Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથજ્યારે તે યાનવિમાનમાં પિત પિતાના સ્થાને સૂર્યાભદેવ વગેરે સારી રીતે બેસી ગયા ત્યારે તે યાનવિમાનની આગળ સૌથી પહેલાં સ્વસ્તિક, શ્રીવત્સ, નંદિકાવર્ત, વદ્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, અને દર્પણ આ આઠ માંગલિકે પ્રસ્થિત થયા. એટલે કે ચાલ્યા. આ બધાનું વર્ણન ત્રીજા સૂત્રમાંથી જાણી લેવું જોઈએ. ત્યાર પછી તેમની આગળ પૂર્ણ કલશ, પાણું ભરેલ ઘટ, ભંગારઝારી, દિવ્ય આતપત્ર અને પતાકાઓ-કે જે ચામરોથી યુક્ત હતી, જેતાની સાથે તેમની પ્રતિ પ્રીતિ ઉત્પન્ન થઈ જતી હતી, તેમજ મંગળ રૂપ હવા બદલ બહાર જવાની વખતે જેમનું દર્શન આવશ્યક માનવામાં આવ્યું છે–ચાલી. જે કેનાત્તિવા” પદથી આલેક દર્શનીય પદને અર્થ આવી જાય છે છતાંયે આ પદને અહીં જે ગ્રહણ કરવામાં આવ્યું છે. તે આ વાતને સ્પષ્ટ કરવા માટે છે કે જે જોવામાં સુંદર હોય છે, તે કદાચ અમંગળ રૂપ પણ થઈ શકે છે. એટલા માટે આલેક દશેનીય નહિ હેય એની પણ સંભાવના રહે છે પણ આ બધી પતાકાઓ એવી નહિ હતી એઓ દર્શનશતિક પણ હતી અને આલોક દર્શનીય પણ હતી. ઉપર “પ્રસ્થાનિ' આ પદ પણ આવ્યું છે. તે અહિંયા તેની વિભક્તિમાં ફેરફાર (વિપરિણામ) કરવો જોઈએ. એટલે કે “સંસ્થિતા” આવું પદ સમજવું જોઈએ. તેમની આગળ અનુક્રમે વિજય વૈજયંતી પતાકાએ ચાલી. એ પતાકા વિજય સૂચક હોય છે. એથી તેને વિજય વૈજયંતી કહેવામાં આવે છે. તે ઉંચી હતી, આટલી ઉંચી હતી કે જે આકાશને પણ સ્પર્શી રહી હતી, ત્યાર પછી આતપત્ર (છત્ર) ચાલ્યું. આતપત્રની દાંડી વિડૂર્યમય હતી એથી ચમકતી હતી અને નિર્મળ હતી. આ આતપત્ર લટકતી કરંટ પુષ્પોની માળાથી ઉપશાભિત થઈ રહ્યું હતું. તે ચંદ્ર મંડળની જેમ ગોળ હતું, શ્વેત (સફેદ) હતું. ચિત્તને અલ્હાદ આપનારૂં હતું, સારી પેઠે ઉપર ઉઠેલું તેમજ તાણેલું હતું. આકાશ તેમજ ફિટિક મણિની જેમ તે સ્વચ્છ હતું, તેની આગળ શ્રેષ્ઠ સિંહાસન ચાલતું હતું. આ સિંહાસનમણિઓ તેમજ રત્નની રચનાથી અદ્દભુત હતું. તે સપાપીઠ-એટલે કે પગ મૂકવા માટેના આસન સહિત હતું. તેમજ પાદુકા ચશ્મથી યુક્ત હતું. અહીં “ના” શબ્દ દેશીય છે. અને તે યુગ્મ અર્થને વાચક છે. ઘણા કિંકરભૂત દેએ તેને પોતાના ખભા ઉપર ઉંચકી રાખ્યું હતું. એની આગળ આતપત્ર તેમજ પ્રવર સિંહાસન અને ત્યાર પછી મહેન્દ્ર દવજ ચાલ્યો એ મહેદ્રધ્વજ વજરત્નમય હતે. એને આકાર વૃત્ત–ગાળ–અને લછ–સુંદર હતે. અથવા તે વૃત્ત તેમજ લષ્ટ રૂપથી સંસ્થિત હતું અને સુશ્લિષ્ટ—સમ્યફ શ્લેષણથી યુક્ત હતો. એટલે કે લીસે હતે. પરિઘષ્ટની જેમ-અર્થાત્ શાણ ઉપર ઘસેલા
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