Page #1
--------------------------------------------------------------------------
________________
નો ડેબ
જયભિખ્ખુ
Page #2
--------------------------------------------------------------------------
________________
બૂરો દેવળ
જયભિખ્ખું
'Iv,
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
Page #3
--------------------------------------------------------------------------
________________
Jaybhikhkhu Janmashatabdi Granthavali
Buro Deval A Gujarati Historical Novel by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007
0 સર્વ હક્ક પ્રકાશકના
ISBN
તૃતીય : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ડિસેમ્બર, ૨૦૧૪ * પૃ. ૧૪ + ૧૭૮
કિંમત : રૂ. ?
અર્પણ
પ્રિય સુહૃદય ડૉ. ધીરુભાઈ ઠાકરને !
સાદર - જયભિખ્ખું
MARLS કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી)
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખું માર્ગ, પાલડી,
અમદાવાદ-380009
મુખ્ય વિતા
ગૂર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે,
ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૨૨૧૪ ૯૬૬૦
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૫૧/૨, રમેશપાર્ક સોસાયટી વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૭૫૫ ૧૭૦૩
|
આવરણચિત્ર :
મુદ્રક : ક્રિના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
Page #4
--------------------------------------------------------------------------
________________
જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ
૧. વિક્માદિત્ય હેમુ ૩. દિલ્હીશ્વર
૫. પ્રેમભક્ત કવિ જયદેવ
૭. ચક્રવર્તી ભરતદેવ
૯. લોખંડી ખાખનાં ફૂલ ૧-૨
નવલકથા
૧૧. શત્રુ કે અજાતશત્રુ ૧-૨
૧૩. પ્રેમાવતાર- ૧-૨
૧. ભગવાન મહાવીર
૩. મહામંત્રી ઉદયન
૧. ફૂલની ખુશબો
૩. વીર ધર્મની વાતો ભાગ - ૧
૫. માદરે વતન
૧. હિંમતે મર્દા
૩. માઈનો લાલ
નવલિકાસંગ્રહ
૨. ભાગ્યનિર્માણ
૪. કામવિજેતા
૬. ભગવાન ઋષભદેવ
૮. ભરત-બાહુબલી
૧૦. પ્રેમનું મંદિર
૧૨. સંસારસેન્ ૧૪. બૂરો દેવળ
ચરિત્ર
૧. બાર હાથનું ચીભડું
૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨
૨. ફૂલ નવરંગ
૪. વીર ધર્મની વાતો ભાગ - ૨
કિશોર સાહિત્ય
૨. જયસિંહ સિદ્ધરાજ
૪. મંત્રીશ્વર વિમલ
'ક
બાળકિશોર સાહિત્ય
૨. યજ્ઞ અને ઈંધણ ૪. જયભિખ્ખુ વાર્તાસૌરભ
૨. તેર હાથનું બી
૪. નીતિકથાઓ - ૧-૨
બાળસાહિત્ય
૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ)
૨. ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ)
જૈન બાળગ્રંથાવલિ
૧.
જૈન બાળગ્રંથાવિલ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ)
૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ)
પ્રકાશકીય
ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખુના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ’ના ઉપક્સે આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એમના જીવનકાળમાં મુંબઈ અને કૉલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્ર્મો યોજાયા હતા. એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ રકમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી.
આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખુના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખુના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ ઍવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા
છે.
પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખુ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય’ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખુ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને ‘જયભિખ્ખુ નગર' નામ આપવામાં
Page #5
--------------------------------------------------------------------------
________________
આવ્યું તેમજ જયભિખ્ખના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના યગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહ માં જયભિખનું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખુ લિખિત ‘બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું.
| ‘જયભિખુની જન્મશતાબ્દી' નિમિત્તે ‘જયભિખુ : વ્યક્તિત્વ અને વાલ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા “અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખ્ખની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખ્ખું’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું.
જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં જયભિખૂની નવલકથાઓ ‘લોખંડી ખાખનાં ફૂલ' (ભાગ-૧-૨), ‘પ્રેમાવતાર' (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર અને ‘સંસારસેતુ' એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે “કૃષ્ણભક્ત કવિ જયદેવ' નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એના કેટલાક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે.
જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪
ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
પ્રસ્તાવના લોક-ક્રાન્તિની આ નવલકથા છે. સતત, એકધારું પચીસ વર્ષ સુધી રાજા વિના રાજ કેવું ચાલે, એનો જવાબ આપતી આ સુરાજ્ય-સંચાલનની કથા છે. સાથે ઔરંગઝેબ જેવા બાદશાહની સામે, એના જ પુત્ર અકબરે સ્થાપેલી સર્વધર્મપ્રેમી શહેનશાહતના તવારીખી પ્રયોગની, સાવ ભુલાયેલી કહાણી પણ છે.
મૂળમાં રાજા રામે, ભગવાન વૃષભધ્વજે કે બાદશાહ નૌશેરવાને જે સંસ્થાનો પાયો નાખ્યો, એ રાજકારણની પવિત્ર દેવમંદિર જેવી સંસ્થાનું કેટલું ઝડપી અધઃપતન થયું. ને પછી એમાં સ્વાર્થી, તકબાજો, લોભી, લુચ્ચા ને દુઃશીલ લોકોએ અડંગા જમાવી, એને કેવું ‘બૂરો દેવળ' બનાવી નાખ્યું, એનો આમાં આછો ચિતાર આપવા પ્રયત્ન કર્યો છે !
સર્જનની પાછળ જેમ અભ્યાસ, અનુભવ અને અવલોકન હોય છે, તેમ કોઈ ને કોઈ જીવનઘડતી દૃષ્ટિ પણ રમતી હોય છે, તો જ તેની સાર્થકતા લેખાય. મારા લેખન પાછળ મારા દિલમાં પણ કોઈ ને કોઈ એવી આછી-પાતળી વિચાર-શ્રેણી રમતી જ રહી છે.
સંસ્કૃતિઓના સમન્વયને લક્ષમાં રાખી ‘કામવિજેતા’ રચ્યું. અસ્પૃશ્યોદ્ધારને ‘મહર્ષિ મેતારજ'માં ગૂંચ્યો. મહાન મુમુક્ષુ પણ બીજી રીતે ખૂબ રીતે ખૂબ જ સરાગ માનવીનું જીવન ‘નર કેસરીમાં રજૂ કર્યું. સબળું નબળાંને ખાય એ પાયા પર ઊભી થતી વિશ્વની મસ્ય ગલાગલ સમસ્યાને ‘પ્રેમનું મંદિર માં આકાર આપ્યો. બિનમજહબી હિંદુ-મુસ્લિમ સામ્રાજ્યના એક મહાન પ્રયોગને ખામી ને ખૂબી સાથે ‘વિક્રમાદિત્ય હેમુના ત્રણ ભાગોમાં સ્પષ્ટ કર્યો, ને માનવસંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા ‘ભગવાન ઋષભદેવ’ ત્રણ ભાગમાં આપ્યું. આમ મારી ઘણીખરી નવલ કે નવલિકાઓ કોઈ આદર્શ, હેતુ કે ધ્યેયને નજર સામે રાખીને જન્મી છે ! કથયિતવ્ય વગરનું કથન સામાન્ય રીતે મનને રુચ્યું નથી.
આ ‘બૂરો દેવળ’ પણ એક એવી જ નવલકથા છે. એ મૂળે ઐતિહાસિક છે : મારવાડ, મેવાડ ને અંબર રાજના ત્રિભેટા પર, સૂકી નદીને કાંઠે આજે પણ આ “બૂરો દેવળ'ને નામે ઓળખાતી જ ગાનું ખંડેર મોજૂદ છે. એ દેવળ અને એ ભૂમિ રાજ કીય હત્યાઓ ને ભયંકર બનાવો માટે સુપ્રસિદ્ધ છે. સગા બે ભાઈ પણ ત્યાં આવીને હરીફ બની જાય, એવો એ ભૂમિનો પ્રતાપ લેખાય છે.
આ બૂરા દેવળને કેન્દ્રમાં રાખી, આ નવલ ગૂંથી છે. એ પાત્રો ને એ સ્થળોનાં વર્ણનો બાળકો ઇતિહાસ-ભૂગોળમાં રોજ વાંચે છે ! એમના જયપરાજય, ખૂબી-ખામી,
Page #6
--------------------------------------------------------------------------
________________
એમના દુંદુભિનાદો પણ જાણીતા છે. ઔરંગઝેબ ને દુર્ગાદાસ પણ કંઈ અજાણી વ્યક્તિઓ નથી. પણ હું તો ઘટનાઓના હાર્દમાં ઊતર્યો છું ! ત્યાંથી મારાં પાત્રો માટે વિશ્લેષણ શોધી લાવ્યો છું. સરોવરની સપાટી કરતાં એના તળિયે મેં ગોથું માર્યું છે. મોતી લાવ્યો કે કાંકરા એ વાચકે નક્કી કરવાનું છે. મેં આમાં વર્ણન માટે કર્નલ ટોડના રાજસ્થાનનો, ને ઇતિહાસ માટે રા. રા. ઓઝાજી ને શ્રી સરદેસાઈના ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. એમ તો બીજા ગ્રંથોએ પણ સામાન્ય છતાં કીમતી માહિતીઓ મને આપી છે. સહુનો ઋણી છું.
૧૩-બી, ચંદ્રનગર સોસાયટી,
સરખેજ રોડ, અમદાવાદ-૭
જયભિખ્ખુ
બીજી આવૃત્તિ સમયે
જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ નિમિત્તે માનવસૃષ્ટિના ભલાઈ અને બુરાઈના અંજામને સમજાવતી કૃતિ બૂરો દેવળ એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના પર આધારિત નવલકથા છે. સચોટ અને પ્રવાહી કથનશૈલીને કારણે ભાષાશૈલીના હૃદયસ્પર્શી માધુર્યનો અનુભવ કરાવતી આ કૃતિ ભાવકોને સાર્વત્રિક અને સર્વાશ્લેષી ચિરંજીવી મૂલ્યોની ઝાંખી કરાવશે.
'
ટ્રસ્ટીમંડળ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ
કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખુ’ પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથૂથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે.
‘જયભિખ્ખુ’ જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્માદિત્ય હેમુ’માં ઇસ્લામ અને “પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખુ 'એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે.
‘જયભિખ્ખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે.
તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે . જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે.
તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે.
તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન’, ‘કંચન અને કામિની’, ‘યાદવાસ્થળી’,
Page #7
--------------------------------------------------------------------------
________________
તમારા રાજ દ્વારોના, ખૂની ભભકા નથી ગમતા, મતલબની મુરવત જ્યાં, ખુશામતના ખજાના જ્યાં.
- ક્ષાપી
પારકા ઘરની લક્ષ્મી’, ‘પ્રેમપંથ પાવકની વાલા', ‘શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જે માંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે.
વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખુ'નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે.
તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચ કોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે.
ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખનું’ એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે , આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે.
‘જયભિખુ'નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં
જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨00૮
- ધીરુભાઈ ઠાકર
ચોખ્ખાં જેનાં ચિત્ત, વરણ કાઉ વિચારીએ; પ્રહલાદેય પવિત્ર, દાનવ હૃતો દાદવા.
- કવિ ઈસર દાનજી
Page #8
--------------------------------------------------------------------------
________________
બૂરો દેવળ
૧૦.
૧૧,
અનુક્રમણિકા ૧, જય ને વિજય
બૂરો દેવળ ૩. રામ-લખમણની જોડ
બાલ-સુંદરી ૫. સુંદરીએ વાત શરૂ કરી
રાજિયો ઢોલી
ચતરો ગહલોત ૮. કાગા કા બાગ
દુર્ગ કે દરગાહ દેવ અને રાજા એનાથે
સ્વતંત્ર મારવાડ ૧૨. શઠં પ્રતિ શાઠશ્ચમ્
ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું પૂત કપૂત ને પૂત સપૂત
સ્વપ્નભંગ ૧૬. નવી પાદશાહીની લાશ
શેરને માથે દુર્ગાદાસની એકાદશી
એકનું મરણ-બીજાનું જમણ ૨૦. સતની ધજા
બૂરા દેવળના બંદાઓ
તપે સો રાજા ૨૩. મહાન બલિ ૨૪. હું કોણ છું ?
૧૪. ૧૫.
૧૭,
૧૮.
૧૯
૧૪૩
૨૧.
૧૫૩ ૧૬૦
Page #9
--------------------------------------------------------------------------
________________
1
જય ને વિજય
જ્યાં રાજપાટની તમામ ધનદોલત એક પાણીના પ્યાલા સાથે પણ સાટવી શકાય નહિ, એવું મારવાડનું એ ભૂખરું રણ હતું. એના પરથી વૈશાખ મહિનાની એક ધુસર સંધ્યા ધીરે ધીરે આથમતી હતી. દૂર, દૂર, ખેર ને બાવળનાં વન પાછળ સૂર્યનારાયણ મેર બેસતા હતા.
એવે સમયે ઉંમરસુમરાનાં ઉજ્જડ ભૂખરાં મેદાનો પરથી બે ઘોડેસવારો તીરને વેગે વહી જતા હતા. ધરતીને મહામહેનતે છબતા અશ્વોના દાબલા ત્યાં ઠેર ઠેર વેરાયલા કોઈ પથ્થરની શિલાઓ કે ખંડેરના ટુકડાઓ સાથે અથડાતા, ત્યારે એમાંથી તારામંડળના તણખા ઝરતા. એકધારા વેગથી વહી જતા અો કોઈ વાર ધીરા પડતા, કે બંને અશ્વારોહીઓ તરત ચાબુકનો ઉપયોગ કરતા. અરે ! આવાં પૃથ્વીનાં વિમાન જેવાં જાતવંત ઘોડાં પર તે ચાબુકનો પ્રહાર હોય ?
પણ અસવારોના મનનો વેગ અશ્વોના વેગ કરતાં પ્રચંડ હોય એમ લાગતો હતો.
સંધ્યા ઊતરી આવી હતી, પણ તપેલી ધરતી હજી ઊની ઊની વરાળો કાઢી રહી હતી. ચારે તરફ પથરાના ઢગ વેરાયેલા હતા. કોઈ ઠેકાણે શૂરાપુરાના પાળિયા કે સતીમાતાના પંજા કોતરેલા પથ્થરના ટુકડા વેરાયેલા હતા. અહીંની સમૃદ્ધિમાં ભગ્ન મંદિરો ને ખંડેર મહેલોના એ અવશેષો હતા. એ ખંડેરોને અને પ્રવાસીઓનાં નેત્રોને એક સાથે ભરી દેતી રેતી પવનની લહરીઓ સાથે ઘૂમરી ખાતી ઊડતી હતી. આ બધી સૃષ્ટિ પર સોંસરવી નજર નાખતા, ને મનના દોર પર કંઈ મનસૂબા રચતા બંને અસવારો મૂંગા વહ્યા જતા હતા. બંને જણા લૂખા પડતા હોઠને સૂકી જીભથી પલાળવાનો વારંવાર પ્રયત્ન કરતા. બેમાંથી કંઈક નાના લાગતા અસવારની કમર પર ઠંડા પાણીની સુરાહી લટકતી હતી. એણે મોટા અસવારના ગ્રીષ્મની સૂકી
Page #10
--------------------------------------------------------------------------
________________
વાદળી જેવા મોં સામે જોયું ને ઘોડો થોભાવ્યો; સુરાહી પર રહેલા નકશીદાર પ્યાલામાં પાણી કાઢી મોટા અસવારને આપ્યું.
‘જયસિંહ ! તેં દર વખતે અર્ધો અર્ધો પ્યાલો પાણી લીધું, ને મને પ્યાલો ભરી ભરીને આપ્યો. આ કંઈ રાજપાટની વહેંચણી નથી ! રેતના રણમાં જળનો પ્યાલો રાણાના રાજપાટ કરતાંય મોંઘો હોય છે!' બેમાંથી મોટા લાગતા અસવારે પાણીનો પ્યાલો લેતાં કહ્યું.
‘મોટા ભાઈ ! એક વાર ધરાઈને પાણી પી લીધું, પછી વારંવાર પીવાની મને જરૂર પડતી નથી !'
‘મારવાડના ઊંટ જેવું તારું પેટ હશે કાં !' મોટા ભાઈએ હસતાં હસતાં કહ્યું ને પાણી પીને પ્યાલો પાછો આપ્યો.
નાના અસવારે ભાઈ પાસેથી ખાલી પ્યાલું લઈ સુરાહીને ભરાવતાં કહ્યું : ‘સાંજ તો પડી ગઈ ને પંથ હજી ઘણો ખેડવો બાકી છે !'
‘કંઈ મરીને માળવો લેવાશે નહિ, જયસિઁહ ! ઘોડાંની દશા તો જો !' મોટા અસવારે કહ્યું, ‘મોંમાંથી ફીણના ઢગ છૂટે છે ! અબોલ જાનવરને શું મારી નાખવું ?’ ‘પણ ઘેર બાપુ તમારા નામની માળા લઈને બેઠા હશે !' નાના અસવારે કહ્યું. આ શબ્દો કંઈ બીજા ભાવાર્થથી તો બોલાયા નથી ને, એ જોવા મોટા ભાઈએ નાના ભાઈના મોં સામે જોયું; પણ ત્યાં એ જ સરળ સાદી સૌમ્યતા નીતરતી હતી.
‘બાપુ તો પહેલેથી ધોહવાળા છે, જે મનમાં આવ્યું એ કર્યું છૂટકો. જયસિંહ, ભઈલા, એક રાતમાં કંઈ ખાટું-મોળું થવાનું નથી !' મોટા ભાઈએ બેપરવાઈથી કહ્યું .
‘મોટા ભાઈ ! બાપુ તો જાણે મરણસજ્જામાં બેઠા હોય એમ વર્તે છે. કહે છે કે મારી તો પળ લાખેણી જાય છે. રિસાયેલ દીકરાને મનાવી લઉં અને સગે હાથે એનો રાજ્યાભિષેક ઊજવી લઉં, પછી ભલે મોત આવે. અરે, મોત બાપડું મને ક્ષત્રિયને શોધતું શું આવે ? હું જ પાણીનો કળશિયો લઈ સામે પગલે એને વધાવવા જઈશ.'
“બાપુ તો બાપુ છે ! જે તરફ વળ્યા એ તરફ વળ્યા !' ને મોટા ભાઈએ ઘોડાને એડ મારી. નાના ભાઈએ તેનું અનુકરણ કર્યું !
રેતાળ ધરતી પરથી સંધ્યા પોતાની તમામ ભવ્યતા સાથે કરમાતી હતી. પાસેની ખેરની ઝાડીમાં રમતા નરતતરે માળામાં આવી માદાના ખોળામાં વિસામો લીધો હતો, આસમાની આકાશમાં મારવાડનું શુનિયાળ પંખી માલેલી એકલદોકલ ઊડતું હતું.
તીરવેગે વહી જતા અશ્વોએ આકાશના પટ પર સરતી સંધ્યા સાથે જાણે હોડ 2 D બૂરો દેવળ
બકી હતી : રે કોણ વહેલું ઘેર પહોંચે છે ! સલૂણી સંધ્યા કે સ્વામિભક્ત અશ્વ !
ઘરની મોહિની અજબ છે. સંધ્યા અને અશ્વ તો ઘેર પહોંચે ત્યારે, પણ અસવારોનાં મન તો શીઘ્ર ગતિથી ક્યારનાં ઘેર પહોંચી ગયાં હતાં, ને ધીરે ધીરે વટાવી રહ્યા હતા – એ ગામઝાંપો, એ દરવાજો, એ માળ, એ મેડી, એ બાપુની ડેલી, ને આ આવ્યું બાપુનું બેસણું. ને સહુને સહુ હળવામળવા લાગી ગયાં હતાં ! ઠીક ઠીક ગામોના જાગીરદાર જૈફ પિતા. એમના આ બે પુત્રો — વિજય ને જય. મોટો પુત્ર વર્ષોથી રિસામણે હતો. નાનો પુત્ર આજ્ઞાંકિત હતો, માબાપની સેવામાં હતો. પિતા વૃદ્ધ થયા. મોત ઓશિકે જોયું. મોટા દીકરાની મમતા જાગી. મરતા પહેલાં મોઢું ન જોઉં તો સદ્ગતિએ નહિ જાઉં, એમ કહ્યું. નાનો ભાઈ પિતાની ઇચ્છાને માન આપી મોટા ભાઈને મનાવવા નીકળ્યો હતો; આજે મનાવીને પાછો વળતો હતો.
અરે ! હજી પૂરા ગઢના દરવાજે ન પહોંચ્યા કે મહેલના ઝરૂખે આવીને આઈ ઊભાં. બંને દીકરાને આવતા જોઈ, ભેટી પડવા એકદમ નીચે ધસી આવ્યાં. ને એ ઠેકાણે બે સુંદરીઓ ચાંદા-સુરજની જોડ જેવી-આવીને ઊભી રહી અને રચાયું તારામૈત્રક ! રે દૃષ્ટિમિલનમાં પણ કેવો રસાસ્વાદ છે, એ તે વખતે જણાયો.
સોળે શણગાર સજેલી સુંદરીઓની છાતી આશ્લેષની આતુરતામાં નગારે દાંડી પડે એમ ધ્રૂજતી હતી ! રજપૂતાણી તો આજની રાતમાં માનનારી હોય છે, કાલની રાતમાં એને ભરોસો નથી. કાલ વળી ન જાણે કેવી ઊગે ! રજપૂતનું જીવન તો પાકા ફળ જેવું ! વાયુનો ઝપાટો આવ્યો કે ખરી પડતાં વાર કેવી ! ધરમ સારુ, ધેનુ સારુ, પત સારું પ્રાણવિસર્જન એ તો રજપૂતને મન છોકરાંની રમત.
મા દોડતી આંગણામાં આવી, પણ દીકરા-વહુનું તારામૈત્રક જોઈ થંભી ગઈ ! આ જુવાનિયાંની દુનિયામાં દખલ કરતાં દિલ ન ચાલ્યું, પણ આખરે એય પુત્રને ખોળામાં લેવા તલસી રહેલી મા જ હતી ને ! બધું જોતી છતાં ન જોતી હોય એમ બૂમ પાડતી સામી ધાયી : ‘આવ મારા બાપ ! આવી મારી રામલખમણની જોડ !'
જુવાન દીકરાએ તરત આંખો ચોરી લીધી. ગોરી ગોરી રજપૂતાણીઓ શરમાઈ ગઈ. એ વેળા એમના ગુલાબના ગોટા જેવા મોં પર કેવી લાલચટક ચુમકીઓ ઊપડી આવી હશે !રે ! એ ચમકીઓને દૂર સુદૂરથી ચૂમી લેવા ઊંટ જેવી લાંબી ડોક ન મળ્યાના દુર્ભાગ્યનો જુવાનને ખરેખર ખેદ રહ્યો !
ત્યાં બાપુનો ખોંખારો ! કબૂતર પર ઝપટ મારતા બાજ જેવો ! સજાવેલી સિરોહીની તલવારના વાર જેવો ! અસત્યના અંધકારમાં સત્યની ચોકીદારી જેવો ! બાપુનો ખોંખારો ! બાપુના ખોંખારાની બીક તો જન્મ સાથે મળેલી ! એ બીકે આખી જય ને વિજય Ç 3
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્વપ્નસૃષ્ટિ વિલીન થઈ ગઈ, ને સામે નજર નાખી તો એ જ અનંત અગાધ મરુભૂમિનો વિસ્તાર !
ફરી અશ્વને એડ ! ફરી ઘોડાની દોડ !
ન
અચાનક મોટા ભાઈ વિજયનો ઘોડો અટકી ઊભો. ન કંઈ કારણ, ન કંઈ ઈશારો અને અટક્યો કેમ ? કે આખરે તો લાખમૂલું પણ જાનવર ને ! સમય" કસમયની એને શી સમજ ? અસવારે નિર્દય રીતે બે ચાબુક ચોડી કાઢી, પણ ઘોડો આગળ વધવાને બદલે ઝાડ થવા લાગ્યો. લગામ વધુ ને વધુ ખેંચતાં એ ગોળકુંડાળે ફરવા લાગ્યો.
‘અરે ! સર૫, નાગદેવ !' જયસિંહ પોતાના આગળ વધી ગયેલ ઘોડાને પાછો વાળતો બોલ્યો.
સાપ ! ક્યાં છે ? લાવ, બતાવ !' ને મોટો ભાઈ ઘોડા પરથી છલાંગ મારીને દૂર કૂધો. દૂર ઊભા રહીને એણે જોયું તો મારવાડના રણનો રહેનારો ખચિત્રો નાગ ઘોડાના પગમાં વીંટળાઈ વળ્યો હતો. ઘોડો જેમ જેમ એને પૂંછડીની ઝાપટ મારતો હતો તેમ તેમ એ ઉશ્કેરાઈને એના ડિલમાં કાતીલ ડંખ ભોંકી રહ્યો હતો.
વિજયે ઝડપ કરી કમર પરથી કટારી ખેંચી. ‘જય એકલિંગજીકી' કહી તાકીને ઘા કર્યો. ફરી ફરીને ડંખ મારવા ઊંચું થયેલું સર્પનું ડોકું આબાદ સિફતથી ઊડીને ડફ કરતું નીચે પડ્યું – જાણે દૂધી પરથી ડીંટું ખરી પડ્યું. નિશાનબાજ શાબાશી આપવા યોગ્ય લાગ્યો.
નાગનાં જુદાં થયેલાં ડોકું ને ધડ થોડી વાર તરફડીને શાંત થઈ ગયાં. અસવાર પોતાના ઘોડાને આસાયેશ આપવા આગળ વધે, ત્યાં જેમ પહાડનું કોઈ શિખર ગબડી પડે એમ ઘોડો પણ જમીન પર ગબડી પડ્યો. એનો દેહ લીલો કાચ બની ગયો હતો. એ નિમકહલાલ પ્રાણી મોટી મોટી આંખો ચારે તરફ ઘુમાવવા લાગ્યું. થોડી થોડી વારે એનો દેહ તાણ અનુભવવા લાગ્યો, ને ઘડીવારમાં તો મોઢામાંથી ફીણના ફુવારા છોડતું એ વફાદાર પ્રાણી રામશરણ થયું.
રાહ લાંબી હતી. રાત ઘેરાતી હતી. નાના ભાઈ જયસિંહે મોટા ભાઈને કહ્યું : ‘આવી જાઓ મારા ઘોડા પર. પ્રવાસ લાંબો છે !'
‘વિજય ! હવે એમ ઝડપ નહિ થઈ શકે. મારગે સાપ સામો મળ્યો, અપશુકન કહેવાય. વળી આપણું પ્યારું પ્રાણી આપણી ખાતર મર્યું. એની દેહને વગડાનાં રાની પશુઓને ચૂંથવા ન દેવાય; તો તો પશુ અને માણસમાં તફાવત જ ક્યાં રહ્યો ! વળી સાપ દેવયોનિનો જીવ કહેવાય, કોઈ હિંદુ એની દેહને દેન દીધા વગર આગળ ન વધે. પાસેના ગામમાંથી ઘોડા માટે મીઠું અને સાપ અર્થે ઘી માગી લાવવું પડશે.’
જયસિંહ ઉપર આ વાતે અસર કરી. રજપૂતને ગળથૂથીમાં જ ઘોડા પરનો 4] બૂરો દેવળ
પ્રેમભાવ ને સર્પ તરફનો દૈવીભાવ મળેલાં હોય છે. એણે કહ્યું : ‘મોટા ભાઈ ! બંને જણાં મીઠું ને ઘી લેવા જઈશું તો રાત પડી છે, ગંધે ગંધે કોઈ રાની પશુ આવી પહોંચશે. અશ્વનું માંસ વનેચરોને ને સર્પનું ભોજન વરુને મિષ્ટાન્નની ગરજ સારે છે. આપ અહીં તપાસ રાખો. હું ઘી ને મીઠું લઈને અબઘડી આવ્યો સમજો.'
‘સાચવીને જજે જયસિંહ | રણની વાટ છે,' મોટા ભાઈએ નાનાને વિદાય આપતાં કહ્યું, ‘સુરાહીમાં થોડું પાણી હશે કે ? દૂધનું જમણ જ નકામું. દરિયો આખો પી જઈએ તોય ગળું સુકાયેલું ને સુકાયેલું રહે !'
‘એટલે જ તો ઘરડાંઓ દૂધ પીને ગામતરે જવાની ના કહે છે ને ! ઘરડાંની વાતો ઘેલી લાગે; પણ ભારે ડહાપણભરી હોય છે.' નાના ભાઈ એ ટૂંકો જવાબ આપતાં સુરાહી ખોલી, ને પ્યાલો ભરીને સામે ધર્યો. મોટા ભાઈએ વળી નાના ભાઈ સામે જોયું : નાનો ભાઈ વ્યંગમાં તો બોલતો નહોતો ને ! પણ ના, શંકા અસ્થાને હતી. ‘મને સુરાહી આપ તો !’ વિજયસિંહ આગળ વધી સુરાહી માગી. સુરાહી હવે સાવ ખાલી હતી.
મને આખો પ્યાલો આપ્યો ને પોતાને માટે...
‘મેં ન કહ્યું તમને ? મારવાડના ઊંટની જેમ મને વાટમાં તરસ લાગતી જ નથી.’ને મોટા ભાઈના હાથમાંથી સુરાહી લેતાં એણે ઘોડાને એડ મારી. વિજયના હાથમાં પાણીનો છલોછલ ભરેલો પ્યાલો રહી ગયો, નૈ જયસિંહ ગાઢ થતા અંધકારમાં અદૃશ્ય થઈ ગયો !
‘કૈવો ભાઈ મારો ! જાણે લખમણ !' વિજયસિંહથી બોલાઈ ગયું. એની આંખોના ખૂણા ભીના થયા. અંધકારમાં અદૃશ્ય થયેલા ભાઈની દિશામાં એ પ્રેમભરી મીટ માંડી રહ્યો.
નિર્મેઘ વ્યોમમાં તારલાઓ ઠગારી આશા જેવા ચળકતા હતા. પવનના સપાટા ધૂળના વંટોળ જગવતા હતા. વર્ષો સુધી ઈર્ષાના રણમાં રહેલો વિજયસિંહ-આજે પ્રેમની હરી ભરી સૃષ્ટિમાં વિહરી રહ્યો.
થોડી વારમાં જયસિંહ પાછો ફર્યો. એ પોતાની સાથે મીઠું તેમજ ઘી જ માત્ર લાવ્યો નહોતો, એક માણસને પણ લેતો આવ્યો હતો.
જયસિંહ પાસે આવ્યો એટલે વિજયસિંહે પ્યાલું એના મોં આગળ ધરતાં કહ્યું : ‘લે, આટલું તું પી જા !'
‘વળી બાકી રાખ્યું ? ભાઈ, જળની તો અજબ કિંમત છે. આ પ્રદેશમાં. મીઠું ને ઘી સાવ મફત મળ્યાં, દામ આપવા માંડ્યા તો કોઈએ ન લીધાં. પણ સામેથી મોં માગ્યા દામ ધરતાં પાણીનું પાવળું પણ કોઈએ ન આપ્યું !−રે ! આ મારો હાર આપવા માંડ્યો તોય નહિ !' જયસિંહે આમ બોલતાં પ્યાલું હાથમાં લીધું ને સુકાયેલા જય ને વિજય D_5
Page #12
--------------------------------------------------------------------------
________________
‘હજૂર ! અમને એમાં વધુ ઠા (ખબર) ન પડે.” ‘વારુ વારુ ! આપણે તો દૂધ સાથે કામ છે, પાડાપાડીની પંચાત નથી.’
‘અહીં રાતની રાત કાઢવી છે, ક્યાં જન્મારો ગાળવો છે ?’ વિજયસિંહે વાતનો ઉપસંહાર કર્યો.
ને જયસિંહે ઘોડાને એડી મારી. એક અધે બબે અશ્વારોહીનાં વજન સાથે શક્ય તેટલો વેગ વધાર્યો.
ભોમિયાની ઝડપ અશ્વને આંટે તેવી હતી.
હોઠને ઉતાવળે અડાડ્યું. પણ તેને તરત જ ખબર પડી કે પ્યાલું તો હતું તેટલું જ ભરેલું હતું ! ભાઈએ બિંદુ પણ ઓછું કર્યું નહોતું. પણ હવે તો એ જૂઠું* થયું હતું. મોટા ભાઈનું બોટેલું જળ નાનો ભાઈ પીવે, નાના ભાઈનું એઠું જળ મોટા ભાઈને ન અપાય ! વિવેકસાગરે પણ માનવજીવનને કેવી કેવી મર્યાદાથી બાંધ્યું છે ?
| ‘મોટા ભાઈ ! આવો દગો ?' જયસિંહે મમતાથી કહ્યું.
| ‘હા, દગો, દશ વાર દગો. આવો દગો હરહંમેશ થશે. એ ખમવાની તાકાત ન હોય તો હજી અહીંથી રામરામ કરી લઈએ. હજી દૂધનું દહીં નથી થયું, મેળવણ નાખવું બાકી છે.' વિજયસિંહના શબ્દોમાં વાત્સલ્યના રણકાર હતા.
‘તો તો બાપનું કમોત થાય. મારે એમનું મોત સુધારવું છે. મોટા ભાઈ ! માર્ગમાં ભગવાને આ માણસને મેળવી આપ્યો. મારવાડનો મીણો છે. એ કહે છે કે પાસે એક દેવળ છે, ને એક સારી ધર્મશાળા પણ છે. રાતવાસાની સારી સોઈ છે. એ આપણો ભોમિયો થવા તૈયાર છે. વળી ત્યાંથી સવારી માટે ઘોડો કે ઊંટ પણ મળી રહેશે.”
આ ભૂખડી બારસ રાજવંશીખોનો ભોમિયો ?' | ‘હા જ તો. આપણે રાજવંશીઓએ જ આપણા દિનપ્રતિદિન વધતા મોજ શોખ માટે એમને નાગા ભૂખ્યા કર્યા છે ને ! મોટા ભાઈ ! આપણા રૂપાળા અલંકારોની ભીતરમાં એની ભૂખનાં ગીત ભર્યા છે.'
અરે ! આ તો જ્ઞાનવાર્તા થઈ, એ તો દરે-દેવળે જ ઈએ ત્યારે કરીએ અથવા કોઈ જનકવિદેહી માટે રાખી મૂકીએ. એ મળ્યો તે ઠીક થયું. આ તો રોતી હતી ને પિયરિયાં મળ્યાં જેવું. ચાલો પહેલાં દેન દેવાનું કામ પતાવી લઈએ.’
ત્રણે જણાએ મળીને મરેલાં જીવને દેન દીધાં, પછી બંને ભાઈ એક ઘોડા પર ચડ્યા. પેલો ભોમિયો એમને પગપાળો અનુસરી રહ્યો, અજાણ્યા રસ્તે આટલા ભાર સાથે થોડો જોઈતો વેગ કરી શકતો નહોતો.
દૂર દૂર ઝાંખા દીવા તબક્યા. વિજયસિંહે ભોમિયાને પૂછવું ; ‘પેલા આકાશના તારા છે કે કોઈ ગામના દીવા ?”
‘દીવા, હજૂર ! આજની રાત આપણે ત્યાં જ ગાળવાની છે !' ‘ત્યાં શું છે ?”
‘શિવ ભગવાનનું દેવળ છે. એને લોકો બૂરો દેવળ કહે છે, હજૂર !' ભોમિયાએ કહ્યું;
‘દેવળ ને વળી બૂરો દેવળ ! અલ્યા; જેમાં દેવ વસે એ તો સારું કહેવાય કે
ભૂરું !
6 n બૂરો દેવળ
જય ને વિજય 7
Page #13
--------------------------------------------------------------------------
________________
બૂરો દેવળ
મેવાડ, મારવાડ અને અંબર રાજ્યની સીમાઓ જ્યાં આવી મળે છે, એ ત્રિભેટા પર, સૂકી નદીને કિનારે, એક દેવળ આવેલું છે. લોકો એને ‘બૂરો દેવળ'ને નામે ઓળખે છે.
આજ તો એ જીર્ણશીર્ણ ને વિદી દશામાં હતું, ભગવાન નીલ કંઠના બાણ સિવાય અને એની પૂજા કરનાર બ્રાહ્મણ સિવાય, ને પર્વ નિમિત્તે આવનારા યાત્રીઓ સિવાય ત્યાં કોઈ વસતી નહોતી. હા, એની લગોલગ આવેલી ધર્મશાળામાં અવારનવાર પ્રવાસીઓ, વેપારીઓ, રાજ કર્મચારીઓ, બાવાભભૂતો આવતા, બેએક દિવસ રહેતા ને ચાલ્યા જતા.
આવે ટાણે મરવાના વાંકે જીવી રહેલાં પડખેના ગામડાનાં માણસો દાન, દક્ષિણા કે અન્નપાનની લાલચે અહીં દોડ્યાં આવતાં, પ્રવાસીની ખોટી ખુશામત કરતાં, પ્રવાસીની સેવા સરભરા કરતાં. કોઈ વાર યાત્રાળુઓ તરફથી જમણ થતાં, ભોગનૈવેદ્ય ચઢતાં, એ વખતે કંગાલ લોકોને સ્વાદિષ્ટ એંઠનાં જમણ મળતાં. આ એંઠ ખાવા દૂરદૂરથી પોતાનાં સગાવહાલાંને તેઓ તેડાવતાં.
કોઈ વાર કોઈ અસૂર્યો રાજવંશી અતિથિ આવી ચઢતો, ત્યારે પણ તેઓને ઠીક ધનની પ્રાપ્તિ થતી.
છતાંય આ દેવળ નિર્જન હતું. એ નિર્જન હશે તેથી કોઈ સ્વચ્છંદી લોકો અહીં ટાણે કટાણે આવતા હશે, ને પોતાની અનિચ્છનીય પ્રવૃત્તિઓ ચલાવતા હશે, એથી પણ કદાચ આ દેવળ બૂરો દેવળ કહેવાતું હશે.
સાચી વાતનો કોઈને ખ્યાલ નહોતો. કેટલાક ભાટ-ચારણો જેઓની આજીવિકા ચમત્કારી કથા-વાર્તાઓ પર રહેતી, તેઓ આ દેવળ વિશે કંઈ કંઈ કથાઓ જોડી
કાઢતા, જો કે સાંભળનાર એના સત્યાંશ વિશે ભારોભાર અશ્રદ્ધા ધરાવતો, છતાં ઘણી શ્રદ્ધાથી ભેટ સોગાદ આપતો. ઘણા માનતા, ઘણા ન માનતા; પણ કથાકારની આજીવિકા ચાલતી.
આ દેવળ ક્યારે બંધાયું, કોણે બાંધ્યું, એ વિશે કોઈ માહિતી નહોતી. આવ્યું'તું પણ એને ઠેકાણે કે વર્ષો સુધી એ ઉપેક્ષણીય રહ્યું.
એક દહાડો ભગવાન પિનાકપાણિના આ મંદિરના જીર્ણોદ્ધારની આજ્ઞા મેવાડના રાતવાસો રહેલા કોઈ સેનાપતિએ આપેલી, પણ રાજપાટ તો વાદળ જેવાં. વરસ્યાં એ સાચાં; વરસવાની આશા ખોટી ! દેવળના સમારકામનું થોડું ઘણું કામ એ વખતે થઈ ગયું એ થઈ ગયું !
દેવળનો થોડો ઘણો જીર્ણોદ્ધાર થયો, ને કામ ત્યાં અટકી ગયું. તાકડે એક વેદપાઠી પૂજારી, પોતાનાં બાળબચ્ચાં કાલગ્રસ્ત થવાથી છેલ્લી જિંદગી સુધારવા અહીં આવી રહ્યો. કોઈ કસદાર યજમાન ભેટી જતાં એ હોમહવન, રુદ્રી, પૂજાપાઠ કરાવતો. ગામેગામ નિમંત્રણ પાઠવતો, એ વેળા આ ત્રિભેટો માનવમેદનીથી છલકાઈ જતો. આ પછી તો બેચાર સાધુસંન્યાસીઓ, બેચાર એમના ચેલાચાપટો અહીં પડ્યા પાથર્યા રહેવા લાગ્યા. દેવ-સેવા માટે આ દેવળના પાછળના ભાગમાં એક નાનો બાગ પણ થયો.
કાળચક્ર વેગીલું છે. વળી, ઊઠતી ને બેસતી બાદશાહીનો વખત આવ્યો. આ ત્રિભેટા પર એકાદ દશકો બહારવટિયાનો ઉપદ્રવ રહ્યો. બહારવટિયા પોતાને ગૌબ્રાહ્મણ-પ્રતિપાળ કહેવરાવતા. પૂજારી, તપોધનો ને માગણોને તેઓ ઠીક ઠીક દાન કરતા. આ વખતે આ વર્ગ આજુબાજુ આવીને વસ્યો.
આ પછી દિલ્હી, પૂના ને જોધપુર-ઉદેપુર વચ્ચે સંધિ-વિગ્રહોના બનાવ બન્યા. ત્રિભેટાનું આ મંદિર અવારનવાર ભૂલા પડેલા કે મોડા થયેલા રાજકીય પુરુષોના રાતવાસાનું કે વિશ્રામનું સ્થળ બન્યું.
કોઈ પણ દેવળ મંત્ર-તંત્ર કે ચમત્કાર વિના ન જામે, એ વાત પૂજારી બરાબર જાણતો હતો. એ વાતાવરણ પણ ધીમે ધીમે અહીં જામતું જતું હતું. ને આપણા બે અસૂર્યા અસવારો - જયસિંહ ને વિજયસિંહ મારતે ઘોડે જ્યારે આ તરફ આવતા હતા, ત્યારે પેલા એમના ભોમિયાએ આવી ઘણી ઘણી વાતો કરી. કોઈને બળબળતા વાંસાવાળી ચુડેલ મળ્યાની. કોઈ ભૂલા પડેલા મુસાફરને લીલુડી ઘોડી ને કાળાં કપડાંવાળો ભાલાળો અસવાર મળ્યાની, તરસ્યાને જળાશય બતાવ્યાની !
સાથે સાથે એક વાત જરા માર્મિક પણ કહી, કોઈ વાર સોળ શણગાર સજેલાં સુંદરી-માતા પણ અવારનવાર દેખા દે છે ! શું રૂપ શું તેજ ! આપણી તો આંખો જ મીંચાઈ જાય, ને મીંચાયેલી આંખો ઉઘાડીએ એટલી વારમાં અદૃશ્ય થઈ જાય.
બૂરો દેવળ 9.
Page #14
--------------------------------------------------------------------------
________________
ભોમિયો લહેરી લાગ્યો, એણે વળી એક દુહો લલકાર્યો : ‘સોરઠિયો દોહો ભલો, ભલી મરવણરી વાત; ‘જોબન છાઈ ધણ ભલી, ભલી તારા છાઈ રાત ૧ બંને ભાઈ બોલી ઊઠ્યા : “વાહ, મારૂ વાહ !'
આમ વાતો કરતા ને વાહ વાહ ઉચ્ચારતા બંને ભાઈ બૂરો દેવળ પાસે પહોંચ્યા, ત્યારે રાતનો પહેલો પ્રહર પૂરો થતો હતો. પૂજારી આરતી, દેવશયન વગેરેથી નિવૃત્ત થઈ, પોતાની ઓરડીમાં બેઠો બેઠો તુલસીકૃત રામાયણ વાંચતો હતો. આજ નો પ્રસંગ સુંદર લાધ્યો હશે, તેથી જ વાંચતા વાંચતા તે ડોલતો હતો. પ્રસંગ હતો મારીચનો. રાવણ એને કનકમૃગ બનીને રામ પાસે જવાનું સમજાવતો હતો. મારીચ બિચારો ડરથી ધ્રુજતો હતો. રાવણ સમજાવતો હતો : ‘મૂરખા ! રાજ કરણમાં મારીચની જ જરૂર ! મારીચ વગર અમારાથી કાંઈ ન થાય !'
ભોમિયાએ અસવારને ધર્મશાળાની આગળ ઊભા રાખ્યા, ને પોતે દોડતો પૂજારી પાસે આવ્યો. પૂજારીજીને વાચનમાં મગ્ન થઈ ડોલતા જોઈ બે ઘડી એ ઊભો રહ્યો, પણ પછી ધીરજ ન રહેવાથી બોલ્યો : “નમઃ શિવાય.'
‘નમઃ શિવાય. બચ્ચા !' પૂજારીએ જાણે પરાણે નેત્ર ઉઘાડ્યાં ને પેલા તરફ જોઈ બોલ્યો, “બચ્ચા ! સોનાના મૃગનો પ્રસંગ અદ્ભુત છે.”
બાપજી, મારું તો તમે જાણો જ છો. આલા બંચે ન આપસુ-સુખા બંચે ન બાપસુ ?૨ કાગળના મૃગને શું કરવા છે ? પૂજારીજી, સાવ સોનાના-એક નહિ પણ બે મૃગલા ઝાલી લાવ્યો છું. હાલો બહાર ઊભા છે. અડધો અડધ હોં કે.’
‘લોભે લક્ષણ જાય, અલ્યા ! એમાં દેવળની આબરૂ નહીં.” ‘પણ ક્યાં રોજ રોજ છે, બારે મહિને બે દી !'
‘હું તો કહેવાનો અધિકારી, પછી તું તારું જાણ, શાન્તમ્ પાપમું,’ કરતા પૂજારી રામાયણ બંધ કરી ઊભા થયા, ચાખડીએ ચડ્યો, ને ચાખડીઓનો તાલબદ્ધ અવાજ કરતા ચાલ્યા. એ અવાજમાં પણ અસર છે, તેમ તેઓ માનતા. અંધારામાં ઊભેલા આગંતુક મહેમાનોને દૂરથી સ્વસ્તિવાચનથી નવાજ્યા ને બોલ્યા :
‘આવો, ભગવાન બમ્ ભોલાનાં દર્શન કરો, મહાશયો !' ને બંધ કરેલા દેવળનાં દ્વાર ખોલી દર્શન કરાવ્યાં, ને પછી વાતો કરતા કરતા ધર્મશાળા તરફ ચાલ્યા. બેચાર બાવા-લંગોટા સિવાય અહીં વસતી દેખાતી નહોતી. ધર્મશાળાના પ્રાંત ભાગમાં આવેલા એક થોડી વધુ સગવડવાળા ખંડમાં બંનેને ઉતારો આપ્યો.
પાણીનો ભરેલો એક ઘડો ત્યાં હતો જ.
‘લો, જળ લેશો કે ?” ‘રજપૂતો અજાણ્યું જળ લેતા નથી, પૂજારીજી !'
ધન્ય ધન્ય !” પૂજારીજીએ ધન્યવાદ આપ્યા. કઈ વાતને એ ધન્યવાદ આપે છે, તે ન સમજાયું. પણ તેમણે આગળ હાંક્યું, પહેલાં હું પીઉં ! બ્રાહ્મણ છું. અવિશ્વાસ ન રાખશો, તમારું રાજપાટ તો અમારે બ્રાહ્મણને શિવનિર્માલ્ય છે. છતાં તમારી વાત પણ ખરી છે. હમણાં જ ધર્માધર્મ વિશે વાંચતો હતો. શું લખનારા લખી ગયા છે ! કોઈના બાપની શરમ રાખી નથી. સત્યયુગની વાત તો ઠીક, પણ કુંવરસાહેબ ! ત્રેતામાંથી જ હિંસા, અસત્ય, અસંતોષ ને વિગ્રહ – એમ ચાર લક્ષણવાળા અધર્મે એક પગ પૃથ્વી પર મૂક્યો : અને દ્વાપરમાં તો એણે બે પગે મૂક્યા, ને આજે કલિમાં તો પૂછવું જ શું ? ચારે તરફ અધર્મ જ દોડાદોડ કરે છે. તમે શંકા કરો તે વાજબી છે મારા મહેરબાન !' પૂજારીજીએ જવાબ આપ્યો, સાથે સાથે પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન પણ કર્યું.
મહેમાનો થાકેલા હતા, કંટાળેલા હતા. તેઓએ ખંડની પાછળના વિશાળ મેદાન પર પડતી બારી ખુલ્લી મૂકી લંબાવ્યું. એ બારી વાટે વગડાનો વાયુ ખંડમાં પ્રવેશતો હતો, ને ચાંદરણાંનો આછો પ્રકાશ અંદર ડોકિયાં કરતો હતો. વિજયસિંહે પોતાનો ખડિયો ફંફોળવા માંડ્યો. થોડી વારે એમાંથી દાબલી જેવું કંઈ કાઢ્યું.
પૂજારીજીએ એ જોયું. એક પવિત્ર બ્રાહ્મણ તરીકે ત્યાં ઊભા રહેવામાં પોતાનું માહાભ્ય ન સમજી એણે કહ્યું : ‘લો, કુંવર સાહેબો ! ભગવાન શંભુ તમને સુખનિદ્રા' આપે, સવારે મળીશું. નિશ્ચિત થઈને સુજો ! કંઈ ભો જેવું નથી. મારા ભોળાનાથની ચોકી છે.'
પૂજારીના શબ્દો તરફ લક્ષ ન આપતાં વિજયસિંહે દાબલીમાંથી ગોળી જેવું કાઢી મોંમાં મૂક્યું. પછી નાનો ડબરો કાઢી સુખડીનું બટકું લીધું.
‘જયસિંહ લઈશ કે ?”
ના, મને તો નાનપણથી જ સૂગ છે અફીણ તરફ !'
‘સુગ !' વિજયસિંહે મોં કટાણું કરી કહ્યું, ‘અલ્યા રાજવંશીની એ ચીજ છે. રાજવંશીને માથે દુનિયાની ચિંતા, ને ચિંતામાત્ર આ ચીજથી દૂર હટી જાય ! અરે પૂજારીજી ! ઓ દેવતા !' વિજયસિંહે જતા પૂજારીને પાછા બોલાવવા હાક મારી.
પૂજારી પાછો વળ્યો. વિજયસિંહે ઊઠી સામે પગલે જઈને કંઈક પૂછવું પૂજારીએ મોં બગાડીને કંઈક જવાબ આપ્યો. વિજયસિંહે પથારીમાં પડતું મૂકતાં કહ્યું : “પ્રવાસમાં સ્ત્રી જેવી અન્ય કોઈ શ્રમહર ચીજ નથી !'
૧. ભલો તો સોરઠિયો દુકો છે, ભલી તો ઢોલા મરવણની વાત છે. ભલી તો યૌવનભરી પત્ની છે, ને ભલી તો તારલિયાળી રાત છે.
10 બૂરો દેવળ
બૂરો દેવળ I
Page #15
--------------------------------------------------------------------------
________________
જયસિંહે મોટા ભાઈની વાતચીત સાંભળી હતી, પણ ન સાંભળી કરી. નાનપણથી આજ્ઞાંકિતતાનો ગુણ કેળવેલો એટલે એને આવું કેટલુંક કડવું ગળતાં આવડતું. બંનેએ બારીના હવામાર્ગમાં લંબાવ્યું. નિદ્રા પરી પોતાની સુખદ પાંખો એમના પર ઢોળવા લાગી.
પૂજારી શિવકવચ ભણતો બહાર નીકળ્યો. બહાર નીકળતાં એણે દરવાજા પાસેથી કોઈ પડછાયો સરકતો જોયો. એ સરીને ઝડપથી બહાર નીકળી ગયો. પૂજારીએ હથેલીએ શંખાકાર બનાવી મોં પર મૂકી, અને શિયાળની ભાષામાં દરવાજા પાસેથી એ દિશા તરફ મોં કરીને બોલતાં કહ્યું.
અલ્યા ભૂત ! કામથી કામ રાખજે . ઘા - બા ના કરતો.”
સરતો પડછાયો થંભ્યો. દૂર દૂરથી ઘુવડ બોલતું હોય એવી ભાષામાં એણે જવાબ આપ્યો :
નચિંત રહો, બાપજી ! મારે તો કામથી કામ છે.' વળી થોડી વારે ઘુવડ પાછું બોલ્યું : ‘મહેમાન પોઢી ગયા કે ?' ઘુવડના જવાબમાં શિયાળ રોયું : “હા, ઘસઘસાટ ઊંઘે છે, મોટો ઘેનમાં પડ્યો છે.
વળી ઘુવડ બોલ્યું : 'ચીબરીના શકન લઈને કામે ચઢવું છે. બાપજી ! આ વરસમાં આ પહેલી વાર છે.'
પૂજારીએ કંઈ જવાબ ન વાળ્યો. એણે પોતાનું દ્વાર મજબૂત રીતે ઠાંસી, તુલસીદાસજીની એક ચોપાઈ ગાતાં પથારીમાં ઝુકાવ્યું :
‘ઢોલ, ગમાર, શૂદ્ર, પશુ, નારી એ સબ તાડન કે અધિકારી !' વાહ વાહ, શું સાચું ભર્યું !'
જંગલમાં ફરી શાન્તિ વ્યાપી રહી. દૂર દૂર શિયાળની લારી સંભળાતી હતી. ઘુવડ પણ માળામાંથી તાજાં આણેલાં બચ્ચાંનો નાસ્તો કરતું, પોતાનું સુખદ ગાન અવિરત ગાતું હતું.
