સ્વચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. એક એક મણિપીઠિકાની ઉપ૨ એક એક મહેન્દ્રધ્વજ નામક ધ્વજ વિશેષ છે. આ મહેન્દ્રવજો ૬૦ યાજન જેટલા ઊંચા છે. એમના ઉદ્દે-ભૂમિગત ભાગા-એક ચેાજન પ્રમાણવાળા છે. આ બધા વારત્નમય છે. ગાળ છે, અને મનેાહર આકારવાળા છે. સુશ્લિષ્ટ છે. પરિષ્ટ છે, પથ્થરાને લીસા કરનારા યંત્રથી ઘસેલા પથ્થર જેવા લીસા છે. પેાતાના સ્થાન ઉપરથી સહેજ પણ ચલિત થતા નથી એટલા માટે તે સુપ્રતિષ્ઠિત છે અને એથી જ તે સુસ્થિર છે. બીજા ધ્વજોની અપેક્ષાએ આ બધા કારણાથી એએ શ્રેષ્ઠ કહેવાય છે આ બધા મહેન્દ્રધ્વજો ઘણી સેકડા નાની નાની સુંદર ધ્વજાઓથી મતિ છે. એથી એએ ખૂબજ રમ્ય લાગે છે. એમનામાં જે વિજય વૈજયતી બૃહદ્ વજાએ ( મેાટી ધ્વજાએ ) અને લઘુધ્વજા ( નાની દેવજાએ ) છે. તે પવનથી પિત થઈને એકદમ રમ્ય લાગે છે. આ બધાની ઉપર છત્રાતિચ્છત્રા-છત્રાની ઉપર પણ છત્રા છે. એ ડુંગ-ઊંચા છે. એથી આકાશને એમના અગ્રભાગા આળ‘ગતા હાય તેમ લાગે છે. શેષ બધુ' કથન મૂલા જેવુંજ છે. નંદા પુષ્કરણીઓના વનમાં જે ‘અચ્છાો લાવ યલો’માં ‘ના” પદ આવેલું છે. એથી અહીં श्लक्ष्णाः रजतमयकूलाः ' વગેરે રૂપ વર્ણાંક પાઠનેા સંગ્રહ સમજવા જોઈએ. આ પાઠ ૬૫મા સૂત્રમાં આવેલ છે. પદ્મવર વેદિકાનું વર્ણન ૭૧ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. વનખડનું વર્ણન ૬૨ મા સૂત્રથી માંડીને ૬૮ મા સૂત્ર સુધી કરવામાં આવ્યું છે. ત્રિસેાાન પ્રતિરૂપકાનું વર્ણન ૧૨ મા સૂત્રમાં કથિત યાનવિમાનના વણ નમાં હેલા પદસમૂહાની જેમજ સમજવું જોઇએ. 1સૂ. ૭૪ાા
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૧૩