Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્યોતિરસેના અંજન પુલકે અંજના, રૌોની કે શ્વેત સુવર્ણોના, જાતરૂપ સુવર્ણોના અંકનામક રત્ન વિશેના, સ્ફટિક મણિઓના રિષ્ટ નામક રત્ન વિશેષના, જે ચક્ષુ ઈન્દ્રિય વડે ગ્રાહ્ય સ્થૂલ પૃથિવી વગેરે ભાગ હતા-કે-જેમને અસાર પુદ્ગલ કહેવામાં આવે છે એવા તે ચક્ષુગ્રાહ્યસ્થૂલ પુદ્ગલેને તે તેમણે દૂર કરી દીધાં એટલે કે ત્યજી દીધાં એ તેમના જ યક્ષુઈન્દ્રિયવડે અગ્રાહ્ય તેમજ સારભૂત પુદ્ગલોને ગ્રહણ કરી લીધાં. જો કે અહીં એવી પણ આશંકા થવાની શકયતા ઊભી થાય છે કે–દેવનું જે ઉત્તર ક્રિય રૂપ છે તે ક્રિયારંભક પુગથી સાથે હોય છે અને રત્ન વગેરેનું જે દારિક શરીરરૂપી છે, તે ઔદારિકારંભક પુગલેથી સાધ્ય હોય છે એટલા માટે આ પ્રમાણે કરવાથી પણ એટલે કે રત્ન વગેરેના સાર પુદગલોને ગ્રહણ કરવા છતા ઉત્તર વૈદિયારંભક પુદ્ગલોના અભાવથી ઉત્તર ક્રિય રૂ૫ના નિર્માણનું કાર્ય થઈ શકતું નથી તે આને જવાબ આ પ્રમાણે છે કે તે રત્ન વગેરેના સરભૂત અદ્દભૂત પુગલો જેવા વૈક્રિયારંભક પુદ્ગલેને ગ્રહણ કરે છે અહીં જે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તે રત્ન વગેરેના સારભૂત પુદગલોને ગ્રહણ કરે છે તે આવું આ કથન પુદ્ગલાતરમાં રન વગેરેની સારતા બતાવવાના ઉદ્દેશ્યથી કહેવામાં આવ્યું છે. અથવા દે વડે પરિગૃહીત થયેલા ઔદારિક પુદ્ગલે પણ વૈક્રિયારંભક પુગલ રૂપમાં પરિમિત થઈ જાય છે. કેમકે પુદ્ગલની આ જાતની પ્રકૃતિ હોય છે કે જે જાતની સામગ્રીનું તેમને સમાધાન મળે છે, તેઓ તેમના વશથી તેવા જ પરિ. ણામવાળા થઈ જાય છે, આ પ્રમાણે તેમણે રત્ન વગેરે જેવા યથાસુમ સારભૂત પુદ્દગલોનું ગ્રહણ કરીને બીજી વખત પણ જે જાતના રૂપનું નિર્માણ કરવાની ઈચ્છા હતી તે જાતના રૂપને બનાવવા માટે વૈકિય સમુદ્રઘાત કર્યો. બીજી વખત પણ સમુદઘાત કરીને તેમણે ઈસિત ઉત્તર કાળભાવી ભિન્ન કૃત્રિમરૂપને વૈક્રિય શક્તિ વડે ઉત્પન્ન કર્યા ઉત્પન્ન કરીને તે દેવોમાં પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ–ઉત્તમ, પ્રશસ્તવિહગગતિ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૮