________________
લેવી પડે છે, જેમ કે ખર વિશદ પણ ભક્ષ્ય છે, તેમાં પણ ભાત ઉને ખવાય, ઠંડે નહિ, પણ પાણી તે ઠંડુંજ માગે છે, કહ્યું છે કે શિલ્યમાં પ્રધાને ગુણ ઠંડક એ પાણીને મેટે ગુણ છે, આ પ્રમાણે ખાવાની વસ્તુ આશ્રયી દ્રવ્યને ધ્યાનમાં લઈને ભાવ આહાર બતાવ્યું, હવે ખાનાર મનુષ્ય વિગેરે જીવ આશ્રયી ભાવ આહાર નિયુક્તિકાર બતાવે છે, જીવ સાથે શરીર છે, તે ત્રણ પ્રકારે આહાર લે છે, એજ આહાર તે તૈજસ અને કાર્મણ શરીર સાથે રહીને જે પ્રથમ આહાર લે છે, તે જાણવું, તે આહાર વિના ઔદારિક વૈક્રિયા શરીર ઉત્પન્ન ન થાય, તે બતાવે છે,
तेएणं कम्मएणं आहारेइ अणंतरंजीवो तेण परं मिस्सेणं जाव सरीरस्स निप्फत्ती ॥१॥
જ્યારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, ત્યારે પૂર્વનું દેખીતું ઔદારિક કે વૈકિય છડી જાય છે. તે નવી ગતિમાં જતા પહેલાં તેજસકામણ શરીર વડે જે આહાર લે છે તે મેઢા વડે નથી લેતો પણ લોહચુંબક લેઢાના ચૂરાને જેમ ગ્રહણ કરે તેમ પુદગળ ગ્રહણ કરે તે એજ આહાર છે, પછી પુરું શરીર થાય ત્યાં સુધી તેજસકાર્પણ તથા ઔદારિક વૈક્રિય શરીરને સાથે લઈને પુદગલે ગ્રહણ કરે છે. ओआहारा जीवा सव्वे आहारगा अपज्जत्ता એજ આહાર લેનારા સર્વે જીવે અપર્યાપ્તા કહેવાય છે, લેમ આહાર શરીર પર્યાપ્તિ થયા પછી બહારની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org