Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
The .
ઉપર આપણા સમિતિ દેવીના પ્રિય પરિચારિકા ભાષા દેવી છે. તે તારી જીભની પરિચર્યા કરશે. તે તને ક્રોધથી, લોભથી, હાસ્ય કે ઠઠ્ઠા મશ્કરીથી કે વિચાર્યા વિના બોલવાની મનાઈ કરશે. તને નિષ્ઠાભાષી બનાવી દેશે પરંતુ તેને તું સાથે રાખ, તો જ આ શક્ય બને. સાધકને સત્ય અને વ્યવહાર, આ બે ભાષા જ બોલવા યોગ્ય છે, તેના સિવાયની ભાષા સાવધકારી–પાપકારી છે. સંત બન્યા પછી નિર્વદ્ય ભાષા જ બોલાય અને નિર્વદ્ય ભાષામાં પણ વિવેક જાળવવાનો હોય છે, વ્યાકરણ શુદ્ધિમાં એકવચન, દ્વિવચન, બહુવચન આદિ સોળ પ્રકારના વચનોમાંથી જ્યાં જે યોગ્ય હોય તે ઉપયોગપૂર્વક બોલવું. એકવચન બોલવા યોગ્ય હોય, તો એકવચનનો પ્રયોગ કરવો, સ્ત્રીલિંગમાં પુલિંગનો પ્રયોગ ન કરાય. શબ્દ શુદ્ધિ, પદ શુદ્ધિ અને વાક્ય શુદ્ધિ, ગદ્ય-પદ્યમાં બોલવાની રીત વ્યવસ્થિત રાખવી. પહાડ, વાદળા, વનસ્પતિ, ઝરણા વગેરે પ્રાકૃતિક દશ્યો જોવા, પણ તે દશ્યોને જોઈ લીધા પછી ભાષા પરિચારિકાને સાથે રાખીને અતિશયોક્તિ રહિત, નિર્વધ ભાષા બોલવી. તેણી તને અસત્ય ભાષણ કરવા દેશે નહીં. તેમજ કર્કશકારી, છેદકારી, ભેદકારી, માર્મિકકારી, મૃષાકારી, સાવધકારી, આશ્રવકારી, નિશ્ચયકારી, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વનો નાશ કરનારી, પીડાકારી ભાષા પ્રયોગને છોડાવીને સત્ય, મધુર, હિતકારી, પથ્યકારી ભાષા બોલવાની પ્રેરણા આપી વર્ચસ્વી બનાવશે. બોલતા સમયે ભાષા પરિચારિકા સાથે હશે, તો તારું વચન, ‘લબ્ધિવંત બની જશે.
ઉપરાંત તમે ગામ-નગરમાં, પરિષદમાં કે ધર્મ સભામાં કે ગોચરીમાં ગમે ત્યાં જાઓ ત્યાં સત્ય અને વ્યવહાર ભાષાનો પ્રયોગ કરજો. રખેને ભાષા પારિચારિકાને છોડી દેશો, તો સાધક જીવનમાંહોનારત સર્જાશે, માટે ભાષા ઉપર ખૂબ કંટ્રોલ રાખવો. વધુ પ્રમાણમાં મૌનભાષી બનવું જરૂર પડે ત્યારે વિચારીને બોલવું. આ ઉપાયો જ તમારા આચાર આમ્રવૃક્ષનું સિંચન કરી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચારની પાંચ શાખાઓ પ્રગટ કરશે. પુંસ્કોકિલના પંચમ સ્વર જેવો તમારો સ્વર સુસંસ્કૃત બનાવીને પંચમ ગતિ સુધી લઈ જશે. પુસ્કોકિલ મૌનપણે સાંભળતો હતો. આ વાર્તાલાપમાં તે બોલી ઉઠ્યો, મધુરમ્ વિરૌતિ = તે મધુર કૂજન કરતો ડોલીને કહેવા લાગ્યો, હે ગુરુદેવ ! જિનવાણીનો જય થાઓ, જય થાઓ, આ પ્રમાણે સદ્ગગ્ને બિરદાવીને સ્થિર થઈ ગયો.
આચાર આમ્રવૃક્ષોને વિકસાવી પાંચ શાખા પ્રગટાવવા શિષ્ય ચોથી શિક્ષાનો મસ્તક નમાવીને સ્વીકાર કર્યો. હું દરેક પ્રસંગમાં ભાષાશુદ્ધિપૂર્વક નિર્વધ ભાષા બોલવાનો ઉપયોગ જરૂર રાખીશ. મારા આચાર આમ્રવૃક્ષને સાત્વિક બનાવવા પૂરો પ્રયત્ન કરીશ. તેથી જ કહું છું કે હે ગુરુદેવ! મને આચાર પાળવા લાગે છે ઈષ્ટ,
જેવો આમ્રરસ લાગે મિષ્ટ.
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt