Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનને કહી હુઈ ધર્મકથા
'तएणं समणे भगवं महावीरे' इत्यादि । સૂત્રાર્થ(i) ત્યાર પછી (સમળે મા મહાવીરે) શ્રમણ ભગાન મહાવીરે (જૂરિયામસ વરસ) સૂર્યાભદેવને તેમજ (તીરે ચ મહમહાથા પરસાણ) તે વિશાળ પરિષદાને (નાર ધનં રિફ) યાવત્ ધર્મને ઉપદેશ કર્યો (પરિક્ષા સામે હિ મા તાવ વિસંદિપ) પરિષદા જે દિશા તરફથી આવી હતી તે દિશા તરફ જ પાછી જતી રહી.
ટીકાથ–ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભવને ઉપલક્ષણથી શ્વેત રાજાઓને, ધારિણી પ્રમુખ દેવીઓને અને તે પૂર્વોક્ત અતિવિશાળ પરિષદોને યાવત પદ ગ્રાહ્ય ઋષિપરિષદાને, મુનિ પરિષદાને યતિપરિષદાને દેવ પરિષદાને ઘણી સેંકડે સંખ્યાવાળી, ઘણા સેંકડે સમૂહેવાળી, ઘણા સેંકડે સમૂહ યુક્ત પરિવારવાળી તે સભાને “અહંત પ્રભુ શ્રતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ આપે છે” આ શાશ્વત નિયમ મુજબ અર્ધમાગધી ભાષામાં શ્રતચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ આપ્યા. ભગવાન કેવા હતા તે વિશે કહે છે-કે ભગવાન મહાવીર પ્રભુ અપ્રતિબદ્ધબળવાળા હતા, અતિશય બળવાન હતા. અનુપમ પ્રશસ્ત શક્તિ સંપન્ન હતા. અપરિમિત બળ, વીર્ય, તેજ, માહાસ્ય અને કાંતિથી યુક્ત હતા. બળથી અહીં શારીરિક શક્તિને સંગ્રહ થયો છે અને વીર્યથી આત્માની અસાધારણ શક્તિનું ગ્રહણ થયું છે, પ્રભાવનું નામ મહાસ્ય છે. શારીરિક સુંદરતાનું નામ કાંતિ છે. ભગવાનને વનિ શત્કાલીન નવીન મેઘના ગર્જન જેવો મધુર અને ગંભીર હતે. કૌચપક્ષીના મંજુલનિર્દોષની જેમ મીઠે તેમજ દુંદુભીના સ્વરની જેમ બહુ દૂર સુધી પહોંચી શકે તે હતે. વક્ષભાગ વિસ્તીર્ણ હોવાથી ત્યાં વિસ્તાર પ્રાપ્ત, કંઠભાગ વતું હોવાથી ત્યાં ગોળાકારે સ્થિત, મસ્તકમાં વ્યાપ્ત ગદ્ગદ્ રૂપથી રહિત, મણમણ રૂપથી રહિત, ફુટ (સ્પષ્ટ) વિષયવાળી, મધુર તેમજ ગંભીર રૂપથી યુક્ત, સકલવામય સ્વરૂપ સમસ્ત અક્ષરના સંયોગવાળી, સકલ ભાષામય સ્વર તેમજ કલા વગેરેથી ઉત્પન્ન અને માલકેશ નામક ગેયરાગથી યુક્ત, સર્વભાષા પરિણમન સ્વભાવવાળી એવી જિનવાણીથી કે જે એક જન સુધી દૂર જનારા ધ્વનીથી યુક્ત હતી અને જેનું બીજું નામ અર્ધમાગધી ભાષા હતી. એવી અર્ધ માગધી ભાષામાં
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧
૧૦૦