આજે ચીબરી જરા મોડી બોલી.
ચીબરીના અવાજ સાથે, અંધકારમાંથી કોઈ પ્રેત નીકળી આવે એમ, એક ઊંટ નીકળી આવ્યું. મારવાડનું એ અસલ જાખોડા ઊંટ હતું. પોતાના સ્વામીને એક રાતમાં બસો માઈલ દૂર લઈ જનારો જીવ હતો. એ ખંડની ખુલ્લી બારી પાસે પળ વાર થોળ્યું, ને પછી ચૂપચાપ આગળ ચાલ્યું ગયું. એની પીઠ પરથી કૂદીને કોઈ બારીના નીચેના કઠેડાને વળગી ગયું. વાનર પણ આટલી સુંદર ફાળ ભરી ન શકે !
12 બૂરો દેવળ
આગંતુક વાનરનો ભાઈ લાગ્યો. એ બે હાથ ને બે પગે ધીરે ધીરે બારીની લગોલગ આવી ગયો, ને એની થાંભલી પકડી સિફતથી ખંડમાં પ્રવેશી ગયો.
પૂજારી અધૂરો ભરેલો દીપક મૂકી ગયેલો, તે હવે બુઝાઈ ગયો હતો. અઘોર કર્મ માટે અનુકૂલ અંધકાર વ્યાપ્ત હતો.
એ અંધકારને વીંધતો પેલો આગંતુક વીજળીની ઝડપે આગળ વધ્યો, ને ભરનિદ્રામાં પડેલા બે ભાઈમાંથી એકની છાતી પર ચડી બેઠો.
શ્રમ ને ખેદ ભરી નિદ્રામાં પડેલો નાનો ભાઈ જયસિંહ સફાળો જાગી ગયો. એણે પરવશ દશામાં આંખો ખોલી, તો છાતી પર જ મ જેવો કોઈ બેઠેલો જોયો ! અરે ! મા કાલિનો જાણે બીજો અવતાર ! એના હાથમાં કાળજાનું ફળફળતું ખૂન પીવા તલપાપડ થઈ રહેલી છરી તોળાઈ રહી હતી ! મોં પર લાલ ને કાળી મશનું ચિતરામણ હતું. આ ચીતરેલા ચહેરામાં વરુ જેવી આંખો ભારે બિહામણી લાગતી હતી. એ ખૂની મગરની જેમ દાંત કચકચાવતો ઇશારાથી કહેતો હતો :
ચૂપચાપ જે હોય તે ધરી દે, નહિ તો આ છરી તારી સગી નથી.”
વગડાની વાટ. ઘોર અંધારી રાત. મદદ માટે પડખે સૂતેલા મોટા ભાઈને પણ ઢંઢોળી શકાય તેવી સ્થિતિ નહિ. ભાઈએ પણ અફીણ સારા પ્રમાણમાં લીધેલું. જરા પણ અવાજ કરતાં કાતિલ છરી કાળજું ચીરી નાખવા તૈયાર !
વખત વર્તીને જયસિંહે હાથના વેઢ, ગળાનો હાર ને બાજુબંધ કાઢી લેવા તેને સૂચવ્યું. પછી પડયા પડયા ઇશારાથી એને સમજાવ્યું કે પગમાં નક્કર સોનાનો લોડો છે, જોર હોય તો કાઢી લે !
નક્કર સોનાનો લોડો !૨, સોના ખાતર તો એ ચોર બન્યો હતો, ને હવે ચોરવા જોગ ચીજ મૂકી દે ખરો ? વળી આજ જેવા મહેમાન ને આજ જેવી તક કાલે લાધે પણ ખરી ને ન પણ લાધે.
આગંતુકે પકડ ઢીલી કરી; માત્ર છરી સામે ધરી રાખી. એ ધીરે ધીરે પગ તરફ સર્યો. એક હાથે છરીએ રોક્યો હતો, બીજા હાથે બેડી કાઢવા યત્ન કરવા લાગ્યો.
પણ નક્કર સોનાની બેડી, એમ એક હાથે જલદી કેમ નીકળે ? જયસિંહે ધીરેથી કહ્યું : “મને બેઠો થવા દે, હું તને મદદ કરું. ભલે તારી સોનાની ભૂખ પૂરી થાય. મારે ત્યાં તો સોનાનો મેર છે.'
લોભે લક્ષણ જાય. પેલાએ છરી હલાવીને ઇશારાથી સંમતિ આપી. જયસિંહ બેઠો થયો. એણે બે હાથે બેડી કાઢવામાં મદદ કરવા માંડી, બેડી મજબૂત હતી. બંને જણા મથવા લાગ્યા, પણ એ મચક આપતી નહોતી. જયસિંહે ખુબ જોર વાપરવા માંડવું, પણ બેડી મચક આપે ત્યારે ને !જયસિંહે આખરી પ્રયત્ન કરવા જોરથી હાથ ઊંચો ર્યો ને મૂઠી વાળી, પણ ૨ રજપૂતનો પોલાદી પંજો બેડી પર પડવાને બદલે
બૂરો દેવળ 13
Page #16
--------------------------------------------------------------------------
________________
વીજળીની જેમ આગંતુક ચોર પર પડ્યો; જેવો એક પડ્યો તેવો જ બીજો પડ્યો, ધમ્મ !
સામાન્ય માણસ હોત તો, પ્રહાર એટલો પ્રબળ હતો કે ભોંય ભેગો થઈ જાત. પણ આ તો મારવાડની સૂકી ભૂમિનો અગવડો વેઠીને ખડતલ બનેલો માણસ હતો. એ પણ દરેક જોખમ માટે તૈયાર હતો. એણે કુનેહથી હાથમાં રહેલી કટારી જયસિંહના ડાબા હાથમાં પરોવી દીધી, ને હાથમાં હતું એ લઈને બારી તરફ ધસ્યો.
અત્યાર સુધી મૂંગું નાટક ભજવાતું હતું. બંને એક પ્રકારના ભય હેઠળ મૂંગા હતા. જયસિંહને હતું કે રખેને બૂમ મારું ને આ ચોરના આગળ-પાછળ ઊભેલા સાથીદારો એની મદદે આવી પહોંચે. ચોરને એમ હતું કે કંઈક અવાજ થાય તો પડખે ઘેનમાં પડેલો મોટો ભાઈ જાગી જાય, પણ હવે તો જયસિંહે સ્ફુટ સ્વરે ચીસ પાડી ને નાસતા ચોરને પકડવા ઝાવું નાખ્યું. બારી વાટે નીચે કૂદતા ચોરને અજબ કુનેહથી બરાબર કમરથી પકડી અધર તોળી લીધો.
મૃગ મારવા ગયેલા રામની ચીસથી જેમ લક્ષ્મણ મદદે ધાયો, એમ અહીં નાના ભાઈની ચીસથી મોટા ભાઈ . આખરે જાગી ગયા. ઘેન તો ભરપૂર હતું, છતાં ચીસ કાળજું કંપાવનારી હતી. એ નાના ભાઈની મદદે ધાયા. બંને ભાઈ પાડા જેવા ચોરને પકડીને ખંડની વચ્ચોવચ્ચ લાવ્યા, ને બીજું કંઈ તાત્કાલિક હાથ ન લાગ્યું તો માથાની પાઘડીથી અને થાંભલા સાથે મુશ્કેટાટ બાંધ્યો, થોડી પૂજા પણ કરી !
આગંતુકનો ચહેરો સાવ બદલાઈ ગયો. અજગરનું જાણે અળશિયામાં રૂપાંતર થયું. અત્યાર સુધી જે વાઘના ખુન્નસથી વર્તતો હતો, એ તમે મારો તો મરવું છે, જિવાડો તો જીવવું છે, એવી નમ્રતાથી ઊભો હતો. કસાઈની આગળ ઘેટાની જેમ એણે ગરદન નમાવી દીધી.
જયસિંહે રણના ચોરને બાંધીને પ્રથમ પોતાના ઘાની સંભાળ લીધી. બીજું કંઈ ન મળતાં ભીના પાણીનો પાટો પોતાના ઘા પર બાંધ્યો. વિજયસિંહ પોતાની મીઠી નિદ્રાનો ભંગ થયો એ માટે ચિડાઈ રહ્યો હતો.
બંને જણા ગુનેગારને કેવી શિક્ષા કરવી, એનો વિચાર કરતા હતા, ત્યાં ચાખડીને તાલબદ્ધ ખખડાવતા પૂજારી આવી પહોંચ્યા. એમના હાથમાં ઝાંખો દીવો હતો. એમણે આવતાંની સાથે જ દુર્વાસાના જેવો ક્રોધ કરીને, પગમાંથી ચાખડી કાઢી ચોર પર છુટ્ટો પ્રહાર કર્યો, ને પાસે જઈ કાન આંબળીને કહ્યું :
‘હરમજાદા ! અહીં મંદિરમાં પણ ચોરી ? દેવની પણ તને બીક નથી ? ભગવાન શંકરના ત્રિશૂળનો પણ તને ભો નથી ?'
ને આ સાથે બીજી બેચાર ચાખડીના ઘા કર્યા. જોરથી એક મુક્કો એના મોં પર માર્યો. મુક્કાની સાથે ચોરના મોંમાંથી લોહી તૂટી પડ્યું.
14 D બૂરો દેવળ
‘હાં, હાં, પૂજારીજી ! હવે વધુ ન મારશો. સવારે એને બાંધીને સાથે લઈ જઈશું. બેટો વગર ભાડાની કોટડીમાં મીઠાની રાબ પીને સડી સડીને મરશે.’
‘કુંવરજી ! પ્રવાસમાં આ બલાને ક્યાં વેંઢારશો ? એને તો અહીં પૂરો કરી, રેતમાં દાટી દેવો. ન દેખવું ન દાઝવું !' પૂજારી ક્ષત્રિયની ભાષામાં બોલતા હતા, “સાહેબ ! શાસ્ત્રમાં કહ્યું છે કે ચોર, બાળક, રાજા ને બ્રાહ્મણ પરપીડાને પિછાણતા નથી. એ તો ગમે તે રીતે પારકું લેવા માગે છે. અલ્યા જંગલી ! સોના-રૂપાનો મોહ હતો તો લઈ જવાં હતાં, અહીં ક્યાં તૂટો હતો, પણ આ ઘા ?' ને પૂજારીએ વળી
ચાખડીનો ઘા કરવા હાથ ઉપાડ્યો.
‘રહેવા દો, પુજારી ! ઘણું થયું અને જયસિઁહ ! તું પણ હજી નાદાન છે,’ વિજયસિંહે ઘેનના ભારથી મીંચાતી આંખોને સ્થિર રાખીને કહ્યું, ‘એને સોનું જોઈતું હતું—તો બાળવું હતું, નાહકનું તને વાગી ગયું !'
જયસિંહને આ શબ્દો ઘા પર મીઠું ભભરાવવા જેવા લાગ્યા. એ શબ્દોમાં ઠપકો હતો, હમદર્દી નહોતી.
‘થોભો મારા સાહેબ ! આ બદમાશને લઈ જઈને મંદિરના ખંડમાં પૂરી આવું. જુઓ ને, લોહી ઓકી ઓકીને આખો ખંડ બગાડી રહ્યો છે.’ આમ બોલતાં પૂજારીએ એને બંધનમુક્ત કરી ધક્કો મારી દરવાજા બહાર ફેંક્યો.
‘આ આવ્યો, કુંવર સાહેબ ! એક વાર બેટાને ઠેકાણે કરી આવું !' ને પૂજારીએ વળી ચાખડીને ઘા કર્યો, ને ઘાંટાઘાંટ કરતા, ચોરને ગળે પકડી લઈ ગયા.
જતાં જતાં એ ધીરેથી ચોરને કહેતા હતા : ‘સાલા અનાડી ! મેં નહોતું કહ્યું
કે કામથી કામ રાખજે ! કોઈ દહાડો તમારા જેવા મંદિરની આબરૂ પાડી નાખશે.’ આટલું કહ્યા પછી વળી જોરથી ગર્જ્ય, ‘કાલ સવારે તારું મોત ભાળીશ, સાલા ચોર !'
વિજયસિંહને આ વાતાવરણ અકળાવતું હતું, મોટા ભાઈ તરીકેની જવાબદારી અદા કરવા એ બોલ્યા :
‘જયસિંહ ! પાટો બરાબર બાંધ્યો ને ! કળતર તો ઊપડ્યું નથી ને ! હવે શાન્તિથી સૂવા દેજે ! લાખ ટકાની ઊંઘ બગાડી. વગડાની વાટમાં જરા અક્કલ વાપરીએ !' વિજયસિંહ આમ બોલતા પલંગમાં આડા પડ્યા, ને થોડી વારમાં પોઢી ગયા.
ખિજાયેલા વાઘ જેવો જયસિંહ બેસી રહ્યો. ઘાની વેદના કરતાં એના મનને મોટા ભાઈએ કહેલાં વેણની વેદના વધુ વ્યાકુળ કરી રહી હતી.
બૂરો દેવળ D 15
Page #17
--------------------------------------------------------------------------
________________
રામ-લખમણની જોડ
છે છેડાયેલા સર્પ જેવો જયસિંહ એમ ને એમ બેસી રહ્યો. મનના કરંડિયામાં કંઈ કંઈ વિષધર જાગી રહ્યા હતા. વખત વીતતો ચાલ્યો. આ બૂરા વિચારો ભૂલવા એ નિદ્રામાં બેભાન બની જવા ઇચ્છતો હતો, પણ એની આંખોમાં નીંદરપરી રમવા ન આવી તે ન આવી.
રાત વધુ ગાઢ બનતી ચાલી. રેતનાં મેદાનોની ઉષ્ણ હવા કંઈક શીતળ બનતી જતી હતી. તમરાંનો ગુંજારવ વાતાવરણને ભરી રહ્યો હતો. અવિરત પોકાર પાડતો ઘુવડ પણ શ્રમિત થયો દેખાતો હતો, રહી રહીને એ ધીરે ધીરું ગુંજતો હતો.
પૂજારી થોડી વારે મોટી શગ બળતો દીવો લઈને આવ્યો. એણે કહ્યું : ‘રાજાસાહેબ ! એ નાલાયકને દેવળમાં જ, ભગવાનના ગર્ભગૃહમાં જ પૂર્યો છે. ભગવાન ભોળાનાથ એને સબુદ્ધિ આપે ! ઘણા ચોરને મેં આ રીતે સીધા કર્યા છે. હવે નિરાંતે નીંદ લેજો, હું જાગતો ફરું છું. આપના જેવા લાખેણા માણસોને આવા નાલાય કો હેરાન કરે, એથી મારા મનને બહુ લાગે છે. ખોટું કહેતો હોઉં તો મને ભોળાનાથ દેખે.’ પૂજારીની આંખમાં આંસુ દેખાયાં. પાકા મુસદીની ‘ધારે ત્યારે રડે ને ધારે ત્યારે હસે'ની વિદ્યામાં એ નિષ્ણાત લાગ્યો.
પૂજારી ગયો. રાત ઠંડી થવા લાગી. જયસિંહના ઘામાં ભારે કળતર પેદા થયું હતું અને એથી વધુ કળતર થતું હતું અંતરમાં નાના ભાઈએ મોટા ભાઈને જગાડવા એક વાર પ્રયત્ન કર્યો-જો કંઈ આસાયેશ આપે એવો ઉપચાર શોધી આપે તો ‘અર્ધનિદ્રામાં જ. વિજયસિંહે એ જ રીતે ઠપકો આપતાં કહ્યું: ‘છો કરી છે કે શું ? આ તે ક્યાં સમશેરનો જનોઈવઢ ઘા પડ્યો છે ? રાતની રાત કાઢી નાખ. સવારે બધું થઈ રહેશે. નાદાનની દોસ્તી ને જીવનાં જોખમ : ખોટી વાત નથી ! તને કંઈ થયું
હોત તો હું શું મોં બતાવત બાપુને !”
| ‘નાદાનની દોસ્તી કેવી ?’ નાના ભાઈએ ચિડાઈને પ્રશ્ન કર્યો. એને મોટા ભાઈનો સૂર ન ગમ્યો.
‘નહિ તો શું ? આ તો એક જણ હતો, ચાર હોત તો આપણા ટુકડેટુકડા કરી નાખત. પછી બાપુ, બા, તારાં ભાભી બધાં રાહ જોતાં બેસી રહેત કે નહિ ? વખત જોઈને વર્તીએ !' મોટા ભાઈએ ખુલાસો કરતાં પીઠ ફેરવી ને ફરી શાંત નિદ્રાની ગોદમાં સરી ગયા, અફીણચીના માયાવી સ્વર્ગની અપ્સરાઓ સાથે એ પ્રેમસંવનન સાધી રહ્યા.
| ‘અરે ! ભાઈ ક્ષત્રિયબચ્ચો થઈ વાણિયા જેવી વાત કાં કરે ! ક્ષત્રિયને એક શું ને ચાર શું ? એ તો એકે હજારાં !' જયસિંહને ઘાની પીડા સાથે ભાઈના શબ્દોની પીડા વ્યગ્ર કરી રહી ! રે ! ૨ઝળપાટે લોઢાને મીણ બનાવ્યું લાગે છે ! આખા માર્ગે કેવો પ્રેમ દેખાડ્યો. ને હવે કાલે ઘેર પહોંચીએ છીએ, ત્યાં છેલ્લી પળે સાવ પલટાઈ ગયો !
નાના ભાઈના મનમાં શંકાનો કીડો સજીવ બન્યો. એણે દૂર દૂર આકાશ સામે જોયું. આકાશમાં રહેલો નાનકડો તારો પણ એને અધૂકડી આંખે કંઈ કહેતો લાગ્યો. જાણે એ પોતાની નાની આંખો મટમટાવતો મર્મમાં સમજાવતો હતો :
‘એ તો એમ જ ! ગરજ સરી એટલે વૈદ વેરી ! ઘેલા જુવાન ! જૂની વાતો સાવ ભૂલી ગયો ? તારી ભાભી ફૂલકુંવર; આમેરના રાજાએ તારા માટે કહેણ મૂકેલું ! ફૂલકુંવર જોવા આ તારો મોટો ભાઈ ત્યાં ગયો ! ફૂલકુંવરની ફૂલગુલાબી જુવાની ને રેશમ જેવી દેહયષ્ટિ એને ગમી ગઈ ! એણે પોતાના માટે જ માગું મૂક્યું ! એ પોતે પરણ્યો ! પહેલી રાતે જ બધો ભેદ ખૂલ્યો. વૃદ્ધ પિતાએ એને ઠપકો આપ્યો. એ વખતે તો એ ગળી ગયો અને પછી તારા પર જ તહોમત મૂક્યું-ફૂલકુંવર સાથે જૂની પ્રીતનું ! તમ બે ભાઈઓનું તો કંઈ ન બગડવું, પણ એ બિચારી ઝેર ઘોળી રેશમની તળાઈમાં સોળે શણગાર સજી પોઢી ગઈ ! એ લખણવંતા ભાઈને તું આજે મનાવી પાછો લઈ જવા નીકળ્યો છે ? મૂર્ખ ! પોતાના પગ પર પોતે જ કુહાડો મારવા તૈયાર થયો છે ?”
નાનો ભાઈ હાથના જખમની પીડા ભૂલી, ભૂતકાળનાં પોપડાં ઉખેળવા બેસી ગયો. એ પોપડામાંથી પાર વિનાના સાપ-વીંછી નીકળી આવ્યા ! દૂર દૂર એક નાના ટીંબા પર આવેલા સૂકા લીમડાના ટૂંઠા પર બેસીને કાગડાનાં ઈંડાંનો આહાર કરતો ઘુવડ પણ જાણે એમાં સાદ પૂરી રહ્યો હતો. એ કહેતો હતો કે, બરાબર છે. આગળ પાછળની સંભાર્યા વિના, સંભારીને સાર તારવ્યા વગર, આગળ વધવામાં સાર નહિ.
નાનો ભાઈ વળી યાદ કરી રહ્યો : પોતે એક જ માના બે દીકરા ! જોડકે જમ્યા ! પળ-વિપળનો ફેર, એમાં એક આખા રાજનો માલિક – બીજાને નસીબ તાબેદારીને લાચારીનો રોટલો ! મને વહેમ જ હતો, મૂળમાં કંઈ ગડબડ થયાનો.
રામ-લખમણની જોડ | I7.
Page #18
--------------------------------------------------------------------------
________________
સુયાણીને શોધી કાઢી. એ વૃદ્ધ સુયાણીને પૈસા આપી રીઝવી. એણે કહ્યું કે ભઈલા ! તું માત્ર એક પળ-વિપળ વહેલો જન્મેલો ! તારા મોટા ભાઈનો જન્મ પછી ! પણ મોટો નાનો નક્કી કરતી વખતે તારું નાક જરા પહોળું ને બેઠેલું દીઠહ્યું, તારા ભાઈની નાસિકા અણીદાર જોઈ.
બધાએ કહ્યું : ‘આ રૂડું પોપટિયું નાક, સિંહાસને એ શોભે, એ પાટવી !’ કહેનારને તો કંઈ ગુમાવવા જેવું નહોતું. બાપુને, બાને પણ કાંઈ ખોવાનું નહોતું. સગાંવહાલાંને એમાં કંઈ લાભ હાનિ નહોતી. એ અયોગ્ય નિર્ણયથી જો કોઈ ભવની બાજી હાર્યો હોય તો હું ! હું પર્વતમાંથી રાઈ બની ગયો, સિંહાસનહીન ફટાયો બની ગયો. તાજનો હકદાર એ બની ગયો, એની ઓશિયાળ પર મારું જીવનસુખ લટકી રહ્યું !
ચીબરી જાણે પોકાર કરી રહી : ‘તું ફટાયો ! અરે ફટાયાનો અર્થ તો વિચાર ! ફટ−તું આવ્યો ! વ્યર્થ તું જન્મ્યો ! આવાં અપમાન સહીને જીવવું, એના કરતાં મરવું શું ખોટું ?”
નાનો ભાઈ વ્યગ્ર બની ગયો. વળી ભૂતકાળના પોપડામાંથી એક નવો સાપ વીંછી નીકળ્યો. અને એક બીજી ભયંકર વાત યાદ આવી ગઈ.
જમીનદારની દીકરી સોનબાઈને એણે એક રાતે ગરબે ઘૂમતી જોયેલી, સોનાની મૂરત જેવી એની સૂરત. પોતાની આંખમાં વસી ગઈ. એને પણ હું તરાને અભિમન્યુ લાગ્યો હતો તેવો લાગ્યો. અમે નેત્રપલ્લવી કરતાં થયાં, પછી તો ખાનગીમાં એક બે વાર મળ્યાં, પ્રીતભરી ગોઠડી કરી. એણે કહ્યું કે હું મારા પિતાને કહીશ, તું મારો રામ, હું તારી સીતા ! આપણે માંડવડો બાંધી વિવાહ રચીશું, પરણીશું, પ્રેમની દુનિયામાં મહાલીશું. હું તને મારા હૃદય સિંહાસન પર રાજા બનાવી બેસાડીશ. એણે પોતાના પિતાને કહ્યું, એના પિતાના મનને એમ કે હું જ પાટવી હઈશ. ગોર મહારાજને કહેણ મૂકવા દરબારમાં મોકલ્યા. એ વખતે મોટા ભાઈની ફૂલકુંવર તાજી જ ગુજરી ગયેલી. એ કોઈ તાજા ફૂલની શોધમાં હતા.
પિતાજીએ ગોર મહારાજને કહ્યું કે મારે તો બેય આંખ સરખી. બંને કુંવર સુંદર ને સુયોગ્ય છે. તમને ઠીક લાગે તેને શ્રીફળ આપો !
ગોર હોશિયાર હતા. દુનિયામાં તો સત્તા ને વૈભવ જ સર્વસ્વ છે. ફટાયા કરતાં પાટવીને એમણે પસંદ કર્યો. એમણે મોટાભાઈને શ્રીફળ આપ્યું ને ચાંલ્લો કર્યો. મેં સાંભળ્યું ત્યારે ધરતી ને આભ એકાકાર થઈ રહ્યાં. શરમ છોડી ભાઈને વિનંતી કરી, તો ભાઈ હસ્યો ને બોલ્યો : ‘મારી ક્યાં ના છે ? કહેણ લઈ આવનારને પૂછો !’
પણ કહેણ લાવનાર બધા સિંહાસનના લોભી હતા, સમૃદ્ધિના પૂજારી હતા. એમણે તો કહ્યું : ‘હવે એમાં ફેરફાર ન થાય, એ તો લોઢે લીટી થઈ. ક્ષત્રિયની 18 D બૂરો દેવળ
તલવાર ને બ્રાહ્મણનું કંકુ પડ્યું ત્યાંથી પાછું ન ફરે. વિધાતાના લેખ ! દીકરી ઇચ્છે તો પણ ન બને. મા-બાપની આજ્ઞા બહાર હોય એ દીકરી શા કામની ! એને તો જીવતી ભોંમાં ભંડારી દેવી જોઈએ.
પોતે જડ જેવો અસહાય ઊભો રહ્યો ને વાત વેડફાઈ ગઈ. એક નાનું તણખલું પહાડોને શી રીતે ફેરવી શકે ? લગ્ન લેવાયાં. હોંશભેર ભાઈનું ખાંડું પરણવા ગયું – પણ સોનબાઈ તે સોનબાઈ ! વેંતભરની કુમળી કળી જેવી છોકરીએ લાંબી લાંબી દાઢીવાળાને બનાવી દીધા. એણે શું કમાલ કરી ! સહુને બેવકૂળ બનાવ્યા. પોતાને બદલે માયરામાં દાસીને બેસાડી દીધી. ખાંડા સાથે દાસી ફેરા ફરી. લગ્ન પતી ગયાં. કન્યાનો* ડોલો ઘેર આવ્યો. લૂગડે ગાંઠો પડી ગઈ. સહુએ જાણ્યું ત્યારે હસવું ને હાણ સાથે થયાં. ભાઈની ખૂબ મશ્કરી થઈ.
પણ ભાઈની મશ્કરી મને જ ભારે પડી ગઈ. મેં માન્યું કે હવે તો સોનબાઈ મને જ પરણશે. બા ને બાપુને કહ્યું તો એમણે કહ્યું : ‘જેણે કુળની મશ્કરી કરી, એ આપણી કુળવધુ થઈ શકે નહિ ! આપણે આંગણે એનો પડછાયો પણ હોય નહિ.’ પેલી નિમકહલાલ દાસી પણ રાજદરબારના ક્રોધનો ભોગ બની. એને ચીરીને મીઠું ભર્યું. ભયંકર મોતે એ મરી ! સ્ત્રીહત્યા ! રે એવી હત્યા તો રાજવંશીઓને સહેલી થઈ પડી છે. માખી અને માણસમાં એમને ફેર રહ્યો નથી !
સોનબાઈ બિચારી મારી રાહ જોતી કુંવારી બેસી રહી, ને હું ? બા-બાપુનો નમ્ર સેવક બની રહ્યો. આ બધાં અનિષ્ટોનું મૂળ કારણ શું ?
નાના ને મોટાનો આ વિભેદ ! પોતાના જરા બેઠેલા નાકનો પ્રતાપ ! જયસિંહને ક્ષણવાર પોતાના નાકને શિક્ષા કરવાનો વિચાર આવ્યો. છરીથી સમૂળ છેદીને ફેંકી દેવું ! પણ બીજી પળે તેને ખ્યાલ આવ્યો કે તમે થતાં તો પછી એને નકટાને સોનબાઈ તો શું, કોઈ ડાકણ પણ પસંદ નહિ કરે.
ઘુવડે ભારે ચિત્કાર કર્યો, એણે કોઈ સર્પનો શિકાર કર્યો જણાતો હતો.
‘કંઈ ફિકર નહિ, વિધાતાનો એ ફેર આજે હું મિટાવી દઈશ ! વાંસ રહેશે નહિ, વાંસળી બજશે નહિ.' ને નાના ભાઈએ કમર પરથી છરી કાઢી. ડાબા હાથમાં જખમની વેદના ચાલુ જ હતી. એ વેદનાએ એને વધુ ઉગ્ર બનાવી મૂક્યો. એના અંતરમાં કોઈ પડઘા પાડીને કહી રહ્યું :
‘વાહ રે મર્દ ! સર્વ અનર્થના મૂળને જ તેં પકડ્યું, મોટા ભાઈને જ મિટાવી દે ! એને મારીને આ રેતના પેટાળમાં ગારદ કરી દે, ને ચડી જા સિંહાસને ! દુનિયામાં કોઈ સાધુ જન્મ્યું નથી ! આમ જ ચાલે !'
* રાજવંશી રજપૂતોમાં વરને બદલે ખાંડું-ખગ જાન લઈ પરણવા જાય છે. કન્યા ખાંડા સાથે ફેરા ફરીને સાસરે ડોલીમાં આવે છે. એ 'ડોલો' કહેવાય છે. ખાંડાની તલવાર બેધારી હોય છે. રામ-લખમણની જોડ – 19
Page #19
--------------------------------------------------------------------------
________________
‘મિટાવી દઉં ?’ અંતરમાં છુપાયેલું કોઈ બોલ્યું, ને નાના ભાઈએ ઘસઘસાટ ઊંઘતા ભાઈને હણવા કદમ બઢાવ્યા. અંધારી રાત વધુ ભયંકર લાગી. જંગલમાં નિરાંતે સૂતેલા કોઈ વનેચર પર વરુએ હુમલો કર્યો હશે, એની મૃત્યુચીસ જયસિંહને કાને આવી ! કારમી એ ચીસ હતી. એ થંભી ગયો. છરી હાથમાં રહી ગઈ. વિચારે ચડી ગયો.
‘મોત ? મોટા ભાઈનું મોત ! બાપુ જેને ઝંખે છે તેનું મોત ? જયસિંહ ! પિતૃધર્મને યાદ કર ! પિતૃપૂજક પરશુરામનું સ્મરણ કર ! પાછો ફર, ઓ બંધુહત્યારા ! રાજપાટ તો બે ઘડીનાં ચોઘડિયાં છે.'
આગળ વધતો જયસિંહ થંભી ગયો, એ બે હાથે મસ્તક દબાવી ત્યાં ને ત્યાં બેસી ગયો : ‘ભાતૃપ્રેમમાં ભરત હોવાનું પોતાનું અભિમાન ! અરેરે ! આવા બૂરા વિચારો મારા દિલમાં ક્યાંથી આવ્યા ? રાજપાટ કરતાં પણ મોંઘું પાણીનું પ્યાલું આખેઆખું આપતાં જીવ અચકાયો નહિ, ને આજે આ મનોદશા !'
નાના ભાઈએ પોતાના મોં પર પોતે તમાચ મારી ! રે જુવાન ! જે પિતા ને માતા ખાતર તારી પ્રિયતમાને તેં જીવતી કબરમાં ગારદ કરી, એ માતા ને પિતાની સામે આ પ્રકોપ ? તારો સ્નેહબંધ, તારા સદ્ગુણો ક્યાં ગયા ? તારી માનવતા ક્યાં ચાલી ગઈ ! શું ખોટું પો રામાયણ ?
‘માતા ને પિતા ?’ શિયાળ રોતું હોય તેમ લાગ્યું. એ કહેતું હતું કે રાજકારણમાં કોણ સગું ને કોણ સાગવું !
‘ભાઈ ભાઈ !’ ઘુવડ જાણે ચાળા પાડતો લાગ્યો, ને ટીકા કરતો જણાયો કે રાજવંશીઓમાં આવાં હેત ક્યાંથી-ક્યારથી ઊભરાયાં ?
‘નાનો ને મોટો !’ તાજી વીંયાયેલી સાપણ બચ્ચાંને ભરખતી લાગી. મૂર્ખ ! ધર્મ બીજો કર્યો ? સામર્થ્ય એ જ ધર્મ ! સમરથકો નહીં દોષ, ગુંસાઈ, એ વાત કાં ભૂલી જા ?
જયસિંહ ફરી વિચારોની અટવીમાં અટવાઈ ગયો.
જે બાપુની સેવા ખાતર પોતે માન-અપમાન, સુખદુઃખ, રાત દિવસ એક કર્યાં, એ બાપુને આખર વેળાએ કોણ સાંભર્યો ? મોટો ભાઈ ! એમને મૃત્યુશય્યા પર જીવનભર સેવા કરનાર પુત્રને કંઈ આપવાનું ન સૂઝ્યું; ને સૂઝ્યું ત્યારે મોટા ભાઈની આજીવન તાબેદારી આપવાની સૂઝી.
મોટા ભાઈને રાજપાટ મળે, પછી મારું સ્થાન ક્યાં ? રાજાને મોટી બીક પોતાના માજણ્યાની. કાનના કાચાને કોઈ ભરમાવે કે ખેલ ખલાસ ! ભાઈ કોણ ને પોતે કોણ ! માતા-પિતાના ખોટા વાત્સલ્યને ખાતર પોતાની જિંદગી, પોતાનાં અરમાન, પોતાની મહત્ત્વાકાંક્ષાઓ શું ખાખમાં મિલાવવાં ? રે ! પિતાએ-માતાએ જન્મ આપતાં જ જે અન્યાય કર્યો, એ અન્યાયનો ન્યાય કોણ તોળશે ? 20 D બૂરો દેવળ
ને સૂરજગઢમાં બેઠેલી પેલી-છતે પતિએ વિધવાનું જીવન જીવનાર પ્રિયતમા સોનબાઈને આ રીતે હું ક્યારે બોલાવી શકીશ ? જયસિંહ ! તું જયસિંહ નહિ, તારી ફોઈએ તારું નામ ખોટું પાડ્યું, તું પરાજયસિંહ ! નિર્બળ લાગણીઓના પૂરમાં તેં તારી દુનિયા ખલાસ કરી. લાગણીવેડા તે કેવા ? આદર્શ તે કેવા ? સમસ્તા જીવનની બરબાદી નોતરે તેવા. ફરી વાર તારે પડખે કોણ ચડશે ? તારો પડછાયો પણ કોણ લેશે ?
મોટો ભાઈ બા-બાપુને હવે ઈશ્વરના અવતાર માની પૂજશે. સમજે છે કે આ
થોડા દિનના મહેમાન છે. ગોળથી મરતાં હોય તો વિષથી શા માટે મારવાં ? રિસાયેલા દીકરાને આજ્ઞાંકિત જોઈ બા-બાપુ ઘેલાં બની જશે, એને માથે તાજ મૂકશે, એને સિંહાસને બેસાડશે, એના હાથમાં રાજદંડ આપશે. સારું જેટલું હશે એટલું એને આપશે.
અને મારે માટે શું બાકી મૂકશે ? જેણે જીવનભર એમની સેવા કરી તેને માટે શું મૂકી જશે ? માત્ર મોટા ભાઈની તાબેદારી ! નામોશી ! નામરદાઈ ! રાજદંડ એ ઝાલશે, ચામર ઢોળવાનું મને સોંપશે ! રે વંકાયેલ વિધાતા !
નાનો ભાઈ વ્યાકુળ બની ગયો. અંદર કોઈ એને ચૂંટી ખાતું લાગ્યું. નામર્દ, કમજોર, વિચારઘેલડો ! તારાથી આચારમાં કંઈ નહિ મુકાય ! રાજકાજ તો શિરનાં સાટાં ! શિર લેવાનાં કે શિર દેવાનાં !
એકાએક ચીબરી બોલી : જાણે એ કહેતી હતી : “તારાથી શેક્યો પાપડ પણ નહિ ભાંગે નમાલા ! પૃથ્વીને જીતનારા બીજા. મહાભારતનાં પારાયણ સાંભળ્યાં છે કે નહિ ? વેરની વસૂલાત માટે પાંચાલીના પાંચે પુત્રોને ઊંઘતા ઠાર મારનાર અશ્વત્થામાને યાદ કર, જુવાન !'
નાનો ભાઈ એક વાર ઝનુનથી ધ્રુજી ઊઠ્યો. એણે હાથમાં છરી જોરથી સાહી. વિધાતાની ભૂલ એ આજ મિટાવી દેવા માગતો હતો. રે ! રાજવૈભવ તે રક્તપાત વગર કેવાં ! એ ખૂની વાઘની જેમ તલપ્યો. મોટા ભાઈના કલેજામાં કાળી નાગણની જીભ જેવી કટારી ખૂંતવાની વાર હતી કે મોટા ભાઈએ પડખું ફેરવ્યું. એ હસ્યો, ઊંઘમાં ને ઊંઘમાં બોલ્યો : ‘મારો વહાલો નાનો ભાઈ કહે એમ ! અમે તો રામલખમણની જોડ !'
‘રામ-લખમણની જોડ ?' જયસિંહનો હાથ પાછો હઠી ગયો. અરે ! હું આ કેવું અધમ કાર્ય કરી રહ્યો છું ? રામની પાદુકા પૂજનાર ભરતને યાદ કરો જયસિંહ ! લોહિયાળ હાથ ન કર, રાજપાટ આજ છે ને કાલ નથી. ભાઈ એ તો સદા ભાઈ છે ! સમ્રાટ અકબરના શબ્દો યાદ કર ! પુત્ર તો બીજો મળશે, ભાઈ બીજો નહિ મળે !
જયસિંહે હાથમાં તોળાઈ રહેલી છરી બારી વાટે દૂર ફેંકી દીધી. એ જ્યાં પડી ત્યાં કઠોર ચટ્ટાન હતી. એના સાથે અથડાવાથી ખણખણ અવાજ થયો. એ સાથે રામ-લખમણની જોડ ] 21
Page #20
--------------------------------------------------------------------------
________________
બાલ-સુંદરી
વાતાવરણને ભરતો હસવાનો અવાજ આવ્યો !
વગડામાં આવું રહસ્યભર્યું હાસ્ય કોઈ પ્રેત વિના કોણ કરે ? ભેંકાર ધરતી પર હસવું તો પ્રેત-પિશાચને જ ભાવે !
નાના ભાઈએ ચમકીને જોયું. બારી વાટે દૂર દેખાતા મેદાન પર એક સ્ત્રી ઊભી હતી. એના હાસ્યના આ પડઘા હતા, થોડી વારે એનું હાસ્ય બંધ થઈ ગયું ને અવાજ આવ્યો;
‘કમજોર ભલા જુવાન ! રાજાની રીત ન્યારી છે. કોઈ સાધુની જમાતમાં ભળી જા, તું જીવનમાં કાંઈ પણ કરી શકીશ નહીં !
‘કમજોર અને ભલો ! બે કેવી વિપરીત વાત ?' નાના ભાઈએ નજીક આવી રહેલી સ્ત્રીને ઉદ્દેશીને કહ્યું.
‘હા, દુનિયામાં કમજોર હોય તે જ ભલા હોય છે, બાકી ભલાઈની દુનિયા ક્યાં ભાળી ? સુંદરી ધીરે ધીરે નજીક આવી રહી હતી. એ જાજરમાન રૂપ ધરાવતી હતી. એની ઉમર કળી શકવી મુશ્કેલ હતી, સૌંદર્ય હજીય એની દેહયષ્ટિ પર પુરબહારમાં બેઠેલું હતું.
‘ભલાઈની દુનિયા ક્યાં ભાળી ? ઓહ ! આ શું કહો છો તમે ? મર્મભરી સુંદરી ! આવો ! વિચારોની ભૂતાવળ કરતાં તમારી ભૂતાવળ સહ્ય લાગે છે, પણ પ્રેતની ભાષા આવી ન હોય ! એની ભાષામાં વિકળતા હોય, વ્યંગ નહિ. તમે લંગમાં બોલો છો, સુંદરી !'
| ‘સમજવું હોય તો મારી પાછળ ચાલ્યો આવ, તારી નસેનસમાં મર્દાઈનું લોહી વહેતું હોય તો નિર્ભય થઈ મારી નજી કે, પાસે આવ !
‘તમે કોણ છો ?'
‘તારા જેવા જુવાનોને ખોજ નારી રેતસુંદરી ! ખાલી ખપ્પરવાલી મૈયા ! ડરતો હોય તો આગે કદમ કરતો ના ! મોંએ ઓઢીને બિછાનામાં લેટી જા ! ભગવાન તારું ભલું કરશે અને વાઘનું હૈયું હોય તો ચાલ્યો આવ !' - “આવું ! અહીં મોટા ભાઈની પાસે ક્ષણ માટે પણ થોભી શકું તેમ નથી. કંઈ કંઈ વિચારતરંગો મને વ્યાકુળ બનાવી રહ્યા છે. આ ખંડ પણ મને બહાવરો બનાવી રહ્યો છે. આવું છું ! તમે જે હો તે-પ્રેત, પિશાચ, ડાકણ કે શાકણ ! મારા વ્યગ્ર મનને તમે વધુ સાંત્વન આપી શકશો !'
ને કંઈ પણ વિચાર્યા વિના એ બારીએ ગયો. ત્યાંથી એ ઝડપભેર નીચે ઊતરી ગયો. એની અઢાર ગજ લાંબી પાઘડીએ નિસરણીની ગરજ સારી.
લગ્નના માંયરામાં જ આશુ વૈધવ્ય પામનારી સ્ત્રીના લલાટમાં જેમ કંકુની આડ શોભે, એમ અંધારી ચૌદશની કૃષ્ણ કાયામાં પાછલી રાતનો ક્ષીણકાય ચંદ્ર શોભતો હતો.
જયસિંહ દોડીને પેલી સ્ત્રી પાસે પહોંચ્યો, ત્યારે રાતનો છેલ્લો પ્રહર ચાલુ થયો હતો. થોડું ચાલીને નાનકડા રેતના ટીલા નીચે આવીને એ સુંદરી ઊભી રહી. ટીલા પર જીર્ણ ચંપાનું વૃક્ષ સૂકી ડાળો પ્રસારીને ખડું હતું. ઉપર એક ગીધ, માનવભાષા સાંભળી સ્વભાષાનો મોહ છાંડીને ચૂપચાપ બેઠું હતું !
પેલી સુંદરી ભૂત, પ્રેત કે પિશાચના વર્ગની નથી, એનો ખ્યાલ જયસિંહને તરત આવી ગયો, છતાં ભૂત ભલે ન હો, ભેદી જરૂર હતી : એ પણ એના લક્ષમાં આવી ગયું.
એ સુંદર જાજરમાન સ્ત્રીનો આખો દેહ ભસ્મથી છવાયેલો હતો છતાં એની ઊંચી દેહયષ્ટિ, ભરાવદાર ખુલ્લી ભુજાઓ ને વિશાળ મસ્તક દ્રષ્ટાના મનને કોઈ ભવ્ય ભૂતકાળમાં ખેંચી જતાં હતાં. માનીતો પ્રીતમ ન મળતાં વૈરાગ્યના માર્ગે વળેલી કો રાજયોગિની જેવી એ દેખાતી હતી. એના કપાળ પર ૨ક્તના જેવા લાલ કંકુની મોટી આડ હતી. એના હાથમાં અજાણ્યા વૃક્ષની ડાળીનો એક વાંકોચૂકો દંડ હતો. ઘુવડનું એક નાનું બચ્ચું માંજરી આંખો મટમટાવતું એની આસપાસ ઊડતું હતું. કોઈ વાર ખભે બેસી ટહુકતું હતું.
સ્ત્રીની જાત, વગડાની વાટ, અંધારી રાત, છતાં એના મુખ પર યોગિનીને શોભે તેવું નિર્ભયતાનું તેજ હતું. એ મંદમંદ હસી રહી હતી, એની દેતપંક્તિ સુરેખ હતી, પણ એની વય હજી જયસિંહ નક્કી કરી શક્યો નહોતો. ક્યારેક એ નવોઢા
22 D બૂરો દેવળ
Page #21
--------------------------------------------------------------------------
________________
લાગતી, ક્યારેક નવયૌવના લાગતી, તો ક્યારેક પ્રોઢા ભાતી. કદીક ફૂલની જેમ ઉપાડી લેવાનું મન થાય તેવી, તો કદી જલતી જ્વાલાની જેમ દૂર ફેંકી દેવાનું દિલ કરે તેવી ભાસતી.
જુવાની જેને માથે કંકુ ઢોળતી હતી, એ જયસિંહ જરા પણ ભય વગર, એની સામે સીનો ફુલાવીને ઊભો રહ્યો. રજપૂત જુવાન આછા અંધારે પણ રૂડો લાગ્યો. એની જુવાનીના ગુલાબની મહેક ભેદી સ્ત્રીને સ્પર્શી હોય, એમ એ જરાક સ્મિત કરીને બોલી :
ડરતો નથી ને જુવાન ?'
‘ડરે એ પૂત રજપૂત નહિ !'
‘તો પછી ભાઈ પર કટારી ચલાવતાં તારું હૈયું કાં થથર્યું ? તારી ભુજાઓ ભયથી કાં કંપી ?’
‘સુંદરી, મારી ભુજાઓ જરૂર કંપી, પણ ભયથી નહિ.'
‘તો ?’ ભેદી સુંદરીએ ફરી પ્રશ્ન કર્યો.
‘લાગણીથી, ભ્રાતૃપ્રેમથી મારી ભુજાઓ કંપી.
‘રાજકારણમાં પ્રેમનું ભૂત શા ખપનું ? લાગણીવેડા સાથે વળી ચેડાં કેવાં ? ધર્મમાં સબળમાં સબળ પ્રેમ છે, તેમ રાજકારણમાં નિર્બળમાં નિર્બળ પ્રેમ છે, જુવાન ! ભરથરી કે ગોપીચંદ થવા તું સર્જાયો લાગે છે ! રાજપાટ તારા લલાટે લખાયું નથી, ભસ્મ ચોળવા તું સરજાયો છે.’ સુંદરીના શબ્દોમાં નરના હૃદયને વીંધે તેવો મર્મ હતો.
‘રણદેવી ! ફરી વ્યંગની ભાષા શરૂ કરી કે ? મારે ગોપીચંદ નથી થવું. રાજતંત્ર ચલાવનારનાં ઘરતંત્ર અંધારે ચાલે છે. ભર્તૃહરી એનો નમૂનો છે. મારે એવા પણ થવું નથી, રાજપાટનાં ગમે તે મૂલ ચૂકવવા હું તૈયાર છું, દેવી ! જયસિંહે કહ્યું. ‘આ દેવળનું નામ બૂરો દેવળ છે. રાજકારણી જીવોની રાખ અહીં પડી છે. અહીંનો સદાકાળનો ઇતિહાસ જુદો છે. અહીં જ્યારે પણ બે જણ આવ્યા છે, ત્યારે બેએ બે પાછા ગયા નથી. એક મરાયો છે. એક અહીં તળ રહ્યો છે, ને જે બીજો જીવતો ગયો હોય છે, તે પણ ટૂંક સમયમાં મરાયો સંભળાયો છે. આજ એ ઇતિહાસને પલટવા તેં મહેનત કરી ! પણ તું જાણે છે ? તારા જેવા શૂરોએ જ મારા ભૂખ્યા ખપ્પરને ભર્યું છે ! ઉઠાવ ખંજર ! વર્ષાવ ધારા ! છલાછલ ભરી દે રક્ત તરસી આ ધરતીને ! ભોગ દે કલહ ભૂખ્યા આ દેવળને ! આપ આનંદ મૃત્યુભૂખ્યા મારા કલેજાને !'
‘આટઆટલા રોજ મરે છે, છતાં તું ભૂખી ! રે સુંદરી ! 4 D બૂરો દેવળ
‘કાગડાં-કૂતરાં મરે, એને કંઈ મોત કહેવાય ? મરકીના રોગથી કોઈ મરે એને કંઈ મૃત્યુનું ઊજળું નામ અપાય ? સાથ રે સૂઈ શ્વાસોશ્વાસ પૂરા કરે, એને કોઈ મૃત્યુ ન કહે ! કોઈ આન ખાતર, કોઈ શાન ખાતર, કોઈ રાજપાટ માટે, કોઈ ૨ણજંગે મરે એનું નામ મૃત્યુ કહેવાય.'
‘સુંદરી ! તારા મોંમાં કાળવાણી છે, પૂરું સમજાતું નથી !'
‘જુવાન ! રાજા ગયા ને રાજપાટ ગયાં. આજે તો બધે વાણિયા બેઠા છે વેપાર કરવા ! મરતાં ને જીવતાં લાભ-હાનિની ગણતરીએ બંને પલ્લાં જોખ્યા કરવાના— રખેને એક ઊંચું કે નીચું થઈ જાય નહિ ! તારા હાથ ધ્રૂજે છે ભાઈના વાતથી ? પછી રાજદંડ શી રીતે ઝાલીશ ? મસ્તકમાં ચક્કર આવે છે ગોત્રહત્યાથી ? તો એ મસ્તક પર મુગટ શી રીતે ધરીશ ? કલેજું કંપી જાય છે નિરર્થક હત્યાઓથી ? તો છત્ર શી રીતે ધારીશ ? સંસારના સદ્ગુણો રાજકારણના દુર્ગુણો છે.'
‘શું તમે મને બંધુહત્યા કરવા પ્રેરો છો ? તમે કોઈ આસુરી સૃષ્ટિનાં જીવ લાગો છો !'
‘હું તને એ સમજાવવા માગું છું, કે રાજનીતિમાં નથી કોઈ ભાઈ, નથી કોઈ બાપ ! નથી કોઈ દીકરી કે નથી કોઈ મા ! નથી કોઈ સેવક કે નથી કોઈ સેવ્ય ! નથી કોઈ સસરો કે નથી કોઈ જમાઈ ! એમાં નથી કોમ, નથી ધર્મ ને નથી એમાં જીવનનાં સત્કર્મ કે દુષ્કર્મ ! એમાં છે એક માત્ર સિંહાસન અને એ ખાતર ગમે તે કર્મ કરવાની હામ !' સ્ત્રીએ સ્પષ્ટ ઉત્તર વાળ્યો.
‘રાજ તો આજ છે ને કાલ નથી. માણસની માણસાઈનો કંઈ ખ્યાલ તો કરવો જોઈએ ને !’
‘ભોળો છે તું જુવાન ! રાજ અમર છે. તું કે તારો ભાઈ આજ છો ને કાલ નથી. જે કોઈના લલાટે સિંહાસનના લેખ લખાયા છે, એ લોહીથી, દગલબાજીથી, તબાજીથી લખાયા છે અને બધાંથી તું ડરે છે ?' સ્ત્રીના શબ્દોમાં જોશ હતું.
‘બદનામીથી ડરું છું, આત્માના દેશથી ડરું છું !'
‘જયસિંહ, નેકનામી ને બદનામી પરપોટા છે. આજે ફૂટ્યા, કાલે ખીલશે, બદનામીનો વિચાર ન કર. દુનિયાની યાદદાસ્ત બહુ ટૂંકી છે !' સ્ત્રીએ જુવાનને એના નામથી બોલાવ્યો. જુવાન પોતાનું નામ આ અજાણી સુંદરીને મોંએ સાંભળી આશ્ચર્યમાં પડી ગયો. એને લાગ્યું કે ભૂત કે ભાવિના ભેદ જાણનારી અસુર લોકની આ કોઈ માયાવી સ્ત્રી હોવી જોઈએ !
સ્ત્રી આગળ વધીને બોલી : 'હાથનાં પાપ હીરા-મોતી ઢાંકશે, ને અંતરનાં પાપ આ દેવળ ઢાંકશે. આજ તને હું આ દેવળનો ઇતિહાસ કહીશ. ઘણા જુવાનોને કહ્યો છે ને મારો યત્ન નિરર્થક ગયો છે. આજ તને કહીશ-જો સાર્થક થાય તો.'
બાલ સુંદરી – 25
Page #22
--------------------------------------------------------------------------
________________
ના, હું તો સારથિનું સંતાન છું.’ કર્ણ વિશ્વાસથી બોલ્યો, માબાપમાં વળી અવિશ્વાસ કેવો ?
વત્સ, રાધા તારી જનેતા નથી.'
‘શું રાજવંશીઓની દુનિયામાં મા પણ છળની વસ્તુ બની છે ?’ કર્ણો પોકાર પાડવો.
હા બેટા ! હું તારી સાચી માતા છું !' ‘તમે કોણ ?’ કર્ણ પિછાન માગી.
સુંદરી ! આ દેવળને લોકો બૂરો દેવળ કહે છે ! અહીં આખી રાત મને બૂરા વિચાર આવ્યા કરે છે. આ ધરતી કંઈ શાપિત લાગે છે !'
‘જયસિંહ ! ઘણા વખતે વાત કરવા માટે તારા જેવો મનભાવતો જુવાન મને મળ્યો છે. તારી જુવાનીના ગુલાબની સુગંધ, ને એથીય વધીને તારા અંતરના પારિજાતનો પરિમલ મને મુગ્ધ કરી રહ્યો છે. જેણે પોતાનું અંતર કોઈ દિવસ ખોલ્યું નથી, ખોલવામાં માન્યું નથી, એ અંતરનાં કમાડ આજ આપોઆપ ખૂલતાં હોય તેમ લાગે છે !
