Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય અને જેમ એક બહુ મટીપુષ્પચ્છાદિકાને–પુષ્પપાત્ર વિશેષને પુષ્પપટલને–પુષ્પ ભાજન વિશેષને કે પુષ્પની છાબને લઈ રાજપ્રાંગણ વગેરેથી માંડીને પૂર્વોક્ત ઉદ્યાન સુધીના સ્થાનેમાંથી કેઈ પણ સ્થાનને ત્વરા, ચપળતા અને સત્ક્રાંતિ વગર થઈને નિરંતર સુનિપુણતાથી ચારે તરફથી અને બધી રીતે પહેલાં કચગ્રહની જેમ પકડેલાં અને ત્યારે પછી હાથમાંથી છોડી મૂકેલાં પાંચરંગના પુષ્પોથીઅચિત્ત પુષ્પ રાશિથી સુશોભિત બનાવે છે તેમજ તે પૂર્વોક્ત સૂર્યાભદેવના દેએ પુષ્પમેઘાની વિદુર્વણ કરીને શ્રમણ ભગવાન મહાવીરના એક જન જેટલા ગોળાકાર ભૂભાગને અચિત્ત પુપની રાશિથી સુશોભિત કર્યો. એ જ વાત સૂત્રકાર હવે પછીના આ પદોથી આ પ્રમાણે સમજાવે છે કે જ્યારે સૂર્યાભદવના તે આભિયોગિક દેવોએ પુષ્પમેની વિક્વણુ કરી કે તરત જ તે પુષ્પ મેઘે આકાશમાંથી તડતડાવા લાગ્યા, તેમનામાં વીજળી ઝબૂકવા લાગી. વીજળીના ચમકારાની સાથે જ શ્રમણ ભગવાન મહાવીરની પાસે એક યોજન જેટલે ભૂભાગ પ્રચુર અને ભાસુર એવાં અચિત્ત જલ જ અને સ્થલજ પુષ્પરાશિથી વ્યાપ્ત થઈ ગયો. આ પુપરશિ તેની ઉપર તે પુષ્પ મેઘાથી વરસી. પુપોની આ વર્ષ ત્યાં ઘૂટણ સુધીના પ્રમાણ જેટલી થઈ એટલે ઘૂંટણની જેટલી ઉંચાઈ હોય છે તેટલી ઉંચાઈ સુધી પુષ્પ વર્ષા થઈ. આમાં જેટલાં પુષ્પો વરસ્યા હતા તે બધા અધોભાગ વતિ દાંડિથી યુક્ત થયેલા જ વરસ્યા હતા. એટલે કે તેની દાંડી નીચેની તરફ હતી એટલે વરસતી વખતે પુપનું મુખ ઉપરની તરફ હતું અને દાંડીનું મુખ્ય નીચેની તરફ હતું. આ રીતે પુષ્પરાશિવરસાવીને તે આભિગિક દેવોએ એસ્થાનને પોતે પણ અને બીજાઓની પાસેથી પણ સ્વર્ગ જેવું સુરવર ગમનાભિયોગ્ય બનાવ્યું અને બનાવડાવ્યું. તેમણે તે સ્થાન ઉપર અચિત્ત કલાગુરુ ધૂપ,
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૪૧