Page #1
--------------------------------------------------------------------------
________________
તિથિ અંગે સત્ય
અૉ. કુતર્કોળી સમાલોચના
-: લેખક :મુનિ સંયમકીર્તિ વિ.મ.સા.
-: પ્રકાશક :
'નરેશભાઈ નવસારીવાળા 'ડી. એન. આર., ૩૦૪, શ્રીજીદર્શન, ટાટા રોડ-૨,
એમ.પી. માર્ગ, ઓપેરા હાઉસ, મુંબઈ- ૪OOOO.
Page #2
--------------------------------------------------------------------------
________________
મૈત્રીભાવનાનું વાસ્તવિક સ્વપ કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ ચાર ભાવના પૈકી મૈત્રીભાવનાનું સ્વરૂપ બતાવતાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે ..
मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत्कोऽपिदुःखितः। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते॥
- કોઈપણ પાપો ન કરે, કોઈ પણ દુઃખી ન થાઓ, આખું જગત પણ મુક્તિને પામે, આ પ્રકારની મતિને મૈત્રી ભાવના કહેવાય છે.
જેણે પણ દુઃખથી મુક્ત થવું હોય, તેણે પાપોથી મુક્ત થવું જ પડે. જેણે કાયમ માટે દુ:ખથી મુક્ત થવું હોય, તેણે મોક્ષમાં જવું પડે. મોક્ષમાં જવા પાપોનો અને પાપોના રસનો નાશ કરવો પડે. સુવિહિત ધર્માનુષ્ઠાન દ્વારા આત્માને ભાવિત કરવો પડે. ભવનિર્વેદનો પરિણામ પેદા કરવો પડે. સંપ્રાપ્ત બુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગને સમજવો પડે. જગતમાં ચાલતા મોક્ષમાર્ગથી દૂર લઈ જનારા કુતર્કોને ઓળખવા પડે. સાચા મોક્ષમાર્ગની આરાધના દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ કરવો પડે. તેના યોગે ધબકતું બનેલું ચૈતન્ય જગતના સમસ્ત જીવોને સત્તાગત ગુણોની દષ્ટિએ સ્વતુલ્ય જુએ. અને તેમાંથી એક અનાહત નાદ નીકળે કે ... શિવમસ્તુ સર્વગતિઃા સર્વ જીવોનું કલ્યાણ થાઓ.
સ્વ-પરનું કલ્યાણ સન્માર્ગની આરાધનામાં છે. તેથી જ કલ્યાણના અર્થીએ સન્માર્ગ સમજવો જોઈએ. તે સાચી મૈત્રીભાવના છે.
બીજાનું કલ્યાણ કરવાની ભાવનાવાળાએ પણ બીજાને સન્માર્ગ જ બતાવવો જોઈએ, નહિ કે ઉન્માર્ગ. બીજાને ઉન્માર્ગ તરફ લઈ જવો, તે મૈત્રીભાવના નથી, શત્રુભાવના છે. કારણકે ઉન્માર્ગ સ્વયં પાપરૂપ છે, જેનાથી આત્મા દુઃખની પરંપરાનું સર્જન કરે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
તિથિ અંગે સત્ય
અને કુતર્કોળી સમાલોચના
~
Basio અબ
-: લેખક :મુનિ સંયમકીર્તિ વિ.મ.સા.
-: પ્રકાશક :
નરેશભાઈ નવસારીવાળા ડી. એન. આર., ૩૦૪, શ્રીજદર્શન, બીલ્ડીંગ-બી, સ્વદેશી મીલ એસ્ટેટ કમ્પાઉન્ડ, ટાટા રોડ-૨, એમ.પી. માર્ગ,
ઓપેરા હાઉસ, મુંબઈ-૪OOO૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
Page #5
--------------------------------------------------------------------------
________________
તિથિ અંગે સત્ય અને કુતર્કોની સમાલોચના.
વિ.સં. ૨૦૬૧
આવૃત્તિ : પ્રથમ નકલ : ૨OOO મૂલ્ય - વાંચીને વિચારો – બીજને વંચાવો.
પ્રાપ્તિસ્થાન :૧) નરેશભાઈ નવસારીવાળા
ડી. એન. આર., ૩૦૪, શ્રીજદર્શન, બીલ્ડીંગ-બી, સ્વદેશી મીલ એસ્ટેટ કમ્પાઉન્ડ, ટાટા રોડ-૨, એમ.પી. માર્ગ, ઓપેરા હાઉસ, મુંબઈ-40000૪.
૨) બીજલ ગાંધી
૭, પ્રેમલ ફ્લેટ, વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ-૭
ભરતભાઈ ગુલાબચંદ ઝવેરી ૨૩/૨૭ સદાશિવ લેન, વોરા બીલ્ડીંગ, ચોથે માળે, રૂમ નં-૫, મુંબઈ-૪
૪) મનોજભાઈ બાબુલાલ શાહ
૧૧૧૫, જુના મોદીખાના, ગીતા સોસાયટીની બાજુમાં, પૂના કેમ્પ, પૂના
૫) વિપુલ ડાયમંડ
૨૦૫-૨૦૬, આનંદ, બીજે માળે, જદાખડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩
Page #6
--------------------------------------------------------------------------
________________
ઋણ સ્મરણ
૧) ન્યાયનિપુણ, પરમોપકારી પૂ.આ.ભ. શ્રી.વિ.
ચન્દ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજા
૨) સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ.
હમભૂષણ સૂરીશ્વરજી મહારાજા.
૩) પ્રવચન પ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ.
કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજા.
૪) પરમોપકારી પૂ. મુનિરાજ
શ્રી હર્ષવર્ધન વિજય મ.સા.
૫) ભવોદધિનારક પૂ. ગુરુદેવ મુનિરાજ
શ્રી દિવ્યકીર્તિ વિજયજી મ.સા.
૬) પરમ તપસ્વી પૂગુરુજી મુ.
શ્રી પુણ્યકીર્તિ વિજયજી મ.સા.
iv
Page #7
--------------------------------------------------------------------------
________________
સંકલનના અવસરે
એકતા મહાન કે શાસ્ત્રીય સત્ય મહાન ?
૨૦ મી સદીમાં સંધ એકતાના રૂપાળા નામ નીચે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે.
યાદ રહે કે જૈનશાસનને માન્ય છે શાસ્ત્રમતિ, નહિ કે સર્વાનુમતિ = એકતા.
પૂ. ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા યોગવિંશીકાની ટીકામાં ફરમાવે છે ....
एकोऽपि शास्त्रनीत्या यो, वर्तते स महाजनः । किमज्ञसार्थैः शतमप्यन्धानां नैव पश्यति ॥४॥
અર્થ : એક પણ વ્યક્તિ કે જે શાસ્ત્રનીતિ પ્રમાણે વર્તે છે, તે મહાજન છે. અજ્ઞાનીઓના ટોળા વડે શું? સો આંધળા ભેગા થાય, તો પણ માર્ગને જોઈ શકતા નથી.
‘મહાજનો ચેન ગત: સ પન્થા” આ પંકિતના રહસ્યને સમજાવતાં કહેવાયેલાં ઉપરોક્ત ટંકશાળી વચનો શાસ્ત્રવિરુદ્ધ આભાસિક એકતાને રદિયો જ આપે છે.
એક કાળ હતો કે જ્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજ ગ્રંથરચના કરી ગોચરી વહોરવા જતા હતા, ત્યારે બીજી બાજું એમની સત્ય પ્રરૂપણાથી જેમના કુમતો ઉઘાડા પડી જતા હતા તે યતિઓ દ્વારા તે ગ્રંથનાં પાનાંઓને સળગાવી મૂકાતાં હતાં, તે સમયે એક શ્રાવકે પૂ. ઉપાધ્યાયજી મહારાજા ઉપર પત્ર લખ્યો કે ... નાહકની અશાંતિ શા માટે કરો છો? તે વખતે પૂ.ઉપાધ્યાયજી મહારાજાએ જણાવ્યું હતું કે ...... ‘શાસનની સેવા કરતાં કરતાં અશાંતિમાં સળગી જવું એ પરમ સૌભાગ્ય છે’....
સંઘર્ષ-સંશ્લેષની વાતો કરનારાઓએ આ વાત ધ્યાનમાં લેવા જેવી છે.
વળી પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ જ્ઞાનસારમાં માર્મિક ટકોર કરી છે કે ‘જો તમને એકતા અને બહુમતિ જ ઇષ્ટ હોય, તો મિથ્યાદષ્ટિઓનો ધર્મ શા માટે ત્યાજ્ય કહો છો?
Page #8
--------------------------------------------------------------------------
________________
કારણકે મિથ્યાદષ્ટિઓની જ બહુમતિ છે તે ટંકશાળી વચનો આ રહ્યા.
लोकमालम्ब्यं कर्त्तव्यं कृतं बहुभिरेव चेत् ।
तदा मिथ्यादृशां धर्मो, न त्याज्य: स्यात् कदाचन ॥२३-४॥ | ‘લોકનું આલંબન લઈ બહુજન કરે તેમ કરવું – એમ જ જે કરવાનું હોય તો ક્યારે પણ મિથ્યાદષ્ટિઓનો ધર્મ છોડી શકાય નહિ.
આથી જ શાસ્ત્રકારોએ એકતા, બહુમતિ કરતાં શાસ્ત્રનીતિને વધુ મહત્ત્વ આપ્યું છે. તે જ કારણે આપણા મહાપુરુષો એકતાને ગૌણ કરી સત્ય માટે અપમાનો, ઉપસર્ગો સહન કરીને પણ જઝુમતા હતા. જ્યારે વર્તમાનમાં સત્યને બાજુ પર મૂકી એકતાનું ગાણું ગવાય છે, તે કલિકાલનો જ વિકરાળ પ્રભાવ છે.
આપણે પણ પ્રાણના ભોગે મહાપુરુષોએ કરેલી સત્યની રક્ષાને યાદ કરી એકતાના રૂપાળા નામ નીચે સ્વ-પરને અસત્ય તરફ લઈ જનારા ન બનીએ, તેની કાળજી રાખવી
સંકલેશ, સંઘર્ષ, સંઘભેદ, પરસ્પર દ્વેષ વગેરે એકતાના અભાવે નથી. અંગત માન-અપમાન, અંગતરાગ-દ્વેષના કારણે ઘવાયેલું મન સત્ય તરફ દષ્ટિ કરવા દેતું નથી કે જાણેલા સત્યને આદરવા દેતું નથી, તે જ સંક્લેશ આદિમાં કારણભૂત છે. અને તે જ સત્યને પ્રધાન બનાવી એક્તા કરવામાં અંતરાયભૂત બને છે. બાકી તો અસત્યના પાયા ઉપર ઉભેલી એક્તા ક્યારે પણ જૈનશાસનમાં માન્ય બની નથી અને બનવાની પણ નથી.
આથી પર્વતિથિની આરાધના માટે શાસ્ત્રો શું કહે છે? પૂર્વના મહાપુરુષો શું કહે છે? સુવિહિત પરંપરા શું કહે છે? સત્ય ક્યા પક્ષે છે? અને અસત્ય ક્યા પક્ષે છે? તે જાણવું પણ અત્યંત જરૂરી છે.
આ પુસ્તિકા દ્વારા તે જાણીને, પર્વતિથિની સાચી આરાધના કરી વહેલામાં વહેલા આરાધકભાવ પ્રાપ્ત કરીને મુક્તિમાં પહોંચી જઈએ એજ શુભાભિલાષા.
Page #9
--------------------------------------------------------------------------
________________
આધાર-ગ્રંથો ૧) શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર : રચના સમય - વિ.સં. ૧૪૮૬
કર્તા : પંડિતશ્રી હર્ષભૂષણ ગણિવર્ય ૨) શ્રી શ્રાદ્ધવિધિ : રચના સમય – વિ.સં. ૧૫૦૬
કર્તા : પૂ.આ.ભ. શ્રી રત્નશેખરસૂરિજી મ. ૩) શ્રી હરિપ્રશ્નોત્તર : રચના સમય - સોળમો સૈકો
ઉત્તરદાતા : અકબર બાદશાહ પ્રતિબોધક પૂ.આ.ભ.શ્રી હીરસૂરિ મ. શ્રીસેનપ્રશ્ન :
ઉત્તરદાતા : પૂ.આ.ભ.શ્રી. સેનસૂરિજી મ. ૫) તત્ત્વતરંગિણિ : રચના સમય - વિ.સં. ૧૬૧૫
કર્તા : મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર ૬) શ્રી કલ્પસૂત્ર-કિરણાવલી વૃત્તિ : રચના સમય – વિ.સં. ૧૯૨૮
કર્તા : મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણિ ૭) શ્રી કલ્પદીપિકા : રચના સમય – સં. ૧૬૭૭
કર્તા : જગદ્ગશ્રીહીરસૂરિજી મ. ના શિષ્ય પંડિત પ્રવરશ્રી જયવિજયજી ગણિ. શ્રી કલ્પસૂત્ર સુબોધિકા : રચના સમય – વિ.સં. ૧૬૯૬ કર્તા : શ્રી જગદગુરુશ્રી હીરસૂરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી
ગણિવર્ય ૯) કલ્પસૂત્ર સુખબોધિકા (ગુજરાતી ભાષાંતર) : રચના – ૧૯૯૬
મૂલકર્તા : શ્રીવિનયવિજયજી ગણિવર્ય, સંપાદક : શ્રી સુશીલ ૧૦) કલ્પકમુદિ : રચના સમય - વિ.સં. ૧૭૦૭
કર્તા : મહોપાધ્યાય શ્રી શાંતિસાગરજી ગણિ
vii
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૧) શ્રીપાક્ષિક પર્વસાર વિચાર : રચના સમય - વિ.સં. ૧૭૨૮
- કર્તા : પૂ.આ.ભ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ. ૧૨) શ્રી તપોરત્ન મહોદધિ ૧૩) શ્રી હિન્દી જૈન કલ્પસૂત્ર (સુબોધિકા ટીકાનું ભાષાંતર) ૧૪) ધર્મસંગ્રહ : રચના સમય – સં. ૧૭૩૧
કર્તા': પૂ.મહોપાધ્યાય શ્રીમાનવિજ્યજી ગણિવર્ય
સંશોધક : પૂ.ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર્ય ૧૫) પૂઝવેરસાગરજી મહારાજનું હેન્ડબીલ ૧૬) અષ્ટાનિકા કલ્પસુબોધિકા :
સંપાદક : સારાભાઈ મણીલાલ નવાબ ૧૭) શ્રી વૈરાગ્યશતક
કર્તા : શાસન સમ્રાટ પૂ. આ. શ્રી નેમિસૂરિ મ.ના સમુદાયના આ.શ્રી વિ.
પહ્મસૂરિજી મ. ૧૮) સિદ્ધચક્ર માસિકના તિથિવિષયક વિધાનો
લેખક : પૂ.આ.ભ. શ્રી સાગરાનંદસૂરિ મ.સા. ૧૯) દીપોત્સવ કલ્પ
લેખક : કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.ભ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦) પ્રવચન પરીક્ષા
લેખક : પૂ.મહોપાધ્યાય ધર્મસાગરજી મ. ૨૧) છતકલ્પભાષ્ય ૨૨) બૃહત્કલ્પસૂત્રભાષ્ય ૨૩) ઉપદેશ રહસ્ય ૨૪) યોગવિંશિકા
vlii
Page #11
--------------------------------------------------------------------------
________________
વિષય વિગત
૧) વિભાગ ૧
૧) તિથિ આરાધનાદિન અંગે શાસ્ત્રાજ્ઞા
૨) તિથિ અંગે સત્ય
૩) તિથિ અંગે સત્ય અને સમાધાન' પુસ્તિકાના ધૃતર્કોની તથા હકીકત વિરુદ્ધ વાતોની સમાલોચના
૨) વિભાગ
૨૭ પેજની ‘તિથિ વિવાદ અને સરળ સમજણ' ના હેડીંગવાળી નનામી પત્રિકાની સમાલોચના
૩) વિભાગ
-
-
२
૩
વિષયાનુક્રમ
‘પ. પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મ. સા નું વિશિષ્ટ ચિંતન' નામના હેડીંગવાળી પત્રિકાના પ્રકાશકે પોતાના કાલ્પનિક
ચિંતન દ્વારા જૈન શાસનમાં ઉભી કરેલી ચિંતા
૪) વિભાગ - ૪ (પરિશિષ્ટો)
૧) પરિશિષ્ટ - ૧ (પૂ.આ.શ્રી. સાગરાનંદ સૂરીશ્વરજી મ. નાં તિથિ અંગે મંતવ્યો)
૨) પરિશિષ્ટ ૨ (અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની પરંપરા)
-
૩ (તિથિદિન - આરાધનાદિન શુદ્ધિ અંગેના
૩) પરિશિષ્ટ
શાસ્ત્રપાઠો (સાર્થ) + ટીપ્પણી)
૪) પરિશિષ્ટ
૫) પરિશિષ્ટ ૫ (લવાદી ચર્ચાનો સાર)
-
પેજ નં.
ix
૧
૩૨
૩૭
૪૧
૪૬
૪ (પૂ. બાપજી મહારાજાનો તિથિ અંગે ખુલાસો) .. ૭૦
४७
૭૩
Page #12
--------------------------------------------------------------------------
________________
૬) પરિશિષ્ટ - ૬ (એક તિથિપક્ષના કહેવાતા પાઠોની.............. ૭૭
અપ્રમાણિકતા) ૭) પરિશિષ્ટ - ૭ (કઈ પ્રવૃત્તિને જીતવ્યવહાર કહેવાય અને ...........૮૦
કઈ પ્રવૃત્તિને જીતવ્યવહાર ન કહેવાય ?) ૮) પરિશિષ્ટ - ૮ (ગંથકાર પરમર્ષિઓએ પર્વતિથિની ...............
ક્ષય-વૃદ્ધિને માન્ય રાખી છે.) ૯) પરિશિષ્ટ - ૯ (જીત વ્યવહારનાં લક્ષણો)....... .......૮૭ ૧૦) પરિશિષ્ટ - ૧૦ (પૂ. કાલિકસૂરિ મહારાજે સંવત્સરી- ............
ચોમાસીની કરેલી પરાવૃત્તિ આજ્ઞાનુસારી
જિનવચનાનુસારી હતી.) ૧૧) પરિશિષ્ટ - ૧૧ (એક અગત્યનો ખુલાસો) .......... ૧૨) પરિશિષ્ટ - ૧૨ (પૂ. પ્રેમસૂરિદાદાનું તિથિ અંગે મંતવ્ય)........૯૭
••••••.
૫
Page #13
--------------------------------------------------------------------------
________________
વિભાગ ૧
તિથિ અંગે વિચારણા તથા કુતર્કોની સમાલોચના
વિક્રમની ૧૯-૨૦ મી સદીમાં જૈનશાસનમાં તિથિ ચર્ચાનો વિષય જટીલ બન્યો છે કે પછી બનાવવામાં આવ્યો છે. તિથિના વિષયમાં શાસ્ત્રસાપેક્ષ સત્ય શું છે ? તેનો નિર્ણય પૂર્વે ઐતહાસિક લવાદી ચર્ચામાં થઈ જ ગયો છે.
પ્રભુ વીર પરમાત્માના શાસનમાં તો અસત્યનો ત્યાગ કરી સત્યનો સ્વીકાર કરતા મહાપુરુષો જોવા મળતા હતા. કાલના પ્રભાવે અસત્યમાર્ગનું સ્થાપન થઈ જાય તો, તેનું ઉન્મૂલન કરી સત્યમાર્ગનું સ્થાપન કરનારા વિરલ મહાપુરુષો પણ થઈ ગયા. પરંતુ કેટલાક વર્ષોથી કેટલાક વર્ગે સત્યમાર્ગનો ત્યાગ કરી અસત્યમાર્ગને સ્વીકાર્યો, સાથે સાથે અસત્યમાર્ગને સત્ય તરીકે સિદ્ધ કરવાનો ભગીરથ પુરુષાર્થ ઉપાડચો છે – મહા અભિયાન ખોલીને બેઠા છે, તે મોટું આશ્ચર્ય છે.
વધુ આશ્ચર્ય તો એ છે કે પોતાના જ પૂજ્યપાદ વડીલ મહાપુરુષોએ જે પી.એલ. વૈદ્યના તિથિવિષયક ચુકાદાને વધાવ્યો હતો, ‘આપણા મતમાં શાસ્ત્રનુસારિતા અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસારિતા છે’ – એવું ગૌરવભેર જણાવતા હતા, તે જ ચુકાદાને તે મહાપુરુષોના નામે ઓળખાતા અનુયાયીઓ ‘“અનાવશ્યક = તિથિવિષયક સત્યના નિર્ણયમાં બિનજરૂરી’’ જણાવી રહ્યા છે.
૨૭ પેજની ‘તિથિવિવાદ અને સરળ સમજણ' હેડીંગવાળી નનામી પત્રિકાના લેખક (વિભાગ-૬) પૃ.૧૫ ઉપર લખે છે કે ..
‘તિથિની ઉત્પત્તિ ચંદ્રની હાનિ-વૃદ્ધિ દ્વારા થાય છે અને ચંદ્ર તો રોજ આપણને દેખાય છે. તેમાં થતી હાનિ-વૃદ્ધિ પણ આપણને દેખાય છે. માટે સાચું કોણ અને ખોટું કોણ તે જાણવા માટે પી.એલ. વૈદ્યના ચુકાદાની આવશ્યકતા નથી’'.
વળી આ. અભયશેખરસૂરિજીએ પોતાના ‘તિથિ અંગે સત્ય અને સમાધાન’ પુસ્તિકામાં લવાદીચર્ચામાં નિર્ણિત થયેલા તિથિવિષયક સત્યને ભાવથી અસત્ય કહીને (કારણકે તેનાથી તેમની માનેલી એકતા જળવાતી ન હોવાના કારણે ભાવથી અસત્ય કહીને) પોતાના જ માનનીય મહાપુરુષોને (કે જેમને સત્ય પ્રિય હતું, પણ સત્યના ભોગે એકતા નહિ એવા મહાપુરુષોને) આડકતરી રીતે ભાવથી ‘અસત્યના પક્ષકાર’ કહી દીધા
છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર દ્વારા નિર્ણિત થયેલા સત્યના આદર-પાલનમાં જ ભવ્યાત્મઓનું હિત સમાયેલું છે અને તે જ ભાવથી સત્ય છે.
યાદ રહે કે .... હરણીયા ગયા તે તરફ શીકારીને જવા ન દેવાય તે ભાવસત્ય છે. પરંતુ જીવદયાની ભાવનાથી હરણીયાને ઘાસચારો નાખવા જનારને બીજી દિશા તરફ દોરવા તે ભાવથી અસત્ય છે.
તેમજ ભવ્યાત્માઓને શાસ્ત્રીય સત્ય સન્મુખ બનાવવા તે ભાવસત્ય છે. પરંતુ શાસ્ત્રીય સત્યથી અવળી દિશામાં લઈ જવા તે ભાવથી અસત્ય છે.
તો પ.પૂ.આ.ભ.શ્રી.વિ. પ્રેમસૂરિ મ.સા. નું ચિંતન' ના નામે પ્રચારાતી પત્રિકાના ચિંતનકાર પોતાનું નામ જણાવ્યા વિના કંઈક જુદી જ વાતો કરી સત્યથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે.
આમ તો તિથિના વિષયમાં વિશાળફલક ઉપર ચર્ચાઓ થઈ ચૂકી છે. શાત્રાનુસારિતા અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસારિતા કોના પક્ષે છે? તે પણ સૌ કોઈ જાણે છે. આપણા મહાપુરુષોએ સત્ય-અસત્યના ભેદો સ્પષ્ટ કરી જ દીધા છે. શાસ્ત્રીય સત્યનો સ્વીકાર કરવો ન કરવો તે, તે તે વર્ગનો વિષય છે. સૌ કોઈ પોતપોતાના સ્થાનમાં તિથિભેદ આવે ત્યારે આરાધના કરી લે, તો સંઘર્ષ-સંકલેશને કોઈ સ્થાન નથી. ચૌદસ આદિમાં ફેરફાર આવે ત્યારે આ રીતે દરેક સ્થળોમાં થાય જ છે. સંવત્સરી ભેદ આવે ત્યારે પણ આ જ માર્ગ અપનાવામાં આવે તો સંઘર્ષસંકલેશને કોઈ સ્થાન નથી.
જાણવા મળ્યા પ્રમાણે “દરેકે શાંતિથી પોતાના સ્થાનમાં પોતાની માન્યતા પ્રમાણે સંવત્સરીની આરાધના કરવી” – આવી બંને પક્ષ તરફથી જાહેરાત થાય, તેવો પ્રસ્તાવ આવ્યો હતો. આ વિષયમાં વિચારણા ચાલું થાય તે પૂર્વે જ ચોક્કસ એક વર્તુળ દ્વારા નામી-અનામી સાહિત્ય પ્રગટ થયું છે.
તિથિ વિષયક શાસ્ત્રીયસત્ય સામે કુતર્કો ખેલીને સત્યને જ અસત્ય ઠેરવવાનો પ્રયત્ન ચાલતો હોય, ત્યારે સત્યના જિજ્ઞાસુઓ માટે શાસ્ત્રીય સત્યની જાણકારી આપવી એક ફરજ બની જાય છે.
સંઘર્ષ-સંલેશના મૂળમાં સત્યનો આગ્રહ નથી. અંગત રાગ-દ્વેષ, અંગતમાનઅપમાન દ્વારા ઘવાયેલું મન કારણ છે. આ અવસર્પિણી કાળમાં જે સંઘર્ષો ઉભા થયા, તે સત્યના આગ્રહીવર્ગ દ્વારા નથી થયા, તે સૌ કોઈ સારી પેરે જાણે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
સમ્મતિતર્કમાં કહ્યું છે કે ...
जो हेउवायपक्खंमि हेउओ, आगमे य आगमिओ।
सो ससमयपन्नवगो सिद्धांतविराहओ अन्नो ॥३-४५॥ -તર્કથી સિદ્ધ થનારા પદાર્થને તર્કથી તથા આગમથી સિદ્ધ થનારા પદાર્થને આગમથી સિદ્ધ કરે તે જૈનશાસનના પ્રરૂપક છે. તેનાથી ઉલટું કરનારા તો સિદ્ધાંતની વિરાધના કરનારા છે.
આગમિક સિદ્ધાંતોને આગમથી સમજવાના. વિશેષ સ્પષ્ટતા માટે સુતર્કોનો પણ ઉપયોગ કરવાનો. પરંતુ કુતર્કથી આગમિક સિદ્ધાંતને તોડવો તે વિરાધના છે. સૈદ્ધાંતિક સત્યને કુતર્કથી તોડવું તે ભાવ અસત્ય = વિરાધના છે.
૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ગાથા-૮૭ માં કુતર્કને ભાવશ–ની ઉપમા આપી છે. કારણકે કુતર્ક સત્ય-અસત્ય, હેય-ઉપાદેય, ઉચિત-અનુચિત ઈત્યાદિ ઉપર પ્રકાશ પાથરતા બોધનો ખાતમો બોલાવે છે. અસત્ અભિનિવેશ દ્વારા સમતાનો નાશ કરે છે. શ્રદ્ધાથી ભ્રષ્ટ કરે છે. જય-પરાજયની ભાવના પ્રબળ બનાવી માન કષાયને પોષે છે.
बोधरोगः शमाऽपायः, श्रद्धाभङ्गोऽभिमानकृत्।
कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८९॥ કુતર્કોની તાદશ ભયંકરતાને નજર સમક્ષ રાખી કુતર્કો ખેલવા નથી. સાથે સાથે જગતમાં ચાલતા તત્ત્વવિષયક કુતર્કોને ઓળખી લેવા છે. અને તે કુતર્કોને અનાયાસે પણ પીઠબળ આપી સત્યમાર્ગથી દૂર-સુદૂર ધકેલાઈ જવું નથી.
જૈનશાસનના મહાપુરુષો જે શાસ્ત્રીય સત્ય માટે ઝઝૂમ્યા છે, તે શાસ્ત્રીય સત્યને છોડી આભાસી એકતા કરવાનું કહેવું તે મહાકુતર્ક છે – ભાવથી અસત્ય છે.
સંવિસ, ગીતાર્થ અને અશઠ મહાપુરુષોએ અસહિષ્ણુતાના કારણે આચાર વિષયક જે ફેરફારો કર્યા હતા, તેને આગળ કરી કુતર્કો દ્વારા શાસ્ત્રીય સત્યનો ત્યાગ કરવા કહેવું, તે ભાવથી અપાયના કારણભૂત અસત્ય જ છે.
મરીચિ આચારમાં શિથીલ બન્યા, ત્યારે શાસ્ત્રકારોએ વખોડ્યા નથી. પ્રરૂપણામાં શિથીલ બન્યા બાદ ચોક્કસ વખોડ્યા છે.
શાસ્ત્રીય સત્યને અપનાવવું તે જ ભાવ સત્ય છે. સત્યને બાજુ પર મૂકી કરાતી
Page #16
--------------------------------------------------------------------------
________________
એકતા આભાસિક છે = ભાવથી અસત્ય છે.
અહીં પ્રારંભમાં તિથિના વિષયમાં શાસ્ત્રના આધારે વિચારણા કરીશું અને તે તે વિષયમાં ચાલતા કુતર્કોની સમાલોચના કરીશું.
જૈન શાસનમાં તિથિઓનું મહત્ત્વ ઘણું આંકવામાં આવ્યું છે. પક્ષી, ચોમાસી, સંવત્સરી, જ્ઞાનપંચમી આદિની આરાધના કરવાની હોય, ત્યારે તે તે નિયતતિથિએ જ કરવાનું વિધાન છે. વર્ષમાં વિશિષ્ટ આરાધના કરવાના દિવસો ઘણા આવે છે, એથી જ સવારે ઉઠીને અદ્ય ા તિથિ: ? વિં ત્યાળમ્ ? આજે કઈ તિથિ છે અને ક્યું કલ્યાણક છે ? એની વિચારણા કરવાની છે. આજે કઈ તિથિ છે અને ક્યું કલ્યાણક છે, એ જાણવા માટે અને એ તિથિનો નિર્ણય કરવા પંચાંગ જોઈએ. જૈન ટિપ્પણા (પંચાંગ) નો વિચ્છેદ થયો હોવાથી ઘણા સમયથી આપણે લૌકિક ટિપ્પણા (પંચાંગ) ના આધારે જ તિથિનો નિર્ણય કરીએ છીએ. એથી સકલ સંઘમાન્ય ‘જન્મભૂમિ’ પંચાંગમાં બતાવેલ ઔદયિક તિથિની આરાધના કરવી જોઈએ અને જ્યારે જ્યારે તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે એ પંચાંગમાં બતાવેલ તિથિની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને જ તિથિનિર્ણય અને તિથિ આરાધના કરવી જોઈએ. તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વની તિથિમાં કરવાનો અને તિથિની વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને બીજી તિથિમાં કરવાનો ‘ક્ષયે પૂર્વાં. વૃદ્ધૌ ઉત્તરા.' વાળા પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનો પ્રસિદ્ધ પ્રઘોષ છે.
પ્રશ્ન : જૈન ટીપ્પણાનો વિચ્છેદ થતાં લૌકિક ટિપ્પણાનો સ્વીકાર ક્યારથી થયો ?
ઉત્તર : તેરમા-ચૌદમા સૈકાના ગ્રંથો સ્પષ્ટપણે જૈનટીપ્પણું વિચ્છેદ પામ્યું હોઈ અજૈન ટીપ્પણાનો સર્વસૂરિવરોએ સ્વીકાર કર્યો હોવાની ઐતહાસિક સાક્ષી પૂરે છે. એથીય આગળ વધતાં અગ્યારમા સૈકામાં પૂનમિયા વગેરે ગચ્છોની નિર્મિતિ થઈ ત્યારે પણ આ મુદ્દો મહત્ત્વનો બની રહ્યો હતો અને એથીય પૂર્વ આપણી દૃષ્ટિ માંડીએ તો પ્રાયઃ પૂ. વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પૂર્વેથી લૌકિક ટીપ્પણાનો સ્વીકાર થયો હશે, એમ સમજાય છે. લગભગ છેલ્લા ૪૦૦ વર્ષથી સકલસંઘ ચંડાશુંચંડુ લૌકિક પંચાંગને માનતો હતો. તે પંચાંગને બદલવા માટે શ્રીસકલસંઘ ઘણા સમયથી વિચારતો હતો. સં. ૨૦૧૪ માં તે પંચાંગના સ્થાને સકલ તપાગચ્છ સંઘે સર્વસંમતિથી જન્મભૂમિ પંચાંગનો સ્વીકાર કર્યો
છે.
અહીં યાદ રહે કે ‘જન્મભૂમિ' પંચાંગ મુંબઈના સૂર્યોદય પ્રમાણે તિથિઓ
૪
Page #17
--------------------------------------------------------------------------
________________
જણાવે છે, છતાં પણ સં. ૨૦૧૪ માં તમામ ગામોના તમામ શ્રીસ્કલસંઘની આરાધના માટે તે એક જ પંચાંગ સ્વીકારાયું હતું. (આ વાત આગળ ઉપર
જરૂર પડશે. તેથી યાદ રાખવી.) પ્રશ્ન : જેનપંચાંગનો વિચ્છેદ થતાં લૌકિક પંચાંગનો સ્વીકાર કરાયો છે' - આ
વાતમાં આધાર શું છે ? ઉત્તર : તપાગચ્છાધિરાજ પૂ.આ.ભ.શ્રી. દેવસુંદરસૂરિજી મ. ના પટ્ટાલંકાર રાણકપુરતીથી
પ્રતિષ્ઠાપક પૂ.આ.ભ. શ્રી સોમસુંદરસૂરિજી મ.ના શિષ્ય અને પૂ. શ્રી સોમસુંદરસૂરિજી મ. ના પટ્ટાલંકાર સંતિક નિર્માતા સહસ્ત્રાવધાની પૂ.આ.ભ. શ્રી મુનિસુંદરસૂરિજી મ. ની સેવામાં રહેલા પૂ. પંડિત પ્રવરશ્રી હર્ષભૂષણ ગણિવર્યે સં. ૧૪૮૬ માં રચેલા “શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર’ નામના ગ્રંથમાં
આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ત્યાં કહ્યું છે કે ... यो यत्र मासो यत्र तिथिर्यद् नक्षत्रो वा वर्द्धन्ते तत्रैव मुच्यन्ते । इति हि सर्वप्रसिद्ध વ્યવહાર: ||
विषमकालानुभावाज्जैनटिप्पनकं न तस्तत् प्रभृति खंडित-स्फूटित तदुपर्यष्ट्मीचतुर्दश्यादिकरणे तानि सूत्रोक्तानि न भवन्तीत्यागमेन लोकैश्च समं परं विरोधं विचार्य सर्वपूर्वगीतार्थसूरिभिरागममूलमिदमपीति प्रतिष्ठा-दीक्षादि-सर्वकार्यमुहूर्तेषु लौकिक-टिप्पनकमेव प्रमाणीकृतं
'सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति या काश्चन सुक्तिसंपदः। तवैव ता: पूर्वमहार्णवोद्धृता जगुः प्रमाणं जिनवाक्यविपुषः ॥१॥'
इति श्री सिद्धसेनदिवाकरवचनात्॥ अतः साम्प्रतगीतार्थसूरिभिरपि तदेव પ્રમાદ્રિયમાણમતિ (પૃ. ૬૬) ભાવાર્થ :
જ્યાં જે માસ, તિથિ કે નક્ષત્ર વધ્યાં હોય, તે ત્યાં જ છોડી દેવાય છે, એ જ સર્વપ્રસિદ્ધ વ્યવહાર છે.
વિષમકાળના પ્રભાવથી જૈનટિપ્પણાનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલતૂટેલ તે ટિપ્પણા ઉપરથી આઠમ-ચૌદસ કરવાથી તે સૂત્રોક્ત થતી નથી. આમ આગમ અને લોકની સાથે બહુવિરોધનો વિચાર કરીને સર્વ પૂર્વગીતાર્થ આચાર્યદેવોએ “આ પણ
Page #18
--------------------------------------------------------------------------
________________
આગમના મૂળવાળું (લૌકિક પંચાંગ છે, તેથી) એ રીત પ્રતિષ્ઠા-દીક્ષા આદિ સર્વ કાર્યોના મુહૂર્તોમાં લૌકિકટિપ્પણું જ પ્રમાણ કર્યું છે.’’
પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મ. નું વચન છે કે ...
“અમારો આ સુનિશ્વય થયો છે કે ...... ‘અન્યદર્શનીઓની યુક્તિઓમાં જે કાંઈ સુંદર વચનોરૂપી સંપત્તિઓ દેખાય છે. હે પ્રભો ! તે તારા જ પૂર્વરૂપ મહાસાગરમાંથી ઉદ્ધરેલી છે'. એમ જાણી જિનવાણીના જાણકારોએ એને પ્રમાણ કરેલ છે.''
-
આ કારણથી જ વર્તમાનકાલીન પૂ. ગીતાર્થ આચાર્યદેવો પણ તે જ પ્રમાણ કરી રહ્યા છે.’’
* ઉપરોક્ત શાસ્ત્રવચનમાં સૂચિત નોંધનીય બાબતો :
૧) પ્રારંભમાં પંચાંગમાં માસ, તિથિ અને, નક્ષત્રની વૃદ્ધિ હોય તો શું કરવું ? તેનું માર્ગદર્શન આપ્યું છે. આનાથી સિદ્ધ થાય છે કે માસની વૃદ્ધિની જેમ તિથિની વૃદ્ધિ પણ આવે જ છે.
૨) લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યા બાદ તેમાં બતાવેલી ગમે તે માસની વૃદ્ધિ સ્વીકારવી અને તેમાં બતાવેલી પર્યાપર્વ દરેક તિથિની વૃદ્ધિને ન સ્વીકારવી, તેમાં પ્રમાણિકતા નથી.
૩) જૈન આગમ પ્રમાણે તો ત્રણ વર્ષે પોષ મહિનાની વૃદ્ધિ અને પાંચ વર્ષે અષાઢ મહિનાની જ વૃદ્ધિ આવતી હતી. ૧૦૦ વર્ષે મહિનાનો ક્ષય થતો. જૈન આગમ આ રીતે વ્યવસ્થા બતાવે છે, તો વારંવાર જૈન પંચાંગને યાદ કરનારા-કરાવનારા લૌકિક પંચાંગમાં આવતી ગમે તે (પોષ અને અષાઢ સિવાયના ગમે તે) મહિનાની વૃદ્ધિ કેમ સ્વીકારો છો ? જો એમ કહે કે વર્તમાનમાં જૈનપંચાંગનો વિચ્છેદ થયો હોવાથી લૌકિક પંચાંગમાં દર્શાવેલી ગમે તે માસની વૃદ્ધિ સ્વીકારીએ છીએ, તો અમારો પ્રશ્ન છે કે ... લૌકિક પંચાંગમાં બતાવેલ ગમે તે માસની વૃદ્ધિ સ્વીકારવાની અને લૌકિક પંચાંગમાં જ બતાવેલી સર્વ પર્વાપર્વ તિથિઓની વૃદ્ધિ નહિ સ્વીકારવાની, આ કયો ન્યાય ?
...
૪) ઉપરોક્ત શાસ્ત્રપાઠમાં સ્પષ્ટ કહ્યું છે કે ... ‘જૈનપંચાંગનો વિચ્છેદ થયો હોવાના કારણે ભાંગેલા-તૂટેલા તે પંચાંગથી આઠમ-ચૌદસ આદિની આરાધના શાસ્ત્રોક્ત થતી નથી.’ - તો આ પત્રિકાઓ લખવાવાળા મહાનુભાવો વિચ્છેદ પામેલા તે
Page #19
--------------------------------------------------------------------------
________________
પંચાંગને વારંવાર કેમ યાદ કરાવે છે ? ૫) વળી વિચ્છેદ પામેલા જૈનપંચાંગનો પુનઃ ઉદ્ધાર આજ સુધીમાં થઈ ગયેલા સમર્થ
જ્ઞાનીઓ અને દૈવી સહાયવાળા મહાપુરુષો પણ કરી શક્યા નથી, તે મનોરથ તેમને થાય છે, તે ખરેખર હાસ્યાસ્પદ નથી ? ૨૭ પેજની નનામી પત્રિકા ‘તિથિ વિવાદ અને સરળ સમજણ' માં આવી હાસ્યાસ્પદ મનોરથમાળા(!) એના લેખકશ્રીએ કરી છે. સ્યાદ્વાદ એટલે અપેક્ષાવાદ. અપેક્ષા એનું નામ કે જે યુક્તિથી સિદ્ધ થાય અને શાસ્ત્રથી અબાધિત નિર્ણય સુધી લઈ આવે. લોકોને કુતર્કો કરી ગુંચવાળામાં
મૂકવા તે સ્યાદ્વાદ નથી, પણ સ્વાર્થવાદ છે, પક્ષવાદ છે. ૬) ઉપરોક્ત શાસ્ત્રપાઠમાં બે બાબતોની સુંદર સ્પષ્ટતા કરી છે. (૧) અન્ય દર્શનીઓની સારી વાત પણ વસ્તુતઃ આપણા આગમસમુદ્રના અંશો
હોવાથી પ્રમાણભૂત છે. તેથી લૌકિક-પંચાંગ પણ વસ્તુતઃ આગમસમુદ્રના અંશભૂત હોવાના કારણે પ્રમાણભૂત છે, એમ ઉપરોક્ત શાસ્ત્રવચન ફરમાવે
(૨) આપણા આગમના મૂળવાળું લૌકિક-પંચાંગ છે'. ઈત્યાકારક અનુસંધાન
પૂર્વક જ વર્તમાનકાલીન પૂ. ગીતાર્થ આચાર્યદેવો લૌકિક પંચાંગને પ્રમાણભૂત માને છે.
* એકતિથિના નામે ઓળખાતા પક્ષની પરસ્પરવિરુદ્ધ અને હકીકતવિરુદ્ધ કેટલીક વાતો : * લૌકિક પંચાંગમાં બતાવેલી ગમે તે માસની વૃદ્ધિ માનવાની. બે ભાદરવા હોય તો
બીજા ભાદરવામાં સંવત્સરી કરવાની. પરંતુ એમાં પર્વતિથિની વૃદ્ધિ બતાવેલી હોય તો પણ, તે નહિ જ માનવાની.
લૌકિક પંચાંગને સ્વીકારવાનું અને સાથે સાથે તેને દ્રવ્યથી અસત્ય કહેવાનું. * લૌકિક પંચાંગગત તિથિ-વ્યવસ્થાને અસત્ય કહેવાની અને એમાં સૂચિત
તિથિઓમાં સંસ્કાર કરવાની વાત કરવાની. * ભાવથી સત્ય લાવવા સંસ્કાર કરવાનો અને સંસ્કાર કરતાં પૂર્વે લૌકિક પંચાંગને
Page #20
--------------------------------------------------------------------------
________________
નજર સમક્ષ તો રાખવાનું જ. * દીક્ષા, પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં લૌકિક પંચાંગગત ઉદયાત્ તિથિને અનુસારે જ
કાર્યો કરવાનાં અને ચૌદસ, સંવત્સરીની આરાધના વખતે સંસ્કારની વાતો કરવાની, કેવી બેધારી નીતિ? લૌકિક પંચાંગમાં દર્શાવેલ તિથિમાં એકતિથિપક્ષ દ્વારા જે સંસ્કાર કરવાની વાતો કરાય છે. તે ક્યા શાસ્ત્રના ક્યા સૂત્ર કે શ્લોકના આધારે કરવાના? આધાર વિનાના સંસ્કારની પ્રમાણિક્તા શું? પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં નક્ષત્ર, લગ્નસમય, હોરા જોતી વખતે લૌકિક પંચાંગ જ લેવાનું અને પર્વતિથિ નિમિત્તક પૂજા, પ્રતિક્રમણ, નિયમગ્રહણ, ઉપવાસ આદિ આરાધનાની બાબતમાં લૌકિક પંચાંગની ધરાર ઉપેક્ષા કરવાની ! ખૂબ વિચિત્ર આ વાત છે. એક બાજું કહેવાનું કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય અને બીજી બાજુ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિએ પોતાના માનેલા કલ્પિત સિદ્ધાંત મુજબ અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવા માટે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ છે કે નહિ ? તે જેવા આધાર લૌકિક પંચાંગનો જ લેવાનો.
આનાથી એક ફલિતાર્થ નીકળે છે કે જૈનપંચાંગ વિચ્છેદ પામતાં લૌકિક પંચાંગ સ્વીકાર્યું છે, તેમાં આવતી પર્વાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માનવાથી જ શાસ્ત્રાનુસારી અને શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારે આરાધના થઈ શકે છે.
આથી આપણા પૂર્વના ગીતાર્થ મહાપુરુષોએ લૌકિક પંચાંગને પ્રમાણભૂત કર્યું છે. તો તેની સામે પ્રશ્નાર્થ ઉભો કરવો લેશમાત્ર ઉચિત નથી. ઉપરોક્ત શાસ્ત્રકાર પરમર્ષિ લૌકિક પંચાંગને તિથિદિન નક્કી કરવામાં પ્રમાણભૂત માનતા હોય, તેવી અવસ્થામાં ..