સુંદરી વાત કરતી થોભી. જયસિંહ મનમાં વિચાર કરી રહ્યો હતો કે આ સ્ત્રી પર વિશ્વાસ રાખવો કે અવિશ્વાસ ! સુંદરી આગળ બોલી : ‘આ ધરતી રણજંગની છે. અહીં લોહી અપાયાં છે, ને લોહી લેવાયાં છે. સૌભાગ્યવતીઓના ચૂડા ને કુમારિકાઓની આશાઓ અહીં છિન્નભિન્ન થયાં છે. હણે સૂકી નદીને કિનારે પડેલા પથરા, પહણે અસુરા પ્રવાસીઓએ ત્રણ પાણ કા મૂકી કરેલા ચૂલા, પેલા ધુસર ટીંબા ને ટેકરી નીચે પડેલા પાળિયા, ઝાડઘટાઓની નીચે નાની દેરીઓમાં રહેલા સતીના પંજા, આ વેડાઈ ગયેલાં ચંપાના વનનાં નિર્જીવ ઠૂંઠાં, આ કેતકી ને મોગરાની નાની વાડીઓ, પેલી ગુપ્ત પર્વત-ગુફાઓ, ને ગુફાની પાસે થઈને વહેતાં સૂકાં ઝરણ-બધાં-ભયંકર-લોહી થીજી જાય તેવા નરમેધ યજ્ઞના ઇતિહાસ સંઘરીને બેઠાં છે. એ ઇતિહાસની હું સાક્ષી છું ! દારૂ ધરબેલી બંદૂક જેવી મારી દશા છે ! છૂટે તો ભારે ધડાકો છે, ને ન છૂટે તો ભારે અજંપો છે !' ' જયસિંહ સ્ત્રીને એકચિત્તે સાંભળી રહ્યો. એણે ફૂલના દડા જેવી અનેક સ્ત્રીઓ નીરખી હતી : પણ વજ જેવી સુંદરીનો સંસર્ગ આજે સાધતો હતો.
| ‘અહીં રાજનીતિ સાકાર બની છે. મહાભારતના જમાનામાં જેમ ભાઈએ ભાઈને હણ્યા, કાકાએ ભત્રીજાને હણ્યા, સાળાએ બનેવીને હસ્યા, શિષ્ય ગુરુને હણ્યા; એવો સર્પસંપ્રદાય પ્રવર્યો છે અહીં, યાદ છે મહાભારતની એ કર્ણ કુંતીની ઘટના ?”
“કઈ કથા, સુંદરી ? મને સાંભરતી હોય કે ન પણ સાંભરતી હોય, પણ તમારા મોંએ એ કથા કહો ! તમે તો કોઈ રણદેવીનાં અવતાર ભાસો છો.'
| ‘જુવાન ! એ દિવસની આ વાત છે, જ્યારે મહાભારત યુદ્ધ ખેલાતું હતું ને કર્ણ આવતી કાલે યુદ્ધનો સેનાપતિ બનવાનો હતો ! છેલ્લી સાંજ આભમાં આથમતી હતી ! મહારથી કર્ણ યમુનાને કિનારે સૂરજદેવને અર્થ આપતો હતો. અંધારું થેરાતું આવતું હતું. એ વેળા એક સ્ત્રી આવી, કર્ણનો વાંસો પંપાળીને બોલી : વત્સ ! તું સારથિ અધિરથનું સંતાન નથી હો !'
26 બૂરો દેવળ
‘અર્જુનની માતા ?’ કર્થે આશ્ચર્ય અનુભવ્યું.
‘એકલા અર્જુનની નહિ, પાંચ પાંડવોની અને છઠ્ઠી તારી એમ છ પુત્રોની જનેતા !' આગંતુક સ્ત્રીએ કહ્યું.
કર્ષે પોતાની મોટી મૂછોને વળ ચડાવતાં કહ્યું: ‘અજાણ્યા આભમાંથી જનેતા બનીને ભલે તમે આવ્યાં. તમારું સન્માન કરું છું. યોદ્ધો સ્ત્રીના સન્માનનો પૂજારી હોય છે, કારણ કે સ્ત્રીનું વધુમાં વધુ બૂરે એને હાથે થાય છે, પણ ઓ નારી ! રાજનીતિમાં મા કે ભાઈ એ મા કે ભાઈ નથી, પણ નીતિશાસ્ત્રમાં જરૂર માં એ મા અને ભાઈ એ ભાઈ છે. સ્ત્રી માત્ર માં છે, એ રીતે તમને વંદન કરું છું : પણ મા, એક વાત પૂછું : જીવનભર આમ હલકો કરીને સારથિપુત્ર રાખ્યો ને આજે આટલું ઊંચું બેસણું આપવા શા માટે આવ્યાં ?'
કાલે યુદ્ધ થશે. પાંડવો તારી સામે મેદાને પડશે. તારી ધનુર્ધરની કીર્તિ પણ સાંભળી છે ! ભાઈના હાથે ભાઈ ન હણાય, બંધુહત્યા, ગોત્રહત્યા તમારે કોઈને હાથે ન થાય, એ માટે ચેતવવા આવી છું .
‘મા, રાજનીતિ તો સર્પનીતિ જેવી બની છે. એમાં તો ભાઈ ભાઈને નુકસાન કરે, ભાઈને ભાઈથી જ સંભાળવાનું, અને એમાં ભાઈ ભાઈનો જ શત્રુ બને અને એમાં ભાઈથી જ ભાઈ હણાય. સબળ નિર્બળને હણે એ રાજનીતિનો ધર્મ. નીતિધર્મની મા થઈને આવ્યાં હોત, તો આવકાર આપત. પણ આજ તમે રાજધર્મની મા થઈને આવ્યાં છો ! છતાં સ્ત્રી છો, લડવૈયો સ્ત્રી જાતનો ભારે અપકારી, માટે માગ્યું આપીશ. માગો ! તમને સાવ નિરાશ તો પાછાં નહિ ફેરવું ! મારા જેવા નરના પુરુષાર્થને કલંક લાગે.'
કાલે યુદ્ધમાં તારા ભાઈઓની હત્યા તારે હાથે ના થાય, બંધુહત્યાનું પાપ તારે માથે ન ચોંટે એટલું ઇચ્છું છું !' કુન્તીએ કહ્યું. ‘રાજનીતિમાં મા, હારની કિંમત છે, હત્યાની નથી ! હત્યા ગમે તેટલી થાય
બાલ-સુંદરી 1 27,
Page #23
--------------------------------------------------------------------------
________________
પણ વિજય મળે તો, કોઈ સેનાપતિને દિલે સંતાપ થતો નથી. છતાં એટલું સાંભળતાં જાઓ કે અર્જુન સિવાય બીજા કોઈને નહિ હણું ” ભેદી સુંદરીએ આડ કથા પૂરી કરતાં પોતાની વાત કહેવી શરૂ કરી.
‘જયસિંહ ! રાજનીતિની મા એ દહાડે પાછી ફરી ! એવી જ રાજનીતિનો હાથો એક દહાડો હું બની ! આખું જીવતર બાળી નાખ્યું. પણ રે ! હું આડા રસ્તે ઊતરી ગઈ. દિલનું જોશ છે. મારે તો તને આ બૂરા દેવળની કથા કહેવી છે. તને બતાવવું છે કે રાજનીતિમાં ન કોઈ ભાઈ છે, ન કોઈ બાપ છે, ન કોઈ મિત્ર છે ! ત્યાં પ્રપંચ એ પ્રપંચ નથી, હત્યા એ હત્યા નથી. ત્યાં હાર એ હાર છે, જીત એ જીત છે. નીતિશાસ્ત્રીઓને એ ત્યાં જૂઠા લેખવે છે. ત્યાં સેના એ શક્તિનો સાર છે, છલપ્રપંચ એ સિદ્ધિનો સાર છે, ને વિજય એ તમામ સત્કર્મનો સાર છે.'
સુંદરી થોડીવાર થોભી, એના હૃદયકપાટમાં ન જાણે એણે શું શું સંઘર્યું હતું. જયસિંહને શું બોલવું તેની જ સૂઝ ન પડી. થોડીવારે વળી સ્ત્રીએ બોલવું શરૂ કર્યું :
‘વગર મર્યે હું પ્રેત સરજાણી છું, લશ્કરે લકરમાં ઘૂમી છું. ચક્રવર્તીઓને સુંવાળી સોડ આપી સંહાર્યો છે. ચોંકી ઊઠીશ ના, હું એ કે એક છરી, કટારી ને બંદૂકવાળા શૂરા સૈનિકોને મળી છું. મેં તેમને પૂછવું છે, કે ભઈલા ! તમે રણમાં હત્યા શા માટે કરો છો ? એ કહે છે કે પેટ ખાતર. મેં પૂછ્યું તમે કોને હણો છો ? એણે કહ્યું, અમારા સેનાપતિ કહે તેને અમે હણીએ છીએ. મેં પૂછ્યું તમે શત્રુ કોને ગણો છો ? એમણે કહ્યું, એમ તો અમારું કોઈએ બગાડ્યું નથી, અમે સામા પક્ષને ઓળખતા નથી, એનો વાંકગુનોય જાણતા નથી. અમને પગાર મળે છે, લડવું એ અમારો ધંધો છે, ચર્ચા કરવી, સારા-બૂરાનો વિચાર કરવો અમારું સિપાહીનું કામ નથી ! મેં પૂછ્યું ‘તમને આમાં કંઈ લોભ-લાલચ !' એમણે કહ્યું કે બ્રાહ્મણ પંડિતો કહે છે કે આમ યુદ્ધમાં પરને હણતાં મરશો તો સ્વર્ગ મળશે. ત્યાં બુલબુલ જેવી અસરા મળશે. જીવશો તો શત્રુની સુંદર સ્ત્રીઓ ને લૂંટનું સોનું ને ઉપરથી વિજયની કલગી મળશે.'
‘પણ સુંદરી ! રાજા તો પ્રજાકલ્યાણ માટે લડે છે ને ?”
જુવાન ! રામરાજ્યની વાંચેલી વાત તું કહે છે. આજે પ્રજા રાજા માટે છે. વાઘ કહે છે કે અમે ઘેટાંના રક્ષણ માટે છીએ, જ્યારે ઘેટાં વાઘથી હંમેશાં બીતાં રહે છે.’
“બધુંય જાણતાં લાગો છો, દેવી ! બૂરો દેવળનું રહસ્ય જાણવા મન વ્યગ્ર છે. પણ એથીય વધુ હું તમારી પિછાન ચાહું છું ! પહેલાં તમારી ઓળખ આપો !'
| ‘જે વાત તને કહેવાની છું : એ મારી જ છે. પરવીતી પણ છે અને આપવીતી પણ છે. જુવાન, એમાંથી મને શોધી લેજે ! મારા અંતરનો વિસામો આ વાર્તા જ છે. ઘણાને કહી છે, આજે તને કહું છું. કોક જાગે ! કોક મારું ખપ્પર ભરે ! કોઈ
28 n બૂરો દેવળ
રાજનીતિને સમજે ! કોક ધર્મનીતિને પિછાણે અને મોટું માછલું નાના માછલાને ગળેએ મત્સ્યગલાગલ ન્યાય અટકે ! સાથરે સૂઈને મરનારની, સ્વાર્થે મરનારની યુદ્ધ જંતુ જેવી મૃત્યુ પરંપરાઓ અટકે, ધરમ સારુ, ધેનુ સારુ, સતી સારુ, દેવળ સારુ, પુરુષાર્થ સારુ, ભરજુવાનીમાં પ્રાણ કાઢી દેનારા કોક નીકળે !'
‘જે કહો તે સાંભળવા તૈયાર છું, પણ ઇષ્ટદેવના સોગન આપું છું કે કોઈ વાત ઊણી કે અધૂરી ન મૂકશો.’
‘એમ છે, જયસિંહ ? તો ચાલ્યો આવ પેલી ચંપા ગુફામાં ! શંકા પડતી હોય તો કદમ ન ભરીશ, નિશંક થઈને આવી શકે તો આવજે ! આ આંખ ને હૈયું જેનાં સાક્ષી છે, એ તમામ વાતો તને કહીશ.'
‘આવું છું. જે કહો તે સાચું કહેજો, સુંદરી ! પણ મને તમારું નામ...!”
‘વળી શંકા ? જયસિંહ ! તને ધક્કો મારી કાઢી મૂકવાનું મન થાય છે. તારા મોટા ભાઈને જગાડીને તારી ભાવનાનું ભાન કરાવવાનું દિલ થઈ જાય છે. પછી અહીં જ તમને બંનેને સામસામા તલવારે ઝાટકા ઉડાડતા જોઉં ! હત્યારસિયું મારું હૈયું બે રાજવંશીઓનાં લોહી જોઈ શાન્ત થાય, પણ તમારો દોષ કાં કાઢવો ? આ ભૂમિ જ એવી છે. અહીં જ્યાં બે દિલ મળ્યાં કે પરસ્પરના દિલમાં દગો, ધોખાબાજી ને સ્વાર્થી ભાવના જાગી ઊઠે છે ! પણ ના, મારું હૈયું તને જોતાં જ મહેર ખાઈ ગયું છે. તારી જુવાનીની સુગંધ મને સ્પર્શે છે. ચાલ્યો આવ ! શંકા ન ધરીશ. નરસિંહની અદાથી ચાલ્યો આવ !'
જુવાન જયસિંહનું મોટું જ બંધ થઈ ગયું. કંઈ પણ સવાલજવાબ કર્યા વગર એ અને ભેદભરી સ્ત્રી આગળ-પાછળ ચાલતાં થોડા રેતના ટીલા વટાવી ચંપાનાં વૃક્ષોની ઘટામાં આવેલી ગુફા નજીક આવી પહોંચ્યાં. રસ્તામાં ક્ષણે ક્ષણે એ ભેદભરી
સ્ત્રી પલટાતી જતી હતી. એના હાથનો બેરખો કંકણ બની ગયો હતો, જટા જેવો લાગતો કેશપાશ કંડોરેલા અંબોડા જેવો લાગતો હતો.
ગુફા વિશાળ હતી, પણ અહીં માટી સિવાય કંઈ નહોતું. એક તુંબીપાત્રમાં જળ ભર્યું હતું !
જયસિંહ આશ્ચર્યમાં પડી ગયો હતો.
પાતાળ ફોડીને સ્ફટિક જળનું ઝરણ બહાર નીકળે, એમ સુંદરીની ભસ્મ ચોળેલી દેહમાંથી રૂપનું ઝરણ વહી રહ્યું હતું ! એના ઝરણમાં હરકોઈ જુવાનને ઘડીભર ખેલવાનું દિલ થાય તેવું હતું. વસ્ત્રોથી આચ્છાદિત એ સુંદરી ધીરે ધીરે નજાકતભરી દેખાતી હતી. એના પ્રત્યેક અંગમાં પુરુષની મનોવૃત્તિને જગાડવાનું આકર્ષણ હતું. જયસિહ જેમ જેમ નજીક જતો ગયો, એમ એમ એને સુંદરીના સૌંદર્યનો કેફ ચડવા લાગ્યો. મનને જેમ જેમ સંયમમાં રાખવા પ્રયત્ન કર્યો, તેમ તેમ
બાલ-સુંદરી [ 29
Page #24
--------------------------------------------------------------------------
________________
એ ખીલો છોડીને નાસવા માંડ્યું.
‘સુંદરી ! તું મને શું સ્વર્ગમાં લઈ જવા માગે છે ?' જયસિંહથી આપોઆપ કાવ્ય રચાઈ ગયું. નર જાણે માદા પર ધસવા માગતો હતો.
‘જુવાન, સ્વર્ગમાં જવા માટે મરવું પડે છે, એ જાણે છે ? હું સમજી ગઈ કે મારાં અંગો તને ઘેલાં કરી રહ્યાં છે. અનેક ઘેલા થયા છે, મારાં અંગોને સ્પર્શવા આવ્યા છે, ને જાન ખોઈ બેઠા છે ! સાવધાન રહેજે ! નજીક ન આવતો. નારીને ગમે એવો સંયમી નર રહેજે. નારી એવાના ચરણે નમે છે.’
સુંદરી ગુફાના નાકે થંભી ગઈ. એણે દેહ પરનો અડધો ઊડતો અંચળો સાવ ફગાવી દીધો ! આહ ! જાણે વસ્ત્રનાં વાદળો ચીરીને સૌંદર્યનો સૂર્ય સહસ કળાએ પ્રકાશી રહ્યો ! એનું એક એક અંગ ખુદ સજીવ કાવ્ય બની રહ્યું ! એ કાવ્ય કટારીની ધાર કરતાં વધુ ખુની હતું.
એકાંત રાત, નીરવ ગુફા, મીઠી મીઠી વહેતી હવા ! જયસિંહના અંતરમાં સૂતેલો સ્ત્રીલાલસાનો નરસર્પ જાગીને ફૂંફાડા મારવા લાગ્યો. પુરુષ ભોગી, સ્ત્રી ભોગ્ય, એના અંતરમાં પડછંદા પડવા. જયસિંહે વ્યગ્રતાથી કહ્યું;
‘સુંદરીઓ ઘણી જોઈ, પણ તારું રૂપ તો ગજબ છે. પુરુષની આંખો, દિલ, મન ક્ષણવાર પણ એ જોઈને સ્વસ્થ રહી શકે તેવું આ રૂપ નથી. સુંદરી ! જો તું મળે તો એક શું લાખ લાખ જાન કુરબાન છે !' જયસિંહ સ્થળ, સ્થિતિ ને સંજોગ બધું ભૂલી ગયો. નર બધું ભૂલે એવી નારીની મોહિની હતી..
‘એ જ માટી, ને એ જ મીણનો બનેલો તું જુવાન છે. સૌંદર્યવતી સ્ત્રી મળી એટલે સોડ પહોળી કરી ! સત્તા સુંદરી સામે આવી કે વહાલાંની ગરદન પર છરી ફેરવી ! સત્તા ને સુંદરી સિવાય બીજી કોઈ આકાંક્ષા જ નહિ ! પણ જુવાન ! ન જાણે કેમ, તારી ફૂલ- ગુલાબી જુવાની પર મને રહમ આવે છે ! માટે કહું છું, મારાથી દૂર રહેજે ! મારી વાત સાંભળજે ; મને સ્પર્શ કરવાની ઝંખના છોડી દેજે ! મારું નામ બાલુ (રત) સુંદરી છે. મને સ્પર્શનાર આખરે માત્ર બાલુ જ - રેતી જ મેળવે છે.”
આમ બોલતી સુંદરી ગુફામાં પ્રવેશી, ને પથ્થરનાં બે વિરામાસનમાંથી એક પર પોતે બેઠી, બીજા પર જયસિંહને બેસવા સૂચના કરી.
સુંદરીનું રૂપ જયસિંહ પર જાદુ વરસાવી રહ્યું હતું. એ એનાં એક એક અંગને નિહાળી નિહાળીને, એની રૂપસુધા પી ઉન્મત્ત થઈ રહ્યો હતો.
સુંદરીએ જયસિંહની સ્થિતિ જોઈ, પણ એને આશ્ચર્ય કે ભય જેવું કંઈ ન લાગ્યું. આવા એકાંતમાં જુવાન પુરુષનો ડર હરકોઈ સુંદર સ્ત્રીને લાગે, ત્યારે આ સુંદરી સાવ નિઃશંક હતી, હર કોઈ રૂપવતી સ્ત્રીનું સૌંદર્ય આવી પળે જોખમ બને, ત્યારે એનું રૂપ એને જોમ આપતું હતું. એ ધીરેથી આળસ મરડતી અંગભંગ રચતી
30 D બૂરો દેવળ
ઊભી થઈ, ને પાસે પડેલી એક વાંસની પિટારી લઈ આવી.
પિટારી મજબૂત હતી. સુંદરીએ ધીરેથી એ ખોલી, પણ ખોલતાંની સાથે ભયંકર ફૂંકાર સાથે બે વેંતનું ડોકું કાઢીને નાગરાજ બહાર ઝૂમી રહ્યો : યમરાજ જાણે સદેહે આવ્યા !
સુંદરીની રૂપસુધા પીતો જયસિંહ ભયંકર નાગરાજને જોઈ વિરામાસન પરથી કુદીને બહાર જઈ પડ્યો. એણે સલામત ઠેકાણે ઊભા રહી, સાપને હણવા કમર પરથી ખંજર ખેંચ્યું.
ખંજર પાછું મૂક, જયસિંહ ! આ હણવા યોગ્ય સર્પરાજ નથી, આ તો મારું વાજીકરણ છે !'
‘વાજીકરણ ? શક્તિવર્ધક ઔષધ ! ઓ સુંદરી ! ચક્રવર્તીનું ચિત્ત ડોલાવે તેવું રૂપ ઈશ્વરે તને આપ્યું છે, પણ સાથે સાદી સમજ થી સાવ અળગી રાખી લાગે છે ! દૂર ખસી જા ! સાવધાન ! જો એક ઘા ને સાપનાં સો વર્ષ પૂરાં !' જયસિંહે સલામત જગાએ ઊભા ઊભા ખંજર તાક્યું. સુંદરીએ આડો હાથ ધરતાં કહ્યું :
જયસિંહ ! સાવ સાચું કહું છું, એ વિષધર નથી, મારું વાજીકરણ છે.” ને સુંદરીએ સર્પને ઊંચક્યો. ઊંચકતાની સાથે એણે સુંદરીને બચકું ભરવા મોં લંબાવ્યું ! સુંદરીએ એનું મો હાથથી પકડી લીધું. સાપ મૂંઝાય, ને સુંદરીના કમળનાળ જેવા હાથ પર વીંટાઈ ગયો.
‘સુંદરી ! મોત સાથે ખેલવું બંધ કર ! વખનાં પારખાં ન હોય. મોતની રમત ન હોય, એના એક ઘા ને બે કટકા જ કરવાના હોય.' જયસિંહ વ્યાકુળ બની બેઠો હતો. એના આખા શરીર પર પરસેવો વળી ગયો હતો, શબ્દો પણ પૂરા મોંમાંથી નીકળતા નહોતા.
‘હું પણ મોત જેવી જ છું ! વાહ રે મારા શાલીંગરામ ! આવો, આપણે પ્યાર કરીએ ! ઊનાં ઊનાં ચુંબન ચોડીએ !' સુંદરીએ સાપને મોંથી પકડીને આખો ઊંચો કર્યો. સાપની બે જીભ લબકારા લઈ રહી હતી. આખો દેહ ઝનૂનમાં ઊછળી ઊછળીને ગૂંચળું વળી રહ્યો હતો.
જે મૃદુ ગુલાબી અધરોષ્ઠ પર જયસિંહ સુધાપાનની ઝંખના સેવતો હતો, એ ઓષ્ઠ પર નાગચુંબન ! ચુંબન તે કેવું ? ગાઢ ચુંબન !'
જયસિંહને મૂર્છા આવવા જેવું થઈ ગયું. એની આંખે પળવાર અંધારાં આવી ગયાં. કેટલીક પળો એમ ને એમ વીતી, પણ જ્યારે જયસિંહ સાવધ થયો, ત્યારે એણે સાપને સુંદરીના પગ પાસે અર્ધમૃત અવસ્થામાં પડેલો જોયો; ને સુંદરીને હતી એનાથી ચાર ઘણી ચમકતી જોઈ ! એનાં તમામ અંગો પુષ્ટ બની ગયાં હતાં, ને
બાલ-સુંદરી 31
Page #25
--------------------------------------------------------------------------
________________
સુંદરીએ વાત શરૂ કરી
સ્નિગ્ધતાથી ઓપતાં હતાં. રૂપ તલવારની ધાર જેવું કાતિલ બની ગયું હતું.
પુરુષને માટે-કોઈ પણ અવસ્થામાં એ સુંદરી સામે નિર્વિકાર ભાવે જોઈ રહેવું શક્ય નહોતું ! જયસિંહને લાગ્યું કે વિશ્વામિત્ર જેવા ઋષિને ચળાવનાર મેનકા પણ આની પાસે કંઈ વિસાતમાં નહિ હોય !
સુંદરીએ અર્ધમૃત જેવા સર્પને ઉપાડીને એક ભેજવાળી ગુફામાં મૂક્યો. ઠંડકમાં પડેલાં દેડકાં ચીસ પાડી ઊઠ્યાં !
જોયું ને મારું વાજીકરણ !” સુંદરીએ આવીને વિરામાસન પર બેસતાં કહ્યું.
જયસિંહે આંખ અર્ધમીંચીને કહ્યું : ‘જોયું, પણ એ ભોરિંગને હવે પિટારીમાં મુકી દે !
‘શા માટે ? ભલે મણિધર ચારો ચરે ! મને ચુંબન કરીને એની તાકાત એવી હણાઈ ગઈ છે, કે કદાચ પાંચ-પંદર દહાડે એ પાછો સ્વસ્થ થશે, કદાચ યમધામ પણ સિધાવી જાય, પણ મને એની ચિંતા નથી. આ રેતના ટીલામાં એનાથી પણ વધુ ઝેરી વિષધર મળી રહેશે, પણ મને તારા સસલીની જેમ ધકધક થતા હૈયાની ચિંતા છે ! હવે હું સ્વસ્થ છું. આ બૂરા દેવળની વાત માંડું છું !'
પણ હું સ્વસ્થ નથી, સુંદરી !'
‘જાણું છું, તારી જુવાની એક તરફથી મારા સૌંદર્યને ગાઢ આશ્લેષમાં લેવા ફરમાવી રહી છે, બીજી તરફ જાન શંકાકુશંકામાં ફસાઈ ગઈ છે. ત્રીજી તરફ વાતનું કુતૂહલ તને ખેંચી રહ્યું છે ! ત્રિવિધ તાપમાં તરફડતા જુવાન ! નિશ્ચિત રહે, મારી વાત પૂરેપૂરી સાંભળ્યા બાદ તારા મનને અંદેશો નહિ રહે ! બાકી મારા સ્પર્શની ઝંખના પણ ન કરતો, જો બતાવું એનું પરિણામ !'
સુંદરી ઊભી થઈ, પાસેના ચંપાના વૃક્ષ પરથી એક ફૂલ તોડ્યું. નાક પર મૂકી બે વાર જોરથી સુંબું, ફૂલ ચીમળાઈ ગયું !
‘જોયું ને !' જોયું !”
બસ, મારી જાત તરફ નહિ. મારી વાત પર લક્ષ આપજે, તારું કલ્યાણ થશે. જુવાન ! દિલની દુગ્ધા વામ ને વાત સાંભળ !'
જુવાને કંઈ જવાબ ન વાળ્યો, એની મતિ મૂંઝાઈ ગઈ હતી. સુંદરીની વાતનો સ્વીકાર કરતો હોય તેમ તેણે માથું નમાવ્યું !
જયસિંહ ! સુવર્ણ અને સ્ત્રી પાછળ ઘેલો બનનાર માત્ર તું એકલો જ નથી, સંસારના સર્વશ્રેષ્ઠ ચમરબંધીઓ અને ચક્રવર્તીઓએ પણ એ બાબતમાં સંયમ સ્વીકાર્યો નથી, જે રાજા થયો, સત્તા પામ્યો, એણે માન્યું કે સંસારનું જેટલું સુવર્ણ અને સ્ત્રીનું જેટલું સૌંદર્ય, એ તમામ ભોગવવાનો એનો એ કલાનો અમર ઇજારો !
“જે માતૃભોમની હું વાત કરવાની છું, એ મભોમનો જન્મ પણ એક એવા ઇજારામાંથી જ થયો છે. આજ કાલની વાત કરતી નથી. ત્રેતા ને દ્વાપર વટાવી સત્યયુગની વાત કરું છું. માણસ કોઈપણ યુગમાં માણસ જ છે, અને ઇતિહાસ એ સર્વયુગોમાં સદા કાળ એક સરખો જ રચાતો રહ્યો છે.
જે વખતની વાત કરું છું, એ વખતે આપણી માતૃભૂમિ મરુભૂમિના પગ મહાસાગર પખાળતો હતો. એ વખતે લંકામાં ત્રિભુવનવિજયી રાજા દશગ્રીવ રાવણ રાજ કરતો હતો. પ્રત્યેક માનવી કરતાં દશગણી શક્તિ, દશગણી બુદ્ધિ, દશગણું બળ 'સ્વાભાવિક છે કે જેની પાસે આટલી બુદ્ધિ અને આટલું બળ હોય એને આખી દુનિયા ઝૂકતી રહે, પોતે પણ દુનિયાને પોતાનાં કદમોમાં ઝુકાવવામાં રાચે.
એક વાર વનજંગલમાં એક સુંદર સ્ત્રી ફરતી જોવાઈ. ચાંદનીની ઉજ્વળતા ને કેળની નાજુ કતા, કેસરની લાલી ને કુમકુમની રક્તિમાની બનેલી એ હતી ! તપાસ કરી, તો એ એક તાપસની સ્ત્રી નીકળી ! રે, રાંકને ઘેર રતન ન શોભે !
રાજાની લાલસાને સદા સતેજ રાખનારા એના અનુચરો હોય છે. એક દહાડો એ અનુચરો રાજા દશગ્રીવની પાસે ખબર લાવ્યા, કે વનજંગલમાં હમણાં એક નાજુક સ્ત્રી ફરે છે. ચાંદનીની ઉજ્જવળતા ને કેળની નાજુ કતા, કેસરની સુગંધી ને કુમકુમની રક્તિમાની એ બનેલી છે. સર્વથા આપને જ યોગ્ય છે ?'
32 D બૂરો દેવળ
Page #26
--------------------------------------------------------------------------
________________
તો પછી એને કેમ અહીં ન લાવ્યા ?' રાજા દશગ્રીવે સામાન્ય વાત હોય તેમ પૂછ્યું.
‘અજબ છે એ સુંદરી. એ કહે છે, હું તો એક તાપસને વરી છું, અને એની જ છું, અને એની પાસે જ રહીશ.'
“કેવી મૂર્ખ સ્ત્રી ! લંકાનો રાજા દશગ્રીવ ને એક તાપસ શું બંને સરખા ! અરે ! એ રૂપવતી પણ કમઅકલ સ્ત્રીની પાસે તમે મારી અને તાપસની સરખામણી કરી મારી મહત્તા ન સમજાવી ?' રાજાએ પ્રશ્ન કર્યો.
‘સમજાવવા જતાં તો માર ખાધો. એ કહે છે, કે તારો રાજા મારે મન કંઈ નહિ, તણખલાના તોલે. મારો પતિ જ મારું સર્વસ્વ ! તારો રાજા દશગ્રીવ છે, તો મારો પતિ દશરથનો પુત્ર છે.” અનુચરોએ જવાબ વાળ્યો.
આવી જિદ્દી સ્ત્રીઓને સમજાવવામાં સાર નહિ, એને તો ઉપાડી લાવવી જોઈતી'તી ! સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. લંકાપતિની અપાર સમૃદ્ધિ ને અમાપ વૈભવ જોઈને પછી એનું મન ખુશ થઈ જાત ! સ્ત્રીને બહુ મોઢે ચઢાવવી સારી નહિ !' રાજા દશગ્રીવે અનુચરોને સ્ત્રીચરિત્રની સાથે તેમનું કર્તવ્ય ચીંધતાં કહ્યું.
‘સ્વામી ! એ પણ કર્યું, પણ એમાં અમે નાક-કાન ખોયાં. તાપસ ભારે બળવાન લાગ્યો. એની સાથે બીજો પણ છે, એ તો વળી મિજાજનું ધોયું છે.'
‘વારુ, તમારા જેવા કમજોર અનુચરોથી રેતીનો કૂબો પણ નહિ ભાંગે. સ્વામીને ખાતર મોતને ભેટનારનું કલ્યાણ થાય છે. સ્વામીભક્તિ સમજો. અસ્તુ. કાલે હું જઈશ, જોઉં છું, કોણ છે એ બે માથાળો ! દશગ્રીવની સામે બાકરી ? દશા જ બગડેલી સમજો. અરે ! સેનાપતિને બોલાવો.' દશગ્રીવ ગર્જ્યો.
‘મહારાજ ! આ બળનું કામ નથી, કળનું છે. બે માર્થા ને દશ માર્થાની ગણતરી ન કરો. સ્ત્રી તાબે થઈ તો આપથી, નહિ તો કોઈથી તાબે નહીં થાય. એમાં સેનાપતિનું કામ નથી.’
‘શાબાશ ! તમે ખરી યાદ આપી. બળથી તો હું આખી પૃથ્વી જીતી લઉં, પણ કદાચ તમામ બળથી એક સ્ત્રીનું હૃદય જીતવું અશક્ય છે. ભલે માયાવી મારીચને મોકલો. હું અને એ મળીને કામ પતાવી લઈશું !'
રાજાને તો બીજાં હજાર કામ હોય, પછી આવાં કામ પતાવવામાં વિલંબ કેવો ? રાજા દશગ્રીવ ને કલાકાર મારીચ. એ બે જણા જઈને કામ પતાવી આવ્યા. તાપસની સૌંદર્યવતી સ્ત્રીને ઉપાડી લાવ્યા. સ્ત્રીને વધુ સમજાવટ શી ? લાવીને અંતઃપુરમાં બેસાડી દીધી. એમને મન સાવ સામાન્ય આ ઘટના હતી. માનિની સ્ત્રીને રીઝવવા સિવાય હવે વિશેષ કંઈ કરવાનું રહેતું નહોતું, અને રૂપવતી માનુનીને
34 બૂરો દેવળ
મનાવવી એ તો મનની ભારે મોજ પણ હતી. રાજકારણની કુટિલતા વીસરવા માટે એ આનંદજનક રમત પણ હતી !
આજે બની ને કાલે વીસરાઈ ગઈ એવી આ ઘટના ! રાજકારણમાં તો આવા બનાવો બન્યા જ કરતા. સ્ત્રી, અશ્વ કે હસ્તી, એ તો રાજખેલની ચીજો હતી. પણ પેલી સ્ત્રીના પતિ તાપસ રામે ગંભીર રૂપ લીધું. વાતનું વતેસર કર્યું. એણે પોતાની સ્ત્રી સીતાની ભાળ મેળવવા ત્રણ બ્રહ્માંડ ફેંદી નાખ્યાં !
એ વખતની રાજકારણી પ્રજાને મન આ બીના નાની વાતમાં મોટા તોફાન જેવી હતી. શત્રુના ઘેર રહેલી સુંદર સ્ત્રી કદી સ્વસ્થ ન રહી શકે ! ગઈ એ ગઈ. હવે એને માટે લડીને શું કરવાનું ? એકલા ચેન પડતું ન હોય તો એથી અધિક સુંદર સ્ત્રી પરણી ! લાવવાની ! વાત થઈ ત્યાં પૂરી. ખાધું ને રાજ કર્યું
પણ દશરથનો પુત્ર તાપસ રામ પોતાની વાતનો ખૂબ પાર્કા નીકળ્યો. એણે આ અન્યાય સામે જંગલો જગાવ્યાં, આ અધર્મ સામે નગરની નહિ તો જંગલની જાતિઓને જગાડી. જંગલના એ યોદ્ધાઓને મન સ્ત્રીની કિંમત હતી. સ્ત્રીપ્રધાન સંસ્કૃતિના એ પૂજારી હતા. તેમણે જંગમાં જોડાવાનું તાપસને વચન આપ્યું ! સ્વર્ગ, પૃથ્વી કે પાતાળમાંથી સીતાની ભાળ લઈ આવવાનું માથે લીધું.
મહામહેનતે ભાળ મળી કે લંકાનો રાજા દશગ્રીવ સીતાને ઉપાડી ગયો છે ! પણ લંકા ક્યાં ! ત્યાં પહોંચવાનું શક્ય નહોતું. તેમાંય શત્રુ થઈને પહોંચવું તો સાવ અશક્ય હતું. દિશાઓને આવરીને પડેલો દક્ષિણ મહાસાગર એની રક્ષા કરી રહ્યો હતો.
દક્ષિણ મહાસાગર પાસેથી માગ મેળવવો જ જોઈએ, તો જ લંકા પર કૂચ કરી જવાય !' તાપસ રામે પડકાર કર્યો. અને જાતે ઊભા કરેલા વાનર, રૂક્ષ ને જાંબુવાનના સૈન્યને દક્ષિણસાગર પર દોર્યું !
અને સાગરને માગ આપવા પડકાર કર્યો.
પણ સાગર તો લંકાપતિનો સેવક હતો. એ સાંભળે શા માટે ? નાના એવા તાપસે ઉગ્ર રૂપ ધારણ કર્યું. એણે ભાથામાંથી અમોધ બાણ કાઢ્યું. ચાપ પર ચડાવ્યું ચડાવીને પ્રત્યંચાને જરા આંગળીનો આઘાત આપી ધ્રુજાવી.ભયંકર અવાજો ઊઠ્યા. એથી પાતાળ ભરાઈ ગયું. આકાશ થરથર કાંપવા લાગ્યું.
બાણ હમણાં છૂટ્યું કે છૂટશે ? મહાસાગરોના મહાસાગર પી જશે. મહાસાગરનાં મોજાં ખળભળી ઊઠ્યાં. સાગરદેવ શરણાગતિ યાચતો સામે આવીને ઊભો રહ્યો, પણ તાપસ કૃતનિશ્ચય હતો. ચાપ પર ચઢેલું અમોઘ બાણ હવે પાછું ભાથામાં ન ફરે, પણ બીજી તરફ સાગરદેવ શરણે આવી પડ્યો હતો. શરણાગતને સંહારાય પણ કઈ રીતે ?
સુંદરીએ વાત શરૂ કરી D 35
Page #27
--------------------------------------------------------------------------
________________
પણ આ તો રામબાણ ! જે કાજે એણે શરસંધાન કર્યું, એ કાજ કર્યા વિના એ પાછું ન ફરે !
શરણાગત સાગરે વિનંતી કરી :
*આપનું અમોઘ બાણ બીજે છોડો. લંકા પહોંચવા માટેનો સેતુબંધ અમે રચી આપીશું.”
બાણ બીજે છોડવું અનિવાર્ય થયું. તાપસ રામે આકાશમાં એને વહેતું મૂક્યું ! નભોમંડળ ભયંકર ઉલ્કાઓથી ગાજી ઊઠયું સાગરસાગર અને સમસ્ત પૃથ્વી હાથ જોડી એ ચાપમાંથી જતા બાણને નિહાળી રહ્યાં ! બાણ સેંકડો યોજન કાપતું ચાલ્યું !
જ્યાં જ્યાં ગયું ત્યાં ત્યાં કંપતી પૃથ્વી ને ધ્રુજતા સાગરો જોયા. ત્રાહિમામ્ ! ત્રાહિમામ્ ! રે, મરેલાને મારવા શા ! રામબાણ નબળાને ને વીંધે, શરણે આવેલાને ન વીંધે !
બાણના તેજ પાસે સૂર્ય પણ ઝાંખો પડી ગયો. એ રામબાણ ચાલતું ચાલતું રાજભોમ પાસે આવ્યું. ત્યાંના ઘૂઘવતા મહેરામણ પર આંટો દેવા લાગ્યું. પણ મહેરામણનું એક મોજું પણ ન ખળભળ્યું !
જાણે એ મહેરામણે કહ્યું : “આવી જા મારા હૈયામાં. ગર્ભવતીની જેમ તને ગર્ભમાં રાખી સદાકાળ સેવવાની હામ ધારું છું !
બાણ રાજભોમના આ સાગર હૈયામાં પ્રવેશી ગયું. સાગરવૈયું વીંધી પાતાળમાં પ્રવેશ્ય. પૃથ્વી ચિરાવાનો એક ભયંકર ઘોષ જાગ્યો. ધરતીના બંધ આંચકા ખાવા લાગ્યા. કાણા થયેલા ઘડામાં ભરેલું જળ જેમ વહી જાય, એમ રાજસાગરનાં અનંત જળ પાતાળમાં અલોપ થઈ ગયાં. ઊંચા પર્વતો બહાર નીકળી આવ્યા. સુકી રેતીનો વિરાટ પ્રદેશ પ્રસરી રહ્યો.
રાજભોમ મકાંતાર બની ગઈ. ઝાડપાન ખલાસ થઈ ગયાં. ચારે તરફ રેતીનાં રણ ડેકા દેવા લાગ્યાં. જ્યાં જહાજ પ્રવાસ ખેડતાં ત્યાં રતનાં જહાજ જેવી ઊંટોની વણઝાર પંથ કાપતી નજરે પડવા લાગી !
શ્રીરામે માઁની આ ભોમકાને ભાળી ! એણે કહ્યું : “ભલે તમારી ધરતીમાંથી પાણી ચાલ્યું ગયું, પણ આ ભૂમિનાં માનવીઓમાં પાણી અભરે ભરાશે. પાણીદાર માનવી, આબદાર ઓરતોનો આ દેશ સર્જાશે.’
પેલી તરફ જીવનયાચક દક્ષિણ મહાસાગરે સેતુ બાંધ્યો, ને તાપસ રામ સીતા નારને લઈ આવ્યા, પણ એ દિવસથી આ મભૂમિ બલિદાનની ભૂમિ લેખાઈ !
આ ભૂમિ પર પંજાબ, સિંધુ ને હિમાચલથી અનેક ક્ષત્રિય રાજાઓ આવ્યા. એ ધરતીએ એમને આશરો આપ્યો. સહુએ એક અવાજે આ ભૂમિના માનવીને બિરદાવ્યા.
માણસ મરુધરીઆ, માણેક સમ ગૂંથા.' એ આ મભૂમિ !
બાલુસુંદરીએ એક શ્વાસે કહેવાતી પોતાની વાતનો અંત આણતાં કહ્યું : “આ વાત અને આપણી વાત વચ્ચે લાખો વર્ષોનું અંતર છે. મેં જે ભૂમિની વાત કરી, એ કેવી છે એની તને સમજ આપવા મેં આ કહ્યું છે ! મારી વાતની કિંમત ઓછી ન આંકતો. વ્યાસનું લખેલું મહાભારત જેવું જ આ મધ્યકાલનું મહાભારત છે.
| ‘હવે એ મરભૂમિનો મહાન ગઢે અને એ ગઢના મહાન માલિકો : જેઓનો આ બૂરા દેવળની વાત સાથે સંબંધ છે, તેઓની કથા કહીશ.”
‘જેની વાત હું કરવાની છું, એ વીરો પણ એક વખત ભીડ પડતાં આ ધરતીને આશરે આવ્યા. આ ધરતીએ એ શુરાપૂરાઓને આદરમાન આપ્યાં. કનોજની ઇત્ર અને તાંબુલની મનોહારિણી ભૂમિના એ બાલિંદા હતા. એમના કનોજને યવનોએ કબજે કર્યું હતું. ત્યાંના ગહરવાલ રજપૂતોએ હિજરત કરી. ચાલતા ચાલતા રાજપૂતાનાના આ મારવાડ પ્રદેશમાં આવી વસ્યા. અહીં રાઠોડ કહેવાયા.
રાઠોડોએ જોધપુર વસાવ્યું : એમાં પણ પહેલો અમૂલખ માનવબલિ અપાયો !
સુંદરીએ અહીં પોતાની વાત થંભાવી. જયસિંહ ચિત્રવત્ સ્થિર બેસીને સાંભળી રહ્યો હતો. રાત વીતતી જતી હતી.
વીર રાઠોડની જૂની રાજધાની મંડોર(મધ્યપુર)માં હતી. ૪થી સદીથી એનું અસ્તિત્વ મનાય છે. કનોજ થી ગાઈડવાલ રજપૂતો અહીં આવી રાઠોડ તરીકે ઓળખાયા, એ વાતને માનનીય પુરાતત્ત્વવિદ શ્રી ઝાજુ ભ્રમ માને છે. આ જાતિ દક્ષિણમાંથી આવેલી છે, ને તેનું પ્રાચીન રૂપ ‘ ટ’ છે : જેમ ચિત્રકૂટ પરથી ચિત્તોડ થયું તેમ રાષ્ટ્રકૂટનું રાઠોડ થયું. રાજપૂતાનાના વર્તમાન રાઠોડોના મૂલ પુરુષ રાવ સીંહાના મૃત્યુલેખમાં પણ રાઠોડ શબ્દ છે. રાઠોડ ચંદ્રવંશી છે. રાવ સીંહા (વિ. સં. ૧૫૫૩) કન્નોજથી રજપૂતાનામાં આવેલા. દ્વારકાની યાત્રાએ જતાં ગુજરાતના સોલંકી રાજાની પુત્રી પરણેલા.
સુંદરીએ વાત શરૂ કરી D 37
36 B બૂરો દેવળ
Page #28
--------------------------------------------------------------------------
________________
રાજિયો ઢોલી.
સુદરીએ ફરી વાર્તાનો પ્રારંભ કર્યો. એ પહેલાં એણે પોતાનો કેશપાશ છોડી એમાંથી એક સોનાની ડબ્બી કાઢી, એ નાની ડબ્બીમાં રહેલો કાદવિયો વીંછી લઈને પોતાની જીભ પર લટકાવ્યો. વીંછીએ તો એના સ્વભાવ મુજબ ડંખ માર્યો, લીલા રંગનું ચકામું પડી ગયું.
શ્રમિત દેખાતી સુંદરીના દેહ પર થોડી વારમાં તાજગીની લાલી ઝગી રહી. વીંછી થોડી વારે નિશ્ચત થઈ ભૂમિ પર પડ્યો. સુંદરીએ એને ઉપાડીને ડબીમાં મૂકી પુનઃ વાતનો દોર સાંધ્યો. એણે કથા કહેવી શરૂ કરી,
| ‘બૂરો દેવળ જે ભૂમિ પર બંધાયું, એ ભૂમિની કથા તેં સાંભળી હવે એના રાજવીઓની ને એના કિલ્લાની કથા સાંભળી લે ! કહેવત છે કે રાજા કાળનું કારણ છે.”
| ‘ગુજરાતમાં નવું વર્ષ કારતક માસે બેસે. મહારાષ્ટ્રમાં ચૈત્ર મહિને નવસંવત્સરનો તહેવાર ઊજવાય, પણ મારવાડમાં તો શ્રાવણિયું વરસ બેસે !'
‘એવા એક વર્ષના પ્રારંભે જ્યારે આકાશ ઝરમર ઝરમર મોતી વરસાવતું હતું, ત્યારે જોધાજી રાઠોડ મારવાડની રાજધાનીનો પાયો નાખી રહ્યા હતા, ને જોરદાર ગઢ ચણાવી રહ્યા હતા.'
રાવ જોધો એટલે એ કાળનો અણનમ યોદ્ધાં. એને શત્રુને સહેલાઈથી પડકારી શકાય તેવો અણનમ કિલ્લો બાંધવાની મહેચ્છા જાગી.
મુહૂર્તમાં મંગલ કરવા મારવાડના મહાન સિદ્ધ જોગી હરભમજી પધાર્યા. આ સિદ્ધ જોગી વિશે અનેક લોકવાયકાઓ હતી. એ પાણી પર ચાલતા. આકાશમાં વિચરતા. મન ચાહે ત્યારે પ્રત્યય થતા. મન ચાહે ત્યારે અદૃશ્ય થઈ જતા.
આ મહાન યોગીએ આંખો બંધ કરી સમાધિ ચઢાવી. પળ-વિપળમાં અગમનિગમમાં
ફરી આવ્યા, આખા બ્રહ્માંડને આંટો દઈ આવ્યા. થોડી વારે એમણે નેત્ર ખોલ્યાં. તેઓ કંઈક કહેવા માગતા હતા. એમના હોઠ હલ્યા ન હલ્યા કે રાવ જોધાજી હાથની બે અંજલિ રચી સામે નતમસ્તકે ઊભા રહ્યા :
‘હુકમ ફરમાવો સિદ્ધનાથ !'
*રાવ જોધા સિદ્ધ જોગીના મુખમાંથી નીકળતા પ્રત્યેક શબ્દરૂપી સ્વાતિના બિંદુને ચાતકની જેમ ઝીલી લેવા માગતા હતા. યોગીરાજ બોલ્યા :
‘ભાઈઓ ! આજ એક એવા માણસની જરૂર પડી છે, જોધાજીના કોટ માટે, જે માણસ રાજીખુશીથી પોતાના પ્રાણનો બલિ આપે : પાયાનો પથ્થર બની જાય.’
રાવ જોધા આ માગણી સાંભળીને મનમાં સમસમી રહ્યા. યુદ્ધમાં પ્રાણ આપનાર સેંકડો મધરિયા યોદ્ધા એમની પાસે હતા; પણ અહીં પથરામાં જીવતા પ્રાણ ધરબી દેનાર કોઈ મળે પણ ખરો, ને ન પણ મળે !
થોડી વાર કોઈ ન બોલ્યું. સૌ એકબીજા સામે આંખો ફાડીને જોઈ રહ્યા. આ મૂંગું નાટક કેટલીક વાર ચાલ્યું, પછી એ મૃતશાંતિને યોગીરાજે ભેદી :
‘ગામમાં નોતરાં ફેરવો !' સિદ્ધજોગી હરભમ બોલ્યા : “પ્રાણ અને પાયાના ધર્મવિવાહની કંકોતરી ફેરવો. પોતાના રાજા માટે, પોતાના દેશ માટે, પોતાના ભાઈઓ માટે કોણ પ્રાણ આપવા તૈયાર છે ? પ્રાણમય રાજના વાવેતર માટે મહાપ્રાણનાં ખાતર કોઈ આપશે ખરો ?”
નગારે ઘાવ થયો, ને ગામ ધણીધણી ઊઠડ્યું. ચોરે ને ચૌટે લોક એકઠું મળ્યું.
ક્ષત્રિયો કહેવા લાગ્યા : “આમ કમોતે તે મરાય ? ઘાવ દઈએ ને ઘાવ ઝીલીએ, એમાં ક્ષત્રિયની શોભા :
બ્રાહ્મણો કહે : ‘આપણું કામ તો શાસ્ત્ર જોવાનું ! શાસ્ત્ર તો દીવો છે. એ દીવો ધરવાનું કામ આપણું ! આમ પાણા હેઠળ કોણ પિલાઈ મરે ?”
વૈશ્ય વિચારવા લાગ્યા : “ધન જોઈતું હોય એટલું લઈ જાય, બાકી તો ધૂળે માટીમાં ધરબાઈ જવું, એ તો વળી ક્યાંનો પ્રજાધરમ ?”
શૂદ્રોને તો આની કંઈ ગતાગમ જ ન પડી. એમણે કહ્યું કે છાશવારે ને છાશવારે ઉજળિયાત લોકો આવા ને આવાં કંઈ તૂત શોધી કાઢે છે ! એમને તો જીવનના આનંદ ઉત્સવ જોઈએ; મોતનાય આનંદ ઉત્સવ જોઈએ.
આ વખતે રાજિયો નામનો ઢોલી પરગામથી પાછો ચાલ્યો આવે, પોતાની જુવાન પત્નીને સુવાવડે મૂકીને આવે. એણે ગામમાં બુંગિયો ઢોલ ટિપાતો સાંભળ્યો. સડપ લઈને ઊભો રહ્યો, ને પૂછવા લાગ્યો :
‘ભાઈ ! ઢોલ શેનો ટિપાય છે ?”
રાજીયો ઢોલી D 39
Page #29
--------------------------------------------------------------------------
________________
કોઈએ ઉત્તર વાળ્યો : ‘રાવ જોધાજી ગઢ ચણાવે છે. સિદ્ધ જોગી હરભમજીએ ભાખ્યું છે, કે પાયાના પાણા તરીકે કોઈ નર જીવતો ચણાય, તો આ ગઢ, આ રાજ્ય ચલાવનારના વંશમાં યાવચંદ્રદિવાકરૌં રહે !'
‘તે એવો નર નથી મળ્યો ?’ રાજિયાએ પ્રશ્ન કર્યો.
“એમ એવો નર કંઈ રસ્તામાં પડ્યો છે ? છે તારી મરજી ?’ બૂંગિયો વગાડનારે જરા ટોળમાં કહ્યું.
‘અલ્યા, એમાં તે વળી મરજી શી ને વળી અરજી શી ! આપણા વિના તે શું રાજપાટ સૂનાં પડી જવાનાં હતાં ! માણસ માણસને કામમાં આવે એનાથી રૂડું શું ?' રાજિયાએ કહ્યું.
‘ઝાઝી વાતનાં ગાડાં ભરાય. ટૂંકું કર ! તો તું છે તૈયાર ?' ઢોલી મુદ્દાનો પ્રશ્ન કરી રહ્યો.
‘અહીં ક્યો ભાઈ ના કહે છે ? માણસ માણસના ખપમાં આવે એનાથી રૂડું શું ?’ ‘અલ્યા, બૈરીને તો સીમંતે મોકલી છે !'
‘તે કંદોરાબંધ દીકરો જણશે. રાજ તો પ્રજાનું માબાપ છે. રાજ એને પાળશે. ક્ષત્રિયપુત્રો રાજની રક્ષા માટે રોજ મરે છે, કો'ક દી આપણે પણ સાટું વાળવું ઘટે ને ! ભાઈ, રાજમાં ખબર કરો કે હું રાજી છું.'
‘કંઈ પૈસો-ટકો જોઈતો હોય તો માગી લેજે અલ્યા ! રાજાજીએ મોંમાંગ્યું ધન આપવા કહ્યું છે.'
‘ભાઈ ! આ તો આપણો પ્રજાધરમ ! ધનથી ધર્મ ન વેચાય. પૈસો તો માણસના હાથનો મેલ છે. તક મળે તો ઝટ લઈને દાનના પાણીથી હાથ ધોઈ નાખવા.’ ‘અલ્યા ! વિચારીને વાત કરજે, પછી પસ્તાઈશ. બોલેલું પછી પાળવું પડશે.’ ‘પસ્તાવાનું શું છે ? રાજને માટે ને લોકને માટે મરવું એમાં વિચારવાનું શું ને પસ્તાવાનું શું ?'
