Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બદલ ગુંજાવક્ર કહરોપગૂઢ માનવામાં આવે છે તેમજ જે ગીત તેમણે ગાયું તે રક્ત-રાગ યુક્ત હતું તેમજ ત્રિસ્થાન-કરણથી શુદ્ધ હતું, ઉરશિર અને કંઠ આ ત્રણે સ્થાનમાં ગીત ગાવામાં આવ્યું અહીં આ જાતને કમ છે. જે ઉરસ્થળમાં સંચરણ કરતો સ્વર પિતાની ભૂમિકા મુજબ વિશાળ હોય છે ત્યારે તે ઉરઃ શુદ્ધ સ્વર કહેવાય છે. એવા સ્વરના વેગથી ગીત ઉરઃ શુદ્ધ કહેવાય છે આ પ્રમાણે તેના પછી પણ જ્યારે કંઠમાં તે વર સંચરિત થાય છે, ત્યાં ફાટી જતે નથી ત્યારે તે સ્વર કંઠ શુદ્ધ કહેવાય છે. અને જ્યારે તે મસ્તકમાં અથવા
લેષ્માથી અવ્યાકુળ હવા બદલ શુદ્ધ થયેલા એવાં ત્રણ સ્થાન રૂપ કરણેથી નીયમાન ગીત પણ ઉરઃ કંઠ અને શિરઃ શુદ્ધ હોય છે એથી તે પણ રિસ્થાન કરણ શુદ્ધ કહેવાય છે. તેમજ જે ગીત તેમણે ગાયું તે સકુહરગુજઠંશવાળું હતું એટલે કે જે ત્યાં વંશ–વાંસળી વગાડવામાં આવી રહી હતી તે સહિત હતી અને ગુંજિત સ્વર વાળી હતી. તંત્રી–વીણું પણ ત્યાં વગાડવામાં આવી હતી, તલ-તાલ પણ અપાઈ રહ્યો હતો, તે ગીત લયથી પણ યુક્ત હતું. અથવા લય યુક્ત તંત્રીના સ્વર પ્રકારવાળું હતું. એથી જ તે શ્રવણ રમણીય હતું. સમ હતું. સમાન હતું. સલલિત હતું. મધુર સ્વર તેમજ મૂચ્છનાથી યુક્ત હતું. એથી શ્રેતાઓના મનને આકર્ષનારું હતું. તેમજ મૃરિભિત પદ સંસારવાળું હતું ત્યાં પદ સંચરણ મૃદુ–કમળ–સ્વરવાળું હતું તેમજ ઘેલના આ જાતના સ્વર વિશેષમાં સંચરણ કરતું તે સ્વર–પદ–સંચરણને રંગી રહ્યું હોય તેમ લાગતું હતું. જ્યાં સ્વર ઘેલના સ્વર વિશેષમાં સચરણ કરતો પદ સંચરણને ૨જિત કરતો હોય તેમ લાગે છે તે પદ સંચાર “રિભિત” કહેવાય છે. આ રીતે ત્યાં પદ સંચાર મૃદુ અને રિભિત હતો. સાંભળનારાંઓને તેમાં બહુ જ પ્રીતિ ઉત્પન્ન થઈ રહી હતી. એથી તે સુરતિ હતો–એટલે કે પ્રેમેસ્પાદક હતો. ગતીની સમાપ્તિ
જ્યાં સુંદર રીતે થાય છે, તે ગીત સુનતિ કહેવાય છે. અહીં એવું જ હતું એથી જ એ પણ સુનતિ હતું. તેમજ સુંદર હતાં એટલા માટે એ વર ચારૂ રૂપ હતું અપૂર્વ હતું એથી તે દિવ્ય હતું નૃત્ય તત્પર હતું એથી તે નાટય સજજ હતું. તે સૂ૪૦ |
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૨૦