Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રદર્શન કર્યું. (ત જ્ઞ1) તે અભિનય પ્રકારે આ પ્રમાણે છે. (વિઠ્ઠરિાં, પઢિયંતિયં, સામતોવળવારૂરું થતૉમક્સાવાળાં) દાર્શતિક પ્રત્યંતિક સામ-તેપનિ પાતિક અને અન્તર્મધ્યાવસાનિક.
ટીકાર્થ-જ્યારે દેવકુમારો તેમજ તે દેવકુમારિકાઓએ દિવ્ય નાટકવિધિનું પ્રદર્શન પૂરું કર્યું, ત્યાર પછી તેમણે ચાર જાતના–તત–મૃદંગ, પટહ વગેરે, વિત -વીણા વગેરે, ઘન-કાંસ્ય વગેરે અને શુષિર-શંખ વાંસળી વગેરે વાજાઓને વગાડડ્યાં.
આ ચાર જાતના વાજિત્રે વગાડ્યાં બાદ તે સર્વે દેવકુમારે તેમજ દેવકુમારિકાએાએ ચાર રીતે ગીત ગાયું તે આ પ્રમાણે છે–ઉક્ષિસ ૧, પહેલાં આરંભાયેલું પાદાંત ૨, ત્યાર પછી ભાગચતુષ્ટયાત્મક પદથી બદ્ધ કરાયેલાં. મંદક ૩, ધીમે ધીમે મંદ મંદ રૂપથી વચ્ચે મૂછના વગેરે ગુણથી અલંકૃત કરાયેલું અને ત્યાર પછી તેને ઘલના રૂપમાં પ્રાપ્ત કરેલું. રચિતાવસાન છે અને છેવટે સંગીતના રાગથી સંસ્કાર યુક્ત કરાયેલું અથવા તો જે ગીત શ્રોતાઓને માટે રુચિકર થઈને વિષયભૂત થાય છે એવું ગીત તેમણે ગાયું. ત્યાર પછી તેમણે ચાર જાતની નાટકવિધિનું પ્રદર્શન કર્યું. તે નાટકવિધિ અંચિત, રિભિત, આરભટ, અને ભસેલના ભેદથી ચાર પ્રકારની છે. ત્યાર પછી તે દેવકુમારે તેમજ દેવકુમારિઓએ શરીરની ચેષ્ટારૂપ ચાર પ્રકારના અભિનયનું પ્રદર્શન કર્યું. એમની વિગત ઉપર પ્રમાણે જ સમજવી છે સૂવ ૪૮ ૫
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૩૪