Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રમણીય હતું જે જાતને કેમલ સ્પર્શ ચામડાના વસ્ત્ર, રૂનો, બૂર–વનસ્પતિ વિશેષનો અને અર્ક (આકડા) વગેરેના રૂનો હોય છે તેવા જ સ્પર્શ તેને પણ હત, તે પ્રાસાદીય હતું, દર્શનીય હતું અભિરૂપ હતું અને પ્રતિરૂપ હતું.
ટીકાર્ય–ત્યાર પછી તે આભિગિક દેવે તે પ્રેક્ષાગૃહ મંડપના બહુ સમરમણીય ભૂમિ ભાગને પિતાની વિક્રિયા શક્તિ વડે નિષ્પન્ન કર્યો (નાર મri #નો) અહીં યાવત્ પદથી પંદરમાં સૂત્રથી લઈને ૧૯ માં સૂત્ર સુધીનું આ ભૂમિભાગનું સંપૂર્ણ વર્ણન ગ્રહણ કરવામાં આવ્યું છે. એમ સમજવું જોઈએ. ત્યાર પછી તે આભિયોગિક દેવે તે પ્રેક્ષાગૃહ મંડપના ઉપરિ ભાગની વિકવણા કરી. તેને તે ઉપરિભાગ ઈહામૃગ વગેરે પ્રાણિઓના ચિત્રોથી અદભુત હતો યાવત્ પ્રતિરૂપ હતો. આ બધું વર્ણન ૨૦ માં સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યું છે. તેમજ આ ઈહામૃગથી લઈને પ્રતિરૂપાંત સુધીના પદોની વ્યાખ્યા પણ ત્યાં જ કરવામાં આવી છે. ત્યાર પછી તે આભિગિક દેવે તે બહુસમ તેમજ રમણીય ભૂમિભાની વચ્ચે હીરાઓ જડેલા એક કીડા-સ્થાનની વિકુણા કરી. ત્યાર પછી તે અક્ષપાટક કીડાસ્થાનની એકદમ વચ્ચેના સ્થાનમાં એક મણિ પીઠિકાની કે જે આઠ યેજન જેટલી લાંબી તેમજ પહોળી હતી અને ચાર યોજન જેટલી ઉંચી હતી વિકુવરણ કરી. આ મણીપીઠિકા સંપૂર્ણ મણીમય હતી. આકાશ તેમજ સ્ફટિક મણિની જેમ અતિ સ્વરછ હતી. સ્લણ લીસા પુદ્ગલકથી યુક્ત હોવાથી તે લક્ષણ હતી. અહીં યાવત્ પદથી “કસ્સ” આ પદથી માંડીને “તિ ” અહીં સુધીના પદોને સંગ્રહ થયા છે. આ પદોની વ્યાખ્યા ૧૪ માં સૂત્રમાં કરવામાં આવી છે. તેથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઈએ. આ લક્ષણત્વ વગેરે વિશેષણે વાળી મણિપઠિકાની ઉપર ઉર્વ ભાગમાં એક વિશાળ સિંહાસનની વિમુર્વણા કરી. આ સિંહાસનની વિગત આ પ્રમાણે છે. સિંહાસનના પાયાની નીચે જે ગોળ આકારના અવયવ વિશેષ ચકલો હતા તે તપનીયમય (સેનાના) હતા તેમજ તેમાં જે સિંહ બનાવવામાં આવ્યા હતા તે ચાંદીના હતા. તેના પાયા સોનાના હતા. તેમજ પાદશીર્ષક પગેના ઉપરના અવયવ વિશેષ અનેક જાતના મણિઓથી બનાવવામાં આવ્યા હતા. તેમજ ગાત્ર પાર્શ્વગત અવયવ જાંબૂનદના બનેલા હતા. જાંબૂનદમાં થયેલા સવિશેષ સુવર્ણનું નામ જાંબૂનદ છે. તેમજ ગાત્રોની સંધિઓના જે સ્થાન હતાં તે વામય હતાં “વિશ' આ શબ્દ દેશીય છે. આનો અર્થ વચ્ચે અથવા તો મધ્ય એ થાય છે તેની વચ્ચેનો ભાગ અનેક જાતના મણિઓથી બનેલો હતે. આ ઉક્ત સિંહાસન ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહગ, વ્યાલ (સપ) કિન્નર,
શ્રી રાજપ્રશીય સૂત્ર: ૦૧