Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે અહીં એકત્ર થયા છો. (ભાળ મો રૂરિયામે સેવે નજીરુ મો?) સૂર્યાભદેવે તમારા સૌ માટે એવી આજ્ઞા કરી છે કેમકે સૂર્યાભદેવે અહીથી (નંદીવ दीवं भारहं वासं आमलकप्पं नयरिं अंबसालवणं चेइयं भगवं महावीरं अभिवंदिતા) જંબુદ્વીપ નામના દ્વીપમાં વિદ્યમાન ભરતક્ષેત્રમાં સ્થિત આમલક૯પા નગરીના આમ્રશાલવન ઉદ્યાનમાં વિરાજમાન શ્રમણ ભગવાન મહાવીરને અભિનંદના કરવા માટે જઈ રહ્યા છે. (તં તુ વિ જ રેવાણુપિયા સવિઢી નાવ જufi વેવ ભૂરિયામ રેવર વ્યંતિ પામવ૬) એથી હે દેવાનુપ્રિયે ! તમે સૌ પિતાની સમસ્ત ઋદ્ધિની સાથે યાવત્ મોડું કર્યા વગર એકદમ શીવ્ર સૂર્યાભદેવની પાસે પહોંચી જાવ.
ટકાર્થ–સૂર્યાભદેવે જ્યારે પાયદળ સેનાના સેનાપતિને આ પ્રમાણે કહ્યું. ત્યારે તે ખૂબ જ હષ્ટ તેમજ સંતુષ્ટ થયો. તેનું ચિત્ત આનંદથી તરબોળ થઈ ગયું. તેના મનમાં ખૂબ જ પ્રીતિ ઉત્પન્ન થઈ અને તે શોભન મનવાળો થઈ ગયે. એટલે કે સૂર્યાભદેવની આજ્ઞા પ્રત્યે તેમને અસંતોષ થયો નહિ પણ તેનું હૃદય તે આજ્ઞા મેળવીને આનંદના આધિક્યથી પ્રમુદિત બનીને મત્તમયૂરની જેમ નાચી ઉઠયું. તેણે તે જ સમયે પોતાના સૂર્યાભદેવને વિનંતી કરતાં કહ્યું કે હે દેવ ! તમે મને જે કામ કરવા માટે આજ્ઞા કરી છે–તે મારા માટે પ્રમાણ રૂપ છે. હું તમારી આજ્ઞા પ્રમાણે જ કરીશ. આ રીતે પિતાના હાર્દિકે ભાવ પ્રકટ કરીને તે પાયદળ સેનાના સેનાપતિએ સૂર્યાભદેવનાં આજ્ઞા સૂચક વચનોને એકદમ નમ્રભાવે
સ્વીકારી લીધાં આ રીતે પિતાના સ્વામીની આજ્ઞાને સ્વીકારીને તે જ્યાં સૂર્યાભવિમાન અને જ્યાં સુધર્મા સભા અને તેમાં પણ જ્યાં તે મેઘોઘસિત ગંભીર મધુર ધ્વનિ કરનારી અને જન જેટલા ગોળાકાર વિસ્તાર વાળી સુસ્વર નામની ઘંટા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે તે મેઘોઘસિત ગંભીર દવની વાળી અને યોજન જેટલા વિસ્તાર વાળી સુસ્વરા ઘટાને ત્રણ વખત વગાડી. જ્યારે તે ત્રણ વખત વગાડવામાં આવી ત્યારે તે સૂર્યાભવિમાનમાં અથવા વિમાનના પ્રાસાદોમાં જે નિષ્ફટ–ઉપવન હતા તેમાં વિચિતરંગન્યાય થી તે પસરેલા તે સુસ્વરા ઘંટાના શબ્દ વગણના પુદગલોથી લાખે પ્રતિધ્વનિઓ નીકળ્યા. આ બધી પ્રતિધ્વનિઓથી તે સૂર્યાભવિમાન શદિત થઈ ગયું. એટલે કે-શબ્દથી વ્યાપ્ત થઈ ગયું. ત્યારે તે સી સૂર્યાભવિમાનમાં રહેનારા વૈમાનિક દેવ અને દેવીએ કે જેઓ એકાંત સ્થળોમાં કામ ભેગીડામાં નિરત હતા એથી જેઓ સદા પ્રમાદ ચુક્ત થઈને રહેતા અને વિષય – શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જન્ય સુખમાં મૂચ્છિત – આસકત હતા અથવા
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