આ. અભયશેખરસૂરિજી તિથિ અંગે સત્ય અને સમાધાન' પુસ્તિકામાં પૃ. ૩ ઉપર જણાવે છે કે...
ક્યા દિવસે કઈ તિથિ માનવામાં દ્રવ્યસત્ય જળવાઈ રહે, એ આપણે લૌકિક પંચાંગના આધારે કહી શકતા જ નથી” ..
- આ વાત કેટલી શાસ્ત્ર સાપેક્ષ છે? તે વિચારકો સ્વયં વિચારે. લેખક આચાર્યશ્રી તે પુસ્તકમાં પૃ. ૨ ઉપર જણાવે છે કે ...
,
,
,
,
,
,
,
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Page #21
--------------------------------------------------------------------------
________________
‘શાસ્ત્રોમાં પર્વ-અપર્વ કોઈપણ તિથિની વૃદ્ધિ જણાવેલી નથી. (શાસ્ત્રોમાં અતિરાત્રની જે વાત આવે છે, તે દિનવૃદ્ધિને જણાવે છે, તિથિવૃદ્ધિને નહિ. કર્મ સંવત્સર કરતાં સૂર્ય સંવત્સરમાં ૬ દિવસ વધારે હોય છે. એને એ જણાવે છે. છતાં જો આ અતિરાત્ર શબ્દ પકડીને કોઈ તિથિની વૃદ્ધિનું ગાણું ગાયા કરે તો તેને પુછવું કે કઈ કઈ તિથિની વૃદ્ધિ થઈ શકે ? એ શાસ્ત્રપાઠ સાથે જણાવે. તિથિનો ક્ષય પણ અમુક મહિનામાં ન જ આવે, અમુક મહિનામાં જ આવે, તેમાં પણ અમુક તિથિનો જ આવે, દરેક તિથિનો આવી શકે એવું નહી...''
આચાર્યશ્રીને આ વિષયમાં જવાબ એક તિથિપક્ષને માન્ય એવા પૂ.આ. સાગરાનંદ સૂરીજી મહારાજના શબ્દોમાં જ આપીએ.
‘શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રાપ્તિ આદિ સૂત્રો અને જ્યોતિષ કરંડક આદિ પ્રકીર્ણને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજ પાંચમ આદિ પર્વતિથિઓના ક્ષય હોઈ શકે છે. પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે.’’ (સિદ્ધચક્ર : વર્ષ-૫ અંક-૧)
‘‘જ્યોતિષ કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ આદિ શાસ્ત્રને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહીં કે જૈનશાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિઓનો ક્ષય હોય નહિ. કેમકે તેમાં અવમરાત્રી એટલે ઘટવાવાળી તિથિઓ બીજ, પાંચમ વગેરે જણાવી છે. વળી જો પર્વ તિથિનો ક્ષય ન થતો હોય તો ‘‘ક્ષયે પૂર્વા તિથિ કાર્યા'' એવો શ્રી ઉમાસ્વાતિજીનો પ્રઘોષ પણ હોત નહિ.'' (સિદ્ધચક્ર : વર્ષ-૪, અંક-૪, પૃ-૯૪)
આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીને એટલું જ કહેવું છે કે તેમના વિધાનોને તેમના જ એક તિથિ પક્ષના આઘાચાર્ય શ્રી સાગરનંદસૂરિજીના લેખિત વિધાનો સાથે સ્પષ્ટ વિરોધ આવે છે. તો તેઓ પહેલા એ વિરોધને દૂર કરવાનો પ્રયાસ કરે, પછી બે તિથિવાળાઓને શિખામણ આપવાનું કામ કરે.
આમ પર્યાપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ હોઈ શકે છે. માત્ર જૈનગણિત વિચ્છેદ પામ્યું હોવાના કારણે તિથિની ક્ષય-વૃદ્ધિ અંગેની ગણિતબદ્ધ વ્યવસ્થા આજે આપણે જાણી શકતા નથી. તેથી જ આપણા પૂર્વ-ગીતાર્થ મહાપુરુષોએ ભાંગેલા-તૂટેલા જૈનપંચાંગનો આગ્રહ છોડી લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યો હતો.
આજસુધી થયેલા સમર્થ જ્ઞાનીઓને જૈનટિપ્પણાનો ઉદ્ધાર કરવાનો વિચાર જ પ્રગટયો નથી, તે વિચાર આ મહાનુભાવોને પ્રગટયો છે. તેને વર્તમાન સંઘનું સદ્ભાગ્ય
>
Page #22
--------------------------------------------------------------------------
________________
માનવું કે કમભાગ્ય માનવું ? તે વિચારકો એ નક્કી કરવાનું છે. પ્રશ્ન : પંચાંગથી નક્કી થયેલી તિથિની આરાધના કરવા માટે કોઈ શાસ્ત્રપાઠ છે ? ઉત્તર : હા, તિથિની આરાધના માટે શાસ્ત્રકાર પરમર્ષિઓની નીચે પ્રમાણે આજ્ઞા છે.
उदयम्मि जा तिहि सा प्रमाणमिअरीइ कीरमाणीओ। आणा-भंगणवत्था मिच्छत्तं विराहणं पावे॥
(શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ આદિ અનેકગ્રંથો) અર્થ : ઉદયમાં જે તિથિ હોય છે, તે પ્રમાણ છે, તેને છોડીને બીજી કરવાથી ૧આજ્ઞાભંગ, ૨-અનવસ્થા, ૩-મિથ્યાત્વ અને ૪-વિરાધના: આ ચાર દોષ લાગે છે.
ઉપરોક્ત શાસ્ત્રવચન સ્પષ્ટ ફરમાવે છે કે ઉદયમાં જે તિથિ હોય (અર્થાત્ જે તિથિ સૂર્યોદયને સ્પર્શતી હોય તે પ્રમાણ છે, તે તિથિની આરાધના તે દિવસે જ કરવી, તે સિવાયના દિવસે કરવાથી આજ્ઞાભંગ આદિ દોષો લાગે છે.
આ વિષયમાં આ અભયશેખરસૂરિજી મ. પોતાની પુસ્તિકાના પૃ.૧૪ ઉપર લખે છે કે ...
“કયારેક વિશેષ પરિસ્થિતિમાં ઉદયાત્ તિથિ સિવાયની તિથિએ, એકસરખી આરાધના કરી રહેલા આખા સંઘને, આ શાસ્ત્રવચનને આગળ કરી “આ તો બધા મિથ્યાત્વી છે, આજ્ઞાભંજક છે .. કારણકે ઉદયાત્ તિથિને છોડી બીજી કરે છે.”
આની સામે આચાર્યશ્રીને પ્રશ્ન છે કે ... (૧) તમે જ્યારે બેતિથિપક્ષમાં હતા, ત્યારે ઉદયાત્ સિવાયની તિથિ કરનાર માટે
ઉપરોક્ત શાસ્ત્રપાઠના ઉત્તરાર્ધને યાદ કરાવતા હતા કે નહિ? (૨) ઉપરોક્ત શાસ્ત્રવચનમાં રહેલા ઉત્તરાર્ધ વચનો દ્વારા કોઈને મિથ્યાત્વી, વિરાધક
કે આજ્ઞાભંગ કરનારા કહેવામાં આવ્યા છે કે, ઔદયિક તિથિ ન માનવાથી મિથ્યાત્વનો, વિરાધનાનો, આજ્ઞાભંગનો વગેરે દોષો લાગે છે, એમ કહેવામાં
આવ્યું છે ? અને એ જ કહેવાય છે ને ? (૩) આમ છતાં બે તિથિવાળા એક તિથિવાળાને મિથ્યાત્વી, આજ્ઞાભંજક, વિરાધક’
કહે છે, આવો પ્રચાર કરીને લોકોને ઉશ્કેરીને શાસ્ત્રીયસત્યને દબાવવાનો જે પ્રયત્ન કરાય છે, તેને કૂટનીતિ ન કહેવાય તો શું કહેવાય ?
૧૦
WWW.jainelibrary.org
Page #23
--------------------------------------------------------------------------
________________
(૪) તમે લોકો આજે પણ પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં ઉદયાત્નો નિયમ બરાબર જણાવો છો, તો સંવત્સરી આદિની આરાધના વખતે (તમારા પણ પરમગુરુદેવ પૂ.આ.ભ.શ્રી. પ્રેમસૂરિ. મહારાજાની ઉદ્દયાત્ સંવત્સરી જાળવવાની સ્પષ્ટતયા લેખિત આજ્ઞા હોવા છતાં) ઉદ્દયાત્ નો નિયમ છોડવામાં (તમારા જણાવ્યા પ્રમાણે) કઈ વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે ? તે જણાવશો.
(૫) તમારા મતે ‘વર્તમાનમાં એકતાની અત્યંત આવશ્યકતા છે' ઈત્યાકારક વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય તો, ઉદયાના શાસ્ત્રનિયમને સાચવીને-જાળવીને એકતા કરવાનું કેમ ઉચિત ન લાગ્યું ? જેમાં આજ્ઞાભંગાદિ દોષો સમાયેલા છે, તે ઉદયાતના શાસ્ત્રીય નિયમને છોડવાનું સૂચન કર્યું ?
આચાર્યશ્રી તે પુસ્તિકાના પૃ.૧૪ ઉપર લખે છે કે ...
‘‘જન્મભૂમિ પંચાંગ તો મુંબઈના સૂર્યોદય પ્રમાણે તિથિ દર્શાવે છે. એટલે કલકત્તા, બેંગ્લોર, અમદાવાદ, જામનગર વગેરે શહેરોમાં હોય એમને તો પોતાની ઉદ્દયાત્ તિથિ છોડી દેવી પણ પડે છે ને ? (ઘણીવાર છોડવી જ પડતી હોય છે.)''
આના દ્વારા આચાર્યશ્રી ફલિત કરવા માગે છે કે .. ‘જેમ મુંબઈ સિવાયના નગરોમાં ઘણીવાર ઉદ્દયાત્ તિથિ છોડવી પડે છે, તેમ સંઘ એકતા માટે કાયમને માટે ઉદ્દયાત્ તિથિ છોડી દેવામાં વાંધો નથી’..
આ વિષયમાં આચાર્યશ્રીને એટલું જ જણાવવાનું છે કે ....
હજું પણ કોઈ દરેક શહેરના પંચાંગ અલગ તૈયાર કરે અને સકલસંઘ તેને માન્ય કરે તો કોઈને પણ વાંધો હોઈ શકે જ નહિ. ઉદ્દયાત્ તિથિને છોડવાનું કહેવા કરતાં ઉદયાના શાસ્ત્રીયનિયમને અખંડ રાખવા-જાળવી રાખવા માટે જુંબેશ ઉપાડાય તો તટસ્થતા અને હિતચિંતા કહેવાય, અન્યથા નહિ ! સુજ્ઞેયુ કિં બહુના ?
અને આવો નિર્ણય કરવા જો તમે તૈયાર થઈને તમારા પક્ષે રહેલા આચાર્યાદિને તમે તૈયાર કરી શકો તો, આ પક્ષનો સાથ તમને જરૂર મળી રહેશે. તે વખતે બે તિથિપક્ષ તરફથી ‘આ તો એકતિથિપક્ષે શરૂઆત કરી છે, એને અમે ટેકો નહિ આપીએ’ – એવું વલણ નહિ અપનાવવામાં આવે, એટલું ખાસ નોંધી રાખશો.
વળી તમે લોકોએ ‘એકતા’ ના રૂપાળા નામ નીચે ૨૦૪૨ માં ‘ઉદયાત્' ના શાસ્ત્રીય નિયમને છોડયો, ત્યારે જન્મભૂમિ પંચાંગને અમાન્ય નહોતું કર્યું ! બેતિથિપક્ષને સત્ય જ માનતા હતા, કે જે જન્મભૂમિ પંચાંગગત આવતી પર્યાપર્વ તિથિઓની ક્ષય
૧૧
Page #24
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધિને યથાવત્ માન્ય રાખી ‘ઉદયાત' ના નિયમ પ્રમાણે આરાધના કરતો હતો. - આચાર્યશ્રી પૃ. ૧૫ ઉપર પ્રશ્નના ઉત્તરમાં લખે છે કે “શ્રીસંઘે ક્યા દિવસે લૌકિક પંચાંગ મુજબ કઈ ઉદયાત્ તિથિ છે? એટલું જાણવા માટે જ જન્મભૂમિ પંચાંગનો ઉપયોગ કરવાનું સ્વીકાર્યું છે. પછી એમાં કોઈપણ પ્રકારનો સંસ્કાર કર્યા વિના જ, માત્ર એમાં જે દર્શાવ્યું હોય એ પ્રમાણે જ આરાધના કરવી આવું કાંઈ સ્વીકાર્યું નથી.”
- આની સામે આચાર્યશ્રીને પ્રશ્ન છે કે ૧) પંચાંગમાં સંસ્કાર ક્યારે કરવાનો ? શાના આધારે કરવાનો ? ૨) પંચાંગમાં તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ઉદયાત્રા નિયમને અનુસાર આરાધના
દિન નક્કી કરવા જ સંસ્કાર કરવાનો ને ? ૩) આરાધનાદિન નક્કી કરતી વખતે ક્ષયે પૂર્વ પ્રઘોષ અનુસારે જ સંસ્કાર કરવાનો
ને ?
૪) લૌકિક પંચાંગમાં ઉદયાત્ તિથિને જોયા બાદ તિથિની ક્ષય-વૃદ્ધિ હોય તો આરાધના
દિન નક્કી કરવા જ પ્રઘોષને જ યાદ કરવાનો ને ?
(આ બધા પ્રશ્નોના જવાબ તમારે આપવા જોઈએ. અમે તેનો વિસ્તારથી આગળ જવાબ આપીશું.)
ત્યારબાદ આ.શ્રી. એ પૃ. ૧૫-૧૬ ઉપર શ્રીસંઘે ચંડાશું ચંડુ પંચાંગના સ્થાને 'જન્મભૂમિ પંચાંગનો સ્વીકાર કર્યો, તેનો ઠરાવ રજુ કર્યો છે.
શ્રી જૈન છે. મૂર્તિ. તપા. સંઘે અત્યારસુધી પંચાંગ તરીકે ચંડાશું ચંડુ પંચાંગનો ઉપયોગ કર્યો છે. પણ આજથી એ પંચાંગની જગ્યાએ જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગનો ઉપયોગ કરવા આપણા શ્રીતપાગચ્છીય આચાર્ય મહારાજાઓ આદિએ સર્વસંમત નિર્ણય કર્યો છે. શ્રી રાજનગરનો જૈન છે. મૂર્તિ. તપા. સંઘ આજથી એ પ્રમાણે વર્તવા જાહેર કરે છે.”
ઉપરોક્ત ઠરાવમાં ઘણી વાતોની સ્પષ્ટતા થઈ જાય છે. * જન્મભૂમિ પંચાંગ સર્વસંમતિથી સ્વીકારાયું છે, તેથી જ સંઘમાન્ય કહેવામાં દોષ
નથી. * જન્મભૂમિ પંચાંગ મુંબઈના સૂર્યોદય પ્રમાણે તિથિ બતાવતું હોવા છતાં તપાગચ્છના
૧ ૨
Page #25
--------------------------------------------------------------------------
________________
સઘળા આચાર્ય ભગવંતોની સંમતિથી રાજનગરના શ્રીસંઘે સ્વીકાર્યું છે. * જન્મભૂમિ પંચાંગગત ક્ષય-વૃદ્ધિને યથાવત્ માન્ય રાખી છે. * પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વેળાએ આરાધનાદિન નક્કી કરવા ઉદયાના નિયમની
સુરક્ષાપૂવક ‘ક્ષયે પૂર્વા.' ના પ્રધોષનો ઉપયોગ તમે અને અમે સૌ કોઈ પૂર્વે કરતા હતા.
આ રીતે જૈન પંચાંગ વિચ્છેદ પામતાં શ્રી સંઘે લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યો અને ૨૦૧૪ થી જન્મભૂમિ પંચાંગનો સ્વીકાર કર્યો તે વાતો કરી. - હવે લૌકિક પંચાંગમાં જે પર્વોપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ આવતી નથી, તેની આરાધના તો લૌકિક પંચાંગ નિર્દિષ્ટ દિવસે થાય જ છે. પરંતુ પર્વોપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે તિથિનો ક્ષય હોય ત્યારે, તે તિથિની આરાધના ક્યારે કરવાની અને તિથિની વૃદ્ધિ હોય ત્યારે તે તિથિની આરાધના કયારે કરવાની ? આ પ્રશ્નના નિરાકરણ માટે પૂ. વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ ‘યે પૂર્વી.’ નો પ્રધોષ આપ્યો. પ્રશ્ન : તમારી ઉપરની વાતો માટે આધાર શું છે ? ઉત્તર : સં. ૧૫૦૬ માં પૂજ્યપાદશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ દ્વારા વિરચિત
શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે કે .... तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां य: स्यात् स प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्। आहुरपि -
चउमासिअ वरिसे पक्खिअ पंचद्धमीसु नायव्वा। ताओ तिहिओ जासि उदेइ सूरो न अण्णाओ ॥१॥ पूआ पच्चखाणं, पडिकमणं तहेव नियम गहणं च। जीओ उदेइ सूरो, तीइ तिहिले उ कायव्वं ॥२॥ उदयंमि जा तिहि सा प्रमाणमिअरीइ कीरमाणीओ। आणा भंगणवत्था मिच्छत्तं विराहणं पावे॥३॥ पराशरस्मृत्यादावपि -
आदित्योदयवेलायां, यास्तोकापि तिथिर्भवेत्। सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना॥१॥ उमास्वातिवचः प्रघोषश्वैवं श्रुयते -
क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा। श्रीवीरमोक्षकल्याणं कार्यं लोकानुगैरिति॥१॥
૧૩
Page #26
--------------------------------------------------------------------------
________________
अर्हतां
जन्मादिपंचकल्याणकदिना
अपि पर्वतिथित्वेन વિજ્ઞેયાઃ द्वित्र्यादिकल्याणकदिनाश्व विशिष्य । आगमेऽपि पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना। यदागमः - भयवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहिअं धम्माठाणं किं फलं होइ ? गोयमा ! बहु फलं होइ । जम्हा अ आसु तिहिसु पाओणं जीवो परभवाउअं समज्जिणइ जम्हा तवोवहाणाई धम्माणुठ्ठाणं कायव्वं । जम्हा सुहाउअं समज्जिणं इति । (पृ. ૧૨)
!
ભાવાર્થ :
પ્રાતઃ કાળમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદય અનુસારે જ દિવસ-તિથિ આદિનો વ્યવહાર થાય છે. કહ્યું છે કે
ચાતુર્માસિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, અષ્ટમી, પર્વોમાં તે તિથિઓ પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યોદય થયો હોય, અન્ય નહિ ॥૧॥
....
પૂજા, પચ્ચક્ખાણ પ્રતિક્રમણ તથા નિયમ ગ્રહણ તે તિથિમાં કરવાં કે જેમાં સૂર્યોદય થયો હોય ||
ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રીતીર્થંકર પ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય, તેને અનુસરી બીજો ખોટું કરે, તત્સ્વરૂપ) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના, આ ચાર દોષો લાગે છે.
(અન્યદર્શનના) પારાશરસ્મૃતિ આદિમાં પણ કહ્યું છે કે ...
સૂર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ તરીકે માનવી, પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો ન માનવી.
ન
શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનો પ્રઘોષ આ પ્રમાણે સંભાળાય છે
“ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ ગ્રહણ કરવી. શ્રીવીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસારે કરવું.''
શ્રીતીર્થંકર દેવોના જન્મ આદિ પંચ કલ્યાણકના દિવસો પણ પર્વતિથિ તરીકે જાણવા. બે-ત્રણ આદિ કલ્યાણક દિવસો વિશેષ જાણવા. આગમમાં પણ શુભ આયુષ્યના બંધના હેતુ આદિ વડે પર્વતિથિની આરાધનાનું મહાફળ બતાવ્યું છે.
૧૪
Page #27
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર :
ભગવન્! બીજ પ્રમુખ પાંચ (બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદસ) તિથિમાં કરેલ ધર્મ અનુષ્ઠાનનું શું ફળ હોય ?
હે ગૌતમ! બહુફળ હોય. કારણકે એ તિથિઓમાં જીવો પરભવનું આયુષ્ય ઉપાર્જન કરે છે. તે કારણથી તપ, ઉપધાન આદિ ધર્માનુષ્ઠાન કરવા, જેથી શુભ આયુષ્ય ઉપાર્જન થાય.
ઉપરોક્ત શાસ્ત્રવચનથી સ્પષ્ટ ફલિત થાય છે કે.
સૂર્યોદય વખતે જે તિથિ હોય, તે દિવસે તે જ તિથિ ગણવી. - ચાતુમાર્સિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, આદિ પર્વોમાં તે જ તિથિ પ્રમાણ કરવી
કે જે સૂર્યોદય વખતે હોય, અન્ય નહિ. - અન્યદર્શનના શાસ્ત્રો પણ ઉદય સમયની તિથિને જ પ્રમાણ કરે છે.
જે તિથિ સૂર્યોદયને સ્પર્શતી ન હોય અને જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શતી હોય ત્યારે શું કરવું? “ ખ્રિ' -- ના ઉત્સર્ગસૂત્રની સામે ‘ક્ષયે પૂર્વા. અપવાદ સૂત્ર આપ્યું. અર્થાત્ ક્ષયમાં પૂર્વતિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ ગ્રહણ કરવી. તિથિની ક્ષય-વૃદ્ધિ થતી હોય તો જ શ્રીઉમાસ્વાતિજી મહારાજાએ ‘ક્ષયે પૂર્વી.” પ્રઘોષને આપ્યો હશે ને? આવી સ્થિતિમાં “પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય', તેવું કહેવું કેટલું યોગ્ય છે ? શાસ્ત્રકાર પરમર્ષિએ ‘ક્ષયે પૂર્વી.' પ્રઘોષ આપ્યો તે સર્વ પર્વોપર્વ તિથિઓ માટે લાગું પડે. શાસ્ત્રોમાં ક્યાંય પણ તે પ્રઘોષ માત્ર પર્વતિથિ માટે જ છે એવું કહ્યું નથી અને એકતિથિપક્ષ એ પ્રઘોષ સામાન્યતિથિની ક્ષય-વૃદ્ધિમાં તો અપનાવે છે, પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિમાં મુલ અપનાવતો જ નથી. આ ઉલટી નીતિ કેમ ? કલ્યાણક દિવસો પણ પર્વતિથિરૂપ છે. પૂ. ઉમાસ્વામિજી મહારાજાએ વીર નિર્વાણકલ્યાણક (દિવાળા)ની આરાધના લોક અનુસાર કરવા સૂચન કર્યું છે. આ તેઓશ્રીની વિશિષ્ટ આજ્ઞા છે.
૧૫
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન : તિથિનો ક્ષય કેવી રીતે થાય ? શું તિથિનો ક્ષય થાય, ત્યારે તિથિ નાશ પામે
છે ?
ઉત્તર : ચન્દ્રની ગતિ અનિયમિત છે. તેના યોગે તિથિનો ક્ષય થાય છે. જે તિથિ બે
દિવસ પૈકી એકપણ દિવસના સૂયોદયને સ્પર્શતી નથી, તેનો ‘ક્ષય' કહેવાય છે. તિથિ નાનામાં નાની આશરે ૨૧ કલાકની હોય છે. જેમકે વૈ. વ. ૭ ના રોજ સવારે સૂર્યોદય બાદ વદ-૮ નો પ્રારંભ થયો અને બીજા દિવસના સૂર્યોદય પર્વે વદ-૮ ની સમાપ્તિ થઈ ગઈ. તિથિ વદ-૮: એકપણ સૂર્યોદયને
સ્પર્શી નથી. તેથી તેનો ક્ષય' છે, એમ બોલાય છે. પ્રશ્ન : સૂર્યોદય સમયે તિથિ નથી, તો તે તિથિની આરાધના ક્યારે કરવાની ? ‘ઉદયાત્ર
તિથિને જ પ્રમાણ કરવાની આ નિયમ પ્રમાણે તો સૂર્યોદયે જે તિથિ હોય
તે જ તિથિની આરાધના કરવાની છે ને ? ઉત્તર : જ્યારે તિથિનો ક્ષય હોય, ત્યારે તિથિ બે દિવસના સૂર્યોદય પૈકી એકપણ
સૂર્યોદયને સ્પર્શતી નથી. અને આરાધના તો તે તે તિથિ સાથે નિયમ કર્તવ્યરૂપે જોડાયેલી જ હોય છે, તો તે આરાધના નક્કી કરી આપવા પૂ. વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ ક્ષયે પૂર્વાતિથિ: ” અપવાદ સૂત્ર આપ્યું અર્થાત્ ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ ગ્રહણ કરવી. એટલે પૂર્વના દિવસે એ તિથિ સંબંધી
આરાધના કરવી. પ્રશ્ન : તમે જણાવેલા ઉપર પ્રમાણેના અપવાદ સૂત્રથી તો એ નક્કી થયું કે તિથિનો
ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિમાં આરાધના કરવાની. પરંતુ પૂર્વતિથિના દિવસે તો ઉદયાત્ તિથિ (દા.ત.) સાતમ છે. આઠમ તો ઉદયાત્ તિથિ નથી. તો પછી ‘ઉદય સમયે જે તિથિ હોય તે પ્રમાણ' - આ નિયમનું ઉલ્લંઘન નહિ
થાય ? અને આઠમની સાચી આરાધના કેવી રીતે થશે ? ઉત્તર : તમારી આ જિજ્ઞાસાનો ઉત્તર પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજાના શબ્દોમાં
જ જોઈએ .. “ધ્યાનમાં રાખવું કે પદ્ધિમાં (પંદર દિવસમાં) એકમ વગેરે તિથિઓ વધી અગર ઘટી એટલે તૂરી અગર બેવડી થઈ પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે. એટલે એમ કહેવું જોઈએ કે પાક્ષિક અંગે માત્ર તિથિઓનો ભોગવટો જતો નથી. ભોગવટા તરકે તો એકપક્ષથી બીજાપક્ષની વચ્ચે પંદર તિથિઓ આવી જાય છે. અર્થાત્ જે
૧૬
Page #29
--------------------------------------------------------------------------
________________
તિથિઓ ક્ષય થાય છે, તે તિથિ ભોગવટામાંથી કદિ ઉડી જતી નથી, પણ માત્ર તે તિથિ સૂર્ય-ઉદયને ફરશે નહિ, તેથી જ તેનો ક્ષય ગણાય છે.”
“અને આજ કારણથી, બીજ-પાંચમ વગેરે પર્વતિથિઓના ક્ષય હોય છે, ત્યારે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસ કરી લેવામાં આવે છે, કેમકે તે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિમાં પહેલાં પહેલાં થઈ ગયેલો હોય છે. (માટે જેજે) અને સૂર્ય ઉદયવાળી તે તે પર્વતિથિ ન મળે તો તેની આગલી (પૂર્વની) તિથિની પહેલી તિથિએ તે પર્વતિથિનો ભોગવટો હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે. કેમકે જેમાં જે હોય તેમાં તેનો સમાવેશ કરવો એ રીતસર છે.” (સિદ્ધચક્ર વર્ષ-૪ અંક-૪ ટાઈટલ પેજ-૩)
* પૂ. આ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાના સમાધાનમાં નોંધનીય બાબતો :
અહીં તિથિનો ક્ષય આવતાં પરમાર્થથી ઉદયાત્ તિથિનો નિયમ તૂટ્યો નથી. કારણકે તે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિમાં પહેલાં-પહેલાં થઈ ગયેલો હોય જ છે. અને જેમાં જે હોય તેમાં તેનો સમાવેશ કરવો ઉચિત જ છે. અર્થાત્ આઠમના ક્ષયે આઠમનો ભોગવટો સાતમના દિવસે હોવાથી સાતમમાં આઠમનો સમાવેશ કરી આઠમની આરાધના કરવી વિહિત જ
ઉપરોક્ત સ્પષ્ટીકરણથી આ. અભયશેખરસૂરિજીએ પોતાની પુસ્તિકાના પૃ.૪ ઉપર આપેલી આપત્તિનો પરિહાર થાય છે. અને ઉદયાત્ તિથિ ગૌણ બની નથી. ઉદયાત્ તિથિના ઉત્સર્ગ નિયમની નજીક લઈ જતો તે અપવાદ માર્ગ છે. આચાર્યશ્રીને એટલું જ જણાવવાનું કે ઉપરોક્ત રીતે તિથિનો ક્ષય આવે ત્યારે વ્યવસ્થા ન કરવાથી પૂનમના ક્ષયે (કોઈપણ શાસ્ત્રાધાર વિના) તેરસનો ક્ષય કરતાં ઉદયાત્ ૧૪ ની વિરાધના થાય છે. કારણકે ઉદયાત્ નો નિયમ તૂટી જાય છે. જેમાં પૂનમનો ભોગવટો નથી તેવા દિવસે પૂનમની આરાધના કરવાથી પૂનમની પણ વિરાધના થાય છે. બીજી આપત્તિ એ આવે છે કે કોઈવાર જ્યારે ચૈત્ર સુ. ૧૫ નો ક્ષય આવે, ત્યારે તમે ચૈ.સુદ-૧૩ નો પણ ક્ષય કરી શકતા નથી. કારણ કે કલ્યાણકરૂપ પર્વતિથિ
•
૧૭.
Page #30
--------------------------------------------------------------------------
________________
છે. તેથી સુ. ૧૨ નો ક્ષય કરવો પડે છે. તેના યોગે કેટલી તિથિઓમાં ઉદયર્મોિ અને “ પૂર્વા.' ના નિયમનું ઉલ્લંઘન કરવું પડે છે તે વિચારશો, તો ભાવસત્યની
વ્યાખ્યા સમજાઈ જશે. પ્રશ્ન : તિથિની વૃદ્ધિ કેવી રીતે થાય ? ઉત્તર : જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શે છે, તે તિથિની વૃદ્ધિ થાય છે. અર્થાત્ દા. ત.
ગુરુવારના સૂર્યોદય પૂર્વે પાંચમનો પ્રારંભ થયો અને શુક્રવારના સૂર્યોદય બાદ પાંચમની સમાપ્તિ થાય, ત્યારે પાંચમની વૃદ્ધિ ગણાય છે. (યાદ રહે કે તિથિ
લાંબામાં લાંબી ર૭ કલાકની હોય છે.) પ્રશ્ન : પર્વતિથિ વૃદ્ધિ પામે તો, તેની આરાધના ક્યા દિવસે કરવાની ? બંને દિવસે
કરવાની કે એક જ દિવસે કરવાની ? “ઉદયમ્મિ ના નિયમાનુસાર તો બંને દિવસની પ્રમાણ કરવી જોઈએ ને ? જો બીજા દિવસે ગ્રહણ કરવાની હોય તો, બીજા દિવસે તો થોડા સમય માટે જ સૂર્યોદયને સ્પર્શી છે, જ્યારે (આગળના) પ્રથમ દિવસે તો તે જ તિથિનો પૂર્ણતયા ભોગવટો છે, તો પછી બીજા દિવસે
જ આરાધના શા માટે કરવાની ? ઉત્તર : તિથિની વૃદ્ધિ થાય તો બે સૂર્યોદયને તિથિ સ્પર્શતી હોવાથી ઉદયશ્મિ” ના
નિયમાનુસાર બંને દિવસ ગ્રહણ કરવા પડે. પરંતુ તિથિની આરાધના તો એક જ દિવસ કરવાની હોય છે. તેથી જ તિથિની વૃદ્ધિ થાય ત્યારે આરાધનાદિન નક્કી કરવા પૂ. વાચક્ઝવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ અપવાદસૂત્ર આપ્યું કે ..
વૃદ્ધ છે તથોત્તર' - તિથિની વૃદ્ધિ થાય ત્યારે ઉત્તરની (પહેલી છોડીને પછીની બીજી) તિથિની આરાધના કરવી.
‘વૃદ્ધિ તિથિના બીજા દિવસે સૂર્યોદય વખતે થોડી જ તિથિ હોય છે અને પ્રથમ દિવસે તો આખા દિવસનો ભોગવટો હોય છે, તો બીજો દિવસ આરાધના માટે શા માટે ગ્રહણ કરવાનો ?' – આ શંકાનું સમાધાન પૂર્વે કર્યું જ છે.
શ્રાદ્ધવિધિકાર પૂ.આ.ભ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ અન્યદર્શનીઓનું સુંદર કથન પણ જૈન આગમસમુદ્રનો અંશ છે- આ ન્યાય પારાશરસ્કૃતિની સાક્ષી આપતાં) કહ્યું છે કે ...
Page #31
--------------------------------------------------------------------------
________________
સર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ તરીકે માનવી' (સાક્ષીપાઠ આગળ આપેલ છે.)
આ વિષયમાં આ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજા પણ પ્રકાશ પાથરતાં કહે છે કે ..
એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી જવાથી તે તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવાવાળી થાય છે.
પણ પખવાડીયામાં કોઈપણ સોલમી તિથિ આવતી નથી. પૂર્વ સૂર્યોદયવાળી તિથિ કરતાં પર સૂર્યોદયવાળી (પછીના સૂર્યોદયવાળી) તિથિ બલવતી ગણાવવાથી જ આગલી (પછીની) તિથિએ અનુષ્ઠાન થાય છે. સંપૂર્ણતા પણ તિથિની ઉત્તર દિવસે જ છે.” (સિદ્ધચક્ર વર્ષ-૪, અંક-૪, ટાઈટલ પેજ-૩) - તત્ત્વતરંગિણિકારશ્રી પણ તિથિની વૃદ્ધિના વિષયમાં કહે છે કે “= ના ગંનિ ટુ લિવરે સમપ પતિ ’ - જે દિવસે જે તિથિ સામાપ્ત થતી હોય તે જ દિવસે તે તિથિ લેવી પ્રમાણ છે.” (પરિશિષ્ટ-૪ માં વિશેષ જોવા ભલામણ)
આમ તિથિઓની ક્ષય-વૃદ્ધિ થતી હોવાના કારણે જ પૂ. ઉમાસ્વાતિજી મહારાજાએ અપવાદસૂત્રરૂપ “યે પૂર્વો.” પ્રઘોષ આપ્યો છે. તે સર્વપ્રસિદ્ધ હકીકત હોવા છતાં જૈનાગમોમાં વર્ણવાયેલ અને આજે વિચ્છેદ પામેલ પંચાંગ પદ્ધતિને આગળ કરી સર્વ જૈનાચાર્ય માન્ય પંચાંગમાં બતાવેલ સર્વ પર્વાપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિને યથાવત્ ન માનવી અને આપણે ત્યાં તિથિનો ક્ષય જ થાય, વૃદ્ધિ તો ક્યારેય થતી જ નથી” વગેરે વગેરે અપપ્રચાર કરી અસત્યને ભાવસત્ય કહેવું અને સત્યને ભાવથી અસત્ય કહેવું કેટલું ઉચિત છે? તે વાચકો સ્વયં વિચારે. ભાવસત્ય જાળવવા માટે અમારી પણ ફરજ બને છે કે મુગ્ધ હરણીયાઓને શીકારી તરફ ન જવા દેવા. પ્રશ્ન : “ક્ષયે પૂર્વો.'... પ્રઘોષના અર્થમાં મતભેદ છે ને ? એકતિથિપક્ષવાળા અલગ
અર્થ કરે છે અને બે તિથિપક્ષવાળા અલગ કરે છે. ? તો પછી તમારો કરેલો
અર્થ અમે કેવી રીતે માની શકીએ ? ઉત્તર : “યે પૂર્વો’ પ્રઘોષનો અર્થ આ. શ્રી. સાગરાનંદસૂરિજી મહારાજાએ તથા
દિવ્યદર્શન માસિકે, બે તિથિપક્ષે કરેલા અર્થ પ્રમાણે જ પૂર્વે અર્થ કરેલા છે. અને એ જ પ્રઘોષના અર્થ અનુસારે સૌ કોઈ પૂર્વે પર્વતિથિઓની આરાધના કરી ચૂક્યા છે.
૧૯
Page #32
--------------------------------------------------------------------------
________________
લવાદી ચર્ચામાં થયેલા નિર્ણય પ્રમાણે ‘ક્ષયે પૂર્વાં.’ પ્રઘોષનો અર્થ સ્પષ્ટ રીતે બે તિથિપક્ષને સત્ય પૂરવાર કરે જ છે.
આટલી જ સાક્ષી પર્યાપ્ત છે. પૂર્વે પણ સિદ્ધચક્ર માસિકના અંશો અમે આપ્યા છે. તેમાંથી સાચો અર્થ જાણવા ભલામણ છે. (જે પરિશિષ્ટ-૧ માં પણ આપેલ છે.) વસ્તુસ્થિતિ આ પ્રમાણેની હોવા છતાં અને પોતે પણ પ્રોષનો અર્થ બે તિથિ પક્ષ પ્રમાણે કર્યો હોવા છતાં પણ આ. અભયશેખરસૂરિજી પોતાની પુસ્તિકાના પૃષ્ઠ નં.૫ ઉપર લખે છે કે
‘આમાં (પ્રઘોષગત પંક્તિઓમાં) ક્ષયે પૂર્વા ... જે પૂર્વાર્ધ છે, એનો આપણે હાલ વિચાર કરવો નથી. કારણકે એના અર્થઘટનમાં મતભેદ છે.’
-
આવું તદ્ન અસત્ય લખવાથી અને એ દ્વારા સત્ય ઉપર ઢાંક - પીછોડો કરવાથી ભાવ સત્ય સુધી પહોંચવાનો તેમનો મનોરથ પૂરો નહિ થાય.
...
પ્રશ્નકાર જ્યારે પ્રઘોષનો અર્થ પૂછતો હોય, ત્યારે અર્થ બતાવવાના બદલે કાલ્પનિક ઉભા કરેલા મતભેદને આગળ કરવો, તે સંદિગ્ધવાણી છે. દશવૈકાલિકમાં સંદિગ્ધકથનને અસત્ય વચન કહેલ છે.
આચાર્યશ્રી વર્તમાનમાં પોતાની માન્યતા પ્રમાણે અર્થ કરવા જાય તો પૂર્વેની ગીતાર્થતા જોખમમાં મૂકાય તેમ લાગ્યું હશે, એટલે વાત આડા પાટા ઉપર ચઢાવતાં તે જ પૃષ્ઠ ઉપર લખે છે કે
‘પણ આનો ઉત્તરાર્ધ કે જેનો અર્થ કરવામાં બધા એકસૂર ધરાવે છે. તેનો અર્થ વિચારીએ. પ્રઘોષના કર્તાએ ઉત્તરાર્ધમાં આ જણાવ્યું કે શ્રીવીર પ્રભુનું મોક્ષ કલ્યાણક લોકોને અનુસરીને કરવું.’’
આના ફલિતાર્થમાં આચાર્યશ્રીનો સૂર એકતા તરફનો છે. પરંતુ તે હકીકતવિરુદ્ધ છે. કારણકે ...
દિવાળી એક એવો દિવસ છે કે જેને જૈનો અને જૈનેતરો બંને ઉજવે છે. તેથી લોકવિરોધનો વિચાર કરી પૂ. ઉમાસ્વતિજી મહારાજાએ લોક અનુસારે દિવાળીની આરાધના કરવા કહ્યું છે. નહિ કે એકતા માટે. આ પૂ.વાચકપ્રવરશ્રીજીની વિશેષ આજ્ઞા છે. જો પૂ. ઉમાસ્વાતિજી મહારાજાને એકતા જ ઈષ્ટ હતી તો એવો પ્રધોષ કેમ ન આપ્યો કે કે જેથી
...
२०
Page #33
--------------------------------------------------------------------------
________________
સ્થાનકવાસી, અચલગચ્છવાળા અને આપણા શ્વેતાંબરોની પર્વતિથિની આરાધના એક દિવસે આવે !
જો આપણા વડીલ પૂ. આ. ભ. શ્રી સિદ્ધિ સૂર મહારાજ, પૂ.આ.ભ. શ્રી લબ્ધિસૂરિ મહારાજા, પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂ. મહારાજા આદિ મહાપુરુષોને તમોએ માનેલી આભાસી, પક્ષીય એકતા જ ઈષ્ટ હતી તો ૧૯૯૨ માં શા માટે વર્ષોથી ચાલી આવતી આચરણા બદલી ? અસત્યમાંથી સત્ય તરફ આવતાં એકતા હણાઈ, તો પણ એવો નિર્ણય શા માટે કર્યો હશે? એનો જવાબ આપશો.
આટલી વિચારણાથી સ્પષ્ટ થઈ જાય છે કે પંચાંગગત પર્વોપર્વતિથિઓની આરાધના ‘ઉદયમ્મિ ના નિયમાનુસારે જ કરવાની છે. તિથિઓની ક્ષય-વૃદ્ધિ આવે તો પ્રઘોષનો ઉપયોગ કરી આરાધનાદિન નક્કી કરવાનો છે.
આ. અભયશેખરસૂરિજીએ પોતાની પુસ્તિકાના પૃ.૭ ઉપર શ્રીકાલિકસૂરિ મહારાજાએ સંવત્સરી પાંચમના બદલે ચોથની કરી, તે એકતા માટે કરી હતી, એમ જણાવી પોતાની આભાસિક એકતાની પુષ્ટિ કરવા તÁ હકીક્ત વિરુદ્ધ વાતો રજૂ કરી છે.
“ભગવાન મહાવીર પરમાત્માએ કહ્યું હતું કે ... આગળ ઉપર શ્રીકાલિકસૂરિ મહારાજ થશે, તે સંવત્સરી પાંચમના બદલે ચોથની પ્રવર્તાવશે” –
આ પ્રભુવચનના અનુસંધાનપૂર્વક જ શ્રીકાલિકસૂરિજી મહારાજાએ સંવત્સરી ચોથે પ્રવર્તાવી છે, નહિ કે એકતા માટે. (આ વાત દીપોત્સવ કલ્પમાં છે. જે અમે પરિશિષ્ટ -૧૦ માં જણાવી છે)
વળી જે એકતા માટે જ ચોથ રાખી હતી, તો રાજાએ સંવત્સરી છઠે કરવા વિનંતી કરી હતી ત્યારે તેમાં પણ એકતા અને કાયમ માટે પાંચમ જાળવી શકાતી હોવા છતાં છઠ કેમ ન કરી, સ્પષ્ટ વાત છે, સંવત્સરી છઠે કરવામાં પ્રભુવચનનું સમર્થન નહોતું. તેથી જ પ્રભુવચનના અનુસંધાનપૂર્વક ચોથની સંવત્સરી કરી. અને પૂ. આર્યકાલિકસૂરિ. મહારાજાએ સંઘમાં ચાલતો તિથિભેદ નિવારવા અને એકતા સાધવા માટે સંવત્સરી પરાવર્તન કર્યું હતું, એવા કોઈ ઉલ્લેખ કે આધાર આ. શ્રી. અભયશેખરસૂરિજી પાસે છે
ખરો ?
સૈદ્ધાંતિક સંવત્સરી પાંચમની હતી, તેના સ્થાને ચોથની કરી તે સામાચારી, પરંતુ તેમાં પ્રભુવચનનું અને પ્રભુના જ્ઞાનનું પ્રતિબિંબ હોવાના કારણે ચોથની સંવત્સરી સિદ્ધાંત બની જાય છે. અને તે પાંચમા આરાના અંત સુધી રહેશે.
૨૧
WWW.jainelibrary.org
Page #34
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રીએ પૃ.૮ ઉપર પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીને પણ પોતાની તરફેણમાં ઉભા કરવાનો (અદ્ભૂત = પાપમય) પ્રયત્ન કર્યો છે.
લેખક આચાર્યશ્રીને પોતે લખ્યા મુજબ એકબાજુ કુમારપાળ મહારાજે પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીનું નવાંગી ગુરુપુજન કરેલું તે માન્ય નથી. કારણ કે તે વાતો કથાવાર્તામાં આવે છે, એટલે સિદ્ધાંત તરીકે આગળ ન થાય. અને બીજી બાજુ કથાવાર્તામાં એ જ પૂ. કલિકાલસર્વજ્ઞશ્રીએ પુનમિયા ગચ્છ સામે મૂકેલો પ્રસ્તાવ યાદ કરી પોતાના એકતાના ગાનને વેગીલું કરવામાં ખૂબ રસ પડી ગયો છે. દષ્ટાંત એ સિદ્ધાંત નથી' એમ કહી નવાંગી ગુરૂપૂજનને ઉડાવવા મથનારા હવે દષ્ટાંતના આધારે જ પોતાનો માનેલો એકતાનો સિદ્ધાંત પુષ્ટ કરવા મથી રહ્યા છે, એ રમૂજી બાબત છે. વળી તે વિષયમાં કરેલી વાતો પણ હકીક્ત વિરુદ્ધ છે. કારણ કે જો પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીને પૂનમીયા ગચ્છ સાથે સમાધાન કરી એકતા જ સાધવી હતી.
તો પૂનમીયા ગચ્છ સાધુ ભગવંતોએ કરેલી પ્રતિષ્ઠા સ્વીકારી. તે શરત સામે શા માટે મૂકી ?
વળી ૫. કલિકાલ સર્વજ્ઞશ્રીએ પૂનમીયા ગચ્છ સામે શરત મૂકી તેનાથી સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે કે પૂ. કલિકાલસર્વજ્ઞશ્રી પુનમની પાખી કરવા તૈયાર જ નહોતા.
