Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રમાં વ્યવસ્થિત–કમથી વર્ણન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે આ બધાનું સ્પષ્ટીકરણ ૧૫ સૂત્રથી માંડીને ૧૯ માં સૂત્ર સુધી કરવામાં આવ્યું છે હવે ગૌતમ સ્વામી પ્રભુને એવી રીતે પ્રશ્ન કરે છે કે હે ભદંત! પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશાઓ તરફથી વહેતા પવન એ તૃણમણિઓને સામાન્ય રૂપમાં કંપિત કરે છે કે વિશેષ રૂપમાં કપિત કરે છે એમને આમ તેમ ચંચલ કરે છે. ધીમે ધીમે ચંચલ કરે છે, કે એમને પરસ્પર સંઘર્ષયુક્ત કરે છે કે પોતાના સ્થાન પરથી એમને વિચલિત કરે છે કે અતિશય રૂપમાં એમને પ્રેરિત કરે છે? જ્યારે આવું થાય છે ત્યારે એમાં કઈ જાતનો વિનિ ઉત્પન્ન થાય છે? પ્રભુ આ પ્રશ્નમાં ઉત્તરમાં કહે છે કે હે ગૌતમ! તે સમયે એમાંથી નીકળતા
ધ્વનિ પાલખીનાં કે સ્કન્દમાનિકા-પુરુષ પ્રમાણુ અવકાશથી સંપન્ન યાન (વાહન) વિશેષના, કે રથને જે જાતને ઇવનિ હોય છે એટલે કે એમાંથી જે જાતને ધ્વનિ ઉદ્દભુત થાય છે–તે દવનિ એમાંથી નીકળે છે. હવે એના પછી જે પદે આવેલાં છે તે બધાં રથના વિશેષણ રૂપમાં છે. તે આ પ્રમાણે છે. સરછત્ર જે રથ છત્ર. યુક્ત છે, સધ્વજ-વજાથી યુક્ત છે, સઘંટ–બંને તરફ જેને ઘંટાઓ છે, સપતાકપતકાઓ સહિત છે. સતે રણ વર યુક્ત–પ્રધાન તરણ સહિત છે સનંદિઘાષબાર જાતના વાજાએથી યુક્ત છે, સકિંકિણી હેમાલપરિક્ષિપ્ત-નાની નાની ઘંટડીઓના સમૂહથી યુક્ત છે, હૈમવતચિત્રતિનિશકનકનિયુકત દારુક-હિમાલય પર્વત પર ઉપન્ન થયેલી તેમજ અદભુત એવી તિનિશ વૃક્ષ વિશેષની સુવર્ણ શોભિત કાછથી જે નિર્ગત છે- સુસં. પિનચકમંડળધુરાક-જેમાં ચક્રમંડળ અને ધુરા વ્યવસ્થિત રીતે બાંધેલી છે. કાલાયસ સુકૃત નેમિયંત્ર કર્મા–ઉત્તમ જાતિના કાળા લોખંડથી જેમાં નેમિયંત્ર કમની રચના કરવામાં આવી છે, એટલે કે ચક્રાંત ભૂસ્પર્શિભાગના સંઘર્ષણથી રક્ષા કરવા માટે કાષ્ઠના પિડાઓની ઉપર લોખંડની પટ્ટી આવરણ રૂપે જેમાં લગાડવામાં આવી છે, આકર્ષવર તુરગ સુસંપ્રયુક્ત-આકીર્ણ જાતિનાં ઉત્તમ ઘડાઓ જેમાં જોતરેલાં છે. કુશલનર છેકસારથિ સુસ પરિગૃહીત-નિપુણ પુરુષોમાં પણ સર્વાધિક ચતુર સારથી વડે જે સારી રીતે હંકાઈ રહ્યો છે, શરશત દ્વાર્રિશન્નણ પરિમડિત-શતસંખ્યક શોના ૩૨ સંખ્યક બાણ કોષે (1ણીરો) થી તે પરિમડિત છે. સચાપ શરપ્રહરણાવરણ ભૂતો યુદ્ધ સજજ-ધનુષ સહિત બાણથી,કુંત તેમર, પરશુ વગેરે શસ્ત્રોથી અને કવચ વગેરે ઉપકરણથી જે પરિપૂર્ણ છે, યુદ્ધ માટે તત્પર ધા એના માટે જે સજજ કરવામાં આવ્યો છે, એવો જ રથ રાજાંગણમાં કે રણવાસમાં કે રમણીય
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧
૧૭૩