રાજદરબારે ખબર પહોંચ્યા. રાવ જોધાજી મનમાં મૂંઝાતા બેઠા હતા. આ ગઢ તો ચણાય ત્યારે સાચો, પણ એમના આત્માભિમાનરૂપી ગઢના ચૂરેચૂરા થઈ રહ્યા હતા. ત્યાં આ સમાચાર મળ્યા. એમના હૈયામાં હર્ષ ન માયો. એ દોડ્યા ને રાજિયાને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. ગદ્ગદ કંઠે બોલ્યા :
‘રાજિયા ! મારા રાજ્યમાં તું ક્ષત્રિયપુત્ર કે બ્રાહ્મણપુત્રથી પણ સવાયો ! ધન્ય તને, ધન્ય તારી જનનીને !'
મજૂરો કામે લાગ્યા, ધડાધડ પાયો ખોદાયો.
રાજિયાને હૈયે હરખ માતો નથી, ક્ષત્રિય યોદ્ધાઓની શરમનો પાર નથી ! 40 D બૂરો દેવળ
અરે, માથે મરદાઈનાં ચાર ચાર છોગાં ઘાલીને ફરનારા લાખ લાખ માનવીઓમાં મરી જાણ્યું એક રાજિયાએ.
રાજિયાને સિદ્ધજોગી હરભમે આવી આશીર્વાદ આપ્યા. પૂજારીએ પવિત્ર મંત્રો ઉચ્ચારી કપાળમાં તિલક કર્યું. શરીરે ચંદન અર્યું. ગળામાં ફૂલોની માળા પહેરાવી !
પાયો ખોદાઈ ગયો હતો. રૂપાળી બેઠક રચાઈ ગઈ હતી. હરખાતો હરખાતો રાજિયો ત્યાં જઈને બેઠો. માનવમેદનીનો સુમાર નથી. લોકો ‘જય અંબે, જય અંબે' કહી રહ્યા છે, હાથ જોડીને પ્રણમી રહ્યા છે, પુષ્પોની વર્ષા કરી રહ્યા છે ! રાવ જોધાજી કરતાં ઢોલી રાજિયો વધુ માન પામી રહ્યો છે ! રાજા તો નિર્જીવ સોનાના સિંહાસને બેસે, રાજિયો પ્રજાના હૃદયસિંહાસને ચઢી બેઠો છે. વાહ રાજિયા વાહ ! વાહ તારી જનેતા !
‘સૌ ભાઈઓને રામ રામ !' રાજિયાએ બે હાથ ઊંચા કરી ચારે તરફ નજર ફેરવતાં જોરથી ઉચ્ચાર કર્યો, ને લાંબી સોડ તાણી બ્રાહ્મણોને મંત્રોચ્ચાર શરૂ કરવા કહ્યું, કડિયાઓને કામ શરૂ કરવા ઇશારો કર્યો, સૂતો સૂતો રાજિયો આકાશ સામે હાથ જોડી રહ્યો, અંતરજામીને યાદ કરી રહ્યો.
પથરા મૂકનારના હાથ કંપ્યા, પણ રાજઆજ્ઞા હતી. તરત ચણતરકામ શરૂ થયું ! રાજિયાના પગ ઢાંક્યા. પેટ સુધી ચણતર આવ્યું. હવે ફક્ત આકાશ સામે ઊઠેલા બે હાથ ને હસતું મોં દેખાતું હતું.
કડિયાએ દેવને પુષ્પ ધરે એમ પથ્થરની શિલા મૂકી. એક મૂકી, બીજી મૂકી, ત્રીજી મૂકી ! પાયો પુરાઈ ગયો !
રાજિયાની જયથી ને જય અંબેના નાદથી આકાશ ગુંજી ઊઠ્યું. સિદ્ધજોગી હરભમજીએ આશીર્વાદ આપતાં કહ્યું :
‘આત્મત્યાગી રાજિયાની સમાધિ પર ખજાનો અને નક્કારખાનું ચણાવજો. ખજાને ખોટ નહિ આવે, નગારે ચોટ નહિ આવે !
રાવ જોધાજીએ મસ્તક નમાવ્યું. તરત પ્રધાનને બોલાવ્યા ને રાજફરમાન કાઢી રાજિયાના વંશવારસોને ચંદ્ર ચમકે ને દિનકર તપે ત્યાં સુધી ખેડવા જમીન કાઢી આપી !
જાદુગરની સાદડીની જેમ રાવ જોધાજીનો રાઠોડી કિલ્લો જોતજોતામાં ચણાઈ ગયો. કિલ્લાની પાસે નગર પણ વસ્યું.
મારવાડની એ રાજધાની, મરુકાન્તારનું એ પાટનગર ! એનું નામ જોધપુર !
n રાજીયો ઢોલી C 41
Page #30
--------------------------------------------------------------------------
________________
ચતરો ગહલોત
“જયસિંહ !" સુંદરીએ જુવાનની જરા વધુ પાસે જતાં કહ્યું : “કેવી આ ભૂમિ ! સ્ત્રીની શીલરથામાંથી સરજાયેલી ! ને કેવું આ નગર ! એક અદના રેક માણસ પણ હૈયાના અમીર આદમીના હાડ પર ચણાયેલું !
| ‘એ પછી વખત વખતના વાયરા વાઈ ગયા, જોધપુરના કિલ્લાવાળી ઘટના બની વિક્રમના ૧૫૧૫મા વર્ષમાં, અને હવે તને હું જ્યાં લઈ જાઉં છું, એ વાત બની વિક્રમના ૧૭૩પમાં વર્ષમાં.’
ચાલ્યો આવ ! હું તને રાજિયાના આત્મભોગે ચણાયેલા જોધપુરિયા ગઢની પાસે, રેગીસ્તાનના ધૂળના બવંડર વચ્ચે આવેલી, નાનીશી બગિયામાં લઈ જાઉં છું ! એનું નામ છે “કાગાકા બાગ.' બસો-સવા બસો વર્ષોનો ગાળો વટાવી આપણે આ બગિયામાં પ્રવેશીએ છીએ !'
સુંદરી વાત કરતી કરતી વધુ નજીક સરી. જયસિહનું મન દુવિધામાં પડ્યું હતું. એને દેવળની ધર્મશાળામાં સૂતેલો ભાઈ ભુલાઈ ગયો હતો, સૂરની યાદ વીસરાઈ ગઈ હતી, દીન ને દુનિયાની કોઈ યાદ તેની પાસે રહી નહોતી. માત્ર બે જ વાતો એના મસ્તિષ્કમાં ગુંજી રહી હતી : એક ભૂરો દેવળની રસભરી છતાં વિચિત્ર કહાણી ને બીજી વિલક્ષણ છતાં મનને લોભાવનારી આ ભેદી સુંદર સ્ત્રી !
સુંદરી નજીક આવતાં, જયસિંહ એના રૂપને બરાબર વિલોકી રહ્યો. પ્રિયતમાની સોડમાં છુપાવા જતી નવોઢાની લાલી એના મુખારવિંદ પર હતી. કોઈ અનાઘાત કુસુમ કન્યકાના જેવાં ચંપાની ડાળ સમાં કોમળ એનાં અવયવો હતાં. તાજી હોળી રમીને આવેલી નવવધૂના જેવી એના પગની પાનીઓ હતી. જયસિંહ રાજવંશી હતો. રાજવંશીઓને બીજું શિક્ષણ મળે કે નહિ પણ નારીરૂપના પરીક્ષણનું શિક્ષણ
ગળથૂથીમાંથી મળ્યું હોય છે.
સત્તા ને સંપત્તિવાન લોકોનો સ્વભાવ રંગરંગનાં રૂપકડાં ફૂલો પર પતંગની જેમ ફરવાનોને રસ ચૂસવાનો પડી જાય છે. એ જીવનના અનુભવી જયસિંહને કોઈ વાર એમ થતું કે દોડીને આ સુંદરીને ગાઢ આશ્લેષમાં લઈ લઉં ! કચડી નાખું ! સુંદરીઓ એ જ રીતે પ્રસન્ન થાય, મોંએ ના હોય, અંતરમાં હા હોય, પણ સુંદરીની અજબ વાતો તેની આ હિંમતને તોડી નાખતી હતી, એ વિચારતો કે જીવનમાં માણસને માત્ર સ્ત્રી સાથે જ જીવવાનું નથી, હજારો અન્ય ફરજો બજાવવાની હોય છે. ભૂરો દેવળની વાતમાં રાજનીતિની સમજ છે. ભાવિનાં રાજકીય વમળોમાં એ કથા ઉપયોગમાં આવે ! અને અંતે આ સ્ત્રીનો ભેદ પણ એમાં જ કળાશે ! ઉતાવળ સારી નથી !
દુવિધામાં પડેલા જયસિંહને અંતરમાં કોઈ પોકારીને કહેતું: ‘અરે યાર, “ન ઇધર કે રહે, ન ઉધર કે રહે : ન ખુદાહી મિલા, ન બિસાકે સનમ”
આહ ! ઊઠ જયસિંહ ! તારા રાઠોડી પંજામાં આ ખુશબોદાર ફૂલને દબાવી દે ! જીવનની મોજ માણી લે !
જયસિંહની આંખોમાં ભૂખ ચમકવા લાગતી. એ સુંદરી તરફ શિકારીની નજરે નિહાળી રહેતો. પહેલી પળે એ મુગ્ધા જેવી લાગતી, ગોદમાં લઈ શકાય તેવી ફૂલદડા જેવી ભાસતી, બીજી પળે કોઈ યોગિની મૈયા સમી લાગતી. વિકારથી એની સામે જોવામાંય એની નયનવાલા જાણે દઝાડતી.
જયસિંહનું મન વારે વારે કાણા ઘડામાં રહેલા પાણીની જેમ હિંમત હારી બેસતું. જે મન એમ કહેતું કે સુંદરી એ કલી છે, ભારે એકાંત છે : એ મન બીજી પળે ચેતવણીનો ઘંટ વગાડીને કહેતું કે તે પોતે એકાકી છે, સુંદરી શેતાન છે. એકાંત ભયંકર છે !
નાના શ્વાનેબાળને રમાડતી હોય, પટાવતી હોય એમ સુંદરીએ આગળ બોલવું શરૂ કર્યું :
‘રાવ જોધાનો કોટ ને રાવ જોધો. દુનિયાની ભરતીઓટનું આ નગર જોધપુર. એણે થોડા વખતમાં મોટી ઊથલપાથલો જોઈ. હિંદુપદ પાદશાહી સ્થાપી શકે, એવા મહાન રાજાઓ એની પાટે થયા, મુસલમાન સલ્તનતને મજબૂત કરનારા વીરનરો પણ એના સિંહાસને આવ્યા.
કદીક એમના ભાગ્યમાંથી જોધપુરના રાજ મહેલ અસ્ત થયા, ને વનજંગલ એમનાં વાસસ્થાન બન્યાં. બૂરો દેવળની કથાનો મૂળ પ્રવાહ જ્યાંથી શરૂ થાય છે, એ વખતે મહારાણા જસવંતસિંહ રાજ કરે . મોગલ સલ્તનનતા એ થાંભલા-છત્રપતિ
ચતરો ગહેલોત | 43
Page #31
--------------------------------------------------------------------------
________________
શિવાજી સામે ચઢેલા, પણ શાહજહાં ને ઔરંગઝેબ વચ્ચે એ પુલ બનેલા, ને પુલ ખળભળ્યો ત્યારે એમણે પણ ‘જીસકે તડમેં લડું ઉસકે તડમેં હમ'ની નીતિ અજમાવેલી. આલમગીર બાદશાહ ગાદીએ આવ્યો, પણ એ આ જોધપુરરાજને છંછેડી પણ ન શક્યો, ને એમનાથી કદી નિર્ભય પણ ન રહ્યો !
‘રાજરમતના મહારથીઓ હંમેશાં હાથીની જેમ દેખાડવાના ને ચાવવાના દાંત જુદા જુદા રાખે છે ! મહારાજા જસવંતનું પણ એવું, જે બાગમાં આપણે પ્રવેશીએ છીએ, એ મહારાજા જશવન્તસિંહનો રચેલો બાગ છે. નામ કાગા કા બાગ.
‘ગઈ કાલના શહેનશાહ શાહજહાં, ને આજના બાદશાહ આલમગીર ઔરંગઝેબના પ્રત્યક્ષ સેવક ને અંતરથી હિંદુપદ પાદશાહીના સ્થાપક શિવાજીના પૂજ ક એ મહારાજા ! મારવાડના આ વીર અદમ્ય સાહસી રાજવીના નામથી કાબુલના ખૂંખાર પઠાણનાં છોકરાં રડતાં છાનાં રહે છે !
છે રજપૂત પણ મોગલોમાં એનો રૂઆબ વખણાય છે. ભારતભરમાં જ્યારે ભારતસમ્રાટ શાહજહાંને પોતાના પુત્ર દારાથી પણ દહેશત જાગી, વર્ષોથી પોતાનું નમક ખાતી, સમાન ધર્મી, પોતાની મુસ્લિમ સેનાનો પડછાયો પણ હરામ કર્યો ત્યારે વિશ્વાસ આવ્યો એક મહારથી જસવંતસિંહ પર ! કિલ્લાના દ્વારે એમને ચોકીએ નિયુક્ત કર્યા.
રાજનીતિનિપુણ ઔરંગઝેબે પણ આ બહાદુર માનવીના હાથે એક બે વાર સામાં મોંની થપાટ ખાધી હતી, છતાં જીવનભર શાહી મહેરબાનીનાં વાદળ એને માથે વરસતાં રાખ્યાં હતાં. એને પોતાનો રાખવામાં સાર હતો, પારકો કરવામાં પ્રાણની ચિંતા હતી.
મેવાડમાં રાણા રાજસિંહ હતા, મહારાષ્ટ્રમાં શિવાજી હતા, બુંદેલખંડમાં છત્રસાલ હતા, પંજાબમાં શીખ ગુરુ હતા. મથુરામાં જાટ હતા. સહુ બાહ્ય ને અંતરથી મોગલોના વિરોધી બની રહ્યા હતા, ત્યારે આ મારવાડપતિ જશવંતસિંહ બહારથી બાદશાહના હતા, અંતરથી વળી સાવ અળગા હતા. ‘ફિસલ પડે પર હરગંગા’ જેવું એમનું વલણ હતું !
મરાઠા જાગ્યા, બુંદેલા જાગ્યા, ત્યારે જાગતા રજપૂતો ને રણબંકા રાઠોડો સોડ તાણતા હતા સૂવા માટે ! તલવારોનાં તેજ એનાં એ હતાં, પણ પરદેશીઓની સેવામાં અર્પિત હતાં :રાજા જસવંતસિંહ એમાંના એક ! આ રાજાએ યવનસરપરસ્તી સ્વીકારી કાબુલના વીરોમાં જેમ પોતાની વીરતાનાં ગીત ગુંજતાં કર્યાં હતાં, એમ કાબુલની વાડીઓમાં પણ પોતાની ધીરતાનાં ગીત ગુંજતાં કર્યા હતાં. એમણે તન, મન ને ધન ખર્ચીને કાબુલની વાડીઓમાં ઊગતાં રસભર્યા અનાર લાવીને પોતાની મભૂમિમાં વાવ્યાં હતાં.
A B બૂરો દેવળ
જે પ્રદેશની નદીઓમાં એકે નદી સજીવન નથી વહેતી, એ પ્રદેશમાં કાબુલની વાડીઓનાં મીઠાં અનાર વાવવાની કલ્પના પણ કેમ થઈ શકે ! પણ જસવંતસિંહ કોનું નામ ! જો કાબુલ જેવા ઉજ્જડ, ખૂંખાર ને ભયંકર પ્રદેશમાં પોતાની વીરતાનાં વૃક્ષ વાવી શકાયાં, તો મરુભૂમિમાં અનારનાં વૃક્ષ વાવવાં એને મન રમત હતી !
આ જોધપુરના જામે એક કુશળ માળી શોધી કાઢ્યો. એનું નામ ચતરો ગહલોત ! ચતરો માળી વનસ્પતિઓનો જીવ હતો. દરેક વૃક્ષ એની સાથે વાતો કરતું. દરેક વેલ પોતાનું દર્દ એની પાસે પ્રગટ કરતી, હરએક ગુલ એની પાસે થનગનતું મહારાજ જસવંતસિંહે ચતરાને કાબુલ તેડાવી કહ્યું :
‘ચતરા ! મારું એક કામ કરીશ ?”
‘હજૂર એમ કેમ પૂછવું પડ્યું ? મારવાડના ધણીને ચામડીના જોડા સિવડાવું તોય ઓછા છે !'
મને તારી ચામડીની જરૂર નથી, તારી ચતુરાઈની જરૂર છે.”
‘એમાં આટલું બધું મને પૂછો છો શું ? જે હુકમ હોય તે કહો. જોધપુરવાસીઓ જગતપિતા પછી બીજું નામ જોધપુરપતિનું લે છે ! આપે તો અહીં પણ-આટલે દૂર મારવાડનું નામ ઊજળું કર્યું છે !' | હુકમ કહે તો હુકમ, વિનંતી સમજ તો વિનંતી, મારવાડરાજની મનસા એ છે કે આ અનાર અહીંથી લઈ જા ! જોધપુરમાં એને વાવી દે ! એ મારું સ્મારક થશે. ભાઈ ચતરા ! યોદ્ધાનું જીવન કેટલું ? પળ બે પળનું. એક સામાન્ય ગફલત, પઠાણની એક છૂરી ! એક ઘા ! ને જીવનનો બધો સરવાળો પળભરમાં પૂરો થઈ જાય.' રાજા જસવજોના શબ્દોમાં રાજા-પ્રજાનું હેત-પ્રીત નીતરતું હતું. બાપ-દીકરો જાણે વાતે વળગ્યા હતા, ને વાત હતી બંનેની માતૃભૂમિની !
‘હજૂર, મારાથી કંઈ સમજાતું નથી. અનાર આપનું સ્મારક ? એક તુચ્છ ફળ ?”
‘હા, ચતરા ! તને તો મારા જીવન સાથે કંઈ સંબંધ નથી. તમે તો માત્ર સેવા કરતાં શીખ્યા છો, ટીકા નહિ ! રાજા ગમે તેવો હોય અને તમે રામ માનો છો ને એનું રાજ ગમે તેવું હોય તોય રામરાજ્ય માનો છો.’
‘પણ તને મારા દિલની આ તમન્ના પાછળ રહેલો થોડો ઇતિહાસ જણાવું. એ જાણીશ તો તને પણ ઉમંગ આવશે. મારા પિતાને અનારકલી નામે એક ઉપપત્ની હતી. જેવું નામ તેવા ગુણ ! પિતાજી તો એ ફૂલની પાછળ ભ્રમર થઈને ઊડતા હતા, હું તો હતો ફટાયો. પાટવી તો હતા મોટા ભાઈ અમરસિંહ ! પણ બાપ-દીકરો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે.'
‘રાજ કાજમાં તો ચતુર હોય એ ફાવે. એક વાર હું અનારકલીના મહેલે જઈ
ચતરો ગહલોત D 45
Page #32
--------------------------------------------------------------------------
________________
ચડ્યો. પિતાજી અને અનારદેવી વાર્તાવિનોદમાં મગ્ન હતાં. મને જોઈને બંને ઊઠીને મારી સામે આવ્યાં. મેં તરત જ બાજુમાં પડેલી એમની બંનેની નકશીદાર મોજડીઓ લઈને તેઓના પગ આગળ ધરી દીધી, હું સમય વર્તો.
અનારકલી તો આશ્ચર્યમાં પડી ગઈ. એ યવની હોવાથી રજપૂતો એનો તિરસ્કાર કરતા હતા; ને હું ખુદ રાજકુંવર થઈને આ રીતે વર્તે ? એણે કહ્યું : ‘કુંવર ! આ શું કરો છો ? મારી મોજડી ઉપાડો છો ?'
‘મેં કહ્યું : તમે તો મારાં મા છો. તમારી મોજડી ઉપાડવામાં મને શરમ કેવી !' ‘અનારકલી મારા પર ફિદા થઈ ગઈ. એણે એ વખતે જ મનમાં નિશ્ચય કર્યો કે જસવંતને જ મારવાડનો સ્વામી બનાવવો.’
મારે માટે એણે આભ-પાતાળ એક કર્યાં. મારી પ્રેરણા મૂર્તિ પણ એ બની ! ‘પિતાજી તો એની પાછળ લટ્ટુ હતા. એ પોતાના ઇરાદા માટે સાવધ હતી. પિતાજી મૃત્યુ પામ્યા, ત્યારે ગાદી માટે ભયંકર વાવંટોળ જાગ્યા. મને અંધકાર ઘેરી વળ્યો ત્યારે એ અનારદેવી મારે માટે દીપક બની. એણે મને દોર્યો. પોતે ઝઝૂમી, ને એ અનારકલીના જ પ્રતાપે મને ફટાયાને જોધપુરનું રાજ મળ્યું. હું એ માતાની બને તેટલી સેવા કરવા ચાહતો હતો. પણ તેમની સેવા હું લાંબો સમય ન કરી શક્યો. રાજકાજમાં ડૂબેલા મને એક દિવસ ભાળ મળી કે સરદારોએ એને વિષ આપી દીધું છે ! એનું તર્પણ કોઈક રીતે કરવું, એની માનવતાને મારે મારવાડમાં રોપવી, એ ઇચ્છા ઘણા વખતથી મારા દિલમાં છે, અને એ માટે કાબુલથી અનાર લઈ જઈને ત્યાં વાવી દે ! અનારાદેવીનું એ રીતે ત્યાં સ્મારક થશે. પથરાનાં સ્મારક આજ છે, ને કાલે નહિ રહે. આ સ્મારક અમિટ રહેશે. ચતરા આપણે એ દેવીને આ રીતે એંજિલ આપીએ !
ચતરો ગહલોત કુશળ માળી હતો, પણ કાબુલની અત્તર જેવી સોડમ આપતી માટી ક્યાં ને મરુભૂમિની સૂકી રેત ક્યાં ? કાબુલનાં ઠંડાં મીઠાં હવા-પાણી ક્યાં ને મરુભૂમિનાં ગરમ આગ વરસાવતાં હવા-પાણી ક્યાં ?
રાજા જસવંતસિંહે એ વખતે ચતરાને કહ્યું : ‘પેલા કાગડાની વાત જાણે છે ને ! કાગડો તરસ્યો હતો. કૂંજામાં પાણી હતું, પણ પાણી ઘણું ઊંડું હતું – પોતાનાથી પહોંચાય તેમ નહોતું. છતાં ધીરે ધીરે એક એક કાંકરો નાખી પાણી ઉપર આવ્યું. ધીરજ ને ખંતથી દરેક કામ થાય છે ! વખત, માણસ ને દ્રવ્ય – ત્રણની ચિંતા ન કરીશ. મારું કામ કરી દે, ચતરા ! મને ઋણમુક્ત બનાવ ! મારી સાથે તારું નામ પણ અમર થઈ જશે !'
ચતરાની હિંમત ચાલતી નહોતી, પણ પોતાના રાજાની વિનંતીને એ પાછી ઠેલી ન શક્યો. એણે કહ્યું : “મારા હાડનું ખાતર કરીશ, પણ અનારની વાડીઓ 46 D બૂરો દેવળ
ઉછેરીશ. રાજન્ ! મારા દેહનાં હાડ, ચામ ને માંસ પણ શું જોધપુરની માટીને ફેરવી નહિ શકે ? ફળદ્રુપ નહિ બનાવી શકે ?'
મહારાજ જસવન્ત ઊઠ્યા. ધૂળભર્યાં વસ્ત્રવાળા ચતરાને ભેટી પડ્યા.
ચતરો બીજ લઈને જોધપુર આવ્યો. બી વાવ્યાં ને વાડીઓ કરી, પણ ધૂળના ડમ્મરો, પાણીની તંગી ને ધગધગતું આકાશ એના શ્રમને વ્યર્થ કરતાં હતાં. ચતરાને ઘેર ચાર બાળકો રમતાં થયાં, પણ એના બાગમાં એક ઝાડને ફળ ન આવ્યાં પણ ચતરો તો પૃથ્વીનો જીવ ! વનસ્પતિ માત્રનો મિત્ર ! આખરે ભૂમિદેવતા જાગ્યા. વૃક્ષદેવતા રીઝ્યા ને અનારનાં ઝાડ ખીલ્યાં, ફળફૂલથી લચી પડ્યાં. કાગાનો ભાગ દેશદેશમાં પંકાઈ ગયો.
અરે ! આકડા, ખેર ને બાવળની આ ભૂમિમાં અનારવૃક્ષોની મધુર છબી ક્યાંથી ? અને તે પણ કાબુલી અનારની !જેના એક ફળમાં બધે જામ ભરાય એટલો રસ છલકાતો હોય છે ! કોઈ સ્વપ્નદ્રષ્ટાનું સ્વપ્ન તો આ રેતભૂમિમાં પાગર્યું નથી ! કે મરુભૂમિની મૃગમરીચિકા જેવું આ કોઈનું કલ્પનાઉધાન તો નથી ને !
ના, ના, પેલો સાધુ પણ એ જ ગીત ગુંજતો આ કાગાના ભાગ તરફ જ આવે છે ! ગાનારના સ્વરમાં મધુરતા સાથે આછી આર્દ્ર કરુણતા પણ ઘૂંટાઈ રહી છે. રે ! સંસારમાં જ્યાં સહુ પોતપોતાની પીડમાં પડ્યાં હોય, ત્યાં પારકાના આવા કરુણાભાવ તરફ કોણ લક્ષ આપે !
કાગાનો બાગ ! નામ ભલે વિચિત્ર હોય, પણ એ રાજબાગ છે; જેના નામનો જશ બાગમાં વ્યાપ્ત છે, એવા રણબંકા રાઠોડ રાજવી ને ગુજરાતના એક વખતના સૂબેદાર રાય જસવન્તસિંહનો એ ભાગ છે !
આ સાધુના મુખે એ ભાગનાં, એ ચતરા ગહલોતનાં, એ અનારાદેવીનાં ને એ રાજિયા ઢોલીનાં ગીત છે ! એ એવા અર્થનું ગાય છે, કે જ્યારે જ્યારે માણસને માથે ઉપાધિ આવી છે, ત્યારે હીરા-માણેક વ્યર્થ થયાં છે ને રસ્તાની ધૂળે એનું રક્ષણ કર્યું છે : માટે જ માટીને સહુ કોઈ માતૃપદે સ્થાપે છે, હીરાને કોઈ પિતૃપદે સ્થાપતું નથી !
એ ગાય છે, કે મોટાની મોટાઈ જ્યારે જીવનધર્મ અદા કરવામાં અફળ નીવડે છે, ત્યારે નાનાશા માનવીની નાનીશી આત્મદીવડી ઘોર અંધકારમાં અજવાળાં વેરે છે ! માટે આભના સૂરજ જેટલાં, માટીના કોડિયાનાં સંસારમાં માન છે. કોઈ દિવસનો દીવો છે. કોઈ રાતનો દીવો છે. બંને સમાન છે. બંને અંધારાં ઉલેચવાનું અને પથપ્રદર્શકનું કામ કરે છે.
ચતરો ગહલોત | 47
Page #33
--------------------------------------------------------------------------
________________
કાગા ફા બાગ
બગિયાં હરી રહેલી !
સાધો, બગિયાં હરી રહેગી ! પ્રાતઃકાલની ખુશનુમા હવામાં એક સાધુ ગીત ગુંજતો ચાલ્યો જતો હતો. એની સૂરાવલિ જોધપુર નગરના મહાન ગઢને માથે પડછંદા પાડતી હતી. સૂતેલાં માનવીને જ ગવતો, સૂતેલાં જ ળને જગવતો એ જાનસાગર અને કલ્યાણસાગરને કાંઠે કાંઠે થઈ રાઈના બાગના રસ્તે વળ્યો. એ બાગ વટાવી રાવ જસવંતસિંહે વસાવેલા *જશવંતપુરા'માંથી એ સાધુ ગીત ગાતો આગળ વધ્યો.
બગિયાં હરી રહેલી !
સાધો, બગિયાં હરી રહેગી ! પંખીઓએ હમણાં જ ગાન આરંભ્યાં હતાં. એ ગાનની સાથે પોતાની સૂરાવલિ જોડતો સાધુ આગળ ને આગળ વધ્યો. માધુકરી આપવા દ્વાર પર આવેલી ગૃહવધૂઓનાં આમંત્રણને ઠેલવતો સાધુ, ખાલી હાથે ને ખાલી પાત્રે આગળ ને આગળ વધ્યો. રે અજબ સાધુ ! તને શું ખપે ? પણ કોઈની વાત પર લય આપ્યા વિના એ સાધુ કાગાના બાગ તરફ ચાલ્યો જતો જોવાયો.
મહાન શહીદ રાજિયાની શહાદતને આજે બસો વર્ષ વીતી ગયાં હતાં. કાળની ચક્કીમાં મૂઠી બાજરાના કણ જેવાં વર્ષોનો હિસાબ કેવો ! જોધાજીનો એ ‘ગઢ જોધપુરીઓ’ ભારે ભારે દુશ્મનોનો ઘા ખાઈને લીલી કેળના વન જેવો ખીલી બેઠો હતો. લીલી કેળના વનને વર્ષે વાઢો તો જ એ લીલું રહે, એમ જોધ-પુરિયો ગઢ પણ વરસોવરસના જખમ વેઠતો અણનમ જોદ્ધા જેવો ખડો હતો.
એ ગઢની પાસે, રેગીસ્તાનના ધૂળના બવંડર વચ્ચે ‘કાગાનો બાગ’ આવેલો
હતો. ઈરાની કવિઓ જેના ફળને માશુકાના વક્ષસ્થળની ઉપમા આપે છે, ભારતીય ભાટચારણો જેનાં બીજ સાથે પદ્મિનીઓની દંતપંક્તિઓને સરખાવે છે, એ અનારનાં વૃક્ષોનો આ બાગ હતો.
આજે એ જ બાગમાં એક પુરુષ અનારવૃક્ષની ડાળી પકડીને ઊભો હતો. એની હાજરી જ ઉદ્યાનને ભરી દેતી હતી. એનો ચહેરો કડક; મુખમુદ્રા પ્રભાવશાળી ને દેહયષ્ટિ પ્રચંડ હતી. શરીર પર ખાસ અલંકારો નહોતા, પણ નાના નાના અસંખ્ય ઘાવ અલંકારની સુશ્રી ખડી કરતા હતા.
એ પુરુષ વારંવાર નાના-મોટા ઘાવ તરફ જોતો, ને એની દૃષ્ટિ આપોઆપ પ્રસન્ન થઈને પાછી ફરતી. માણસ પોતાના માનચાંદને જુએ, ને જેમ આનંદ અનુભવે એવી એ પુરુષની દશા હતી. એની દાઢી ભરાવદાર ને મૂછો થોભિયાવાળી હતી. એને જોતાં એમ લાગે કે માણસ લાગે છે સુશીલ પણ વખત આવે યમરાજ સાથે બાકરી બાંધે એવો નરસિહ છે !
એ પુરુષના શ્રવણપટ પર, પ્રભાતની વાયુલહરીઓ સાથે આવતું પેલા સાધુનું ગીત આવ્યું. જંગલમાં અજાણ્ય ૨૦ સાંભળતો એશ્વના કાનની ટીશિયો જેમ ખડી થઈ જાય, તેમ પુરુષના કાન સરવા થયા. એણે ગીત ગાનાર તરફ કદમ બઢાવ્યા.
ગાનાર સાવ નજીક આવી ગયો. એને જોતાં જ અનારવૃક્ષની ડાળ પકડીને ઊભેલા પુરુષે ઉતાવળા છતાં દબાયેલા સ્વરે કોઈકને ઉદ્દેશીને કહ્યું :
‘રે જગરામ ! તેં પણ ખરો વેશ ભજવ્યો. રાજ કારણમાં પૂજનીય વેશનો આ ઉપયોગ ? બૂરા રાજ કારણે પૂજ્યની પણ પ્રતિષ્ઠા ન રાખી ! સોનિંગ ! જગરામ દિલહીથી આવ્યો છે.”
સોનિંગ, બોલાવનાર યોદ્ધા કરતાં ઉંમરે કંઈક નાનો હતો. એ અનારવૃક્ષોના ક્યારામાં પાણી પીતાં કબૂતરો સાથે રમી રહ્યો હતો. જગરામના આવવાના સમાચાર સાંભળી એ દોડતો આવ્યો. બંનેની મુખમુદ્રા સમાન હતી. બાંધો, દાઢીમૂછના થોભિયા સરખા હતા. ફક્ત એકને જોતાં એમ લાગે કે આ ખુલ્લી તલવાર છે, બીજાને જોતાં એમ લાગે કે આ તલવાર મ્યાનમાં છે.
બંને જણાએ સાધુ તરફ જોઈને કહ્યું: ‘સાધુરાજ ! સુસ્વાગતમ્ ! અંદર પધારો !”
કાગાના ભાગમાં જોધપુરી ચંપાની ઘટા વચ્ચે બોરસલ્લીનાં ઝુંડમાં એક લતામંડપ બનાવેલો હતો. અંદર પાણીનો કુંડ હતો, ને એની આજુબાજુ સંગેમરમરનાં વિરામાસનો હતાં.
ત્રિપુટી લતામંડપમાં પ્રવેશી.
કાગો કી બાગ 3 49
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ કરતાં જ પેલા મુખ્ય માણસે પ્રશ્ન કર્યો : જગરામ ! પ્રવાસ તો સુખરૂપ ! કહો, શા સમાચાર છે ?”
‘રાવ દુર્ગાદાસ ! દિલ્હીમાં કુમાર પૃથ્વીસિંહના મૃત્યુના સમાચાર તો આપને પહોંચાડી ચૂક્યો છું. હજી એ નક્કી થઈ શક્યું નથી કે તેઓ ઝેરી પોશાકની અસરથી મર્યા કે શીતળાની બીમારીથી ! હજૂર, આખે શરીરે રૂપિયા રૂપિયા જેવડાં ચાંદાં થયાં હતાં. પાસ-પરુનાં ઠેકાણાં નહિ. દિલ્હી દરબારમાંથી શહેનશાહ ઔરંગઝેબ પાસેથી આવીને સૂતા એ સૂતા. ઓહ ! શું દર્દ ! શું પોકાર ! હે પ્રભો ! દુશમનને પણ એવું મોત ન મળજો !'
‘વારુ એ વાત જૂની થઈ, આગળ ' રાવ દુર્ગાદાસે કહ્યું. ‘આ અનારની વાડીઓના નિર્માતા, હિંદુ કુલભૂષણ મારવાડરાજ જશવંતસિંહ કાબુલમાં એકાએક મૃત્યુ પામ્યા. તમે આવ્યા ત્યારે નરમ-ગરમ જરૂર હતા : કાબુલનાં હવાપાણી માફક નહોતાં આવતાં, કુમાર પૃથ્વીસિંહનું મૃત્યુ સાલતું હતું, પણ આમ બનશે, એવી કલ્પના કોઈને પણ નહોતી. કોઈ કહે છે, કે આલમગીર બાદશાહને આ રાઠોડ રાજાનો મનમાં હરણ ફડકો રહેતો, મેવાડ-મારવાડ એક થઈ જાય, ને રાણા રાજસિંહ ને રાવ જસવંત જો દોસ્તીનાં કાંડાં કાપે, તો મોગલ સિંહાસન ડોલવા લાગે, એ માટે મારવાડ રાજનો કાંટો કાઢચો કહેવાય છે ! જયપુરના જયસિંહનું પણ એમ કહેવાય છે !'
બે ઘડી આ સમાચાર સાંભળી બધા અવાક થઈ ગયા. થોડીવાર સ્વસ્થ થતાં દુર્ગાદાસે કહ્યું :
‘આભ ફાટયું ત્યાં થીગડું ક્યાં દઈશું ? દૈવની જેવી ઇચ્છા ! આજ આપણે માથે દુઃખના દરિયા ફરી વળ્યા છે, પણ દુઃખમાં હિંમત ન હારવી, એ વીર અને ધીર પુરુષનું લક્ષણ છે. અસ્તુ ! બીતી તાહે બિસાર દે, આગે કી સુધ લે,* એ ન્યાયે આગળ કહો. કાબુલના શા સમાચાર છે ?'
‘મહારાજાના મૃત્યુ પછી હું અહીં આવવા નીકળ્યાં. ત્યાં લાહોરમાં બે રાણીઓએ એક જ દિવસે-કેટલીક ક્ષણોના અંતરે બે પુત્રોને જન્મ આપ્યો.'
“વાહ કિસ્મત ! મહારાજા જસવંત સંતાનની હાયમાં મર્યા ને મર્યા, પછી બળે પુત્ર ! રાવ દુર્ગાદાસે જરાક સ્મિત કરીને કહ્યું : એમાં શોકની વિકરાળ છાયા ભળેલી હતી.
‘એમાંથી એક કુંવર તો માર્ગમાં મરી ગયો.' ‘પણ એક તો છે ને ! જોધપુરની ગાદીનો ભાણ તપે એટલે બસ, સ્વર્ગસ્થ
મહારાજાને મેં વચન આપેલું છે, કે જીવમાં જીવ હશે ત્યાં સુધી જોધપુરને જાળવીશ, જોધપુરની ગાદીને જાળવીશ. સોનિંગ ! મારે બતાવવું છે કે રાઠોડ સરદારોની સ્વામીભક્તિ પતિવ્રતા હિંદુ સ્ત્રીની સ્વામીભક્તિથી કોઈ રીતે ઊતરતી નથી.'
હરેક રણબંકા રાઠોડ એ નીતિનો હિમાયતી છે.' સોનિંગે કહ્યું. ‘દુશ્મનના હાથીને આવતો ખાળવા રાઠોડોએ હંમેશાં વગર આનાકાનીએ દેહના દુર્ગ રચ્યા છે.”
‘વારુ, જગરામ ! પછી નવા કુંવર કેટલે દૂર છે ? એને બાદશાહ તરફથી મંજૂરીની મહોર મળી કે ?”
‘હજૂર ! બાદશાહને આ સમાચાર મળ્યા ત્યારે એણે હસીને કહ્યું : “બંદા ક્યા ચાહતા હૈ, ઔર ખુદા ક્યા કરતા હૈ, વધારામાં ઉમેર્યું કે એ જોધપુરરાજનો કુમાર દિલ્હી દરબારમાં રહેશે ને શાહી રીતરસમથી એનો ઉછેર થશે.
‘પોઠિયા પાળવાનો શોખીન છે. બાદશાહ ! છત્રપતિ શિવાજીના પૌત્રને પણ એણે એમ જ રાખ્યો છે. પછી ?' દુર્ગાદાસે પ્રશ્ન કર્યો.
| હજૂર ! એક તરફ કુવરને તેડી લાવવા મોગલ સિપાઈઓ લાહોર તરફ રવાના કર્યા, બીજી તરફ આપણા રાઠોડ સરદારોને કહેવરાવ્યું કે તમે ત્યાંથી ખસશો નહિ, કાબુલીઓ પાછા તોફાન આદરશે.'
વાહ રે ઔરંગઝેબ ! આખી દુનિયાનાં બળ અને કળની તને ભેટ મળી છે. ધરમ અને કરમબંનેની ગત તને આવડે છે. અંતરમાં મારવાડરાજના સર્વનાશની આકાંક્ષા ને જબાન પર કેટલું પ્રેમજાદુ ! વાહ રે અજ બોગજબ આદમી !' દુર્ગાદાસથી બોલાઈ ગયું.
| ‘અને એ માટે મુલતાનથી શાહજાદા એ કબરને જોધપુર પર જવા, આગરાથી મહાન વીર શાઇસ્તખાંને જોધપુર આવવા, ગુજરાતથી મહમ્મદ અમીનખાંને ને ઉજ્જૈનથી અસદખાને બંદોબસ્ત માટે અહીં પહોંચી જવા ફરમાન જારી થયાં છે !'
‘સોનિંગ ! જેમ ખોળિયું ને પ્રાણ તેમ નગર ને રાજા, નગરની રક્ષા ને રાજાની રક્ષા-બેમાંથી રાજાની રક્ષા પહેલી જરૂરી છે. રાજાને બચાવવા પડશે. ગમે તેમ કરીને એને ત્યાંથી કાઢી લાવવા પડશે. નગરની રક્ષા હરિને હાથ સોંપી, આપણે દિલ્હી પહોંચી જવું પડશે. દિલ્હીમાં બધાં ક્યાં ઊતરવાનાં છે.'
‘કિશનગઢના રાજા રૂપસિંહની હવેલીમાં !'
મારા વીર સરદારો !' રાવ દુર્ગાદાસે સોનિંગને જગરામ સામે જોઈ, જાણે તમામ રાઠોડી વીરોને સંબોધતા હોય તેમ કહ્યું :
‘રાઠોડને માથે ભગીરથ કાર્ય આવી પહોંચ્યું. આસમાન ને ઔરંગઝેબ બે અકળ છે. એનો ભેદ પામવો ભારી છે ! પણ રાઠોડોને રાજા જોઈએ છે. માથા
* ગઈ ગુજરી ભૂલી જા, ભાવિની ચિંતા કર !
50 g બૂરો દેવળ
કાગા કા બાગ 51
Page #35
--------------------------------------------------------------------------
________________
વિનાનો માણસ ખવીસ લાગે. રાજા વિનાનું રાજ્ય ભૂતિયું રાજ લાગે. રાજા જોઈએ ! સોનિંગ ! રાજા લઈ આવીએ ! મસ્તકને શ્રીફળની જેમ વધેરીને પણ રાજાને લીલે તોરણે લઈ આવીએ.”
‘જી, સેવકો તૈયાર છે. હુકમ આપો !' ચલો દિલ્હી !'
એ દહાડે રાઠોડ વીરોના ઘોડા દિલ્હી તરફ ઊપડી ગયો. કાગાના બાગનાં અનાર એ જોઈને નિરાશામાં ઝૂલી રહ્યાં, જાણે કહેતાં ન હોય કે અમારા દિલમાંથી રક્તનો રાતો રંગ કાઢી દૂધ જેવો ઉજળો રંગ ધારણ કરતાં શીખ્યાં, પણ માનવહૈયાંમાં જાણે માતાનાં દૂધ નહિ પણ માતાનાં રક્ત સિંચાયાં હોય એમ હજી લાલમલાલ રહ્યાં , થોડા વખતમાં ઝાટકાનાં ઝુંડ ઊડશે, ને તલવારોની તાળી બાજ શે. લોઢે લોઢું ટકરાય, પછી શું થાય ?
‘પૂત રજપૂત મોતથી હંમેશાં મહોબ્બત બાંધે. અહીં મરીશ. મરું તો દેન દેવાની તકલીફ પણ ના લેશો; કાગડા-કૂતરાને મારો દેહ ફેંકી દેજો. સપ્તાહના જમણનો આનંદ એ પ્રાણીઓને મળશે, તોય મારા દેહનું સાર્થક માનીશ.”
“વાહ રે ફૂલવાની ! જયસિંહ ! જે હૈયાની ભૂમિને મહોબ્બતના અંકુર ફૂટી ન શકે એવી રીતે ઉખર કરવામાં આવી છે, ત્યાં આજ અંકુરો ફૂટવાની ગુદગુદી થાય છે. જવાનું નહિ કહું. જયસિંહ ! પણ જવું હોય ત્યારે ખુશીથી ચાલ્યો જજે !
સુંદરી વાત કરતી વિરામાસન પર આડી પડી. જયસિંહે પણ લંબાવ્યું. થોડી વાર બંને નિદ્રાના ભુજપાશમાં લપેટાઈ ગયાં.
વાત કરતાં કરતાં સુંદરીએ બગાસું ખાધું. પ્રભાતની કિરણાવલિ દૂરદૂર આભમાં પ્રગટતી હતી. માળા છોડીને દેવચકલી ને તેતર ધૂળમાં રમવા આવ્યાં હતાં સુંદરીએ કહ્યું : “જયસિંહ ! વાત મારી લાંબી છે, ને વખત અત્યારે થોડો છે. સુખેથી જા, જુવાન ! ફરી કોઈ વાર આવજે . ચંપાની ગુફા તને આદરભાવ આપશે, પણ મારો ભેદ કોઈ પાસે પ્રગટ કરતો નહિ.”
સુંદરી ? ક્યાં જાઉં ? કેમ કરીને જાઉં ? મન-પ્રાણીને પહેલાં ખીલે બાંધીને ભાવતો ચારો નીરી પછી કહેવું કે જા, એવું કરો છો. જવાનું મન નથી, ધક્કો મારીને પરાણે મોકલશો, તો પાછો અહીં ને અહીં આવીશ. ખોટું નહિ બોલું. તમે મને આદરભાવ અર્યો છે એટલે કહું છું. તમારી વાતનું કુતૂહલ ને તમારા દેહનું આકર્ષણ મને મારી દીન-દુનિયા ભુલાવી રહ્યાં છે. જવાની વાત ન કરશો.'
‘તમારા મોટા ભાઈ સવારે ઊઠીને તને નહિ જુએ તો ?”
‘તો રાજા નળને અલોપ થયેલો જોઈ દમયંતીની માફક માથું નહિ કૂટે ! થોડી તપાસ કરશે, હોહા કરશે, પછી ઘેર જશે. ખાધું, પીધું ને લહેર કરી !?
‘એમનું મન અશાન્ત નહિ થાય ?”
‘સમર્થ પેઢીના ભાગીદારને ભાંગી ગયેલો જોઈ, કોઈ બહારથી દુઃખ ભલે દેખાડે, પણ અંતરમાં તો આનંદધારા વહેલા લાગે અને રાજનીતિ તો તમે હમણાં સમજાવી. જવાની વાત કરો તો તમને મારા સોગન છે. જઈશ ત્યારે મારી મેળે ચાલ્યો જઈશ, સુંદરી ! હું તો આ ચંપાની ગુફામાં ખોવાઈ જવા માગું છું ?”
આ ગુફામાં સાપ છે, વીંછી છે, ઝેર છે, બીક છે, મોત છે.’
52 D બૂરો દેવળ
કાગા કા બાગ 53
Page #36
--------------------------------------------------------------------------
________________
દુર્ગ કે દરગાહ
સામસામાં વિરામાસન પર સૂતેલાં નર અને નાર લાંબો વખત સૂતાં રહ્યાં. બાલુસુંદરીએ પોતાના કેશકલાપ છુટ્ટા મૂક્યા હતા, ને પૂર્ણ ચંદ્ર જેવું મોં એમાં, વાદળોની વચ્ચે ચમક્તા ચાંદ જેવું ભારે આકર્ષક લાગતું હતું. સ્નિગ્ધ એનો કપોલ પ્રદેશ ને શુકસમી સુડોળ નાસિકા દ્રષ્ટાના મનને આકર્ષણના દોર પર નચાવતાં હતાં.
સૂરજનારાયણ મધ્યાકાશે આવ્યા હતા, પણ ગુફામાં પ્રભાત જેવો કોમળ પ્રકાશ હતો. બહાર રેતના ટીલા તપતા હતા, પણ ન જાણે કોઈ અકળ રસ્તે હવાની ઠંડી ફરફર અહીં આવ્યા કરતી હતી. મભૂમિના વંટોળ અહીં નહોતા સૂસૂવતા.
ગુફાના છેડે ચંપાના વૃક્ષ પર ચાર છે મધપૂડા હતા. મધના પૂડા સહજ રીતે બેઠા હોય તેવું લાગતું નહોતું, પણ ઇરાદાપૂર્વક પોતાના ઉપયોગ માટે બનાવ્યા હોય તેમ ભાસતું હતું. નીચે મૂકેલાં વાસણોમાં મધનાં બિંદુઓ ટપકીને એકત્ર થતાં હતાં. આ મધપૂડામાંથી કેટલીક રેઢિયાળ મધમાખીઓ આમ તેમ ઊડ્યા કરતી હતી.
એક મધમાખી જયસિંહના નાક પર જઈને બેઠી. રજપૂતીની શાન જેવા ચંપકકોરક જેવા ગૌરવર્ણા નાકને એ જંગલના જીવે ફૂલ માની લીધું, ને ત્યાંથી મધુ ચૂસવા પોતાનો ડંખ માર્યો. ડંખ ઠીક ઠીક બેઠો, જયસિંહ વેદનાથી એકાએક જાગી ગયો ! માખી હજી ત્યાં જ બેઠી હતી. પોતાનું આસન ચલાયમાન થતાં. એણે ફૂલ બિડાઈ જવાની દહેશતથી રસનો છેલ્લો ઘૂંટડો પીવા ફરી ડંખ માર્યો. બે પઠાણો સાથે એકલો બાખડી શકે એવો જયસિંહ આ ડંખથી સફાળો બેઠો થઈ ગયો. એણે હાથવતી નાક મસળ્યું. માખી હાથમાં દબાઈ, દબાતી માખીએ હથેળીમાં ડંખ માર્યો.
જયસિંહ બેઠો થયો, નીચે પડેલી માખીને પગ નીચે કચડી નાખી. નાનો એવો
દુશ્મન પણ એની મીઠી ઊંઘને આ રીતે બગાડી ગયો એથી મન નારાજ થયું. એક માખીને કચડી નાખી એ સ્વસ્થ થવા જતો હતો, ત્યાં બીજી બે આવી પહોંચી ! બેની. પાછળ બીજી બે હતી. હુમલા કરવાના ઇરાદે આવતી હોય એમ ઝૂન ઝૂન કરતી હતી ! જયસિંહને લડાઈના આ આવાહનને સ્વીકારવું પડ્યું.
માખી અને જયસિંહ થોડી વાર અરસપરસનાં યુદ્ધમાં ગૂંથાઈ ગયાં, પણ ખૂબી તો જુઓ પેલી ભરનિંદમાં સૂતેલી સુંદરીને સ્પર્શ કરતાં જયસિંહ તો ડરતો જ હતો, પણ આ નગુરી માખીઓ પણ જાણે એ સુંદરીથી ડરતી હતી, એક પણ માખી ભરેલા મધપૂડા જેવી આ સુંદરીની નજીક સરકતી પણ ન હતી ! છ પઠાણોને પહોંચી વળવાની તાકાત રાખનાર આ જુવાન, માખીઓ પાસે હેરાન થઈ ગયો. એણે કટારી કાઢી માખીઓ પર વાર કરવા માંડ્યા. માણસને મારી શકનારી કટારી આ માખીઓને મારવામાં લાચાર નીવડી. આમ કરતાં કટારી હાથમાંથી છટકી ગઈ. ખણણ કરતો અવાજ થયો. સૂતેલી સુંદરી સફાળી જાગ્રત થઈ. એણે કટારીને ભૂમિ પર પડતી જોઈ.
શું મોટા ભાઈ આવી પહોંચ્યા ? આખરે છરી-કટારી પર વાત પહોંચી ગઈ” સુંદરીએ આળસ મરડતાં કહ્યું. એનાં સુડોળ અંગ જયસિંહ પર કામણ કરી રહ્યાં.
ના, ના, આ મધમાખીઓએ મારો જીવ લીધો.’ જયસિંહે કહ્યું.
‘જે મધમાખના મોહમાં પડે એને એના ડંખ પણ વેઠવા પડે. કહો, તમે કોઈ મધમાખના મોહમાં પડ્યા છો ?’ સુંદરી પોતાની ઢીલી કંચુકી ઠીક કરતાં બોલી, સુંદરીનું સૌંદર્ય અનુપમ હતું. એ હરપળે નવી ને નવી લાગતી, જાણે રતિ સ્વયં અવતાર લઈને જન્મી ન હોય !”
કોઈ ગંધર્વનગરીમાં ભૂલો પડ્યો હોઉં, તેમ લાગે છે, કે કામરુ દેશનું આ થાણું તો નથી ને ?' જયસિંહે વ્યાકુળતાથી કહ્યું.
‘મારા પ્રશ્નનો જવાબ ન ઉડાવો. કોઈ મધમાખના મોહમાં તો પડ્યા નથી ને ?” મધપૂડાના મોહમાં છું.' ‘તો મધમાખના ડંખ વેઠવા પડશે.” | ‘મૂકો એની વાત. હવે આ માખીઓને અહીંથી ટાળો. જયસિંહે આજીજી જેવા સ્વરે કહ્યું. સુંદરી ઊઠીને જયસિંહના વિરામાસન પર બેઠી. ન જાણે કેવી સુગંધ આવી કે માખીઓ ઝટપટ ચાલી ગઈ. જયસિંહે હાશકારાનો દમ મૂક્યો. પણ ત્યાં સુંદરીની સમીપતા એની નસોના લોહીને વેગથી ફેરવવા લાગી.”
મધમાખીઓ ગઈને ?' “સ્ત્રીને સ્ત્રીની શરમ ?” મોટી મધમાખ આવે, એટલે બિચારી નાની મધમાખીઓ ભાગી જ છૂટે ને !'
દુર્ગ કે દરગાહ 55
Page #37
--------------------------------------------------------------------------
________________
મધ તો મળે ત્યારે, અત્યારે તો ડંખ વેઠવાના છે.' જયસિંહની જુવાનીએ આ રૂપમણિના દરબારમાં લાચારીની અરજી પેશ કરી.’