શરત મૂકવાથી વાત ટળી જવાની હતી. માટે શરત મૂકી. જો સમાધાન કરી એકતા જ કરવી હતી, તો શરત શા માટે મૂકી? - આચાર્યશ્રીએ પૃ. ૧૭ -૧૮ ઉપર પ્રઘોષના અર્થ માટે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં વાતને આડા પાડા ઉપર ચઢાવી છે. પ્રઘોષનો અર્થ અને તેની સત્યતા માટેની ચર્ચા પૂર્વે ઘણી થઈ ગઈ છે. સાચો અર્થ કયો, તે તેમના પૂર્વજો વારંવાર જણાવી ગયા છે. છતાં પ્રઘોષનો સાચો અર્થ બાતવવામાં આચાર્યશ્રી ખચકાટ અનુભવે છે. તે જ બતાવે છે કે હૃદયમાં શલ્ય છે, જ્યાં શલ્ય હોય ત્યાં ભાવસત્ય ક્યારે પણ ન હોય. આભાસિક
૨૨
Page #35
--------------------------------------------------------------------------
________________
ભાવ સત્યના ઓઠા નીચે જગતને પોતાની બદલાયેલી ખોટી માન્યતા તરફ યેન કેન પ્રકારે લઈ જવું છે.
મરીચિએ પણ કપિલના પ્રશ્નોનો સંદિગ્ધ જવાબ આપી સંસાર વધાર્યો હતો, તે તો યાદ જ હશે. કોઈક પૌદ્ગલિક ધ્યેય બંધાય ત્યારે સત્યથી આઘા થવાય છે. મરિચિને શિષ્યલોભ નડયો, તેથી સત્યનિરૂપણ કરી શક્યા નહિ. લેખકશ્રીને શું નડે છે ? તે આપણે જાણી શકતા નથી.
જ્યાં બેઠા ત્યાંની જ માન્યતાને પુષ્ટ કરવી તે અનાદિકાલીન અવળી ચાલ છે. શાસ્ત્ર પરિશીલન દ્વારા પ્રાપ્ત થયેલ નિર્મલબોધ જ તેમાંથી બહાર લાવે, અન્યથા શાસ્ત્ર જ શસ્ત્ર બને છે.
ભગવાનના દીકરી અને જમાલીના પત્ની સાધ્વીજીની સ્થિતિ આવી જ હતી. છેલ્લે સમ્યગ્દષ્ટિ ઠંક શ્રાવક મળ્યો, તો ભવિતવ્યતા સારી હોઈ, ફરી સન્માર્ગે આવ્યા. આચાર્યશ્રી પોતાની પુસ્તિકામાં પૃ. ૧૯ ઉપર લખે છે કે
“હવે બેતિથિપક્ષને બધાએ આ પ્રશ્ન ભારપૂર્વક પૂછવા ભલામણ કે બીજાઓ કરતાં આરાધના ભલે અલગ દિવસે કરવી પડે, પણ ઉદ્દયાત્ તિથિ પકડી રાખવી ..... ઉદ્દયાત્ તિથિ પકડી રાખવામાં જ કલ્યાણ છે.
આવી સૂચના જેના પરથી મળે એવી સૂચક વાતો તમે કેટલી દર્શાવશો ? (એકપણ વાત તેઓ દર્શાવી શકવાના નથી. કારણ કે શાસ્ત્રકારોને-પૂર્વાચાર્યોને બધા અલગઅલગ દિવસે આરાધના કરે એ માન્ય નથી.)''
આચાર્ય શ્રી અને જેણે જાણવાની જિજ્ઞાસા હોય તેમને ઉપરની વાતના ખુલાસા આપીએ છીએ, તે ધ્યાન દઈને વાંચવા ભલામણ.
પૂર્વે જણાવેલા (આ પુસ્તિકાના પૂ. નં. ૧૩ ઉપર ) શ્રાદ્ધવિધિ ગ્રંથના પાઠમાં ‘પ્રાતશ્ર્વ સ પ્રમાણં’ આ અંશ ઉપર દૃષ્ટિ કરી લેવી. તે ઉદયાત્ તિથિનો જ આગ્રહ રાખે
છે.
-
સેનપ્રશ્નકારશ્રી પ્રથમ ઉછાસમાં ‘મિ.’ વૃદ્ધસંપ્રદાયની ગાથાને રજૂ કરી ઔદયિક તિથિને જ આરાધવાનું સૂચન કરે છે. (તે પાઠ પાછળ પરિશિષ્ટમાં અર્થસહિત આપ્યો છે. જુઓ પૃ નં. ૫૮)
૨૩
Page #36
--------------------------------------------------------------------------
________________
- શ્રી તપોરત્ન મહોદધિમાં કહ્યું છે કે .......
तिथिजे तपसि श्रेष्ठ सूर्योदयगता तिथि:। तिथे: पाते व पूर्वस्मिन्नह्नि वृद्धौ व परत्र च॥२३॥ कार्यं तिथितपःकर्म प्राहेति भगवान् जिनः।
(પ્રકાશક : શ્રી કાંતિવિજયજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી ભક્તિવિજ્યજી. છપાવનાર - શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૭૧ વીર સં. ૨૪૪૧, આત્મ સં. ૨૦)
ભાવાર્થ : તિથિની મુખ્યતાવાળા તપમાં સૂર્યોદયવેળાની તિથિ લેવી શ્રેષ્ઠ છે. પણ જે તિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિ લેવી, અને તિથિની વૃદ્ધિ હોય તો (બેમાંથી) બીજી તિથિ લેવી. એ રીતે તિથિના પ્રાધાન્યવાળો તપ કરવો એમ ભગવાન શ્રી જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે. (તપ મહિમા, તપ વિધાન પૃ. ૧૫)
(અહીં સ્પષ્ટ રીતે ઉદયાત્ તિથિએ જ આરાધના કરવાની સૂચના છે. અને ‘ક્ષયે પૂર્વા.' પ્રઘોષનો અર્થ અમે કર્યો છે, તે પ્રમાણે જ છે.)
ધર્મસંગ્રહમાં પણ શ્રાદ્ધવિધિમાં જણાવેલી જ વાત જણાવી છે. - આ. ભ. શ્રી પદ્મસૂરિ મ. વિરચિત શ્રી વૈરાગ્યશતકમાં પૃ. ૫૦૭ ઉપર લખ્યું છે
તિથિના મુખ્યતાવાળા તપમાં સૂર્યોદયવેળાની તિથિ લેવી. તિથિનો ક્ષય હોય તો પહેલાની તિથિ લેવી અને તિથિની વૃદ્ધિ હોય તો એમાં બીજી તિથિ લેવી. આગળ આપેલા પરિશિષ્ટ - ર માં આપેલો ડહેલાવાળા પૂ. પં. રૂપવિજયજી મ. સા. નો પત્ર પણ ઉદયાત્ તિથિએ જ આરાધના કરવા સૂચન કરે છે (જુઓ પૃષ્ઠ નં.૪૬) આગળ પરિશિષ્ટ – ૧ માં પૂ. આ. ભ. સાગરાનંદસૂરિજી મ. ના સિદ્ધચક્ર અંકમાં પ્રગટ થયેલા તિથિવિષયક મંતવ્યોનો સમાવેશ કર્યો છે. તેમાં પણ આ જ વાત જોવા મળે છે. વિ. સં. ૧૯૯૨ માં પૂ. બાપજી મહારાજા આદિ મહાપુરૂષોએ ખોટી આચરણા છોડીને ઉદયાત્ તિથિની જ આચરણા કરવાનું ફરી ચાલું કર્યું. ખોટું ઘૂસી ગયેલું તેનો પ્રતિકાર કરી સત્યમાર્ગે આવ્યા હતા. આટલા દિવસ ખોટું કેમ કર્યું? તેને પ્રશ્નના જવાબમાં એ મહાપુરૂષે જણાવ્યું હતું કે ‘લુડું ખાધું તે ચોપડ્યાની
-----નાનાનાનાનાનાન્નાના
--
૨૪
Page #37
--------------------------------------------------------------------------
________________
આશાએ'. તે જ સુવિહિત પરંપરામાં થયેલા પૂ. આ. ભ. શ્રીદાનસૂરીશ્વરજી મ., પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. આદિ મહાપુરૂષોએ પણ ઉદયાત્ તિથિની આરાધના કરવા કરાવવા માટે જ પ્રયત્ન કર્યો હતો. તેઓશ્રીનાં લખાણો એ વાતની સાક્ષી પૂરે છે. મુનિશ્રી મહાબોધિ વિજયજી દ્વારા સંપાદિત વિવિધ પ્રશ્નોત્તર નૂતન આવૃત્તિ અને “સંભારણાં સૂરિ પ્રેમનાં ગ્રંથમાં આનાં સ્પષ્ટ પ્રમાણો મોજૂદ છે.
આ રીતે આ. શ્રી અભયશેખરસૂરિજીએ પોતાની પુસ્તિકામાં છ સૂચક વાતો જણાવી સત્યનિરપેક્ષ એકતાના ગુણગાન ગાયા છે. પરંતુ તે સૂચક વાતોનું અર્થઘટન હકીકત વિરુદ્ધ અને શાસ્ત્ર નિરપેક્ષ છે. કારણ કે ....
જૈન શાસનમાં શાસ્ત્રમતિ માન્ય છે. સ્વમતિ, પક્ષમતિ, બહુમતિ કે સર્વાનુમતિ
વળી યાદ રહે કે પૂ. આ. શ્રી કાલિકસૂરિજી મહારાજાએ સંવત્સરી ભાદરવા સુદ૫ ના બદલે સુદ-૪ ચોથ ના રોજ કરી તે પ્રભુવચનના અનુસંધાનપૂર્વક કરી હતી. સંવત્સરી ચોથે થતાં ત્રણ ચોમાસીની આરાધના જે પૂનમે થતી હતી તે પણ ચૌદસે ચાલું થઈ. એને કારણે ચૌદશે થતાં પખિનાં ત્રણ પ્રતિક્રમણ ઓછાં પણ થયાં. પૂ. શ્રી કાલિકસૂરિ મહારાજાએ કરેલો આ ફેરફાર જિનવચનસાપેક્ષ-શાસ્ત્રવચનસાપેક્ષ હતો, સાથે સાથે પાંચમા આરાના અંત સુધીના હતા. અર્થાત્ હવે પાંચમા આરાના અંત સુધી સંવત્સરી ચોથે, ચોમાસી – પખિ ચૌદસે જ થવાની. કારણકે ભગવાને જે ફેરફાર થવાનો હતો, તે માત્ર પૂ. શ્રીકાલિક સૂરિ મ. ના હાથે થવાનો છે, તેમ કહીને ગયા છે. આથી હવે કોઈ તેમાં ફેરફાર કરી શકે નહિ. માટે જ પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજાએ (પ્રવચન પરીક્ષામાં) લખ્યું છે કે હવે પછી પાંચમા આરાના અંત સુધી તીર્થ ચોથમાં રહેશે, પાંચમમાં નહિ. (આ વિષયમાં વિશેષ પરિશિષ્ટ-૧૦ માં જેવું)
વળી અન્યત્ર લખ્યું છે કે પાંચમનો જિનકલ્પની જેમ વિચ્છેદ થયો છે. તેથી હવે પછી કાયમ માટે સંવત્સરી ભાદરવા સુદ-૪ ના કરવાની રહેશે તથા પ્રવચન પરીક્ષામાં કહ્યું છે કે પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીમાં જ નિયત થયેલું છે. અને તેથી જ પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીએ પૂનમીયા ગચ્છ સામે તેના માટે અશક્ય શરત મૂકી પૂનમની પકિખ કરવાની વાત ઉડાડી દીધી હતી.
અંતે યાદ રહે કે ભગવાને બતાવેલી મૈત્રીભાવનામાં સર્વ જીવોના હિતની ભાવના
૨૫
Page #38
--------------------------------------------------------------------------
________________
કરવાની કહી છે. જીવોનું આત્યંતિક હિત ભગવાનની આજ્ઞાના પાલનમાં છે - પાપથી નિવૃત્ત થવામાં છે. વળી ભગવાને બતાવેલી મૈત્રી ભાવનાનો વિષય જગતના સર્વજીવો છે, એમાથી કોઈપણ પક્ષ બાકાત ન રહે.
આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીએ પૃ. ૨૮ ઉપર સંઘના નુકશાનને જણાવ્યું છે, તે શાસ્ત્રીય શૈલીએ તિથિ આરાધવાના કારણે નહિ, પણ અશાસ્ત્રીય શૈલીએ તિથિદિન નક્કી કરવાના અને તે મુજબ આરાધના કરવાના આગ્રહને કારણે અને અનેક અન્ય વિષયોમાં માનાદિ કષાયોના કારણે થઈ રહ્યું છે. આથી એ વિચારવું જરૂરી છે કે એકતા શાસ્ત્રીય સત્યના ભોગે કરી શકાય ? સત્યના ભોગે એકતા કરી હોય અને તેને માન્યતા મળી હોય, તેવું એકપણ ઉદાહરણ આપી શકશો ? એકતા ક્યારે તૂટી ? કેમ તૂટી ? સત્યના આગ્રહમાંથી એકતા તૂટી ? આપણા મહાપુરુષોએ એકતાને મહત્ત્વ આપ્યું હતું કે સત્યને મહત્ત્વ આપ્યું હતું ? આ બધી વાતોના જવાબ આપવા જોઈએ
છેલ્લે એટલું જ જણાવવાનું કે સંઘ એક દિવસે આરાધના કરે તેમાં કલ્યાણ ત્યારે જ થાય, કે જ્યારે શાસ્ત્રસાપેક્ષ આરાધના દિન હોય !
આ વર્ષે સંવત્સરીનો શાસ્ત્રસાપેક્ષ આરાધના દિન ભા. સુદ-૪, બુધવાર તા. ૭/૯/૨૦૦૫ ના રોજ છે.
વિશેષમાં
આચાર્ય શ્રી પૃ. ૨૧ ઉપર લખે છે કે
‘‘બાકી વાસ્તવિકતા એ છે કે ઘણા બધા સંવિગ્નગીતાર્થો ભેગા થઈને જે આચરણા શરૂ કરે – પ્રવર્તાવે એ ખુદ જ જિનાજ્ઞા છે.’” એવું ‘આયરળા વિ હૈં આત્તિ' વગેરે શાસ્ત્રવચનો જણાવે છે’’
,,
****....
આચાર્યશ્રીની ઉપરોક્ત વાત અર્ધસત્ય છે, પણ પૂર્ણસત્ય નથી, કારણ કે આ માટે તેમણે ઘણા પ્રશ્નોના જવાબ આપવાના બાકી રહે છે.
૧) આચાર્ય ભગવંતો જે આચરણા ચાલુ કરે, તેમાં શાસ્ત્રસાપેક્ષતા હોય કે નહિ ! આચાર્ય ભગવંતો જે કરે, તે જીતવ્યવહારરૂપ બને કે નહિ ?
૨) પ્રવર્તાવેલી આચરણા શાસ્ત્રથી બાધિત તો ન જ હોય ને ?
૩) શાસ્ત્રથી બાધિત આચરણા પ્રવર્તાવવામાં સંવિગ્નતા અને ગીતાર્થતા ટકે ખરી ? ૪) જેમાં સીધું શાસ્ત્રવચન મળતું હોય, તેમાં સંવિગ્ન – ગીતાર્થો ફેરફાર કરે ખરા ?
૨૬
Page #39
--------------------------------------------------------------------------
________________
૫) જેમાં સીધું શાસ્ત્રવચન મળતું ન હોય, તેવી પ્રવૃત્તિમાં પણ શાસ્ત્રસાપેક્ષતા
જીવંત રહે અને યુક્તિથી શાસ્ત્રસાપેક્ષતા સિદ્ધ કરી શકાય એવી આચરણા જ
સંવિગ્ન અને ગીતાર્થો પ્રવર્તાવે ને? ૬) અસંવિગ્નોએ પ્રવર્તાવેલી શાસ્ત્રનિરપેક્ષ આચરણાને સંવિગ્ન - ગીતાર્થો માન્ય
કરે ખરા ? અસંવિગ્ન યતિઓ દ્વારા પ્રવર્તાવેલી શાસ્ત્ર નિરપેક્ષ તિથિની હેરાફેરી = તિથિની આચરણાને સંવિગ્ન – ગીતાર્થો શાસ્ત્રાજ્ઞા માની શકે ખરા ? તે જ યતિઓ દ્વારા ક્રિયાઓમાં શિથીલતા કરાઈ હતી. તેવા સમયે પૂ. પં. સત્યવિજયજી મહારાજા આદિ એ ક્રિયોદ્ધાર કરી શિથિલતાને દૂર કરી. અને તે સૌ કોઈને માન્ય બની. તો તિથિના વિષયમાં પણ યતિઓના કાળમાં શાસ્ત્રમર્યાદાને નેવે મૂકી થયેલી હેરાફેરીને સુધારી અસત્યનો ત્યાગ કરી સત્યનો આદર કરવામાં શું તકલીફ છે?
અશઠ, સંવિગ્ન, ઘણા ગીતાર્થોને માન્ય અને શાસ્ત્રથી અનિષિદ્ધ એવી આચરણા જ શાસ્ત્રાજ્ઞા છે. તેનાથી વિપરીત તો અંધપરંપરા છે.
સંવત્સરી પાંચમના બદલે ચોથે થઈ, તે સામાચારી. પણ સંવત્સરી ઉદયાત્ ચોથની જ કરવાની તે તો સિદ્ધાંત છે. તે યાદ રાખવાની જરૂર છે. - આચાર્યશ્રી પૃ. ૨૮ ઉપર લખે છે કે ....... “આ મેં એક સમાધાન સૂચવ્યું છે. શ્રીસંઘને અન્ય કોઈ સમાધાન યોગ્ય લાગે તો એ પણ અપનાવી શકાય છે. પણ એકતા થાય એ ખૂબ ઈચ્છનીય છે.”
આની સામે એટલું જ કહેવાનું કે સાચી અને ટકાઉ એકતા શાસ્ત્રના પાયા ઉપર ઉભી હોય તો જ બને છે. અને તિથિના વિષયમાં શાસ્ત્રસાપેક્ષ સત્ય બેતિથિપક્ષમાં છે. તો એવા અવસરે સૌ કોઈ બેતિથિપક્ષની સત્યમાન્યતા પ્રમાણેની બુધવારની ઉદયાત્ ચોથને સ્વીકારી લે - એવી સમાધાનની ફોર્મ્યુલા સ્વીકારવા નમ્ર વિનંતી છે. બાકી સત્યપક્ષને સત્ય છોડવાનું કહેવું અને અસત્ય પકડી રાખવું તે લેશમાત્ર ઉચિત નથી.
વળી ઉદયાત્ ચોથે બુધવારની ઉદયાત્ ચોથે સંવત્સરી કરવાથી ........ - સાચી આરાધના થશે. - આપણા મહાપુરુષોના વચનના દ્રોહનું પાપ પણ નહિ લાગે.
૨૭
WWW.jainelibrary.org
Page #40
--------------------------------------------------------------------------
________________
જુના
શાસ્ત્રસાપેક્ષ આરાધના કર્યાનો લખલૂટ આનંદ મળશે.
– શાસ્ત્રસાપેક્ષ એકતા સધાશે.
સંઘ એક દિવસે આરાધના કરશે.
વર્ષો
સંઘર્ષનો અંત આવશે.
-
સત્યના પક્ષકાર એવા પૂર્વ મહાપુરુષોની હરોળમાં ઉભા રહેવાની તક મળશે.
- સંઘની સાચી એકતા થવાથી એકતાના અસંખ્ય લાભો પ્રાપ્ત થશે.
આટલા બધા આત્મિક લાભોને જોઈ, સૌ કોઈ અમારી ફોર્મ્યુલાને સ્વીકારશે, તો સૌનું આત્મહિત થશે જ, એમાં શંકા રાખવાને કોઈ કારણ રહેતું નથી. અંતે આ. શ્રી અભયશેખરસૂરિજી મ. નીચેના પ્રશ્નોના ઉત્તરો શાસ્ત્રાધારે આપશે, એવી અપેક્ષા રાખું છું.
૧) શ્રાદ્ધવિધિકાર લૌકિક ટિપ્પણાને પ્રમાણભૂત માને છે, તે તમને માન્ય છે કે નહિ ?
૨) જૈન ટિપ્પણાનો પુનઃ ઉદ્ધાર કરવાની વાત હજારથીય વધુ વર્ષોમાં સમર્થ જ્ઞાનીઓએ કરી નથી, તેથી વિચ્છિન્ન થયેલા તે જૈન ટીપ્પણાને વારે ઘડી લોકોને ભોળવવા ઉધા માર્ગે ચઢાવવા યાદ કરવું – કરાવવું ઉચિત છે ?
-
૩) પૂ. વાચકપ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ પ્રઘોષમાં ‘વૃદ્ધો જાર્યા તથોત્તરા' પદ મૂક્યું, તેનાથી એ ફલિત નથી થતું કે તિથિની વૃદ્ધિ થવી, જૈન શાસનને અમાન્ય નથી ? અને તેઓશ્રીના સમયે પણ લૌકિક ટિપ્પણું જૈન સંઘમાં પ્રચલિત હતું ?
૪) પૂ. ઉમાસ્વાતિજી મ. ના સમયમાં પણ જૈનસંઘે અપનાવેલ પંચાંગમાં પર્યાપતિથિની ક્ષય-વૃદ્ધિ થતી હશે, ત્યારે જ તો પૂ. ઉમાસ્વાતિજી મહારાજાએ અપવાદસૂત્રરૂપ ‘ક્ષયે પૂર્વા.’ અને ‘વૃદ્ધૌ ઉત્તરા' પ્રઘોષ આપ્યો હશે ને ?
૫) જૈનશાસ્ત્ર પ્રમાણે ક્યારેય, કોઈપણ રીતે તિથિની વૃદ્ધિ થતી જ નથી અગર તો જૈનશાસન તિથિવૃદ્ધિને માનતું નથી, આવું તમે ક્યા ગ્રંથના આધારે કહો છો ?
૬) શું જૈનશાસ્ત્ર પ્રમાણે તિથિની વૃદ્ધિ થતી નથી કે તિથિની વૃદ્ધિ કઈ રીતે થાય છે, તેનું ગણિત આજે ઉપલબ્ધ જૈનશાસ્ત્રમાં મળતું નથી ?
૭) જ્યારે આપણા પૂર્વ મહાપુરુષોએ લૌકિક ટીપ્પણાનો સ્વીકાર કર્યો હશે, ત્યારે તેઓશ્રીઓને પણ આ લૌકિક ટિપ્પણું જૈનશાસ્ત્રાનુસાર નથી, એવો ખ્યાલ હશે
૨૮
Page #41
--------------------------------------------------------------------------
________________
જ ને ? અને છતાં પણ લૌકિક ટીપ્પણું સ્વીકાર્યું છે, તો પછી લૌ. ટી. સામે પ્રશ્નાર્થ ઉભો કરવો તે સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ જેવા આગમોની ટીકા લખનારા અને લોકપ્રકાશની રચના કરનારા સમર્થ મહાપુરૂષો, તેમજ પૂ. કાલિકાલ સર્વજ્ઞશ્રી તથા પૂ. યશોવિજયજી વાચકપ્રવરશ્રી જેવા સમર્થ મહાપુરૂષોએ પણ સ્વયં નવું ટીપ્પણું બનાવવાનો વિચાર શુદ્ધાં પણ ન કર્યો. કારણકે તે શક્ય જ ન હતું. છતાં એવી અશક્ય વસ્તુને શક્ય કરી બતાવવાનો ખોટો દાવો કરવો, તે પૂર્વના ગીતાર્થ મહાપુરૂષોની અવજ્ઞા નથી ?
૮) પૂ. કાલિક સૂરિજી મહારાજાએ સંવત્સરી પાંચમના બદલે ચોથની પ્રવર્તવી હતી, તે ભગવાનના વચન અનુસારે પ્રવર્તાવી હતી કે એકતા માટે પ્રવર્તાવી હતી ? જો એકતા માટે પ્રવર્તાવી હતી, તો છઠ્ઠના દિવસે સંવત્સરી રાખવાથી પણ એકતા તો સધાતી જ હતી, અને ભવિષ્યમાં પાંચમ તથા ત્રણેય ચોમાસી અખંડ રહેતી હતી, તેમ છતાં તેઓશ્રીએ છઠ્ઠ કેમ ન રાખી ? અને ચોથ જ કેમ કરી ? છઠ્ઠ કરવામાં ભગવાનના વચનની સાપેક્ષાતા નહોતી, માટે જ ને ? અને પૂ. કાલિક સૂરિજી મહારાજાએ પ્રવર્તાવેલી ચોથની સંવત્સરી પાંચમા આરાના અંતસુધી રહેવાની જ ને ? તો પછી તે સિદ્ધાંત બન્યો કે નહિ ? વળી એ એકતા કે અનેકતા જૈનોના ક્યા પક્ષમાં હતી – થવાની હતી થઈ ? કે પછી અજૈનો જોડે એકતા થઈ ?
જ
૯) ‘ક્ષયે પૂર્વા.’ પ્રઘોષનો અર્થ તમે શું માનો છો ?
૧૦) ‘ક્ષયે પૂર્વાં.’ પ્રઘોષ માત્ર ક્ષય-વૃદ્ધિ પામેલી પર્વતિથિ માટે જ છે કે પર્યાપર્વ તમામ તિથિઓ માટે છે ? તમે તે નિયમ બધી તિથિઓ માટે લગાડો છો કે નહિ ?
૧૧) પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય કે નહિ ?
૧૨) ભાદરવા સુદ-૫ ની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ તથા પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ ક્યા શાસ્ત્રના આધારે માનો છો ?
૧૩) ૧૫-૧૬ માં સૈકામાં થયેલા શાસ્ત્રકાર પરમર્ષિઓ ચૌદસ આદિ તિથિઓની વૃદ્ધિ સ્વીકારી, બીજી ચૌદસમાં પાક્ષિક કૃત્ય કરવાનું ફરમાવતા હોય, તો તેઓશ્રીની પછી થયેલા પૂ. આ. ભ. શ્રી દેવસૂરિમહારાજ ચૌદસની વૃદ્ધિનો નિષેધ કરે ખરા ? અને કરે તો કેમ કરે ?
૨૯
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૪) ૧૫-૧૬ માં સૈકામાં થયેલા શાસ્ત્રકાર પરમર્ષિઓ પૂનમની વૃદ્ધિ માન્ય રાખી,
બીજી પૂનમે આરાધના કરવાનું ફરમાવતા હોય, ત્યારે તે જ પાટપરંપરામાં થયેલા પૂ. આ. ભ. શ્રી દેવસૂરિ મહારાજ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું કહે
ખરા? આવી સ્થિતિમાં પૂ. દેવસૂરિ મ. ના નામે વાત કરનારા સાચા કે ખોટા ? ૧૫) એકતા માટે ઉદયાત્ તિથિને ગૌણ કરવાની વાત ક્યા ગ્રંથમાં છે? એમાંય ઉદયાત્
સંવત્સરી' મહાપર્વતિથિને ગૌણ કરવાની વાત ક્યા ગ્રંથમાં છે ? ૧૬) અસત્યથી સત્ય તરફ લઈ જનારું વચન ભાવથી સત્ય કહેવાય કે સત્યથી અસત્ય
તરફ લઈ જતું વચન ભાવથી સત્ય કહેવાય ? ભાવ સત્યની વ્યાખ્યા શાસ્ત્ર
પ્રમાણે શું છે ? ૧૭) આપણા આજ સુધી થયેલા મહાપુરૂષોએ એકતાને મહાન માનેલી કે શાસ્ત્રસાપેક્ષ
સત્યને ? ૧૮) પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરિ મ. ની તિથિ અંગે શું માન્યતા હતી? ૧૯) ભગવાનના (દીકરી) સાધ્વી મ. જમાલિનો મત છોડ્યો તે વ્યાજબી કર્યું કે
ગેરવ્યાજબી કર્યું? તેમાં નિમિત્ત બનેલો કુંભાર અભિનંદન પાત્ર ખરો કે નહિં? ૨૦) આપણા મહાપુરુષોએ શાસ્ત્રીય સત્યને જીવંત રાખવા વાદ-સંઘર્ષો કર્યા છે કે
નહિ? તે ઉચિત હતું કે અનુચિત ? તેઓશ્રી આરાધક કે વિરાધક ? આજે તમે
પણ તમારી માન્યતાથી વિરૂદ્ધ જતી વાતો માટે યાદ કરી છે કે નહિ ? ૨૧) મુ. બાલચંદ્ર અને પૂ. આ. ભ. શ્રી વિ. રામચંદ્રસૂરિ મ. વચ્ચે થયેલો સંઘર્ષ તિથિ
અંગેનો હતો કે બીજો ? ૨૨) પૂ. ભદ્રબાહુસ્વામિજીએ વરાહમિહિ સાથે કરેલો વાદ યોગ્ય હતો કે અયોગ્ય? ૨૩) પૂ. પૂર્વાચાર્યોએ કરેલા વિવાદો – સંઘર્ષોથી સંઘમાં ઘણા ભાગલા પડ્યા. નવા
નવા મતો ચાલ્યા. તો પૂર્વાચાર્યોએ સંઘની એકતા તોડી કે એ જ સાચી એકતા
હતી ? ૨૪) આપણા મહાપુરૂષોએ સ્થાનકવાસ, દિગંબરો સાથે કરેલા સંઘર્ષો અયોગ્ય તો
નહોતા ને ? ૨૫) “ઉદયશ્મિ .....” શ્લોકના ઉત્તરાર્ધમાં સૂચિત આજ્ઞાભંગાદિ દોષો કોને લાગે ?
‘ઇઅરીએ કીરમાણીએ' નો અર્થ શું?
૩૦
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬) ઉદયાત્ તિથિ મળતી હોવા છતાં, છોડીને અનુદયાત્ કરે તેને જ આજ્ઞાભંગાદિ દોષો લાગે ને ?
૨૭) સમ્મતિતર્કની ટીકામાં જ્ઞાનની સ્વતઃ પ્રમાણતા સિદ્ધ કરવા અને મીમાંસકની તદ્ વિષયક માન્યતાને ખોટી ઠેરવવા, અન્ય એવા બૌદ્ધદર્શનની યુક્તિનો (ટીકાકારશ્રીએ ‘અન્યમાં પણ સારું છે, તે આપણા આગમના અંશો જ છે' – આવો ખુલાસો કરી બૌદ્ધદર્શનની યુક્તિનો) આશરો લીધો છે, તે તો યાદ જ હશે ને ?
આટલા પ્રશ્નોના જવાબો શાસ્ત્રાધારે આચાર્યશ્રી આપી ભવ્યાત્માઓને સન્માર્ગ ચીંધશે, એવી આશા રાખીએ છીએ.
૩૧
Page #44
--------------------------------------------------------------------------
________________
વિભાગ ૨ ૨૭ પૃષ્ઠીય નનામી તિથિવિવાદ અને સરળ સમજણ” હેડીંગવાળી
પત્રિકાની સમાલોચના
આમ તો વિભાગ-૧માં કરેલી વિચારણા અને સમાલોચનાથી ર૭ પેજની પત્રિકાનો જવાબ આવી જ જાય છે. છતાં પણ થોડી વિચારણા કરી લઈએ. (૧) પૃષ્ઠ ૨૩ ઉપર કેટલીક પ્રશ્નોત્તરી આપી છે; તેમાં પ્રશ્નના ઉત્તરમાં તદ્ન અસત્ય
વાતની રજૂઆત કરી છે. પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરિશ્વરજી મહારાજાની તિથિ અંગે શું માન્યતા હતી તે સૌ કોઈ સુપેરે જાણે છે. ૨૦૨૦ નો પટ્ટક શા માટે કરવો પડ્યો, તેનો ઈતિહાસ પણ સૌ જાણે છે. તે પટ્ટકમાં લખેલા “ગુરુ-અભિયોગ’ અને ‘અપવાદિકઆચરણા” આ બે પદો ઉપર દષ્ટિ કરવામાં આવશે, તો પૂ આ. ભ. શ્રી. વિ. પ્રેમસૂરિ મ. સા. ની શું માન્યતા હતી, તે જાણવા મળશે. (તેઓશ્રીમી તિથિ
અંગેની માન્યતા પરિશિષ્ટ-૧૨માં જોવી) (૨) વિભાગ-૭, પૃ. ૧૮ ઉપર એક તિથિની માન્યતાની પૃષ્ટિ માટે શાસ્ત્રપાઠો આપ્યા
છે. તેના વિષયમાં એટલું જ જણાવાનું છે કે ... અ) પાક્ષિક વિચાર પ્રત સં. ૧૭૯ર ની છે, એવું મનાવાયી રહ્યું છે. તેમાં તેના
કર્તા કોણ છે? તે આજ સુધી જાણી શકાયું નથી. તેમાં જે ચૌદસ-પૂનમઅમાસની ક્ષય-વૃદ્ધિ વખતે અને ભાદરવા સુદ-પાંચમની ક્ષય-વૃદ્ધિ માટે વ્યવસ્થા બતાવી છે, તે ૧૪-૧૫-૧૬ માં સૈકામાં થયેલા સમર્થ શાસ્ત્રકાર
પરમર્ષિઓ કરતાં તદ્દન વિપરીત બતાવી છે. તેથી જ પ્રમાણભૂત નથી. બ) લવાદી ચર્ચામાં પૂ. આ. ભ. શ્રી દેવસૂરિ મહારાજાનો મતપત્રક મૂકવામાં
આવેલો તેને લવાદશ્રીએ અપ્રમાણભૂત સિદ્ધ કરેલો જ છે. અને તે પૂ. આ. ભ. શ્રી દેવસૂરિ મ. નો નથી, તે પણ સિદ્ધ કરી આપ્યું છે. લવાદી ચર્ચા સમયે આ કહેવાતા મતપત્રકની મૂળનકલ પણ લવાદ સમક્ષ એ પક્ષ મૂકી શક્યો ન હતો.
૩૨
Page #45
--------------------------------------------------------------------------
________________
ક) એક તિથિપક્ષના તે કહેવાતા શાસ્ત્રપાઠોમાં તપાગચ્છના સર્વમાન્ય પ્રામાણિક
આચાર્યોએ પોતાના ગ્રંથોમાં જણાવેલા ઉદયમ્મિ જો' શાસ્ત્રનિયમનો અને ‘ક્ષયે પૂર્વા.' પ્રઘોષના વચનનો સ્પષ્ટરીતે ભંગ થયેલો દેખાય છે, તો તે
કેવી રીતે માન્ય કરી શકાય ? ડ) પૂર્વના મહાપુરુષો પૂર્ણિમાની વૃદ્ધિએ બીજી પૂનમે આરાધના કરવાનું કહેતા
હોય, ત્યારે તેમની જ પાટ પરંપરામાં થયેલા આ. દેવસૂરિ મ. પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું કહે ખરા? અને પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવા કોઈ આધાર તો આપવો જોઈએ ને ? તે આધાર વિના કઈ રીતે
પ્રમાણભૂત માની શકાય? ઈ) બે તિથિપક્ષની માન્યતાને પુષ્ટ કરતા શ્રાદ્ધવિધિ, પર્યુષણા સ્થિતિ વિચાર,
શ્રી હરિપ્રશ્નોત્તરાણિ, શ્રીસેનપ્રશ્ન, તત્ત્વ તરંગિણી, કલ્પસૂત્રની ટીકાઓ, શ્રીપાક્ષિક પર્વસાર વિચાર, ધર્મસંગ્રહ, આ ગ્રંથો છે. (તેના પાઠો આ પુસ્તિકાના પૃ. નં ૪૭ ઉપર પરિશિષ્ટ-૩ માં અર્થસહિત આપ્યા છે.) તે શાસ્ત્રો ૧૫-૧૬-૧૭ સૈકામાં રચાયેલા છે. તેમાં તિથિની ક્ષય-વૃદ્ધિમાં જે
વ્યવસ્થા બતાવી છે. તેનાથી વિપરીત વ્યવસ્થા ૧૭૯૨ ની સાલની કહેવાતી ‘પાક્ષિક વિચાર” પ્રતમાં છે. તો તે કેવી રીતે માન્ય બને? શ્રાદ્ધવિધિકાર આદિએ પોતાની તિથિ વિષયક માન્યતા માટે કારણો આપ્યા છે, સાક્ષીપાઠો આપ્યા છે. જ્યારે પાક્ષિક વિચાર’ પ્રતમાં પોતાની માન્યતા માટે કોઈ કારણો કે સાક્ષીપાઠો આપ્યા નથી. તેથી પણ સિદ્ધ થાય છે કે તે પાઠો
આધાર વિનાના હોવાથી અપ્રમાણિત છે. (૩) વિભાગ -૮, પૃ. ૧૯-૨૦ ઉપર હરિપ્રશ્નોત્તરના પાઠની સમીક્ષા કરી પત્રિકાકારે
અકબર પ્રતિબોધક પૂ. આ. ભ. શ્રી હીરસૂરિ મહારાજાના તપ અંગેના ઉત્તરની વિચિત્ર સમીક્ષા કરી આશતના કરી છે. તે અંગેના ખુલાસો અમારા પાછળ આપેલા ૧ થી ૪ પરિશિષ્ટોમાંથી મળી જશે. પૂ. ઝવેરસાગરજી મ. નું હેન્ડબીલ તથા પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિ મ. ના સિદ્ધચક્ર માસિકના અંશો જ જવાબ
આપશે. (પરિશિષ્ટ-૧ અને ૪ જેવા ભલામણ.) (૪) પૃ. ૨૩ ઉપર પત્રિકાકારે વર્તમાનકાલીન તમામ વિવાદો માટે આડેધડ ચર્ચા કરી
૩૩
Page #46
--------------------------------------------------------------------------
________________
નાહકનો ફલેશ કર્યો છે. તેઓ પ્રશ્ન-૪ ના ઉત્તરમાં લખે છે કે.... “ભગવાન અને સર્વ સાધુઓ સર્વજીવોના કલ્યાણની જ વાતો કરતા હતા, જ્યારે જમાલી મુનિ અને પ્રિયદર્શના સાધ્વી ‘ક્રિયમાં વૃત' નો જ મુદ્દો લઈને સત્ય શું? તે બધે સમજાવતા ફરતા હતા. એમ આ કાળમાં તિથિ, સંતિક, નવાંગી વગેરે મુદ્દાઓ લઈને પણ ફરનારા છે. તેઓ કહે તેમ જેઓ સ્વીકારે તેઓમાં જ તેમને સાચા સમકિતિના દર્શન થાય છે.” અહીં પત્રિકાકારને યાદ રાખવાની જરૂર છે કે ..... - ભગવાને લોકોના હિતનો વિચાર કરીને જ જમાલીને સંઘ બહાર કર્યા હતા.
સુદર્શના સાધ્વી સંઘ બહાર હતા, ત્યારે જ કુંભારને ભગવાનની સત્ય વાત સમજાવીને સા. ને પાછા સત્યમાર્ગે લાવવાની જરૂર પડી હતી.
ભગવાને ગોશાલાના મતનું પણ જાહેરમાં ખડન કર્યું જ હતું. - તમે લોકો પૂર્વે પખિ પ્રતિક્રમણ બાદ સંતિકર શા માટે નહોતા બોલતા ?
તે જગતને જવાબ આપશો ને ? પૂ. જગદગુરૂ આ. ભ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રી. સેન સૂ. મ, પૂ. આ. શ્રી. દેવસૂરિ મ, પૂ. આ. સિંહસૂરિ મ. આદિનું તેમજ પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મ., પૂ. આ. શ્રી યશોદેવસૂરિ મ., પૂ. આ. શ્રી કલાપૂર્ણ સૂરિમ. તેમજ પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. નું ઠેરઠેર નવાંગી ગુરૂપૂજન થયેલું, તે વિહિત હતું કે નહિ, એટલું જ માત્ર જાહેર કરો ? કે પછી પક્ષ બદલ્યો કે કર્યું-કરાવ્યું ધૂળ એ ન્યાય છે? બહેનોને ગોચરી વહોરાવતી વખતે પણ નજીક આવવાનું બનતું જ હોય છે. અને ત્યારે તો પ્રાયઃ કરીને બહેનો એકલી જ ઘરમાં હોય છે, તો તે વખતે કોઈ આપત્તિ દેખાતી નથી. તેમજ વાસક્ષેપ નખાવતી વખતે અને રાજસ્થાનમાં સામૈયા વખતે માથે બેડું લઈને ગુરુને પ્રદક્ષિણા આપ્યા બાદ નીચા નમીને માથે રાખેલ તે બેડામાં ગુરુ પાસે વાસક્ષેપ નખાવે છે અને ત્યારે નવાંગી પૂજનનો વિરોધ કરનારા તે બેડામાં વાસક્ષેપ અને નવકારવાળી નાખે જ છે. તેમાં તેમને નવાવાડ, અવગ્રહ કે એવા કોઈ મુદ્દા યાદ આવતા
૩૪
Page #47
--------------------------------------------------------------------------
________________
નથી અને શાસ્ત્રવિહિત નવાંગી ગુરૂપૂજનની પ્રવૃત્તિમાં આપત્તિ દેખાય છે, તે માત્ર કદાગ્રહ નથી તો શું છે ? આવી બેધારી નીતિ અપનાવવામાં ચોક્કસ વ્યક્તિ કે વર્ગના વિરોધની ભાવના સિવાય બીજો કયો નિર્મલભાવ
છે ?
પૃ. ૨૪ ઉપર પ્રશ્નના ઉત્તરમાં ‘સંસારસુખ માટે ધર્મ થાય કે ન થાય ?’ આ વિષયને છેડ્યો છે. આ વિષયમાં વિશાળ ફલક ઉપર ચર્ચા થઈ ચૂકી છે. યોગદ્રષ્ટિસમુચ્ચયમાં સ્પષ્ટ કહ્યું છે કે સંસારસુખની નિઃસ્પૃહતા વિના શ્રીજિનેશ્વર પ્રત્યેની મન-વચન-કાયાની ભક્તિ સંશુદ્ધ બનતી નથી. આલોક-પરલોકના સુખોની માગણી કરવાથી ભગવાનની ભક્તિ અસંશુદ્ધ મેલી બને છે, તેવી ભક્તિની યોગમાર્ગમાં કોઈ કિંમત નથી. સુષુ િ વહુના ?
=
(૫) ૨૭ પેજની પત્રિકાના લેખકે વિભાગ - ૧, પૃ. ૧-૨ ઉપર જૈનશાસ્ત્ર પ્રમાણેની વાતો કરી, માત્ર સત્ય હકીકત ઉપર પડદો પાડવાની કોશીસ સિવાય બીજું કશું જ કર્યું નથી.
પૃ. ૩ ઉપર જે જન્મભૂમિ પંચાંગની વાત કરી છે, તે જન્મભૂમિ પંચાંગ અંગેનો ખુલાસો પૂર્વે કરેલો જ છે. (જુઓ આ પુસ્તકના પેજ નં. ૧૨ ઉપર)
વિભાગ -૨, પૃ ૪-૫-૬ ઉપર ‘ઉમ્મિ....’ અને ‘ક્ષયે પૂર્વાં.’ શાસ્ત્રવચનોના અર્થઘટનમાં માત્ર વિતંડાવાદ કર્યો છે. તે શું દર્શાવવું જરૂરી છે ? તે તો અમારા પૂર્વેના લખાણ તથા પરિશિષ્ટ-૪માં આપેલા શાસ્ત્રપાઠો ઉપરથી સમજી શકાશે.
?
વિભાગ-૪-૫, પૃ. ૧૦-૧૧-૧૨-૧૩ ઉપર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વખતે કરેલી વિચારણા તદ્દન શાસ્ત્રનિરપેક્ષ છે. તે પણ અમારા પૂર્વેના લખાણ તથા પરિશિષ્ટ-૪ ઉપર નજર કરવાથી સમજી શકાશે.
વિભાગ-૬, પૃ. ૧૫-૧૬-૧૭ ઉપર વિચ્છેદ પામેલા જૈનટિપ્પણાની વારંવાર વાત કરી લૌકિક ટીપ્પણાને સ્વીકારનારા પૂર્વના સંવિજ્ઞ, ભવભીરૂં, પરમગીતાર્થ મહાપુરુષોની આશતના કરી છે.
વિભાગ-૭, પૃ. ૧૮ ઉપર એક તિથિની માન્યતાને પૃષ્ટ કરનારા જે સંસ્કૃતપાઠો
૩૫
Page #48
--------------------------------------------------------------------------
________________
રજુ કરાયા છે, તે શાસ્ત્રપાઠો નથી પણ અપ્રમાણિત પાઠો છે, તેવું જાહેર થઈ ગયેલું
જ છે.
વિભાગ-૮, પૃ. ૧૯-૨૦-૨૧ ઉપર બે તિથિપક્ષ દ્વારા રજૂ કરાયેલ હીરપ્રશ્નત્તરનો પાઠ છે, તેની ખોટી સમીક્ષા કરી છે.
બે તિથિપક્ષની માન્યતાની સૃષ્ટિ કરતા શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના પાઠો નહિ આપી, પોતાની અતટસ્થતા કદાગ્રહપ્રચૂરતા પ્રદર્શિત કરી છે.
