________________
હોવાથી સર્વસુવિહિતોએ પ્રમાણ કરી છે અને યાવત્ શાસન તે પ્રમાણપણે રહી શકે તેમ છે.
“અને તે સંવત્સરીના દિવસની સાથે આષાઢ ચાતુર્માસીનો દિવસ અતીત પચાસમો દિવસ હોવો જોઈએ અને કાર્તિકી ચોમાસીનો દિવસ અનાગત સિત્તેરમો હોવો જોઈએ એવા શ્રીસમવાયાંગ અને પ્રર્યુષણાકલ્પ વગેરેના વચનને અનુસરીને તે આષાઢ અને કાર્તિકી એ બે ચોમાસી તિથિનો પરાવર્ત કરવો જ પડે. અને જ્યારે આષાઢ અને કાર્તિક ચાતુર્માસીના પર્વનો દિવસ પરાવર્તન પામે ત્યારે તે બંને એટલે આષાઢ અને કાર્તિકીના ચોમાસાની સાથે એકસો વીસમે દિવસે અતીત, અનાગતરૂપે સંબંધ રાખનાર ફાલ્યુન ચાતુર્માસની પૂર્ણિમાનો દિવસ પરાવર્તન પામે અને ફાલ્ગન ચતુર્દશીએ આષાઢ શુક્લ ચતુર્દશી અને કાર્તિક શુક્લ ચતુર્દશીની માફક પરાવૃત્તિ પામે છે અને તે સર્વ પરાવર્તન સકલ શાસનપ્રેમી સંઘને સંમત થાય તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી.”
(નોંધ: ઉપરોક્ત સિદ્ધચક પાક્ષિકના મંતવ્યોથી સ્પષ્ટ બને છે, કે પૂ. શ્રીકાલિકસૂરિ મહારાજે સંવત્સરી જે ભા. સુ. ૫ ની હતી, તે ભા. સુ. ૪ ની કરી, તે શાસ્ત્રાનુસારી જ હતી.). (૨) શ્રીવીર પરમાત્માએ પોતાની અંતિમદેશનામાં ભાવિકાસને (અર્થાત્ પાંચમા આરામાં
તીર્થ સંબંધી થનારા વિચ્છેદો, આક્રમણો અને આરાધનામાં થનારા ફેરફારો સંબંધી ભાવિકાસને) બતાવતાં કહ્યું છે કે મારા નિર્વાણ બાદ ૯૩ વર્ષે પૂ. કાલિકસૂરિ મહારાજ સંવત્સરી પાંચમના બદલે ચોથે પ્રવર્તાવશે.' - ભગવાનની અંતિમ દેશનાના નિચોડને સંગૃહિત કરતાં પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મ. વિરચિત દિપોત્સવકલ્પમાં ઉપરોક્ત વાત ટાંકવામાં આવી છે. તે આ પ્રમાણે છે – त्रिनवत्यधिकैवर्षशतैर्नवमित्तैस्तथा । आचार्य कालिकाह्वाना भविष्यन्तीन्द्रवन्दिताः ॥ १०३॥ ते च पर्युषणापर्वं चतुर्थ्यां पञ्चमीदिनात् । कारणादानयिष्यन्ति सर्वाचार्यानुमाननात् ॥ १०४॥
અર્થ : (તથા મારા નિર્વાણ બાદ) ૯૯૩ વર્ષે ઈન્દ્રથી વંદિત કાલિક નામના આચાર્ય થશે. તે પૂ. કાલિકસૂરિ મહારાજ કારણ ઉપસ્થિત થતે છતે સર્વ આચાર્યોની અનુમતિથી પર્યુષણાપર્વ – સંવત્સરી પર્વ પંચમી દિનમાંથી ચોથમાં લાવશે. અર્થાત્ સંવત્સરી પર્વ ભાદરવા સુદ - ૫ ના સ્થાને ભા. સુ. ૪ ના પ્રવર્તાવશે.
Jain Education International
૯૧ For Private & Personal Use Only
www.jainelibrary.org