મેં કહેલું એ ભૂલી ગયો, જુવાન ! બહુ ભુલ કણો !'
‘આ રૂપ પાસે કોઈ બાર વરસનો ગિરનારો જોગી પણ ભૂલો પડે પછી મારી શી વાત ! પણ, હવે પેલી વાત શરૂ કરો.’ જયસિંહે કહ્યું, ‘હું સામે બેસું. બેઠા વગર વાતની મજા નહિ જામે.” એને સુંદરીની સમીપતાનો કેફ ચડતો હતો. આ પળે તો એ કેફથી દૂર રહેવા માગતો હતો. જો કે સાથે સાથે એક દિવસ કેફ કરવાનો એ નિર્ણય પણ કરી રહ્યો હતો.
| ‘મારું પડખું સેવવું સારું નથી, એ તો મેં તને કહ્યું જ છે.' સુંદરીએ વ્યંગ કરતાં કહ્યું, ‘પણ મારી વાત લાંબી છે.’
| ‘જીવનની રાહના દિવસો લાંબા છે ને રાતો એથી પણ લાંબી છે. નિરાંતે વાત કરો. ઊણી કે અધૂરી ન રાખશો.'
| ‘હાં... તો...' સુંદરી જાણે વાતનો દોર સાધવા માંડી. ‘મેં વાત ક્યાં અધૂરી છોડી હતી, યાદ છે, જુવાન ?'
‘હા, દુર્ગાદાસના ઘોડા દિલ્હી તરફ ઊપડી ગયા, ત્યાંથી--* | ‘બરાબર !” સુંદરીએ જયસિંહને વાતમાં દત્તચિત્ત જાણી ઉત્સાહથી વાત શરૂ કરી.
‘જયસિંહ, મરુ કેસરી દર્ગાદાસના ઘોડાઓ દિલ્હીના દરવાજાને પોતાના ડાબલાથી દબાવી રહ્યા હતા, ત્યારે ભારતભોમનો ચક્રવર્તી આલમગીર ઔરંગઝેબ મૂછોને વળ આપતો રજપૂત-રાઠોડ ને મરાઠાઓને આ મધમાખી જેમ જેર કરવા તલસી રહ્યો હતો અને તાજેતરમાં પોતે ફેંકેલા નવા પાસાઓના પરિણામનું, અજમેરથી દિલ્હી ભણીની કૂચમાં, દલભંજન હાથી પર બેઠો બેઠો વિહંગાવલોકન કરી રહ્યો હતો.
મોગલોના જાનિસાર દુશ્મનો મરાઠા ને રજપૂતો. એમાં પણ છેલ્લાં સો વર્ષથી શરણે આવેલા ૨જપૂતો ટ્રેક વખતથી માથાભારે થઈ પડ્યા હતા. જયપુર ને જોધપુર તાબેદારી સ્વીકારી લીધી હતી, પણ અંતરમાં એમનું મન મેવાડ તરફ ઢળેલું રહેતું ! મરતો ઊંટ મારવાડ ભણી જુએ, એમ જ્યારે ને ત્યારે તેઓ મેવાડ ભણી જોતા રહેતા. આમ ૨જપૂતાનામાં જયપુર, જોધપુર ને ચિત્તોડ આગનાં મથક થઈ ગયાં હતાં. દેખીતી રીતે જોધપુરે પોતાની પુત્રીઓ દિલ્હી દરબારમાં આપી હતી, ને પોતાની હિંદુ સમશેર મોગલ સલ્તનતની સેવામાં સુપુર્દ કરી હતી, પણ એ જ રાજાઓએ એમના વંશજોએ આલમગીર બાદશાહના દિલમાં એમની વફાદારી પ્રત્યે શંકા પેદા કરી હતી. બાદશાહ એમની માનતો હતો કે આ બધા બગભગતો
છે, રાજભક્તિ તક શોધે છે. તલવાર તો તૈયાર જ છે ! વાર કરવાની વાર છે.
શંકાના બીજને સજીવન રહેવા ન દેવું, એ આલમગીરનો સિદ્ધાંત હતો. એણે ગુજરાત જેવા પ્રદેશની સૂબેદારીમાંથી ઉઠાવીને કાબૂલ જેવા ભયાનક પ્રદેશના નિયામક તરીકે જોધપુરરાજ જશવંતસિંહને નિયુક્ત કર્યા : કાંટાથી કાંટો નીકળી જશે, એવી ધારણા હતી, પણ જોધપુરરાજે એ ભયંકર લોકોને જોતજોતામાં કબજે કરી લીધા. ખૂનખાર પઠાણ લોકો જશવંતસિહની તલવારથી ધ્રુજવા લાગ્યા.
આ પાસો નિષ્ફળ જતાં, બે ઝેરના પોશાક તૈયાર થયા. એક દિલ્હીમાં બોલાવીને જોધપુરના કુંવર પૃથ્વીસિંહને ભેટ કર્યો, બીજો ઠેઠ કાબુલમાં મોકલી રાજા જશવંતસિંહનો પ્રાણ હર્યો, ખેલખલાસ ! રાજા ગયો. રાજ નો વારસ ગયો. ન વાંસ રહેશે, ન વાંસળી બજશે. પોતે એ વખતે અજમેરમાં ખ્વાજા મુઈનુદીન ચિસ્તીની જિયારતે આવ્યો હતો. વાહ, જિયારત કેટલી જલદી ફળી.
જોધપુરરાજ નિઃસંતાન મર્યા હતા, આલમગીરના કાસદો તાબડતોબ જોધપુરનો કબજો લેવાના ફરમાન સાથે રવાના થાય, પણ હજી એમના ઘોડા જમનાના જળને આંબે , એ પહેલાં દૂત સમાચાર લાવ્યો કે જસવંતસિંહની બે રાણીઓએ બે પુત્રોનો જન્મ આપ્યો છે.
‘બે પુત્રોનો જન્મ ?” ‘હી હજૂર.”
‘વાહ ખુદા ! તારી કરામત : અચ્છા જાઓ, એ કુંવરોને દિલ્હી લાવો ! શાહી રીતરસમથી એનો ઉછેર થશે ! અનાથનો નાથ મોગલ દરબાર છે.”
કાસદના ઘોડા પાછા અજમેર, દિલ્હી વચ્ચે ઝપટ કરવા લાગ્યા, એ સાથે બીજા દૂતો જોધપુર તરફ પણ ખરીતા લઈને રવાના થયા. એ ખરીતામાં શાહી મહેરબાનીનાં વાદળ નાગોરના સ્વામી ઇંદ્રસિંહ પર વરસવાની આગાહી હતી. સ્વ. જોધપુરનરેશ જશવંતસિંહના એ ભત્રીજાને માટે બાદશાહ આલમગીરની મોગલ સરદારોને ભલામણ હતી, કે તાબડતોબ મહારાજા ઇન્દ્રસિંહને જોધપુરની ગાદીના સરનશીન બનાવવા, રાજાનો ખિતાબ આપવો, ખિલઅત આપવી. દિલ્હી દરબાર તરફથી હાથી, ઝંડા ને નગારું બથવું ! સાથે એ પણ હુકમ હતો કે કાબુલમાં રહેલા રાઠોડ સરદારોએ ત્યાં જ રહેવું, ને બંદોબસ્ત જાળવવો ને જોધપુર ખાતેના રાજા જસવંતસિંહના વફાદાર સરદારોને ચૂંટી ચૂંટીને દિલ્હી દરબારમાં મોકલવા. ખુદ આલમગીર બાદશાહે તેમને હોદા આપશે. છેલ્લા સમાચાર એવા મળ્યા કે રાજા જસવંતસિંહનો એક પુત્ર મરી ગયો, માત્ર એક બચ્યો છે. આલમગીરે એ પણ ઠીક માન્યું, એની ચિંતાને બદલે હવે એકની ચિંતા કરવાની રહી ! આલમગીરને મનોમન પોતાની હોશિયારી પર હસવું આવી ગયું. વાહ રે !
દુર્ગ કે દરગાહ 1 57.
56 B બૂરો દેવળ
Page #38
--------------------------------------------------------------------------
________________
રાજકારણી શેતરંજ પર કેવા પાસા ઢાળ્યા છે ! મરાઠાનો એક રાજ કુમાર મોગલ દરબારની કેદમાં હતો. એ જ પાંજરામાં આ નવો પોપટ પુરાશે. આલમગીરને પોતાના શેતરંજ-ખેલની ઉસ્તાદી પર પોતાને શાબાશી આપવાનું મન થઈ આવ્યું.
પોતે પણ દિલ્હી આવી ગયો ને કાબુલથી એ પોપટ પણ આવી ગયો. ફક્ત એની સાથે આવેલા ને જોધપુરથી આવતા સરદારોને ખુશ કરવાના બાકી હતા. એ કામ આજે પતી જશે !
આલમગીર બાદશાહના મુખ પર વિસ્મયસૂચક સ્મિત ફરકી રહ્યું. એની સાથે એ રાઠોડોનો સર્વનાશ નીરખી રહ્યો. રાઠોડ ગયા, એટલે પછી સિસોદિયાનો વારો ! મરાઠાઓને પકડમાં તો લીધા જ છે, જાટનું થોડા વખતમાં જ ડાબીટ નીકળી જશે.
આમ આલમગીર બાદશાહ પોતાના ફેંકેલા પાસાનું સિંહાવલોકન કરી રહ્યો હતો, ત્યારે જોધપુરથી પોતાના સાથીઓ સાથે આવતા. વીર દુર્ગાદાસે દિલ્હીમાં પ્રવેશ કર્યો. રાજા રૂપસિહની હવેલીમાં પહોંચી રાજ માતાને મળ્યા. એમને મળતાંની સાથે દુર્ગાદાસની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહી રહ્યા.
રાજમાતાએ કહ્યું : ‘દુર્ગાદાસ ! પતિની પાછળ સતી ન થવાનો અધર્મ, આ બાળકોને ખાતર જ મેં સેવ્યો છે. મેં એને જન્મ આપ્યો, હવે તમે જાળવજો. જાળવીને એને સિંહાસન પર બેસાડજો.’
દુર્ગાદાસે ગદ્ગદ કંઠે કહ્યું : ‘સતીમા ! આ દેહમાં રક્ત ને શ્વાસ હશે, ત્યાં સુધી અમારા રાજાને આંચ આવવા નહિ દઈએ : પણ આપે એમને સદા સાથ આપવાનો છે. મભૂમિની માતાઓ સતી થઈ જાણે છે, તેમ શત્રુને સતાવી પણ જાણે છે, એ બતાવી આપવું પડશે. આપણે ભયંકર પ્રપંચજાળમાં ઘેરાઈ ગયાં છીએ. જોધપુરની ગાદી ઇન્દ્રસિંહ રાઠોડને આપવામાં આવી છે. રાઠોડે રાઠોડને લડાવી મારવાનું ભયંકર કાવતરું રચાયું છે. શેષ રહેલા સરદારોને મનસબની મોહિનીમાં ફસાવ્યો છે. આલમગીર બાળરાજાને અહીં કેદ કરી રાખશે.
સતીમા બોલ્યાં : ‘દુર્ગાદાસ ! રજપૂતાણી છું. લાવો, મને તલવાર બંધાવો. હું પણ તમારી સાથે લડતી લડતી મરવા માગું છું.'
‘મા ! મરવામાં તો રજપૂતીને મોજ આવે છે, પણ આજે તો જીવવામાં કર્તવ્યધર્મ સચવાય તેમ છે. દુશ્મન બળનો નથી, કળનો છે, ખીચી મુકંદદાસ !” દુર્ગાદાસે જરા જોરથી અવાજ કર્યો.
અવાજની સાથે એક લાંબો, સૂકો પ્રચંડ યોદ્ધો ખડો થઈ ગયો. એની દાઢીના થોભિયા વીખરાઈ રહ્યા હતા. એની આરક્ત આંખોમાં હીંગળો પુરાઈ રહ્યો હતો. એણે કહ્યું :
અવાજ કરો, દુર્ગાદાસ ! દેવ અને દેશની પૂજા માટે શિશકમળ તૈયાર છે.’
“જાઓ, પેલા ખંડમાં એક મદારી બેઠો છે. તમારી જ ઊંચાઈનો, તમારા જ જેવો સૂકો, ખેલ બતાવવા રસ્તામાંથી પકડી લાવ્યો છું.’
*ખેલ બતાવવા ?” રાણી માયાવતીથી દુ:ખમાં પણ હસી પડાયું.
‘સતીમા ! આ પણ ખેલ જ છે ને ! ફેર એટલો છે, કે મદારી રસ્તે જતાં બચ્ચાંઓને ખેલ બતાવે છે, આપણે આલમગીર જેવા ઉસ્તાદને ખેલ બતાવવાનો છે ! મુકુંદદાસ ! ખેલ તમારે કરવાનો છે.'
‘તે શું મારે ગારુડી બનીને સાપને રમાડવો પડશે ?' મુકુંદદાસે જરા ખિન્નતાથી કહ્યું. મને તો લાગ્યું કે તમે કાંઈ ખાંડાના ખેલ ખેલવા માટે મને સાદ કર્યો ?
‘ખાંડાના ખેલમાં તો કંઈ બહાદુરી નથી રહી. આજ બુદ્ધિબળની લડાઈ જાગી છે. બુદ્ધિનો બેતાજ બાદશાહ આલમગીર એક તરફ છે, એક તરફ અનાથ રાઠોડો છે. કોણ કોની દાઢીમાં ધૂળ નાંખી શકશે, એ જોવાનું છે. મુકુંદદાસ, તમારો વેશ મદારીને આપો. મદારીનો તમે પહેરો. એની પાસેથી જરા ડુગડુગી વગાડતાં શીખી લો. પછી મદારીના બે કરંડિયામાંથી આગળના એકમાં ભલે નાગદેવતા બિરાજેલા રહે. કોઈ તપાસ કરવા આવે તો ટોકરી ખોલીને દર્શન કરાવજો . બીજો કરંડિયો મને આપો. એમાં સંપેતરું મૂકી દઉં છું. મુકુંદદાસ ! જાન જાય તોય સંપેતરું જરાય ન જોખમાય, હોં ! રાઠોડોની શાન એમાં છે.'
‘સંપેતરું ?”
‘હા, સવાલાખનું સંપેતરું ! જાઓ, તૈયાર થઈને આવો. મદારી આનાકાની કરે તો ખોખરો કરજો, પણ બિચારાના હાથ-પગ ન ભાંગશો.'
દુર્ગાદાસે કરંડિયો લીધો. નીચે મખમલી કાલીન બિછાવી, ઉપર નવા જન્મેલા રાજકુંવરને રાજમાતા પાસેથી લઈને સુવાડી દીધો. ઉપર ભગવું મદારીનું વસ્ત્ર ઢાંકી દીધું. કરંડિયો તૈયાર થઈ રહ્યો. ત્યાં મુકુંદદાસ* ખીચી મદારીના વેશમાં બહાર આવ્યા. બંને કરંડિયા કાવડમાં ભેરવી ખભે લીધા, ને સાથે ડુગડુગી વગાડી !
| ‘શાબાશ ઉસ્તાદજી ! ઉસ્તાદને કમાલ બતાવવાની છે, એ ન ભૂલશો. ન ઉતાવળા-ન ધીમા, કવચિત્ ડુગડુગી વગાડતા દિલ્હીની બહાર ચાલ્યા જાઓ ! પછી અરબી ઘોડાની ચાલે જજો. વાહન મળે ત્યાં વાહન. આડભેટે ચલાય ત્યાં સુધી ધોરી માર્ગ ન લેશો. સિરોહીની સરહદમાં પ્રભુઇચ્છા હશે તો ભેટીશું, નહિ તો જીવ્યામુવાના જુહાર ! નાકની દાંડીએ સિરોહીની સરહદ સુધી ચાલ્યા જજો. જય એકલિંગ ભગવાનની !'
* મહાન પન્નાદાઈ પણ ખીચી રજપૂત કુળની હતી.
દુર્ગ કે દરગાહ D 59.
58 D બૂરો દેવળ
Page #39
--------------------------------------------------------------------------
________________
અરે ! રાજા તો બચ્ચા થા. સાથે એની મા પણ હશે ને ! કોઈ ઓરતને મેં અહીંથી જતાં પણ જોઈ નથી !' નાયકે કહ્યું.
આ તો રજપૂત ઓરત ! મરદ કરતાં ભૂંડી, ભાઈ મિયાં ! પુરુષના વેશ લઈ, તમારી આંખમાં ધૂળ નાખી ચાલી ગઈ.' મોગલોની ચાકરીમાં રહેલા એક રજપૂત સિપાઈએ કહ્યું. એનામાં આપોઆપ રજપૂતી ગૌરવ પ્રગટ થઈ ગયું હતું.
“ઠીક વાત છે. નાગ કરતાં નાગિન ભયંકર હોય છે.' બીજા સિપાઈએ કહ્યું.
‘તમારી ડાહી ડાહી વાતો બંધ કરો. જાઓ, જલદી ઘોડેસવાર થઈ દુમનનો પીછો પકડો. હું આલમગીર બાદશાહને નિવેદન કરી આવી પહોંચું છું. બડાકાફર હૈ દરગાહદાસ !”
થોડી વારમાં તો દિલ્હી આખું ખળભળી ઊઠ્યું. અરબી, ઘોડાઓ પૂરપાટ દોડી રહ્યા.
બાદશાહી આદેશ સર્વત્ર પ્રસરી ગયો; જીવતા યા મરેલા એ રાઠોડોને, એના રાજાને, એની રાણીને દિલ્હીના દુર્ગમાં હાજર કરો ! એમને માટે હવે આશરો છે, કાં દિલ્હીના દુર્ગનો, કાં કોઈ પણ દરગાહનો !
જય બાબા મદારશાહની !' એમ બોલી મદારીના સ્વાંગમાં મુકુંદદાસ નીકળ્યા, ને દિલ્હીની શેરીઓ વીંધી રહ્યા. એ વખતે જ મોગલ સિપાઈઓ બાળરાજાને પનાહમાં લઈ જવા આવી પહોંચ્યા.
‘દરગાહદાસ કીધર હૈ ' મોગલ સિપાઈના વડાએ દુર્ગાદાસના નામનું અરબીકરણ કરતાં કહ્યું. | ‘ડેલીએ બેસો. દુર્ગાદાસ અંદર મહારાણી પાસે બેઠા છે. દરબારમાં આવવા માટે પાલખીની જ રાહ જુએ છે.'
‘અમારી સાથે પાલખી લાવ્યા જ છીએ ! હજૂર હુકમ છે.”
એક નહિ ચાલે, મિયાંસાહેબ, બીજી ચાર જોઈશે. દરગાહદાસ પણ પોતાનાં બીબીબચ્ચાં સાથે આવવાના છે !'
| ‘અચ્છા ' સિપાઈના નાયકે દરબારમાં બીજી પાલખીઓ માટે ખબર આપી અને દરવાજે બેઠા. એમને આ ચાલાક રજપૂતો પર ચાંપતી નજર રાખવી એવો સર કારી હુકમ મળ્યો હતો.
દરવાજામાંથી થોડી થોડી વારે એકાદ બે જણ બહાર આવતા ને બેચાર જણ અંદર જતા, બે જણા બહાર જતા, એમાંથી એક પાછો આવતો એક કેમ ન આવ્યો એની પૃચ્છાની જરૂર નહોતી. વારંવાર નાયક પૂછતો.
‘ક્યાં જાઓ છો, જનાબ ?' જનાર કહેતો : ‘રાજાસાહેબ માટે પાન લેવા !'
બીજો નીકળતો, એ વળી અત્તર લેવા જવાની વાત કરતો, કોઈ વળી ફૂલ લેવા જવાની વાત કરતો.
નાયક આ જા--આવથી કંટાળી ગયો. એક વાર એને આ જા-આવ બંધ કરવાની ઇચ્છા થઈ આવી, પણ આ રજપૂતોના ચહેરા એવા કરડા હતા, કે એ નિરર્થક ઝઘડામાં ઊતરવા માગતો નહોતો. વળી હજી પાલખીઓ આવી નહોતી, એટલે કંઈ ઉતાવળ થઈ શકે તેમ પણ નહોતું. થોડી વારે પાલખીઓ આવી. નાયકે ખબર આપવા ને જલદી નીકળવા બેચાર બૂમો પાડી. ચાર પાંચ બૂમો પાડી છતાં અંદરથી કોઈનો અવાજ ન આવ્યો એટલે એ બબડતો બબડતો અંદર દાખલ થયો.
પણ આખો મહાલય સાવ શૂન્ય હતો. નાયક મૂંઝવણમાં પડી ગયો. પાંજરાનાં તમામ પંખી ઊડી ગયાં હતાં. એણે આસમાન સામે જોયું, પણ ઊડતાં પંખીમાં કયું રાઠોડ પંખી એ ન સમજાયું ! એને પોતાની ગફલત તરત સમજાઈ. પોતાના હાથે ભયંકર ગુનો થઈ ગયો હતો. સામે આલમગીર જેવો કડક બાદશાહ હતો. આ ગુનાની સજા એનાં રૂંવાડાંને કંપાવી રહી !
0 બૂરો દેવળ
દુર્ગ કે દરગાહ D 61
Page #40
--------------------------------------------------------------------------
________________
10
દેવ અને રાજા અનાથ
ભરી ભરી મરુભૂમિમાં, જે વખતની વાત કરીએ છીએ, એ વખતે લગભગ બે જણા નિરાધાર ભટકતા હતા : એક ભગવાન ને બીજો રાજા. એક ત્રિલોકના સ્વામી ભગવાનની મૂર્તિ ને બીજો જોધપુરનો નવજાત રાજા ! માણસોની દેવ અને રાજા પ્રત્યેની ભક્તિમાં કંઈ ઊણપ આવી નહોતી, છતાં મરવાનો ડર સહુને પામર બનાવી બેઠો હતો.
વાત એવી બની હતી, કે મથુરાની પાસે આવેલા ગિરિરાજ પર્વત પરના ગોસાંઈને આલમગીર બાદશાહનો ખરીતો મળ્યો હતો : એમાં સ્પષ્ટ શબ્દોમાં
તાકીદ કરી હતી, કે જો તમારા દેવ સાચા હોય તો આપેલી મુદતમાં કંઈ કરામાત બતાવો, નહિ તો તમારાં મંદિરને મસ્જિદ બનાવવામાં આવશે, જેથી ખુદાના બંદાઓ એમાં બંદગી કરી શકે.
કળિયુગમાં કરામાત કેવી ? દેવની સાચી કરામાત તો માનવનાં પથ્થરહૈયાં સુવાળાં કરે, એટલી જ. પણ આ તો આલમગીર બાદશાહ, એનાથી બને તો સૃષ્ટિ
પર એના માનેલા ધર્મ સિવાય બીજા કોઈ ધર્મને ઊભવા પણ ન દે !
મુદત તો પૂરી થવા આવી, ચમત્કાર જેવું કંઈ ન થઈ શક્યું. રક્ષણનો પણ કોઈ બંદોબસ્ત થઈ ન શક્યો. આભ સામે કોણ બાથ ભીડે ? યમ સામે કોણ બાકરી બાંધે ?
નાનીશી ભક્તમંડળીએ નિરધાર કર્યો કે ખોળિયું ભલે જાય, પણ પ્રાણ રક્ષવો રહ્યો. રાવ દુર્ગાદાસ જેમ નવજાત રાજાને લઈને નીકળી પડ્યા એમ આખરે ગોવિંદજી ગોસાંઈ પણ ભારે હૈયે રથમાં દેવને લઈને મથુરા છોડી ચાલી નીકળ્યા ! રથના ધોરી ભારે ઉતાવળા હતા, એક ગામથી ઊપડ્યા કે ઝટ બીજું ગામ,
પણ કોઈ ગામમાં દેવને બેસણું મળતું નહિ. સહુ એક અવાજે કહેતાં : એક જ વાત કહેતાં—ભારે ડહાપણની વાત કે ધન જોઈએ તો ધન લઈ જાઓ, વાહન જોઈએ તો વાહન લઈ જાઓ, બાકી આલમગી૨ની તાકાત સાથે અડપલું કરવું અમારી તાકાતની બહાર છે. ગામના જ દેવની ચિંતા છે, તો પછી આ નવા દેવના બેસણાની વાત કેવી ! સત્તા આગળ શાણપણ શા કામનું ?
રથના ધીંગા ધોરીની ઘૂઘરમાળ આગળ ને આગળ વાગતી જાય છે, પણ કોઈ એને થંભાવતું નથી ! ભક્તો ઉદાસ છે. ગોસાંઈજી ગોવર્ધનધારીની રટણા કર્યા કરે છે : રે નાથનો નાથ, આજ અનાથ !
રથ આગળ ને આગળ વધે છે ! એ જમનાનો કાંઠો ને આગ્રા વટાવે છે. કોઈ માડીજાયો વૈષ્ણવ એના ધૂલિધુસર પ્રવાસનો અન્ન લાવતો નથી !
રથના ધોરી વેગ કરે છે. બુંદી ને કોટાના પ્રદેશમાં આવે છે. ત્યાંય યમરાજથી બાકરી બાંધનારા વીરો પણ એની વાટ ખતમ કરી શકતા નથી. ચંબલનું કોતરેકોતર એ દેવને રક્ષણ આપવા કમતાકાત નીવડે છે. ધીંગા ધોરી પાછા ફરે છે, ને આગળ વધે છે. ભયના ઓછાયા તો પથરાયેલા જ છે ! થોડા મરજીવાનો સંઘ આગળ કદમ બઢાવે છે.
નાથના નાથનો સંઘ કિસનગઢ (કૃષ્ણગઢ)માં આવે છે, પણ કોઈના હૈયામાં કૃષ્ણપ્રેમ સળવળતો નથી ! નજર સામે આલમગીરની નગ્ન તલવાર સહુને માથે તોળાઈ રહી હોય, એમ શરણું આપતાં સહુનાં દિલ કંપે છે ! વાહ રે જમાના !
પુષ્કર સરોવરના તીરે રથનાં પૈડાં ખૂંપી ગયાં. ભાવિક લોકોએ મહામહેનતે બહાર કાઢી, જલદી જલદી ચાલી જવા સલાહ આપી. ધોરી ન ચાલી શક્યા તો માણસોએ ટેકો આપ્યો, ને ઝટ ઝટ રવાના કર્યા. ઉપરથી શાણી શિખામણ આપી કે દેવમૂર્તિ સાથે છે. અહીંના મોગલો ઝનૂની છે. વધુ વાર રહેવામાં જોખમ છે ! વાહ રે વાહ હિંદુ ધર્મ ! પ્રાણ ગયો છે, ખોળિયું રહ્યું છે, કદાચ આલમગીરને હાથે એને દેન અપાય તો દુઃખ લગાડવા જેવું તો નથી જ !
ગોવિંદજી ગોસાંઈ માનવ હૈયામાંથી રામ ચાલ્યા ગયેલા જોઈ, ભારે નિસાસા નાખે છે, ને કદમ બઢાવે જાય છે. એમનો દેવરથ ચાલતો ચાલતો જોધપુરરાજના ચાંપાસણી ગામે વિસામો લેવા થોભ્યો. જોધપુર પોતે અનાથ જેવું હતું, તો બીજાને શું સનાથ કરે ?
ગોસાંઈજીનું દિલ હારી ગયું હતું. દેવરક્ષાનો પ્રસંગ ઊભો થઈ જાય, તો દેવરક્ષા કરતાં શિશકમળની પૂજા કરવાની એમને ઝંખના જાગી હતી. રે ! નાથ જેવો નાથ, આજ અનાથ !
એક રાતે મારવાડનો એક દસોંદી મળી ગયો. કીર્તિની અને કસ્તૂરીની સુગંધ દેવ અને રાજા અનાથ D 63
Page #41
--------------------------------------------------------------------------
________________
કદી રોકી રોકાતી નથી. એણે ગોસાંઈજીને કહ્યું : “આજ બધા રજપૂતો મોગલ દરબારના ચાકર બન્યા છે. બેટીઓ આપી મોગલોના સસરા ને સાળા બન્યા છે. સૂરજ તો સોનાચાંદીના છાબડા પાછળ છુપાઈ ગયો છે, ને ચાંદનાં માન વધી ગયાં છે. પણ તળાવની આ જળડોડીઓની વચ્ચે એક કમળ જળકમળવત રહ્યું છે, અને એ છે રાણો રાજસિંહ, મેવાડનો ધણી ! મહાન મોગલો સામે મુઠ્ઠીભરનું મેવાડ” દાણો પણ રાઈનો, એ કહેવત ચરિતાર્થ કરી રહ્યું છે. દેવ, ધર્મ, સ્ત્રી, બાળક ને ગૌબ્રાહ્મણનો પ્રતિપાળ હોય તો એ એક જ છે.’
દસોંદીની દાઢીના કાતરા ધીરે ધીરે પેશોલા સરોવરના પોયણાની જેમ ખીલી રહ્યા હતા. ગોવિંદજી ગોસાંઈને આ વાતમાં રસ પડ્યો. એમણે ધ્યાનથી સાંભળવા માંડ્યું.
દસોંદી ખીલ્યો હતો,
‘રાજસ્થાન આજ આઠ ભાગમાં વહેંચાયું છે. એમ તો સહુ સહુને મન સવાશેર છે, કોઈ અધવાલ પણ ઓછા તોલાવા તૈયાર નથી ! પણ એમાં અંબરના રાજા જયસિંહ, મારવાડના જસવંતસિંહ, બુંદી કોટાના હાડા રાજા, બિકાનેરના રાઠોડ, ઓરછા ને દતિયાના રજપૂતોએ બધામાં મેવાડના રાણો રાજસિંહ શિરછત્રસમો છે. મેવાડ આજ રજપૂતોનો મુગટમણિ છે. પણ મેવાડની ને રાજસ્થાનની આજની દશા કાળજાને કંપાવે તેવી છે. જહાંગીર ને શાહજહાં તો મારવાડરાજની પુત્રીઓના પુત્ર હતા, એમને માટે રાજસ્થાન મોસાળ હતું, પણ આલમગીરે તો આડો આંક વાળ્યો છે ! ભીષણ અત્યાચારોથી શહેરો સ્મશાન બન્યાં છે. જ્યાં જોબનમાં ઝૂમતી કન્યાઓ રૂમઝૂમતી, ત્યાં કરાલ કાલ જોગણીઓનાં ખપ્પર ફરતાં જોવાય છે. નગરો, ગ્રામ, કસ્બાઓ ઉજ્જડ થઈ ગયાં છે. નાસભાગ ને લૂંટાલૂંટથી નાગરિકો અધમૂઓ થઈ ગયા છે. સુકોમળ સ્ત્રીઓ અને દેખાવડા ‘કિશોરની આત્મહત્યાઓથી કૂવાને વાવ પુરાઈ ગયા છે. ખેડૂતો નાસી ગયા છે, ને ખેતરો જંગલમાં પરિણત થઈ ગયાં છે. આવી ભૂખડી બારસ પ્રજા રાજને શું આપે ? કંઈ ન આપી શકે તો પોતાનો પ્રાણ આપે. એ પ્રાણ લેવા આલમગીરે જજિયાવેરો નાખ્યો અને વિરોધ કરનારાઓને કચડી નાખવા માટે ગાંડા હાથીઓને દારૂ પિવડાવી તૈયાર રાખ્યા.”
દસોંદી થોભ્યો. એક ખોંખારો ખાધો, ને એણે વાત આગળ ચલાવી :
‘એ ભૂંડા વેરા સામે પ્રજા કકળી ઊઠી, પણ મોતનો સામનો કોણ કરે ? એ વખતે રાણા રાજસિંહે પત્ર લખ્યો : કાગળ શું લખ્યો, ગોસાંઈજી ! કલેજું કાઢીને મૂકી દીધું ! આલમગીરને સમજાવી દીધું કે તું જે કરે છે, એ બધું હિંદુઓના કાળજામાં કટાર મારવા જેવું કરે છે. દેહના ઘા કાળે રૂઝાશે, પણ દિલના જખમની રૂઝ આકરી છે.'
બ D બૂરો દેવળ
નિરાશ ગોવિંદજી ગોસાંઈના દિલમાં દસોંદીના શબ્દોએ કંઈક ઉત્સાહ પ્રેર્યો. એમણે કહ્યું : “દસોંદી ! આજ સાંભળેલી વાત પણ સાંભળવી છે. નિરાશાના રણમાં પાણીની પરબ જેવી એ શીતળ લાગે છે. કહો, તમારી બાનીમાં કહો, કે કેવો પત્ર લખ્યો, એ હિંદુકુલભૂષણ રાણાજીએ !!’
દસોંદીએ ભેટછું એક વાર છોડીને ફરી બાંધ્યું, મૂછે હાથ ફેરવ્યો, ખોંખારો ખાધો, ને બોલવું શરૂ કર્યું,
‘હે આલમગીર બાદશાહ,
‘સર્વ પ્રકારની પ્રશંસા તો સર્વ શક્તિમાન પરમેશ્વરને જ ઉચિત છે, પણ આપનો મહિમા પણ પ્રશંસા યોગ્ય છે. આપની ઉદારતા ને સમષ્ટિ ચંદ્ર ને સૂર્યની જેમ પ્રકાશમાન રહો. હાલમાં હું આપનાથી કંઈક અલગ થયો છે, પણ મારાથી જે યત્કિંચિત્ પણ આપની સેવા બને તે કરવા તૈયાર છું. મારી હંમેશાં એવી ભાવના રહી છે, કે હિંદુસ્તાનના પાદશાહો, અમીરો, મીરઝાં તથા રાજા અને ઈરાન, તુરાન, રૂમ અને શામના પાદશાહો, સરદારો અને સાત પાદશાહતના નિવાસીઓ જળ ને સ્થળના પ્રવાસીઓ સહુ કોઈ મારી સમાન ભાવથી કરેલી સેવાનો લાભ લે.
‘આ વખતે હું આપની ઉત્તમ સેવા કરવા તત્પર થયો છું, જેમાં આપને કિંચિત પણ દોષ જણાશે નહિ. મારા પૂર્વજોએ આપની સેવા કરી છે, તે પરથી નીચેની બાબત પર આપનું લક્ષ દોરવા પ્રેરાયો છું. એ કાર્ય મને અગત્યનું લાગ્યું છે, એમાં રાજા પ્રજાનું હિત છે. મેં સાંભળ્યું છે કે મારા જેવા આપના શુભચિંતકની વિરુદ્ધ , આપે એક સેના તૈયાર કરવા, ખર્ચના ખાડા પૂરવા રાજ માં નાના પ્રકારના કર, લગાડવી છે.
| ‘એ જણાવવું યોગ્ય થશે કે, આપના પ્રપિતામહ જલાલુદીન એકબર કે જેમનું સિંહાસન હાલ સ્વર્ગમાં છે, તેમણે પોતાનું શાસન પર વર્ષ પર્યત એવી સાવધાની અને ઉત્તમતાથી ચલાવ્યું કે તમામ જાતના લોકોને સુખ-શાંતિનો લાભ હાંસલ થયો. તેમના રાજ્યમાં ઈસાઈ, મુસાઈ, યહૂદી, મુસલમાન, બ્રાહ્મણ કે નાસ્તિકને એ કસરખો ઇન્સાફ મળતો. તેઓએ પોતે પણ એ કસરખી શાંતિ ને સુખ ભોગવ્યું. સર્વ લોકોએ ખુશી થઈને એમને ‘જગદ્ગુરુ ની પદવી આપી.
‘એ પછી આપના પિતામહ શહેનશાહ નૂરૂ દીન જહાંગીર આવ્યા કે જેઓ અમરાપુરીમાં બિરાજે છે, તેમણે પણ એ જ રાહે બાવીસ વર્ષ સુધી રાજ કર્યું. તેમણે શાસનની શીતળ છાયા નીચે સર્વ રમતને સુખી કરી હતી, માંડલિક રાજાઓને પ્રસન્ન રાખ્યા હતા, શત્રુઓનું બાહુબળથી દમન કર્યું હતું.
‘એ મહાન બાદશાહના પુત્ર અને આપના પરમ પ્રતાપી પિતા શાહજહાંએ પણ આ પ્રકારે બત્રીસ વર્ષ રાજ કરી પોતાનું નામ અમર કર્યું. આપના પૂર્વજોની
દેવ અને રાજા અનાથ [ 65
Page #42
--------------------------------------------------------------------------
________________
આવી કીર્તિ છે. તેમના વિચારો એટલા ઉદાર અને મહાન હતા, કે તેઓ જ્યાં પગ મુકતા, ત્યાં વિજયલક્ષ્મી તેમની સામે હાથ જોડીને ખડી રહેતી. તેમણે ઘણા દેશો ને પુષ્કળ લક્ષ્મી પ્રાપ્ત કરી છે : પણ એ બધું આપના વખતમાં હૃાસ પામી રહ્યું છે. આજે પ્રજા અત્યાચારથી પીડિત છે. વસ્તીઓ ઉજ્જડ થઈ ગઈ છે. પ્રજા દુર્બળ બની ગઈ છે. શૌર્ય જિવામાં આવી રહ્યું છે. વેપારીઓ રુદન કરી રહ્યા છે. મુસલમાનો અવ્યવસ્થિત છે. હિંદુ પ્રજા દુઃખી છે. દારિદ્ર તો એટલું વધી ગયું છે, કે ઘણા લોકોને સંધ્યાકાળે ભૂખ્યા સૂઈ રહેવું પડે છે, એક ટાણું પણ જમવા મળતું નથી !
| ‘પાદશાહ ! જરા વિચારો. આવા પાદશાહનું રાજ ક્યાં સુધી સ્થિર રહી શકે ? જેણે ભારે કરથી પ્રજાની કમર તોડી નાખી છે, એનું શાસન ક્યાં સુધી સ્થિર રહેશે ? પૂર્વથી પશ્ચિમ સુધીના મુલકના સર્વ લોકો કહે છે કે આજનો હિંદુસ્તાનનો પાદશાહ હિંદુઓનો દ્વેષી છે. એ રંક, બ્રાહ્મણ, યોગી વેરાગી ને સંન્યાસી પાસેથી પણ કર લે છે : અને ધનહીન, નિરુપદ્રવી ને ઉદાસીન લોકોને દુ:ખ દઈને પોતાના મહાન તૈમુર વંશને બદનામ કરે છે.
“હે મહાન રાજા ! જેને તમે ઈશ્વરપ્રણીત કિતાબ કહો છો, એમાં તમને શ્રદ્ધા હોય તો તેમાં જુઓ, એમાં ઈશ્વરને મનુષ્ય માત્રનો સ્વામી કહ્યો છે, ન કે ફક્ત મુસલમાનોનો જ . તેની સમક્ષ હિંદુ-મુસલમાન સમાન છે. એણે માણસને જીવન આપ્યું છે, ને એણે જ કિસમ કિસમની વ્યક્તિઓને પેદા કરી છે. આપની મસ્જિદમાં એના જ નામની બાંગ પોકારાય છે. હિંદુઓનાં મંદિરોમાં એના નામનો જ ઘંટારવ થાય છે. સર્વ માણસો એક યા બીજી રીતે તેને જ યાદ કરે છે, માટે કોઈ પણ જાતિને દુઃખ દેવું એ પાક પરવરદિગારને, જેણે આ ખુલ્ક પેદા કરી તેને નાખુશ કરવા બરાબર છે.
‘હે બાદશાહ ! આપણે કોઈ ચિત્ર જોઈએ છીએ, ત્યારે આપણને એના ચિતારાની યાદ આવે છે. હવે જો આપણે એ ચિત્ર બગાડીએ, તો એ મહાન ચિતારો આપણા પર નારાજ થાય. એક કવિ પણ કહે છે, કે આપણે જ્યારે પુષ્યની સુગંધ લઈએ છીએ, ત્યારે આપણને એના સર્જ કનું સ્મરણ થાય છે. માટે કોઈ ચિત્ર કે કોઈ પુષ્પને રફેદફે કરવું મુનાસંબ નથી.
સારાંશમાં આ કર, જે તમે હિંદુઓ પર નાખવાનો ઇરાદો કર્યો છે, તે ઇન્સાફથી દૂર છે, રાજ પ્રબંધનો નાશ કરનારો છે. આ કર્મ મહાન રાજ્યાધીશ્વરને માટે શોભીતું નથી. સુરાજાનું લક્ષણ પણ નથી, હિંદુસ્તાનની નીતિથી વિરુદ્ધ છે. એથી તમારા સામર્થ્યનો નાશ થશે. આ કર પ્રજાપીડકે છે. વીરધર્મ ને ઉદારતાની શરમ છે. આપના મંત્રીઓએ આપને આ કાર્યથી ન વાર્યા, એ અજબ જેવી બીના છે ! ‘છતાં આપનો આગ્રહ જ હોય તો, હિંદુઓના અગ્રેસર રાણા રાજસિંહ
66 બૂરો દેવળ
પાસેથી એ કર વસૂલ કરો ! અને આપના શુભચિંતકોની વાણીને સમજો.’
દાઁદીએ વાત પૂરી કરતાં ફરી ખોંખારો ખાધો. ગોસાંઈજીએ કહ્યું : ‘કુશળ દસોંદી ! આ પત્ર તો ગીતા સમાન પવિત્ર છે. આર્ય કે યવન કોઈ પણ રાજા માટે આમાં હિતોપદેશ છે. ધન્ય છે રાણાજીને ! આવાં વચન કાઢનારની છાતી વજ જેવી જ હોય !
| ‘વચન નથી, મહારાજ ! વર્તન પણ છે. ફક્ત કહેણી નથી, કરણી પણ છે. સિંહણના દૂધની વાતો નથી, સિંહણના દૂધને દોહીને પી જનારા પણ છે. મોગલો હવે તો રજપૂત કન્યાઓના શોખીન બની ગયા છે. એમાં એમને બે હાથમાં લાડવા જેવો લહાવ લાગે છે. ભારતીય સૌંદર્યનો મોહ ને ૨જપૂતી પરના અધિકારનો નશો ! આલમગીર બાદશાહે પોતાના માટે રૂપનગરની રાજ કન્યા નક્કી કરી હતી. કન્યાએ પોતાનું હિંદુત્વ બચાવવા રાણાજીને પત્ર લખ્યો. રાણાજી તલવારોની તાળી વચ્ચે કન્યા લઈ આવ્યા. મહારાજ , ઉપર ભગવાન જેવો સ્વામી છે, એની ના નથી, પણ પૃથ્વી પર તો આજ જતિ-સતી, દેવ-દહેરાં, ગાય-બ્રાહ્મણનો રખેવાળ રાણા રાજસિંહ સિવાય બીજો કોઈ નથી !'
‘તો રાણાજી અમને રક્ષણ આપશે ? રે, અમને અમારા રાણાની પણ જરૂર નથી, આ અનાથના નાથ દેવને ઠામ બેસાડે એટલે ઘણું.’
‘શા માટે નહિ ? દેવ, ગુરુ ને ધર્મની રક્ષા ખાતર તો એનો જન્મ થયો છે. લખી આપો પત્ર ! હું જ દરબારમાં જઈ હુકમ લઈ આવું ! અરે, રાણો રાજસિંહ જે દિવસ ટેક ચૂકશે, એ દહાડે દસોંદી, ભાટ, ચારણની જીભ સિવાઈ જશે, એમને બોલવા કરતાં ઝેર ઘોળવું વધુ ગમશે.’
ગોસાંઈજી દરબદરના રઝળપાટથી થાક્યા હતા. તેમણે પત્ર લખ્યો. દસોંદી એ પત્ર લઈને, દાબલીમાં અફીણ ભરી ઊપડ્યો. શુરાપુરા ને જતિસતીના બિરદાવનારની જીભમાં તો જોર હતું જ, પણ આજ પગમાં પણ જોર આવ્યું હતું !
ગોસાંઈજી કંઈક નિરાશા-કંઈક આશા સાથે રાહ જોતા દિવસો નિર્ગમતા હતા, ત્યાં તો દસોંદી આવી પહોંચ્યો.
હતો તો પગપાળો, પણ અરબી ઘોડાને ઝાંખો પાડે તેવા ઝનૂનમાં હતો. એ રાણાજીનો સંદેશ લાવ્યો હતો.
એક લાખ રજપૂતોનાં મસ્તક સાટે દેવને સંરકું છું, પધારો ! ગોસાંઈજી ! ધરા પરથી ધર્મ રસાતાળ જવા બેઠો હોય, સતી કરતાં નાયકા પૂજાતી હોય, ધેનુ ઘેટાંની જેમ હલાલ થતી હોય, ત્યારે શૂરાનો ધર્મ દેવની ચોકી બેસાડવાનો છે. મેવાડ શિવપૂજક છે, પણ શ્રીનાથજીની પૂજાનો એને વાંધો નથી. અનાથના એ નાથની ચરણસેવા સ્વીકારતાં એને આનંદ થશે, આવો ! આવો !'
દેવ અને રાજા અનાથ L 67
Page #43
--------------------------------------------------------------------------
________________
રથના ધોરી એ દહાડે છેલ્લી વાર જોડાયા, એ દહાડે રથમાં છેલ્લી વાર મૂર્તિ પધરાવવામાં આવી, ને ઉદયપુરથી દસ કોસ દૂર, બનાસ નદીને કાંઠે સિહાડ ગામમાં અનાથ બનેલો નાથનો નાથ ફરી સનાથ બન્યો !
દેવ હેરામાં બેસી ગયા. ગોસાંઈજી કૃષ્ણકીર્તનમાં લાગી ગયા. મેવાડી રજપૂતો નાગી તલવારે દેશની રક્ષા કરી રહ્યા !
11.
સ્વતંત્ર મારવાડ
જયસિંહ!’ વાત કરતી સુંદરી હવે અટકી. એનો રૂપાળો ચહેરો તેજથી ભભૂકી રહ્યો હતો. જતિ-સતીનો પરાક્રમરંગ જાણે તેને પણ લાગી ગયો હતો. એણે ટાણવાર થોભીને વાત આગળ ચલાવી.
આકાશ પર સંધ્યાની વાદળીઓ રમતી હતી, ને ચકવો-ચકવી વિયોગની પળ પાસે જોઈ વ્યાકુળ રાગ ગાઈ રહ્યાં હતાં. જયસિંહ મૂર્તિની જેમ નિશ્ચલ બેઠો હતો, ચક્ષુનું ને કર્ણનું સાર્થક્ય આજે એ માણી રહ્યો હતો.
સુંદરી બોલી : | ‘વિધાતા જે રીતે ઢોલ વગાડે છે, જયસિંહ ! માણસને એ રીતે નાચવું પડે છે. ક્યાં કાબુલની ખૂનખાર પ્રજાને વશ કરનાર રાજા જસવન્તસિંહનો પ્રતાપ અને ક્યાં આજ એના પુત્રની દરબદર ભટકતી હાલત ! જોધપુરના નાથનો પુત્ર આજ અનાથ જેવી હાલતમાં આવી ગયો હતો. કાં દિલ્હીનો દુર્ગ કાં રણની કોઈ દરગાહે એ સિવાય એનો કોઈ આરોવારો નહોતો. ખાવાનાં ઠેકાણાં નહિ, સૂવાનાં નિરાંતવાં સ્થાન નહિ, ધીંગાણાનો પદપદ પર ડર ! શાહી સેનામાં મારવાડરાજ હતા, ત્યારે સેવક-અનુચરોનો સુમાર નહોતો. આજ મૂઠીભર રાઠોડોનો નાનોશો કાફલો અહીંથી તહીં આશરો શોધતો નાસભાગ કરે છે. નિરાશ એમની સંગિની બની છે. દગોટકો એમનો ચિર સાથી બન્યો છે.
દશ્ય તો જુઓ ! રાણી માયાવતીએ-સૂર્ય સામે જોતાં જેની નજર ઝંખવાઈ જાય એવી અસૂર્ય પશ્યા અબળાએ-શસ્ત્ર સજ્યાં છે, કમરે તલવાર લટકાવી છે. અંબોડામાં કટાર છુપાવી છે. હાથ પર વાઘ નખ ચઢાવ્યા છે. દયાની દેવી આજે મા ચંડિકા બની છે. હાથમાં નાગૌરી અશ્વની લગામ છે, ને ખોળામાં પુત્રને લીધો છે. એક તરફ
68 D
બુર દેવળ
Page #44
--------------------------------------------------------------------------
________________
પુખથીય કોમળ બની પુત્રને જાળવે છે, બીજી તરફ વજ થીય કઠોર બની દુશ્મન સાથે લોઢેલોઢું અફળાવે છે !
આલમગીર બાદશાહે હેરાન કરવામાં કંઈ મણા રાખી નથી. જાતિદ્રોહ કરીને રાજા જશવંતસિંહે મોગલ સિંહાસનની જે સેવા કરેલી, એની આજ અવનવી રીતે કદર થઈ રહી હતી. મૃતરાજાના ભત્રીજા ઇન્દ્રસિંહને જોધપુર ભળાવ્યું. રાઠોડોનેજેઓ શાહી હુકમને તાબે થયા, તેઓને જોધપુર રાજના ટુકડા કરી સોપારીના ટુકડાની જેમ વહેંચી દીધા, એથી પણ સંતોષ ન થયો : એટલે રસ્તાના ભિખારી બનેલા જોધપુરપતિના પોટાને પકડવા ભારે સેના રવાના કરી : ને સાથે જાહેર કર્યું કે સાચો કુમાર તો શાહી મહેલનો મહેમાન બનેલો છે : રાવ દુર્ગાદાસ ને રાણી માયાવતી કોઈ નકલી છોકરાને લઈને ફરે છે !
આ નકલ અને અસલનો ભાર જેને માથે હતો, એ રાઠોડવીર દુર્ગાદાસને માથે આજે જાણે પૃથ્વીનો ભાર પડી ગયો. વાયરા વિચિત્ર વાતા હતા. એક તરફ સાચા મારવાડપતિનું રક્ષણ, બીજી તરફ પાદશાહની કુટિલ શેતરંજ-ચાલથી ચેતતા ચાલવાનું ને ત્રીજી તરફ ગયેલું રાજ પાછું મેળવવાનો પુરુષાર્થ !
એમને ઉપર આભ છે ને નીચે ધરતી છે. કેટલીક વાર દુર્ગાદાસને લાગતું કે જાણે ધરતી અને આભ પણ આલમગીર બાદશાહ સાથે સંધિ કરી બેઠાં છે, ને નિર્ણાયક રાઠોડોને ઉપર ને નીચેથી દબાવવાનો કારસો રચ્યો છે. પણ કેટલાંક વજ્જર ઘા ખાઈને અણનમ બને છે, એમ દુઃખ ને દારિદ્ર વેઠીને દુર્ગાદાસ દુર્ગની જેમ અડોલ બન્યા હતા. એમના પુરુષાર્થી પગ બેવફા ધરતીને દાબી રહ્યા હતા, ને વફાદારીભરેલું મસ્તક દયાહીન આભને થોભ આપી રહ્યું હતું.
વાયરા તોફાનના વાય છે. શંખ અશાન્તિના ફૂંકાય છે. શત્રુના ઘોડાના દાબલા દૂર દૂરથી સંભળાય છે. બાદશાહી હુકમ છૂટ્યા છે કે રાણી ને કુંવરને કેદ કરી નુરગઢના કિલ્લામાં મોકલો.
નૂરગઢના કિલ્લા પર આ શાહી અતિથિઓના સન્માન માટે કડક બંદોબસ્ત થઈ ગયો છે.
આલમગીર બાદશાહનો શાહજાદો અકબરશાહ કાળઝાળ જેવો ધસી આવ્યો. પદ પદ પર હુમલા શરૂ થયા. ખુદ આલમગીર બાદશાહે તો આ મામલામાં કમાલ કરી. રોજાનો મહિનો હતો. દિવસે જળનું બુંદ પણ મોંમાં મૂકવાની બંધી ને ખુદાનો આ બંદો દિલ્હીથી તેર દિવસમાં અજમેર આવીને ઊભો રહ્યો. આનાસાગર પર મોગલ છાવણીના તંબૂ તણાઈ ગયા.
રમજાનના દિવસો ચાલતા હતા. દીનપરસ્ત બાદશાહે શાહજાદા એકબરને રાઠોડો સામે ચઢાઈ કરવા ફરમાન કર્યું, પુષ્કર તીર્થની નજીક જ રાઠોડો સાથે
70 | બૂરો દેવળ
મોગલોનો મુકાબલો થયો. તલવારોના ઝગમગાટે એક વાર આકાશની આસાડી વીજળીને શરમાવી દીધી, ને રાઠોડોની રણહાકે વાદળોની ગર્જનાને ફિક્કી પાડી દીધી : પણ અસમાન યુદ્ધ ક્યાં સુધી ચાલે ? એક તરફ આખા હિંદુસ્તાનનો શહેનશાહ, બીજી તરફ દીનહીન રાઠોડવીરો !
મોગલોની ફતેહ થઈ. જોધપુરરાજ તેમના હાથમાં ગયું. વીર દુર્ગાદાસે આ યુદ્ધમાંથી એક બોધપાઠ લીધો. આલમના શહેનશાહ સામે સામા મનો મુકાબલો અશક્ય છે. મરાઠાવીર શિવાજીની જેમ પહાડી યુદ્ધ-ગોરીલા લડાઈ-યુદ્ધ જારી રાખવાનો એકમાત્ર માર્ગ છે. એ સિવાય કોઈ મોટા રાજની મદદની પણ જરૂર છે !