=
સકલસંઘમાન્ય શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથના પાઠો સીધી બેતિથિપક્ષની માન્યતાની પુષ્ટિ કરે છે, તેથી તેની ઉપર સમીક્ષા થઈ શકે તેમ જ નથી. અને તેથી જ તે પાઠોને બાજુ ઉપર રાખી સ્વમતની પૃષ્ટિ કરવાનું જે કામ કર્યું છે, તેમાં સ્યાદ્વાદના દર્શન થતા નથી, પરંતુ પક્ષવાદ, સ્વાર્થવાદને પોષતા અનેકાંતાભાસના જ દર્શન થાય છે.
જ
આમ ૨૭ પેજની પત્રિકાના પત્રિકાકારે માત્ર વિંતડાવાદ કરી સત્યને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે, જે ભવ્યાત્માઓ એમના લખાણને અને અમારા આ ઉત્તરને મધ્યસ્થભાવે પરીક્ષક દ્રષ્ટિએ વાંચશે, તેઓ ૨૭ પેજની પત્રિકાના લેખકની માયાજાળમાં નહિ ફસાય એવો અમને પૂરો વિશ્વાસ છે.
૩૬
Page #49
--------------------------------------------------------------------------
________________
વિભાણ 3
‘પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરિ મ. નું વિશિષ્ટ ચિંતન' નામના હેડીંગવાળી પત્રિકાના પ્રકાશને પોતાના કાલ્પનિક ચિંતન દ્વારા જૈન
શાસનમાં ઉભી કરેલી ચિંતા કેટલાક સમયથી સત્યપક્ષનો ત્યાગ કરી અસત્યમાર્ગનો સ્વીકાર કરનારા વર્ગ તરફથી પોતાના અસત્યમાર્ગને અપવાદમાર્ગરૂપ વિહિતમાર્ગ તરીકે સિદ્ધિ કરવા માટે પૂ. આ. ભ. શ્રી. વિ. પ્રેમસૂરિ મ. ના ચિંતનના નામે પોતે જ તૈયાર કરેલું) એક લખાણ છેલ્લા થોડા સમયથી ઝેરોક્ષરૂપે એક-બીજા હાથો દ્વારા ચારે બાજું ફરી રહ્યું છે.
પોતાના ચિંતનનો પરમારાધ્યાપાદ પરમગુરુદેવશ્રીના નામે ચઢાવનાર તે વર્ગને પહેલો પ્રશ્ન એ છે કે પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા તિથિના વિષયમાં ચિંતનમાં જણાવેલી વાતો પ્રમાણે માનતા હતા,
તો પછી ૨૦૨૦ ના પટ્ટકમાં સત્ય આ છે અને અપવાદિક આચરણા આ છે, આ બે ભિન્ન વાતોને શા માટે મૂકી?
બીજો પ્રશ્ન એ છે કે..... પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. સા. ના કાળધર્મ બાદ સંવત્સરીભેદ ઘણી વખત આવ્યો હતો,
તો પછી આટલા વર્ષો પછી આ વર્ષના સંવત્સરી ભેદ વખતે જ તેઓશ્રીનું આ કહેવાતું ચિંતન કેમ પ્રગટ કર્યું ? કે પછી પોતે કરેલી અસત્ય આચરણાની સિદ્ધિ કરવા
જ્યારે કોઈ સહારો ન મળ્યો, ત્યારે મહાપુરૂષના નામનો સહારો, ડબતો તરણું પકડે જેવું કર્યું છે?
ત્રીજા પ્રશ્ન એ છે કે .. લોકો વારંવાર તિથિ અંગે સત્ય શું છે ? આવા પ્રશ્નો કરી તમને તંગ કરે છે, તેથી જ પોતાની બદલાયેલી માન્યતા ઉપર મહોરછાપ મરાવવા પૂ. આ. ભ. શ્રી ના નામે ચડાવી પોતાનું ચિંતન પ્રગટ કર્યું છે?
ચોથો પ્રશ્ન એ છે કે... ભાવના સંરક્ષણ માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ તદ્દન બિનજરૂરી
નાના
૩૭
Page #50
--------------------------------------------------------------------------
________________
છે ? દ્રવ્ય-ક્ષેત્ર-કાલની ઉપેક્ષા હૈયામાં ભાવને આવવા દેશે? જે કાલ ગૌણ જ હોય અને ભાવ જ પ્રધાન હોય તો પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં કાલને ઘણું ઘણું મહત્ત્વ શા માટે આપો છો ?
અજયપાળ દ્રવ્ય માં ગરબડ કરી તો કુમારપાળ” જેવા પ્રભાવકને ગુમાવવા પડ્યા, બાલચંદ્ર કાલમાં ગરબડ કરી તો જૈનશાસનને એક મહાપુરૂષને ગુમાવવા પડ્યા અને સીતાજીના હાથે લક્ષ્મણરેખા ઓળંગવારૂપ ક્ષેત્રની ગરબડ થઈ તો પોતાનું અપહરણ થઈ શીલ જોખમમાં મૂકાયું.
ભાવના સહારે પ્રગટતા કેવલજ્ઞાન વગેરે ગુણો પાંચમા આરામાં કેમ ન પ્રગટે ? અર્થાત્ જો કાળની સહાય વિના જ ભાવ પ્રગટતો હોય તો પાંચમા આરામાં કેવલજ્ઞાન વગેરે ગુણો પ્રગટાવનારા ભાવો કેમ પ્રગટતા નથી ?
શાસ્ત્રયોગ સુધી પહોંચવા કાલાદિ સામગ્રીની ઉપેક્ષા ચાલી શકે ખરી ? કાલાદિ વૈકલ્ય અનુષ્ઠાનમાં અવિધિનું દુઃખ હોય તો જ ઈચ્છાયોગ બને ને ? અને કાલગ્રહણ આદિ વિધિ અને તેની ગોચરીમાં અમુક જ ખપે અમુક ન જ ખપેની માથાકુટ શા માટે?
પાંચમો પ્રશ્ન એ છે કે .... ભગવાનના વખતમાં પણ સંઘર્ષો ચાલતા હતા, તે વખતે તિથિ ચર્ચા કયાં હતી?
પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મ., પૂ. આ. ભ. શ્રી હીરસૂરિ મ. સા., પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. આદિ મહાપુરૂષોએ ઘણા સંઘર્ષો ર્યા હતા, તેમાં શું તિથિ ચર્ચા જ હતી? એ બધા સંઘ – વિવાદો તિથિનિમિત્તે થયા હતા ? કે એક-એક ઉત્સત્રના પ્રતિકાર માટે થયા હતા ?
આમ છતાં વર્તમાનની તમામ ખાનાખરાબીના મૂળમાં તિથિના જ મુદ્દાને આગળ કરવો, એમાં સત્યતિથિમાર્ગને વગોવી નાખવા સિવાય બીજો કયો ઈરાદો છે? વર્તમાનની ખાનાખરાબીમાં તિથિનો મુદ્દો છે કે અહંકાર અને મમત્વનો મુદ્દો છે ?
છઠ્ઠો પ્રશ્ન એ છે કે ...... અસહિષ્ણુતાના કારણે આચરણામાં જે ફેરફાર થયા, તેમાં મૂળમાર્ગને બંધ કરવાની કોઈવાત તો નથી જ ને? શરીરબળની હાનિ આદિના
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
- -
૩૮
WWW.jainelibrary.org
Page #51
--------------------------------------------------------------------------
________________
કારણે વિગઈ-વનસ્પતિની સાધ ભ. ને છુટ્ટી આપી. પરંતુ જેની શક્તિ હોય, તેને તો બંધ રાખવાની ના પાડી નથી ને ?
સાતમો પ્રશ્ન એ છે કે ...... પૂ. કાલિકસૂરિ મહારાજાએ પાંચમની સંવત્સરી ચોથે પ્રવર્તાવી છે, પણ પાંચમને ચોથ કે ચોથને પાંચમ કહી નથી. આરાધનાના - દિવસમાં પરિવર્તન કરવું અને જે દિવસે જે તિથિ હોય તે જ માનવી – બોલવી. આ બેમાં સિદ્ધાંત કયો અને સામાચારી કઈ ?
આમો પ્રશ્ન એ છે કે .... આજે જે સંઘભેદ, અપ્રીતિ, સંક્લેશ, સંઘર્ષ થાય છે, તેમાં તિથિ જ કારણભૂત છે કે જ્યારે તિથિ વિષયક ચર્ચા હોતી નથી, ત્યારે અંગત માન-અપમાનના કારણે ઘવાયેલું મન પણ સંઘર્ષાદિ કરે છે? એક જ સમુદાયના જુદા જુદા ગ્રુપોમાં સંઘર્ષો-વિવાદો શાના કારણે? શું એમાં તિથિ કારણ છે ?
નવમો પ્રશ્ન એ છે કે ..... જેમાં ફેરફાર કરી શકાય તે સામાચારી ? – આવી સામાચારીની વ્યાખ્યા ક્યા શાસ્ત્રમાં છે? સમ્યક આચાર તે સામાચારી છે કે એક સમાન આચાર તે સામાચરી છે?
દસમો પ્રશ્ન એ છે કે ... આજે જે વિહાર, ગોચરી, પ્રતિલેખના વગેરેના વિષયમાં જે પ્રવૃત્તિ કરીએ છીએ, તેને કોઈ પણ ઉપાદેય માને છે ? કે પોતાની તત્પાલનની અશક્તિને જણાવે છે ? તો પછી તે વસ્તુઓને બિનજરૂરી રીતે તિથિના વિષયમાં શા માટે લાગુ પાડો છો?
આમ તો આ બનાવટી ચિંતન ઉપર લીટીએ લીટીએ સમાલોચના કરી શકાય તેમ છે, છતાં પણ ઉપરના દસ પ્રશ્નોના જવાબ મેળવી લેવાથી તેનું કાર્ય પૂર્ણ થઈ જશે.
અંતે એટલી જ ભલામણ છે કે પોતાની અસત્યવાતનો ત્યાગ કરવાનું કોઈપણ કારણસર શક્ય ન હોય, તો પણ તેની ઉપર સત્યનું લેબલ મારવા કમસેકમ મહાપુરુષોનો તો ઉપયોગ ન જ કરો.
દા. ત. ઝેરની બોટલ ઉપરનું ઝેર’ નું લેબલ કાઢીને “અમૃત’ નું લેબલ લગાડવાથી ઝેર શું અમૃત બની જાય ?
૩૯
Page #52
--------------------------------------------------------------------------
________________
બનાવટી ચિંતનમાં અજાણતાં લખાઈ ગયેલી કેટલીક સત્ય વાતો (૧) ભાવના સંરક્ષણ અને સંવર્ધન માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ છે.
(૨) તિથિ’ નો સમાવેશ કાળમાં થાય. ભાવના ઉભવન-સંરક્ષણ અને સંવર્ધન માટે આ દ્રવ્ય-ક્ષેત્ર-કાલની મર્યાદાઓ જાળવવી અત્યંત આવશ્યક છે અને એમાં કોઈ જ શંકાને સ્થાન નથી.
(૩) ૧૯૯૩ ની સાલ આવી અને સમગ્ર શ્રી જૈન સંઘના આચાર્યોની સંમતિ વિના એ પરંપરા તોડવામાં આવી. અલબત્ત જે નવી પદ્ધતિ શરૂ થઈ તે સિદ્ધાંત સંમત હતી.
(૪) તમારી વાત પણ વિચારણીય છે. સામા પક્ષની સમાધાન માટેની તૈયારી ન હોય તે પણ સમજાય તેવી વાત છે. પરંતુ એ સમાધાન માટે તૈયાર ન થતા હોય તેની પાછળ કયા કયા હેતુઓ પડેલા છે તે વિચારવું જોઈએ. અને એમની જેમ આપણે પણ સમાધાનની તૈયારી ન બતાવીએ તો સમગ્ર શ્રીસંઘની શું સ્થિતિ સર્જાય તે વિચારવું જોઈએ.
નોંધ : ચિંતનની પત્રિકા હાથોહાથ ફેરવનાર તે વર્ગ શું જાહેરમાં પાટ ઉપરથી ઉપરના મુદ્દાઓ કબૂલ રાખશે ખરા ? એટલી પ્રમાણિકતા અને નિષ્ઠાની અપેક્ષા તો રાખી શકાય ને ?
આમ એક જ વર્ગ તરફથી પ્રગટ થયેલા ત્રણ સાહિત્યો અંગે વિચારણા કરી. તિથિના વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ તિથિદિન અને પર્વારાધન તથા અહં તિથિ ભાસ્કર’ પુસ્તક વાંચી જવા ભલામણ. પાછળ આપેલા પરિશિષ્ટો પણ જોવા ભલામણ.
અંતે સૌ કોઈ તિથિના વિષયમાં સત્ય સમજી ચાલુ વર્ષની સંવત્સરીની આરાધના શાસ્ત્રાનુસાર કરી, પોતાના આત્માની મુક્તિ નિકટ બનાવે એ જ સદાને સદા માટેની શુભાભિલાષા.
૪૦
For Private
Personal use only
WWW.jainelibrary.org
Page #53
--------------------------------------------------------------------------
________________
વિભાગ ૪
(પરિશિષ્ટ-૧
પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાનાં તિથિ અંગે મંતવ્યો ૧) જીવાભિગમ આદિ શાસ્ત્રોમાં પર્યુષણાની આરાધના આઠ દિવસની સ્પષ્ટ અક્ષરે
જણાવેલી હોવાથી સંવત્સરીના દિવસને આશ્રયીને જ આઠ દિવસોના પર્યુષણા નિયત થયા છે. અને તેથી જ શ્રાવણ વદિ-૧૨ બારસથી સામાન્ય રીતે પ્રારંભ
થાય છે. (સિદ્ધચક્ર વર્ષ-૨ અંક-૨૨) ૨) ચોથથી માંડીને જે પાછલી (આગળની) બારસ સુધીમાં કોઈપણ તિથિની વૃદ્ધિ
હોય તો તેરસથી પ્રયુષણાની શરૂઆત કરવી પડે છે. અને કોઈપણ તિથિની હાનિ હોય તો અગિયારસથી જ પર્યુષણાની શરૂઆત કરવી પડે છે. પાક્ષિક-ચોમાસી અને સાંવત્સરિક તિથિઓ જે ચૌદસ અને ચોથ છે તે પલટે જ નહિ. (સિદ્ધચક્ર વિ.સં. ૧૯૯૨ અંક ૧૯-૨૦, પૃ. ૪૫૪). નોંધ : આ ઉપરોક્ત કથનનો સાર એ નીકળે છે કે ભાદરવા સુદ-૪ પછી સુદ૫ ની ક્ષય-વૃદ્ધિ ભલે હોય, છતાં બારસની તિથિથી ચોથ સુધીમાં જો કોઈ તિથિની હાનિ-વૃદ્ધિ ન હોય તો કશો જ ફેરફાર પ્રત્યુષણા પર્વમાં થાય જ નહિ.)
જ્યોતિષ કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વ તિથિઓનો ક્ષય હોય નહિ. કેમકે તેમાં અવરાત્રી એટલે ઘટવાવાળી તિથિઓ બીજ, પાંચમ વગેરે જણાવી છે. વળી જે પર્વતિથિનો ક્ષય ન થતો હોય તો ક્ષયે પૂર્વાતિથિ કાર્યા' એવો શ્રી ઉમાસ્વાતિ(જી) નો પ્રઘોષ પણ હોત નહિ. (સિદ્ધચક્ર વર્ષ-૪, અંક-૪, પૃષ્ઠ
૯૪). ૪) શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો અને જ્યોતિષ કરંડક આદિ પ્રકીર્ણને
અનુસારે સાફ સાફ જણાય છે કે, બીજ પાંચમ આદિ પર્વ તિથિઓનો ક્ષય હોઈ શકે છે. પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે. (સિદ્ધચક્ર : વર્ષ-૧, અંક-૧)
૪૧
Page #54
--------------------------------------------------------------------------
________________
૫)
ધ્યાન-રાખવું કે પફિખમાં (પંદર દિવસમાં) એકંમ વગેરે તિથિઓ વધી અગર ઘટી એટલે તૂટી અગર બેવડી થઈ પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે. એટલે એમ કહેવું કે પાક્ષિકને અંગે માત્ર તિથિઓનો ભોગવટો જતો જ નથી. ભોગવટા તરીકે તો એક પક્ષથી બીજા પક્ષની વચ્ચે પંદર તિથિઓ આવી જાય છે. આર્થાત્ જે તિથિનો ક્ષય થાય છે, તે તિથિ ભોગવટામાંથી કદિ ઉડી જતી નથી, પણ માત્ર તે તિથિ સૂર્ય ઉદયને ફરશે નહિ, તેથી જ તેનો ક્ષય ગણાય છે.’’ અને આજ કારણથી બીજ-પાંચમ વગેરે પર્વતિથિઓનો ક્ષય હોય છે, ત્યારે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમકે તે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિમાં પહેલાં-પહેલાં થઈ ગયેલો હોય છે. (માટે જે જે) અને સૂર્ય ઉદયવાળી તે તે પર્વતિથિ ન મળે તો તેની આગલી (પૂર્વની) તિથિની પહેલી તિથિએ તો પર્વતિથિનો ભોગવટો હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે. કેમકે જેમાં જે હોય તેમાં તેનો સમાવેશ કરવો એ રીતસર છે, એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી જવાથી તે તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવાવાલી થાય છે.
પણ પખવાડીયામાં કોઈપણ સોલમી તિથિ આવતી નથી. પૂર્વસૂર્યોદયવાળી તિથિ કરતાં પરસૂર્યોદયવાલી (પછીના સૂર્યોદયવાલી) તિથિ બલવતી ગણાવવાથી જ આગલી (પછીની) તિથિએ અનુષ્ઠાન થાય છે. સંપૂર્ણતા પણ તિથિની ઉત્તર દિવસે જ છે. (સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૪, ટાઈટલ પેજ-૪)
(નોંધ : પ્રધોષનો સાચો અર્થ ઉપર જણાવ્યો છે. તથા પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ હોઈ શકે છે, તે વાતનો પણ ખુલાસો જોવા મળે છે.)
૬) પ્રશ્ન : ભાદરવા સુદિ-૫ પાંચમનો ક્ષય માની શકાય ? અને મનાય તો તે તિથિની ક્રિયા અને તપશ્ચર્યા કયારે કરવી ?
સમાધાન : કોઈપણ પર્વતિથિનો ક્ષય ન થાય એવું નથી, કેમકે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોત તો ‘ક્ષયે પૂર્વા તિથિ: કાર્યા' એટલે પર્વ-તિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિએ તે પર્વતિથિને (જ) ક્ષયવાલી ગળવી, એવો પૂ. ઉમાસ્વાતિ વાચકજી મહારાજાનો પ્રઘોષ શ્રાદ્ધવિધિ વિગેરેમાં હોત નહિ અર્થાત્ તે તિથિ અંગે કરાતો તપ વગેરે ઉડાડી દેવાય નહિ, પહેલાંની તિથિમાં કરવું પડે. (સિદ્ધચક્ર વર્ષ-૧ અંક-૨૧ પૃષ્ઠ-૪ વધારો)
૪૨
Page #55
--------------------------------------------------------------------------
________________
૭) (પૂ. ઝવેરસાગરજી મ. નું હેન્ડબીલ)
શ્રી હરિપ્રશ્નમેં પિણ કહ્યા હૈ કિ જો પર્યુષણકા પિછલી ચાર દિવસ મેં તિથિકા ક્ષય આયે તો ચતુર્દશીથી કલ્પસૂત્ર વાંચણા, જો વૃદ્ધિ આવે તો એકમથી વાંચણા. એથી પણ માલુમ હુવા કિ જિમ તિથિ કો હાનિ-વૃદ્ધિ આવે તો તેમજ કરણી વાસ્તુ અબ કે પર્યુષણમેં એકમ દુજી ભેગી કરણી. (નોંધ : એકતિથિપક્ષના પ્રણેતા પૂ.આ.શ્રી. સાગરાનંદ સૂરિજીના ગુરૂદેવ પૂ.મુ.શ્રી. ઝવેરસાગરજી મ. ના આ જાહેર પત્રથી એ સાબિત થાય છે કે, “વિ.સં. ૧૯૩૫ ની સાલ સુધી તપાગચ્છમાં પણ એ રીતે સ્પષ્ટ પ્રરૂપણા ને પ્રવૃત્તિ હતી કે ભાદરવા સુદિ ૧ થી માંડી ભાદરવા સુદિ-૪ સુધીમાં પર્યુષણ દરમ્યાન જો કોઈપણ તિથિની હાનિ-વૃદ્ધિ ન હોય તો શ્રાવણ સુદ-૧૨ થી ભાદરવા સુદિ૪ સુધીના આઠે દિવસનો કાર્યક્રમ પર્યુષણ નિમિત્તે કાયૉ કરવાનો જે રીતે નિયત હતો, તે રીતે તે તે આરાધના કરાતી હતી. આ વિ.સં. ૨૦૬૧ ની સાલમાં પણ શ્રાવણ વદિ ૧૨ થી ભાદરવા સુદ-૪ સુધીમાં કોઈપણ તિથિની ક્ષય-વૃદ્ધિ છે જ નહિ, તો પછી ભાદરવા સુદ-૫ ની જ વૃદ્ધિમાં પર્યુષણાના આઠ દિવસોમાં ફેરફાર કરવો કેટલા ઉચિત છે, તે વાચકો
સ્વયં વિચારે. પાડાનાં વાંકે પખાલીને દંડની જેમ પાંચમની વૃદ્ધિએ પજુસણના
દિવસોને દંડ આપવારૂપ ત્રીજની વૃદ્ધિ કરવી. કેટલી ઉચિત છે?) ૮) ચૌદસનો અન્ય તિથિઓથી વધુ મહિમા :
પ્રશ્ન : દરેક શાસ્ત્રોમાં શ્રાવકોના વર્ણનમાં “વ૩૬મુદિ પુનિરિણું" એવો પાઠ આવે છે, તો આ અનુક્રમ પૂર્વાનુપૂર્વી કે પ્રસ્થાનુપૂર્વીના ક્રમથી ભિન્ન હોવાનું કારણ શું? સમાધાન : આ અનુક્રમના ભેદનું કારણ વ્યાખ્યાકારો એ સ્પષ્ટ કર્યું નથી, છતાં આ જણાવેલી માસિક તિથિઓમાં આઠમ અમાવસ્યા કે પૂર્ણિમા કરતાં ચતુર્દશીનું અધિકપણું-અભ્યહિતપણું હોવું જોઈએ. તે જો એમ ન હોત તો અલ્પ સ્વરવાલી અષ્ટમી અને ઉદ્દિષ્ટા-શબ્દથી અમાવાસ્યા કરતાં ચતુર્દશીને પહેલાં મૂત જ નહિ, અને ક્રમની અપેક્ષાએ આઠમને પહેલી ન લેતાં ચૌદશને પહેલાં લેત નહિ, એટલે આ ઉપરથી માની શકાય કે આઠમ (પૂનમ-અમાવાસ્યા) આદિ તિથિઓ કરતાં ચૌદશની અધિક માન્યતા હોવી જ જોઈએ અને હમેશાં પાક્ષિક તો ચતુદર્શીનું હોવાથી આ રીતે ચતુર્દશીની પ્રાધાન્યતાને જણાવનાર ચતુર્દશીથી શરૂ
Page #56
--------------------------------------------------------------------------
________________
૯)
થયેલ પાઠ હોય તે સ્વાભાવિક છે. (સિદ્ધચક્ર વર્ષ-૪, અંક-૧૦, પૃષ્ઠ-૨૩૨) (પૂનમના ક્ષયે ચૌદસ-પૂનમ ભેગા થઈ જાય તો પૌષધ-પ્રતિક્રમણ આદિ આરાધના જે બે દિવસની હતી તેનું શું ? આનો જવાબ પૂ. સાગરજી મહારાજા જ આપે છે....)
‘પાક્ષિક દિવસને અંગે ઉપવાસ, ચાતુર્માસિક દિવસને અંગે છઠ્ઠ અને સંવત્સરી દિવસને અંગે અક્રમનું તપ કરવું જરૂરી છે, પણ પૌષધ એકી સાથે ઉચ્ચરી શકાય નહિ. (સિદ્ધચક્ર વર્ષ-૧૪, અંક-૧૬, પૂ. ૩૮૪)
(નોંધ-એટલે બે દિવસ આરાધના કરી શકાય નહીં પણ બંને દિવસની આરાધના એક જ દિવસમાં સમાઈ જાય છે.)
(નોંધ-પૂ. સાગરજી મહારાજશ્રીના ઉપરોક્ત ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે-આવા પૂનમ-અમાવાસ્યાના ક્ષય કે વૃદ્ધિના પ્રસંગે તપ આદિ ગમે તે રીતે કરીને વાળી શકાય છે.)
૧૦) (પૂનમ કે અમાવાસ્યા બે હોઈ શકે જ કેમ ? પૂનમની કે અમાવસ્યાની ક્ષય-વૃદ્ધિ પૂર્વકાલમાં જાળવામાં આવી નથી, તે જ રીતે પાંચમનો ક્ષય કેમ હોય ? તેમજ તેની વૃદ્ધિ કેમ હોઈ શકે ? ને આમ જ જો પૂનમ કે અમાવાસ્યાનો ક્ષય હોય તો ચૌદસ પૂનમનો છઠ્ઠ કરવો હોય તો કેમ થાય ? – આવી બધી શંકાઓનું સમાધાન પૂ. સાગરજી મહારાજા જ આપે છે ?)
પ્રશ્ન : ૧૬૧ ‘‘પર્યુષણાની થોયમાં વડાકલ્પનો છઠ્ઠ કરીને” એ વગેરે વાક્યો આવે છે. તો કલ્પસૂત્રના દહાડે છઠ્ઠનો બીજો ઉપવાસ આવવો જ જોઈએ, એવી રીતે કરવો જોઈએ એમ ખરૂં કે ? અને આ વર્ષમાં (વિ. સં. ૧૯૯૧માં) છઠ્ઠ ક્યારે કરવો ?
સમાધન : શ્રીહીરસૂરિજી મહારાજે અને શ્રીકીર્તિવિજયજી મહારાજે સંગ્રહીત કરેલા હીરપ્રશ્નોત્તરમાં ચતુર્દશી આમાવસ્યા કે પ્રતિપદ (પડવા) આદિની વૃદ્ધિમાં છ કયારે કરવો ? એવા પ્રશ્નનો ઉત્તર ચોખ્ખા શબ્દથી જણાવે છે કે, ‘પર્યુષણા કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઈપણ તિથિઓના નિયમને માટે આગ્રહ કરવો નહિ, અર્થાત્ બે ચૌદસો હોય તો બીજી ચૌદસનો પણ છઠ્ઠ થાય છે. બે અમાવસ્યા હોય તો તેરસ ચૌદસનો છઠ્ઠ કરી (પહેલી અમાવાસ્યાએ પારણું કરીને) બીજી અમાવાસ્યાએ અકેલો ઉપવાસ કરવો અને બે પડવા હોય તો પણ તેરસ ચૌદસનો
૪૪
Page #57
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠ કરી અમાવાસ્યાએ પારણું કરી પહેલે પડવે અકેલો ઉપવાસ થાય.” (સિદ્ધચક્ર,
વર્ષ-૪, અંક-૨૧, પૃ. ૫૦૭). ૧૧) (લૌકિક ટિપ્પણા અંગે પૂ. સાગરજી મહારાજાનો ખુલાસો)
પ્રશ્ન : જેન ટીપ્પણાના અભાવે લૌકિક ટીપણાના આધારે તિથિઓ મનાય છે કે પહેલાં પણ મનાતી હતી ? સમાધાન : પ્રાચીન ગ્રંથોમાં જે એમ લખે છે કે હમણાં જેને ટીપ્પણું નથી,' એ ઉપરથી કેટલાકો કહે છે કે, પહેલાં જૈન ટીપ્પણું પ્રવર્તતું હતું. પણ મૂલસૂત્રોમાં આષાઢ આદિ મહિનાના અને પડવા આદિ તિથિઓનો વ્યવહાર હોવાથી પ્રથમ પણ વ્યવહાર લૌકિક ટીપ્પણાને અંગે હોવો જોઈએ એમ કહી શકાય. (સિદ્ધચક્ર
વર્ષ-૧, અંક-૭, પૃ.-૧૫૨) ૧૨) (પૂ સાગરજી મહારાજાનો સત્તાવાર અને અગત્યનો ખુલાસો)
“સંવત્સરીના પહેલાના આઠ દિવસોમાં જે જે કોઈ તિથિની હાનિ કે વૃદ્ધિ હોય તેને લક્ષ્યમાં લઈને તે પ્રમાણે વહેલા કે મોડા પર્યુષણ શરૂ કરાય છે, માનો કે ચોથથી માંડીને પાછલી બારસ સુધીમાં (8ા. વદ-૧૨ સુધીમાં) કોઈપણ તિથિ વૃદ્ધિ હોય તો તેરસથી પર્યુષણાની શરૂઆત કરવી પડે છે. અને કોઈપણ તિથિ હાનિ હોય તો અગીયારસથી જ પર્યુષણાની શરૂઆત કરવી પડે છે. પર્યુષણા બેસવાની તિથિ પલટે પણ પાક્ષિક અને સાંવત્સરિક તિથિઓ જે ચૌદસ અને ચોથ છે તે પલટે જ નહિ.” (સિદ્ધચક્ર વિ.સં. ૧૯૯૨ વર્ષ-૪, અંક-૯-૧૦,
પૃ. ૪૫૪). ૧૩) (જીત-વ્યવહાર કે પરંપરા પણ કઈ માન્ય હોઈ શકે તે માટે પૂ. શ્રી. સાગરજી
મહારાજાનો ખુલાસો)
જે પરંપરાના આચારરૂપી જીત આચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય તેમ જ શિથિલાચારી, અને પ્રમાદીઓએ ઘણાઓએ મલીને પણ આચરેલું હોય તો પણ તે છત આચરવા લાયક નથી." (સિદ્ધચક્ર વર્ષ-૪, અંક-૧૫, પૃ. ૩૪૮)
सुरोषु किं बहुना ? स्तोकोपि बहवे।
बहवेऽपि स्तोकाय॥
Page #58
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨ ડહેલાવાળા પૂ. પં. શ્રી રૂપવિજયજી મહારાજની માન્યતા યાને (અમદાવાદ) ડહેલાના ઉપાશ્રયની પરંપરા
વિ. સં. ૧૮૯૮ ની સાલમાં રતલામ સંઘને પૂ.પં.શ્રી રૂપવિજ્યજી મહારાજે લખેલ પત્ર ...
“તથા અધિક માસ પ્રમાણ નહિ, તે રીતે દોય પૂનમ હોય અથવા દોય અમાવાસ્યા હોય તો દુસરી જ તિથિ પ્રમાણ કરવી. યત સંપુણમિય વઠીએ ન ધિપૂઈ પૂબ્યતિહિ (જંજા જમિ હું દિવસે સમપૂઈ પમાણંતિ તત્ત્વ.ગા.૧૫)
સૂર્યનાં ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી. (ને વૃદ્ધિમાં ગમે તેટલી વધારે ઘડિનો ભોગવટો હોય તો પણ પૂર્વતિથિ પ્રમાણ નહિ, પણ જેમાં તેની સમાપ્તિ થઈ હોય તે જ પ્રમાણ છે.) ઈતિ તત્ત્વતરંગિણિ મધ્યે પહેલી ચૌદસ ૬૦ ઘડીની હોય અને બીજી ચૌદસ એક ઘડિ હોય તો પિણ દુજ ચૌદસ પ્રમાણ કરવા. (પં. રૂપવિજયજી મ.નો પત્ર)
(નોંધ : ઉપરોકત પત્રમાં તિથિના વિષયમાં તત્ત્વતરંગિણિ ગ્રંથના આધારે બે ખુલાસા છે. (૧) ઉદયમાં હોય તે જ તિથિ પ્રમાણ. (૨) તિથિની વૃદ્ધિમાં બીજી તિથિ આરાધના માટે પ્રમાણ.)
યાદ રહે કે પૂ.પં. શ્રી. રૂપવિજયજી મહારાજનો સત્તા સમય ઠેક વિ.સં. ૧૯૦૪ સુધીનો ગણાયો છે. ત્યાં સુધી ડહેલાના ઉપાશ્રયની પરંપરા પણ ઉપરોક્ત જ હતી.
For Private Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
તિથિદિન – આરાધનાદિન શુદ્ધિ (સત્યતા)
અંગેના શાસ્ત્ર પાઠો (સાર્થ) તથા ટિપ્પણી (બેતિથિપક્ષ જે રીતે આરાધના કરે છે, તેના પાઠો) ૧) પર્યુષણા સ્થિતિવિચાર : (કર્તા -પૂ.આ.ભ. શ્રી દેવસુંદરસૂરીજીના
પટ્ટાલંકાર પૂ. આ.ભ. શ્રી સોમસુંદરસૂરીજીના શિષ્ય અને પૂ. આ.ભ. શ્રી સોમસુંદરસૂરીજીના પટ્ટાલંકાર સહસ્ત્રાવધાની પૂ. આ.ભ. શ્રી મુનિસુંદરસૂરીજી મ. ની સેવામાં રહેલા પંડિત શ્રી હર્ષભૂષણ ગણિવર. રચના સમય - સંવત ૧૪૮૬. છપાવનાર - વિદ્વદ્વર્ય મુ. શ્રી. પુણ્યવિજયજીના સૌજન્યથી પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદીરમાંથી પં. શ્રી. કાંતિવિજયજી ગણિવરને પ્રાપ્ત થતાં તેમની પાસેથી મળતાં શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદીર (ડભોઈ)એ પ્રસિદ્ધ કરેલ. સં. ૨૦૦૬.)
यो यत्र मासो यत्र तिथिर्यद् नक्षत्रे वा वर्द्धन्ते तानि तत्रैव मुच्यन्ते॥ इति हि સર્વપ્રસિદ્ધવ્યવહાર: (પૃ. ૧૧)
ભાવાર્થ : જયાં જે માસ તિથિ યા નક્ષત્ર વધ્યાં હોય તે ત્યાં જ છોડી દેવાય છે. એ જ સર્વ પ્રસિદ્ધ વ્યવહાર છે.
લૌકિક ટીપ્પણાનો સ્વીકાર :
विषमकालानुभावाजैनटिप्पनकं व्यवच्छिन्नं न तस्तत् प्रभृति खंडित-स्फूटित तदुपर्यष्टमीचतुर्दश्यादिकरणे तानि सूत्रोक्तानि न भवन्तीत्यागमेन लोकैश्व समं परं विरोधं विचार्य सर्वपूर्वगीतार्थसूरिभिरागममूलमिदमपीति प्रतिष्ठा-दीक्षादि सर्वकार्यमुहूर्तेषु लौकिकटिप्पनकमेव प्रमाणीकृतं,
'सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फूरन्ति वा काश्चन सुक्तिसंपदः। तवैव ताः पूर्वमहार्णवोद्धृता जगुः प्रमाणं जिनवाक्यविग्रुषः॥१॥ इति श्रीसिद्धसेनादिवाकरवचनात्। अतः सांप्रतगीतार्थसूरिभिरपि तदेव प्रमाणीक्रियमाणमस्ति। (पृ. ५५)
४७
WWW.jainelibrary.org
Page #60
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ : વિષમકાળના પ્રભાવથી જૈનટિપ્પણાનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલ:તૂટેલ તે ટિપ્પણા ઉપરથી આઠમ-ચૌદસ આદિ કરવાથી તે સૂત્રોકત થતી નથી. એ રીતે આગમ અને લોકની સાથે બહુ વિરોધનો વિચાર કરીને સર્વગીતાર્થ આચાર્ય દેવોએ “આપણા આગમના મૂળવાળું છે' એમ પ્રતિષ્ઠા દીક્ષા આદિ સર્વકાર્યોના મુહૂર્તોમાં લૌકિક ટિપ્પણું જ પ્રમાણ કર્યું છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિજીનું વચન છે કે... અમારો આ સુનિશ્વય થયો છે કે.... “અન્ય દર્શનીઓની યુક્તિઓમાં જે કાંઈ સુંદર વચનોરૂપી સંપત્તિઓ દેખાય છે. હે પ્રભો! તે તારા જ પૂર્વરૂપ મહાસાગરમાંથી ઉદ્ધરેલી છે, એમ જાણી જિનવાણીના જાણકારોએ એને પ્રમાણ કરેલ છે.'
આ કારણથી જ વર્તમાનકાલીન ગીતાર્થ આચાર્યદેવો પણ તે જ પ્રમાણ કરી રહયા છે.
ટીપ્પણી : (૧) સં. ૧૪૮૬ માં અને પૂર્વે પણ લૌકિક પંચાંગ ગત માસ, તિથિ અને નક્ષત્રની વૃદ્ધિ
માન્ય હતી. (૨) સં. ૧૪૮૬ માં અને પૂર્વેથી પણ જૈન ટીપ્પણાના બદલે લૌકિક ટિપ્પણાનો સ્વીકાર
કરાયો હતો. કારણકે જૈન ટિપ્પણાનો વિચ્છેદ થયો હતો. (૩) તત્કાલીન સર્વે પૂ. ગીતાર્થ આચાર્ય ભગવંતોએ તે લૌકિક ટિપ્પણાને (આગમના
અંગભૂત હોવાના કારણે) પ્રમાણ કર્યું હતું. (તે લૌકિક ટીપ્પણાને દ્રવ્યથી અસત્ય
કહેવું કેટલું ઉચિત છે, તે સ્વયં વિચારવું.) (૪) તત્કાલીન સમર્થ પૂ. ગીતાર્થ સૂરિવરો જૈનટિપ્પણાનો પુનઃ ઉદ્ધાર ન કરી શકયા,
તે જૈનટીપ્પણાને વારંવાર આગળ કરવું તે સમર્થ જ્ઞાનીઓની અવજ્ઞા નથી? સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને દીવસાગર પ્રજ્ઞપ્તિ તેમજ જ્યોતિષ કરંડક જેવા આગમાદિ મહાન ગ્રંથની ટીકા લખનારા અને લોક પ્રકાશ જેવા મહાન ગ્રંથની રચના કરનારા મહાપુરુષોએ પણ જૈનટીપ્પણું બનાવવાનો વિચાર શુદ્ધાં ન કર્યો, કારણકે તેઓશ્રી જાણતા હતા કે તે શક્ય જ નથી. આમ છતાં આ ગ્રંથોનો ઉપરછલ્લો અભ્યાસ કરી એના સહારે નવા જૈન ટીપ્પણાને બનાવવાનો દાવો કરવો, તે તો તે સમર્થ મહાપુરુષો કરતાં પોતાની જાતને વધારે જ્ઞાની માનવાનો અને એ મહાપુરુષોને હીન માનવાનો પ્રયત્ન કરવો, એ શું જ્ઞાનીઓની અવજ્ઞા નથી ?
४८
Page #61
--------------------------------------------------------------------------
________________
(૫) લૌકિક ટીપ્પણાગત માસ, નક્ષત્ર, પર્વતિથિ સિવાયની તિથિઓની ક્ષય-વૃદ્ધિની વ્યવસ્થા માન્ય કરવાની અને લૌકિક ટીપ્પણાગત પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિની વ્યવસ્થા માન્ય ન કરવાની ! આ કયા ઘરનો ન્યાય !
(૬) પ્રતિષ્ઠા - આદિ કાર્યોમાં લૌકિક ટીપ્પણાને યથાવત્ માનવાનું અર્થાત્ લૌકિક ટિપ્પણા અનુસારે ઉદયાત્ તિથિ પકડીને જ પ્રતિષ્ઠાદિ કાર્યો કરવાના અને ચતુર્દશી આદિની આરાધના માટે લૌકિક પંચાંગમાં દર્શાવેલી ક્ષય –વૃદ્ધિ ન માનવી અને જે તિથિની ક્ષય-વૃદ્ધિ ન હાય તે તિથિની ક્ષય-વૃદ્ધિ કરવી, અને એ દ્વારા સિદ્ધાંત તોડવો, આ કયા ધરનો ન્યાય ?(ઉપરોક્ત શાસ્ત્ર પાઠમાં તો પ્રતિષ્ઠા આદિ શુભ કાર્યા અને ચતુર્દશી આદિ પર્વતિથિઓની આરાધના – બંને પણ લૌકિક ટિપ્પણા અનુસારે જ કરવાનું ફરમાવ્યું છે. ત્યાં ‘જ’ કાર સૂચક ‘એવ’ કાર પણ છે જ.)
(૭) જૈન ટિપ્પણું વિચ્છેદ પામ્યું હોવાથી, ભાંગેલ-તૂટેલ તે ટિપ્પણાથી તિથિની આરાધના શાશ્ત્રોક્ત થતી નથી. તેથી લૌકિક ટીપ્પણાના આધારે જ તિથિની આરાધના કરવી.
ઉપરોક્ત શાસ્ત્રપાઠમાંથી આટલી વાતો સ્પષ્ટ રીતે ફલિત થાય છે.
પર્યાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ સમયે પૂ. ઉમાસ્વાતિજી મહારાજાના પ્રઘોષનો ઉપયોગ :
देहाधिकवर्द्धिताङगुल्याद्यवयववद् वर्द्धिततिथिच्च ह्यगणित एवास्ति (पृ. ६१ ) અર્થ : શરીરમાં અધિક વધેલાં આંગળી વગેરે અવયવની જેમ, તેમજ વધેલા તિથિની જેમ તે (વધેલો માસ) ખરેખર ગણના રહિત જ છે.
संप्रति वर्द्धितावर्द्धित तिथि मास चातुर्मासिकपर्युषणादिपर्वप्रतिष्ठादीक्षा सर्वकार्याणि लौकिक टिप्पणानुसारेणैव सर्वत्र व्यवह्रियमाणानि सन्ति । तत्र च सर्वमासानामभिवृद्धिः સ્થાવેવેતિ (પૃ.૬૮)
=
અર્થ : વર્તમાનકાળમાં વૃદ્ધિ પામેલ કે વૃદ્ધિ નહિ પામેલ તિથિ, માસ, ચૌમાસી, પર્યુષણા આદિ પર્વ, પ્રતિષ્ઠા, દીક્ષા આદિ સર્વકાર્યો લૌકિક ટિપ્પણા અનુસાર જ સર્વત્ર વ્યવહાર કરાય છે. અને તેમાં સર્વ મહિનાઓની વૃદ્ધિ આવે જ છે.
नहि क्वापि निर्मूलमुच्छिन्नं वस्तुव्यवहारघटनायां पटुदृष्टं..... अतो लौकिक
૪૯
Page #62
--------------------------------------------------------------------------
________________
टिप्पनकाभिप्राय एवानुसरणीयस्तथा च सति।
क्षये पूर्वा तिथि: कार्या वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरमोक्षकल्याणकं कार्यं लोकानुगैरिह ॥१॥
अत्रप्रसिद्ध श्रीउमास्वामिवाचकनिर्दिष्टो - व्याकरणोक्ताऽपवादसूत्रवदौदयिक तिथ्यपवादरुपैतत् श्लोकोक्तविधिरपि
'लोकविरुद्धच्चाओ' इत्यागमाल्लोकविरोधत्यागकृद्धभ्यः विद्वद्भिसूरीकार्य (पृ. ६८)
અર્થ : નિર્મલ ઉચ્છિન્ન થયેલી વસ્તુ કયાંય પણ વ્યવહાર કરવાને સમર્થ નથી. આથી લૌકિક ટિપ્પણાનો અભિપ્રાય જ અનુસરવો જોઈએ. તે પ્રમાણે હોતે છતે વ્યાકરણના અપવાદ સૂત્રની માફક શ્રી ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ ઔદયિક तिथिन ॥५॥६३५ ॥ श्लोमा ॥वेत.....
તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વતિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના (પહેલી છોડીને) બીજી તિથિમાં કરવી. તથા શ્રીવીર નિર્વાણ કલ્યાણક લોક દિવાળી અનુસારે કરવું.
આ શ્લોકમાં કહેલી વિધિ પણ લોકવિરુદ્ધનો ત્યાગ કરનાર વિદ્વાનોએ સ્વીકારવી ने .
श्राद्धविधि : (s - ५०४यपा६ सा. म. श्री रत्नशे५२ सूरीश्व२० महा२०d. રચના સમય સં - ૧૫૦૬. છપાવનાર: શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, વીર सं - २४४४, वि. सं. १८१४)
तिथिश्च प्रात: प्रत्याख्यानवेलायां य: स्यात् स प्रमाणम् सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्। आहुरपि -
चउमासिअ वरिसे पक्खिअ पंचमीसु नायव्वो। ताओ तिहिओ जासि उदेइ सूरो न अण्णओ ॥१॥
पूआ पच्चख्वाणं, पडिक्कमणं तहेव नियमगहणं चं । जीओ उदइ सूरो तीइ तिहिले उ कायव्वं ॥२॥
- उदयम्मि जा तिही सा प्रमाणमिअरीइ कीरमाणीओ। आणा भंगणवत्था । मिच्छत्तं विराहणं पावे ॥३॥
WAAAAAAMAARI
५० For Private Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
पराशरस्मृत्यादावपि - आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना ॥२॥ उमास्वातिवच : प्रघोषश्चैवं श्रुयते - क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं कार्यं लोकानुगैरिह ॥१॥
अर्हतां जन्मादिपंचकल्याणकदिना अपि पर्वतिथित्वेन विज्ञेयाः द्वित्र्यादिकल्याणकदिनाश्च विशिष्य।
आगमेपि पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना । (पृ. १५२)
અર્થ : પ્રાતઃ કાલમાં પચ્ચકખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સુર્યોદય અનુસારે જ દિવસ-તિથિ આદીનો વ્યવહાર છે. કહ્યું છે
કે...
