________________
અધ્યાત્મ રાજચંદ્ર શ્રી ભક્તામરસ્તેત્રમાં કહ્યું છે તેમ સેંકડો સ્ત્રીઓ સેંકડોગમે પુત્રોને જન્મ આપે છે, પણ હારી ઉપમાને યોગ્ય પુત્ર અન્ય જનનીએ જ નથી; તારલા તે બધીય દિશાઓ ધારણ કરે છે, પણ મહાતેજસ્વી સહરશ્મિ સૂર્યને તે એક પૂર્વ દિશા જ જન્માવે છે.
“ स्त्रीणां शतानि शतशो जनयंति पुत्रान् , नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिगो दधति मानि सहनश्मि, प्राच्येव दिजनयति स्फुरदंशुजालम् ॥"
–શ્રીભક્તામર સ્તોત્ર, આ નવજાત બાળકનું શુભ નામ જન્મ-રાશિ-ગ્રહો અનુસાર લક્ષ્મીરામ (લક્ષ્મીચંદ) પાડવામાં આવ્યું પાછળથી સવા માસની ઉમરે તેનું હુલામણું નામ “રાયચંદ પાડયું, તે જ સંસ્કૃતરૂપ “રાજચંદ્ર બની કાયમ રહ્યું, અને તે જ આગળ જતાં આ અભુત જ્ઞાનશ્રીસંપન્ન પુરુષનું “શ્રીમદ રાજચંદ્ર એવું ગુણનિષ્પન્ન નામ બની ગયું, અને આ નામથી જ તેઓ જગપ્રસિદ્ધ–વિશ્વવિખ્યાત બન્યા,–તે એટલે સુધી કે રાજચંદ્ર એટલે શ્રીમદ્દ અને શ્રીમદ્દ એટલે રાજચંદ્ર, એમ તે બન્ને શબ્દ પર્યાયરૂપ બની ગયા. આમ અપૂર્વ આત્મપરાક્રમથી “શ્રીમદ્ રાજચંદ્ર નામથી સુપ્રસિદ્ધ વિશ્વવિશ્રત પુરુષોત્તમની જનની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાથી માતાજી દેવબાઈ જેમ પરમ ધન્ય બની ગયા, તેમ આવી એક વિરલ વિભૂતિની જન્મદાત્રી જન્મભૂમિ બનવાથી ભારત માતા પણ પરમ ધન્ય ગૌરવાન્વિત બની ગઈ. આ ભારતની ભૂમિ વીરપ્રસૂ’ કહેવાય છે તે યથાર્થ છે. “વીર” એટલે માત્ર યુદ્ધક્ષેત્રમાં જ વીરતા દાખવે તે જ વીર એમ નથી, પણ જીવનના કેઈ પણ ક્ષેત્રમાં પરાક્રમ દાખવી જે સિદ્ધિ વિરે છે તે વીર ગણાય છે. પણ વીરના વિવિધ પ્રકારોમાં સર્વોત્કૃષ્ટ વીર તો આત્મસ્થાને વીરત્વ દાખવે તે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું કથન છે કે એકલા હાથે દશ લાખ સુભટનો પરાજય કરે એવા મળવા સુલભ છે, પણ એક સ્વાત્માને વિજય કરનાર મળવો દુર્લભ છે, અને તે દશ લાખ સુભટને જીતનાર વીર કરતાં ક્યાંય ચઢી જાય છે. સાચું વીરપણું તે આત્મસ્થાને છે, અને આવું વીરપણું જે દાખવે છે, તે જ જગત આખાની પરમપૂજાના પાત્ર, પરમ પૂજ્ય-પરમ પૂજાર્યું છે. શ્રી આનંદઘનજીની વીરગર્જના છે કે –“વીરપણું તે આતમઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાને રે...વીરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે.” શ્રીમદ્ આવું આત્મસ્થાને અનન્ય વીરત્વ દાખવનારા આત્મવીર હતા; અપૂર્વ આત્મપરાક્રમ વડે આત્મશત્રુનો વિજય કરી સાચું વીતરાગત્વ દાખવનારા ખરેખર ધર્મવીર હતા; વીર વીતરાગ માગે ગમન કરનારા આત્મપરાક્રમી વીરવર–પરમ પુરુષસિંહ હતા. જગમાં કર્મક્ષેત્રે પરાક્રમ દાખવનારા તો ઘણાય થાય છે, પણ ધર્મક્ષેત્રે મહાપરાક્રમ દાખવનારા શ્રીમદ જેવા મહા આત્મપરાક્રમી તે વિરલ જ થાય છે. આવી એક આત્મક્ષેત્રે અપૂર્વ વીરતા દાખવનારી દિવ્ય આત્મતિ પિતાને આંગણે પ્રાદુર્ભાવ પામવાથી ભારતભૂમિ અને પ્રત્યેક ભારતવાસી પરમ ગૌરવ કેમ ન અનુભવે?