મદદની રાહમાં ફરતા વીર દુર્ગાદાસને એક દહાડો પેલા ગોવિંદજી ગોસાંઈને ભેટી ગયેલો દસોંદી ભેટી ગયો. એણે દુર્ગાદાસને બિરદાવ્યા : ‘એહ માતા એસા પુત્ર જણ,
જૈસા દુર્ગાદાસ ! દુર્ગ તો ઘણા નમીઆ દીઠા.
ન નમીઆ દુર્ગાદાસ. ઢંબ ક ઢબક ઢોલ બાજે,
દે દે ઠોર નગારાં કી ! આસે ઘર દુર્ગા નહીં હોતો,
- સુન્નત હોતી સારાં કી !' દુર્ગાદાસ પોતાની પ્રશંસા સાંભળી બોલ્યા : “દસોંદી ! દુર્ગાદાસને એના દેહની મમતા નથી, એને વખાણશ મા. ભંડો લાગીશ. આજ એને કર્તવ્યભર્યા દેહનો ખપ છે. રાઠોડ નિરાધાર બન્યો છે ! એમનો વેલો વાડ વગર ચડે તેવો લાગતો નથી. અમને વાડ ખપે !'
ઓહો વીર દુર્ગાદાસ ! એમાં મૂંઝાવાનું શું ? વાડ જેવી સધ્ધર વાડ આજ મેવાડપતિ રાણા રાજસિંહની છે ! દુ:ખિયાનો બેલી, સંતિયાંનો છાંયો, રાણો રાજસિંહ છે.”
- ‘દસોંદીભાઈ ! કોઈ ડાહ્યો માણસ હાથે કરીને વગર લેવાદેવાએ આલમગીર જેવાની ઘો ઘરમાં ઘાલે ખરો ?” દુર્ગાદાસે કહ્યું.
‘એવાય સતીયા પૃથ્વી પર છે, કે પારકાના દુ:ખને નિવારવા પોતાના કટકા કરી નાખે, ધન, દોલત, રાજપાટ તો આજ છે, કાલ નથી. નામછા તો નરબંકાની પૃથ્વી પર સદા રહે છે ! શું આલમગીર અમરપટો લાવ્યો છે અને રાજ સિંહને શું મોતે પકડ્યો છે ? એક દહાડો સહુને જવાનું છે : પણ કર્તવ્યને ખાતર મર્યા એ
સ્વતંત્ર મારવાડ | 71
Page #45
--------------------------------------------------------------------------
________________
અમર થઈ ગયા. સેનાપતિજી ! આ તો તમારું ધર્મયુદ્ધ છે ! મેવાડપતિને હાકલ આપો. લાવો, લખી આપો પત્ર ! તમારી વિષ્ટિ હું ચલાવીશ.’
| દુર્ગાદાસે તરત જ એક વિનંતીપત્ર લખી દસોંદીને આપ્યો. જેની જીભ પર સ્વયં સરસ્વતી વસે છે, એ દસોંદી હૈયામાં હામ ભરી મેવાડના દરબારમાં જઈ પહાચ્યો.
રાણા રાજસિંહની પાસે લાંબી-ટૂંકી વાત નહોતી. એણે દસોંદી મારફત તરત કહેવરાવ્યું :
‘સિસોદીએ ને રાઠોડ એકત્ર થાય તો, ઝખ મારે છે. આવા આઠ આલમગીર ! આવો, મેવાડ તમારું છે. એને માનો ખોળો માનજો. સવારનો ભૂલેલો ભાઈ સાંજે ઘેર આવે તોય કંઈ ખોટું નથી !'
દસોંદીએ કહ્યું: ‘મહારાજ ! છેલ્લું વેણ ઠપકાનું છે. દુ:ખિયારો ભાઈ ઘેર આવતો હોય, ત્યારે બારણામાં જ ઠપકો ન શોભે. પછી ખાનગી ખૂણે રાઠોડોના કાન આમળજો ને !'
મેવાડપતિ ઊડ્યા ને દસોંદીને ભેટી પડ્યા : કહ્યું : “વાહ દસોંદી ! રાજાની ભૂલ તમે ન બતાવો તો કોણ બતાવશે ? સાચી વાત છે, દુઃખિયારા ભાઈને અત્યારે દિલે લગાવવાની વાત છે ! પણ દસોંદી ! મનની વાત છે ! તમને કહી રાખી સારી. માણસ આજ છે ને કાલ નથી. તમારા ચોપડે લખાણી એ ચિરંજીવ થઈ. આ રજ પૂત, આ મરાઠા, આ શીખ, આ જાટ એકવાર ભેગા થઈ જાય તો આલમગીર જેવા આઠને ચપટીમાં ભગાડી મૂકું હોં !'
‘આજ તો એ વાત પૂરવ ને પશ્ચિમને ભેગા કરવા જેવી લાગે છે, પણ રાણાજી ! ભાવના છે તો કોઈ વાર સિદ્ધિ થશે, નિરાશ થવાની જરૂર નથી ! આજ તો ઇતિહાસમાં તમે નામ રાખી દીધું છે.’
દસોંદી રવાના થયો. રાઠોડની છાવણીમાં પહોંચી ગયો. મરજીવા રાઠોડો મેવાડનો સધિયારો પામી, ફરી જાણે જીવતા થઈ ગયા.
મેવાડ ને મારવાડનું જોડાણ થયું ! બાળ રાણો અજિત મેવાડની પનાહ પામ્યો.
પણ આ જોડાણે દીર્ઘદૃષ્ટિ આલમગીરને ઉકેરી મૂક્યો. એણે મેવાડ પર હલ્લો ર્યો, પણ રજપૂતી વ્યુહરચના જુદી હતી. સામે મોંએ લડવામાં સાર નહોતો. ચિતોડ ખાલી કરવામાં આવ્યું, બાદશાહે ચિતોડ જીત્યું ને એમાં પ્રવેશ કર્યો. ચિતોડમાં કોઈ નહોતું-ખાલી મંદિરોનાં ખંડેર કરી એણે મન વાળ્યું.
ઉદયપુરને પણ મોગલસેનાએ કબજે કર્યું, પણ ત્યાંય સૂનાં ઘર ને સૂનાં મંદિર
મળ્યાં. દેવના પૂજારી હાથ ન આવ્યા, તો ખુદ દેવ સહી ! અહીં પણ મંદિરો તોડી મનની શાન્તિ ને સ્વર્ગનું પુણ્ય બાદશાહે હાંસલ કર્યું ! મેવાડી ને રાઠોડ સૈનિકો ન જાણે ક્યાંના ક્યાં અદૃશ્ય થઈ ગયા હતા. કાફર ને કાયર જાણે બે પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. કોઈ ઠેકાણે સામી છાતીની લડાઈ જ નહિ !
બાદશાહ બધું પતાવી અજમેર આવ્યો. શાહજાદા અકબરને અહીંનું સુકાન સોંપી દિધી ચાલ્યો ગયો. પણ જેવી એની પીઠ ફરી, કે ભડકામણા ભૂત જેવા, રાઠોડ ને મેવાડી વીરો ભોંમાંથી નીકળી આવ્યા. ક્યાંક લૂંટફાટ, ક્યાંક મારામાર, ક્યાંક ભાગંભાગ મચી ગઈ. શાહજાદા અકબરે સામનો કર્યો, પણ એનાં અરમાન ઊતરી ગયાં. એના નાકમાં દમ આવી ગયો. એણે પિતાને લખ્યું :
‘દુર્ગાદાસે તો આપણા લોકોની કબરો ખોદી નાખી છે. કોઈક જ દિવસ એવો જતો હશે, જ્યારે પાંચ-પચાસ મોગલો કબરમાં સૂતા ન હોય ! મોગલ સેનાને મળતાં રસદ-ચારાપાણી પણ રોકાઈ ગયાં છે.'
આ હતાશાના સમાચારથી બાદશાહ નાખુશ થયો. એણે ત્રણ તરફથી મેવાડ પર હુમલાનો નિર્ણય કર્યો.
ચિતોડની બાજુથી શાહજાદો આજમ લડે. ઉત્તર તરફથી શાહજાદો મોઆજિમ લડે .
પશ્ચિમમાંથી શાહજાદો અકબર લડે, અકબરની સાથે નામચીન સેનાપતિ તહવ્યરખાં મદદમાં રહે.
તહેવરખાં નામચીન લડવૈયો હતો, પણ મેવાડીને રાઠોડ યોદ્ધાઓએ જોતજોતામાં આજમ ને મોઆજિમને તો ઊભી પૂછડીએ ભગાડી મૂક્યા.
અકબર તવરખાંની મદદથી મુકાબલો કરતો રહ્યો, પણ એને આખરે ચિતોડ છોડવું પડ્યું. આ તરફ દુર્ગાદાસ અને રાણા રાજસિહ ઉપરાંત રાજ કુમાર ભીમસિંહે અતુલ પરાક્રમ બતાવ્યું. આ પહાડી યુદ્ધ મોગલોને મૂંઝવી માર્યા.
પણ આલમગીરના કિસ્મતની કરામતની જુઓ ! દુનિયાના અનાથોને સનાથ કરનાર, ભારતપ્રસિદ્ધ વીર રાણા રાજસિંહનો એકાએક દેહાંત થયો. એમના પર વિષપ્રયોગ કરવામાં આવ્યો હતો. એક વાર આ છેડેથી બીજા છેડા સુધી નિરાશાનો અંધકાર પ્રસરી રહ્યો. હાય રે ! ભારત રવિનું શું આમ બુઝાઈ જવાનું નિર્માણ હતું !
રાણા રાજસિંહની ગાદીએ રાણા જયસિંહ આવ્યા. રજપૂતો આલમગીરના નસીબની પ્રશંસા કરતા કહેવા લાગ્યા : આલમગીરને અલ્લા મદદગાર છે. ગઈ કાલે હજી છત્રપતિ શિવાજીનો સ્વર્ગવાસ તાજો છે, ત્યાં રાણા રાજસિહ ગયા. માણસ માણસથી લડી શકે, ભાગ્યથી નહિ !'
72 D બૂરો દેવળ
સ્વતંત્ર મારવાડ 0 73
Page #46
--------------------------------------------------------------------------
________________
12
દુર્ગાદાસ દુ:ખી નજરે બનાવોનું અવલોકન કરી રહ્યા. હવે રાજ-રાણી કરતાં આમજનતાના બળ પર ક્રાન્તિ કરવાનો તેમણે નિરાધાર કર્યા. ટૂંક સમયમાં એક એવો ચમત્કાર કર્યો. નિરાશ સરદારો આશાની ચિનગારીથી ફરી ગરમ થઈ ગયા.
એક રાતે બાળકોની રમત જેવી રમત રમવામાં આવી. પકડાયેલાં પ00 ઊંટોને તૈયાર કર્યા, ને બધાની પીઠ પર સળગતી મશાલો ગોઠવી. આ પછી અકબરની સેનામાં સહુને હાંકી મૂક્યાં ! ઊંટ તો પોતાના જાતિસ્વભાવ મુજબ ભડકીને કૂદાકૂદ કરી રહ્યાં. તંબૂઓ સળગ્યા. મોગલસેના સમજી કે રજપૂતો આવ્યા. બધા નાસવા માંડ્યા. આખી સેના અવ્યવસ્થિત બની કે પાછળથી રાઠોડો ને મેવાડી વીર તૂટી પડ્યા.
ખેતરમાં પાકનું લણીલણીને જાણે ખળું કરવા માંડ્યું. મોગલો પરાજિત થયા. અકબર એના દીવાન તહવ્વરખાં સાથે રજપૂતોના હાથમાં કેદ પકડાયો.
મેવાડ અમર થયું. મારવાડ સ્વતંત્ર થયું.
દિવસો સુધી પ્રજાએ ખુશીનો ઉત્સવ ઊજવ્યો. પણ એ હર્ષમાં બબે ભારતરવિના અસ્તનો શોક સમાયેલો હતો. અનાથે જોધપુર સનાથે થયું, પણ એ એનાથતા શરદઋતુનાં વાદળો જેવી ચંચળ હતી, તે સહુ જાણતા હતા. આજની ઘડી રળિયામણી કરી સહુ હર્ષ મનાવી રહ્યાં.
રાણા રાજસિંહ, રાજિયો ઢોલી, ચતરો ગહલોત, રાવ જસવંત, અનારાદેવી અને રાવ દુર્ગાનાં ગીત ગલીએ ગલીએ ગાજી રહ્યાં.
શઠં પ્રતિ શાક્યમ્
ધોધમાર વર્ષ પછી, વાદળોનું કલેજું ચીરીને બહાર આવેલા સૂર્યનાં સોનેરી કિરણો માણસને આહ્વાદ આપે છે. માથે છત્ર રાખીને ફરતો, ઘરનાં દ્વાર બંધ રાખીને બેઠેલો જનસમુદાય સર્વ રીતે મુક્ત થઈ સોનેરી તડકીનો આસ્વાદ લેવા બહાર નીકળી પડે છે ! ઘડીભર ગઈકાલની પ્રચંડ હેલીને ઘટાટોપ એ ભૂલી જાય છે ! ભાવિની ખેવના એ કરતો નથી, માત્ર વર્તમાનનો આનંદ માણે છે ! આ પ્રસંગે ભાવિની ચિંતા કરનારા ને ભૂતને સંભારનારા દીર્ઘસૂત્રી ઠરી, ઉપહાસને પાત્ર બને છે !
રજપૂત વીરો વિશે એવું બન્યું. લાંબી જેહાદ પછી મેળવેલા વિજયના ઉત્સવરંગને એ આનંદથી ઊજવી રહ્યા. દીર્ઘસૂત્રી થવું એમને પસંદ નહોતું ! કાલની વાત કાલે. એ તો જેવા લાગશે તેવા દેવાશે. કહ્યું છે, ને યવનનકે મુખ સહસ નહિ ! એને પણ બે હાથ છે, આપણને પણ બે હાથ છે, જેવા પડશે એવા દઈશું.
પણ રાણો જયસિંહ ને રાવ દુર્ગાદાસ જાણતા હતા, કે સિપાહીના આનંદમાં ને સેનાપતિના આનંદમાં ફેર છે, જેમ જવાબદારીમાં ફેર છે તેમ. એ ભલે દીર્ઘસૂત્રી ન બને, પણ દીર્ઘદૃષ્ટિ જરૂર રહે. સ્વચ્છ દેખાતા આકાશમાં કયો ખૂણો કાળાં વાદળોથી શ્યામ બનવા લાગ્યો છે, ને ઝળહળતા સૂર્ય પર ચઢાઈ કરી, હવાના એક આંધી કે વંટોળમાં પરિસ્થિતિ પલટી શકાય તેમ છે, એની પૂરી તકેદારી સેનાપતિએ રાખવી ઘટે.
આજે ઔરંગઝેબ જેવું મહાન વિપત્તિ-વાદળ હટી ગયું હતું, એની ગર્જના પણ ક્યાંય દૃષ્ટિગોચર થતી નહોતી, પણ ઉલ્કાનો એ મહાન અવતાર કઈ પળે ગર્જનાનાં નગારાં ને વીજળીના ઉત્પાત લઈને આવી પહોંચશે, તે કહેવાય તેમ નહોતું ! જાગરૂકતા એ આજનો જીવનસંદેશ હતો. આલમગીર બાદશાહ ઇરાદામાં
74 D બૂરો દેવળ
Page #47
--------------------------------------------------------------------------
________________
આરાવલીની ટેકરીઓ જેટલો અણનમ હતો. જંગનો એ જાદુગર, રાજ કીય શતરંજનો એ બાહોશ ખેલાડી ક્યારે જીતની બાજી હારમાં પલટી નાખે, એ કંઈ કહેવાય તેમ નહોતું !
અત્યાચાર સુષુપ્ત પ્રજાને જગાડે છે. પ્રાણવાન પણ સુતેલી પ્રજા પર અત્યાચાર એક ક્રાન્તિની લહર સ્થાપી જાય છે. વીર આલમગીરના હિંદુદ્વેષી વર્તનથી દેશદેશ જાગ્રત થઈ ગયો હતો. મડદામાં સંજીવની પુરાઈ રહી હતી. ગઈ કાલની પ્રિય પણ આજ આંખનું કશું બનેલી મોગલ સત્તાની સામે ઠેરઠેર વનકેસરી ગર્જતા થયા હતા, પણ કીડી જેવા જંતુમાં સંપનો જે ગુણ છે, એ પ્રજામાં આવ્યો નહોતો.
સહુ પોતપોતાના પ્રાંત-દેશને જાળવીને બેઠા હતા. બીજી તરફ મોગલ સત્તાના પાયા સો વર્ષના પુરાણા બન્યા હતા. એ પાયાને કેમ કમજોર કરવા, એ આજના મુસદ્દીઓની વિચારણાનો વિષય હતો. સાપ મરે ને લાઠી ભાંગે નહિ, એવો ઘાટ રચવાનો હતો. તલવારના વારને બદલે તર્કનું ઘમસાણ ચલાવવાનું હતું. પગે કમાડ વાસવાનો નવો પ્રયોગ કરવાનો હતો.
રાઠોડ ને મેવાડી મુસદીઓ આજ એ વિચારણા માટે એકઠા મળ્યા હતા. તેઓએ એક નવીન રૂપરેખા પણ ઘડી કાઢી. હવે તેનો અમલ કેટલો થાય છે તે જોવાનું હતું.
તેઓએ લડાઈમાં પકડાયેલા શાહજાદા અકબરને તેડું મોકલ્યું હતું. થોડીવારમાં શાહજાદો અકબરશાહ પોતાના સેનાપતિ તવરખાં સાથે હાજર થયો. ૨જપૂતોએ મોગલ શાહજાદાનું માન સાથે સ્વાગત કર્યું, ને આદર સાથે ઊંચું આસન આપ્યું.
થોડી વારે રાઠોડ વીર દુર્ગાદાસે કહ્યું : “શાહજાદા સાહેબ, આજ એક ગંભીર વિચારણા માટે આપણે એકત્ર થયા છીએ. ભારતમાં રજપૂત ને મોગલો ગઈ કાલે ભાઈભાઈની જેમ રહેતા, આજ એ બે વચ્ચે વેર વાવવાના યત્ન થાય છે. એમની વચ્ચે ફરી એખવાસ સ્થાપવાનો આજ નો અમારો યત્ન છે. આપ નામદારનો અમે ટેકો ઇચ્છીએ છીએ.'
“એ એખલાસને મારો ટેકો છે, રાવજી ! શાહજાદા અકબરે લડવૈયાના સ્વભાવ મુજબ સ્પષ્ટ કહ્યું : ને તહવ્યરખાં તરફ જોઈ બોલ્યો : “ કેમ ખાનસાહેબ !'
‘જરૂર ! જરૂર ! આજ હિંદુસ્તાનમાં લડાઈ, લડાઈ ને લડાઈ રહી છે અને લડાઈ પણ ગઈ કાલે જેઓ દૂધ-પાણીની મિસાલ જીવતા હતા, તેમની વચ્ચે ચાલે છે. અમારા જેવા સેનાપતિઓને તો એશોઆરામ સપનામાં પણ હરામ થઈ ગયાં છે.' તહવ્વરખાંએ શાહજાદા અકબરને ટેકો આપ્યો. એ ચાલતી ગાડીએ ચડી જનારો માણસ હતો.
‘અકબરશાહ !ત્રણ ત્રણ બાજુ સાગરનાં નીલાં નીલાં જળથી ઘેરાયેલા ને એક બાજુ ગગનચુંબી કરાલ કાળ પહાડીથી રક્ષિત હિંદુસ્તાનની ભૂમિ પર તમારા વડવો બાબરશાહે સ્થાપેલી ને તમારા જ નામધારી સમ્રાટ અકબરશાહે ઊભી કરેલી ઇમારત આજ ડોલી રહી છે ! એના પાયામાં ભૂકંપના આંચકા જાગ્યા છે, જ્વાળામુખી એની લોહદીવાલોને ખળભળાવી રહ્યા છે. એ વાત તમે કબૂલ કરો છો કે નહિ ?
રાવ દુર્ગાદાસે જરા કવિત્વમાં કહ્યું. તલવારનો ખેલાડી આજ વચનનો ઝવેરી બન્યો હતો. જાણે એ બોલતો નહોતો, કોઈ કુશળ ઝવેરી મોતીની માળા ગૂંથતો હતો.
‘ કબૂલ કરું છું, રાવજી !' શાહજાદાએ જવાબ વાળ્યો. ‘પણ વાલિદસાહેબ (પિતા)નું અરમાન છે, કે એમની તાતી તલવાર ને એમનું સતર્ક હૈયું ગમે તેવા સખ્ત ભૂકંપને પણ મિટાવી શકશે.’
* એ વાત પછી, શાહજાદાસાહેબ; માણસનો ગર્વ એક ચીજ છે. જનતાની હાય બીજી ચીજ છે. એ તો ખુદાને જે મંજૂર હશે, તે થશે, પણ મોગલોને પ્રભુપ્રેરિત માની જે રાઠોડી ને મેવાડી રજપૂતો દિલ્હી દરબારની સેવામાં પડ્યો હતો, અને જેમની સેવાઓ તમારા પ્રતાપી પૂર્વજોના સમયમાં હંમેશાં ઇનામ, અકરામ ને ઇજ્જત પામતી, એને આજ અપમાન ને મોત મળે છે, એ વાતની તો તમે ના પાડશો નહિ, ને !'
‘જી !' શાહજાદાએ ફક્ત મસ્તક હલાવ્યું.
‘શાહજાદાસાહેબ ! હિંદુસ્તાનના નકશા પર તો નજર નાખો. ક્યાંક ઉત્પાત, ક્યાંક ધમાલ, ક્યાંક છલપ્રપંચ ને ક્યાંક લડાઈ વિના બીજું શું છે ? શાંતિ, અમનચમનનું ક્યાંય નામોનિશાને છે ? રાફડે રાફડે નવા ભોરિંગ જામ્યો છે. એ તકની રાહમાં બેઠા છે. ગારુડી બળવાન જરૂર છે, છતાં ઇન્સાન છે. નજર ચૂક થઈ, આંખોની શરમ ગઈ, એ દહાડે સર્વનાશ વેરતાં વાર નહિ લાગે.'
“ખૂબ કહી રાવજી ! નાગ અને ગારુડી ! ખેલ બરાબર એવો જ જામ્યો છે.” તહેવરખાં આ ઉપમા પર આફરીન પોકારી રહ્યો.
‘તમારા દિલોદિમાગમાં મારી વાત ઠસાવવા માટે ખોટી વાત નથી રજૂ કરતો. અવિનય લાગે તો હજાર હજાર વાર માફી માગું છું, પણ આપના વાલિદના પ્રતાપે જ શીખો જેવો ઈશ્વરભજન કરનારો સમુદાય આજ યોદ્ધાગંણમાં પલટાતો જાય છે, તસ્બી મૂકી તલવાર પકડતો જાય છે. કોઈના દિવસ સદાકાળ સરખા જતા નથી, આજે ઊભા થયેલા નાના નાના પણે ઘણા બધા વિરોધીઓ મોગલોને ભારે નહિ પડે ? નવી તલવાર ને જૂની તલવારમાં ઘણો ફેર છે, હોં ! ઇન્સાફના ત્રાજવા પાસે શું બાપ કે શું બેટો ! બરાબર તોળવા જોઈએ !' દુર્ગાદાસે શાહજાદા અકબરના મોં સામે જોયું અને પોતાના પિતાના કૃત્યનો ઇન્સાફ કરવા પડકાર કરતાં આગળ
શઠં પ્રતિ શાશ્ચમ્ | 77
76 બૂરો દેવળ
Page #48
--------------------------------------------------------------------------
________________
કહ્યું :
‘આ જાટોનું શું ? આ મરાઠાઓનું શું ? અરે ! પેલા બુંદેલા તો જુઓ !' રાવ દુર્ગાદાસે આગળ ચલાવ્યું : “ને અહીં રજપૂતાનામાં પણ મારવાડ, અંબર બધાં અંતરથી બાદશાહનાં ન સમજતા, એ તો સમયની લાચારી છે. મેવાડની ધર્મધજા તો હંમેશાંથી ખુલ્લે ખુલ્લી વિરોધમાં છે ! શાહજાદાસાહેબ એક નાની શી વાર્તા કહું ?'
‘જરૂર કહો, મોગલોના પ્રતાપી સિંહાસનના, ભારત સમ્રાટના પ્રતાપી વારસદારે બધું સમજવું જ પડશે ને ! એકની ભૂલે આખો માળો વીંખાવા દેવામાં ડહાપણ નથી જ.’ તહવ્વરખાંએ કહ્યું. એણે જે કહ્યું તે જ એને મોંએ કઢાવવાની દુર્ગાદાસની પેરવી હતી.
રાવ દુર્ગાદાસે વાત માંડી : ‘એક ભયંકર નાગ હતો. તળાવને કાંઠે પીપળાની નીચે રહેતો હતો. મિજાજ એવો કે જે ભેટ્યો એને કરડ્યા વગર ન છોડે ! ભલભલા એનાથી બીએ, એનું નામ પણ ન લે ! એને તો શું, એના પડછાયાને પણ નવ ગર્જના નમસ્કાર કરે.
| ‘એક વાર દરમાં જતાં સાપનું શરીર છોલાયું. લોહી નીકળ્યું. લોહીની ગંધ કીડીઓ આવી પહોંચી. સાપ ઘણી ફેણ પછાડે, થોડી ઘણી કીડીઓને છુંદી નાખે, પણ આ તો કીડીઓનું કટક ! આખરે સાપ ફણા પછાડતો મર્યો, કીડીઓ સાપને ફોલી ખાધો. એ વખતે ડાહ્યા માણસે કહ્યું : “ઝાઝા નબળા લોકથી, કદીય ન કરીએ વિર ! કીડી કાળા નાગનો, પ્રાણ જ લે આ પેર.'
“કીડી ને સાપનો કિસ્સો સમજવા જેવો છે. પણ વાલિદસાહેબનો ઇરાદો કળવો હંમેશાં મુશ્કેલ હોય છે.’ શાહજાદાએ કહ્યું,
| ‘બોલવામાં ગુનો થતો હોય તો માફ કરશો. પિતાજીને રાજ કરતાં ધર્મ પહેલો છે. ધર્મ પ્રચાર માટે ફકીર થવું પડે તો એ ફકીર થવા તૈયાર છે. આ ગુણ પ્રશંસનીય છે. અમે બધા કબૂલ કરીએ છીએ કે પિતાજી જેવા પરાક્રમી પ્રતિભાશાળી, કર્તવ્યપરાયણ, સંયમી, સજાગ માણસ અત્યારે દુનિયામાં બીજા કોઈ નથી ! ફકીર તરીકે એ ઉમદા છે, માણસ તરીકે એ સન્માનને પાત્ર છે; પણ બાદશાહ તરીકે એ સાવ નાકામયાબ છે. શાહજાદા સાહેબ ! સોનાના થાળમાં લોઢાની મેખ જેમ, આખા જહાજમાં એક નાના કણાની જેમ, એમનો ધર્મદ્રેષ આજ તબાહીનો-સર્વનાશનો સંદેશ બન્યો છે.' | ‘પિતાજી મજહબની બાબતમાં વધુ કડક છે, એ હું કબૂલ કરું છું.’ શાહજાદાએ કહ્યું.
‘કડક તે કેવા ? એમને હિંદુઓને કચડી નાખવા છે. આખું ભારત ઇસ્લામી કરવું છે ! ખુદાએ જે નથી કર્યું. એ એમને કરી બતાવવું છે ! ખુદાની ઇચ્છા માત્ર મુસલમાન જ પેદા કરવાની હોત, તો દુનિયામાં ગેરમુસ્લિમ માતાઓને એ ઓલાદથી
78 બૂરો દેવળ
જ વંચિત રાખત ! પણ ખુદાતાલાએ એમ નથી કર્યું ! હવે એ વાત બાદશાહ કરવા માગે છે !” ભાટી સરદાર રઘુનાથસિંહે જરા જોશમાં આવીને વચ્ચે કહ્યું.
જેસલમેરના આ ભાટી સરદારો ‘ભા ઝૂંભના પરમ પૂજારી હતા, ને દુર્ગાદાસની લોકક્રાન્તિમાં ભળ્યા હતા. એમના પરાક્રમથી મારવાડના મોગલ સૂબેદારો ધ્રુજતા. એમ કહેવાતું કે સૂર્યાસ્ત પછી મોગલરાજ ફક્ત થાણાઓમાં રહેતું. બાકી મેદાન પર રાઠોડો ને ભાટી સરદારોનું રાજ ચાલતું !
‘રઘુનાથસિંહજી ! આપણે સિપાઈ છીએ, એક ઘા ને બે કટકા કરતાં આપણને ફાવે, પણ શાહજાદા સાહેબ સમજુ ને ઉદાર માણસ છે. એમનામાં નામ તેવા ગુણ છે. આપણે આજ નવા અકબરશાહનાં તેમનામાં દર્શન કરીએ છીએ !” દુર્ગાદાસે જાણે ભાટી સરદારને ઠપકો આપતા હોય તેમ કહ્યું. જોકે એ તો લોઢું ગરમ કરવાનો ને પછી ઘાટ ઘડવાનો એક પ્રકાર માત્ર હતો. માફી માગતા હોય તેમ રાવ દુર્ગાદાસે શાહજાદાને કહ્યું :
‘શાહજાદા સાહેબ ! માઠું ન લગાડશો. દૂધ ગરમ થઈને ઊકળી રહ્યું હોય, ત્યારે એના પર ગમે તેવું વાસણ ઢાંકીએ તોય ઊભરાયા વગર ન રહે ! આજ અમારી હાલત એવી છે. હૈયું ખાલી કરવા બેઠા છીએ, તો એના પર ઢાંકણ મૂકવા માગતા નથી.”
ના, ના. મને લેશ પણ માઠું લાગતું નથી. હું પણ મનુષ્ય પારખું છું. કડક રીતે કહેતા હો, તો તે તમારી અમારા તરફની લાગણી જ બોલે છે !' શાહજાદાએ કહ્યું. ‘તહવ્વરખાં ! રજપૂતોની મોગલ દરબાર સાથેની દોસ્તી ઇતિહાસનું એક સોનેરી પાનું છે.”
“મોગલ દરબારમાં રજપૂતોની હંમેશાં શાન સચવાતી, હિંદુઓનાં આદરમાન થતાં. પિતાજી ગાદીએ આવ્યા, ને હિંદુઓ શું ઇનામ પામ્યા ? નામોશી ભર્યો જજિયા વેરો !' દુર્ગાદાસે કહ્યું.
- “જજિયા મને હંમેશાં ખટક્યો છે, ભલે હું મુસલમાન છું તો પણ. બાદશાહે કોઈ ચીજ એવી ન કરવી જોઈએ કે જેથી માણસને હંમેશા જુદાઈનો ખ્યાલ આવ્યા કરે ! એ ભૂલવા જેવું નથી કે પઠાણ ને મોગલોના અસ્થિવેરમાં હિંદુઓએ જ મોગલોની રક્ષા કરી છે !' એકબરના શબ્દોમાં સચ્ચાઈ હતી. દુર્ગાદાસે આગળ ચલાવ્યું :
‘જીવતા રહો. મારા શાહજાદા ! આજ ચર્ચા કરવા બેઠા છીએ તો કહીએ છીએ, કે, મથુરાનાં મંદિર તોડી એમણે શું હાંસલ કર્યું ? ગોકળા જાટને દુશ્મન તરીકે ખડો કર્યો, ઉજ્જૈનનાં મંદિરો તોડી શું હાંસલ કર્યું ? ખુદાના બંદાઓનાં લોહી વહ્યાં. ઓરછામાં બુંદેલો સાથે એ જ વાતમાં બગાડ્યું ! ગુરુ તેગબહાદુરની હત્યા કરી
શઠં પ્રતિ શાક્યમ્ D 79.
Page #49
--------------------------------------------------------------------------
________________
વેરની જડ ઊંડી ઘાલી. સતનામીનો સંહાર ને સરહદ સૂફીની ફાંસીએ પ્રજાના હૈયામાંથી આલમગીર પ્રત્યેનો આદરભાવ કાઢી નાખ્યો છે. હિંદુ તો દુશ્મન ગણાય, પણ શિયા, સૂફી એ બધા પણ દુશમનો ? આજે સુન્ની મુસલમાન સિવાય કોઈનો જયવારો નથી. ગઈ કાલે મોગલ સત્તા અજેય ગણાતી, પણ છત્રપતિ શિવાજીએ મોગલોનું કેદખાનું તોડી એમનો રૂઆબ કચડી નાખ્યો એ જાણીતી વાત છે ! હોલી, દિવાલી ને મહોરમના તહેવારો બંધ કરાવી બાદશાહે માત્ર સુન્ની મુસલમાન સિવાય સહુને માટે સલામતીના દરવાજા બંધ કરી દીધા છે !'
‘રાજાએ તો હિંદુ કે મુસલમાન-કોઈ પણ પ્રજાને પોતાની બે આંખોની જેમ બરાબર લેખવી જોઈએ. એ રાજા છે, કંઈ મૌલવી કે સાંઈ નથી ! સાંઈ ઇચ્છે કે સહુ કોઈ એનો ધર્મ પાળે એ શોભે. રાજા માત્ર એટલું જ ઇચ્છે કે સૌ કોઈ પોતાનો ધર્મ શાંતિથી પાળે.' શાહજાદા અકબરે કહ્યું.
ઘડીભર સહુને લાગ્યું કે સો વર્ષ પહેલાંના એના પૂર્વજ એકબરશાહ એનામાં બોલતા હતા. દુર્ગાદાસે કહ્યું :
“આજ અમે જાણે અકબરશાહ બીજાને બોલતા સાંભળીએ છીએ. ગઈ કાલ સુધી સરખી જ કાતથી હિંદુ-મુસલમાન વેપાર કરતા, આજ આલમગીરના રાજ માં હિંદુઓને માટે રા/ ટકાથી વધીને ૫ ટકા જકાત, મુસલમાન માટે જ કાત જ નહિ ! સલ્તનત માટે શું મુસલમાન સિવાય બીજાઓએ લોહી નથી આપ્યાં ?'
‘સરાસર ગેરઇન્સાફ છે, રાવજી ! પણ સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે !' શાહજાદાએ કહ્યું.
‘સિંહને મોઢામોઢ કહેનાર અમે રજપૂતો છીએ !' વચ્ચે પંચોલી કેસરીસિંહના પુત્ર સમુદ્રસિંહે સિંહગર્જના કરતાં કહ્યું. કાર્તિકેયના બીજા અવતાર જેવો આ યોદ્ધો હતો. ઘોડે ચડેલો આ રજપૂત દશ-વીસ દહાડા સુધી ઘોડા પર જ રહેતો : ઘોડા ઉપર સુતો, ઘોડા ઉપર ખાતો. એના પિતાએ મોગલ દરબારમાંથી રાઠોડોનો છૂટકારો કરવા માટે મોતને મીઠું કરેલું. આલમગીરે કાબુલનો હિસાબ માગ્યો, એ વિના રાઠોડ સરદારોને દિલ્હીમાંથી જવા નહિ દઈએ એમ કહ્યું.
કેસરીસિહે બાદશાહને કહ્યું કે હિસાબ મારી પાસે છે, બીજાને શા માટે રોકો છો ? હિસાબ હું આપું છું. બાદશાહે હિસાબ તપાસવા માંડ્યો. એ દરમિયાન રાઠોડો દિલ્હીમાંથી છટકી ગયા. કેસરીસિંહ રાઠોડોને કહેલું કે મારી ચિંતા ન કરતા. મહિનામાં આવી પહોંચું છું. પાછળ કેસરીસિંહે ૩૫ દિવસે કેદખાનામાંથી વિષપાન કરી મુક્તિ મેળવી. એ વીર પિતાના પુત્રે આગળ ચલાવ્યું :
‘અકબરશાહ ! અમને ઝાઝું બોલતાં આવડતું નથી. જુઓ, રજપૂતાણીઓ રજપૂતને જન્મ આપતી નથી. રજપૂતીની ખાખમાંથી રજપૂત પેદા થાય છે. તમે
80 D બૂરો દેવળ
રજપૂતને હણી શકશો, પણ રજપૂતને હણ્ય રજપૂતી નહિ હણાય. માતૃભૂમિનો સાદ પડતાં, જય એકલિંગજીના એક નાદ સાથે ખાખનાં પોયણાં જેવા વી સ્મશાનમાંથી ખડા થશે. શિર પડે ને ધડ લડે એ અહીંની વાત છે. મરી ખૂટીશું, પણ મમત નહિ મૂકીએ. અમે સુખે સૂઈશું નહિ, કોઈને સુખે સૂવા દઈશું નહિ !'
| ‘પંચોલિજી ! હું બધું સમજું છું, પણ પિતાજીને પુત્ર પર પણે ભરોસો નથી. અવિશ્વાસ એ એમનો રાજ કારણનો આત્મા છે. કહો હું શું કરી શકું ?” શાહજાદા અકબરે અંતરની વરાળ કાઢી.
‘હું શું કરું, એમ કેમ કહો છો ? આજ તમારી ફરજ બાપ સામે જોવાની નથી, બાપદાદાની પવિત્ર ગાદી સામે જોવાની છે કે મેવાડના રાણા જયસિંહ જેઓ અત્યાર સુધી મૌન હતા, તેમણે હવે બોલવાનું શરૂ કર્યું.
‘શાહજાદા સાહેબ ! મેવાડ ને મોગલ દરબાર આજ સુધી શત્રુ રહ્યા છે, ને સહુએ ખાનદાનીથી શત્રુતા નભાવી છે. અમારા બાપદાદાએ વખત આવે મૈત્રીનો હાથ પણ લંબાવ્યો, ને મૈત્રી નભાવી પણ ખરી. પણ આજ તો નાદાન બાદશાહ ગાદી પર છે. કહ્યું છે કે નાદાન કી દોસ્તી, જાનનું જોખમ. એમની દોસ્તી કરનારને શું હાંસલ થયું ? એમની દોરતી જોધપુરપતિ જસવંતસિંહે કરી, બદલામાં ભૂંડું મોત મળ્યું ! એમની દોસ્તી જયપુરરાજ જયસિંહે કરી, પરિણામે જીવના ગયા. બંનેની હત્યાના પડછાયા બાદશાહના નામ પર ઘેરાયા છે, સાચું-ખોટું ઈશ્વર જાણે ! માટે કહું છું કે તમે ખુદ બાદશાહ બનો ! બાપદાદાના પવિત્ર સિંહાસનની શાન જાળવો.”
હું બાદશાહ બનું ?” શાહજાદાથી આશ્ચર્યમાં બોલાઈ ગયું. ‘જરૂર, તમે બાદશાહ બનો ! રાઠોડ તમારા વફાદાર સાથી બનશે.” દુર્ગાદાસે કહ્યું.
‘બાદશાહ કેવી રીતે બને ? સિંહાસન લેવું એ કંઈ રમત છે ! અને બાબા બાદશાહ છે, એનું શું ?”
‘સિંહાસન એ રમત છે. માફ કરજો, આપના પિતાએ બાદશાહ બનતાં જે રમત ખેલી હતી, એ આપ ક્યાં જાણતા નથી ! આપનો ધર્મ આજે બાપદાદાનું પવિત્ર સિંહાસન રક્ષવાનો છે ! આલમગીર રહે કે જાય, મોગલ સિંહાસન રહેવું જોઈએ ! પિતા-પુત્રના ધર્મ પળાય કે ન પળાય, પૂર્વજોની ગાદી તપવી જોઈએ. કીડી ને સાપવાળો ઘાટ છે. ઘણી કીડીઓ વળગી પછી કોઈ રસ્તો નહિ રહે.” રાવ દુર્ગાદાસે કહ્યું.
‘ભાવિ દિલ્હીસમ્રાટ અકબરશાહને મેવાડ પોતાની અણનમ મિત્રતાની ખાતરી આપે છે !' રાણા જયસિંહે કહ્યું.
‘મારાથી આ વાત સમજાતી નથી.” અકબર મુંઝાઈ ગયો.
શઠં પ્રતિ શાઠશ્ચમ્ 81.
Page #50
--------------------------------------------------------------------------
________________
‘એક વખત તમે હા કહો. બાબરશાહના પવિત્ર કસમ ખાઈને કહો કે જલતી જ્વાળામાં ઘેરાયેલા મોગલ સિંહાસનને બચાવવા હું શહેનશાહ બનીશ. પછી જુઓ ભારતની આન ને શાન ! પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ, માત્ર દિલ્હીશ્વરનું જ રાજ હશે. હિંદુ-મુસલમાન ભાઈ ભાઈ હશે ! ન લડાઈ હશે, ન તોફાન હશે. આખા દેશમાં ફરી રાજા નૌશેરવાન ને પરદુઃખભંજક રાજા વિક્રમનું રાજ્ય પ્રસરશે ! વાઘબકરી એક આરે પાણી પીશે. ફક્ત તમે હા ભણો, બાકીની વાત રજપૂતોની ખાનદાની પર છોડો !'
શાહજાદો ભારે વિચારમાં પડી ગયો હતો. એનો દિલાવર આત્મા બાપદાદાના સિંહાસન માટે આલમગીર જેવા ભયંકર પિતાની સામે થવા પોકાર કરી રહ્યો. એકબેના અહિતમાં આખા હિંદનું હિત હતું, મોગલ વંશની ભલાઈ હતી.
રાણાજીએ આગળ ચલાવ્યું :
*નામદાર ! એક વાર હા કહો, સંધિ તો જુઓ, આજ રાઠોડ સિસોદિયા ને આપનું લશ્કર એકઠું મળે તો સિત્તેર હજારની સેના ખડી થાય તેમ છે. આલમગીરીની સેના ચિતોડની લડાઈમાં ઘણી ખતમ થઈ છે ! આજ હા કહો, કાલે બાદશાહની ખબર લઈ નાખીએ !”
‘રાઠોડ વીર ! સિસોદીઆ રાણા ! આજ હું પેટછૂટી વાત કરું છું, બાદશાહની નીતિનો હું હંમેશાં વિરોધી રહ્યો છું. ને એથી જ બાદશાહ પોતાના પુત્રો પર પણ ભરોસો નથી રાખતા. પિતાજી શિક્ષક તરીકે બરાબર, સેનાપતિની રીતે બેજોડ, ધર્મવેત્તા તરીકે વિશિષ્ટ, પણ મનુષ્યોના અંતઃકરણ પર રાજ કરવાની એમને આવડત નથી ! કાશી વિશ્વનાથનું મંદિર, સોમનાથનું મંદિર, મથુરાનું મંદિર તોડી પિતાજીએ ધર્મની ધજા નથી બાંધી, પણ બંડનાં ફરમાન જારી કર્યા છે.” શાહજાદાની જબાન સાચી વાત બોલતી હતી.
‘એ બાદશાહ છે, મૌલવી નથી, એ વાત વારંવાર ભૂલી જાય છે. વ્યાઘચર્મ પર ભલે સૂએ, જાતે ભલે મજૂરી કરે, ભલે ગંગાજળ પીએ, પણ એ બધી માણસના વ્યક્તિગત ચારિત્ર્યની વાત છે, બાદશાહીની નહિ, બાદશાહને ગાવું બજાવું પણ હોય, અત્તર – ગુલાબ પણ હોય, કલાકારીગરી પણ હોય !' દુર્ગાદાસે કહ્યું.
‘પિતાજી દીર્ઘદ્રષ્ટિ જરૂર છે, પણ પોતે કરેલાં કર્મોના પડછાયા તેમને ડરાવે છે. અમે તેમની સેવામાં રહેવા માગીએ ત્યારે વારંવાર લખે છે : ‘હવાને બગાડનારી મહત્ત્વાકાંક્ષાના ધુમાડા જેવી બીજી કોઈ ખરાબ ચીજ નથી !” તેઓને ડર છે કે પોતાને પગલે પોતાના પુત્રો તો નહિ ચાલે ને !' શાહજાદો અકબર હવે ખીલ્યો હતો.
| ‘અરે, તેમણે તો રાજનાં કામ લખનારા લહિયાઓને પણ દૂર* કર્યા છે. કોઈએ પૂછ્યું તો કહ્યું કે “માણસે પરમેશ્વરનું સંકીર્તન લખવું સારું. મારા જેવા
82 D બૂરો દેવળ
સાધારણનાં કામ લખવાં ઠીક નહિ.” એમ કરીને એમને દુનિયાના મોંએ દાટો મારવો છે ! પણ ગોળાના મોંએ ગરણું બાંધી શકાશે. દુનિયાના મોંએ ગરણું બંધાશે નહિ, ભાઈસાહેબ !”
‘હું તો એક વાત માનું. એમણે બંને પ્રજાને એકભાવે જોવી જોઈએ. તેઓ ધારતા હોય તો પણ ત્રણ ચતુર્થાશ હિંદુ પ્રજાને કદી ઇસ્લામી નહિ બનાવી શકે.” એકબરે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો. ‘કુરાનનાં વચનો ભાલે બાંધી, એક વાર મુસલમાનોને ઉમેરી શકાય, પણ હરવખત એમ ન બને !'
‘બિલ્લીબાઈ રોજ થી ચાટી ન શકે. કહો. નામવર, ફરી અકબરી સુરાજ્ય જમાવવા આપ તૈયાર થાઓ છો ને ? તમામ આકાશી બલાઓ પણ આપને પાછા નહિ ફેરવી શકે !”
‘તમે કહો છો, તો પવિત્ર પૂર્વજોના પ્રતાપી સિંહાસનની રક્ષા ખાતર હું શહેનશાહ થવા તૈયાર છું. આ કાંટાળો તાજ ધારણ કરવાની હા કહું છું. પ્રતાપી મોગલ સિંહાસનને બચાવવા જતાં મને કોઈનો ડર લાગવાનો નથી, કોઈની શેહ કે શરમ નડવાની નથી. કર્તવ્ય પાસે, હું પિતાની પણ પરવા કરતો નથી !' શાહજાદા અકબરે દૃઢ રીતે કહ્યું. એના મુખ પર પ્રતિજ્ઞાનું દૈવી તેજ ચમકતું હતું.
| ‘પણ એક વાત, રાવ દુર્ગાદાસ ! ઇષ્ટદેવના સોગન ખાઈ ને કહો કે તમે મને કદી નહિ છોડો ને ! આ તો પિતાજી જેવા બળિયા સામે બોકરી બાંધવાની વાત છે. તખ્ત પણ મળે, તખ્તો (ફાંસી) પણ મળે. રાવ દુર્ગાદાસ, તમે, રાણાજી ને સહુ રજપૂતો મારા સુખદુ:ખના સાથી બની રહો, એમ હું ઇચ્છું છું.'
| ‘ઇષ્ટદેવની સાખે શપથ લઉં છું. દુર્ગાદાસ તમને નહિ છોડે. સુખમાં કે દુઃખમાં, જીવનમાં કે મૃત્યુમાં.' રાવ દુર્ગાદાસે કહ્યું : ને પછી ઊભા થઈને સહુને ઉદ્દેશીને બોલ્યા :
‘પિતાની ચિંતા ન કરશો. આપના પિતાએ પોતાના ભલા ને વયોવૃદ્ધ પિતા માટે શું કર્યું? તું ? નામદાર ! આપણે ભૂંડા થઈશું, તો પણ એટલા ભૂંડા નહિ થઈ શકીએ. સહુ સરદારો એક વાર ઊભા થઈને કહો : ‘હવે અમે શાહજાદા અકબરને મોગલ શહેનશાહ તરીકે માન આપીએ છીએ, વફાદારી આપીએ છીએ, ઇજ્જત બક્ષીએ છીએ.'
સર્વ સરદારો તલવાર મ્યાન બહાર કરી, બે હાથમાં પકડી, છાતી પર આડી ધરી, મસ્તક નમાવી રહ્યા !
ઇતિહાસ એક નવું સોનેરી પાનું ચીતરી રહ્યો.
શઠં પ્રતિ શાઠચમ્ 83
Page #51
--------------------------------------------------------------------------
________________
13
ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું
હાય રે ભરામણ ! તને ટીપણું જોતાં, ગ્રહ-નક્ષત્રો ગણતાં આ શું સૂઝયું કે હિંદુઓના બારમા ચંદ્ર સાથે તેં તારો મેળ બેસાર્યો ! રે અસુરગુરુ શુક્રાચાર્યના પોતરા ! તારી આંગળીના વેઢા પર, સુવર્ણ અને રૌણ સિક્કાઓની દાનદક્ષિણાની ગણતરી કરતાં તને આ સ્વાર્થની ગણતરી ક્યાંથી સૂઝી ! કે અકબર ને ઔરંગઝેબના ગ્રહયોગ નીરખતાં તારું મન ભમી ગયું, જેથી ઊગતા સૂરજને પૂજવા નીકળ્યો !
અરે ! ઇતિહાસના એક પલટાતા તવારીખી પાનાને તેં આમ એકાએક ક્યા લોભે પલટી નાખ્યું ? બે બાજુની ઢોલકી કયા કારણે તેં વગાડી ? આ તરફ તો તેં રાજા વિક્રમની ૧૭૩૭ની સાલના માથ કૃષ્ણા સપ્તમીનું શાહજાદા એ કબરને શહેનશાહ બનવાનું મુહૂત કાઢી આપ્યું. ને આ તરફ ઘોડા પર સવારી કરી એજ મેર તરફ પ્રયાણ કર્યું ! શા માટે ભલા ? ' ખો ભૂદેવ ! ખાસ્સી એકસો વીસ માઈલની ભૂમિ ઘોડા પર કાપતાં તને થાક પણ ન લાગ્યો ! તારી કમર પણ તૂટી ન ગઈ !
અજમેરમાં શહેનશાહ ઔરંગઝેબ બેઠો હતો. એકબર ને ઔરંગઝેબ હતા તો પિતા-પુત્ર પણ રાજકારણમાં કોણ પિતા ને કોણ પુત્ર ! છેલ્લા વખતથી સિંહાસન
સ્વજનોની હત્યા માગતું થયું હતું. સત્તાના પ્રાથમિક સ્વાગતમાં શુળીના માંચડા રોપાતા હતા. આલમગીર બાદશાહે તેમાં આડો આંક વાળ્યો હતો. ચોરની દાઢીમાં તણખો, એ કહેવત પ્રમાણે એ પોતાનાં સગાંવહાલાંથી સદા સાશંક ને દૂર રહેતો. હેતપ્રીતના કટોરા એણે હૈયાથી અલગ કર્યા હતા. કોઈ તેને હૃદયના પ્રેમથી પૂજતું નહોતું. પૂજા માત્ર ભયની હતી.
પુત્રોથી સાશંક પિતાની શંકા આજ ખરેખર સાચી પડતી હતી. શાહજાદા
અકબરે પિતાનું પદ ફગાવ્યું હતું : હવે પુત્રના હાથમાં પિતા આવે તો એનું માથું ભાંગ્યા વિના રહે ખરો ! જૂનો ઇતિહાસ વળી તાજો થાય !
એક તરફ મારવાડના ખોડ ગામમાં શાહી સમારોહ ચાલી રહ્યો હતો. શાહજાદા એ કબરને સિંહાસન સુપરત થતું હતું. એમાંય જૂનો ઇતિહાસ તાજો થતો હતો.
એક દહાડો ભૂતકાળમાં મોગલ સમ્રાટ અકબરશાહનો રાજ્યાભિષેક પણ પંજાબના એક ગામડા કલાનોરમાં આવી રીતે જ થયો હતો ને ! આજના દુર્ગાદાસ જેવા, એ દિવસે ખાનખાના બહેરામખાન હતા.*
રાઠોડ ને સિસોદીના ભરત રાજાની ભૂમિ પર સર્વધર્મ સમન્વયમાં માનનાર ભારતના અભિનવ સમ્રાટને નિર્માણ કરી રહ્યા હતા. જેની કચેરીમાં અદલ ઇન્સાફનાં નગારાં ને જ્યાંના મેદાન પર ચાંદ-સૂરજના ભાઈચારાના ધ્વજ રોપાવાના હતા. આલમગીર જેવા ઝનૂની બાદશાહને વગર લડચે હરાવવાની આ રજપૂતી તરકીબ આજના ઇતિહાસમાં અપૂર્વ આકાર લઈ રહી હતી. હિંદુ-મુસ્લિમ આજ રાજ કારણના મેદાનમાં ભાઈભાઈ થઈને ભેટવાના હતા.
નવીભારતના નવા શહેનશાહ એ કબરશાહે ઇનામ એ કરામ હોદા, ખિલત, પોશાકની ભારે નવાજેશો કરી મેવાડને નવાં પરગણાં આપ્યાં. જોધપુરને સ્વતંત્ર જાહેર કર્યું. શાહી હોદાઓ હિંદુ-મુસ્લિમોમાં લાયકાત પ્રમાણે વહેંચ્યા. જજિયા વેરો દૂર કર્યો. હિંદુ કે મુસ્લિમ કોઈ પણ વેપારી માટે સમાન જ કાતની જાહેરાત કરી. - સેનાપતિ તહવ્વરખાંને દીવાને આઝમ બનાવવામાં આવ્યા. સરદારો ને અમીરોને ખિતાબ આપવામાં આવ્યા. આતશબાજી ફૂટવા માંડી : ને જોધપુરજયપુરની સૌંદર્યવતી ગણિકાઓ થનક થનક નાચવા માંડી. સિસોદિયા, રાઠોડો ને ઇસ્લામીઓની ૭૦ હજારની વિશાળ સેનાનો સાગર કૂચ માટે હિલોળા દેવા લાગ્યો.