ચાતુર્માસિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, અષ્ટમી પર્વોમાં તે તિથિઓ પ્રમાણ ગણવી કે જેમાં સૂર્યોદય થયો હોય, અન્ય નહિ. I[૧]
પૂજા, પચ્ચકખાણ પ્રતિક્રમણ તથા નિયમગ્રહણ તે તિથિમાં કરવાં કે જેમાં સૂર્યોદય થયો હોય. (૨)
ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રીતીર્થંકર પ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય તેને બીને અનુસરી ખોટું કરે તેવી) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના (એ ભયંકર દોષો) લાગે.
પારાશરસ્મૃતિ આદિમાં પણ કહ્યું છે કે ...
સૂર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ તરીકે માનવી પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો ન માનવી.
શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનો પ્રઘોષ આ પ્રમાણે સંભળાય છે –
ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ ગ્રહણ કરવી. શ્રી વીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક લોક્ના અનુસાર કરવું.
શ્રી તીર્થકર દેવોના જન્મ આદિ પંચકલ્યાણકના દિવસો પણ પર્વતિથિ તરીકે
અનામતમાન અને
------
નાના નાના-નાના
૫૧
Page #64
--------------------------------------------------------------------------
________________
જાણવા. બે-ત્રણ આદિ કલ્યાણક દિવસો વિશેષ જાણવા. આગમમાં પણ શુભ આયુષ્યના બંધના હેતુ આદિ વડે પર્વતિથિની આરાધનાનું મહાલ બતાવ્યું છે.
ટિપ્પણી :
ઉપરોક્ત શાસ્ત્રવચન ફરમાવે છે કે
(૧) સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ પ્રમાણ કરવી.
(૨) જ્યારે તિથિની ક્ષય – વૃદ્ધિ હોય ત્યારે ‘ક્ષયે પૂર્વા.' અપવાદ સૂત્રરૂપ પ્રઘોષનો આશરો લઇ તિથિના ક્ષયમાં પૂર્વની તિથિ ગ્રહણ કરવી. અને તિથિની વૃદ્ધિમાં ઉત્તરની તિથિ ગ્રહણ કરવી.
(૩) જૈનાગમ અને અન્યદર્શનોના પારાશરસ્મૃતિ આદિ શાસ્ત્રોમાં સૂર્યોદય સમયની તિથિની પ્રમાણતા સ્વીકારાઇ છે. તેથી તિથિની આરાધના અંગે ઔદયિક તિથિ જ ગ્રહણ કરવાનો સર્વનો સામાન્ય નિયમ બન્યો.
(૪) ‘ઉદ્દયાત્ તિથિ’ અંગેનો નિયમ એકસરખી રીતે સર્વદર્શનોને માન્ય હોય, તો જૈન પંચાંગના અભાવમાં લૌકિક પંચાંગોને એકાંતે અપ્રમાણભૂત ગણાય ? અન્ય દર્શનીઓમાં જે કંઇ સારું છે, તે આપણા દર્શનના અંશો જ છે ને ?
(૫) પૂ. વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાના સત્તાસમય પૂર્વે પર્યાપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ આવતી હશે, ત્યારે જ અપવાદસૂત્રરૂપ પ્રઘોષ આપ્યો હશે ને ? વાચકો જરૂર વિચારે. (આ સંદર્ભમાં પરિશિષ્ટ ૧ પણ જોવું.)
(૬) શ્રીવીર નિર્વાણ કલ્યાણકની આરાધના લોક દિવાળીએ કરવાની, આ પણ અપવાદસૂત્ર છે અને વિશિષ્ટ આજ્ઞા છે.
(૭) ભગવાનના જન્માદિ પાંચ કલ્યાણકો પણ પર્વતિથિરૂપ છે.
(૮) ચૌમાસી, પાક્ષિક, પંચમી, અષ્ટમી સંવત્સરીની આરાધનામાં તથા પ્રતિષ્ઠા - દીક્ષાદિ શુભકાર્યોમાં ‘ઉદયાત્ તિથિ’ જ પ્રમાણભૂત છે.
(૩) હીરપ્રશ્નોત્તરાણિ (તિથિવિષયક પ્રશ્નોત્તરી)
ઉત્તરદાતા : અકબર બાદશાહ પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજ્ય સૂરીશ્વરજી
મહારાજા
પર
Page #65
--------------------------------------------------------------------------
________________
સમુચ્ચયકાર : પંડિતશ્રી કિર્તિવિજ્યજી ગણિ. રચના સમય : સોળમો સૈકો. छावनार : मो. रैन युवोट्य मंडण, राधनपुर वी. सं.-२४४०. वि. सं-१८५०. प्रश्न : पर्युषणोपवास पंचमीमध्ये गण्यते न वा ?
उत्तरम् : पर्युषणोपवास: षष्टकरणसामर्थ्याभावे, पंचमी मध्ये गण्यते नान्यथेति ॥१॥ पृ. १०)
अर्थ : પ્રશ્ન : પર્યુષણાનો ઉપવાસ પંચમીમાં ગણાય કે નહિ ? ઉત્તર : જે છઠ કરવાની શકિત ન હોય તો પાંચમમાં ગણાય, નહિતર ન ગણાય.
प्रश्न : आषाढसित चतुर्दशि ग्रीष्मचतुर्मासिकावसर इति हि सिद्धान्तः तथैवाने पर्युषणाया दिनानां पंचाशतव्यवस्थितेः । तथापि कल्पकिरणावल्याम् आषाढसित चतुर्दश्या आरभ्य भाद्रपदसित चतुर्थीयावदित्युक्तमस्ति तत् कथं धटते? दिनानामेकपंचाशत्वप्राप्तेः ।
उत्तरम् : कल्पकिरणावल्यामाषाठसित चतुर्दश्या आरभ्य भाद्रपदसित चतुर्था यावदित्यत्र आषाढसित चतुर्दश्या अवधित्वेनोपादानात् सामध्ये न गण्यते, तः पूर्णिमातो दिनगणना, तेषां पंचाशदेवेति बोध्यम्। (पृ. २१)
अर्थ :
પ્રશ્ન : અષાઢ સુદ -૧૪ ગ્રીષ્મ ચોમાસીનો છેલ્લો દિવસ ગણાય છે. એવો સિદ્ધાંત છે. તેથી જ પર્યુષણાના પચાસ દિવસની વ્યવસ્થા તેની આગળથી ગણાય છે. તો પણ કલ્પરિણાવલીમાં અષાઢ સુદ-૧૪ થી આરંભીને ભાદરવા સુદ-૪ સુધી કહી છે, તે પ૧ દિવસો થઈ જતાં હોવાથી કેવી રીતે ઘટે ?
ઉત્તર : કલ્પરિણાલીમાં અષાઢ સુદ-૧૪ થી આરંભીને યાવત્ ભાદરવા સુદ૪ જે જણાવી તે ચૌદસનું અવધિરૂપે ગ્રહણ કરેલું હોવાથી, તે અંદર ગણાતી નથી. એટલે પૂનમથી દિવસ ગણવાના છે – તે પચાસ જ થાય છે.
प्रश्नः पूर्णिमाऽमावास्ययोवृद्धौ पूर्वमौदयिकातिथिराराध्यत्वेन व्यवह्रियमाणाऽसीत् । केनचिदुक्त श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत्किमिति ॥५॥
उत्तरम् : पूर्णिमाऽमावस्ययोवृद्धौ औदयिक्यैव तिथिराराध्यत्वेन विज्ञेयः ॥५॥
૫૩
Page #66
--------------------------------------------------------------------------
________________
અર્થ :
પ્રશ્ન : પૂનમ-અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલાં તો બીજી તિથિ આરાધ્ય ગણાતી હતી, પણ કોઇક એમ કહે છે કે આપ પહેલી તિથિને આરાધ્ય જણાવો છે, તો તે કેમ ?
ઉત્તર : પૂનમ-અમાસની વૃદ્ધિમાં બીજી ઔદચિક તિથિ જ આરાધ્ય ગણવી.
(યાદ રહે કે.... ઉપરોક્ત પ્રશ્નમાં ઔદયિક એટલે બીજી તિથિ અને પૂર્વતની એટલે પહેલી તિથિ ગ્રહણ કરી છે. ઉત્તરમાં ઔદયિકી બીજી તિથિને જ આરાધ્ય ગણાવી છે.)
प्रश्न : यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावास्यादिवृद्धौ वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्टतपः क्व विधेयम् ॥१॥
उत्तरम् : यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्यत्र षष्टतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचि तद्विधीयतामिति कोऽत्राग्रहः ? ॥ १ ॥ (पृ. ४५ )
અર્થ :
પ્રશ્ન : જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યા આદિ તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ અથવા એકમે કલ્પ વંચાય, ત્યારે છઠ્ઠનો તપ કયે દિવસે કરવો ?
ઉત્તર : જ્યારે ચૌદસ કે અમાવાસ્યા આદિએ કલ્પ વંચાય, ત્યારે છઠ્ઠનો તપ અમુક દિવસે જ કરવો, તેવું દિવસનું નિયતપણું નથી, ઠીક પડે તેમ કરવો, એમાં આગ્રહ શો ?
प्रश्न : येन शुक्लपंचमी उच्चरिता भवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पंचम्यामेकाशनकं करोति उत यथारुच्येति ॥१४॥
उत्तरम् : येन शुक्लपंचमी उच्चरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्य । अथ कदाचित् द्वितीयात तपः करोति तदा पंचम्यामेकाशनकरणे प्रतिबंधो नास्ति, करोति તવા મવ્યમિતિ ૬૪ (પૃ. ૧૨)
અર્થ :
પ્રશ્ન : જેણે શુક્લપંચમી ઉચ્ચરેલી હોય તે જો પયુર્ષણાનો અઠ્ઠમ બીજથી કરે તો શું તેણે પાંચમનું એકાસણું કરવું જોઇએ કે જેવી ઈચ્છા ?
૫૪
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉત્તર: મુખ્યવૃત્તિથી તેણે ત્રીજથી અઠ્ઠમ કરવો જોઈએ. જે તેણે કદાચ બીજથી અક્કમ કર્યો હોય તો પાંચમનું એકાસણું કરવા માટે આગ્રહ નથી. અર્થાત્ જેવી તેની ઈચ્છા, કરે તો સારું.
प्रश्न : पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ॥५॥
उत्तरम् : अथ पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत् तप: पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी - चतुर्दश्योः क्रियते, त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति II II (પૃ. ૨૮)
અર્થ :
પ્રશ્ન : પાંચમ તિથિ તૂટી હોય તો તેનો તપ કઈ તિથિમાં કરવો ? અને પૂર્ણિમા તૂટી હોય તો શામાં કરવો ?
ઉત્તર : પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પૂર્વતિથિમાં કરાય છે, પૂર્ણિમા તૂટી હોય ત્યારે તેરસ-ચૌદસમાં કરવો. તેરસ ભૂલી જવાય તો પડવે પણ. અર્થાત્ પડવે કરવો.
(પૂર્ણિમાના ક્ષયે તેરસ – ચૌદસનો છઠ્ઠ કરવાનો છે. પરંતુ ચૌદસનું કાર્ય તો ચૌદસે જ થાય. તેરસનો ઉપવાસ ભૂલી જવાય તો તે ઉપવાસ એકમના પણ કરી શકાય, એમ સમજવાનું છે.)
ટીપ્પણી : (૧) અકબર બાદશાહ પ્રતિબોધક પૂ. આ. ભ. શ્રી. હીરસૂરીશ્વરજી મહારાજાની માન્યતા
પ્રમાણે પર્વ-તિથિની ક્ષય-વૃદ્ધિ થઈ શકે છે. (૨) પાંચમ, અમાસ, પૂનમનો ક્ષય કે વૃદ્ધિ ત્યારે પણ માન્ય હતી, માટે જ પાંચમના
ક્ષયે અને પૂણિમાના ક્ષયે તપ ક્યારે ક્યા દિવસોમાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો
હશે ને? (૩) જો પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય અને પૂનમના ક્ષયે તેરસનો ક્ષય તે વખતે થતો
હોત, તો તેનો ઉલ્લેખ કર્યા બાદ જ તપ ક્યા દિવસે કરવું, તેનું વિધાન છ્યું હોત પરંતુ એવું નથી, તેથી પાંચમ –પૂનમનો ક્ષય માન્ય રાખી તપ અંગે વિધાન ક્યું
૫૫
Page #68
--------------------------------------------------------------------------
________________
(૪) ઉપરની પ્રશ્નોત્તરીમાં પુર્ણિમા – અમાસની વૃદ્ધિમાં ઔદયિકી બીજી તિથિ જ
આરાધ્ય બતાવી છે. તેથી વૃદ્ધૌ કાર્યા તથોત્તરા’ વૃદ્ધિમાં પહેલી છોડીને બીજી તિથિ ગ્રહણ કરવી-બીજી તિથિએ આરાધના કરવી-આવો જે અર્થ બેતિથિપક્ષે
કર્યો છે, તે યોગ્ય જ છે. (૫) પૂ. સા. ભ. શ્રી હીરસૂરિજી મહારાજાને “થે પૂવ.' પ્રઘોષમાંના કાર્યા’ શબ્દનો
અર્થ ‘આરાધ્યા જ ઈષ્ટ હતો. તેથી પ્રશ્નના ઉત્તરમાં વૃદ્ધિમાં ઔદયિકી તિથિબીજી તિથિ આરાધવાનું સૂચન કર્યું છે. આનાથી ૨૭ પૃષ્ઠીય અનામી પત્રિકાના લેખકશ્રીએ પૃ. ૫ ઉપર કરેલી ચર્ચા માત્ર વિતંડાવાદ છે. જો પ્રઘોષગત કાર્યા” શબ્દ આરાધના કરવા માટે પ્રયોજાયો નથી, તો આરાધના માટે ક્યો શબ્દ છે,
તે તમે જણાવી શકશો? (૬) ૨૭ પૃષ્ઠીય અનામી પત્રિકાકારે વિભાગ - ૮, પૃ. ૧૬ ઉપર હીરપ્રશ્નોત્તરના
વિષયમાં કરેલી સમીક્ષા તદ્દન અનુચિત છે. પ્રથમ મુદ્દામાં લૌકિક પંચાંગગત પાંચમ-પૂનમનો ક્ષય સ્વીકાર્યા બાદ જૈન પંચાંગનું ગાણું ગાવાનું ચાલું કર્યું છે. તે પૂ. આ. ભ. હીરસૂરીશ્વરજી મહારાજાની અવજ્ઞા છે. કેમકે તેઓશ્રીને લૌકિક પંચાંગ સૂચિત પાંચમ – પૂનમનો ક્ષય માન્ય છે. તેથી પૂનમનો ક્ષય હોય ત્યારે પ્રઘોષ અનુસાર ચૌદસ-પૂનમ ભેગા આવે, તો છઠ ક્યારે કરવો, તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તેના જવાબમાં તપ તેરસ-ચૌદસનો જણાવ્યો છે. અને તેરસે ભૂલાઈ જવાય તો ચૌદસ -એકમનો જણાવ્યો છે. આનાથી બે વાત સિદ્ધ થાય છે. ૧) પૂનમના ક્ષયે ચૌદસનું કાર્ય તો ચૌદસે જ કરવાનું છે. ઉદયાત્ ચૌદસ વિરાધવાની નથી. ૨) તેરસનો ઉપવાસ ભૂલી જવાય તો ચૌદસ-એકમે કરવો. તેથી ચૌદસ-પૂનમ ભેગા માનવા – લખવામાં લેશમાત્ર દોષ નથી.
બીજી એક મહત્ત્વની વાત એ છે કે પૂનમના ક્ષયે જો તેરસનો ક્ષય થતો હોત તો પૂ. આ. ભ. શ્રી હીરસૂરિજી મહારાજાએ ૧૪-૧૫ નો જ છઠ્ઠ કરવાનું વિધાન કેમ ન કર્યું? અને ૧૩-૧૪ નો છઠ કરવાનું વિધાન કેમ કર્યું?
એક તિથિની માન્યતા મુજબ પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરવાથી પંચાંગમાં દિવસો ૧, ૨, 000 900 ૧૧,૧૨,૧૪,૧૫ વ. ૧ આ રીતે આવે. તેથી છઠ ચૌદસ - પૂનમે જ કરવાનું કહેવું જોઈએ પણ તેવું કહ્યું નથી-તેથી પૂનમનો ક્ષય યથાવત્ માન્ય રાખી પ્રઘોષ અનુસારે પૂર્વના દિવસમાં તેનો સમાવેશ કર્યો છે. અને તેથી પૂ.
૫૬
Page #69
--------------------------------------------------------------------------
________________
આશ્રી. હીરસૂરિ મહારાજાએ જણાવ્યા મુજબ પૂનમના ક્ષયે નીચે પ્રમાણે પંચાંગમાં દિવસો આવશે...
૧, ૨, 000 000 ૧૨,૧૩,૧૪+૧૫, વિ-૧, જે બે તિથિની માન્યતા મુજબ છે.
૨૭ પૃષ્ઠીય પત્રિકાના લેખકને પૃ. ૧૬ ઉપરના બીજા મુદ્દામાં તપઅંગે પ્રશ્ન પૂછાયો છે, તેનું રહસ્ય પણ સમજાયું નથી અથવા તો કદાગ્રહ સમજ હણી નાખી છે, કાં તો સ્વ – માન્યતાની પુષ્ટિ માટે ગાડી બીજા પાટે ચઢાવી છે. એક તિથિપક્ષની માન્યતા પ્રમાણે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરવાથી ૧) ઉદયાત્ ચૌદસની વિરાધના થાય છે. કારણ જે દિવસે ચૌદસની આરાધના એકતિથિ પક્ષ કરે છે, ત્યારે તો તે દિવસે ઉદયાત્ તેરસ હોય છે. તેથી ચૌદસની વિરાધના થાય છે, સાથે સાથે “ઉદયશ્મિ' શાત્રવચનનું ઉલ્લંઘન થાય છે.
બે તિથિપક્ષની માન્યતા પ્રમાણે પૂનમના ક્ષયે ચૌદસમાં પૂનમની આરાધના કરવાથી અર્થાત્ ચૌદસ – પૂનમ ભેગા માનવાથી......
૧) ઉદયાત્ ચૌદસની વિરાધના થતી નથી. “ઉદયશ્મિ' શાસ્ત્રવચન પ્રમાણે ચૌદસની આરાધના થાય છે અને
૨) “ક્ષયે પૂર્વાતિથિ કાર્યા.’ પ્રઘોષ પ્રમાણે ક્ષય એવી પૂનમની આરાધના પૂર્વતિથિ ચૌદસમાં થઈ જાય છે. તેથી પ્રઘોષ પ્રમાણે આરાધના કરવાથી, પ્રઘોષનું ઉલ્લંઘન થતું નથી.
આમ ૨૭ પૃષ્ઠીય પત્રિકાકારે માત્ર કુતર્કો જ ક્યાં છે, તે સમજી શકાય છે.
૪) સાધુમર્યાદા પટ્ટકઃ (લેખક-પૂ. આ. શ્રી. આણંદવિમલ સૂરીશ્વરજી મહારાજા)
સમય: વિક્રમ સં : ૧૫૮૩
બોલ નવમાં : બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચઉદસ, અમાવસ્યા પૂનમ એવં માસમાંહે ૧૨ દીન વિગઈ મ વહિરવી.
બોલ દસમો : તિથિ વાઘઈ તિહાં એક દિન વિગઈ ન વહિરવી
(નોંધ : ઉપરોક્ત પટ્ટકમાં પણ ચૌદસ આદિ પર્વ તિથિઓની વૃદ્ધિ સ્વીકારીને જ દસમો બોલ આપ્યો છે.)
પS
Page #70
--------------------------------------------------------------------------
________________
५) सेनाप्रश्न : (उत्तराता : ५. मा. म. श्री सेनसू२२५२०७ मा२।०४. સંકલનકાર: પૂ. પંડિત શુભવિજયજી ગણિ. પ્રકાશક – શેઠ દેવચન્દ્ર લાલભાઈ જૈન पुस्तडोद्वा२ ६)
(१) उदयम्मि जा तिही सा प्रमाणमिअरीइ कीरमाणीजे । आणाभंगऽणवत्था, मिच्छत्तं विराहणं पावे ॥१॥ इति वृद्धसम्प्रदायगाथां 'क्षये पूर्वा तिथिकार्ये' त्याधुमास्वातिवाचकप्रणीतश्लोकं चानभ्युपगच्छत: प्रसह्य तदर्थं प्रामाण्याङ्गीकारणे किञ्चिद् युक्त्यन्तरमप्यस्ति नवेति ?
प्रश्नोत्तरं-'उदयंमि जा तिही सा' 'क्षये पूर्वातिथि: कार्या' एतयो : प्रामाण्यविषये श्राद्धविधि सुविहिताऽविच्छिन्न परंपरा च प्रमाणमिति ज्ञातमस्ति, तथा आदित्योदयवेलायां यास्तोकापि तिथिर्भवेत् । सा सम्पूर्णेति मन्तव्या, प्रभुता नोदयं विना ॥३॥ इति पाराशरस्मृत्यादावप्युक्तमस्तीति ॥१०२॥ (प्रथम उल्लास - पृष्ठ - ३४)
અર્થ : ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી જોઈએ, બીજ પ્રમાણ કરતાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના લાગે' - એવી વૃદ્ધ સંપ્રદાયથી ઉતરી આવેલી ગાથાને અને “ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ ગ્રહણ કરવી' ઇત્યાદિ શ્રી ઉમાસ્વાતિ મહારાજાના શ્લોકને જેઓ સ્વીકારતા નથી, તેઓને તેનો અર્થ માનવો પડે એવી કોઈ બીજી યુક્તિ છે કે નહિ? આવો પ્રશ્ન છે. એનો ઉત્તર એ છે કે ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ ગણવી ઇત્યાદિ અને ક્ષયમાં પૂર્વતિથિ કરવી, ઈત્યાદિ બંનેને પ્રમાણ રાખવામાં શ્રીશ્રાદ્ધવિધિ અને અવિચ્છિન્ન સુવિહિત પરંપરા આધારરૂપે માલુમ પડે છે. તથા ‘સૂર્યોદય વખતે જે તિથિ થોડી પણ હોય તે સંપૂર્ણ તરીકે માનવી જોઈએ. પણ વધારે ઘડપ્રમાણ હોવા છતાં ઉદયમાં ન હોય તો તે ન માનવી' એવું પારાશરસ્મૃતિ આદિ ઇતરગ્રંથોમાં પણ કહેલું છે.
(२) अष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते, यतस्तदिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति, तावत्या एवाराधनं भवति, तदुपरि नवम्यादिनां भवनात् सम्पूर्णायास्तु विराधनं जातं, पूर्वादिने भवनाद्, अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते, तदा तु पूर्वदिने द्वितयमप्यस्ति, प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्ठु आराधनं भवतीति प्रश्नोऽत्रोत्तरं -
'क्षये पूर्वातिथि: कार्या वृद्धौ कार्या तथोत्तरा' इति उमास्वातिवाचकवचनप्रामाण्याद् वृद्धौ सत्यां स्वल्पाऽप्यग्रेतनातिथि: प्रमाणमिति ॥१८६॥
-
welimimmamaeewwwmveewanamumarimmummmmmmmmmmmmmmmmmmmmmmwewwwmummmmmmmsiniresem
a
m
meen
a waren
e wwwwwwwwww
५८
Page #71
--------------------------------------------------------------------------
________________
(ઉલ્લાસ – ૩, પૃ. ૬૭)
અર્થ : અષ્ટમી આદિ તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજે દિવસે તિથિનું આરાધન કરાય છે. પણ તે દિવસે પચ્ચખાણ વખતે તિથિ ઘડી બે ઘડી હોય છે. એટલું જ આરાધના થાય છે. પછી નોમ આદિ થવાથી સંપૂર્ણ તિથિની તો વિરાધના થઈ, પૂર્વના દિવસે હોવાથી. હવે જે પચ્ચખાણનો સમય જોઈએ તો તો પૂર્વદિવસ બને છે. પચ્ચખાણનો સમય અને સમગ્ર દિવસ હોવાથી સુંદર આરાધના થાય. તો પછી અષ્ટમી આદિ તિથિની વૃદ્ધિ હોય તો બીજે દિવસે આરાધના કરવી, કેમ કહો છો ? આ પ્રશ્ન (છે. હવે)
ઉત્તર : ‘ક્ષયમાં પૂર્વતિથિ કરવી જોઈએ' – એવા શ્રી ઉમાસ્વાતિ વાચકપ્રવરશ્રીના વચનના પ્રામાણ્યથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ આગલી એટલે બીજી જ તિથિ પ્રમાણભૂત છે.
(३) एकादशीवृद्धौ श्रीहीरविजयसूरीणां निर्वाणमहिमपौषधोपवासादिकृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमिति प्रश्नोऽत्तर- औदयिक्येकादश्यां श्रीहीरविजयसूरीनिर्वाणपौषधादि विधेयमिति ।
(સ્કાર - , પૃ. ૮૭)
અર્થ : અગીયારસની વૃદ્ધિ હોય ત્યારે શ્રીહીરવિજયસૂરી મહારાજનો નિર્વાણમહિમા પૌધણ ઉપવાસ વગેરે કૃત્ય પૂર્વની કે પછીની અગીયારસે કરવો? આ પ્રશ્ન, હવે ઉત્તર, ઔદયિકી (અર્થાત્ બીજી) અગીયારસે શ્રીહીરવિજય સૂરીજી મહારાજાનો નિર્વાણપૌષધ વગેરે કરવો.
(४) रोहिण्युपवास: पंचम्याधुपवासश्च कारणे सति मिलन्त्यां तिथौ क्रियते न वा इति प्रश्नोऽत्रोत्तरम्-कारणे सति मिलन्त्यां तिथौ क्रियते कार्यते चेति પ્રવૃત્તિર્દશ્યતે, Rvi વિના તૂવયપ્રાપ્તિીયાતિ – વોધ્યમ્ / ૪૭૦ (ફ્રાસ - ૩ પૃ. ૧૮)
અર્થ : રોહીણીનો ઉપવાસ અને પંચમી આદિનો ઉપવાસ કારણ હોય તો જે તિથિમાં તે મળી જતાં હોય તેમાં કરાય કે નહિ ? પ્રશ્ન, હવે ઉત્તર : કારણ હોય તો મળતી તિથિમાં કરાય અને કરાવાય, એવી પ્રવૃત્તિ દેખાય છે. કારણ વિના તો ઉદયતિથિમાં જ કરાય એમ જાણવું.
પ૯
WWW.jainelibrary.org
Page #72
--------------------------------------------------------------------------
________________
ટીપ્પણી :
પૂ. આ. ભ. શ્રી સેનસૂરીશ્વરજી મહારાજાની તિથિ અંગે માન્યતા : (૧) ઉદયમાં જે તિથિ હોય, તે જ પ્રમાણ છે. ઉદયમાં ન હોય તેવી તિથિ માનવાથી
આજ્ઞાભંગાદિ દોષો લાગે. (૨) સામાન્યથી ઉદયશ્મિ' શાત્રવચનથી તિથિની આરાધના કરવાની અને તિથિની
ક્ષય વૃદ્ધિમાં ‘ક્ષયે પૂર્વા.' પ્રઘોષ અનુસાર તિથિની આરાધના કરવાની. (૩) તિથિની આરાધના અંગેના ઉપરોક્ત બંને વચનો શ્રાદ્ધવિધિ અને અવિચ્છિન્ન
સુવિહિત પરંપરાથી પ્રમાણભૂત છે. (૪) તિથિની વૃદ્ધિ હોય તો બીજી તિથિ જ આરાધવી. તે ભલે અલ્પ સમય માટે
સૂર્યોદયને સ્પર્શેલી હોય. અર્થાત્ પવપવ તિથિની વૃદ્ધિમાં તિથિની વૃદ્ધિ યથાવત્
માન્ય રાખી અગ્રેતન આગળની બીજી તિથિમાં આરાધના કરવી. (૫) પૂ. આ. ભ. શ્રી હીરવિજ્યસૂરીજી મ. નો નિર્વાણ મહિમા દિન અગીયારસ છે.
તે અગીયારસની વૃદ્ધિ હોય તો ઔદયિકી તિથિમાં બીજી તિથિમાં પૌષધાદિની આરાધના કરવી. આના ઉપરથી સિદ્ધ થાય છે કે પૂ. આ. ભ. શ્રી. દેવસૂરિજી મ. ના પૂ ગુરૂદેવ પૂ. આ. ભ. શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય, તેમ માનતા હતા. અને તેના આધાર તરીકે તેઓશ્રીએ ‘ઉદયસ્મિ'
અને ‘ક્ષયે પૂર્વા.' આ બે શાસ્ત્રવચનો આપ્યા છે. (૬) વાહ રહે કે પ્રશ્નકારે અગીયારસની વૃદ્ધિ હોય તો પોષાદિ ક્યારે કરવા ? આવો
પ્રશ્ન કર્યો, તેના જવાબમાં સેનપ્રશ્નકારશ્રીએ બીજી અગીયારસે પોષધાદિની આરાધના કરવાની કહી છે. અગીયારસની વૃદ્ધિએ દસમની વૃદ્ધિ કરીને પર્વતિથિ અગિયારસ અખંડ રાખવી એવો ઉત્તર આપ્યો નથી.
૫) તત્તરંગિણી : (કર્તા – મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણિવર્ય રચના સમય : વિ. સં. ૧૬૧૫ / અનુવાદક : પૂ. આ. ભ. શ્રી જંબુસૂરીશ્વરજી મ. સા. પ્રકાશક : શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર, ડભોઈ સં - ૨૦૦૫)
तिहिवाओ पुव्वतिहि, अहिआओ उत्तराय गहियव्व। हीणंपि पक्खियं पुण, न पुण पुण्णिमादिवसे ॥४॥ टीका : तिहिवाओ तिथिक्षये पूर्वच तिथिाहाा, अधिकायां - च वृद्धौ
૬૦
Page #73
--------------------------------------------------------------------------
________________
चोत्तरैव ग्राह्या उपादेयेत्ययमर्थः यदुक्तं-क्षये पूर्वा तिथिग्रह्या, वृद्धौ ग्राह्या तथोत्तरा । श्रीमद्वीरस्य निर्वाणं ज्ञेयं लोकानुसारतः ॥ १॥
क्षीणमपि पाक्षिक - चतुर्दशी लक्षणं पूर्णिमायां प्रमाणं न कार्यं तत्र तद् भोगगन्धस्याप्यसंभवात्, किन्तु त्रयोदश्यामेवेत्यर्थः । (पृ. ४)
અર્થ : તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી, અને અધિક હોય ત્યારે ઉત્તરની તિથિ ગ્રહણ કરવી.
શ્રીઉમાસ્વાતિ મહારાજાના પ્રઘોષમાં કહ્યું છે કે... ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિ ગ્રહણ કરવી, અને વીર ભગવાનનું નિર્વાણ કણ્યાણક લોક દીવાળી કરે ત્યારે કરવું.
ચૌદસના ક્ષયે પણ પૂનમે પખ્ખી કરવી પ્રમાણ નથી, કેમકે પુનમે તો ચૌદસના ભોગની ગંધ પણ નથી, પણ તેરસે જ કરવી જોઇએ.
तद्विद्वाः सत्यो न पूर्वा एव पूर्वतिथिनाम्न्य एवं भवेषुः किन्तु उत्तरसंज्ञिका अपीति भाव: (पृ. ५. )
અર્થ : ક્ષીણ તિથિ યુક્ત થઈ થકી પૂર્વની તિથિ પોતાના નામની રહે એમ નહિ, પરંતુ ક્ષીણ તિથિ સંહારક પણ બને છે.
नन्वेवं पौर्णिमासी क्षये भवतामपि का गतिरिति चेत्, अहो विचारचातुरी | यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि - विद्यमानत्वेन तस्याप्याराधनं जातमेवेति (पृ. ८)
અર્થ : વાદી શંકા કરે છે કે “તો પછી પૂનમના ક્ષયે તમારી શી ગતિ ?'' ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે કે શું તમારી વિચાર ચતુરાઇ. કેમકે તેવા પ્રસંગે તો ચૌદસના દિવસે બંને તિથિઓ વિદ્યમાન હોવાથી પૂનમનું પણ આરાધન થઇ જાય છે.
यतो ह्यस्माकमग्रेतनकल्याणकतिथि या ते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विधमान त्वादिष्टापत्तिरेवोत्तरम् (पृ. ९)
અર્થ : કારણકે અમારે તો આગલી કલ્યાણક તિથિના ક્ષયે પૂર્વની કલ્યાણક તિથિમાં બંનેની પણ વિદ્યમાનતા હોવાથી ઇષ્ટાપત્તિ જ અમારો ઉત્તર છે.
एवं हिणचउदसि तेरसि जुत्ता न दोस मा वहइ । (पृ. १४ )
અર્થ : એવી રીતે ક્ષીણ ચઉદસ-તેરસ યુક્ત લેવી દોષકારક નથી.
:
૬૧
Page #74
--------------------------------------------------------------------------
________________
संपूर्णत्ति अकाउं वुट्ठीओ धिप्पड़ न पूव्वतिही जं जा जंमि हु दिवसे समप्पड़ સા પ્રમાળ તિા??।। (પૃ. ૮)
અર્થ : સંપૂર્ણ છે એમ કરીને વૃદ્ધિમાં પૂર્વતિથિ ન લેવી. અર્થાત્ તિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલા સંપૂર્ણ દિવસમાં તિથિ વિદ્યમાન હોય છે અને પછીના બીજા દિવસે તિથિ થોડા સમય માટે જ સૂર્યોદયને સ્પર્શે છે. તેથી સંપૂર્ણ તિથિ તો પૂર્વની છે. એમ માની વૃદ્ધિમાં પૂર્વતિથિ ગ્રહણ ન કરવી. કારણકે જે દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે જ દિવસે તે તિથિ લેવી પ્રમાણ છે.
यदि वा स्वमत्या तिथेरवयव - न्यूनाधिककल्पनां करिष्यसि तदाऽऽ जन्म व्याकुलितचेता भविष्यसीति तु स्वयमेव किं नालोचयसि ? एवं क्षीणतिथावपि कार्यं द्वयम-द्यकृतवानहमित्यादयो दृष्टान्ताः स्वयमूह्या इति गाथार्थः ॥ १८ ॥ (પૃ. ૨૦)
અર્થ : જો સ્વબુદ્ધિથી તિથિના અવયવોની ન્યૂનાધિક કલ્પના કરીશ તો આજન્મ તારે વ્યાકુલ થવું પડશે, તે તું સ્વયં કેમ વિચારતો નથી. એ જ પ્રમાણે ક્ષીણ તિથિમાં પણ આજે મેં બે કાર્ય કર્યાં ઇત્યાદિ દૃષ્ટાન્તો સ્વયં વિચારી લેવાં ૧૨૮।।
જ
પ્રવચનવિરોઘેનૈવાચાર્યપરંપરાયા પાવેયત્વાત્ (પૃ. ૨૮)
અર્થ : આગમથી અવિરોધ કરીને જ આચાર્ય પરંપરાનું ઉપાદેયપણું છે. तिथिनां वृद्धौ हानौ च का तिथिरुपादेया का च त्याज्येत्येवं रुपेण या Íા.... (પૃ. રૂ)
અર્થ : તિથિની વૃદ્ધિ અને હાનિમાં કઇ તિથિ ગ્રહણ કરવી અને કઇ તિથિ છોડી દેવી, એવી શંકા (રૂપી તાપથી તપેલા અનેક ભવ્યાત્માઓને પ્રીતિ ઉપજાવનારી..... આ તત્વતરંગિણિ છે) (એ પ્રમાણે શ્રીતત્ત્વ તરંગિણિનું વિશેષણ જોવા મળે છે.)
ટીપ્પણી : ઉપરોક્ત શાસ્ત્રપાઠમાં અગત્યના ખુલાસા
(૧) વિ. સં. ૧૯૧૫ માં (એટલે કે આશરે ૪૪૫ વર્ષ પહેલાં પણ) લૌકિક પંચાંગગત પર્યાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ માન્ય હતી. તેથી જ તિથિઓની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે પ્રશ્નો ઉપસ્થિત થયા હશે, તેના સમાધાન આ ગ્રંથમાં આપ્યા છે.
(૨) તત્ત્વતરંગિણિકારે ‘ક્ષયે પૂર્વા.’ પ્રઘોષનો અર્થ આજે બે તિથિપક્ષ જે રીતે કરે છે, તે પ્રમાણે જ કરેલ છે. અર્થાત્ બે તિથિપક્ષે કરેલો પ્રઘોષનો અર્થ શાસ્ત્રાનુસારી જ છે.
જ
૬૨
Page #75
--------------------------------------------------------------------------
________________
(૩) શાશ્ત્રકાર પરમર્ષિએ મતિકલ્પનાથી ક્ષય-વૃદ્ધિ તિથિઓની ન્યૂનાધિકતા કરવાનો નિષેધ કરી પ્રઘોષના કથનાનુસાર વર્તવા ભલામણ કરી છે.
(૪) અગત્યના ખુલાસારૂપે શાશ્ત્રકારશ્રીએ કહ્યું કે.... આગમથી અવિરુદ્ધ આચાર્ય પરંપરા જ પ્રમાણભૂત છે. ‘જ’ કાર સૂચક ‘એવ’ કાર મૂકીને આગમથી વિરુદ્ધ પરંપરાનો વ્યવચ્છદે કર્યો છે. અનાદેયતા સૂચવી છે.
(૫) ક્ષીણ ચઉદસ તેરસયુક્ત લેવી દોષકારક નથી. આ વિધાન કરી શાશ્ત્રકાર પરમર્ષિએ બે અગત્યના ખુલાસા કર્યાં છે
(અ) ચૌદસના ક્ષયે ચૌદસની આરાધના પૂર્વની તિથિ તેરસમાં કરવી. અને તેરસ -ચૌદસ ભેગા માનવા-લખવા દોષરૂપ નથી. તથા
(બ) ચૌદસના ક્ષયે તેરસનો ક્ષય ન થાય. ચૌદસનો ક્ષય માન્ય રાખી ચૌદસની આરાધના પ્રધોષના વચનાનુસાર તેરસના રોજ કરવી.
(૬) વૃદ્ધિતિથિમાં બીજી તિથિ જ પ્રમાણભૂત છે. કારણ કે તિથિની સમાપ્તિ બીજા દિવસે થાય છે. અર્થાત્ જે દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે જ દિવસે તે તિથિ લેવી પ્રમાણ’-આ વચનથી પર્વાપર્વ તિથિની વૃદ્ધિમાં તિથિની સમાપ્તિ જે બીજા દિવસે થાય છે, તે ઉત્તરતિથિ જ આરાધના માટે પ્રમાણભૂત માનવી. (૭) ઉપરોક્ત શાસ્ત્રવચનથી સ્વયમેવ સિદ્ધ થાય છે કે પર્વતિથિની પણ ક્ષય વૃદ્ધિ થાય છે. તથા શાસ્ત્રકાર પરમર્ષિએ લૌકિક પંચાંગગત પર્વાપર્વ તિથિની ક્ષય વૃદ્ધિને યથાવત્ માન્ય રાખી છે. અને તેવા સમયે ઉપસ્થિત થતી શંકાઓનું સમાધાન આપી ભવ્યાત્માઓને માર્ગદર્શન પુરૂં પાડયું છે.
૯) શ્રીકલ્પસૂત્ર – કિરણાવલી વૃત્તિ : (કર્તા: પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ. રચના સંવત : ૧૬૫૮ છપાવનાર : શ્રી આત્માનંદ સભા, ભાવનગર)
नहि नपुंसकोऽपि स्वायत्योत्पत्ति प्रत्यकिंचित्करः सन् सर्वकार्यं प्रत्यकिंचित्कर एव, तद्वदधिकमासोऽपि न सर्वत्र प्रमाणं किन्तु यत्कृत्यं प्रति या मासो नामग्राहं नियतस्तत् कृत्यं तस्मिन्नेव मासि विधेयम् नान्यत्रेति विवक्षया तिथिरिव न्यूनाधिकमासोप्युपेक्षणीयः, अन्यत्र तु गण्यतेऽपि तथाहि विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच्च चतुर्दश्यां नियतं सा च यद्यभिवर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽधिकर्त्तव्या दिनगणनायां त्वस्या अन्यासां वा वृद्धौ संभवन्तोऽपि षोडशदिना: पंचदशैव गण्यन्ते एवं क्षीणायां चतुर्दशापि दिना: पंचदशैवेति નોધ્યમ્ તદ્ભવત્રાપિ (પૃ. ૬૬૮)
૬૩
Page #76
--------------------------------------------------------------------------
________________
અર્થ : નપુંસક વ્યક્તિ પ્રજા ઉત્પન્ન કરવામાં અસમર્થ હોવા માત્રથી સર્વકાર્યોમાં અસમર્થ નથી જ, તેવી રીતે અધિક માસ પણ સર્વત્ર અપ્રમાણ નથી. પરંતુ જે કાર્યને ઉદ્દેશીને જે માસનો નામનિદેશ કર્યો હોય, તે કાર્ય તો તે જ માસમાં કરવું જોઈએ, બીજા માસમાં નહિ. એવી વિવેક્ષાથી તિથિની જેમ ચૂનાધિક માસ હોય તો તે પણ ઉપેક્ષણીય છે. બીજે સ્થળે તેની ગણત્રી થાય પણ છે. તે આ પ્રમાણે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદસના દિવસે નિયત છે, તે ચૌદસની જ્યારે વૃદ્ધિ થાય છે, ત્યારે પહેલી ચૌદસને ત્યજીને બીજી ચૌદસને ગ્રહણ કરવી, દિવસની ગણત્રીમાં તો ચૌદસ કે અન્ય તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે (ચૌદસાદિનો)ક્ષય થયે છતે ચૌદ દિવસ પંદર જ જાણવા. તેમ અહીં પણ જાણવું.
ટીપ્પણી :
(૧) આ ગ્રંથમાં પણ ચૌદસની વૃદ્ધિ યથાવત્ માન્ય રાખી બીજી ચૌદસે આરાધના
કરવાનું સૂચન કર્યું છે. તે પ્રધાષના વચનાનુસાર છે, કે જે આજે બેતિથિપક્ષ માને
છે?
(૨) જેમ નંપુસક પ્રજોત્પત્તિ સિવાયના કાર્યમાં અસમર્થ નથી. તેમ અધિક માસ પણ
અપ્રમાણ નથી. તેથી જ તેમાં નિયતરીતે જોડાયેલી પાક્ષિક પ્રતિક્રમણની આરાધના કરાય છે. કહેવાનો આશય એ છે કે જે કાર્યને ઉદ્દેશીને જે માસનો નામનિર્દેશ હોય તે કાર્ય તે જ માસમાં કરવું અને માસની વૃદ્ધિ હોય તો બીજા માસમાં કરવું આથી બે ભાદરવા હોય તો ભાદરવા માસ સાથે જોડાયેલી સંવત્સરીની આરાધના બીજા માસમાં જ કરાય. પરંતુ જે કાર્ય માસના નિર્દેશપૂર્વક શાસ્ત્રોમાં વિહિત નથી, પરંતુ નિયત આવશ્યક કર્તવ્ય તરીકે સૂચિત છે, તે કાર્ય માટે (માસની વૃદ્ધિ હોય ત્યારે) અપ્રમાણ નથી. અર્થાત્ ચૌદસની આરાધના માસના નામનિર્દેશપૂર્વક નથી. પરંતુ દર પંદર દિવસે પાક્ષિક આલોચના માટે નિયત કરેલી પ્રાયશ્ચિતરૂપ આરાધના છે. તેથી અધિકમાસમાં આવતી બંને ચૌદસે પખિ પ્રતિક્રમણ અવશ્ય કરવાનું રહે છે. આથી જ ૨૭ પૃષ્ઠીય પત્રિકાકારના પૃ. ૨૦ ઉપરના
છતાં (બે ચૌદસ આપણાં પંચાંગમાં લખવાની જ છે, એવો) જે તમે આગ્રહ પકડી રાખો તો અમારો પણ તમને સવાલ છે કે જેમ બે ચૌદસ તમારા પંચાંગમાં રાખીને પહેલી ચૌદસે આરાધના નથી કરતાં તેમ પહેલા ભાદરવામાં પણ સુદ પાંચમ આઠમ ચૌદસ વગેરેમાં જ્ઞાનપંચમી તપનો ઉપવાસ પ્રતિક્રમણ વગેરે આરાધના નહિ કરો
Page #77
--------------------------------------------------------------------------
________________
ને ? જેમ પહેલી ચૌદસ અપ્રમાણ તેમ તમારા મતે તો પહેલો ભાદરવો પણ અપ્રમાણ છે. તેથી જેમ પહેલી ચૌદશે ચૌદસનું પ્રતિક્રમણ નહિ, તેમ પહેલા ભાદરવામાં પણ ચૌદસનું પ્રતિક્રમણ નહી. જેમ પહેલા ભાદરવામાં (સુદ-ચોથના સંવત્સરી પ્રતિક્રમણ નથી કરતાં તે પહેલા ભાદરવામાં ચૌદસ પણ અમાન્ય કરીને પ્રતિક્રમણાદિ નહીં થાય.” –
સમીક્ષાગત દ્વિતીય મુદ્દામાં કરેલા આ બધા કુતર્કોનું શ્રીકલ્પસૂત્ર કિરણાવલી વૃત્તિકારના વચનથી જ નિરાકરણ થઈ જાય છે.
