Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવ વ વયાસી) ત્યારે ‘હે સૂર્યાભ ! આ પ્રમાણે સૂર્યાભદેવને સમાધીને શ્રમણ ભગવાન મહાવીરે તે સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યુ.. ( સૂરિયામા ! તુમ નં અત્તિદ્વિદ્ નોત્રમર્વાદ્ધિ નાવ પરિમેનો રમે ) હું સૂર્યાભ ! તમે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી યાવત્ ચરમ છે! અચરમ નહિ. ટીકા-ધર્મોપદેશ સાંભળીને જ્યારે પરિષદા પેાતાતાના સ્થાને જતી રહી ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મોપદેશ સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને હતુષ્ટ ચિત્તાન દ્વિત થયેલા પ્રીતિમતવાળા, થયેલા, પરમસૌમનસ્થિત થયેલા અને હર્ષાતિરેંકથી હર્ષિતહૃદયવાળા થયેલા તે સૂર્યાભદેવ જાતે જ પોતાના સ્થાન ઉપરથી ઉભા થયા. ઊભા થઇને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા વ`દના નમસ્કાર કરીને પછી તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વિનતી કરતાં આ પ્રમાણે કહ્યું કે હે ભકત ! હું ભસિદ્ધિ છુ` કે અભવસિદ્ધિક છુ' ? એટલે કે આ ભવ પછી જે મનુષ્યભવ પ્રાપ્ત થશે ત્યારે મારી મુક્તિ થશે કે ઘણા ભવાની પ્રાપ્તિ પછી? મતલબ આ પ્રમાણે છે કે હું એક જ ભવમાં મુક્તિગામી છું, કે અનેક ભવા પછી મુક્તિગામી છુ ? આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરની દેશનાથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યથી યુક્ત ચિત્તવાળા સૂર્યદેવે તેઓશ્રીને આ રીતે પ્રશ્ન કરી ફરી આ પ્રમાણે વિનંતી કરતાં પ્રશ્ન કર્યાં કે હે ભદ'ત ! હું સમ્યક્ શ્રદ્ધાવાળા છું એટલે કે સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાત્વી છું. જો હુ. સમ્યક્ શ્રદ્ધાવાળા છું તે તેમાં શું હું પરીત સાંસારિક છું કે અપરીત અનંત સાંસારિક છું' ? આ પ્રશ્ન એટલા માટે કરવામાં આવ્યા છે કે કેટલાક સભ્યષ્ટિના સૌંસાર પરીત હોય છે અને કેટલાક સભ્યષ્ટિના સ`સાર અપરીત-અપરિમિત હૈાય છે એટલે કે ઉપશમ શ્રેણિ ઉપર આરૂઢ થયેલ કેટલાક સમ્યગ્દષ્ટિ અનંત સંસારી પણ હાય છે, એટલા માટે પેાતાનામાં સમ્યગ્દષ્ટિના નિર્ણય થઈ ગયા પછી પણ તે સૂર્યાભદેવ પેાતાના સંબંધમાં આ જાતના પ્રશ્ન
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૦૨