આજ જાણે ભારતમાં હિંદુ ને મુસલમાન ભાઈભાઈ બની રજપૂત ને મોગલ જાણે કદી લડ્યા જ નથી ને કદી લડશે પણ નહિ, એવા સુખદુ:ખના સાથી બની ગયા. એકબીજાને ગળે લગાવવા માંડ્યા. હોળી દિવાળી-ઈદ મહોરમ જાણે સહુના સમાન તહેવાર બની ગયા.
| સિત્તેર હજારની સેના અને એ સિત્તેર હજારની તાકાત જેના એ કલાના દિલોદિમાગમાં છે એ નરસિંહ રાઠોડ દુર્ગાદાસ, કૂચ કદમ માટે નવા બાદશાહના ફરમાનની રાહ જોવા લાગ્યા. આમ હિંદની ધરતીને આજે ભાઈચારાથી ખેડીને સમાન હકનાં વાવેતર કરવાની ઝુંબેશ ઉપાડવાની ઘડીઓ ગણાઈ રહી !
* જુઓ આજ લેખકનાં (૧) વિક્રમાદિત્ય હેમૂ (૨) ભાગ્યનિર્માણ (૩) દિલહીયર
ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું [ 85
Page #52
--------------------------------------------------------------------------
________________
નવા શહેનશાહ જરા આનંદ ઉત્સવમાં મગ્ન છે, નાચગાન ચાલે છે. હમણાં છડી સવારીએ હરીફ બાદશાહ આલમગીરને હંફાવવા પ્રસ્થાન કર્યું સમજો ને !
મજહબી લોકો પોતાનો ઉલ્લુ ઊંધો બેસતો જોઈ નાસભાગ કરી રહ્યા છે. અહીં તો મંદિરમાં ઘંટરાવ છે, મસ્જિદમાં બાંગ છે. બંનેમાં એકમેકનું કોઈ વિરોધી નથી. એકનાં સ્મશાન જલે છે, એકનું કબ્રસ્તાન દફન પામે છે. સહુને હૈયે શોક સમાન છે. દેન કે દફનનો વાંધો નથી ! વાત આવી હોય ત્યાં કોણ દુશ્મન ને કોની સાથે લડાઈ !
આ પ્રવૃત્તિને નફરતની નજરે જોતો એક માણસ અજમેરમાં બેઠા છે, એનું નામ આલમગીર ! પણ હવા એવી વહેતી હતી કે જો આલમગીર જેવો આલમગીર ન સમજ્ય તો વા ખાતો રહેશે. લડવૈયાનું જોર બધું લશ્કર પર, એની પાસે માંડ હજારનું લશ્કર હશે. ચપટીમાં ચોળાઈ જ શે, એ મજહબી પાગલ !
વાહ વાહ ! આમ આજ ધન્ય ઘડી ને ધન્ય ભાગ્યનો સમો વર્તાઈ રહ્યો છે, ત્યાં ભારતનો આ મહાન જ્યોતિષી મહારાણી દાસ ઘોડા પર બેસીને અજમેર ભણી ઘોડાપુર પાણીના વેગે વહી રહ્યો છે ! જોતજોતામાં એ પુષ્કરની ઘાટી ઓળંગી આલમગીરની છાવણી પાસે પહોંચી ગયો. પહોંચીને મોગલ સૈનિકોની સમક્ષ હાજર થઈ ગયો, કહ્યું, ‘મને બાદશાહ સલામત પાસે હાજર કરો ! ખાસ કામ છે.’
ઠહર રે બરહીન ! તલાસી લેવા દે, સેનિકોએ એના વસ્ત્ર ને દેહની તપાસ કરી. અરે જેણે શસ્ત્રધારીઓની સેવા હંમેશા સ્વીકારી છે, પણ શસ્ત્રનો સ્પર્શ અબ્રહ્મણ્યમ્ માન્યો છે, એની જડતી, એની તલાસી ! નિરુપદ્રવી ભૂદેવની જડતી ! હરે ! કલિયુગ તે આનું નામ ! પણ યવન કોને કહેવાય ! એને આર્યશ્રેષ્ઠ બ્રહ્મદેવની શી પિછાન ! આ પછી સિપાઈ ભૂદેવને બાજુમાં ઊભો રાખી બાદશાહ સલામતને વરધી આપવા ચાલ્યો ગયો.
બાદશાહ તરફથી તરત જ બ્રાહ્મણને તેડું આવ્યું. બ્રાહ્મણ જઈને કુરનીશ ભરીને ખડો રહ્યો. એણે કહ્યું :
મહારાજ ! આલમગીરના દરબારમાં હિન્દુસ્તાનના જોશીની કરામત દેખાડવા આવ્યો છું.
બ્રાહ્મણ નજૂમી ! જોશ જોવડાવવાની મને ફુરસદ નથી. જે કહેવું હોય તે સીધે સીધું કહે, લાભનું હશે તો આલમગીર તને ન્યાલ કરશે. દગોપ્રપંચ હશે તો આ તલવાર ને તારા માથાની દોરતી થશે, જલદી બોલ, ટૂંકાણમાં બોલ !' આલમગીરનો શાંત પણ ઘૂઘવતા પૂર જેવો અવાજ ગાજ્યો. બ્રાહ્મણના દેહમાંથી એક વાર ભયની કંપારી છૂટી ગઈ ! એણે આજ સુધી આલમગીરનું નામ સાંભળ્યું હતું, પણ આજ નજરે જોતાં લાગ્યું કે એ સામાન્ય માટીનો ને સામાન્ય રીતનો પુરુષ નથી. એની સામે ઊભા રહેવું મર્દાનગીની કસોટી છે.
86 બૂરો દેવળ
‘હજૂર ! આપના શાહજાદા અકબર શહેનશાહે હિંદોસ્તાં બન્યા ! એક મ્યાનમાં બે તલવાર થઈ !” મારા જીવતાં શહેનશાહ ?” આલમગીર મૂછના છેડા ચાવતાં કહ્યું.
‘આપ આપના વાલિદના જીવતાં શહેનશાહ નહોતા બન્યા ? આપને ત્યાં તો થતું આવ્યું છે, ને થયું છે. ખુદાવિંદ !' કછડાબોલા બ્રાહ્મણે કહ્યું. બોલતાં તો બોલાઈ ગયું, પણ એણે તરત વાત વાળી લીધી :
‘રાઠોડો ને સિસોદિયાએ એમને ભારતના શહેનશાહ જાહેર કર્યા છે. તહવ્વરખાં દીવાને ઓઝમ બન્યા છે. દરબારે એકબરીના દિવસો એ ફરી પુનર્જીવિત કરવા માગે છે, આપને પરાસ્ત કરવા છડી સવારીએ આવી રહ્યા છે !'
| ‘વાહ રે ખુદા !' આલમગીર બાદશાહ ઘડીભર હોઠ પર આંગળી મૂકી વિચારમાં પડી ગયો. આંગળી પરની ગ્રહરત્નવાળી રૂપાની વીંટી તેજ વેરી રહી :
ખરેખર, બંદા ક્યા ચાહતા હૈ, ઔર ખુદા ક્યા કરતા હૈ, ખુદાની મરજી હશે એ થશે ! વારુ બ્રાહ્મણ ! ગામ જોઈએ કે રોકડ ?'
‘રોકડ, આલમપનાહ !'
‘સારું, જે ટલી તું ઊંચકીને લઈ જઈ શકે, એટલી રોકડ તને બક્ષવામાં આવે છે : પણ એક વાત પૂછું ? સાચું કહેજે હો ! આલમગીરની તલવાર ગુનેગાર માટે બેરહમ છે, હો !' | ‘જાણું છું જહાંપનાહ !'
* બ્રાહ્મણ ! તું આલમગીર પાસે શા માટે આવ્યો ? હું તો હિંદુઓનો દુશ્મન લેખાઉં છું. તને દક્ષિણાનો લોભ હતો તો તું નવા શહેનશાહ પાસે ગયો હોત, તોય તને માલામાલ કરી દત 'તું મારી પાસે શા માટે આવ્યો ?' ઔરંગઝેબે મર્મનો પ્રશ્ન કર્યો. એ માહિતી આપનારના મનને માપી લેવા માગતો હતો ; ને એનો ઉપયોગ પણ કરી લેવા ચાહતો હતો.
| ‘પેટ છૂટી વાત કરું છું, આલમપનાહ ! મેં શહેનશાહ અકબરના યોગ જોયો, નક્ષત્ર નિહાળ્યાં, ગ્રહની ગતિઓ નીરખી : પણ ક્યાંય રાજયોગ ન દેખાયો એને તો દરબદર ભટકતા ફરવાનું નિર્માણ છે, ને હજૂર ! આપના ગ્રહો હજી ઊજળા છે. એક કોશ પર જલતો દીવો આપ અહીંથી ફૂંક મારી બૂઝવી શકો, એવો આપનો બળવાન ભાગ્યયોગ છે ! ખોટું કહેતો હોઉં તો આપનું ખાસડું-મારું માથું !
‘વાત તારી સાચી છે. અહીં બેઠા પૂના અને ચિતોડના દીવા મેં એક જ કે બૂઝવ્યા. રાણો રાજસિંહ ને છત્રપતિ શિવાજી કબ્રની શાંતિ પામ્યા ! અરે, પણ માણસનું એમાં શું ગુમાન ? ખુદાની મરજી બળવાન છે. શાબાશ નજૂ મી ! વળી તને
ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું 87
Page #53
--------------------------------------------------------------------------
________________
કોઈ વાર બોલાવીશ, બાકી આલમગીર તો એક ખુદામાં માને છે ! ખુદાની મહેરબાની એ મોટામાં મોટી કરામત ! અચ્છા, તો નવો શહેનશાહ કૂચ પણ કરી ચૂક્યો છે ?’
‘હાં, જહાંપનાહ ! હું નીકળ્યો ત્યારે નાચ-ગાનના જલસા હતા. હવે નીકળ્યા જ હશે.'
‘નાચગાન ! વારુ !’ આલમગીર બાદશાહ બે પળ વિચારમાં પડી ગયો. તરત તેણે કાંસાની ઘંટા પર ત્રણ ઘા કર્યા. એક વામનજી કુરનીશ બજાવતો આવી ખડો થયો. ‘આ બ્રાહ્મણને અલગ ઉતારો આપો. લઈ જઈ શકે એટલું સોનું-ચાંદી, એને જવાની રજા મળે ત્યારે આપો. જાય ત્યારે રક્ષણનો બંદોબસ્ત આપો ! વારુ સેનાપતિ ઈનાયતખાંને જલદી હાજર થવાનું કહો !'
વામનજી અને બ્રાહ્મણદેવ ચાલ્યા ગયા. બાદશાહ એ ખંડમાં આંટા મારવા લાગ્યો. વનખંડમાં એકાકી કેસરી આંટા મારે એવી એની અદા હતી. વિચારનાં શિખરો પર ચડતો હોય, પડતો હોય, વળી ચડતો હોય, એવી એની મુખમુદ્રા હતી, મૂછનો વાળ એના દાંત વચ્ચે કચરાઈ રહ્યો હતો.
થોડી વારે સેનાપતિ ઈનાયતખાં હાજર થયો. એ કુરનીશ બજાવવા વાંકો વળે, એ પહેલાં બાદશાહે કહ્યું :
જૂઠા અદબ કાયદા હવે મને ગમતા નથી, ખાંસાહેબ ! મોંમાં ખુદાનું નામ ને આસ્તીનમાં સાંપ ! ખુશીના સમાચાર આપું તમને, ‘ખાંસાહેબ ! તમારા જમાઈ તહવ્વરખાં નવા શહેનશાહ આલમના દીવાને આઝમ બન્યા !' આલમગીરે કરડાકીમાં કહ્યું.
‘નવા શહેનશાહ ? હજૂર ! એ આપે શું કહ્યું ? નવા ને જૂના જે ગણો તે શહેનશાહ એક જ છે, ને તે ખુદ આપો છો.'
‘ભૂલો છો. આજ તો શહેનશાહ બે છે !'
‘એ વાત ‘સુરજ બે છે,' એમ કોઈ કહે તેના જેવી છે, હજૂર ?’
‘તે સાંભળો ખાંસાહેબ ! શાહજાદા અકબરને રાઠોડ ને સિસોદીઆએ હિંદનો શહેનશાહ બનાવ્યો છે ! આલમગીર એમને આંખના કણા જેવો બન્યો છે. દરબારે અકબરીના એમને ઓરતા જાગ્યા છે. શાહજાદાએ શહેનશાહ બનવાની સાથે હિંદુઓને ખુશ કરવા જિયા પણ રદ કર્યો છે.'
‘હજૂર ! હિંદુઓની જાત તો ભારે બેવકૂફ છે ! નહિ તો એક ખુદાને બદલે સો ખુદાને સ્વીકારે ખરા !'
બેવકૂફ એ નથી ! બાહોશ લોકોએ આપણને બેવકૂફ બનાવવાનો આ 88 D બૂરો દેવળ
કીમિયો કર્યો છે. કાંટાથી કાઢવાની રાજકારણી કરામત રચી છે. ઘર ફૂટે ઘર જાય, એ રજપૂતો પર સદાકાળ અજમાવાતો પ્રયોગ, આજ આપણા પર અજમાવાય છે. આપણા ટાંટિયા આપણા ગળામાં પહેરાવ્યા : અને એ પણ ઠીક, અકબરને તો હું માફ કરી શકું. છોરું કછોરુ થાય. એણે ઉતાવળ કરી એટલું જ, નહિ તો બાદશાહનો દીકરો આજ નહિ તો કાલ બાદશાહ બનવાનો જ હતો, પણ તમારા જમાઈ તહવ્વરખાં એમાં ભાગ લઈ તખ્તના બાગી બન્યા છે !' આલમગીરે જે નિશાન વીંધવાનું હતું, તેની શરૂઆત કરી.
‘હજૂર ! ગુનો માફ ! મને મળશે, એટલે, હું તહવ્વરખાંને સમજાવીશ.'
‘ક્યારે મળશો ? એ તો મોટું લશ્કર લઈ આપણા પર ચઢી આવે છે ! ખાંસાહેબ, તમારા જમાઈને તરત સમજાવો, નહિ તો એમની બીબીઓને બેઆબરુ કરવાનો, ને બાળકોને શિકારી કૂતરાઓના ખોરાક બનાવવાનો હુકમ છોડું છું. આલમગીરના શબ્દકોશમાં ગુનેગાર માટે રહમ શબ્દ નથી હોં.’
‘હજૂર ! રહમ ! સેવક તાબડતોબ રવાના થાય છે. ને જ્યાં હોય ત્યાંથી શોધીને બેવકૂફ તહવ્વરખાંને આપની સેવામાં રજૂ કરે છે ! ત્યાં સુધી રહમ બક્ષે, આલમપનાહ !'
‘ખાંસાહેબ ! સમાલજો ! હજારો બલાઓ એને ઘેરી બેઠી હશે. લેણને બદલે દેશ ન થઈ જાય. બાકી તો તમે તહવ્વરખાં તરફ મારી મહોબ્બત જાણો જ છો !' ‘હજૂર ! બંદેનવાજ ! મારો જમાઈ છે : પણ કહું છું. ગધેડાને સાકર ન હોય, ઠંડા હોય, તો જ તેની અકલ દુરસ્ત રહે ! રજા માગું છું, જહાંપનાહ ! જેમ બને તેમ જલદી કદમ મુબારકમાં હાજર થાઉં છું !'
ઈનાયતખાં સલામો ભરતો, પાછલા પગે ખંડ બહાર નીકળી ગયો. એવડા મોટા સેનાપતિને શરીરે પરસેવો હતો. તલવાર સાથે ૨મવું સહેલ હતું, આલમગીરની આંખ સામે જોવું પણ જવામર્દીનું કામ હતું.
આલમગીર બાદશાહ સાંજની નમાજની આજાન ન સંભળાઈ ત્યાં સુધી વિચારમાં જ બેસી રહ્યો ! આજાન સાંભળતાં એ ઊઠ્યો. એના મુખ પર કોઈ મહાયુદ્ધમાં પરાજિત થયાની ગ્લાનિ હતી ! શીખ, મરાઠા, રાઠોડ, મેવાડી ! કોઈથી પોતે ન ડર્યો. ડરે શા માટે ! અલ્લા એની ભેરે હતો ને ! સાંયાસે સબ કુછ હોત હૈ, બંદેસે કહ્યુ નાહિં !
શીખ ગુરુની કત્લ તો સંસારવિદ્યુત વાર્તા હતી.
રાઠોડ રાજા જસવંતસિંહ પણ કેટલી ઝડપથી આ સંસારમાંથી કૂચ કરી ગયો. મરાઠાના રાજા શિવાજીને કેવી ટૂંકી માંદગીમાં અલ્લાએ ઉપર ખેંચી લીધો.
ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું – 89
Page #54
--------------------------------------------------------------------------
________________
મેવાડના રાણો મોટી બાથ ભરતો હતો. એનો ય કરુણ અંત આવ્યો !
પણ વાહ રે કિસ્મત ! જ્યારે બહારની આગ આપોઆપ બુઝાઈ જવા આવી, ત્યારે ઘરમાં આગ લાગી ! જે આગમાં વર્ષો સુધી પોતે શેકાયો હતો, એ આગનાં ફરી પગરણ શરૂ થયાં હતાં. ગમે તે ભોગે એ મિટાવવા ઘટે.
ભારે પગલે બાદશાહ નમાજ પઢવા ચાલ્યો ગયો !
14
પૂત કપૂત ને પૂત સપૂત
અજમેરની બાદશાહી છાવણીમાં ચોકીદારો સિવાય કોઈ જાગતું નહોતું. આનાસાગરનાં જળ પણ જંપી ગયાં હતાં. માત્ર એક જ વ્યક્તિ અજંપો ભોગવી રહી હતી, ને એ વ્યક્તિ હતી બાદશાહ ઔરંગઝેબ ! ભલા, જેને માથે ભારતની સમસ્ત સલ્તનતનો ભાર હોય, જેને આવડી મોટી બાદશાહી ને આટલા મોટા વિરોધીઓને વશ રાખવા પદ પદ પર છલપ્રપંચનો આશરો લેવો પડતો હોય, જેણે ભોંમાંથી ભાલાં ઊભાં કરે એમ પોતાના વર્તનથી ઠેર ઠેર દુમનો ખડા કર્યા હોય, એને નિરાંતની નીંદ કેવી !
શાહી તંબુની જરી ગૂંથેલી લોહબારીમાંથી દૂર દૂર સુધી આકાશ દેખાતું હતું. આલમગીર કાળા આભના અતલ ઊંડાણમાં નજર ઠેરવી રહ્યો હતો. ઉદેપુરી બેગમ હમણાં જ ગઈ હતી. બાદશાહ એટલો વ્યગ્ર હતો કે એને માટે એકલા રહેવું જરૂરી બન્યું હતું. વળી એનો અવિશ્વાસી આત્મા આ પ્રસંગે કોઈની પણ હાજરી ઇચ્છનીય ન લખતો. એ જ એક અને બીજો એનો અલ્લાહ ! આવા એકાંતમાંથી જ આલમગીર અપૂર્વ ગુંચ ઉકેલી શક્યો હતો.
કાળા આભમાં માત્ર સિતારાઓ ટમટમતા હતા. બાદશાહ એના તરફ નજર નાખી મનોમન બોલ્યો : ‘કપૂત સપૂત, સપૂત કપૂત !”
અને આ સાથે મારવાડ-મેવાડનો લોકક્રાન્તિનો ઝંડાધારી દુર્ગાદાસ દેખાયો ! આકાશના વિશાળ ફલકને ભરી દેતો જાણે એ કહેતો હતો : આજ મારવાડમાં રાજા નથી, પરવા નથી. રાણા રાજસિંહ જેવો મદદગાર નથી, ચિંતા નથી : પોતાના જ સ્વજન સમા રાઠોડો સામા પડ્યા છે, એની ખેવના નથી. દુર્ગાદાસ છે તો મારવાડ છે-મારવાડનો અણનમ જુસ્સો છે !
90 D બૂરો દેવળ
Page #55
--------------------------------------------------------------------------
________________
એ દુર્ગાદાસ ! એના બાપનો પૂત કપૂત ! વિદ્વાન બાદશાહને એક જૂનો કિસ્સો યાદ આવ્યો. મારવાડપતિ જસવંત પાસે એનો બાપ આસકરણ નોકરી કરે. આસકરણને દુર્ગાદાસ અને એની મા સાથે ન બને ! નાનો એવો દુર્ગો મા પરનો અન્યાય જોઈ બાપ સામે બાખડે ! બાપે મા-દીકરાને ઘરમાંથી હાંકી કાઢવાં !
મા-દીકરો ખોબા જેવડા મારવાડના લુવાણા ગામમાં જઈને રહ્યાં. દીકરે ખેતી આદરી. માની સેવા આદરી. આનંદથી રહેવા લાગ્યો. રાજદરબારનાં ઘેબર-ખાજાં
કરતાં ગામડાના રોટલો આચાર મીઠાં કર્યાં.
એક વાર એક માથાભારે રાયકાનું કમોત થયું. ઊભા મોલે ઊંટ ચરાવતો આ રાયકો ન બોલવાનાં વેણ બોલી ગયો. એમાં પણ પોતાના સ્વામી જોધપુ૨૨ાજ માટે ગમે તેમ બક્યો. રાવ દુર્ગા કોનું નામ ! છલાંગ દઈ સાંઢણી ઉપર ચઢ્યો, રાયકાને પછાડી નીચે નાખ્યો. પળ વારમાં એના પ્રાણ લીધા ! રાયકાને રાવ દુર્ગાના રૂપમાં યમરાજ ભેટી ગયા.
ફરિયાદ ગઈ જોધપુરના દરબારમાં. ફરિયાદીએ ધા નાખી કે “મહારાજ ! આસકરણસૂને રાયકાને હણ્યો !'
મારવાડરાજે આસકરણને બોલાવ્યા, કહ્યું : ‘તમારા પુત્ર રાજનો ગુનો કર્યો છે !' આસકરણે કહ્યું : ‘મહારાજ ! મારા જેટલા પુત્રો છે, એ તમામ રાજની સેવામાં છે. બાકી બીજો મારે કોઈ પુત્ર નથી !'
મારવાડપતિએ તરત ગુનેગારને પકડી લાવવા સિપાઈ મોકલ્યા. ગુનેગાર હાજર થયો. કેવો ગુનેગાર ? પહોળા દાઢી-મૂછના કાતરા, ઢાલ જેવી છાતી, લાંબા આજાનબાહુ, બરછીની અણી જેવાં નેત્ર ને દેવની પ્રતિમા જેવું દેહસૌષ્ઠવ ! આ જોઈ મહારાજ જસવંત પહેલી તકે ફીદા ફીદા થઈ ગયા. અરે ! આ તો દુશ્મનના હાથીને ખાળવા સામે મોંએ દોડાવવા જેવો જુવાન ! શત્રુની સેનાને ખાળવા દેહની દીવાલ બનાવી શકે એવો નરબંકો !દુર્ગાએ પોતાના ગુનાની સફાઈ રજૂ કરતાં કહ્યું : *મહારાજ ! માણસ પોતાની જાત પુરતી ગાળ સાંખી શકે. નબળો હોય તો કદાચ મા-બાપની પણ સાંખી લે, પણ દેશ, દેવ અને રાજાની ગાળ કદી ન સાંખે ! અને સાંખે તો એને માટે એ દેશનાં અન્નજળ ઝેર સમાન ગણાય !'
ન
મારવાડરાજ ખુશ થયા. એમણે કહ્યું : “અરે ! તું કોનો પુત્ર છે !' ‘રાઠોડ ! આસકરણનો !'
‘આ દુનિયા તો જુઓ ! બાપ કહે, મારો બેટો નથી. બેટો કહે મારો બાપ છે ! રે ! આસકરણને બોલાવો, એ તો કહે છે કે મારે રાજની ચાકરી કરનાર સિવાય બીજો કોઈ દીકરો જ નથી !'
92 D બૂરો દેવળ
રાવ આસકરણને તરત હાજર કરવામાં આવ્યા. એમણે દુર્ગા તરફ જોઈ મોં ફેરવી નાખ્યું ! રાજાએ પ્રશ્ન કર્યો : કે રાવ આસકરણ ! ખોટું બોલ્યા ને !'
‘મહારાજ ! ખોટું નથી બોલ્યો ! કપૂતને પોતાનો પૂત કોણ કહે ?'
‘કોણ આ દુર્ગો કપૂત ! આસકરણ ! આ દુર્ગામાં હું ભારે દૈવત નીરખું છું. એનો ચહેરો, એનો સીનો, એની ભાષા, એના વિચારો, મને કહી રહ્યા છે કે કોઈ વાર મારવાડનો નબળો વખત આવશે, ત્યારે એને એ ટેકો આપશે, આજથી એનું નામ રાજની ચાકરીમાં નોંધવામાં આવે છે !'
આ રાવ દુર્ગાદાસ ! મારવાડના કોઈ પણ ગઢ કરતાં અણનમ ! કપૂતનો સપૂત નીકળ્યો ! ભલે એ દુશ્મન હોય, પણ દુશ્મન તો મેદાનમાં !
જ્યારે મારો પુત્ર અકબર ! સપૂત કપૂત ! મેં એના પર કેટ-કેટલી આશાઓ રાખેલી ! સર્વ ફોગટ ગઈ !
આલમગીર થોડી વાર થોભી રહ્યો ! આભના સિતારા સામે જોઈ રહ્યો. એને ત્યાં દુર્ગાદાસને બદલે જાણે પોતાનો પિતા શાહજહાં દેખાયો ! સરયૂ નદીના પ્રવાહ પર, તાજમહેલના ગુંબજો પર ચઢીને એનું ભૂત પોકાર કરતું કહેતું હોય તેમ લાગ્યું -
‘તું કોને કપૂત કહે છે ! તું પોતે જ પૂત કપૂત છે !'
‘હું કપૂત છું ?” આલમગીર ફરી વિચારમાં પડી ગયો. એ વિચારવા લાગ્યો કે મેં એવું શું ખરાબ કર્યું, જેથી મને કપૂત કહેવામાં આવે. હું એક મુસલમાન છું. એક ખુદા ને એક કિતાબમાં માનનારો છું. હું એક સાચો મુસલમાન વર્તે એમ વર્તો છું. મેં એવું શું કર્યું, જે મારે માટે અયોગ્ય હતું ! જેથી હું પૂત કપૂત કહેવાઉં ?' બાદશાહ જરિયાની જાળીને થોભીને ઊંડા વિચારમાં ઊતરી ગયો : એ જાણે અલ્લાના દરબારમાં પોતાના ગુનાની સફાઈ રજૂ કરતો હોય તેમ મનોમન કહેવા લાગ્યો :
‘આલમગીરને માટે ખુદા પહેલો છે, ખલ્ક પછી છે. મજહબ પહેલો છે, દુનિયાની નિયામતો પછી છે. આલમગીરે જે દુનિયા જોઈ એ કેવી હતી, એ કોણ જાણે છે ? એ દુનિયામાં દીનપરસ્ત લોકોને માટે ઠામ કે ઠેકાણું નહોતું. ઈમાન પર કુનું જોર હતું. શહેનશાહ અકબરના વખતથી હિંદુઓ ઊંચા હોદ્દા પર ગયા હતા, એનો પણ વાંધો નહોતો પણ, તેઓએ મુસલમાનોને દબાવવા શરૂ કર્યા હતા. તેમને માટે શુક્રવારની નમાજ ને જમાઅત દુરસ્ત નહોતી રહી. શહેનશાહ જહાંગીરની નરમી અને એશઆરામે મુસલમાનોના વિરોધીઓને બળવાન બનાવ્યા હતા. ખુદ બાદશાહે નરસીંગ બુંદેલાને—અબુલફજલને મારવાના ઇનામ તરીકે મથુરામાં મંદિર બાંધવાની રજા આપી હતી અને એ મંદિર અબુલફજલના કાફલાની લૂંટના પૈસાથી બંધાયું હતું ! અને પછી તો એ પ્રવાહ પ્રબળ બન્યો હતો. એ મંદિરોમાં મુસલમાનો પૂત કપૂત ને પૂત સપૂત D 93
Page #56
--------------------------------------------------------------------------
________________
પર જુલમ થવા લાગ્યા હતા. મુસ્લિમ રમણીઓ પર ત્યાં બળાત્કાર થવા લાગ્યા હતા. ઇસ્લામ ખતરામાં પડી ગયો હતો. અરે ! ક્યાંય તો મજિદોનાં મંદિર પણ બની ગયાં હતાં ! બુતપરસ્તોની શહનાઈ ને ઢોલકના અવાજ આકાશના ગુંબજને ભેદતા હતા.'
‘શહેનશાહ શાહજહાં ! એમની પાસે ફરિયાદ આવી, એમણે જે મંદિરો મસ્જિદોમાંથી બંધાયાં હતાં, તે તોડી નંખાવ્યાં : જે સ્ત્રીઓ કેદ હતી, તેને મુક્ત કરી. પણ તેઓ આ કામ કરનારને બરાબર નસિયત આપી ન શક્યા ! એવી નસિયત કે પછી એ નાપાક કામ તરફ જુએ પણ નહિ. બાબા રાજ કરતા હતા ત્યાં સુધી તો ઠીક પણ મોટા ભાઈ દારા એ તો પછી હદ કરી નાખી. એણે ખુલ્લી રીતે હિંદુપણું જાહેર કર્યું. એણે કહ્યું : “ખરી રીતે જોતાં કુરાનેશરીફ ઉપનિષદોમાં જ છે !' એટલે શું મુસલમાનોએ કુરાનેશરીફ છોડી, ઉપનિષદ વાંચવાં ? એક ખુદાને છોડી હજાર દેવ-દેવલાંને ભજવાં ? શું એ વખતે મારા જેવા ખુદાઈ બંદાની મજહબી ફરજ નહોતી કે ખુદાના દુશ્મનોથી ખુદાઈ રાહ સાફ કરવો ?”
આલમગીર જરા ટટ્ટર થયો, ગૌરવમાં એનું મસ્તક ઊંચું થયું. એણે પોતાની સફાઈ રજૂ કરતાં આગળ કહેવા માંડ્યું :
અરે ! અજબ જેવી વાત તો જુઓ. હિંદુઓની પાઠશાળા છે, ને એમાં મુસલમાન બાળકો ભણે છે ! અને આ લોકોએ એવી લાલચો આપી છે કે દૂરદૂરથી ભોળા મુસલમાનો આવીને એમાં દાખલ થતા જાય છે. ધર્મ મુસલમાનોનો અને હિંદુ શિક્ષકો શીખવે ! અગર આલમગીરે આ વસ્તુઓ બંધ કરી તો એમાં શું અન્યાય કર્યો !
‘કહેવાય છે, કે બાદશાહે શાહી નોકરીમાંથી હિંદુઓને બાતલ કર્યા. બેઈમાન, લાંચિયા ને જુલમી હિંદુ અમલદારોને દૂર કરવા એ શું એક બાદશાહે માટે ગુનો છે ? સુબેદારો, તાલુકદારોના પેશકારો, દીવાનો ને ખોલસાની ઊપજ વસૂલ કરનાર માત્ર મુસલમાન જોઈએ, એટલો જ મારો આગ્રહ છે, બાકી લડાઈમાં-સવારીઓમાં હિંદુઓ ક્યાં ઓછા છે ?”
આલમગીરનું મસ્તક ટટ્ટાર થયું, જાણે આકાશને ભેદવા ન માગતું હોય ! એણે પોતાના કહેવાતા ગુનાની સફાઈ આગળ રજૂ કરતાં કહ્યું :
‘જૂના બાદશાહો કહેતા : “જેવી રીતે આકાશ પર એક ખુદા છે, એવી રીતે જમીન પર પણ એક ખુદા જોઈએ. આ રીત ઇસ્લામની સાવ ખિલાફ છે. સવારમાં ખુદાને બદલે મોટું ટોળું બાદશાહને દર્શને આવે, ને એને ઈબાદત ગણે, એ સાવ ગરમજહબી રિવાજ છે. ખોટો રિવાજ બંધ કર્યો, એમાં શું ખોટું થયું ? પણ જમાનો તો જુઓ ! આલમગીર જે કરે, એ બધું હિંદુવિરોધી લેખાય ! આલમગીરના દરબારમાં માખી ઊડે તો તે પણ જાણે મજહબી ઇરાદાથી ઊડે છે !'
94 n બૂરો દેવળ
એક બાદશાહ માટે જરૂરી લેખાય, એટલો ભપકો રાખવો, એ પાક કિતાબનું ફરમાન. જો દરબારે અકબરીનો રંગ ચાલુ રહ્યો હતો તો આજે ઓ રાજ્ય હિંદુરાજ્ય બની ગયું હોત. ઇસ્લામી દસ્તૂરો નાશ પામ્યા હોત. આ માટે મેં ચાંદીના ખડિયાને ઠેકાણે ચીની માટીનો ખડિયો દાખલ કર્યો, ઇનામની રકમો ચાંદીની રકાબીને બદલે ઢાલમાં આપવાનું નક્કી કર્યું. કસબી પોશાકો આપવા બંધ કર્યા. શાયરો, કવિઓ જે બાદશાહને ખુદાની બરાબર બનાવી દેતા, તેમને દૂર કર્યા. પ્રજાના પૈસા પાણીને મૂલે વહાવનાર જશન ને નજરાણાં બંધ કર્યા. સારંગી વગેરે સાજ સાથે ગાવું, એ મુસલમાની શરેમાં મના છે, એ ગાનતાન ને નાચતાન બંધ કર્યો. મદ્યપાન કેટલી ભયંકર ચીજ છે, એ બંધ કરી, એમાં આલમગીરે કયો ગુનો કર્યો !
‘હે ખુદા ! આવો છે આલમગીર ! એ મજહબનો નાચીજ બંદો છે ! સ્વધર્મરક્ષણ માટે બાપ-બેટાનો પણ લિહાજ ન રાખનાર પૂત છે ! દુનિયાની વાહ વાહ કે નારાજગીની એને તમા નથી. દુનિયાનો કાયદો છે કે માણસ પાસે જે પ્રકારનાં જોવાનાં ચશમાં હોય, એ પ્રકારનો માણસ દેખાય. હિંદુ ચમાંથી જોશો તો આલમગીર કપૂત, ઇસ્લામી ચમાંથી જોશો તો સપૂત !'
આલમગીરે મોડે મોડે ઊગતી ચંદ્રરેખા સામે જોયું. પિતાજીને અંતરીક્ષમાં સમજાવતો હોય તેમ બોલ્યો : ‘પિતાજી ! ખોટું નથી કહેતો. સાવ સાચું કહું છું. જો સ્વધર્મરક્ષાનો સવાલ ખડો થયો ન હોત, મજહબ ખતરામાં ન હોત તો, ઔરંગઝેબ આજ ફકીર હોત !'
- અલ્લાના ભરાયેલા દરબારમાં પોતે પોતાની સફાઈ કરનાર આરોપીની જેમ વિશાળ ખંડમાં આંટા મારતાં મારતાં ફરી બાદશાહે તારાઓ સામે જોઈને કહ્યું;
‘આલમગીર પોતે પોતાનાં ચમાંથી જુએ છે. જો એ મદ્યપી હોત તો જરૂર કપૂત કહેવાત. એ મોજ શોખી હોત, આળસું ને તન મનનો એશઆરામી હોત તો એ જરૂ૨ કપૂત કહેવાત. જો એ શરેમાં મના કરેલી વસ્તુ વાપરતો હોત, પોતાને ધરતીનો ખુદા કહેવરાવતો હોત, નાચગાન જોતો હોત, ખુદાથી પણ વિશેષ વડાઈ કરનારી આપ-પ્રશંસાની કવિતા સાંભળતો હોત ને એ માટે ઇનામ આપતો હોત, તો જરૂર એને કપૂત કહી શકાત !'
બાદશાહે પોતાની મૂઠીઓ ભીડી ને વળી મનોમન કહેવા માંડ્યું :
‘દીનદાર માણસ માટે, એમાંય એક ઇસ્લામપરસ્ત શહેનશાહ માટે ભારત જેવા હિંદુ પ્રદેશમાં તાજ કાંટાળો ને રાહ ભાલાંઓથી ભરેલો હોય જ. હું જો ચાલુ દુનિયાદારીનો માણસ બની જાઉં, બે તરફની ઢોલકી વગાડવા બેસું તો મારા રાહ પર ફૂલોનાં બિછાનાં તૈયાર છે : પણ જે માટે મારો જન્મ થયો છે, એ કામ મારાથી કોઈ પણ ભોગે પડતું મૂકી ન શકાય. અલ્લાની મરજી છે તો ભલભલા દુશ્મન ખાંડ
પૂત કપૂત ને પૂત સંપૂત D 95
Page #57
--------------------------------------------------------------------------
________________
ખાય છે. અરે, એની જ રહેમત છે કે કાળઝાળ હજાર હજાર દુશ્મનો વચ્ચેથી એકલો આલમગીર બહાર આવી શકે છે. અલ્લાની મરજી હશે ત્યારે મને મોતને ભેટતાં મારું સૈન્ય પણ નહિ બચાવી શકે.
‘ને અકબર ! બેટા ! તેં પણ આપણા પૂર્વજોની જેમ તેલ અને પાણીને એક કરવાની કરામત હાથ ધરી ! તને મુસલમાનોની ઉન્નતિ ન રૂચી. હિંદુઓ પરનો કડ૫ તને ન રુચ્યો ! ગાંડા, આ જાતને જરા આગળ વધારો તો કાબામાં જઈ ત્યાં મંદિર બાંધે તેવી ઉત્સાહી છે ! બેટા ! ગાદીનો મોહ હતો તો સામા મોંએ હાજર થાત તો કોણ ના પાડવાનું હતું, પણ કેવા ખુદગરજ લોકોના હાથનું તું રમકડું થઈ ગયો ? અને આ રાઠોડો ? કોઈના થયા છે કે થશે ? રાવ જસવંતસિંહને શિવાજીને પકડવા મોકલ્યો, તો પોતે જ વશ થઈને આવ્યો ! એણે કદી મોટા ભાઈની વતી, કદી બાબાની વતી, કદી મારા વતી, જેના પક્ષમાં લાભ જોયો તેના પક્ષની વતી તલવાર ચલાવી. રજપૂતો પર ભરોસો કરવો, એ પોતાની જાતને પોતે ઠગવા બરાબર છે ! રાવ દુર્ગાદાસ શિવાજીનો મળતિયો છે. શિવાજી ગયો, પણ ચિનગારીઓ મૂકતો ગયો છે, એણે હિંદુઓને હિંદુપત પાદશાહીનું ઘેલું લગાડ્યું છે ! સખત હાથે કામ નહિ લેવાય, તો એ ઘેલછા વધશે. આ બધા છે, ત્યાં સુધી ઇસ્લામી રાજ્ય સુરક્ષિત નથી ! મજહબ ખતરાથી ખાલી નથી.”
* રાઠોડો !' આ શબ્દો સાથે આલમગીરને જૂનો ઇતિહાસ યાદ આવ્યો. આ રાઠોડનો પૂર્વજ રાવ માલદેવ. શેરશાહ સૂરીનો જબરદસ્ત પ્રતિસ્પર્ધી. એણે હરાવ્યો શેરશાહ સુરીએ એક કાગળના કટકાથી ! સામ, દામ, દંડ અને ભેદ ! એમાં ભેદનીતિ રજપૂતોની તબિયત પર જલદી અસર કરી જાય છે.
આલમગીરના મોં પર હાસ્ય આવ્યું ! જાણે અંધારા માર્ગમાં અલ્લાએ એનો મારગ ચીંધ્યો. એ અંદર ગયો. કલમદાન લઈને બેઠો. અડધી રાતે કુરાનેશરીફના પાઠો લખનાર બાદશાહ પોતાના પુત્ર પર વહાલભર્યો પત્ર લખવા લાગ્યો.
વાહ વાહ આલમગીર ! કાગળના શબ્દેશબ્દમાં મમતાના, મહોબ્બતના ફુવારા છૂટતા હતા. વિદ્રોહીપુત્ર પર-માથાના કાપનાર કુપુત્ર પર આટલું વહાલ ! આલમગીર, એવું હેત તારા જેવા ફકીર સિવાય કોણ વરસાવી શકે ?
લઈને કપાળે, ભુજાએ ને છાતીએ ચોળી. ભગવો અંચળો ઓઢી, પેલી વાંકીચૂકી લાકડી લીધી. કોઈ અગત્યનું કામ યાદ આવ્યું હોય, એમ એણે ઝડપ કરી.
ફરીથી એણે સૂતેલા જયસિંહ તરફ જોયું, એ જુવાન નિરાંતની નિંદ માણતો હતો, સુંદરીએ અંચળામાં રહેલો એક રૂમાલ કાઢી એની હવા નાખી. રૂમાલની હવા મળતાં જયસિંહ જોરથી નસકોરાં બોલાવવા લાગ્યો. સુંદરીએ એની સુખદ નિદ્રા જોઈ જરા હાસ્ય કર્યું, અને પછી ધીરેથી પોતાની વાંકી લાકડીના માથાની ખોળી ઉઘાડી. અંદરથી નાનો કણા શો, લીલો સાપ એ પોલી લાકડીમાંથી બહાર ડોકું કાઢી રહ્યો. સ્ત્રીએ એના મોંમાં પોતાની રૂપાળી ટચલી આંગળી મૂકી દીધી.
નાનું બાળક માતાને ધાવે એમ એ લીલો સાપ આંગળીને વળગી રહ્યો. થોડી વારે ઝાડ ઉપરથી પાકું ફળ ખરી પડે, એમ એ શિથિલ થઈને નીચે પડ્યો. સુંદરીએ પોતાની લોહીલુહાણ આંગળી લઈ લીધી, ને પોતાની પાસેના રૂમાલથી એને બાંધી દીધી. સાપને ઉપાડી લાકડીમાં મૂકી, ઉપર ખોળી બંધ કરી. હવે એ કંઈક તાજગી માણી રહી હતી. પછી એ જ્યાં મધપૂડાઓ લટકતા હતા, એ ભાગ તરફ ગઈ.
મધનાં વાસણો ભરેલાં જ હતાં. એક ખાલી મોટું વાસણ લઈ એનું મોં વસ્ત્રથી બાંધી, ત્રણ ચાર મધનાં પાત્રો એમાં ઠાલવી દીધાં. કપડાથી મધ આ રીતે ગાળીને પછી એ દૂધની જેમ ગટગટાવી ગઈ.
હવે એ ચંપાગુફાના મુખદ્વાર પાસે આવી. ફરી જયસિંહ તરફ એક ઊડતી નજર નાખી, દ્વારને ઝેરી વેલડીઓના બનાવેલો કાંટાળા દરવાજાથી ઢાંકી દીધું.
એ ધીરે ધીરે પેલા બૂરા દેવળ તરફ ચાલી નીકળી !સૂર્યનારાયણ પશ્ચિમાકાશમાં ઢળી પડ્યા હતા, ને તપતી રેતી હજી વરાળ કાઢતી હતી.
સુંદરીએ પોતાની વાત ખૂબ ઝડપથી કહી હતી. કેટલો વખત ગયો, એની કોઈને ખબર નહોતી રહી. પણ વાત સાંભળતો સાંભળતો રજપૂત જુવાન સૂઈ ગયો અને એનાં નસકોરાં ગાજવા લાગ્યાં, ત્યારે સુંદરીને ભાન આવ્યું કે વાતની હદમાં એ બેહદ આગળ વધી ગઈ હતી. સંધ્યાકાળ થઈ ગયો હતો. સુંદરી ઊઠી. એણે પાસેના ચૂલામાંથી થોડી રાખ
96 B બૂરો દેવળ
પૂત કપૂત ને પૂત સપૂત D 97
Page #58
--------------------------------------------------------------------------
________________
15
સ્વપ્નભંગ
મારુ જુવાન જયસિંહ ઘોર નિદ્રામાંથી લાંબે વખતે જાગ્યો. એણે અરધી આંખો ઉઘાડી, પણ પોપચાં પર ઘેનનો બોજ લદાયેલો હતો. ફરીથી એણે આંખો મીંચી દીધી. ફરી વાર ઊંઘમાં પડ્યો. નસકોરાં ફરી વાર પડઘમ વાજાંની ગત વગાડી રહ્યાં.
ગુફામાં શીતળ હવા વાતી હતી. માખીઓ ડાહી બની ગઈ હતી. તેઓએ આ તરફ આવવાનું સાવ છોડી દીધું હતું. લતાઓનાં છિદ્રોમાંથી આવતો પવન મીઠી બંસરી બજાવતો હતો.
મારુ જુવાન મીઠાં સોણલાંની નીંદમાં હતો. હૃદયેશ્વરી બનેલી મદભરી માનુની બાલુસુંદરી, સામે શરાબનો જામ લઈને ઊભી હતી, એનું જોધપુરી અનાર જેવું વાસ્થળ ને કેળની કાન્તિને ઝાંખા પાડે તેવા બાહુઓ જયદેવની નજરમાં રમી રહ્યાં. મઘ કરતાં માનુનીનાં અંગોમાં વધુ નશો હતો. બેમાંથી કયો આસ્વાદ પહેલો લેવો, એની મૂંઝવણમાં એ હતો. આમ વખત વીતતો ચાલ્યો. રજપૂત કુમારોના જીવનમાં નાની વાતમાં મોટી લડાઈ, દારૂની લત ને નવનવી સુંદરીનો આશ્લેષ એ ચાલુ રૂઢિ જેવાં બની ગયાં હતાં. એ જીવનનો જયસિહ સ્વપ્ન દ્વારા આસ્વાદ લઈ રહ્યો.
ગુફામાં કાળનું ચક્કર જાણે થંભી ગયું હતું. મધરાતે જ્યારે ગુફાને પેલે પાર કોઈના હસવાનો ભારે અવાજ થયો, ત્યારે જયસિંહની આંખ એકાએક ઊઘડી ગઈ. છતાં પડ્યા રહેવાનું મન થયા કરતું હતું. સૂતાં સૂતાં જ જયસિંહે પોતાની હૃદયેશ્વરી બનેલી સુંદરીના મુખે કમળને જોવાનો પ્રયત્ન કર્યો, પણ સામેનું વિરામાસન ખાલી
નજર ફેરવી. ગુફા સાવ શૂન્ય હતી. ઝેરી વેલડીનાં ફળ ખાવાથી તરફડતાં બે ચાર પંખી દ્વાર પાસે પડ્યાં હતાં, બીજું કોઈ ત્યાં ન હતું.
જયસિંહ સફાળો બેઠો થઈ ગયો. જે સુંદરીની હાજરીથી આ ગુફા રમણીય લાગતી હતી, એ હવે ભેંકાર લાગવા માંડી. સુંદરી ન હોય તો સાપ, વીંછી ને ઘોથી ભરેલી આ ગુફામાં પળવાર પણ થોભી શકાય તેમ નહોતું.
જયસિંહ ઊભો થયો. એણે હાથમાં કટારી લીધી. ધીરે ધીરે ગુફામાં ફરવા માંડ્યું. ગુફાના એક ખૂણે થોડી ખાદ્યસામગ્રી પડી હતી. પાસે જ વસ્ત્રોની નાનીશી સંદૂક હતી. પાસે પેલી સર્પની ખાલી પિટારી હતી.
બીજા ખૂણે થોડાં ફળફળાદિ હતાં. નાનનો સામાન હતો. અંગવિલેપનનાં થોડાં દ્રવ્યો હતાં, બીજા બધા ખૂણા ખાલી હતા. આ ગુફામાંથી બહાર જવાના રસ્તા બે હતા; એક ઝેરી વેલોના દરવાજાવાળો મોટો રસ્તો ને બીજો જે ઠંડકમાં એણે નાગરાજને છૂટો મૂક્યો હતો તે નાનો રસ્તો.
ઝેરી વેલડીઓવાળો દરવાજો ભિડાયેલો હતો. જયસિંહે ફણીધરને જ્યાં ચારો ચરવા છૂટો મૂક્યો હતો એ પાણી ભરેલા ઠંડકવાળા સ્થળે જ ઈને દૂર દૂર નજર કરી. તો ત્યાં પાછળ નાની બારી જેવું દેખાયું. આગળ નાનોશો લતામંડપ હતો. બારીમાંથી દૂર સુધી દૃષ્ટિ ફરતી હતી.
ચંદ્રની અધુરેખ પૂરતું અજવાળું ઢોળતી હતી. એ પ્રકાશમાં જયસિંહે કંઈ જોયું. લતામંડપને પેલે છેડે નાનાંશાં બે વિરામાસનો હતાં. મઘના શીશા પડ્યા હતા, ને કોઈ બે જણાં-સ્ત્રીપુરુષ નૃત્ય કરતાં હતાં. પુરુષ અર્ધનગ્ન હતો, સ્ત્રી સાવ નગ્ન હતી !
જયસિહ ક્ષણવાર આ દૃશ્ય ઉત્સુકતાથી જોઈ રહ્યો. પછી વિચાર આવ્યો કે બાલસુંદરી આવે તો ઠીક રહેતેને પણ આ તમાશો જોવા મળે ! બૂરા દેવળની આ જમીનનો તસુએ તસુ ભાગ કેવી બૂરાઈઓથી ભરપૂર છે !
જયસિંહનું મન આમ વિચારતું હતું, પણ નેત્રો એ દૃશ્ય પર ચોંટી ગયાં હતાં. થોડી વારે સ્ત્રી પુરુષના આશ્લેષમાંથી છૂટીને ભાગી. પુરુષ પાછળ દોડ્યો. સ્ત્રી દોડી દોડીને કેટલી દોડે !
ઓ નિઃસહાય અબળા ! પણ રે, નિઃસહાય સ્ત્રી હોય તો હસે કાં ? બંનેનો એકધારો હસવાનો અવાજ ચાલ્યો આવતો હતો. જયસિંહને દોડીને મદદે પહોંચવાનું મન થઈ આવ્યું, પણ સ્ત્રીના હાસ્યના પડઘા એના મનને શંકામાં નાખી રહ્યા. સાથે ત્યાં જ પેલી સુંદરીએ સાપને ચારો ચરવા મૂક્યો હતો, એ સ્થળનો ભય પણ એને રોકી રહ્યો હતો.
જયસિંહે ફરીથી બાલુસુંદરીને યાદ કરી, એ આવી જાય તો ઠીક રહે. એની સહાય લઈને પેલા મેદાન તરફ પણ ધસી જવાય. પણ એ આમ વિચારે છે, ત્યાં
સ્વપ્નભંગ D 99
દેખાયું.
‘અરે ! સુંદરી ક્યાં ?' જયસિંહે મનને પ્રશ્ન કર્યો, ને સૂતાં સૂતાં એણે ચારે તરફ
Page #59
--------------------------------------------------------------------------
________________
તો પણે અજબ જેવું દશ્ય દેખાયું.
પુરુષ સ્ત્રીને પકડી પાડી હતી અને બંને જાનવરની જેમ એકબીજાને મોંથી બચકાં ભરતાં હતાં ! અરે, પ્રેમની આ ઉત્કટ અવસ્થા ! જયસિંહ દશ્ય જોતાં મૂંઝાઈ ગયો ! આ તે કોઈ વામ વાર્ગીનો અખાડો કે અઘોર પંથીઓની અઘોર ક્રિયા ! ધીમા ધીમા, હવાની લહેરીઓ સાથે ગીતના સ્વરો પણ આવતા હતા.
‘દારૂ પિયો રંગ કરો, રાતાં રાખો નેણ :
બેરી થારા જલ મરે, સુખ પાવેલા સેણ.
દારૂ દિલ્હી-આગરો દારૂ બીકાનેર. દારૂ પીઓ સાહેબા, કોઈ સૌ રૂપિયારો ફેર. દારૂ તો ભકભક કરે, સીસી કરે પુકાર : હાથ પ્યાલો ધન ઘડી, પીઓ રાજકુમાર. સોરઠિયો દોહો ભલો, ભલી મરવણી બાત જોબન છાઈ ધન ભલી, ભલી તારા છાંઈ રાત. છલબલીઆ ઘોડા ભલા, અલબલી અસવાર,
મદ છકી મારૂ ભલા, મરવણ નખરાદાર.'
'હા, હા, મરવણ નખરાદાર !' પુરુષ તૂટક શબ્દોમાં કહ્યું.
થોડીવાર ભિન્ન ભિન્ન અંગો પર બચકાં ભરવાની રીત ચાલુ રહી, પણ પછી જયસિંહે પુરુષને લથડાતો જોયો. કોઈ મોટું વૃક્ષ મૂળથી ઊખડી પડે, એમ એ ઢળી પડ્યો. નીચે પડ્યો પડ્યો હાથ-પગ તરફડાવવા લાગ્યો. મોંએ હાથ મૂકી પાણી માગવા લાગ્યો, ચંદ્રના પ્રકાશમાં દેખાતું એ દૃશ્ય કોઈ માયાવી સૃષ્ટિનું લાગતું હતું.