યાદ રહે કે ચૌદસનું પ્રતિક્રમણ માસના નામનિર્દેશપૂર્વક નિયત થયેલું નથી. પરંતુ સામાન્યતઃ ૧૫ દિવસે પાક્ષિક આલોચના રૂપે નિયત થયેલું છે. જ્યારે સંવત્સરી પ્રતિક્રમણ ભાદરવા માસના નામનિર્દેશપૂર્વક નિયત થયેલું છે. તેથી ભાદરવા માસની વૃદ્ધિ હોય તો શાત્રવચનાનુસાર અધિક માસ છોડી દ્વિતીય માસમાં સંવત્સરી પ્રતિક્રમણ થાય છે. આથી ખોટા ખોટા કુતર્કો કરી સત્યને ઢાંકવાની જરૂર નથી. અન્યથા (એકતારૂપી) વિનાયકની સ્થાપના કરતાં કરતાં (મિથ્યાત્વરૂપી) વાનરની સ્થાપના થઈ જશે. ૮) શ્રીકલ્પદીપિકા : (કર્તા : શ્રી જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરી. મ. ના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિમલહર્ષગણિના શિષ્ય પંડિત પ્રવરશ્રી જયવિજયજીગણિ. રચના - સં - ૧૬૧૧) - છપાવનાર : સંશોધક – પ્રકાશક: પંડિત મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, સં – ૧૯૯૧)
। अत एवऽऽस्तामन्योऽभिवर्द्धितो भाद्रपदवृद्धौ प्रथम भाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव अभिवर्द्धितप्रथमतिथिरिव तदीयकृत्येष्विति । तथाहि-विवक्षितं हि पाक्षिकं प्रतिक्रमणं तच्च चतुर्दश्यां नियतं सा च यद्यपि वर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितियाऽङ्गीकार्या दिनगणनायां त्वस्या: अन्यासां च वृद्धौ संभवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते । एवं क्षीणायामपि चतुर्दश्यादितिथौ पंचदशैवेति વોટ્યા તત્રપિI (નવમક્ષut પૃ. - ૪)
અર્થ : આથી જ અન્ય વૃદ્ધિ પામેલો માસ જવા દો. પણ ભાદરવાની વૃદ્ધિમાં પ્રથમ ભાદરવો પણ પર્યુષણાના કાર્યો માટે યોગ્ય નથી જ. તેના કૃત્યો માટે, વૃદ્ધિ પામેલી પ્રથમ તિથિની જેમ. તે આ પ્રમાણે-પાક્ષિક પ્રતિક્રમણ કે જે ચૌદસના નિયત છે,તે ચૌદશની પણ વૃદ્ધિ થાય ત્યારે પ્રથમ ચૌદશને છોડી દઈ બીજી ચૌદશ ગ્રહણ કરવી.
૬૫
Page #78
--------------------------------------------------------------------------
________________
દિવસની ગણત્રીમાં તો ચૌદસ કે બીજી તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ ચૌદસ આદિ તિથિનો ક્ષય થતે છતે પંદર જ દિવસ જાણવા, તેમ અહીં પણ.
ટીપ્પણી : ચૌદસ આદિ તિથિઓની ક્ષય-વૃદ્ધિ માન્ય છે.
૯) શ્રી કલ્પસૂત્ર સુબોધિકા : (ર્તા : જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરી મ. ના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી ગણિ. રચના : ૧૬૯૬ / છપાવનાર : દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના કાર્યવાહક નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી – વિ. સં. ૧૯૬૭).
सर्वाणि शुभकार्याणि अभिवर्द्धिते मासे नपुंसक इतिकृत्वा ज्योतिःशास्त्रे निषिद्धानि, अपरं च आस्तामन्योऽभिवर्द्धितो भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव, यथा चतुर्दशी वृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि (पृ.५२७)
અર્થ વૃદ્ધિ પામેલો મહિનો નંપુસક છે, એમ કહી સર્વ શુભકાર્યો જ્યોતિષશાસ્ત્રમાં નિષેધ્યા છે. અને બીજો વધેલો માસ જવા દો, પણ ભાદરવાની વૃદ્ધિ થઈ હોય તો પ્રથમ ભાદરવો અપ્રમાણ જ છે. જેમ ચૌદસની વૃદ્ધિમાં પહેલી ચૌદસ અવગણીને બીજી ચૌદસે પાક્ષિકકૃત્ય કરાય છે, તેમ અહીં પણ જાણવું.
ટિપ્પણી : ઉપરોક્ત શાત્રપાઠમાં ચૌદસ પર્વતિથિ માન્ય કરીને વૃદ્ધી કાર્યા તથોત્તરા' પ્રઘોષના વચનાનુસાર પહેલી છોડીને બીજી ચૌદસે પાક્ષિક કૃત્ય કરાય છે, તેમ જણાવ્યું છે. જે બેતિથિપક્ષની માન્યતાની સત્યતા માટે પર્યાપ્ત છે. ૧૦) કલ્પસૂત્ર સુખબોધિકા (ગુજરાતી ભાષાંતર)
કર્તા : ઉપા. શ્રી વિનયવિજયજી ગણિ. રચના : સં. ૧૬૯૬ સંપાદક શ્રી સુશીલ. પ્રકાશક: મેઘજી હીરજી બુકસેલર – મુંબઈ. સં - ૧૯૮૧.
વળી બીજો માસ અધિક હોય તો પણ પહેલો ભાદરવો અપ્રમાણ જ છે. જેમ ચતુર્દશી અધિક હોય તો પણ પહેલી ચતુર્દશીને લેખામાં નહી ગણીને બીજી ચતુર્દશીએ પાક્ષિકકૃત્ય કરવામાં આવે છે, તેમ અહીં પણ સમજવું.
૬૬
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૧) કલ્પકૌમુદિ : (કર્તા : મહોપાધ્યાય શ્રી શાંતિસાગરજી ગણિ. રચના : સં. ૧૭૦૭, છપાવનાર - શ્રી2ષભદેવજી કેશરીમલજી પેઢી. રતલામ સં - ૧૯૯૨)
यानि च भाद्रपदादिमासप्रतिबद्धानि तानि तु तवये जाते प्रथममप्रमाणं परित्यज्य द्वितीये प्रमाणमासे तत् प्रतिबद्धानि कार्याणि कार्याण्येवेति,..... इति સંક્ષેપ: વિસ્તરતુ શ્રીવરિપવિન્યા : છે (પૃ. ૨૨૨)
અર્થ : જે કાર્યોનું ભાદરવામાં કરવાનું વિધાન છે, તે કાર્યો ભાદરવા માસની વૃદ્ધિ થાય તો પહેલા અપ્રમાણ માસને છોડી દઈ બીજા પ્રમાણભૂત માસમાં કરવા જોઇએ..... એ પ્રમાણે સંક્ષેપથી કર્યું. વિસ્તારથી તો શ્રીકલ્પકિરણાવલીમાંથી જાણી લેવું. (કિરણાલીમાં કહેલું કલ્પકોમુદિના કર્તાને માન્ય છે.) ૧૨) શ્રી પાક્ષિક પર્વસાર વિચાર : (ર્તા પૂ. આ. ભ. શ્રી. જ્ઞાનવિમલસૂરીજી મ. રચના - સં - ૧૭૨૮ / સંગ્રાહક : પં. સૌભાગ્યવિમલ ગણિના શિષ્ય પં. મુક્તિવિમલ ગણિ. ___अत्र सुदर्शनश्रेष्ठिनः प्रतिमाधरश्रमणोपासकत्वादष्टम्यां चतुर्दश्यां च पोषधकरणादेव चतुर्दश्यां पाक्षिकत्वमुक्तं तथा च जया परिकपाइ तिहि, पडेइतहा पुव्वतिहीजे । कायव्वं न अग्गतिहीओ, तत्थ गंधस्सवि अभावाओ ॥१॥ इत्यवचुर्णी । तथाविधिप्रवादग्रंथेऽपि उमास्वातिवाचका अप्याहः “क्षये पूर्वातिथि ग्राह्या, वृद्धौ कार्या तथोत्तरा। શ્રીવીરનોક્ષન્યાાં ર્ય સ્ત્રોજાનુરિટ પારા (પૃ. ૩)
અર્થ : અહીં સુદર્શન શેઠ પ્રતિમાધારી શ્રાવક હોવાથી આઠમ અને ચૌદસના પૌષધ કરવાથી જ ચૌદસના પાક્ષિક વગેરે તિથિ પડે – ક્ષય પામેલી હોય ત્યારે પૂર્વપહેલી તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું જોઈએ. પણ આગળ-પાછળની તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું જોઈએ નહિ. કારણકે જે તિથિનો ક્ષય છે, તેની પાછળની તિથિમાં ક્ષયતિથિની ગંધ સરખીએ નથી. આ પ્રમાણે અવચૂર્ણિમાં તથા શ્રીવિધિપ્રવાદ ગ્રંથમાં પણ શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રવરશ્રી જણાવે છે કે.... “ક્ષયમાં પૂર્વતિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં પછીની તિથિ ગ્રહણ કરવી. શ્રી વીર પ્રભુનું મોક્ષકશ્યાણક લોક્ના અનુસારે કરવું.
૬૭
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૩) શ્રી હીન્દી જૈન કલ્પસૂત્ર : (સુબોધિકા ટીકાનું ભાષાંતર )
(પ્રકાશક : આ. શ્રી વિજ્ય વલ્લભસૂરિ મ. ની શુભસંમતિસે આપકા હી શિષ્યરત્ન આ. શ્રી. વિ. લલિતસૂરિ મ. તથા આ. શ્રી. વિ. સમુદ્રસૂરિ મ. કી સહાયતાસે શ્રીઆત્માનંદ જૈનસભા, પંજાબ, અંબાલા શહેર વિ. સં. ૨૦૦૫)
જૈસે ચતુર્દશી અધિક હોને પર પહલી ચતુર્દશી કો ન ગિનકર દૂસરી ચતુર્દશી કો હી પાક્ષિકકૃત્ય કિયા જાતા હૈ વૈસે હી યહાં પર ભી સમજ લેના ચાહિયે. (પૃ. ૧૪૩)
૧૪) ધર્મસંગ્રહ : (ર્તા : મહોપાધ્યાય શ્રીમાનવિજ્યજી ગણિવર-સંશોધક : પૂ. સમર્થશાસ્ત્રકાર ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર્ય, રચના : વિ. સં. ૧૭૩૧
પૂર્વે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવ્યા મુજબ તિથિથ પ્રાત: ...... યંત્રોનુરિઃ | (અર્થ પણ આગળ પ્રમાણે જાણવો.)
૧૫) એકમ દૂજ ભેલી કરણી
લેખક : પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ (પૂ. સાગરજી મ. ના ગુરુદેવ) હેન્ડબીલ, લખ્યા સં - ૧૯૩૫
શ્રીહરિપ્રશ્નમેં પિણ કહ્યા હૈ જો પ્રયુષણા કા પિછલા ચાર દિવસમાં તિથિકા ક્ષય આવે તો ચતુર્દશીથી કલ્પસૂત્ર વાંચણા. જો વૃદ્ધિ આવે તો એકમ વાંચણા. એથી પિણ માલુમ હુઆ કિ જિમ તિથિકી હાનિ - વૃદ્ધિ આવે તે તેમજ કરણી વાતે અબકે પર્યુષણામેં એકમ-બીજ ભેલી કરણી.
ટીપ્પણી : પૂ. સાગરજી મ. નો સમુદાય પણ ૧૯૩૫ માં પર્વતિથિની વૃદ્ધિનહાનિ માનતો જ હતો. અને તિથિના ક્ષયમાં આગલી તિથિમાં તે તિથિની આરાધના કરતો હતો. અને બીજના ક્ષયે અકેમ-બીજ ભેગી માનતો જ હતો.
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૬) અષ્ટાહિના કલ્પ સુબોધિકા : (સંપાદક : સારાભાઇ મણીલાલ નવાબ. અમદાવાદ, સં - ૨૦૦૯)
વળી બીજો માસ અધિક હોય તેની વાત તો બાજુ પર રહી, પરંતુ ભાદરવો માસ અપ્રમાણ જ છે.
જેમ ચૌદસ અધિક હોય તો પહેલા ચૌદસને લેખામાં નહી ગણીને બીજી ચૌદસે પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે. તેમ અહીં પણ જાણવું. (પૃ. ૫૭૪)
૧૭) શ્રીવૈરાગ્ય શતક : (કર્તા: પૂ. શાસન સમ્રાટશ્રીના સમુદાયના આ. વિ. પદ્મસૂરીજી મ.)
तिथिजे तपसि श्रेष्ठा, सूर्योदयगता तिथि: 1 तिथिपाते च पूर्वस्मिन्नह्नि वृद्धौ परत्र च ॥
તિથિની મુખ્યતાવાળા તપમાં સૂર્યોદયવેળાની તિથિ લેવી. તિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિ લેવી. અને તિથિની વૃદ્ધિ હોય તો બેમાં બીજી તિથિ લેવી. (પૃ. ૫૦૭)
૬૯
Page #82
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૪
સંઘસ્થવિર, વચનસિદ્ધ, સંયમતપોમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાનો તિથિ અંગે અગત્યનો ખુલાસો યાને
તિથિ અંગે સત્ય અને હેરાફેરીનો ઈતિહાસ
સં. ૧૯૯૭, કાર્તિક સુદ-પ્રથમ પુનમ, ગુરુવાર, ચોમાસા પરિવર્તનનો પ્રસંગ, હાજા પટેલની પોળ (અમદાવાદ), શ્રીવીશા શ્રીમાળીની વાડીમાં વ્યાખ્યાનમાં પૂ.બાપજી મહારાજાએ તથા પૂ.આ.ભ.શ્રી. વિ. ભદ્રંકરસૂરિજી મહારાજે (તે વખતે પૂ.મુ. શ્રીભદ્રંકર વિજયજી મહારાજે) તિથિ વિષયક શ્રીમોહનલાલ પોપટલાલ વકીલ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના આપેલા ઉત્તરો.)
પ્રશ્ન : બે પૂનમ સંબંધી આપની માન્યતા શું છે ?
ઉત્તર : ચતુર્દશી છતાં વિરાધીને પૂનમે ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય. પણ મરેલી માતાને ધાવવા થકી પુષ્ટિ થાય નહિ. પૂનમે ચોમાસી વગેરે થાય નહિ.
(નોંધ : બે પૂનમ હોય ત્યારે બે તેરસ કરી, પ્રથમ પૂનમે ચોમાસી-ચૌદસ ગણી આરાધના થાય નહિ. કારણકે પ્રથમ પૂનમ હકીકતમાં ચૌદસ જ નથી.)
પ્રશ્ન : આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું તેનું શું ?
ઉત્તર : જુઓ લુખ્ખું ખાય તે ચોપડ્યાની આશાએ. આ વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તો સારૂં, પણ તેવો કોઈ અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ જ્યારે છેવટે જોયું કે આ બધાની વાટ જોતાં આખુંય જશે અને સાચી વાત મરી જશે. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ આરાધવા માંડ્યું.
પ્રશ્ન : આપે પરંપરા લોપી કહેવાય ?
ઉત્તર : પરંપરા શાની લોપી ? આ પરંપરા કહેવાતી હશે ? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય તેવી પરંપરા હોય જ નહિ. જુઓ તમને કોઈને કદાચ ખબર નહિ હોય પણ મારા અનુભવની વાત છે. આ વાત ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસૂરના
૭૦
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રયે નાગોરીશાળામાં ધરણેન્દ્રશ્રીપૂજ્ય હતા. તે વખતે પર્વતિથિઓની આવી હેરાફેરી કરવાનું તેમણે કરેલું. તે વખતે સુબાજી તેમની પાસે જતા હતા પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ કર્યું. બે ચારવાર તેમને શ્રી પૂજ્યના કોટવાલો તેડવા આવ્યા પણ તેમણે કહી દીધું કે અસત્ય પ્રરૂપણા થઈ માટે હું નહિ આવું. તે વખતે શ્રીમૂલચંદજી મહારાજા વગેરેને પણ ઘણું દુઃખ થયું કે આ બધું ખોટું થાય છે. પણ તે વખતે સાધુઓ થોડા અને શ્રીપૂજ્યોનું બળ ઘણું. તે વખતે ઉહાપોહ પણ થયેલા પણ ચાલી પડ્યું. શ્રી મૂલચંદજી મહારાજા અને સૂબાજીને એ વખતે જે કરવું પડ્યું તે બદલ બહું દુઃખ થયેલું બહુ પ્રશ્ચાતાપ થયેલો. આવી રીતે ચાલેલી પરંપરા તે સત્ય કહેવાય કે અસત્ય ? તે વિચારો. અમે જાણતા હતા કે આવી રીતે પર્વતિથિની વિરાધના કરવી એ ખોટું છે. પણ અમારા મનને એમ કે શાસનમાં બધા ઠેકાણે આવશે. એમ ધારીને બળતા હૈયે કરતા હતા. આપણે સંમેલન થયું તે વખતે આ વાત કરી હતી. પણ તે વખતે તો “આ વિષય આપણા તપાગચ્છનો છે અને અહીં બીજા ગચ્છોના પણ આવેલ છે. આથી પડતી મૂકાઈ હતી. એ વાત રહી તે રહી અને બે પાંચમો આવી, એ વખતે મેં એ માટે પ્રયત્ન કરેલો અને એમાં ઉલટું ઉધું થયું. અને ઝેર રેડાયું. આથી વિચાર કર્યો કે બધાને ઠેકાણે લાવવા માટે આપણે અશુદ્ધ કરવું તે ઠીક નથી.
પ્રશ્ન : પૂજ્ય શ્રી આનંદ વિમલસૂરીશ્વરજી મહારાજાના નામવાળું સોળમી સદીનું પાનું બતાવે છે તે શું ?
ઉત્તર : એ પાનામાં કેવું લખાણ છે તે તો જુઓ? એની ભાષા જુઓ ? આપણા ગચ્છની માન્યતાથી વિરુદ્ધની ગાથાઓ આમાં છે. પણ એ બધી વાત પછી. આપણે ટૂંકી જ વાત કરીએ. એ પાનું જે શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું સાચું છે, એમ પૂરવાર થઈ જાય તો હું તેમ માનવા અને કરવા તૈયાર છું. અરે ભાઈ અત્યાર સુધી અમે જે આ કર્યું તેનું પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું.
પ્રશ્ન : આપે સં. ૧૯૯૨ માં સંવત્સરી શનીવારે હતી છતાં રવીવારે કરેલી એ શાથી?
ઉત્તર : એ વાત તો એવી છે કે.. એ વખતે વાટાઘાટની શબ્દજાળમાં હું ઠગાયો હતો. વાતમાં હું ફસાયો, પણ મારી શ્રદ્ધા તો આ જ હતી. એથી તો મેં મારા બહારના સાધુઓને શનિવારે સંવત્સરી કરવી એ જ બરાબર છે, એમ જણાવી દીધું હતું. વળી મને કોઈએ પૂછ્યું કે પૂછાવ્યું તે બધાને મેં ભા.સુદ-૪ શનીવારે જ સંવત્સરી કરવી જોઈએ, એમ કહ્યું હતું. મેં કહેલું કે - હું બોલમાં બંધાયો છું. પણ મારી શ્રદ્ધા એ જ
WWW.jainelibrary.org
Page #84
--------------------------------------------------------------------------
________________
છે કે, ભાદરવા સુદ-૮ને છોડીને ભાદરવા-સુદ-પહેલી પાંચમે સંવત્સરી થાય જ નહિ. માટે હું તો એ જ કહેવાનો અને બને તેમની પાસે એ જ કરાવવાનો.
શાસ્ત્રોનું ચોખ્ખું વચન છે કે . “યે પૂર્વાતિથિ:કાર્યા, વૃદ્ધી કર્યા તથોત્તર” ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિએ આરાધના કરવાની અને વૃદ્ધિ આવે ત્યારે ઉત્તરા એટલે પછીની તિથિએ આરાધના કરવાની.
આ નિયમ ક્ષય-વૃદ્ધિ વગરની તિથિએ કેમ લાગું પડે ? જુઓ કે પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને ઉદય તિથિની વિરાધના ન કરી, પણ વૃદ્ધિ આવી ત્યારે ઉદયતિથિ ચોથને વિરાધી. આ તો એવું થયું કે પરણવાની બાધા અને મારું મોકળું! તેઓ વેરવૃત્તિ વધે એવું કરે છે, માટે આપણે બોલતા નથી-બાકી હડહડતું અસત્ય
શાસ્ત્રની ચોકખી આજ્ઞા છે અને તે મુજબ જ આપણે તે વખતે ૧૯૯૨-૧૯૯૩ માં સંવત્સરીમાં અને તે પછી ચૌદસની પમ્મી તથા ચોમાસામાં માન્યતા રાખી છે. તે પાનું જો સાચું સાબીત કરે તો આપણને તે માનવામાં કશો વાંધો નથી. બાકી ગમે તેમ ચાલી પડેલી અને સારી આશાએ નભાવેલી વાતને પરંપરા મનાય જ નહિ.
Page #85
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
લવાદી ચર્ચાનો સાર
(વિ.સં. ૧૯૯૮ માં તિથિ વિવાદના નિરાકરણ માટે શ્રીઆનંદજી કલ્યાણજી પેઠીના પ્રમુખ શ્રીકસ્તુરભાઈ શેઠ દ્વારા પૂ.આ.ભ.શ્રી. સાગરાનંદ સૂરિ.મ. અને પૂ.આ.ભ.શ્રી.વિ. રામચંદ્ર સૂરિ મ.ની સંમતિથી લવાદ તરીકે મુંબઈ યુનિવર્સિટીના એક માન્ય સંસ્કૃત પ્રાકૃતના સારા પ્રોફેસર પી.એલ. વૈદ્ય (Ph.d.) ને નિમ્યા હતા. એમણે બંને પૂ.આ.ભ.ના પ્રતિપાદનોનો અભ્યાસ કરી, સાથે સાથે ઉભય પૂ.આ. ભગવંતો સાથે મૌખિક-ચર્ચા પણ કરી. અંતે લવાદશ્રીએ નિર્ણય જાહેર કર્યો. તેનો સાર નીચે પ્રમાણે છે. ૧) શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન જનતામાં તપાગચ્છીય ચતુર્વિધ સંઘમાં શ્રી વિજય
દેવસૂરિ મ.સા. ના પછી કેટલાક વર્ષોથી એવી અસત્ પરંપરા ચાલી રહી છે કે પર્વતિથિઓની ટિપ્પણે કરેલી ક્ષય-વૃદ્ધિને અપ્રમાણિક માનીને પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિના ક્ષય અને વૃદ્ધિ કરે છે. એમાં એ અપર્વતિથિની ઔદયિકતા પણ ખોટી માને છે. આ પરંપરાના પ્રચલનનું દુષ્પરિણામ એ આવ્યું છે કે પૂનમઅમાસ અને ભાદરવા સુદ-પાંચમની ક્ષય-વૃદ્ધિના પ્રસંગમાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આરાધનાની ચૌદસ અને ચોથ જેવી પવિત્રતા મહાપર્વ અને સર્વોત્કૃષ્ટ પર્વતિથિની આરાધનાનો તેના મુખ્ય ઔદયિક દિવસે લોપ થઈ ગયો !! આ લોપ તિથિશ્ચ પ્રાતઃ” (શ્રાદ્ધવિધિ) વગેરે જિનાગમને અનુસરનારો તો નહિ, પણ તેને પ્રતિકૂલ છે, છતવ્યવહારથી બાહ્ય છે, આધુનિક છે. યતિઓની જ્ઞાનાચારની શિથિલતાના કાળથી પ્રચલિત છે. એ ઘણો હર્ષનો વિષય છે કે શ્રીસંઘના મહંતો મહાન પુણ્યના પરિપાકથી ઉક્ત-અસત્ પરંપરાની પરીક્ષા કરવામાં કેટલાક સ્વર્ગસ્થ તથા વિદ્યમાન જૈનાચાર્યો, જૈન મુનિઓ અને વિદ્વાનોનો ઝુકાવ થયો. અને આ સંબંધમાં ગંભીર અને વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવ્યો. અહીં પણ આ વિચાર પર સૂક્ષ્મતાથી અને વિસ્તારપૂર્વક વિચાર કરવાનું પ્રાપ્ત થયું છે. જેના ફળસ્વરૂપ એ સિદ્ધાન્ત પ્રતિષ્ઠિત થયો છે, કે ઉક્ત પરંપરાનો જૈન શાસ્ત્રોમાં કોઈપણ ઉલ્લેખ નથી. બલ્ક ‘ઉદયંમિ જા તિહી’ .... તિથિશ્ચ પાતઃ, યથાપિ ચતુર્દશી વૃદ્ધો પ્રથમામવગણ્ય’ ... વગેરે અનેક શાસ્ત્રપાઠોના હિસાબે
૭૩
Page #86
--------------------------------------------------------------------------
________________
એ પરંપરા શાસ્ત્રનિષિદ્ધ, છત વ્યવહારથી વિરુદ્ધ અને અર્વાચીન પુરવાર થઈ છે. તેનો પ્રશ્ન એ છે કે એવું આવ્યું શી રીતે ? એનો ઉત્તર એ છે કે તેવો પ્રચાર તે સમયે થયો હતો કે જ્યારે કમભાગ્યે જૈન યાતિવર્ગ વિષે વિદ્યા અને આચારમાં મંદતા આવી હતી; અને એવા જ્ઞાન-ચારિત્રમાં શિથિલ યતિઓનો પ્રભાવ સર્વત્ર ફેલાયો હતો. માટે આ અશાસ્ત્રીય અજ્ઞાનમૂલક અને અર્વાચીન પરંપરાનો અંત લાવવો જોઈએ.
ક્ષયે પૂર્વ વાળું વચન ક્ષીણ અને વૃદ્ધિ પર્વતિથિઓના આરાધનાનો દિવસ નિશ્ચિત કરાવવાને માટે પ્રવૃત્ત છે. અને એ નિશ્ચય પર્વતિથિઓની ટિપ્પણોત ક્ષય-વૃદ્ધિને ફેરવ્યા વિના પણ ઉત્પન્ન થાય છે. માટે તેના બદલે પૂર્વની તિથિનો ક્ષય-વૃદ્ધિ કરવાની જે પદ્ધતિ પંચાંગની મર્યાદાને કચરનાર છે, તે પદ્ધતિમાં ‘ક્ષયે
પૂર્વ નું તાત્પર્ય ન માનવું. ૩) જૈન શાસ્ત્રોમાં કલ્યાણક તિથિઓમાં પણ પર્વતિથિપણું અને પૂર્ણિમા સમાન
આરાધ્યાપણું માનવામાં આવ્યું છે. માટે ક્ષયે પૂર્વા વાળું જે શાસ્ત્રીય વચન હરકોઈ ક્ષીણ-વૃદ્ધ પર્વતિથિઓની આરાધનાના દિવસને નક્કી કરવા પ્રવર્તેલું છે. તે વચન ક્ષીણ-વૃદ્ધ કલ્યાણક તિથિઓની આરાધનાના દિવસનું નિર્ણાયક અવશ્ય
૪) જૈનશાસ્ત્રોને એવો નિયમ માન્ય નથી કે દરેક પર્વતિથિ બરાબર સૂર્યોદયથી જ
પ્રવૃત્ત થાય અને પછીના સૂર્યોદય-સમયે સમાપ્ત થાય. પરંતુ જૈનશાત્રો તો બીજી તિથિઓની જેમ પર્વતિથિઓમાં પણ પંચાંગને પ્રમાણ ગણે છે. એટલે જે પર્વતિથિ જે દિવસે સમાપ્ત થતી હોય, તે દિવસના સૂર્યોદય સમયથી એ તિથિની આરાધનાનો આરંભ કરી પછીના સૂર્યોદયે આરાધનાની સમાપ્તિ કરવી જોઈએ.
એવું જૈનશાસ્ત્રો માને છે. ૫) જૈન ટિપ્પણનો વિચ્છેદ થયા પછીથી વૈદિક સંપ્રદાયના પંચાંગનો જ આધાર
લઈને બધી તિથિઓના પ્રારંભ સમાપ્તિ સમયનો નિર્ણય કરવો જોઈએ, એવો જૈન જનતાને જૈન શાસ્ત્રોનો (શ્રાદ્ધવિધિ આદિ જૈન શાસ્ત્રોનો) સ્પષ્ટ આદેશ છે. માટે ઉકત પંચાંગની વિરુદ્ધ જઈને તિથિની કલ્પિત ક્ષય-વૃદ્ધિ કરવી તે અનુચિત છે.
७४
Page #87
--------------------------------------------------------------------------
________________
૬) પંચાંગમાં જે પર્વતિથિ જે દિવસે ઔદયિકી હોય, તે પર્વતિથિની આરાધના તે
જ દિવસે કરવી જોઈએ, એવી જૈનશાસ્ત્રની આશા છે. એથી બીજી રીતે આચરણ
કરવું તે પાપ છે. ૭) ક્ષીણ પર્વતિથિના ક્ષયના દિવસે અને વૃદ્ધ પર્વતિથિને બીજે દિવસે આરાધના
કરવાનો જે શાસ્ત્રીય આદેશ છે, તેનું મૂલ તે તે દિવસે તે તે તિથિની સમાપ્તિ જ છે. એક જ દિવસમાં બે પર્વતિથિઓનો વ્યવહાર, બે પર્વતિથિનું અસ્તિત્વ અને બનેની આરાધના હોઈ શકે, એવું તત્ત્વતરંગિણી વગેરે જૈન ગ્રંથો વિવાદ વિના ફરમાવે છે. પૂનમ-અમાસ કરતાં ચૌદસની અને ભાદરવા સુદ પાંચમ કરતાં ચોથની મુખ્યતા છે. (મહત્ત્વ ઘણું જ અધિક છે.) માટે ટિપ્પણોત મુખ્ય કાળમાં જ તેની આરાધના થવી જોઈએ. એના બદલે આરાધના કાળ ફેરવવો,
અર્થાત્ તેરસ અને ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવી, એ અયોગ્ય અને અશાસ્ત્રીય છે. ૧૦) ક્ષીણ તિથિનો અત્યંત લોપ હોતો નથી. માટે ક્ષીણ તિથિની ગણના પણ એક
સ્વતંત્ર તિથિ તરીકે થાય જ છે. વૃદ્ધા તિથિયે બે નથી હોતી, પણ બે સૂર્યોદયને સ્પર્શનારી એક જ તિથિ હોય છે. માટે, પર્વતિથિઓના ક્ષય-વૃદ્ધિ વાસ્તવિક
માનનારને મતે પર્વતિથિઓ બાર જ રહે છે. પણ ૧૧ કે ૧૩ થતી નથી. ૧૧) “ઉદયંમિ જા તિહી સા’ અને ‘ક્ષયે પૂવ.” વાળાં વચનો ઉત્સર્ગ અપવાદ
તરીકે માનવાં એ, અને એથી ટિપ્પણાત પંચાંગમાં કહેલ મુખ્ય કાળમાંથી પર્વતિથિઓની આરાધના ઉડાડવી, એ શાસ્ત્ર અને યુક્તિથી વિરુદ્ધ છે. અ) પંચાંગમાં ક્ષીણ-વૃદ્ધ બતાવેલી પર્વતિથિ અને સાધારણ તિથિને એ જ પ્રમાણે ક્ષીણ-વૃદ્ધ તો માનવી જ જોઈએ. બ) ટિપ્પણે બતાવેલ પર્વતિથિના સમાપ્તિ દિવસમાં જ પર્વતિથિની આરાધના
કરવી જોઈએ. પૂનમ-અમાસના ક્ષયે, પંચાગે બતાવેલી ઔદયિક ચૌદસના એક જ દિવસમાં ચૌદશ અને પૂનમની (કે અમાસની) આરાધના સંભવે છે. એ પ્રકારે ભાદરવા સુદ-પાંચમના ક્ષયે, ચોથના ઔદયિક દિવસમાં જ ચોથ-પાંચમ બંનેની આરાધના શાસ્ત્રત: યુક્ત છે.
૭૫
Page #88
--------------------------------------------------------------------------
________________
ડ) પૂનમ-અમાસ કે ભાદરવા સુદ-પાંચમ પવનન્તર રૂપી તિથિઓની વૃદ્ધિના
પ્રસંગમાં, પૂર્વતિથિ જે ચૌદસ કે ભાદ્ર સુદ ચોથ, તેની આરાધના અને અપર તિથિ (પૂનમ અમાસ કે ભા. સુ.પની) આરાધના એ બંને લગોલગ હોય નહિ, કિંતુ વચમાં એક દિવસ ખાલી રહી, બંનેની વ્યવધાનયુક્ત
આરાધનામાં દોષ નથી. ફ) એ કારણથી આ સિદ્ધાંત નિર્વિવાદ છે કે પાક્ષિક, ચાતુર્માસિક, અને
સાંવત્સરિક પ્રતિક્રમણની મહાપૂજ્ય તિથિઓની સમાપ્તિ ટિપ્પણામાં જે દિવસે હોય, તે જ દિવસે તે તિથિઓની આરાધના કરવાનું જૈનશાસ્ત્ર અને જૈન સામાચારીને સંમત છે.
લા.
७१
Page #89
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૬
૨૭ પેજની પત્રિકા લખનારે પત્રિકાના પૃ. ૧૮ ઉપર એકતિથિની
માન્યતાને પુષ્ટ કરતા શાસ્ત્રપાઠો આપ્યા છે... તે અપ્રમાણિત છે, એવું આગળ પાછળના અનુસંધાન પરથી સ્પષ્ટ જણાય છે. (પત્રિકા લેખકના જણાવ્યા પ્રમાણે તે શાસ્ત્રપાઠો ૧૭૯૨ ની સાલની પાક્ષિક વિચાર” પ્રતના છે.) તેના અંશો નીચે પ્રમાણે છે.
જે પર્વતિથિનો ક્ષય હોય તો પૂર્વતિથિનો ક્ષય કરવો, એ પ્રમાણે ત્રિલોકનાથે (જિનેશ્વરે) આગમ વચન કહ્યું *** એ પ્રમાણે ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોય
ત્યારે ભાદરવા સુદ-ચોથનો ક્ષય કરવો અને કરાવવો. તેથી (પૂનમ/અમાસના ક્ષયે તેરસનો ક્ષય જ યુક્તિ-યુક્ત છે. ૪૪ પૂનમ-અમાસની વૃદ્ધિ હોય તો તેરસની વૃદ્ધિ કરવી. શા માટે આવું? સાચી વાત, પરંતુ પૂર્વાચાર્યો વડે આવું કરાય છે અને કરાવાય છે. કેમ? પૂનમ-અમાસની જૈનાગમ પ્રમાણે વૃદ્ધિ ન આવે. પરંતુ લૌકિક શાસ્ત્ર પ્રમાણે વૃદ્ધિ આવે છે માટે .... * *.. બે પૂનમમાંથી એક જ ઉદયવાલી પૂનમ ગ્રહણ કરવી. અને તે પણ બીજી પૂનમ, નહીં કે પહેલી ... *** ... આ પ્રમાણે ભાદરવા સુદ પાંચમની ક્ષય અને વૃદ્ધિ વખતે ત્રીજની ક્ષય અને વૃદ્ધિ કરવી. એમાં કદાગ્રહથી ઘેરાવાનું નહીં.'
(વાચકોની અનુકૂળતા માટે તે કહેવાતા શાસ્ત્રપાઠોનો ગુજરાતી અર્થ આપ્યો છે. પ્રાય આ પાઠો લવાદી ચર્ચામાં આ વિજય દેવસૂરિએ રચેલા તરીકે કહેવાતા મતપત્રકના અંશો છે.)
સમીક્ષા : (૧) આ ગ્રંથના કર્તાનું નામ સૂચવ્યું નથી. તેથી કર્તાના નામ વિના કોઈ વચન પ્રમાણભૂત
ગણાય નહિ. (૨) આ પાઠોમાં કોઈપણ ગ્રંથની સાક્ષી વિના રજૂઆત કરાઈ છે. તેથી અપ્રમાણિત
(૩) “આગમ વચને કહ્યું છે - આવો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તે આગમવચન આપ્યું
નથી કે કયા આગમનું ઉદ્ધરણ છે, તે પણ જણાવ્યું નથી. તેથી અપ્રમાણિત છે.
WWW.jainelibrary.org
Page #90
--------------------------------------------------------------------------
________________
(૪) ઉપરોક્ત પાઠોની વાતોનો શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોની સાથે વિરોધ આવે છે. તેથી પણ અપ્રમાણિત છે.
(૫) ‘ઉદયમ્મિ જા તિહી’ અને ‘ક્ષયે પૂર્વાં.’ શાસ્ત્રવચનોથી વિરુદ્ધ પ્રરૂપણા કરી છે. માટે અપ્રમાણિત છે.
(૬) પાઠોમાં પરસ્પરવિરુદ્ધ વાતો કરી છે. એકબાજું પૂનમ-અમાસની વૃદ્ધિ હોય તો તેરશની વૃદ્ધિ કરવાની કહી છે અને તેમાં પૂર્વાચાર્યો વડે આવું કરાય છે અને કરાવાય છે, એવું કારણ આપ્યું છે. બીજી બાજું જૈનાગમ પ્રમાણે પૂનમ-અમાસની વૃદ્ધિ ન આવે એમ કહે છે. અને ત્રીજી બાજું કહે છે કે બે પૂનમમાંથી ઉદ્દયવાળી પૂનમ ગ્રહણ કરવી અને તે પણ બીજી જ પૂનમ, નહિ કે પહેલી ? (આવો પરસ્પર વિરુદ્ધ વાતો કરતો પાઠ પ્રમાણિત કેવી રીતે બને ?)
૭) તે પાઠમાં પૂર્વાચાર્યો વડે પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિની વાત કરાય છે, કરાવાય છે, તે તદ્દન ખોટો હેતુ આપ્યો છે. કારણકે શ્રાદ્ધવિધિકાર આદિ પૂર્વાચાર્યો આવું કહેતા જ નથી.
૮) ઉપરોક્ત શાસ્ત્રોપાઠોને કોઈપણ જૈનાગમ કે જૈનાગમમૂલક પ્રકરણ ગ્રંથોનું સ્પષ્ટ કે અર્થાપત્તિથી સમર્થન મળતું નથી. પ્રત્યુત જૈનાગમથી વિરુદ્ધ સિદ્ધ થાય છે. ૯) એક બાજું પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિનું સૂચન કર્યું અને બીજી બાજું પોતાને ઈષ્ટ તેરસની વૃદ્ધિને બાજું પર રાખી બે પૂનમ હોય તો બીજી પૂનમ ગ્રહણ કરવાની વાત કરી, તે વદતો વ્યાઘાત છે.
૧૦) પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની-વૃદ્ધિ કરવામાં કોઈ કારણ-હેતુ આપી શક્યા નથી.
૧૧) આ પાઠોનું સમર્થન પૂર્વેના કોઈ પ્રમાણિક ગ્રંથોથી થયું નથી. તેથી તે વિના નિર્ણયાત્મક બની શકે નહિ.
૧૨) ઉપરોક્ત શાસ્ત્રપાઠ માં કહ્યું કે ...... ‘પૂનમ-અમાસની જૈનાગમમાં વૃદ્ધિ આવતી નથી. પરંતુ લૌકિક શાસ્ત્ર પ્રમાણે વૃદ્ધિ આવે છે માટે ?
ઉપરની વાતમાં ઘણો વિસંવાદ છે. કારણકે (૧) અન્યતિથિઓ માટે લૌકિક ટીપ્પણાને માન્ય કરાયું છે અને પૂનમ-અમાસની વૃદ્ધિ આવે ત્યારે લૌકિક ટીપ્પણાને અમાન્ય કર્યું છે. તેમાં કારણ આપ્યું છે કે જૈનટીપ્પણામાં પૂનમ-અમાસની વૃદ્ધિ આવતી
૭૮
Page #91
--------------------------------------------------------------------------
________________
નથી. આ રીતે અમુક અંશ લૌકિક ટીપ્પણાનો માનવાનો અને અમુક અંશ ન
માનવાનો આ કયા ઘરનો ન્યાય ? ૧૩) શ્રીદેવસૂરિપકના નામે કેટલીક વાતો પણ વિભાગ-૭, પૃ-૧૮ ઉપર કરી છે. છે. પરંતુ તે પણ અપ્રમાણિત છે. કારણ કે (૧) શ્રીદેવસૂરિ મ. નો તે પટ્ટક હોવામાં કોઈ પ્રમાણ નથી (૨) અન્ય શાસ્ત્રોથી વિરુદ્ધ પ્રરૂપણા પૂ. શ્રીદેવસૂરિ મ. કરે તે માનવામાં આવી શકે
તેમ નથી. (૩) તે પટ્ટકમાં પોતાની માન્યતાના સમર્થનમાં કોઈ ગ્રંથની સાક્ષી, હેતુ કે યુક્તિ આપી
જ નથી. ૧૪) ઉપરોક્ત શાત્રપાઠવાળા ‘પાક્ષિક વિચાર’ પ્રતનો રચના સમય સં ૧૭૯૨ જણાવે
છે. તે પણ ઘણી વિચારણા માગી લે છે. કારણ કે વિ.સં. ૧૯૩૧ માં (૧) મહોપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિવર દ્વારા વિરચિત અને મહોપાધ્યાય ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજા દ્વારા સંશોધિત શ્રીધર્મસંગ્રહ ગ્રંથના ‘તિથિશ્વ પાતઃ .. કાર્યલોકાનુમૈરિહઃ ના આ પાઠ સાથે વિરોધ આવે છે. એક જ સૈકામાં રચના થયેલા ગ્રંથમાં પ્રરૂપણામાં ફેરફાર કેવી રીતે સંભવિ શકે ? આ જ રીતે વિ.સં. ૧૭૨૮ માં પૂ.આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ. દ્વારા વિરચિત શ્રીપાક્ષિક પર્વસાર વિચાર સાથે પણ વિરોધ આવે છે. તે જ રીતે ૧૫-૧૬-૧૭ સૈકામાં સુવિહિત સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓ દ્વારા રચાયેલા ગ્રંથો સાથે વિરોધ આવે તે પ્રત કેવી રીતે પ્રમાણિત બની શકે? અને તે પૂ. આ શ્રી. દેવસૂરિ મ. નો જ પટ્ટક છે, તે કેવી રીતે માની શકાય ? (ઉપરોક્ત શાસ્ત્રપાઠો પરિ-૪ માં
જેવા.).
આમ એકતિથિ પક્ષની માન્યતાની પુષ્ટિ માટે રજૂ કરાયેલા કહેવાતા શાસ્ત્રપાઠો, અપ્રમાણિત હોવાથી તિથિવિષયક નિર્ણયમાં માન્ય બની શકે જ નહિ.
Page #92
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૭
કઈ પ્રવૃત્તિને જીતવ્યવહાર કહેવાય, અને કઈ પ્રવૃત્તિને
જીતવ્યવહાર ન કહેવાય
(શ્રી જીવકલ્પભાષ્ય, શ્રીબૃહત્કલ્પસૂત્ર ભાષ્ય, ઉપદેશ રહસ્ય, યોગવિંશિકા, ગુરૂતત્ત્વ વિનિશ્વય, ભગવતી સૂત્રની ટીકા, પ્રવચન પરીક્ષા, તત્ત્વ તરંગિણી, ઈત્યાદિ શાસ્ત્રોમાં આચરણા – જીતવ્યવહારની જે વ્યાખ્યાઓ કરી છે, તેમાં નીચેની વાતો
સ્પષ્ટ રીતે જણાવી છે.) (૧) જે આચરણા સંવિગ્ન ગીતાર્યાદિગુણથી યુક્ત પ્રામાણિક પુરુષે પ્રવર્તાવેલી ન
હોય, તેવી ગમે તેટલી જૂની પણ આચરણાને વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી
શકાય જ નહિ. (૨) સંવિગ્ન ગીતાર્યાદિ ગુણથી યુક્ત પ્રામાણિક પૂરુષે પ્રવર્તાવેલી એવી પણ આચરણા
જો રાગથી પ્રવર્તાવેલી હોય, દ્વેષથી પ્રવર્તાવેલી હોય કે માયા – પ્રપંચથી પ્રવર્તાવેલી
હોય તો તેવી આચરણાને વાસ્તવિક આચરણ ન કહી શકાય. (૩) સંવિગ્નગીતાર્યાદિગુણોથી યુક્ત પ્રામાણિક પુરૂષ અશઠપણે (રાગ-દ્વેષ-માયારહિત
થઈ) પ્રવર્તાવેલી એવી પણ આચરણા જે નિરવદ્ય ન હોય અર્થાત્ સર્વથા હિંસા વિરમણ આદિ મહાવ્રતોરૂપ મૂલગુણો અને પિંડવિશુદ્ધાદિ ઉત્તરગુણોનો વિઘાત કરનારી હોય અથવા તો શાસ્ત્રવચનોનો વિઘાત કરનારી હોય, તો પણ તેને
વાસ્તવિકરૂપે આચરણા કહી શકાય જ નહિ. (૪) સંવિગ્નગીતાર્યાદિગુણોથી યુક્ત પ્રામાણિક પુરૂષ અશઠપણે પ્રવર્તાવેલી અને નિરવધ
એવી પણ આચરણા જે તત્કાલીન તથાવિધ (તે કાળના તેવા જ ગુણવાળા) ગીતાર્થોથી નિષિદ્ધ કરાયેલી હોય, તો પણ તેને વાસ્તવિક સ્વરૂપની આચરણા
કહી શકાય જ નહિ. (૫) સંવિગ્નગીતાર્થોદિ ગુણથી યુક્ત પ્રામાણિક પુરૂષ અશઠપણે પ્રવર્તાવેલી હોય,
નિરવદ્ય હોય અને તત્કાલીન તથાવિધ ગીતાર્થોથી નિષિદ્ધ કરાયેલી પણ ન હોય, એવી પણ આચરણાને જે તત્કાલીન તથાવિધ બહુશ્રુતોએ બહુમાન ન આપ્યું હોય, (આદરી ન હોય), તો પણ તેને વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી શકાય જ નહિ.
