Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ–દેવકુમારો, અને દેવકુમારિકાઓ એ ગીત કેવી રીતે ગાયું. તે જ વાત સૂત્રકાર આ સૂત્ર વડે સ્પષ્ટ કરવા માંગે છે. આ સૂત્રમાં તેઓ કહે છે કે તે દેવોએ જે ગીત ગાયું તેને પહેલાં તેમણે હૃદયમાં મંદ રૂપમાં ગાયું ત્યાર પછી તેને કંઠ પ્રદેશમાં પહેલાં કરતાં કઈક ઊંચા સ્વરે ગાયું અને ત્યાર પછી ધ્વનીને કંઠ પ્રદેશમાં લાવીને તેને પહેલાં કરતાં પણ મોટા સ્વરે ગાયું આ રીતે ગાવાના જે લક્ષણો હોય છે તે સર્વ લક્ષણોથી યુક્ત ગીત તેમણે ગાયું આ વાત આ કથન વડે સૂચિત થાય છે જે ગાવામાં સૌ પહેલાં ગીતને ઉપાડવામાં આવે છે. એથી જ્યારે ઉપાડવામાં આવે છે ત્યારે તે (મિષ) મૃદુ-મંદ હોય છે. કેમકે “કવિમિસભામંા ” આ જાતને નિયમ છે કે જે આવું કરવામાં આવે નહિ તે ગીતની ગુણવત્તામાં ક્ષતિ થઈ શકે તેમ છે એથી “” કહેવામાં આવ્યું છે. ત્યાર પછી ગાવાવાળાના મસ્તકને અભિઘાત કરતે સ્વર બહુ જ ઉંચા થઈ જાય છે તે વખતે તે સ્વર બીજા કે ત્રીજા સ્થાન ઉપર આરૂઢ થઈ જાય છે. એટલા માટે “શિરસિ તાર” આમ કહેવામાં આવ્યું છે. એથી તે સ્વર જ્યારે મસ્તકથી પાછો ફરી કંઠમાં ફરે છે ત્યારે ત્યાં ફરતે તે સ્વર મધુર તર થઈ જાય છે. એથી જ “વિતામ્” આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એવી સંગીતની પ્રક્રિયા છે. આ રીતે ત્રણ જાતનું દરેક દરેક ગીત તેમણે ત્રિસમય રેચકથી રચિત થયેલું જ ગાયું. જે રેચકમાં શ્વાસને બહાર કહાડવમાં– ત્રણ સમય–કાળ વિભાગ વિશેષ લાગે છે, તે ત્રિસમય–રેચક–રચિત હોય છે. તેમજ “TTEાવદરોuપૂઢ ચં ચવત્તઃ” તેમણે એવું ગાયું કે જે શું જાવકકુહરોપગૂઢ હતું. ગુંજ ગુંજનનું નામ છે. જે ગીતમાં ગુંજન પ્રધાન કુહરવિવર-અવક શબ્દોને નીકળવાના માર્ગને અપ્રતિકૂળ હોય છે એવાં કુહરોથી જે ગીત ઉપગૂઢ–યુક્ત હોય છે, તે ગીત ગુંજાપ્રધાન અવક કુહરો યુક્ત હોવા
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૧૯