________________
૫૯૪
• • • • • • • • •
.. અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૨૫ चिद्रूपानन्दमयो निःशेषोपाधिवजितः शुद्धः ।
अत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥२॥ इति युक्तं चैतद्, अन्तरात्मनो ध्यातृत्वेन बाह्यात्मनः स्वान्तरात्मनि स्वभेदज्ञानेन मिथ्याज्ञाननिवृत्तिप्रयोजकतया ध्यानोपयोगित्वात्।
ટીકાર્ય - ઉત્તેય' - અહીંયાં=આત્માની શુદ્ધતા-અશુદ્ધતાની વિચારણામાં, આ વ્યવસ્થા છે. આત્મા ત્રણ પ્રકારે છે. (૧) બાહ્યાભા, (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા. તત્ર'-ત્યાં=આત્માના બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારો પાડ્યા ત્યાં, આત્મત્વેન ગૃહ્યુમાણ કાયાદિ એ બાહ્યાત્મા છે, તદધિષ્ઠાયક=કાયાદિમાં અધિષ્ઠાયક, અંતરાત્મા છે, અને નિઃશેષ=સંપૂર્ણ, કલંકથી રહિત પરમાત્મા છે.
ભાવાર્થ - ૧ થી ૩ ગુણસ્થાનકવર્તી જીવ કાયાને આત્મત્વબુદ્ધિથી ગ્રહણ કરે છે, તેથી તેનાં કાયાદિ બહિરાત્મા છે, અને કાયાદિમાં “આદિ પદથી મન પણ બહિરાત્મા છે. અને ૧ થી ૧૪ ગુણસ્થાનકવર્તી જીવો કાયામાં અધિષ્ઠાયક=રહેનાર, હોવાથી અંતરાત્મા છે, અને સંપૂર્ણ કલંકથી રહિત સિદ્ધાવસ્થાના જીવો પરમાત્મા છે.
ટીકાર્થ: તપુ - તે યોગશાસ્ત્રમાં કહ્યું છેમાત્મા ' - અહીં આત્મબુદ્ધિથી ગૃહીત થતાં કાયાદિ બહિરાત્મા કહેવાય છે; વળી તે કાયાદિનો અધિષ્ઠાયક અધિષ્ઠાતા, જીવ અંતરાત્મા છે. વિક્રૂ' - ચિકૂપ, આનંદમય, સર્વઉપાધિઓથી રહિત, શુદ્ધ, અતીન્દ્રિય અને અનંતગુણવાળો (આત્મા) તેના જાણકારો વડે પરમાત્મા કહેવાય છે.
ઉત્થાન - અહીં આત્માના ત્રણ ભેદોનું વર્ણન કરવાનું છે, ત્યાં પ્રશ્ન થાય કે સ્વસ્વરૂપવાળો હોય તેને જ આત્મા કહેવાય, પરંતુ કાયાદિને આત્મા કેવી રીતે કહી શકાય? વસ્તુતઃ સંસારવર્તી આત્મા તે અશુદ્ધ આત્મા અને મોક્ષવર્તી આત્મા તે શુદ્ધાત્મા, એ રીતે આત્માના બે ભેદ થઈ શકે; પરંતુ પુદ્ગલાત્મક કાયાદિને ગ્રહણ કરીને આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ ભેદો કરવા કઈ રીતે યુક્ત છે? તેથી કહે છે
ટીકાર્ય - “યુ ચૈતન્ - અને આ યુક્ત=ઉચિત, છે; કેમ કે અંતરાત્માનું ધ્યાતૃપણાથી ધ્યાતારૂપે, ધ્યાનમાં ઉપયોગીપણું છે; (અને) બાહ્યાત્માનું સ્વઅંતરાત્મામાં ધ્યાન કરનાર વ્યક્તિના પોતાના અંતરાત્મામાં, સ્વના ભેદજ્ઞાન દ્વારા એટલે કે સ્વ=બાહ્યાત્મારૂપ કાયાદિ, તેનો ભેદ અંતરાત્મામાં છે, તેના જ્ઞાન દ્વારા, મિથ્યાજ્ઞાનની નિવૃત્તિના પ્રયોજકપણાથી ધ્યાનમાં ઉપયોગીપણું છે; અર્થાત્ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિનો પ્રયોજક બાહ્યાત્મા બને છે, તે રૂપે બાહ્યાત્માનું ધ્યાનમાં ઉપયોગીપણું છે.