WWW.jainelibrary.org
Page #93
--------------------------------------------------------------------------
________________
(૬) જે પરંપરાનું મૂળ “સાતિશાયી' પુરુષ ન હોય, તેને વસ્તુતઃ પરંપરાગત તરીકે કહી
શકાય નહિ. (સાતિશાયી – યુગપ્રધાન કે તેથી વધુ પદવાળા) (૭) વ્યુતવ્યવહારી કોઈપણ આચરણા શ્રુતનું ઉલ્લંઘન કરી ને કરી શકે જ નહિ. વળી કહ્યું છે કે .......
आकल्पव्यवहारार्थं, श्रुतं न व्यवहारकम् । इति वक्तुमर्हत्तन्त्रे, प्रायश्चितं प्रदर्शितम् ॥
| | પંaqમાષ્ય છે. - પાંચમા આરાના છેડા સુધી શાસનનો વ્યવહાર ચલાવવા માટે “શ્રુત’ એ ઉપયોગી
નથી, એમ બોલવાવાળાને શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. (૮) જેને માટે શ્રુતની પ્રાપ્તિ હોય, તેને માટે જીતની પ્રધાનતા હોઈ શકે નહિ. (૯) જે આચરણા આગમથી વિરુદ્ધ હોય, એ કારણે સાવદ્ય તથા અશુદ્ધિકર હોય, તે
આચરણાનો સ્વીકાર થઈ શકે જ નહિ, પણ તેવી આચરણાનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ જ કરવો જોઈએ.
ટૂકમાં સંવિગ્ન, ગીતાર્થ, અશઠ પુરુષ પ્રર્વતાવેલી નિરવધ પ્રવૃત્તિ, કે જે તત્કાલીન ગીતાર્થોએ નિષેધેલી ન હોય તથા તત્કાલીન બહુશ્રુતોએ બહુમાન કરેલી હોય તેવી આગમથી અવિરુદ્ધ પ્રવૃત્તિને જ જીતવ્યવહાર કહી શકાય છે. તદુપરાંત જેમાં શાસ્ત્રવચન મળતું હોય, તેમાં શાસ્ત્રવચનથી ભિન્ન પ્રવૃત્તિ કરવાનું કારણ નથી. છતાં પણ કોઈ શાસ્ત્રવચનની ઉપેક્ષા કરી આચરણા ચાલું કરે, તો તે છતવ્યવહાર બની શકે જ નહિ.
શાસ્ત્રવિરૂદ્ધ તિથિપ્રવૃત્તિને જીતવ્યવહાર ન કહેવાય તેનાં કારણો
એકતિથિપક્ષ પ્રસ્તુત તિથિરિન અને પર્વારાધનના વિચારભેદના વિષયમાં જે પ્રવૃત્તિને વાસ્તવિક સ્વરૂપની આચરણા તરીકે જણાવે છે, તે પ્રવૃત્તિને કોઈપણ સમજુ વ્યક્તિ વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી કે માની શકે તેમ છે જ નહિ. તેનાં કેટલાંક કારણોનો નીચે ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવે છે. (૧) આચરણના વિષયમાં સર્વથી પ્રધાન વસ્તુ આગમ-અવિરુદ્ધતા છે. શાસ્ત્રથી
વિરુદ્ધ પ્રવૃત્તિને વસ્તુતઃ આચરણાનું એક પણ લક્ષણ ઘટી શકે નહિ. પરંતુ ક્ષણભરને માટે એવી કલ્પના કરી લેવામાં આવે કે – શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને બીજા
( ૮૧
Page #94
--------------------------------------------------------------------------
________________
સર્વલક્ષણો ઘટતાં હોય, તો પણ તેને વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી શકાય જ નહિ. આથી પ્રાચનિક એટલે વિદ્યમાન બહુ આગમોના જાણ એવા પણ પુરૂષોની પ્રવૃત્તિને શાસ્ત્રથી અવિરુદ્ધ હોય તો જ પ્રમાણ માનવું, એવું શ્રીભગવતી
સૂત્રની વૃત્તિમાં ફરમાવેલું છે. એકતિથિપક્ષનું પર્વતિથિઓના દિવસોના સંબંધનું મંતવ્ય શાસ્ત્રથી વિરુદ્ધ છે. કારણ
કે....
(અ) પર્વતિથિઓ સૂર્યોદય સ્પર્શની મળે ત્યાં સુધી તો સૂર્યોદય સ્પર્શની જ લેવી
જોઈએ, એવી શાસ્ત્રની આજ્ઞા છે. જ્યારે એકતિથિપક્ષ પૂનમ કે અમાસની વૃદ્ધિએ પ્રથમા પૂર્ણિમાએ કે પ્રથમા અમાવાસ્યાએ ચતુર્દશી માનવાનું કહે છે. અને ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિએ પ્રથમા પંચમીએ ચતુર્થી માનવાનું કહે છે. પૂનમ કે અમાસની વૃદ્ધિએ ચૌદસ અને ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિએ ભાદરવા સુદ-૪ નિયમા સૂર્યોદય સ્પર્શની પ્રાપ્ત થાય છે. - એટલે પહેલી પૂનમ કે પહેલી અમાસે ચૌદસ માનવી અને ભાદરવા સુદ પહેલી પાંચમે ભા. સુ. ૪ માનવી એ, આ રીતિએ પણ આજ્ઞાવિરુદ્ધ - શાસ્ત્રવિરુદ્ધ જ
છે.
(બ) વળી શાસ્ત્રની આશા એવી પણ છે કે જે જેમાં ન હોય તેને તેમાં માનવું
એ આરોપ છે. અને આરોપ એ મિથ્યાજ્ઞાન છે, માટે આરોપ દ્વારા પર્વદિનનું
નિયતપણું કરી શકાય જ નહિ. હવે જૂઓ કે, પહેલી પૂનમે કે પહેલી અમાસે ચૌદસના ભોગની તથા ભાદરવા સુદ
પહેલી પાંચમે ભાદરવા સુદ ૪ ના ભોગની ગંધ સરખી પણ હોઈ શકે જ નહિ. એટલે પહેલી પૂનમે કે અમાસે ચૌદસ માનવી તથા ભાદરવા સુદ પહેલી પાંચમે ચોથ માનવી એ મિથ્યાજ્ઞાનરૂપ આરોપ જ છે. અને તેથી
જ શાસ્ત્રવિરુદ્ધ છે. (ક) વળી શાસ્ત્રની આજ્ઞા છે કે પાક્ષિક કૃત્યને માટે પંદરમી તિથિને લંઘાય
નહિ, ચોમાસીને માટે ચોથા માસની ત્રીસમી તિથિને લંધાય નહિ, અને સંવત્સરીને માટે બારમા માસની ત્રીસમી તિથિને લંઘાય નહિ. (આ વાત
સંજવલનાદિ કષાયોના ઉદયની વાતમાં આવે છે.) પહેલી પૂનમે કે પહેલી અમાસે પાક્ષિક અગર ચાતુમાર્મિક કરવાથી પંદરમી તિથિ
૮૨
Page #95
--------------------------------------------------------------------------
________________
અગર ચોથા માસની ત્રીસમી તિથિ લંઘાય છે. અને ભાદરવા સુદ પહેલી પાંચમે ચોથ માનવાથી બારમા માસની ત્રીસમી એટલે સંવત્સરની ત્રણસો સાઈઠમી તિથિ લંઘાય છે. આથી પણ એકતિથિપક્ષની માન્યતા શાસ્ત્રવિરુદ્ધ
છે, એમ સાબીત થાય છે. (ડ) વળી શાસ્ત્રની આજ્ઞા એવી પણ છે કે – કલ્યાણક તિથિઓ પણ પર્વતિથિઓ
જ છે. આમ હોવા છતાં પણ એકતિથિપક્ષના મંતવ્ય પ્રમાણે કલ્યાણક તિથિઓ અપર્વતિથિઓ જ કરે છે. કારણ કે તે પક્ષ કહે છે કે ...... “પર્વતિથિની હાનિ - વૃદ્ધિએ અપર્વતિથિની જ હાનિ વૃદ્ધિ થાય.” એમ કહીને તથા પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિ મનાય જ નહિ' એમ કહીને કલ્યાણક યુક્ત એવી પણ ત્રયોદશી આદિ પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ પણ માને છે. અને ચતુર્દશી કે પૂર્ણિમા – અમાસ આદિની હાનિ – વૃદ્ધિએ કલ્યાણક યુક્ત એવી પણ ત્રયોદશી આદિ તિથિઓની ટીપ્પણામાં ન હોય તો પણ કાલ્પનિક રીતિએ હાનિ-વૃદ્ધિ કરે છે. આમ શાસ્ત્ર જે તિથિને પર્વતિથિ કહેવાય એમ ફરમાવે છે, તે તિથિને એક તિથિપક્ષની માન્યતા અપર્વતિથિ જ ઠરાવે છે. અને તે કારણથી પણ એકતિથિપક્ષનું મંતવ્ય
શાસ્ત્રવિરુદ્ધ છે. એકતિથિપક્ષની માન્યતા મુજબ વર્તવામાં આવે તો ઘણી રીતે મૃષાવાદી પણ બનાય છે. (જો કે મૃષાવાદ પણ શાસ્ત્રવિરૂદ્ધ છે. છતાં પણ મૃષાવાદના દોષને પ્રધાન બનાવીને વિચારાય તો નીચેની બાબતોમાં મૃષાવાદી બનવું પડે છે. અ) પહેલી પૂનમે કે અમાસે, આજે ચૌદસ છે – એમ બોલવું એ મૃષાવાદ છે. બ) ઉદયગતા ચતુર્દશીએ, આજે તેરસ છે – એમ બોલવું એ મૃષાવાદ છે. ક) ભાદરવા સુદ પહેલી પાંચમે, “આજે ભાદરવા સુદ ૪ છે એમ બોલવું એ
મૃષાવાદ છે. ડ) ઉદયગતા ભાદરવા સુદ ચોથે, ‘આજે ભાદરવા સુદ ૩ છે' એમ બોલવું એ
મૃષાવાદ છે. ઈ) એકમ-ત્રીજ-ચોથ-સાતમ-દસમ અને તેરસની હાનિ કે વૃદ્ધિ ન હોવા છતાં
પણ “એકમાદિની હાનિ-વૃદ્ધિ છે' એમ બોલવું એ મૃષાવાદ છે. ફ) પહેલી બીજ-પહેલી પાંચમ-પહેલી આઠમ-પહેલી અગીયારસ અને પહેલી
(૨)
૮૩
Page #96
--------------------------------------------------------------------------
________________
ચૌદસને બીજી એકમ-બીજી ચોથ-બીજી સાતમ-બીજી દસમ અને બીજી
તેરસકહેવી એ મૃષાવાદ છે. ગ) પર્વતિથિને અપર્વતિથિ કહેવી એ મૃષાવાદ છે. (૩) આ રીતે એકતિથિપક્ષની માન્યતા શાસ્ત્રવિરુદ્ધ અને મૃષાવાદજન્ય હોવાના કારણે
સાવધ હોવાથી અશુદ્ધિકર જ છે. બીજી એક વધુ પ્રકારે પણ અશુદ્ધિકર છે. તે આ પ્રમાણે – બીજ – પાંચમ – આઠમ – અગીયારસ અને ચૌદસ એ પાંચ પર્વતિથિઓએ પરભવના આયુષ્યનો બંધ પડવાનો જેવો સંભવ છે, તેવો સંભવ અન્ય કોઈ તિથિએ નથી, એવું સૂચવીને પણ બીજ આદિ પાંચ પર્વતિથિઓએ તપોવિધાનાદિ ધર્માનુષ્ઠાન કરવાનું શ્રી જિનાગમમાં ફરમાવેલું છે. એક તિથિપક્ષની માન્યતા પૂનમ કે અમાસની વૃદ્ધિએ ઉદયગતા ચૌદસને બીજી તેરસ માનવાનું વિધાન કરે છે. એટલે જેઓ ચતુર્દશીના કારણે પાપથી નિવૃત્તિ આદિ તથા તપોવિધાનાદિ કરતાં હોય, તેઓને ખરી ચતુર્દશીએ પાપમાં પ્રવર્તાવે છે. હવે જો તે જ ખરી ચતુર્દશીએ આયુષ્યનો બંધ પડે તો પાપમાં પ્રવૃત્ત હોવાના કારણે નુકશાન થવાનો પૂરો સંભવ રહે છે. આ રીતે પણ એકતિથિપક્ષની માન્યતા અશુદ્ધિકર છે, એવું પૂરવાર થાય છે. વળી ચૌદસ પાક્ષિક કે ચોમાસી પર્વ હોવા છતાં, પાક્ષિક કે ચૌમાસી પર્વ ચૌદસે ન મનાય તથા ભાદરવા સુદ – ૪ ના સંવત્સરી મહાપર્વ હોવા છતાં ભાદરવા સુદ - ૪ ના સંવત્સરી પર્વ ન મનાય તો પર્વલોપક મનાય. આ રીતે પણ અશુદ્ધિકર
(૪) એકતિથિપક્ષે જે પ્રવૃત્તિને વાસ્તવિક પ્રકારની આચરણા તરીકે જણાવે છે, તે
પ્રવૃત્તિ શાસ્ત્રવિરુદ્ધ, સાવદ્ય અને અશુદ્ધિકર હોવાના કારણે તે પ્રવૃત્તિને ‘આચરણા' કહી શકાય જ નહિ. પણ તેથીય આગળ . અ) પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનિ-વૃદ્ધિ
કરવાની પ્રવૃત્તિનું મૂળ કોઈપણ સાતિશય પુરૂષમાં છે જ નહિ. બ) એકતિથિપક્ષ આ પ્રવૃત્તિ પૂ. આ. શ્રી દેવસૂરિજી મહારાજાથી શરૂ થઈ એમ
કહેતો હોય તો, પહેલી વાત એ છે કે ....
८४
WWW.jainelibrary.org
Page #97
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. શ્રી દેવસૂરિ મહારાજાએ તેવી પ્રવૃત્તિ શરૂ કર્યાની વાત બનાવટી છે. અને
બીજી વાત એ છે કે પૂ. આ. ભ. શ્રીદેવસૂ. મ. શ્રુત-વ્યવહારી હોવાના કારણે શ્રુતનું ઉલ્લંઘન કરવાનો તેમને અધિકાર હતો જ નહિ. (૧૫-૧૬ - ૧૭ સૈકામાં રચાયેલા શ્રુતથી વિરુદ્ધ વાત શ્રુત-વ્યવહારી પૂ. આ. શ્રી
દેવસૂરિ મ. કેવી રીતે કરી શકે ?) ક) અજ્ઞાન અને પરિગ્રહધારી શ્રીપૂજ્યો - યતિઓની સત્તાના સમયમાં
અનિયમિતપણે, અપૂર્ણપણે અને શાસ્ત્રથી સર્વથા વિરુદ્ધપણે શરૂ થયેલી
ડ) જે વિષયમાં શ્રપ્રાપ્તિ થતી હોય અને મૃતનું અનુસરણ કરવામાં બલ-બુદ્ધિ
આદિ ની ખામી નડવાનો સંભવ જ ન હોય, તેમાં જીતનું પ્રાધાન્ય હોઈ શકે જ નહિ. આ વગેરે કારણોથી પણ એકતિથિપક્ષે જે પ્રવૃત્તિને વાસ્તવિક કોટીની આચારણા તરીકે રજૂ કરેલી છે, તે પ્રવૃત્તિને કોઈપણ રીતીએ વાસ્તવિક કોટીની આચરણા કહી શકાય તેમ નથી. તેવી પ્રવૃત્તિને આચરણા કહેવી, તે આચરણાનું અપમાન કરવા બરાબર છે.
૮૫
Page #98
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૮
ગ્રંથરચનાના સમયના ઉલ્લેખમાં પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ (શ્રી પ્રશસ્તિસંગ્રહ ગ્રંથ, કે જે પૂ. આ. ભ. શ્રી સાગરાનંદસૂરિજીની પ્રેરણાથી શ્રી અમૃતલાલ મગનલાલ શાહે સંપાદિત કરેલ છે. જૈન ગ્રંથોની અંતમાં તે તે ગ્રંથના ગ્રંથકારશ્રી પ્રશસ્તિની રચના કરતા હોય છે અને તેમાં ગ્રંથરચનાનો સમય, પોતાનું નામ, પોતાની ગુરુ પરંપરાના નામો ઈત્યાદિનો સમાવેશ કરે છે. અનેક ગ્રંથોના અંતે રહેલી પ્રશસ્તિનો સંગ્રહ એટલે જ પ્રશસિત સંગ્રહ ગ્રંથ. તેમાં અનેક ગ્રંથોના રચના સમયના ઉલ્લેખમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ જોવા મળે છે.) ૧) શ્રી પ્રિયંકર નૃપકથા : (રચના સમય – સં. ૧૬૪૪, જેઠ સુદ – બીજ પાંચમ)
(તે ગ્રંથની પ્રશસ્તિના અંશો) पं. श्री प श्रीविजय तत् शिष्य चेला रत्नविजयेन लिखितं । संवत १६४४ वर्षे
ज्येष्ठ सुदि ५ द्वितीया दिने शुक्रवासरे पत्तननगरे । शुभं भवतु । ૨) શ્રી શ્રાવક આરાધના : (રચના સમય : સં. ૧૭પર મહા સુદિ – દ્વિતીય પૂનમ)
(તે ગ્રંથની પ્રશસ્તિના અંશો)
संवत् १७५२ वर्षे महासुदि द्वितीय १५ दिने सरसामध्ये लिखितं पंडितसमयधीरेण॥ ૩) શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ : (રચના સમય : સ – ૧૬૯૯ પોષ સુદ પ્રથમ બીજ)
કર્તા - અજ્ઞાત નોંધ : ગ્રંથકર્તાઓ પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિને માન્ય કરે છે, તે ઉપરના પ્રશસ્તિના
અંશોથી જોવા મળે છે.
For Private Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૯
છતવ્યવહારનાં લક્ષણો
જીતવ્યવહારનું લક્ષણ બતાવતાં
(૧) છતકલ્પ – ભાષ્યમાં કહ્યું છે કે .......
“વા વધુડર્દિ નો વત્તો જ ર શિવારિતો ટોતિ | વત્તyપવત્તમાનં (વાણુવત્તાવો), ની વાત હૃતિ ૬ ૭ળા”
ભાવાર્થ : 'વૃત્ત' એટલે એકવાર પ્રવૃત્ત, “અળવૃત્ત' એટલે બીજીવાર પ્રવૃત્ત, પ્રવૃત્ત એટલે ત્રીજીવાર પ્રવૃત્ત. અને મહાપુરુષોએ અનેકવાર આચરેલો એવો જે વ્યવહાર, તે વ્યવહાર જેમ બહુવાર બહુશ્રુતોએ આચરેલો હોય, તેમ બહુશ્રુતોથી નિષેધ કરાયેલો ન હોય તો જ તે છતકૃત ગણાય છે.
(નોંધ : જે આચાર બહુશ્રુતો દ્વારા વારંવાર આચરાયેલો હોય અને બહુશ્રુતોએ તેનો નિષેધ ન કર્યો તેવો આચાર જ જીતવ્યવહાર બની શકે છે.) (૨) બૃહત્કલ્પસૂત્ર-ભાષ્યમાં કહ્યું છે કે ......
असठेण समाइण्णं जं कत्थइ कारणे असावज्जं ।
ण णिवारियमण्णेहिं य, बहुमणुमयमेत्तमाइण्णं ॥४४९९।। ભાવાર્થ : (રાગ-દ્વેષથી રહિત) અશઠ, (યુપ્રધાન પૂ. આ. શ્રી. કાલિકલ્સ. મ. જેવા સંવિગ્ન-ગીતાર્યાદિ ગુણોથી યુક્ત) પ્રામાણિક પુરુષે (પુષ્ટાલંબન સ્વરૂ૫) કારણ ઉપસ્થિત થતાં (પાંચ મહાવ્રત આદિ મૂલગુણો અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોને હાનિ કરવાના સ્વભાવથી રહિત) અસાવધ, જે આચરણ કર્યું હોય અને તે આચરણને તત્કાલીન ગીતાર્યાદિ ગુણોથી યુક્ત પુરુષોએ નિષેધ્યું ન હોય, પણ બહુમાન આપ્યું હોય, તો તે આચરણાને જીત તરીકે માની, કહી અને આદરી શકાય છે.
(૩) ઉપદેશ રહસ્યમાં પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા ફરમાવે છે
કે ...
૮૭
Page #100
--------------------------------------------------------------------------
________________
जयणा खलु आणाए, आयरणावि अविरूद्धगा आणा ।
णासंविग्गायरणा, जं असयालंबणकया सा ॥१४५॥ ભાવાર્થ : નિશ્ચયથી યતના આજ્ઞાથી થાય છે. (પાંચ વ્યવહારોમાં જેની ગણત્રી થાય છે, તે જીતને પણ માન્ય કરવાની જિનાજ્ઞા છે. પરંતુ કઈ છત = આચરણા માન્ય કરવાની ? તો કહે છે કે) આચરણા પણ આજ્ઞાથી વિરુદ્ધ ન હોય તો જ માન્ય છે. (પરંતુ) અસ આલંબનથી અસંવિગ્નોએ આચરેલી આચરણાને માન્ય કરવાની જિનાજ્ઞા નથી. (જિનાજ્ઞાથી અવિરુદ્ધ આચારણાનું લક્ષણ ઉપર જણાવેલી ‘મન’ વાળી ગાથામાં દર્શાવવામાં આવ્યું છે, તે છે.)
(૪) આચાર્ય શ્રી સાગરાનંદ સૂરિજીએ પણ જીતની આજ્ઞાનુસારિતાને અને શ્રીધર્મરત્નપ્રકરણકારના આશયને શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના વર્ષ-૪, અંક-૧૫ માં પૃ. ૩૪૮ ઉપર નીચે પ્રમાણે જણાવી છે.
કદાચ શંકા થાય કે જીત અને આજ્ઞા, એ બે વસ્તુ જણાવવાની શી જરૂર ? કેમકે એકલા જીત-આચારને પણ સર્વ શાસનના પ્રેમીઓએ જિનેશ્વર મહારાજ આદિના વચનરૂપી આશાની જેટલી માન્યતા રાખવાની હોય છે. તેટલી જ માન્યતા છત આચારની રાખવાની હોય છે. તો અહીં પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં છત અને આજ્ઞા એ બંને જણાવવાનું કારણ શું? આવી રીતે થતી શંકાના સમાધાનમાં જણાવવાનું કે કેટલાક અણસમજુ મનુષ્યો એક આચાર્યું કર્યું તે વૃત્ત, બીજી પાટવાળા આચાર્યું કર્યું તે અનુવૃત્ત અને ત્રીજા પાટવાળા આચાર્ય કર્યું તેને પ્રવૃત્ત કહીને માત્ર તેટલી પરંપરાથી જ પ્રવર્તેલા આચારને છતકલ્પ માની લે છે, પણ તેવો જીવકલ્પ આજ્ઞાને અનુસરીને હોતો નથી, તો તેવા છતકલ્મને માનવાની શાસ્ત્રકારો સાફ સાફ મનાઈ કરે છે”.
“અને તેથી જ શાસ્ત્રકારો આદરવા લાયક પરંપરાના આચારરૂપી જીતને જણાવતાં સાફ શબ્દોમાં જણાવે છે કે જે પરંપરાના આચારરૂપી જીતઆચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય, તેમજ શિથિલાચારી અને પ્રમાદીઓએ ઘણાઓએ મળીને પણ આચરેલું હોય અને તે પરંપરાથી આવ્યું હોય તો પણ તે છત આચરવા લાયક નથી અને આજ કારણથી શ્રી ધર્મરત્ન પ્રકરણમાં આચાર્ય મહારાજ શ્રી શાંતિસૂરિજી જણાવે છે કે ગચ્છ કે દિલ્બધનાં નામે શ્રાવકો ઉપર મમત્વ કરવું, ચૈત્યમાં વાસ કરવો, શરીર અને વસ્ત્ર આદિકની શુશ્રુષા કરવી, વસતિ (ઉપાશ્રય) વગેરેની માલિકી માટે દસ્તાવેજો કરાવવા વગેરે આચારો આત્માને અશુદ્ધ કરનાર અને સાવદ્ય હોવાથી કોઈપણ ધાર્મિક મનુષ્યને તે આદરવા લાયક નથી. અર્થાત્ શ્રી શાંતિસૂરિજીના ફરમાન મુજબ માત્ર
૮૮
Page #101
--------------------------------------------------------------------------
________________
પરંપરામાં આવેલો આચાર છે એમ ધારી માની લેવું નહિ, પણ જે આચાર આગમરૂપી આજ્ઞાને અનુસરીને હોય અને સંયમની શુદ્ધિ કરનાર હોવા સાથે અપ્રમાદની વૃદ્ધિ કરી નિર્મળતા કરનાર હોય તે જ જીત આચારને આજ્ઞા જેવો ધર્મિષ્ઠોએ માનવો.”
આચાર્ય મહારાજશ્રી અભયદેવસૂરિજી તો આગમ-અષ્ટોત્તરીમાં સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે તે જ જીત આચાર હોય કે જે બળ અને બુદ્ધિની ખામીના બચાવને માટે જ ઉપયોગી હોય, અને તેથી જ તેઓશ્રી જણાવે છે કે ગુપ્તિ, સમિતિ, પડિલેહણ, સંવત્સરપર્વ, ચાતુર્માસિક પર્વ સિવાયની તિથિનું પલટવું વગેરેમાં આચરણા હોય જ નહિ.”
(૫) યોગવિશિકા-ટીકા, ગુરુતત્ત્વવિનિશ્ચય, ભગવતીસૂત્રની વૃત્તિ, પ્રવચન પરીક્ષા, તત્વતરંગિણી આદિ ગ્રંથોમાં પણ જીત આચરણાનું સ્વરૂપ ઉપર પ્રમાણે જ સ્પષ્ટ કર્યું
છે.
છત વ્યવહારના લક્ષણની વિશેષ જાણકારી મેળવવી હોય, તેણે જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વારાધન’ પુસ્તકમાં તમામ ગ્રંથોના સંગ્રહિત પાઠો જોવા ભલામણ.
૮૯
Page #102
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૦)
પૂજ્ય શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજે કરેલી સંવત્સરી - ચોમાસીની
પરાવૃત્તિ - પરાવર્તન આજ્ઞાનુસારી – જિનવચનાનુસારી હતી.
(પૂજ્ય કાલિકસૂરિ મહારાજાએ સંવત્સરી ભાદરવા સુદ – ૫ ના સ્થાને ભાદરવા સુદ - ચોથ ના રોજ કરી, તેમાં આજ્ઞાનુસારિતા હતી, તે જણાવતાં પૂ. આ. શ્રીસાગરાનંદસૂરિ મ. શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના વર્ષ-૪ ના અંક – ૧૫ માં પૃ. ૩૪૯ ઉપર
ચોમાસી અને સંવત્સરીની તિથિની પરાવૃત્તિનું શાસ્ત્રોક્તપણું- એવા હેડીંગથી નીચે પ્રમાણે જણાવે છે-) (૧) “સંવત્સરી અને ચોમાસીમાં પણ જે તિથિનું પરાવર્તન છે, તે પણ સાંવત્સરિકને
અંગે શ્રુતકેવલી ભદ્રબાહુવામીજીએ ‘મારગોવિ છે ' એવી રીતે ફરમાવેલી હોવાથી સાંવત્સરિક તિથિનું પરાવર્તન યુગપધાન શ્રી કાલિકાચાર્યું કર્યું. એટલે કે યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યું કરેલું સાંવત્સરિક તિથિનું પરાવર્તન માત્ર પોતાની કલ્પના કે રાજાની વિનતિને અંગે જ ન હતું, પણ શ્રુતકેવલી ભગવાન્ ભદ્રબાહુસ્વામીજીના ઉપર જણાવેલા વચનને આધારે પણ હતું.
“અને એજ કારણથી રાજા સાલિવાહનની પહેલી જે વિનતિ ભાદરવા સુદિ છઠને દિવસે સંવત્સરી કરવા માટે હતી, તેનો નો પૂરૂ તં રળી સવાયાવિત્ત, અર્થાત્ ભાદરવા સુદિ પાંચમની રાત સંવત્સરી માટે ઓળંગવી નહિ એ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીજીના વચનને અનુસરીને નિષેધ કર્યો, અર્થાત્ સામાન્યપણે શ્રીનિશીથ સૂત્ર આદિકના અભિપ્રાયે ભાદરવા સુદ પાંચમનો જ દિવસ પર્વ તરીકે છે અને ભાદરવા સુદિ ચોથનો કે ભાદરવા સુદિ છઠ્ઠ એ બંને તિથિના દિવસો અપર્વ તરીકે હોવાથી તેમાં સંવત્સરી ન કહ્યું એમ નિશ્ચિત છતાં ભાદરવા સુદ ચોથનો દિવસ અપર્વ છતાં પણ અંદરની મુદતનો હોવાથી યુગપ્રધાનશ્રી કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવ્યો, પણ ભાદરવા સુદિ છઠના અપર્વરૂપ દિવસે સંવત્સરી કરવાની વિનતિ કબૂલ કરી નહિ, કારણ કે તેમ કરવામાં શ્રી પર્યુષણાકલ્પના નો પૂરૂં પાઠનું ખંડન થતું હતું. અર્થાત્ આ ઉપરથી એમ નક્કી થાય છે કે આચરણા કરનારે પણ શાસ્ત્રના વચનો ઉપર ધ્યાન આપી આત્માને નિર્મળ કરનાર જ આચરણા કરવી જોઈએ. અને તેવી જ આચરણા સુવિહિતોને આચરવા લાયક ગણાય, અને સંવત્સરીને માટે તિથિપરાવર્તનની કરેલી આચરણા શાસ્ત્ર અનુકૂળ
૯૦
WWW.jainelibrary.org
Page #103
--------------------------------------------------------------------------
________________
હોવાથી સર્વસુવિહિતોએ પ્રમાણ કરી છે અને યાવત્ શાસન તે પ્રમાણપણે રહી શકે તેમ છે.
“અને તે સંવત્સરીના દિવસની સાથે આષાઢ ચાતુર્માસીનો દિવસ અતીત પચાસમો દિવસ હોવો જોઈએ અને કાર્તિકી ચોમાસીનો દિવસ અનાગત સિત્તેરમો હોવો જોઈએ એવા શ્રીસમવાયાંગ અને પ્રર્યુષણાકલ્પ વગેરેના વચનને અનુસરીને તે આષાઢ અને કાર્તિકી એ બે ચોમાસી તિથિનો પરાવર્ત કરવો જ પડે. અને જ્યારે આષાઢ અને કાર્તિક ચાતુર્માસીના પર્વનો દિવસ પરાવર્તન પામે ત્યારે તે બંને એટલે આષાઢ અને કાર્તિકીના ચોમાસાની સાથે એકસો વીસમે દિવસે અતીત, અનાગતરૂપે સંબંધ રાખનાર ફાલ્યુન ચાતુર્માસની પૂર્ણિમાનો દિવસ પરાવર્તન પામે અને ફાલ્ગન ચતુર્દશીએ આષાઢ શુક્લ ચતુર્દશી અને કાર્તિક શુક્લ ચતુર્દશીની માફક પરાવૃત્તિ પામે છે અને તે સર્વ પરાવર્તન સકલ શાસનપ્રેમી સંઘને સંમત થાય તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી.”
(નોંધ: ઉપરોક્ત સિદ્ધચક પાક્ષિકના મંતવ્યોથી સ્પષ્ટ બને છે, કે પૂ. શ્રીકાલિકસૂરિ મહારાજે સંવત્સરી જે ભા. સુ. ૫ ની હતી, તે ભા. સુ. ૪ ની કરી, તે શાસ્ત્રાનુસારી જ હતી.). (૨) શ્રીવીર પરમાત્માએ પોતાની અંતિમદેશનામાં ભાવિકાસને (અર્થાત્ પાંચમા આરામાં
તીર્થ સંબંધી થનારા વિચ્છેદો, આક્રમણો અને આરાધનામાં થનારા ફેરફારો સંબંધી ભાવિકાસને) બતાવતાં કહ્યું છે કે મારા નિર્વાણ બાદ ૯૩ વર્ષે પૂ. કાલિકસૂરિ મહારાજ સંવત્સરી પાંચમના બદલે ચોથે પ્રવર્તાવશે.' - ભગવાનની અંતિમ દેશનાના નિચોડને સંગૃહિત કરતાં પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મ. વિરચિત દિપોત્સવકલ્પમાં ઉપરોક્ત વાત ટાંકવામાં આવી છે. તે આ પ્રમાણે છે – त्रिनवत्यधिकैवर्षशतैर्नवमित्तैस्तथा । आचार्य कालिकाह्वाना भविष्यन्तीन्द्रवन्दिताः ॥ १०३॥ ते च पर्युषणापर्वं चतुर्थ्यां पञ्चमीदिनात् । कारणादानयिष्यन्ति सर्वाचार्यानुमाननात् ॥ १०४॥
અર્થ : (તથા મારા નિર્વાણ બાદ) ૯૯૩ વર્ષે ઈન્દ્રથી વંદિત કાલિક નામના આચાર્ય થશે. તે પૂ. કાલિકસૂરિ મહારાજ કારણ ઉપસ્થિત થતે છતે સર્વ આચાર્યોની અનુમતિથી પર્યુષણાપર્વ – સંવત્સરી પર્વ પંચમી દિનમાંથી ચોથમાં લાવશે. અર્થાત્ સંવત્સરી પર્વ ભાદરવા સુદ - ૫ ના સ્થાને ભા. સુ. ૪ ના પ્રવર્તાવશે.
૯૧
Page #104
--------------------------------------------------------------------------
________________
(૩) પૂ. કાલિકસૂરિ મહારાજે કરેલો આ ફેરફાર પાંચમા આરાના અંત સુધી રહેશે. એમ
પ્રવચન પરીક્ષામાં પૂ. ઉપા. ધર્મસાગરજી મહારાજ જણાવે છે.
........ प्रवचने पर्युषणापर्वं सम्मतं-प्रतीतं तद्भाद्रपदे मासे चतुथीदिनेऽर्थाच्छ्रीकालकाचार्यादारभ्य दुष्प्रसहं यावत्संप्रतिकाले भवति,
માદ્રપદ્દે – માદ્રપદ્રવતુર્થો ભદ્ર – માતં તીથમ્યુપામત્વાન્ ..... (પ્રવચન પરીક્ષા, પ્રત – મા – ૨ પૃ. ૪૦૬-૬૦)
ભાવાર્થ : પ્રવચનમાં – શાસનમાં પર્યુષણાપર્વ (સર્વને) ભાદરવા સુદ – ચોથ ના દિને જ સંમત છે. અર્થાત્ પૂ. શ્રી કાલિકસૂરિ મહારાજાથી આરંભીને પૂ. આ. શ્રી દુપ્રસહસૂરિ મ. સુધી વર્તમાનકાળમાં (પાંચમા આરામાં) પર્યુષણ પર્વ ભાદરવા સુદ - ચોથે જ થાય છે. ભાદરવા સુદ – ૪ મંગલરૂપ છે. કારણ કે (પાંચમા આરામાં ચોથમાં) તીર્થનો સ્વીકાર કર્યો છે. અર્થાત્ પાંચમા આરામાં તીર્થ ચોથમાં છે. તેથી ભા. સુ. ૪ મંગલરૂપ છે. (૪) ધર્મસંગ્રહ ગ્રંથ, ભાગ - ૧, વિભાગ – ૨ ની ૬૫ મી ગાથાની ટીકામાં પણ આ
બધી વાતો કરી છે. (૫) પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીએ નિયત છે. પ્રવચનપરીક્ષામાં કહ્યું છે કે ......
..... વિક્ષત દિ પક્ષપ્રતિમur તવતુર્વણ્યાં નિયત ..... (.. પ્રત. પૃ. ૪૨૦)
......... વિવશતા તિથિશ્ચતુર્દશી, સન ૨ પ્રવરને પક્ષિપર્વન્ટેનડેમમતા ....... (પ્ર. વરી. ત. પૃ. ૪૦૬).
ભાવાર્થ : વિવક્ષિત પાક્ષિક પ્રતિક્રમણ (પાણી) ચૌદસમાં જ નિયત છે.
.... વિવક્ષિત ચતુર્દશી તિથિ છે, તે પ્રવચનમાં – શાસનમાં પાક્ષિકપર્વ તરીકે અભિમત છે.
ઉપરોક્ત શાસ્ત્રપાઠો અને શ્રી સિદ્ધચક્ર પાક્ષિક્ના અંશોમાં નોંધનીય બાબતો :(૧) પૂ. કાલિકસૂરિ મહારાજાએ સંવત્સરી ચોથની પ્રવર્તાવી તેમાં એકતા કરવી કે
આ. અભયશેખર સૂરિજી મ. તેમની પુસ્તિકાના પૃ. ૮ ઉપર જણાવ્યા પ્રમાણે
૯૨
Page #105
--------------------------------------------------------------------------
________________
એક જ દિવસે બધા સાથે સંવત્સરી કરે એમાં જ યુગપ્રધાન શ્રી કાલિકસૂરિ મહારાજે સ્વ-પર બધાનું કલ્યાણ જોયું છે' - આવું કોઈ કારણ નહોતું. પરંતુ શાલિવાહન રાજા જૈન ધર્મનો ઉપાસક હતો. તેના રાજ્યમાં ઈન્દ્રમદ પર્વ ઉજવાતો હતો. તે પર્વ જૈનોનો નહોતો અજૈન લોકોનો હતો. તે પર્વમાં લોકો જોડાતા હતા, રાજાને પણ લોકાનુરોધથી જોડાવું પડતું હતું. રાજા જૈન હતો, તેથી તેની આરાધના ન સીદાય એ લક્ષ્ય હતું. આવી અવસ્થામાં પોતાની આરાધના માટે પૂ. કાલિકસૂરિ મ. ને ભાદરવા સુદ – છઠ્ઠની સંવત્સરી રાખવા વિનંતી કરી હતી. પૂ. કાલિકસૂરિ મહારાજે છઠ્ઠમાં શાસ્ત્રવચનનું સમર્થન મળતું ન હોવાથી નિષેધ કર્યો અને ચોથ રાખવામાં શાસ્ત્રવચન સાથે બાધ આવતો નહોતો, અને ભગવાને પોતાના કેવલજ્ઞાનના પ્રકાશમાં જે ફેરફાર થવાનો હતો તે અંતિમ દેશનામાં જણાવ્યો હતો
- ઈત્યાદિ કારણોસર સંવત્સરીની ચોથે પરાવૃત્તિ કરી. (૨) તે કાળે બધા લોકો ભાદરવા સુદ-૫ ની સંવત્સરીના કારણે અલગ-અલગ દિવસે
સંવત્સરી નહોતા કરતા, અને તેના કારણે સંક્લેશ નહોતો, કે જેથી પૂ. કાલિકસૂરિ મહારાજને એકતા કરવા ચોથ પ્રવર્તાવી પડે આથી આચાર્યશ્રીઅભયશેખરસૂરિજીની વાત તદ્ન હકીકત વિરુદ્ધ છે. અર્જનો સાથે તો
એકતા કરવાનો પ્રશ્ન જ નહોતો ને ? (૩) પ્રવચન પરીક્ષામાં પાક્ષિક પ્રતિક્રમણ (પાણી) ચતુર્દશી (ચૌદસે) જ નિયત છે,
એમ સ્પષ્ટ કહ્યું છે. આથી જ પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીએ પૂનમીયા ગચ્છની પૂનમે પાખી કરવાની વાતને શરત મૂકીને ઉડાડી દીધી હતી, તે હેજે સમજી શકાય
તેવી વાત છે. (૪) આ. અભયશેખર સૂરિજીએ પોતાની પૂસ્તિકાના પૃષ્ઠ ૭-૮ ઉપર પૂ. કાલિકસૂરિ
મહારાજના પ્રસંગની જે વાતો – દલીલો – કુતર્કો કર્યા છે. તે તદ્દન વાહીયાત છે, તે આગળના શાસ્ત્રપાઠો અને શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના અંશો જેવાથી સમજી
શકાશે. (૫) પ્રવચન પરીક્ષામાં જણાવ્યા પ્રમાણે ભા. સુદ – ૪ ની સંવત્સરી પાંચમા આરાના
અંત સુધી નિયત રહેશે. તેમાં ફેરફાર કરી શકાય જ નહિ. કારણકે પાંચમા આરામાં શાસન ચોથમાં સમાયું છે. અને તેથી તે સિદ્ધાંત છે. આથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે... (૧) પાંચમા આરાના અંત સુધી સંવત્સરી ભાદરવા સુદ-ચોથે જ રહેશે.
૯૩
WWW.jainelibrary.org
Page #106
--------------------------------------------------------------------------
________________
(૨) ઉદયમ્મિ શાસ્ત્રવચનાનુસાર ઉદયાત્ ચોથે જ સંવત્સરી પર્વની આરાધના
માટે ઉચિત છે. શાસ્ત્રસિદ્ધ છે. (૩) ભા. સુ. પહેલી પાંચમે સંવત્સરી કરવાથી સંવત્સરીના દિવસથી આષાઢ
ચાતુર્માસીનો દિવસ અતીત પચાસમો દિવસ હોવો જોઈએ અને કાર્તિકી ચોમાસીનો દિવસ અનાગત સિત્તેરમો હોવો જોઈએ – એવા સમવાયાંગ અને પર્યુષણાકલ્પ વગેરેના વચનનો અપલોપ થાય છે. - શાસ્ત્ર વિરુદ્ધ થાય છે.
८४
WWW.jainelibrary.org
Page #107
--------------------------------------------------------------------------
________________
(પરિશિષ્ટ-૧૧
એક અગત્યનો ખુલાસો એક પક્ષ તરફથી વારંવાર અપપ્રચાર ચાલી રહ્યો છે કે તિથિનો ઝઘડો પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરિજીએ ચાલું કર્યો છે. પરંતુ આ વાત હકીકત વિરુદ્ધ છે. કારણકે તેઓશ્રીના જન્મ પૂર્વે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માન્ય જ કરાતી હતી. પરંતુ ભવિષ્યમાં પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી બનનાર (સાત-આઠ મહિનાના) બાળ ત્રિભુવન પારણામાં ઝૂલતો હતા, તે વખતે સં. ૧૯૫૨ માં સંવત્સરીની તિથિની બાબતમાં સકલ સંઘથી અગલ પડીને પૂ સાગરજી મહારાજે પેટલાદમાં અલગ સંવત્સરી કરી હતી, ત્યારે તિથિનો પહેલો ઝઘડો થયો હતો. સંવત્સરીની આરાધના અંગે સં. ૧૫૨ સુધી કોઈ જ વિવાદ નહોતો.
આથી પર્વતિથિઓનો ઝઘડો પૂ. આ. ભ. શ્રીરામચંદ્રસૂરિજીએ ચાલુ કર્યો, એમ કહેવામાં ઈતિહાસ સાથે અન્યાય છે. - અપમાન છે.
તેઓશ્રી જ્યારે આ ભારતભૂમિ ઉપર પૂ. રામચંદ્રસૂરિજી તરીકે વિદ્યમાન નહોતા, ત્યારે પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિની બાબતમાં ઈતિહાસ જુદી જ સાક્ષી પૂરે છે. ૧) વિ. સં. ૧૮૭૦ ની સાલમાં એક જૈન પંચાંગ બહાર પડ્યું હતું, તેમાં પર્વતિથિની
ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવામાં આવી હતી. ૨) તેવું જ પંચાંગ વિ. સં. ૧૯૧૬ની સાલમાં જૈન દીપક માસિક તરફથી બહાર
પડ્યું હતું, જેમાં બે પાંચમ દર્શાવવામાં આવી હતી. ૩) સં. ૧૯૪૫ માં સ્વ. પૂ. આત્મારામજી મહારાજાના ઉપદેશથી તપાગચ્છના
શ્રાવક શા. કેશવજ લહેરાભાઈ સાયલાવાળાએ જૈન પંચાંગ મુંબઈ ઈન્ડિયન પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવીને બહાર પાડ્યું હતું. તેમાં સં. ૧૯૪૫ ના વર્ષની તમામ
પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવામાં આવી હતી. ૪) પૂ. બાપજી મહારાજે સં. ૧૯૯૭ માં વ્યાખ્યાન પાટ ઉપરથી જાહેરમાં ખુલાસો
કર્યો હતો કે તમને ખબર નહિ હોય પણ મારા અનુભવની વાત છે.) આ વાત સં. ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસૂરના ઉપાશ્રયે નાગોરી શાળામાં ધરણેન્દ્ર શ્રી પૂજ્ય (યતિ) હતા. તે વખતે પર્વતિથિની હેરાફેરી (પૂનમની વૃદ્ધિએ
For Private Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
તેરશની વૃદ્ધિ વગેરે હેરાફેરી) થઈ હતી. ત્યારે પૂ. મૂલચંદજી મહારાજે તથા શ્રાવક સુબાજીએ વિરોધ કર્યો હતો. પરંતુ આપણું બળ ઓછું હોવાથી આપણે કંઈ કરી
શક્યા નહિ અને ખોટું ઘૂસી ગયું. (વિશેષ પરિશિષ્ટ ૩ માં જોવું). ૫) વિ. સં. ૧૯૫૨ માં ભાવનગરની જૈનધર્મસભા તરફથી પ્રકાશિત થયેલા ભીંતીયા
પંચાંગમાં ભાદરવા સુદ-૫ ક્ષય, ૪+૫ શુક્રવારે સંવત્સરી એ પ્રમાણે દર્શાવ્યું હતું.
આ રીતે ઈતિહાસ જુદી જ વાત કરતું હોય અને ઈતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં આવે, તે મહામૃષાવાદ નથી તો શું છે ?
હા, એટલી વાત ચોકકસ કે વિક્રમની ૧૯-૨૦ મી સદીમાં શાસન સામે ઘણાં આક્રમણો આવ્યા, ત્યારે તે આક્રમણોને ખાળવા માટેનો સિંહફાળો પૂ. આ. ભ. શ્રી રામચન્દ્રસૂરિજીનો હતો. તેઓશ્રીમદ્ગી આ પ્રશસ્ત પ્રવૃત્તિના કારણે સહજતાથી પુણ્યપ્રભાવ વધતો ગયો. તો સાથે સાથે કેટલાકને તે પુણ્યપ્રભાવ એટલીજ સાહજિકતાથી અકળામણરૂપ બનતો ગયો, તે જ અપપ્રચારમાં કારણ છે. આ ઈતિહાસસિદ્ધ હકીકત
તેનું નુકશાન શું થયું? - કેટલાક સત્ય છોડીને અસત્ય તરફ ગયા. - કેટલાય ભવ્યાત્માઓ સત્યથી દૂર જ રહ્યા.
WWW.jainelibrary.org
Page #109
--------------------------------------------------------------------------
________________
(પરિશિષ્ટ-૧૨
સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી દાદાનું તિથિ અંગે
મંતવ્ય સં. ૨૦૧૮ નું નિવેદન – સં. ૨૦૧૯ નો ખુલાસો – સં. ૨૦૨૦ ના પટ્ટકમાં કરેલા
- ખુલાસા. (સન્માર્ગ પાક્ષિકમાંથી સાભાર)
પૂજ્યપાદ પ્રેમસૂરિદાદા ઔદયિક તિથિ આરાધનાને જ સત્ય માનતા હતા. ઔદયિક તિથિ ન કરવાથી –
(૧) જિનાજ્ઞાભંગ, (૨) અનવસ્થા, (૩) મિથ્યાત્વ અને (૪) વિરાધના : આ ચાર પાપ લાગે છે; એમ તેઓશ્રીની અંતઃકરણથી શ્રદ્ધા હતી. માટે જ કુંવરજીભાઈ આણંદજી જેવા પ્રખર પંડિત શ્રાવકે તા. ૩૧-૭-૧૯૪૪ ના એઓશ્રી ઉપર ગ્રહણના વિષયનો પ્રશ્ન લખી એનું ગુરુ-શિષ્યભાવે સમાધાન માગ્યું ત્યારે એના જવાબરૂપે તેઓશ્રીમદે અમદાવાદ-જ્ઞાનમંદિરથી શ્રા. વદ-૧ ના સુવિસ્તૃત પત્ર લખી ગ્રહણ અંગેના શાસ્ત્રીય સમાધાન ઉપરાંત ઔદયિક તિથિની શાસ્ત્રીય પ્રણાલિકા પણ લખી જણાવી હતી.
તેઓશ્રીમદે લખ્યું હતું કે - મારા પ્રત્યે તમે ગુરુભાવ ધરાવો છો તો હવે હું તમને જણાવું છું કે તમોએ તિથિચર્ચાનો નિર્ણય કે જે સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા પ્રસિદ્ધ થયો છે, તે વાંચશો અને વિચારશો. આરાધક આત્માઓના સદ્ભાગ્યે સાચો નિર્ણય થવા પામ્યો છે. આવો સ્પષ્ટ નિર્ણય મેળવી આપવાનો સુયશ સુથાવક કસ્તુરભાઈ લાલભાઈને ઘટે છે. પ્રોફેસર વૈદ્ય જેવા મધ્યસ્થને લાવીને શ્રી જૈનશાસનની આજ્ઞા મુજબનો નિર્ણય લાવી આપવામાં સુશ્રાવક કસ્તુરભાઈએ શ્રી જૈનશાસનની અનુપમ સેવા બજાવી છે. આવી સેવા બજાવવાનું સામર્થ્ય તેમનામાં હતું અને તે સામર્થ્યનો તેઓએ સારામાં સારો સદુપયોગ કર્યો છે. સુશ્રાવક કસ્તુરભાઈએ પોતાના સામર્થ્યનો સદુપયોગ કરી મેળવી આપેલો સાચો નિર્ણય વાંચી, વિચારી અમલમાં મૂકવા જેવો છે. એ નિર્ણય મુજબ ચાલવામાં દરેકે દરેક તિથિનું આરાધન આજ્ઞા મુજબ થાય છે અને મહત્ત્વના પર્વની વિરાધનાથી પણ સારી રીતિએ બચી શકાય છે.
તેઓશ્રીમદ કુંવરજીભાઈ ઉપર તેમના પોતાના જ લખાણની સાક્ષી જણાવતાં
WWW.jainelibrary.org
Page #110
--------------------------------------------------------------------------
________________
આગળ લખ્યું હતું કે – વર્ષો પૂર્વે તમે પણ ચોથની વિરાધના ન થાય તે માટે શ્રી જૈનધર્મ પ્રકાશના ૧૯૫૨ ના ચૈત્ર સુદ-૧૫ ના અંકમાં લખી ચૂક્યા છો કે -
* * સુદ-૫ની ક્રિયા સુદ-૪થે કરવી અને સુદી-૪ તથા સુદી-૫ ભેગા ગણવા. સંવત્સરી, ઉદયતિથિ ચતુર્થી શુક્રવારે જ કરવી અને બારે તિથિમાં હાનિ ન થવા માટે સુદ-૫ની ક્રિયા તે દિવસે જ કરીને સુદ-૫ નો સમાવેશ તેમાં કરવો.
એ જ પત્રમાં પૂજ્યશ્રીએ કુંવરજીભાઈના ઔદયિક તિથિની માન્યતા અંગેના લખાણોની વધુ સાક્ષીઓ પણ લખી જણાવી હતી. જેવી કે –
૧) મહાવીર જયંતિ સુદ-૧૩ જે વાસ્તવિક છે તે દિવસે કરવી યોગ્ય કે કૃત્રિમ બનાવેલી બીજી તરસે કરવી યોગ્ય ?
અને તેમને જણાવ્યું હતું કે – આથી સ્પષ્ટ છે કે – ચંડાશુંચંડ પંચાંગમાં આવતી ભાદરવા સુદ-૪ ઔદયિક હોય તો ન વિરાધાય એનું તમને લક્ષ્ય હતું - કલ્યાણક તિથિ પણ ઔદયિકી - સાચી જ આરાધવી જોઈએ એની તમને કાળજી હતી. આવેલો નિર્ણય એ જ સાચા માર્ગનું સમર્થન કરે છે તો પછી તમો શા માટે લોકહેરીમાં પડી સત્યને વિરાધો છો ?”
૨) ૧૯૪૫ ની સાલમાં સાયલાના સુશ્રાવકે એક પંચાંગ બહાર પાડી, તેમાં પર્વતિથિઓની પણ ક્ષયવૃદ્ધિ લખી છે. તેનો તમે સ્વીકાર કરી તેને ઉપકારક જણાવેલ છે. આ બધું વિચારી સત્યને સમજો અને સ્વીકારો, એવી આશા હું રાખું તો એ વધારે પડતી નથી જ.
વિ. સં. ૨૦૧૮માં તેઓશ્રી રાજસ્થાન-જાવાલમાં ચાતુર્માસ રહ્યા હતા. ત્યારે ચાતુર્માસના અંતે કાર્તિકી પૂનમનો ક્ષય આવતાં તેઓશ્રીમદે પોતાની સહી સાથે એક ખુલાસો લખી દિવ્યદર્શન આદિ સામયિકોમાં પ્રસિદ્ધ કરાવ્યો હતો.
દિવ્યદર્શન તા. ૨૭-૧૦-૧૯૬ર ના પૃષ્ઠ-૪૦ ઉપર પહેલી કોલમમાં આ ખુલાસો છપાયો છે, તે અક્ષરશઃ આ મુજબ છે.
પૂ. આચાર્યદેવશ્રીનો કારતક-૧૫ અંગે ખુલાસો
પૂ. સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી શ્રીસંઘને જણાવવાનું કે વિ. સં. ૨૦૧લ્માં કાર્તિક સુદ-૧૫નો ક્ષય હોવાથી તા. ૧૧૧૧-૧૯૬૨, રવિવારે ચૌદસ-પૂનમ ભેગા છે. આથી તે દિવસે કાર્તિકી પૂનમની શ્રી
૯૮
Page #111
--------------------------------------------------------------------------
________________
સિદ્ધગિરિજીની અથવા ગિરિરાજના પટની યાત્રા કરવી. કેમ કે – પૂર્વે ચોમાસી પૂનમની હતી અને કાર્તિક પૂર્ણિમાની યાત્રાનો મહિમા તે વખતે પણ હતો જ. વળી તે દિવસે ઔદયિક ચતુર્દશી હોઈને ચોમાસી પ્રતિક્રમણ આદિ પણ તે દિવસે જ કરવું અને કા. વ. ૧ સોમવારે, સવારે ચોમાસું બદલવાનું રાખવું.
તે મુજબ ચોમાસી ચૌદસ અને કાર્તિકી પૂનમ બંને તિથિઓ સંબંધી આરાધનાઓ એક જ દિવસે કરવાનું જણાવેલ. સવારે કાર્તિકી પૂનમ નિમિત્તક શત્રુજ્ય પટ જુહારવાનું, સાંજે ચોમાસી ચૌદસ નિમિત્તક ચોમાસી પ્રતિક્રમણ કરવાનું અને બીજા દિવસે ચોમાસું બદલવાનું જણાવવામાં આવ્યું હતું. તેઓશ્રીમદ્ગી તિથિ અંગે શાસ્ત્રીય માન્યતા શું હતી અને એ માન્યતાની સુરક્ષા માટેની ભાવના કેવી હતી તેનો આનાથી શ્રેષ્ઠ ક્યો પુરાવો હોઈ શકે ?
ત્યારબાદ વિ. સં. ૨૦૨૦માં પિંડવાડા મુકામે તેઓશ્રીએ તિથિ વિષયક આપવાદિક આચરણાને જાહેર કરતો એક પટ્ટક બનાવ્યો હતો. તેમાં પણ તિથિ અંગે શાસ્ત્રીયસત્ય અને શાસ્ત્રમાન્ય પરંપરા શું છે એનું સ્પષ્ટ અક્ષરોમાં લખાણ છે જેના પર તેઓશ્રીમદ્ગી સહી છે અને તે સમયે સ્વ-સમુદાય અને સ્વ-પક્ષમાં રહેલ સર્વઆચાર્યો તથા પદસ્થાની પણ સહી છે.
આ રહ્યા એ પટ્ટકમાં પૂ. આ. શ્રી. પ્રેમસૂરિદાદાની શાસ્ત્રીય માન્યતાને રજૂ કરતા શબ્દો :
તિથિરિન અને પર્વારાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદયમિ’ તથા 'ક્ષયે પૂર્વા.' ના નિયમ અનુસાર તિથિદિન અને આરાધનાદિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે. તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે. (પહેલો પરિચ્છેદ)
પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ આદિ પૂજ્યોએ સહી કરીને માન્ય કરેલ આ પટ્ટકના પહેલા પરિચ્છેદથી નીચે મુજબના મુદ્દાઓ તેઓશ્રીની શાસ્ત્ર માન્યતા રૂપે પ્રસ્થાપિત થાય છે.
૧ – તિથિદિન અને પર્વારાધનની બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગને યથાવત્ માન્ય રાખવું જોઈએ.
Page #112
--------------------------------------------------------------------------
________________
૨ – એટલે કે સંઘે માન્ય કરેલા પંચાંગમાં બતાવેલી સઘળીય પર્વ અને અપર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ જેમ બતાવી હોય તેમ જ માન્ય રાખવી જોઈએ.
૩- સંઘમાન્ય પંચાંગમાં જે દિવસે જે તિથિને ઔયિક બતાવી હોય તે જ દિવસે તેની આરાધના કરવી જોઈએ. કારણ કે ‘ઉદયંમિ’ શ્લોકમાં એમ જ કરવાનું કહેલું છે.
૪ - સંઘમાન્ય પંચાંગમાં જે તિથિનો ક્ષય બતાવેલો હોય તે તિથિની આરાધના ‘ક્ષયે પૂર્વા.’ સૂત્રમાં બતાવેલા નિયમાનુસાર પહેલી (પૂર્વની) તિથિના દિવસે કરવી જોઈએ.
૫- સંઘમાન્ય પંચાંગમાં જે તિથિની વૃદ્ધિ બતાવેલી હોય તે તિથિની આરાધના ‘વૃદ્ધો તથોત્તરા.’ સૂત્રમાં બતાવેલા નિયમાનુસાર પછીના એટલે બીજા દિવસે કરવી જોઈએ.
૬– ઉપર મુજબ તિથિનો દિવસ નક્કી કરવો અને તેની આરાધના નક્કી કરવી એ શાસ્ત્રાનુસારી છે.
૭- ઉપર મુજબ તિથિનો દિવસ નક્કી કરવો અને તેની આરાધના નક્કી કરવી એ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી પણ છે.
૮- ઉપર મુજબની તિથિદિન અને આરાધનાની પદ્ધતિ શાસ્ત્રાનુસારી તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે, એવો લવાદી ચર્ચાનો નિર્ણય પણ આવી જ ગયેલો છે.
એ ઉપરાંત પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે એ જ પટ્ટકમાં ત્રીજા પરિચ્છેદમાં સ્પષ્ટ અક્ષરોમાં ઔત્સર્ગિક આજ્ઞારૂપ શાસ્ત્રીય માન્યતાને જણાવતાં લખ્યું છે કે -
માટે શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદી-૫ની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદી ચોથે શ્રી સંવત્સરી કરવાની અને તે જ પ્રમાણે બાકીના ૧૨ પર્વીમાંની તિથિઓ અને કલ્યાણકાદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને આરાધના કરવાની છે. એટલે પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આ પટ્ટક દ્વારા એવી આજ્ઞા કરી છે કે –
૧ - સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદી-૫ની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે
૧૦૦
Page #113
--------------------------------------------------------------------------
________________
ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવી. (ભા. સુ. પના ક્ષયે ચોથનો કે ત્રીજનો કે છઠનો ક્ષય ન કરવો. એ જ રીતે ભા. સુ. પની વૃદ્ધિએ ચોથની કે ત્રીજની કે છઠની વૃદ્ધિ પણ ન કરવી. એટલે કે ભા. સુ. પના ક્ષયે ભા.સુ. પની આરાધના ઔદયિક ભા.સુ. ૪ ના દિવસે ચોથની સાથોસાથ કરવી. તેમજ ભા. સુ. પની વૃદ્ધિએ ભા.સુ. પની આરાધના ભા. સુ. બીજી પાંચમે કરવી.) - ૨ - અહીં શબ્દરચનામાં જ્યારે જ્યારે ત્યારે ત્યારે એમ લખાણ હોઈ ભવિષ્યમાં આવનાર દરેક ભા. સુ. પના ક્ષય-વૃદ્ધિના પ્રસંગે તેની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખવાનો તેમનો આદેશ છે – એમ સ્પષ્ટ રીતે ફલિત થાય છે.
૩ - ભા. સુ. પની ક્ષય-વૃદ્ધિ જ્યારે જ્યારે આવે ત્યારે ત્યારે તેને યથાવત્ કાયમ રાખીને (પાંચમ કાયમ રાખવાની વાત નથી પણ પાંચમની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવાની વાત છે.) પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદી ચોથે શ્રી સંવત્સરી કરવી. (પણ ભા. સુદ ત્રીજે કે ભા. સુદ પહેલી પાંચમે સંવત્સરી ન કરવી.) એવું તેઓશ્રીનું સ્પષ્ટ ફરમાન છે અને ક્ષય પામેલ પાંચમની આરાધના ઔદયિક ચોથના દિવસે તેની સાથે કરવી અને વૃદ્ધિ પામેલ પાંચમની આરાધના બીજી પાંચમના દિવસે કરવાની છે.
૪ – એ જ નિયમાનુસાર બાકીની ૧૨ પર્વમાંની તિથિઓ એટલે કે બીજપાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસ-પૂનમ-અમાસ આ બારે પર્વતિથિઓની જ્યારે પણ ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તે ક્ષય-વૃદ્ધિને યથાવત્ જાળવીને ‘ક્ષયે પૂર્વા.' અને વૃદ્ધ ઉત્તરા.” ના નિયમ મુજબ આરાધના કરવી.
એટલે બીજના ક્ષયે એકમના દિવસે ઔદયિક એકમ ઉપરાંત ક્ષય પામેલ બીજની આરાધના કરવી.
પાંચમના ક્ષયે ચોથના દિવસે ઔદયિક ચોથ ઉપરાંત ક્ષય પામેલ પાંચમની આરાધના કરવી.
આઠમના ક્ષયે સાતમના દિવસે ઔદયિક સાતમ ઉપરાંત ક્ષય પામેલ આઠમની આરાધના કરવી.
અગિયારસના ક્ષયે દસમના દિવસે ઔદયિક દસમ ઉપરાંત ક્ષય પામેલ અગિયારસની આરાધના કરવી.
ચૌદસના ક્ષયે તેરસના દિવસે ઔદયિક તેરસ ઉપરાંત ક્ષય પામેલ ચૌદસની આરાધના કરવી.
For Private? Ofersonal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
પૂનમ/અમાસના ક્ષયે ચૌદસના દિવસે ઔદયિક ચૌદસ ઉપરાંત ક્ષય પામેલ પૂનમ/અમાસની આરાધના કરવી.
એ જ રીતે...
- બીજની વૃદ્ધિએ બે બીજ પૈકી પહેલી બીજ છોડીને બીજી બીજના દિવસે બીજની આરાધના કરવી.
- પાંચમની વૃદ્ધિએ બે પાંચમ પૈકી પહેલી પાંચમ છોડીને બીજી પાંચમના દિવસે પાંચમની આરાધના કરવી.
- આઠમની વૃદ્ધિએ બે આઠમ પૈકી પહેલી આઠમ છોડીને બીજી આઠમના દિવસે આઠમની આરાધના કરવી.
- અગિયારસની વૃદ્ધિએ બે અગિયારસ પૈકી પહેલી અગિયારસ છોડીને બીજી અગિયારસના દિવસે અગિયારસની આરાધના કરવી.
- ચૌદસની વૃદ્ધિએ બે ચૌદસ પૈકી પહેલી ચૌદસ છોડીને બીજી ચૌદસના દિવસે ચૌદસની આરાધના કરવી.
- પૂનમ-અમાસની વૃદ્ધિએ બે પૂનમ/અમાસ પૈકી પહેલી પૂનમ/અમાસ છોડીને બીજી પૂનમ, અમાસના દિવસે પૂનમ/અમાસની આરાધના કરવી.
એવી પૂ આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની શાસ્ત્રીય માન્યતા અને આજ્ઞા છે.
તદુપરાંત -
૫ - કલ્યાણક આદિની બધી જ તિથિઓ (ચોવીશે તીર્થકરોના મળી ૧૨૦ કલ્યાણકો તેમજ વીશ વિહરમાન જિનનાં ૫ કલ્યાણકો અને અન્ય આરાધ્ય તિથિઓ જેવી કે – જિનાલય સાલગીરી, ગુરુ સ્વર્ગારોહણ તિથિ – સંઘ ઉપધાનની માળાની તિથિ વગેરે, વગરે) પણ સંઘમાન્ય પંચાંગમાં બતાવ્યા મુજબ યથાવત્ ક્ષય-વૃદ્ધિ માન્ય રાખીને જ એની આરાધના કરવાની. એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણયુક્ત પોષ-દસમીની આરાધના, ફાગણ સુદ-૧૩ છ ગાઉની યાત્રા, અક્ષયતૃતીયા પર્વ, પ્રભુશ્રી મહાવીર જન્મકલ્યાણક, શ્રી શત્રુંજય મહાતીર્થ આદિ ગ્રામ-નગર-તીર્થના જિનાલયોની સાલગીરી આદિ દરેકના દિવસો સંઘમાન્ય પંચાંગમાં બતાવ્યા મુજબ યથાવત્ ક્ષય-વૃદ્ધિ માન્ય રાખીને જ એની આરાધના કરવાની.
૧૦૨
Page #115
--------------------------------------------------------------------------
________________
-
-
-
પૂજ્યપાદ શ્રીજીનો આ પટ્ટક કેટલો સ્પષ્ટ દીવા જેવો તેજસ્વી પ્રકાશ પાથરે છે તે આ ઉપરથી સમજી શકાય તેમ છે.
આ પટ્ટકના બીજા પરિચ્છેદમાં તેઓશ્રીમદે અપવાદિક રીતે પૂનમ/અમાસની ક્ષય/વૃદ્ધિએ તેરસની ક્ષય/વૃદ્ધિ કરવી એવું જે સૂચન કરેલ છે, તે પણ વિશેષણ વિશિષ્ટ કરેલ છે. તેઓશ્રીએ આ વિધાન કરતાં પૂર્વે જણાવ્યું છે કે –
આમ છતાં પણ, અભિયોગાદિ કારણે, અપવાદપદે, પરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે - ભવિષ્યમાં સલકશ્રી શ્રમણ સંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહિ ત્યાં સુધીને માટે, શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રીસંઘમાં ચૌદસ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક દિવસે થાય. આ એક આપવાદિક આચરણા છે.
એનાથી સ્પષ્ટ થાય છે કે – ૧) અભિયોગાદિ કારણે આ નિર્ણય કરાયો છે. ૨) અપવાદપદે આ નિર્ણય કરાયો છે.
૩) પટ્ટક રૂપે ભવિષ્યમાં સકલથી શ્રમણ સંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહિ ત્યાં સુધીને માટે આ નિર્ણય કરાયો છે, કાયમ માટે નહિ.
૪) આ એક આપવાદિક આચરણા છે – એમ પરિચ્છેદના અંતે પૂર્વે કહેલું હોવા છતાં ફરીથી દર્શાવવામાં આવ્યું છે.
વિ. સં. ૨૦૨૦ નો આ પટ્ટક ઉપર પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા આદિ સ્વ-સમુદાયના તેમજ સ્વ-પક્ષમાં રહેલા સર્વ પદસ્થોએ સહી કરી હતી અને તે જૈન પ્રવચન-દિવ્યદર્શનાદિ પત્રોમાં અક્ષરશઃ છપાયો હતો. (દિવ્યદર્શન તા. ૨૦-૬-૧૯૬૪, પૃ ૨૩૦)
આ પટ્ટક પર સહી કરનારામાં પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી જંબૂ સૂ મ., પૂ. આ. શ્રી. ભુવન સૂ મ., પૂ. આ. શ્રી. યશોદેવ સૂ. મ. વગેરે તેમજ પૂ. પં. શ્રી ભાનુવિજયજી (પૂ. આ. શ્રી
૧૦૩
WWW.jainelibrary.org
Page #116
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનુસૂરિજી મહારાજ) આદિ પદો હતા. પૂ. આ. શ્રી વિ. ભદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવતી તેઓશ્રીજી, પૂ. આ. શ્રી વિ. કારસૂરિજી મ. આદિની સહીઓ હતી. પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવતી પૂ. આ. ભ. શ્રી વિજય લક્ષ્મણસૂરિજી મ. આદિની સહીઓ હતી. પૂ. આ.ભ.શ્રી. વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદયાવતી પૂ. આ. શ્રી વિ. મનોહરસૂરિજી મ., પૂ.પં. શ્રી ભદ્રંકર વિ. મ., પૂ.પં. શ્રી વિબુધ વિ. મ. (બંને ત્યારબાદ આચાર્ય) ની સહીઓ હતી. પૂ. આ. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મહારાજ (વાગડવાળા) ના સમુદાયવતી પૂ. આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરિજી મહારાજની સહી હતી.
પૂ. આ. શ્રી વિજય શાંતિચંદ્રસૂરિજી મ. આદિ તેમજ પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરિજી મ. આદિએ શ્રાવણ વદમાં આ પટ્ટકને સ્વીકૃતિ આપી હતી.
૨૦૨૦ નો પટ્ટક નિષ્ણભાવી શા માટે ?
હાલના તબક્કે આ પટ્ટકમાં જણાવેલ આપવાદિક આચરણાના અમલના કોઈ સંયોગ વિદ્યમાન ન હોવાથી એ કલમનો કોઈ ઉપયોગ રહ્યો નથી. કારણ કે જે અભિયોગાદિ કારણે આ આપવાદિક આચરણા પટ્ટકરૂપે કરાઈ હતી તે અભિયોગાદિ કારણો હવે રહ્યાં નથી.
આ પટ્ટકને માન્ય કરનારા અને વર્ષો સુધી અમલ કરનારા આચાર્યો પૈકી જ કેટલાક આચાર્યોએ વિ. સં. ૨૦૪૨ માં આ જ પટ્ટકની ઔત્સર્ગિક આજ્ઞાદર્શક કલમોનો એકતરફ ભંગ કરી અંદરોઅંદર ભેગા થઈ પટ્ટકની મર્યાદાથી બહાર જઈ નવી જ આચરણાનો પ્રારંભ કરી દીધો, ત્યારથી જ આ પટ્ટકની આપવાદિક આચરણાની આ કલમ નિમ્રભાવી બની જવા પામી હતી.
છતાંય પાંચેક વર્ષ સુધી સુધારાની રાહ જોયા બાદ પણ કોઈ સુધારો ન દેખાતાં પૂજ્યપાદ શ્રી પ્રેમસૂરિદાદાના પટ્ટાલંકાર પૂજ્યપાદ આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પૂનમ/અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય/વૃદ્ધિ કરવાની એ આપવાદિક આચરણાનો વિધિવત્ ત્યાગ કરી પૂજ્યપાદ આચાર્ય શ્રી પ્રેમસૂરિદાદાની પૂનમ / અમાસની ક્ષયવૃદ્ધિને યથાવત્ માન્ય રાખવાની ઔત્સર્ગિક આજ્ઞાનો અમલ કરવાનો ફરીથી પ્રારંભ કર્યો હતો. જેને વિવિધ સમુદાયના પૂજ્યોએ વધાવી લીધો હતો.
પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું તિથિ અંગે શું મંતવ્ય હતું તે આટલા પુરાવાઓ જોતાં અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. એટલું જ નહિ પણ
૧૦૪
Page #117
--------------------------------------------------------------------------
________________
આ પટ્ટકની ભાષા વાંચતાં તેઓશ્રીમદ્ભી અત્યંત ભવભીરુતા, સંવિગ્નતા, ગીતાર્થતા કોઈ પણ પ્રકારની જાતપ્રશંસા કે આપબડાઈ કર્યા વિના જ હીરાના તેજની જેમ સ્વયં ઝળકી ઉઠી છે. એમના વિધાનોમાં ક્યાંય સ્વ-પર આત્મવંચનાનો અંશ પણ દેખાતો નથી. આમ હોવા છતાં ગમે તે કારણે આજે “આ માન્યતા ખોટી છે, શાસ્ત્રવિરુદ્ધ છે, ક્લેશકારી છે, સંશૈક્યની ઘાતક છે, જૈન ટીપ્પણાને અનુસારી નથી, એવી એવી વાતોનો પ્રચાર જોરશોરથી થતો દેખાય છે. કેટલાક તો આગળ વધીને તિથિ એ સિદ્ધાંત નથી, તિથિ તો સામાચારી છે, એમાં ગમે ત્યારે ગમે તે રીતના ફેરફારો કરી શકાય, તિથિ નિર્ણય અંગેનાં શાસ્ત્રવચનો એ દ્રવ્યસત્ય છે, (કાલ્પનિક) સંઘ ઐક્ય (=પોતાની સાથે એક આચરણા કરતા વર્ગની ખોટી પણ માન્યતા) એ ભાવ સત્ય છે, આવા (કાલ્પનિક) સંઘ ઐક્યરૂપ ભાવસત્ય (!) ખાતર શાસ્ત્રીય વચનોરપદ્રવ્યસત્ય (!) છોડી શકાય ?” એવી વાતો પણ પ્રચારી રહ્યા છે. આવી વિષમ પરિસ્થિતિમાં જેને તિથિના વિષયમાં ભાવસત્ય પામવું છે તેને માટે પૂ. આ. શ્રી. વિ. પ્રેમ સૂ. મ. ના પટ્ટકના આ શબ્દો પરમ આધાર બને તેવા છે.
દિવ્યદર્શન વર્ષ -૧૦, અંક-૩૫ શનિવાર, તા. ૨-૬-૧૯૬૨, પૃષ્ઠ-૧ પરથી ઉદ્ધત તિથિ સંબંધિત શ્રી પ્રેમસૂરિ દાદાનું નિવેદન
પરમ પૂજ્યપાદ સિદ્ધાન્ત મહોદધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબનું નિવેદન
તિથિચર્ચા બાબતમાં તિથિ આપણી જ સાચી છે, તેમાં શંકા જ નથી. પરંતુ સકલ સંઘના ઐક્યની આવશ્યકતા સહુ કોઈ જાણે છે. તેથી કોઈ વખતે કદાચ કાંઈ વિચાર કરવાનો પ્રસંગ ઉભો થાય તો તે વખતે હું આચાર્યશ્રી રામચંદ્રસૂરીશ્વરજી સલાહ-સંમતિથી કરવાનો છું.
સંવત-૨૦૧૮ ના ચૈત્ર વદ-૫, બુધવાર તા. ૨૫-૪-૧૯૬ર સમય : બપોરે ૨-૩૯
સ્થળ : દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, કાલુપુર, અમદાવાદ – ૧.
For Privdo Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
* *
૩૬૫
દિવ્યદર્શન તા. ૨૭-૧૨-૬૨, પૃષ્ઠ-૪૦ પર છપાયેલ પૂ. આ. શ્રી. વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના કારતક પૂનમ અંગેનો સત્તાવાર ખુલાસાની અક્ષરશ: નકલ
પૂ. આચાર્યદેવશ્રીનો કારતક-૧૫ અંગે ખુલાસો
પૂ. સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી શ્રીસંઘને જણાવવાનું કે વિ. સં. ૨૦૧૯ માં કાર્તિક સુદ-૧૫ નો ક્ષય હોવાથી તા. ૧૧-૧૧-૧૯૬૨, રવિવારે ચૌદસ-પૂનમ ભેગા છે, આથી તે દિવસે સવારે કાર્તિકી પૂનમની શ્રી સિદ્ધગિરિજીની અથવા ગિરિરાજના પટની યાત્રા કરવી. કેમ કે પૂર્વે ચોમાસી પૂનમની હતી અને કાર્તિક પૂર્ણિમાની યાત્રાનો મહિમા તે વખતે પણ હતો જ. વળી તે દિવસે ઔદયિક ચતુર્દશી હોઈને ચોમાસી પ્રતિક્રમણ આદિ પણ તે દિવસે જ કરવું અને કા. વ. ૧, સોમવારે સવારે ચોમાસુ બદલવાનું રાખવું.
દિવ્યદર્શન તા. ૨૦-૬-૧૯૬૪, પૃ. ૨૩૦ પરથી વિ. સં. ૨૦૨૦ ના પટ્ટકની અક્ષરશઃ નકલ
તિથિની આરાધનાદિ અંગે પિંડવાડામાં થયેલા પટ્ટકની સત્તાવાર જાહેરાત
પિંડવાડા વિ. સં. ૨૦૨૦, પોષ વદ-૫, તા. ૪-૧-૧૯૬૪, શનિવાર, સમય : સાંજે ૪-૪૫ વાગે તિથિદિન અને પર્વારાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતિએ ઉદયમિ. તથા ક્ષયે પૂર્વા. ના નિયમ અનુસાર તિથિદિન અને અરાધના દિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે. તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય પણ આવી જ ગયેલો છે.
આમ છતાં પણ અભિયોગાદિ કારણે, અપવાદપદે પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે – ભવિષ્યમાં સકલ શ્રી શ્રમણસંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહિ ત્યાં સુધી માટે, શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે
જ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રી સંઘમાં ચૌદસ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક દિવસે થાય.
આ એક આપવાદિક આચરણા છે. માટે શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદિ ચોથે શ્રીસંવત્સરી કરવાની છે અને તે જ પ્રમાણે
૧૦૬
Page #119
--------------------------------------------------------------------------
________________
બાકીની બાર પર્વી માંની તિથિઓ તથા કલ્યાણક આદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. આ પટ્ટક મુજબ આપણે તથા આપણા આજ્ઞાવર્તી સર્વ સાધુ-સાધ્વીએ ઉપર જણાવ્યા મુજબનો શ્રીસંઘનો નિર્ણય થાય નહિં ત્યાં સુધી આ પ્રમાણે જ વર્તવાનું છે.
આ.વિજય ભદ્રસૂરિ ૬. વિજય ૐકારસૂરિ પં. મેરૂવિજય (સ્વ.) પં. સુંદરવિજય પં. ચરણવિજય વિજય ભુવનસૂરિ વિજય યશોદેવસૂરિ
વિજય પ્રેમસૂરિ
વિજય રામચંદ્રસૂરિ
વિજય જંબૂસૂરિ
ઉં. ધર્મવિજય ગણિ
. ચારિત્રવિજય
પં. પુષ્પવિજય
પં. કૈવલ્યવિજય
પં. ભક્તિવિજય
પં. માનવિજય
પં. કનકવિજય પં. કાંતિવિજય
પં. ભદ્રંકરવિજય
પં. વર્ધમાન વિજય
પં. મૃગાંકવિજય
પં. સુદર્શનવિજય
પં. હેમંતવિજય
પં. મુક્તિવિજય
પં. ભાનુવિજય
પં. વિવિજય
વિજય લક્ષ્મણસૂરિ વિજય ભુવનતિલકસૂરિ પં. પ્રવીણવિજય
પં. વિક્રમવિજય
પં. પદ્મવિજય
પં. ભદ્રંકરવિજય
પં. ચિદાનંદવિજય ૫. મલયવિજય પં. જયંતવિજય પં. શૈતવિજય
પં. ત્રિલોચનવિજય પં. હિમાંશુવિજય પં. માનતુંગવિજય –
ઉ. જયંતવિજય પં. નવિનવિજય
પં. ભદ્રંકરવિજય પં. કીર્તિવિજય
પં. વિબુધવિજય
વિજય મનોહરરસૂરિ (સ્વ.)
પં. દીપવિજય (વિજય દેવેન્દ્રસૂરિ)
આ પટ્ટકનો અમલ વિ. સં. ૨૦૨૦ ના જેઠ સુદિ-૪, તા. ૧૩ મી જુન, સને ૧૯૬૪ ને શનિવારથી થાય
છે.
જૈન પ્રવચન વર્ષ -૩૫, અંક ૩૪, પૃ.૨૯૬ પરથી બે સમુદાયો દ્વારા વિ. સં. ૨૦૨૦ નો પટ્ટક સ્વીકારર્યાના નિવેદનની અક્ષરશઃ નકલ
પિંડવાડામાં તિથિ બાબત ઘડાયેલા પટ્ટકમાં અમોએ માર્ગરક્ષાના હેતુથી જ અત્યાર સુધી સહી કરી નહોતી. પરંતુ પટ્ટક જાહેર થયા પછીથી જે વાતાવરણ પેદા થવા પામ્યું છે, તે જોતાં પૂ. પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની હાર્દિક ઈચ્છાને લક્ષ્યમાં રાખીને માર્ગરક્ષાના હેતુથી જ અમોએ મજકૂર પટ્ટકનો સ્વીકાર કર્યો છે.
૧૦)
Page #120
--------------------------------------------------------------------------
________________
લિ. પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરિજી મહારાજ આચાર્ય વિજય શાંતિચંદ્રસૂરિ દ. મુનિ જિનેન્દ્રવિજય
સહી દ. પોતે વિ. સં. ૨૦૨૦ ના શ્રાવણ વદ-૧૩ સં. ૨૦૨૦ ના શ્રાવણ વદિ-૧૪ તા. ૪-૯-૧૯૬૪, શુક્રવાર, સંવેગી ઉપાશ્રય, શનિવાર, બોરસદ. વઢવાણ શહેર.
પં. કંચનવિ. ગણિ, પં. ભુવનવિ. ગણિ ૫. સોહનવિ. ગણિ, પં. સુજ્ઞાનવિ. ગણિ
પં. રંજનવિ. ગણિ પૂ. ગુરુદેવની આજ્ઞાથી પ્રકાશકો : શાહ રમણલાલ વજેચંદ ખંભાતવાળા - ઠે. ઝવેરીવાડ, અમદાવાદ. શાહ ચીમનલાલ નાથાલાલ (શ્રીકાંત) – ઠે. ટંકશાળ, અમદાવાદ.
૧૦/
WWW.jainelibrary.org
Page #121
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્વાદ = અનેકાંતવાદનું સ્વછૂપ સ્યાદ્વાદ એટલે અપેક્ષાવાદ. અપેક્ષા એનું નામ કે જે યુક્તિથી સિદ્ધ થાય અને તત્ત્વના થથાવસ્થિત સ્વરૂપ સુધી લઈ જાય.
સમ્ય એકાંત વિના સ્યાદ્વાદ = અનેકાંતવાદ હોઈ જ ન શકે.
એક જ વ્યક્તિ પુત્ર પણ હોઈ શકે, પતિ પણ હોઈ શકે, પિતા પણ હોઈ શકે, પણ એ પુત્ર હોય તો એના માત-પિતાનો જ હોઈ શકે. એ પતિ હોય તો એની પત્નીનો જ હોઈ શકે, એ પિતા હોય તો એના પુત્ર-પુત્રીનો જ હોઈ શકે. એ કાકા હોય તો એના ભત્રીજાનો જ હોઈ શકે અને મામા હોય તો એના ભાણીયાનો જ હોઈ શકે, એ એક જ વ્યક્તિમાં એકસાથે અનેક સંબંધો (ધર્મો) હોવા છતાં ચોક્કસ વ્યક્તિ સાથે તો કોઈ એક ચોક્કસ સંબંધ જ હોઈ શકે. આ જ સ્યાદ્વાદમાં રહેલો સમ્યક એકાન્તછે.
તે જ રીતે ‘સંસારસુખ એકાંતે હેય છે' એવો પરિણામ આત્મસાત્ થાય ત્યારે જ નિકાચિત ભોગવલી કર્મના યોગે સંસારસુખમાં પ્રવૃત્તિ કરતા આક્ષેપકજ્ઞાનના ધણીઓ (છઠ્ઠી દષ્ટિના સાધકો) નિર્જરા સાધી શકે, અન્યથાનહિ.
‘આશ્રવ સર્વથા હેય છે’ અને ‘સમકિતિ માટે જે આશ્રવના સ્થાનો છે, તે સંવરના સ્થાનો છે? - આ બંને વાક્યો પણ ‘સમ્યફ એકાંત પૂર્વક જ અનેકાંતવાદની પ્રવૃત્તિ હોય છે’ એ સિદ્ધાંતની સાક્ષી પૂરે છે.
જે અપેક્ષા વસ્તુના યથાવસ્થિત સ્વરૂપ સુધી પહોંચાડે નહિ, સત્ય-અસત્યના ભેદને નષ્ટ કરે, તે અનેકાંત નથી પરંતુ અનેકાંતાભાસ (બનાવટી અનેકાંત) છે.
- પૂ. કાલિકસૂરિ મહારાજાએ પાંચમના બદલે ચોથની પ્રવર્તાવેલી સંવત્સરી અપેક્ષાએ સામાચારી અને ‘અમુક વર્ષ પૂ.કાલિક સૂરિ મ. સંવત્સરી પાંચમના બદલે ચોથે પ્રવર્તાવશે’ ઈત્યાકારક પ્રભુવચનના અનુસંધાનપૂર્વક પ્રવર્તેલી ચોથની સંવત્સરી અપેક્ષાએ સિદ્ધાંત બને છે. અને આ ફેરફાર પાંચમા આરાના અંત સુધી નિયત છે, તે અપેક્ષાએ પણ તે સિદ્ધાંત છે – આ જ સ્યાદ્વાદ = અનેકાંતવાદ છે.
ઉદયગતા ભા.સુ. ૪ ને છોડી ભાદરવા સુદ-પાંચમે સંવત્સરી કરવી, તે સિદ્ધાંતભંગ છે – અનેકાંતાભાસ છે.
જે અપેક્ષાએ બધાની વાત સાચી હોય તો * જમાલી-ગોશાલાનો મત પણ સાચો માનવો પડશે. * સ્થાનકવાસી, દિગંબરો, તેરાપંથીઓની વાતો પણ સાચી બની જશે.
- અંચલગચ્છ, પાયચંદગચ્છ અને ખરતર-ગચ્છવાળાની વાતો પણ ખોટી કહી શકાશે નહિ.
તો પછી શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે સત્ય-અસત્યના ભેદો સ્પષ્ટ કર્યા છે, તે નિરર્થક નીવડશે.
ઉદયગતા ભા.સુ. ૪ ને છોડી ભા.સુ. પાંચમે સંવત્સરી કરવી એ સિદ્ધાંત ભંગ છે = અનેકાંતાભાસ છે. માટે જ આપણે ભા.સુ. ૫ ના સંવત્સરી કરનારા સ્થાનકવાસી-તેરાપંથીઅંચલગચ્છ અને પાયજંદગચ્છ સંપ્રદાયો અને ગચ્છોને સિદ્ધાંતનો ભંગ કરનારા-અનેકાંતાભાસી તરીકે ઓળખાવીએ છીએ. તો ઉદયગતા ભા. સુદ-૪ ને છોડી ભા.સુ. પહેલી પાંચમે (ફલ્થ નપુંસક પાંચમે) જે આપણે સંવત્સરી કરીએ તો આપણે કેવા ગણાઈએ? એ શું વિચારવા યોગ્ય નથી?
Jain education internationa
Torrnivale
personaru
www.jamehorary.org
Page #122
--------------------------------------------------------------------------
________________ વિથિ-આરાધના માટેની શાસ્ત્રાણા 1) उदयम्मि जा तिहि सा प्रमाणमिअरइ कीरमाणीओ। आणाभंगणवत्था-मिच्छत्त-विराहणं पावे॥ ઉદયમાં જે તિથિહોય તે પ્રમાણ છે. (અર્થાત્ સૂર્યોદય સમયે જે તિથિ હોય તે આરાધના માટે પ્રમાણ છે.) બીજી કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, અને વિરાધના આ ચાર દોષ લાગે છે. 2) क्षये पूर्वातिथि: कार्या वृद्धौ कार्या तथोत्तरा। श्रीवीरमोक्षकल्याणं कार्यं लोकानुगैरिह॥ તિથિનો ક્ષય આવતાં (તેની આરાધના) પૂર્વતિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને) બીજીમાં કરવી. તથા શ્રીવીરનિર્વાણ કલ્યાણક લોકદીવાળી અનુસાર કરવું. નોંધ: 1) ચાલુ વર્ષે વિ.સં. 2061 માં સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ઉદયા ભાદરવા સુદ - ચોથસંવત્સરી મહાપર્વ) બુધવાર, તા. 7-9-2005 ના રોજ છે. 2) જન્મભૂમિ પંચાંગમાં ભા.સુદ-૫ ની વૃદ્ધિ છે. ભાદરવા સુદ-૩ ની વૃદ્ધિ નથી. 3) જન્મભૂમિ પંચાંગમાં ગુરુવાર, તા. 8-9-2005 ના રોજ પહેલી પાંચમ છે. ભાદ. સુદ-૪ નથી. પહેલી પાંચમે સંવત્સરી કરવાથી વિરાધનાદિ દોષો લાગે છે. www.jainelibrary