પાણી લાવી આપવાને બદલે સ્ત્રી જોરથી હસી, ને ગુફા તરફ ફરી ! કાળા કેશની વચ્ચે આવતું એનું ગોરું ગોરું મુખડું પૂર્ણ ચંદ્રની શોભા ધરી બેઠું હતું !
સ્ત્રી ગુફાની વધુ નજીક આવી !
ચંદ્રના પ્રકાશમાં એનું મોં લોહીના ટશિયાથી વિવર્ણ બન્યું હતું. આખા દેહ પર જંગલી જાનવરે કર્યા હોય તેવા ઉઝરડા ને લોહીના નાના નાના ટશિયા હતા ! સ્ત્રી જેની સાથે ક્ષણ વાર પહેલાં રમતી હતી, હસતી હતી, એને ત્યાં પાણી ! પાણી ! કરતો છોડી, ગુફા, તરફ કાં ધસી આવી ! શું નરમુંડધારી કોઈ યોગિની પોતાના પણ એવા બૂરા હાલ કરવા તો આવતી નથી ને !
જયસિંહને ક્ષણવાર ભયની કંપારી છૂટી રહી. પરસ્ત્રીને માતા ગણવાનું નીમ લેવા એનું મન ઉત્સુક થઈ ગયું.
‘તરસ્યાને પાણી ?’ જયસિંહમાં માનવતા પોકાર પાડી રહી. અને મન થઈ 100 D બૂરો દેવળ
આવ્યું કે પાણી લઈને પહોંચી જાઉં, કમોતે મરતા માનવીનું મોત સુધારું, નહિ તો એ આ સૂકી ભૂમિમાં ભૂત થઈ ભટકશે. ભૂંડી ભૂમિ વધુ ભૂંડી થશે.
સ્ત્રી નજીક ને નજીક આવી રહી હતી. એનું મુખ પિછાની શકાય તેટલી નજીક આવી.
જયસિંહે એને ઓળખી કાઢી. એ ન૨૨ક્તધારિણી સુંદરી બીજી કોઈ નહિ, જેને પોતે હ્રદયેશ્વરી બનાવી હતી. એ બાલુસુંદરી પોતે હતી !
જયસિંહનું કોમળ મન પેલા દશ્યનો ભાર મહામહેનતે જીરવતું હતું. ત્યાં આ આશ્ચર્યજનક સત્યનો આઘાત એને વ્યાકુળ બનાવી રહ્યો. શ્રમિત મગજમાં ચક્કર આવવા જેવું લાગ્યું. એણે કટાર ઉઠાવી. દોડીને સુંદરી પર ચલાવી દીધી. પણ બસ. એક ઘા સાથે એના શૂરાતનનો અંત આવી ગયો. એ બે નેત્ર દાબીને નીચે બેસી ગયો. થોડી વાર એની સૂધબૂધ ખોવાઈ ગઈ.
કેટલીએક પળો પસાર થઈ. હવામાં આવતી સુગંધે એને ફરી સ્વાસ્થ્ય આપ્યું. જયસિંહે આંખો ઉઘાડી.
સુંદરી સ્વસ્થ થઈને વિરામાસન પર બેઠી બેઠી કંચુકીના બંધ બાંધી રહી હતી. કટારી એની ગૌરવર્ણી ભુજામાં થોડો ઘસરકો કરીને ચાલી ગઈ હતી. જખમ સામાન્ય હતો. સુંદરીનું તો જાણે જખમ પર લક્ષ જ નહોતું. એણે કહ્યું : ‘જયસિંહ ! સાવધ થા ! કટારીના ઘાને ભૂલી જા ! મને કંઈ નથી. આનાથી પણ ભયંકર જખમો નાનપણથી વેઠતી આવી છું.'
‘સુંદરી ! ફરી શંકા થાય છે. તમે આ દુનિયાનાં લાગતાં નથી.' ‘આજ દુનિયાની છું.’
‘તો તમે આ શું કર્યું ?'
જયસિંહને અસ્વસ્થ થતો જોઈ સુંદરી બોલી :
‘જયસિંહ ! સ્ત્રીની તાકાત નીરખી ? તમે જે સો વર્ષે ન કરી શકો, જે તમારી હજારોની સેના ન કરી શકે, એ અમે ક્ષણ વારમાં કરી શકીએ છીએ.' સુંદરીએ દેહ સ્વચ્છ કર્યો હતો, પણ હજી રક્તનાં ચાઠાં દેખાતાં હતાં. એની સુવર્ણકાયામાં એ ચાઠાં સોનાગેરુ જેવી સુશ્રી પેદા કરતાં હતાં.
‘ઓહ ! જે દશ્ય મારી આંખોએ જોયું, એ હું ભૂલી શકતો નથી : એ યાદ આવતાં મારું દિલ આંચકા ખાય છે ! સુંદરી તું ?' જયસિંહ બોલતો નહોતો, જાણે આર્તસ્વરે રુદન કરતો હતો.
‘મને તું સતી ન સમજીશ. સતી થવાના મનસૂબાય રહ્યા નથી, વળી, કહેવાતી સતીઓના નરકસંતાપ મેં હૈયું ભરી ભરીને જોયા છે ! એમના પતિ અમને ગોદમાં સ્વપ્નભંગ D 101
Page #60
--------------------------------------------------------------------------
________________
લઈને રમાડતા હોય, ને એ સતીઓ પોતાના અસુર પતિના દીર્ધાયુની ઈશ્વરને પ્રાર્થના કરતી હોય !' | ‘તું કોણ છે ! આ શું છે ? આમ શું કરવા કર્યું ?” જયસિંહ વ્યાકુળ હતો. એનું મન એના વશમાં નહોતું.
બધું કહું છું. જયસિંહ ! માણસને આંખ જેટલી છેતરે છે, એટલું કોઈ છેતરતું નથી. મેં તને બધું કહ્યું છે, કહેવા બેઠી છું, મારા જીવનનો મોક્ષ તને એ કહેવામાં જ છે, પછી શા માટે આકળો થાય છે ! આજ મારા જેવું પુણ્ય કોઈએ કર્યું નહિ હોય !”
પુણ્ય, અને તે આ ? પછી પાપ કેવું હશે ?”
‘આ રાજાઓને, ચકવર્તીઓને શાહસૂબાઓના જીવનને જોઉં છું, ને પુણ્યપાપની શાસ્ત્રીય વ્યાખ્યાઓ મને ઢોંગ-બનાવટ લાગે છે : લોકોની દેખતી આંખે અંધ બનાવવા રાજાના આશ્રિત ઋષિમુનિઓએ ઊભા કરેલા કાળા કીમિયા લાગે છે. તમે નીતિ પાળો. નીતિ પળાવવાની જેમને માથે જવાબદારી છે, એ અનીતિના અખાડા ચલાવે ! આજ જે પુણ્ય હાંસલ કર્યાની હું વાત કરું છું, એ આ છે ! આજ જે નરરાક્ષસને મેં સંહાર્યો, એ એવો રાક્ષસ હતો કે જેને રોજ રાતે નવી ને નવી નવયૌવના ખપતી. એણે કેટલીય કાચી કળીઓને ઊગતી છુંદી નાખી હતી ! જયસિંહ, કહે મેં કર્યું પુણ્ય કે પાપ ?'
| ‘તું ક્યારની પવિત્રતાની પૂંછડી થઈ ? તારા પાપનો ઘડો ભરેલો છે, પછી લોકોના પાપપુણ્ય મૂલવવા તું ક્યાંથી બેઠી !' જયસિંહનો ક્રોધ હજી શમ્યો ન હતો. એવા અત્યાચારીઓનો ઘડો લાડવો કરનારા ઘણા વીરમદ બેઠા છે.” | ‘જ્યારે એ વીર મર્દો આ નરપિશાચને હણવા ધર્મ કે કર્મથી અશક્તિમાન નીવડ્યા, ત્યારે મેં આ તાડકાસુરનો વધ કરવા બીડું ઝડપ્યું. જે વીરમર્દો એને સુધારવા કે હણવા ગયા, એ જ રાતે એમના ઘરની વહુદી કરી ઊપડીને એ શેતાનની સોડમાં પડી. એ શેતાન વિરમર્દીની વાટી-લસોટીને ચટણી કરે એવો પહેલવાન હતો. પહેલવાન તે કેવો ? ચાર ચાર વીર મર્દીને એકલો ભારે પડે. રાજસ્થાનના પ્રસિદ્ધ વૈદો ન જાણે રોજ કેવી કેવી ભસ્મ ને રસાયનો ખવરાવે ! જોર એનું એની દેહમાં ન સમાય. એટલે એનું બધું જોર શિકારનાં પશુઓ અને સુંદર સ્ત્રીઓના શિકારમાં વપરાય ! પાપ તો મેં ઘણાંય કર્યો છે. પણ એક જણાએ મને વીનવી ને આ પુણ્ય મેં હાંસલ કર્યું !
આ મડદાનું શું હવે ?'
‘લઈ જનારા લઈ જશે. એના જ સેવકો ફારસ રચશે. એક સુવરને મારીને પાસે મૂકશે. શિકાર કરતાં મર્યા એમ જાહેર કરશે. દેવળ બાંધશે. દહેરામાં એ શુરાપૂરાનાં પગલાં પૂજાશે ! આરતીઓ ઊતરશે. ઇતિહાસમાં પરમ પૂજનીય રાજા
102 બૂરો દેવળ
રામના અવતાર લેખાશે.’
‘સુંદરી ! મને જવાની રજા આપ !' જયસિંહ જાણે વાતથી ધરાઈ ગયો. ‘ડરી ગયો કે !તારી કટારીથી હું ન ડરી, ને તું સામાન્ય દૃશ્યથી મૂંઝાઈ ગયો ?”
‘કલ્પનાથી પણ સત્ય કેટલું ભયંકર ! મારી નજર સામેથી એ દૃશ્ય ખસતું નથી. સજાનું મોત ! એ મડદું તોફાન મચાવશે. મને ને તને...”
‘તો જીવતું મડદું છું. મને કશો ડર નથી, પણ આટલી વાતમાં ડરી ગયો કે ! જયસિંહ ! આમ ડરીને ચાલ્યો જઈશ તો રજપૂતમાતાનું દૂધ લજવાશે. પૂરેપૂરી વાત સાંભળી જા. મારો પૂરો પરિચય તને એમાંથી સાંપડી જશે.”
જયસિંહ થોડી વાર વિચારમાં ગુપચુપ બેઠો. સામે બેઠેલી એ જ રૂપઝરણ વહાવતી, નિર્દોષતાની મૂર્તિ જેવી સુંદરી, એ જ માની ગોદ જેવી ગુફા, એ જ મીઠી હવા ને એ જ નીરવ એકાંત, જયસિંહ ધીરેધીરે ફરી ઉત્સાહમાં આવ્યો.
સુંદરીએ મધ અને આસવનો પ્યાલો ધર્યો. સુંદરીની ચંપકકારક જેવી અંગુલિ પર, કેળના થંભ જેવી લીલી ભુજા પર જયસિંહનું મન ફરી નાચી રહ્યું. એના હાથ પરના જખમનો પાટો પણ અલંકાર સમો શોભતો હતો. રે ! આવી રૂપવાદળી સૂકા રણમાં કાં વરસે ? જયસિંહને સુંદરી વિશે ફરી તીવ્ર રસ જાગ્યો. એણે કહ્યું : કહો તમારી વાત, સુંદરી !' ને જયસિંહે ગીતની એક પંક્તિ લલકારી :
“બૈઠે હૈ તેરે દરપે, કુછ કરકે ઊડેંગે,
યા વસ્લ હો જાયગા, યા મરકે ઊડેંગે.” ‘શાબાશ, જયસિંહ ! મારી કથા પૂરી થાય, અને ત્યાં સુધી હું જીવું તોય ઘણું ભાગ્ય છે. મારી બળતરા તું શું જાણે, જુવાન ! બસ, ઇચ્છા એટલી છે કે મારી પાસેથી જે મહાભારત સાંભળીને જા, એનો વૈશમ્પાયન તું થાજે !'
‘સુંદરી ! હું સ્વસ્થ છું. તારા વિશે જે ઉદ્વિગ્નમન હતો, તે શાંત થયો છું. છતાં તારા જીવનની વિચિત્રતા મને કુતૂહલપ્રિય બનાવે છે. ચલાવ તારી કહાની !'
‘ચલાવું છું. હજી તો પાશેરામાં પહેલી પૂણી છે. વાર્તાની પૂર્વભૂમિકા જ છે. મારી વાર્તાનો નાયકે હજી તો ભીલબાળાઓ સાથે રમે છે : ને કદી દુર્ગાદાસની આંગળીએ વળગીને દોડે છે. એનું નામ અજિતસિંહ !'
‘સુંદરી ! કેવી અપૂર્વ તું છે ! તારા પર મને અશ્રદ્ધા જાગી ! શંકા જાગી ! દેખતી આંખે પાપિની તું લાગી ! અરે ! એ બધો બૂરો દેવળની ભૂમિનો પ્રતાપ !”
‘પુરુષે પોતાનાં પાપ છુપાવવા સ્ત્રીને સદા પાપિની કહી છે. નિષ્પાપ સ્ત્રીઓએ ‘પાપીની સ્ત્રી પાપિની’ એ ન્યાયે પોતાને પણ ગુનેગાર ગણી લીધી છે. યાદ રાખો કે સંસારનાં દુઃખ એ પુરુષોના કર્મના પડઘા છે, સંસારનાં સુખ એ સ્ત્રીની
સ્વપ્નભંગ 2 103
Page #61
--------------------------------------------------------------------------
________________
તપશ્ચર્યાનાં ફળ છે.”
‘તને હું પાપિની નહિ કહું, પાપવિમોચની કહીશ.”
મારે માટે કોઈ પવિત્ર નામ ન વાપરતો. મારું રૂંવેરૂંવું પાપભારથી ભરેલું છે. મને પાપની પ્રતિમા ઘડી, રાજકારણી પુરુષોએ. હુંય પાપિની બની, પાપી પુરુષોને કાજે ! ઇનામમાં હું સદા જલતું રહેતું હૈયું ને બરબાદ કરેલો આ દેહ પામી છું.’
જે દેહમાં ચક્રવર્તીને ભૂલા પાડવાની તાકાત છે, એ દેહ બરબાદ ?' | ‘હા, બરબાદ ! પણ જયસિંહ, મારી કથા જાણવાની બહુ ઇંતેજારી ન રાખીશ. સહેજે સમજાય એ સમજજે ! કદાચ મારી જ વાત કરવા બેસીશ, તો એ વાતની સાથે આ મારા બળેલા દેહમાં ફરી અગ્નિ ભભૂકી ઊઠશે, ને રાખ માત્ર શેષ રહેશે.”
“મન વારંવાર ભ્રમમાં પડી જાય, એવું તારું બયાન છે, સુંદરી ! શ્રદ્ધા સ્થાપું છું તારામાં ! શરૂ કર તારી વાત !”
‘જયસિંહ ! જેમ મારા દેહમાં એક સેનાની શક્તિ છે, એ તેં હમણાં જોયું, એમ જેના એકલાના દિલોદિમાગમાં સિત્તેર હજારની સેનાને હરાવવાની કળ છે, એ બાદશાહ આલમગીરને હવે તું નિહાળ ! અને શ્રદ્ધાપુરુષ વરવર દુર્ગાદાસને પણ અશ્રદ્ધાવાન બનેલા ને અબી બોલ્યું અબી ફોક કરતા જો. માણસ કંઈ નથી, વિધાતાનું રમકડું માત્ર છે.' સુંદરીએ વાતનો પ્રારંભ કરતાં કહ્યું.
જયસિંહે વાતમાં ચિત્ત પરોવ્યું. વાત આગળ ચાલી : | ‘હિંદનો નવો શહેનશાહ અકબરશાહ, આ બૂરો દેવળના ત્રિભેટા પર પિતા ઔરંગઝેબની સામે વિદ્રોહનો ઝંડો લઈને, સિત્તેર હજારનું લશ્કર સાબદું કરી પડ્યો હતો. અહીં એ રાતે ભારે મહેફિલ જામી. પડખેનાં શહેરોમાંથી ગૌરાંગ સાકીઓ આવી. શરાબ આવ્યો. કલાવંતો આવ્યા, રૂપભરી નાચનારીઓ આવી. રૂપાળા છોકરા આવ્યા.
અડધી રાત સુધી થનક થનક ચાલ્યું. પછી જેવી જેવી નાચનારીઓ ને જેવાં જેવાં નખરાં ! શોખીનોની સભા ભરાઈ ! આભમાં તારાઓ ઊગીને આથમી ગયા, પણ આશકોની સરપરસ્તી અહીં વધુ ને વધુ જામતી રહી.
દીવાને આઝમ તહવ્યરખાં સેનાનું નિરીક્ષણ કરી, તવાયફોના જલસા જોઈ હમણાં નીંદમાં પડયો હતો. ભારતનો નવો શહેનશાહ અકબરશાહ પણ લડાઈના મેદાનમાં દરબારી જલસાનો આનંદ લઈ હજી હમણાં સૂતો હતો.
જળમાં કમળવત્ રાવ દુર્ગાદાસ સેનાનું નિરીક્ષણ કરતા ફરી રહ્યા હતા.
જયસિંહ !' સુંદરીએ વાત કરતાં વચ્ચે કહ્યું, ‘આજ એ ભૂમિ હતી. આ દેવળ એ વખતે નહોતું બંધાયું, પણ અહીંની ધરતી પોકાર પાડતી હતી, લોહી માંગતી
હતી, એની ખૂની ખાસ એને ભેંકાર બનાવતી હતી.
ઘોર રાતની એકાંત ગાજવા લાગી, એ વખતે દીવાને આઝમના મકાનમાંથી એક વ્યક્તિ નીકળી. ખૂબ ઊંચી, ખૂબ પડછંદ ને અંધકારમાં પણ ભય ઉપજાવે તેવી. એના હાથમાં એક કાગળ હતો. વારંવાર એ વાંચતો હતો : વાંચીને એને શરીરે કંપારી છૂટતી હતી ! પોતે વાંચીને બીજાને ધીરે સાદે એ સંભળાવતો હતો. સાંભળનારને શરીરે પણ રોમાંચ થતો હતો.
કાગળમાં અક્ષરો પડ્યા હતા; આગની કલમે, ને હળાહળની શાહીએ
‘શાહજાદા એકબરને ફકીર ખવાસના બાદશાહે તખ્તનશીન કરવાનું નક્કી કર્યું છે, પણ એ સાથે ઇરાદામાં હિમાલય પહાડ જેવા બાદશાહે તેને મદદ કરનાર તમને દેહાંતની સજા, તમારા જનાજાને બેઆબરૂ કરવાનો નિર્ણય ને બચ્ચાંઓને શિકારી કૂતરાને હવાલે કરવાનો હુકમ છૂટ્યો છે. તમારા જાનમાલની ખેરિયતે ચાહતા હો તો આ ઘડીએ ને પળે રવાના થાઓ, ને આવીને બાદશાહના કદમ પકડી લો.
લખનાર તમારો સાસરો ઈનાયતખાં.
કાગળ વાંચનાર પડછંદ વ્યક્તિનું હૈયું એ શબ્દો વાંચીને સેહ ખાતું હતું. એનું રૂંવે રૂંવું કાંપતું હતું. એણે કહ્યું :
‘બાપ એ બાપ અને દીકરો એ દીકરો ! ભાઈઓ હું જાઉં છું. બાદશાહને મળીને તમને જણાવીશ. ધીરે ધીરે આપણા લશ્કરને તારવીને સલામત સ્થળે લઈ જજો ! ખબર આપું એટલે આવી મળજો.’
પેલી વ્યક્તિ જોધપુરી સાંઢણી પર ચઢીને અદૃશ્ય થઈ ગઈ. ધરતી ભીતરથી કોઈ ભયંકર રીતે હસ્યું !
પ્યાસી ધરતીની લોહયાસ હસતી હતી.
થોડી વારે એક બીજી વ્યક્તિ આવી ! એની પાછળ આખું ટોળું ચાલતું હતું ! બધાના હાથમાં એક એક કાગળ હતો. નાની નાની મશાલોને અજવાળે એ સહુ વાંચતા હતા. વાંચનાર બધા પૂત રજપૂત હતા ! પણ એમના ચહેરા ભયથી ફિક્કા પડી ગયા હતા. મોતથી બાકરી બાંધે તેવા દાઢી-મૂછના કાતરાવાળા આ બધા, કાતર મુખમુદ્રાથી એકબીજાની સામે જોતા હતા.
એક પ્રચંડ વ્યક્તિ પોતાના હાથનો કાગળ ધીરે ધીરે ને ફરી ફરી વાંચતી હતી :
‘બેટા ! તેં હિંદુઓને છેતરવા માટે જે કર્યું તે યોગ્ય જ કર્યું છે, મારી તને શાબાશી છે. આલમગીરનો દીકરો આવો જ હોય. હવે બાકીનું કામ તમામ કર. તારા માટે ઇનામ તૈયાર છે. લડાઈમાં રજપૂતોને આગળ રાખજે . તું પાછળ રહેજે . ચક્કીના બે પડ વચ્ચે આવેલા દાણાની જેમ આપણાં બંને સૈન્યો સાથે મળીને
104 B બૂરો દેવળ
સ્વપ્નભંગ D 105
Page #62
--------------------------------------------------------------------------
________________
રજપૂતોને પીસી નાખીશું. ન રજપૂત રહેશે, ન રજપૂતાના હશે. કાફરોને એમના કુફ્રની (કાફરપણાની) પૂરતી સજા મળશે.’ આલમગીર બાદશાહ.”
*આખરે યવન એ યવન, જાત પર ગયા વગર ન રહે.’ એક ભાટી સરદારે આવેશમાં કહ્યું.
વિચારમગ્ન બનેલી પેલી પ્રતિભાશાળી વ્યક્તિએ જરા બોજથી કહ્યું : “ચાલો, આપણે જઈને શહેનશાહ બની બેઠેલા એ કાવતરાખોરનો જવાબ લઈએ !'
| બધા નવા શહેનશાહના તંબૂ પાસે આવ્યા, પણ પહેરેગીરે કહ્યું : “હમણાં જ સૂતા છે, ઉઠાડવાની મનાઈ છે.'
ઘણી હોહા કરી, પણ નિરર્થક ગઈ. ખાનગી વાતને તોફાનનું રૂપ આપવાનું કોઈને દિલ નહોતું.
| ‘ચાલો, દીવાને આઝમ તહવ્વરખાંને મળી ખુલાસો માગીએ.” ધીરજ રહી ન શકે એવું વાતાવરણ હતું. બધાનાં મન નવા વછેરાની જેમ શંકાના ખીલે હમચી ખૂદતાં હતાં.
અંધારી રાતે પણ દીવાને આઝમનો જરિયાની તંબૂ ઓળખાય તેવો હતો. ત્યાં પહોંચ્યા તો એનાં દ્વાર ખુલ્લાં હતાં. સહુ એકદમ અંદર પ્રવેશ્યા, પણ જુએ તો ખુદ દીવાન સાહેબ જ નહિ, ગાયબ !
અરે ક્યાં ગયા, દીવાને આઝમ ?”
પ્રશ્નનો જવાબ કોઈ આપી ન શક્યું, બલકે બહાર ખીલેથી ઘોડા છોડાતા હોય તેવો અવાજ આવ્યો ! અંધારામાં કોઈ ભૂતાવળ મેદાન છોડીને ચાલી જતી દેખાઈ.
- ખૂણામાં છુપાઈ રહેલાં એક તવાયફ અને તબલચીને સહુએ હાથ પકડીને બહાર ખેંચી કાઢચ. રૂપસુંદર તવાયફના પગની મીઠી ઘુઘરી રણઝણી રહી. એના ઘૂંઘરિયાળા વાળ બળ ખાવા લાગ્યા. પણ અત્યારે રાઠોડ સરદારોને કોઈ રૂપસુંદરને જોવાની નહિ પણ કોઈ ગુનેગાર મળે તો ખાઈ જવાની લોહતૃષા જાગી હતી. તેઓએ બંનેને ધમધમાવીને પૂછ્યું કે બધા ક્યાં ગયા છે.
અરબસ્તાનની આનંદરજનિ જેવી એ રૂપબાળા બિચારી બી ગઈ. કંઈ જવાબ આપે તે પહેલાં તો એના સુંવાળા ગાલ પર રાઠોડી તમાચો આવ્યો. એનાથી એકદમ બોલી જવાયું :
‘એમના સસરાનો કાગળ હતો. અજમેર ગયા છે.'
‘અજમેરમાં આલમગીર બાદશાહને મળવા ? દગો ! ફરેબ ! અરે, સહુ રજપૂત સૈનિકોને અહીંથી જલદી વિદાય થવાનું મોઢામોઢ ફરમાન પહોંચાડી દો ! ક્ષણનો પણ વિલંબ પ્રાણઘાતક છે.' આગેવાને જાણે રણશીંગું ફૂછ્યું :
106 બૂરો દેવળ
એક સૈનિકે બીજાના કાનમાં કંઈ કહ્યું. એણે ત્રીજાને કહ્યું. ત્રીજાએ ચોથાને ! એ ચાર જણાએ બીજા ચૌદને, ચૌદે વળી ચોવીસને કહ્યું. જોતજોતામાં શક્તિ હૃદયવાળી ચાલીસ હજરની રજપૂત સેના અંધારામાં નીકળીને અંધારામાં ગાયબ થઈ ગઈ ! સૂકી રેતીમાં માત્ર સૂકાં પગલાં જ રહ્યાં ! અડધી રાતનો વંટોળિયો એને પણ મિટાવી રહ્યો.
સંદેહનો શેતાન ને શંકાની ચુડેલ હાથના આંકડે આંકડા ભીડી રાતનો કબજો લઈ રહ્યાં હતાં. તેમને હૈયે અજંપો હતો, એ કળામણ પણ હતી, તે વિચારતાં હતાં કે અરર ! આટઆટલાં શંકિત માણસ મળ્યાં, ને સામસામો સમશેરનો એક ઘા પણ ન થયો ! આ ભૂમિને પાંચ-પચીસ રક્તછાંટણાં પણ ન મળ્યાં.
આ હાય-વરાળમાં રાત ઓગળી ગઈ, ને ત્રિભેટાની આ સૂકી ધરતી પર, ચંપાની આ વાડીઓ પર, ચંપકવરણો સૂરજ ઊગ્યો.
શાહી તંબૂઓમાં સૂતો સૂતો, દિલ્હીના તખ્ત પર બેસી, નવરત્ન દરબારનાં સપનાં માણી રહેલો ભારતનો અભિનવ શહેનશાહ અકબરશાહ મોડો મોડો જાગ્યો. એણે સ્વપ્નમાં કંઈ કંઈ જોયું હતું. જાણે દિલ્હી દરબાર ભરાયો છે. પોતે સિહાસનારૂ હૈ થયો છે. ન્યાયના સિંહાસને બેસી પોતે એક જ પડકાર કર્યો છે :
અકબરશાહને બે ભુજા છે, એક હિંદુ, બીજી મુસલમાને.' ‘અકબરશાહને બે આંખો છે, એક મંદિર, બીજી મસ્જિદ.'
અકબરશાહને બે કાન છે : એક ઉપનિષદ, બીજું કુરાને શરીફ !'
નવી શહેનશાહ આલમે એકબરશાહની સામે આલમગીર ગુનેગારના પિંજરામાં ખડો છે. પુત્રનો પિતાને પ્રશ્ન છે, કે હિંદની સમન્વયપ્રેમી ધરતી પર આ ભાગલા શા માટે ખડા કર્યા ? કેણે વાવ્યાં ઝેર ? કેણે પાપ ઉગાડી ! કેને ડસિયો કાળો નાગ કે સુખનાં ધામ ઉજાડી ? જલદી જવાબ આપો વાલિદ સાહેબ ! દૂધ-પાણી મિસાલ જીવતી પ્રજાને તેલ-પાણી જેમ અલગ અલગ કેમ કરી ! શા માટે કરી ? એમ કરીને તમે હાંસલ શું કર્યું ? તમારા ગુનાની સફાઈ આપો, વાલિદ સાહેબ ! ઇન્સાફના મામલામાં હું શહેનશાહોને પણ સામાન્ય માણસની જેમ તોળું છું.'
આલમગીર બાદશાહ અક્કડ ઊભો હતો. જાણે એ જવાબ આપવા ટેવાયેલો ન હોય તેવી એની મુખમુદ્રા હતી. એની મહાદેવના ત્રિનેત્ર જેવી આંખો ચારે તરફ ફરતી હતી, ને ખુદ શહેનશાહ છાનો કંપ અનુભવતા.
‘હજૂર ! ગુનેગાર ખામોશ છે.' દીવાને આઝમ તહવ્વરખાંએ શહેનશાહને કહ્યું.
‘ખામોશી ગુનાને રફા નથી કરતી, બલકે ગુનાને બેવડો કરે છે, એ સમજો છો, ને માજી શહેનશાહ !' નવા શહેનશાહ ગર્યા, પણ આલમગીર તો એ જ અવિચળ
સ્વપ્નભંગ D 107
Page #63
--------------------------------------------------------------------------
________________
મુદ્રાએ ઊભો હતો, જાણે ખૈબરઘાટીનો કોઈ ખડક !
નવો ભલો શહેનશાહ કંઈનું કંઈ કરી નાખવા મથતો હતો, પણ જાણે એનાથી આ અવિચળ ખડક સામે કંઈ થઈ શકતું નહોતું. અકબરશાહ અને લોભાવવા માગતો પણ પૈસાની કે રૂપની મોહિનીથી એ પર હતો. એ એને બેહોશ બનાવવા માગતો હતો, પણ બેહોશી લાવનારી કોઈ પણ વસ્તુ એને હરામ હતી. સામે ઊભેલા ગુનેગાર માજી શહેનશાહને કઈ રીતે પરાસ્ત કરવો એ નવા બાદશાહ અકબરશાહ માટે મૂંઝવણનો વિષય થઈ પડ્યો.
આ મૂંઝવણમાં એ હાથ પછાડવા લાગ્યો. હાથ અન્ય વસ્તુને અથડાતાં એ આ સ્વપ્નમાંથી ઝબકીને જાગ્યો, ત્યારે એનું મન ભારે ભારે હતું. મસ્તિષ્કમાં કંઈક દુખાવો હતો. એણે માન્યું કે હવાફેરના કારણે એમ થયું હોવું જોઈએ !
નવા શહેનશાહ ઊઠીને સહુને દર્શન આપવા બહાર આવ્યા, ત્યાં તો અંગત સેવાના અમલદારો ઊતરી ગયેલા ચહેરા સાથે અદબ ભીડીને ઊભા હતા. બાદશાહે જરા ગુસ્સામાં કહ્યું,
‘સવારના કૂકડાની જેમ શું કૂકડેક કરવા આવ્યા છો ! શાહી તાજને જરા સવારનાં કર્મોથી ફારેગ તો થવા દો !' અકબરશાહે શાહી મિજાજથી કહ્યું.
‘હજૂર !સામાન્ય બાબત હોત તો અમે આવ્યા જ ન હોત ! ગજબની વાત લઈને આવ્યા છીએ ! બેવફાઈની તલવાર આપણી ગરદન પર પડવાને હવે ઝાઝી વાર નથી !’ ‘શું કહો છો ? મારા સમજવામાં કંઈ આવતું નથી !'
સમજ તો અમને પણ પડતી નથી, કે આ શું થયું ? આ ખરી હકીકત છે કે અમે કોઈ ખ્વાબ દેખીએ છીએ એ પણ સમજાતું નથી !'
‘તમે કવિતા કરવા આવ્યા છો કે કંઈ કહેવા આવ્યા છો ? શું છે તે જલદી ને સ્પષ્ટ શબ્દોમાં કહો !’ નવા બાદશાહે ઉગ્ર બનીને કહ્યું. તેના માનસમાં શહેનશાહીનો રૂઆબ હતો.
‘હજૂર, દીવાને આઝમ રાતથી તંબૂમાં નથી.'
‘કોઈ કામે ગયા હશે. તેઓ સલ્તનતના દીવાને આઝમ છે. બાદશાહ નિરાંતે નીંદ લઈ શકે, પણ દીવાન કાંઈ નિરાંતે નીંદ લઈ શકે નહિ. હાથી ને ઊંટ મિસાલ તે બંનેનું જીવન છે, પણ હજી તમારા સમાચાર અધૂરા છે.’
‘હજૂર, સમાચાર અધૂરા નથી, ફક્ત પૂરા કહેવાની હિંમત ચાલથી નથી.’ ‘એવી ખોફનાક વાત છે ?'
‘હા. હજૂર ! તે આપના પિતાજી પાસે ચાલ્યા ગયા છે. તેમના સિપાઈઓ પણ આપણાથી અલગ પડી ચાલ્યા ગયા છે.
108 D બૂરો દેવળ
‘એટલે ઘીના વાસણમાં ઘી જઈને પડ્યું ? કંઈ ચિંતા નહિ ! આ શહેનશાહી તાજ મેં એવા બેવફા નિમકહ૨ામોના બળ પર નથી પહેર્યો. રાવ દુર્ગાદાસને આ
ખબર આપ્યા ?'
‘હજૂર ? રાવ દુર્ગાદાસની પણ એ જ રામકહાણી છે !'
‘શું કહાણી છે ! અરે, તમે આજ ખરેખર કવિતા કરવા બેઠા છો ? ખાનખાનાન રહીમખાનના પોતરા બની ગયા લાગો છો ? રાવ દુર્ગાદાસની શી કહાણી છે ?'
‘હજૂર ! એક રાતમાં આ કાળા આસમાને ગજબ વર્તાવી દીધો છે. વાતની વાત એવી છે કે આજ રાતે વીર દુર્ગાદાસના હાથમાં એક કાગળ આવ્યો !' ‘કોનો કાગળ ?’ ‘બાબાનો લખેલો.'
‘શું હતું એમાં ?’ નવા બાદશાહના દિલમાંથી બાબાનું નામ સાંભળતાં ધીરજ ચાલી ગઈ. તેલ ખૂટેલા દીપક જેવો એના ચહેરાનો પ્રકાશ ઝાંખો પડતો ચાલ્યો.
‘હજૂર ! આ રહી એ ચિઠ્ઠી !' અમીરોએ ચિઠ્ઠી બાદશાહ સામે રજૂ કરી, એણે લઈને ઉતાવળે વાંચી નાખી. ‘પણ કેવી ગજબ વાત છે ? મારા નામની ચિઠ્ઠી છે અને હજી મને તો મળી નથી : ને તમ બધા પાસે ક્યાંથી આવી ?”
‘હજૂર ! એ જ ખૂબી છે ? આ તો આલમગીરની કરામત છે. આ કાગળ વાંચી રાવ દુર્ગાદાસને આપણી વફાદારી વિશે શંકા પડી ગઈ. તેઓ રાતે આપની પાસે આવ્યા. આપ સૂતા હતા. સૂતેલા આપને ઉઠાડવાની મનાઈ હતી, પછી તેઓ તહવ્વરખાંના તંબૂમાં ગયા. તેઓ ત્યાં ન મળ્યા, ને સમાચાર મળ્યા કે અજમેર ગયા છે, આલમગીર બાદશાહ પાસે. બસ સંદેહ પાકો થઈ ગયો. પછી તે ઝનૂનમાં પાછા ફર્યા, ને આપણા સારા ઘોડા, ખજાનામાંથી રોકડ રકમ વગેરે લઈને રાતોરાત ચાલ્યા ગયા.’ ‘વાહ પિતાજી વાહ ! સિત્તેર હજારની મોગલ-રજપૂતોની સેનામાં જે તાકાત નથી, એ તાકાત તમારા એકલાના દિલોદિમાગમાં છે. પિતાજીએ રજપૂતોને ભોળવવા આ જાલી ચિઠ્ઠી બનાવી છે. ઓહ ઇતિહાસ ! ફરી ફરીને તું પ્રગટ થયો. આ રાઠોડોના એક પૂર્વજ રાવ માલદેવને પણ શેરશાહ સૂરીએ આવી રીતે જાલી ચિઠ્ઠી લખીને બનાવ્યા હતા.
‘જાલીપત્ર ? કેવો ?'
એમાં માલદેવ અને એના મદદગાર સરદારો વચ્ચે ભેદ કરાવતો જાલીપત્ર લખ્યો હતો. એ પરથી સંશય ઊભો કરી સહુને જુદા કર્યા, અને પછી ખેદાનમેદાન કરી નાખ્યા. આજ અમારો વારો આવ્યો ! વાહ રે કિસ્મત ! બેલીઓ !' અકબરશાહે
સ્વપ્નભંગ E 109
Page #64
--------------------------------------------------------------------------
________________
પોતાના અમીરો સામે જોતાં કહ્યું :
‘ગણતરી તો કરો કે આપણી ૭૦ હજારની સેનાના ૭૦ હજાર જણમાંથી કેટલા જણ અહીં બાકી રહ્યા છે ?'
‘એ પણ ગણતરી કરી લીધી, હજૂર ! ફક્ત સાડા ત્રણસો જણ આપણી ભેરે રહ્યા છે ?”
| ‘શાબાશ, સિત્તેર હજાર ગયાનો મને ગમ નથી. મારી સાથે મોતને કાંડે બાંધનાર સાડા ત્રણસો મર્દ રહ્યા એનું મને ગુમાન છે.'
| ‘હજૂર ! હુકમ હોય તો પિતાજી સાથે સુલેહની વાટાઘાટ ચલાવીએ. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય !”
‘પિતાજીને જેટલા હું જાણું, એટલા તમે શું જાણો ? એમની પાકી માન્યતા છે કે છોરું કછોરું થાય ત્યારે માવતર કમાવતાર થવું જ રહ્યું. બાદશાહ આલમગીરના શબ્દકોશમાં ગુનેગાર પર રહમ જેવો શબ્દ નથી. આપણે આપણી રક્ષાનો પ્રબંધ વિચારવો જોઈએ ! હોશિયાર જાસૂસોને અજમેર તરફના સમાચાર લાવવા રવાના કરો !” શહેનશાહ અકબરશાહના દિલમાંથી જાણે તખ્તનો રોફ ચાલ્યો ગયો હતો, ને તખ્તાના ભયને નજર સામે નિહાળી રહ્યા હતા. છતાં એ આખરે તો આલમગીરનો પુત્ર હતો. ભયથી હાથ ધરેલું કર્તવ્ય છોડી દે એમ નહોતો.
‘દુર્ગાદાસ કઈ તરફ રવાના થયા ! અકબરશાહે પૂછ્યું : ‘મારવાડ તરફ.' ‘આપણે પણ મારવાડ ભણી ચાલી નીકળો.’ ‘શું મોતના મોંમાં જવા ? રાઠોડો આપણને ફરી મદદ કરશે ?”
‘દુર્ગાદાસ જુદા દિલનો માણસ છે. જાણો છો, બીજો કોઈ હોત તો સામસામા તલવારોના ઝાટકા દીધા વિના અહીંથી ચાલ્યા જાત નહિ. અહીં જ આપણને સુતા રાખ્યા હોત ! પણ આ દોસ્ત પણ ખાનદાન છે ને એની દુશ્મની પણ ખાનદાની છે ! રાવસાહેબને કીમિયાગરના કીમિયાનો ખ્યાલ આવતાં, બધી વાતની ખાતરી થતાં, એ કોઈ રીતે આપણને મળ્યા વગર નહિ રહે. જે થયું એનો એમને પણ ગમ થશે !'
‘શહેનશાહે આલી ! ફતવો આપનાર ચાર મુલ્લાંઓ પણ નદારદ !* ** ‘એ મુલ્લાંઓએ મારું મોં જોઈને ફતવો નહોતો આપ્યો, તેઓ તો તખ્ત
તાઉસના હીરામાણેક સામે જોતા હતા અને દોસ્તો ! મને હવે કોઈ શહેનશાહ ન કહેતા !”
‘હજૂર ! અમે કંઈ અમારા સરતાજની મજાક નથી કરતા.'
‘જાણું છું. તમે સર્વ ધર્મપ્રેમી શહેનશાહીના સેવકો છો. મને પણ કંઈ તખ્ત તાઉસનો મોહ નહોતો. એમ હતું કે પિતા મજહબના નામે મોગલ સલ્તનતની ઘોર ખોદી રહ્યા છે એ અટકે, ને અકબરશાહની જેમ હુંય મોગલ સલ્તનતની ઇમારતને એવા પાયા પર ખડી કરું, કે બીજાં સો વર્ષમાં તો એની કાંકરી પણ ન ખરે ! હિંદુઓના ઘરમાં રહી, હિંદુઓ સામે બાકરી બાંધી, હિન્દુસ્તાન મોગલો નહિ ભોગવી શકે : પણ એ તો જેવી અલ્લાવાલાની મરજી ! રહીમજીનો પેલો દોહો આજે યાદ આવે છે.
‘રહીમન અબ ચૂપ વૈ રહો, દેખી દિનનકો ફેર.
જબ દિન નીકે આઈ હો બનત લગત ન દેર !' | ‘ઊઠો મારા જંગમર્દ જુવાનો ! નિરાશ ન થશો. ઇતિહાસના આયનામાં આપણો પ્રયત્ન આપણને શરમાવે તેવો નથી, બલકે શોભાવે તેવો છે. અલ્લા દયાળુ છે. એની મરજી હશે તો બગડેલી બાજી કાલ સુધરી જશે ! ઉપાડો કાફલો !'
થોડી વારમાં નવા બાદશાહનો નાનો શો કાફલો રેગિસ્તાનના ધૂળના બવંડરો વચ્ચે અદૃશ્ય થઈ ગયો !
* તખ્તો એટલે ફાંસી. ** નારદ એટલે ગુમ.
T10 બૂરો દેવળ
સ્વપ્નભંગ | III
Page #65
--------------------------------------------------------------------------
________________
16
નવી પાદશાહીની લાશ
રાઠોડ વીર દુર્ગાદાસના શોચનો આજ પાર નથી. સોળ વર્ષનો સાત ખોટનો, એકનો એક દીકરો અંતરિયાળ ફાટી પડે. તોય જેવો આઘાત ન લાગે તેવો આઘાત એમને લાગ્યો હતો..
ધર્મ માત્રને એક નજરે જોનાર, મજહબ તો એ કે મજહબ નહિ, ને હોય તો મજહબ તમામને સરખું માન, એવી નવીન પાદશાહીની ચૂંથાયેલી લાશ જાણે એમના મોં આગળ પડી હતી, ને કોડભરી આણું વળેલી નવયૌવના વિધવા જેવા રાવ દુર્ગાદાસના મરસિયા જાણે ગાયા ખૂટતા નહોતા ! દુર્ગાદાસ-વીર દુર્ગાદાસ આજ એક રાતમાં પાંચ વર્ષ વધુ વૃદ્ધ થઈ ગયા હતા.
ભાલો જમીન પર ખોડી, ઘોડાની લગામ એક હાથમાં પકડી, ધરતી ભણી મોં નમાવી એ વિચારમાં પડી ગયા હતા. મોટી ધમણ જેવા એમના સીનામાંથી ભારે લોહનિશ્વાસ નીકળી રહ્યા હતા ! ઠંડું પોલાદ પણ મીણ થઈ જાય, એવા એ ગરમ ગરમ નિશ્વાસ હતા.
ન જાણે આમ ને આમ એ મહાન ક્રાંતિવીર ક્યાં સુધી ઊભો રહેત, પણ એવામાં મભૂમિ પર ખબર મેળવવા ફરતો રાઠોડ દૂત આવ્યો. એણે પ્રણામ કરતાં
ઊડતી રેતીથી ને કોઈ વાર પાછળ પડેલા આલમગીરના ખૂની મારાથી અકળાઈ જઈ કહે છે : ‘દુર્ગાદાસ ! દોસ્તીનાં કાંડાં કાપ્યાં હતાં, કે દગલબાજીની જાળ બિછાવી હતી ? કહો ? શું કહો છો ? રાઠોડોની કીર્તિ પર કલંકકાલિમા કેમ ઢાળી ?’ વળી થોડીવારમાં શાન્ત પડીને કહે છે : “ના, ના, દુર્ગાદાસ પર શંકા કરવી એ પોતાના પર શંકા કરવા જેવું છે. એ માણસના દેહમાં તો શું, એના પડછાયામાં પણ દગલબાજી નથી. માત્ર મુકદ્દર અમારું દગલબાજીવાળું છે.” રાવજી ! આવા શોચ કર્યા કરે છે એ શહેનશાહ ! કોઈ વાર વળી પોતાના પિતાની કરામતને વખાણે છે. સતત પાછળ દુશ્મનો ધસી રહ્યાના સમાચાર મળ્યા કરે છે. દોડાદોડી કર્યા કરે છે, આ દિશામાંથી પેલી દિશામાં, એક રાત એક ઠેકાણે કાઢી નથી. બે ટેક એક ઠેકાણે જમ્યા નથી. કોઈ ડાઘુઓનું ટોળું બાદશાહીનું મડદું લઈને નીકળ્યું હોય તેવું તેમનું દૃશ્ય છે. દિવસોથી પૂરું ખાધું નથી, પૂરું પીધું નથી ! પાછળ શાહજાદો મોઆજમ ચડ્યો છે. જરૂર પડે આલમગીર પોતે પણ આ તરફ નીકળી આવે !
દુર્ગાદાસની આંખો જમીન ખોતરી રહી. થોડીવારે ઊંચું માથું કર્યું :
‘બેલીઓ !' દુર્ગાદાસે કરુણ સ્વરે કહ્યું. એમની એક આંખમાં વીજળીની જ્વાલા હતી, એક આંખમાં મેઘની ભીનાશ હતી, ‘આપણી આગેકૂચ પૂરી થઈ. પીછેકૂચ શરૂ કરો. આ તો સસલીએ સિંહને હંફાવ્યા જેવું થયું. વળી પાછા.”
‘પાછા વળીને શું કરશું ?' મુખ્ય સાથીદારે કહ્યું :
| ‘બાપનું બારમું કરશું. દાઢી મૂંછ મૂંડાવી નાખીશું. રાજ કરશે તો આલમગીર કરશે, આપણે તો મફતનાં દાઢીમૂછ ઉગાડ્યાં છે ?' દુર્ગાદાસે આત્મતિરસ્કારથી કહ્યું.
‘રે, શું રાખ્યુ દુર્ગાદાસ આવાં વેણ કવેણ કાઢે છે ? શું સાગર મર્યાદા મૂકે છે ? શું ધરતી બોજથી ધ્રૂજે છે ? શું સિંહ ખડે ચરે છે ? માણસ હોય તે ભૂલ કરે. ભૂલ ઢોરથી ન થાય.” ભાટી સરદારોએ કહ્યું.
ઝાઝી વાતો કરવાનો સમય નથી. સિંહ તો હવે જ્યારે થઈએ ત્યારે, અત્યારે તો આલમગીરે પોતાની કળથી આપણને નાસતાં શિયાળ બનાવી દીધાં છે. વાહ રે કરામતી પુરુષ ! તારી હિકમત-હોશિયારી જોઈ આફરીન પોકારી ઊઠવાનું દિલ થાય છે, પણ અત્યારે વાત કરવાનો વખત નથી. થોડાં પાછાં વાળો.’
‘શા માટે ? આલમગીરના પંજામાં પડવા માટે ?'
ના. ના. આલમગીરના પંજામાંથી અકબરશાહને છોડાવવા માટે ! અગ્નિનો અવતાર આલમગીર, પુત્રને સ્વાહા કરતાં લેશ પણ સંકોચ નહિ કરે ! આજ અકબરશાહ આલમગીરનો પોતરો નથી, પરદેશી મોગલ નથી, રજપૂતોનો ને રાઠોડ
નવી પાદશાહીની લાશ | Il3
કહ્યું :
‘હજૂર ! બૈરાં-છોકરાં થોડાં પર, માલસામાન ઊંટ પર ને બીજા બધા પગપાળાનવા શહેનશાહ અકબરશાહની સવારી આમ દર બંદરની ધૂળ છાણતી ફરે છે ! અકબરશાહના મુખ પર સોળ વર્ષનો છોકરો ફાટી પડ્યા જેવી ગમગીની છે. વારંવાર એ અફસોસ કરે છે, ને તમને યાદ કરે છે. કોઈ વાર તાપથી, કોઈ વાર
Page #66
--------------------------------------------------------------------------
________________
માત્રનો માજણ્યો ભાઈ છે.’
‘પણ રાવજી !નાકેનાકું દિલ્હીના સૈન્યથી રોકાઈ ગયું છે. શાહજાદા મોજમની સાથે બાદશાહે બનાવેલા જોધપુરરાજ ઇન્દ્રસિંહ, જાલોરના રામસિંહ ને સુબેદાર કુલીચખાં પણ જોડાયા છે.” રાઠોડ દૂતે કહ્યું.
‘રાઠોડ ઇન્દ્રસિંહ ને રાઠોડ રામસિંહને શું કહેવું ? કમનસીબી આપણી છે. ભારતવર્ષના નંદનવનને ઉજ્જડ કરનાર કુહાડાઓ ઘણા આવ્યા, પણ જ્યાં સુધી એ કલા કુહાડીનાં પાનાં જ હતાં, ત્યાં સુધી કુહાડીનું જોર ને ચાલ્યું. પણ જ્યારે જ્યારે આપણી જ વનનાં વૃક્ષોએ હાથા આપ્યા ત્યારે ત્યારે એ કુહાડાઓએ ભારે કેર વર્તાવ્યો ! પણ ફિકર નહિ ! મારા વફાદાર રાઠોડ વીરો એને પણ ભરી પીશે. આજ એક સોનેરી સ્વપ્ન નષ્ટભ્રષ્ટ કરવાની કલંકની ભૂળી ટીલી દુર્ગાદાસના કપાળે ચોટી, એ કલેકની કાલિમા ધોવાના યત્નમાં અગર મોત મળશે, તોય ઉજ્જવલ મોત હશે. ઘોડાં પાછાં ફેરવો બેલીઓ ! સર્વનાશ વેચનાર વંટોળિયાની જેમ ધસી પડો, યમરાજના હાથમાંથી પણ અકબરશાહને લાવે છૂટકો છે.”
રાઠોડી ઘોડાઓની લગામ ખેંચાઈ. વંટોળિયા વેગે એ પાછા ફર્યા. એવા ઝનૂનથી પાછા ફર્યા, કે દિલ્હી દરબારની માખીને પણ માર્ગ વચ્ચે આવવું મુશ્કેલ બન્યું.
મરણની સામે રજપૂતોને પાંખો ફૂટે છે. રજપૂતી મોતને જોઈને જેટલી ખીલે છે, એટલી જીવન જોઈને ખીલતી નથી.
એક પછી એક નાકેબંધી તોડતા, ભલભલા જંગબહાદુર મોગલવીરોને થાપ આપતા છાવણીઓને ભેદતા રણમાં નિરાશ્રિત ભટકતા અકબરશાહને જઈ મળ્યા. | દોડીને દુર્ગાદાસ એકબરને ભેટી પડ્યા. જોરજોરથી બોલવા લાગ્યો :
મારો શાહ ! મારો અકબરશાહ ! ફટ તને દુર્ગાદાસ ! તેં અબી બોલ્યા, અબી ફોક કર્યું ! તારી મર્દાઈમાં ધૂડ પડી ! માઁ દોસ્તીના બંધ આવા બાંધતા હશે ?' દુર્ગાદાસના શબ્દ શબ્દ ડામની વેદના હતી. જાણે સગે હાથે એ ડામે પોતે પોતાને ચાંપતા હતા.
‘રાવસાહેબ ! થનાર થઈ ગયું. મુકદ્દરની વાત છે. કોઈ વાત મનમાં ન લાવશો, રાઠોડ વીર દુર્ગાદાસ માટે બીજું ગમે તે કહીશ, પણ દગલબાજ કહીશ તો જહન્નમમાં પણ મને આશરો નહિ મળે.’ અકબરશાહે કહ્યું.
શાહની દિલદિલાવરી જોઈ રાઠોડો આફરીન પોકારી ગયા.
આહ ! કેવો રંગ જામ્યો હતો ? વાતવાતમાં રંગ બેરંગ થઈ ગયો. એ બેરંગની જવાબદારી રાઠોડોની છે, બાદશાહ !' દુર્ગાદાસે કહ્યું,
114 D બૂરો દેવળ
‘સત્તા એવી ચીજ છે, કે માણસનું મગજ ભમાવી નાખે છે. રાવસાહેબ ! પહેલી ભૂલ મારી કે મેં બાદશાહ બન્યા પછી બાબાને તૈયાર થવા માટે પંદર દિવસનો સમય આપ્યો. નાચતાન ને ગાન-તાનમાં ગૂંથાઈ ગયો. બાબો નાચગાનનો વિરોધ કેમ કરે છે, એ આજ સમજાયું. બાબાની આટલી શિક્ષા પણ મેં માની હોત તો, આજ આ ઘડી ન આવત.’ ઉદાર મનનો એકબરશાહ પોતાનો દોષ શોધી રહ્યો. બધા રાઠોડો રાવ દુર્ગાદાસને અકબરશાહની હેત-પ્રીત પર ઓળઘોળ થઈ જવા લાગ્યા .
‘આલમગીરની ફતેહનો મૂલ મંત્ર જ એની સાદાઈમાં, એના સંયમમાં, એની જાગરૂ કતામાં છે, એ જરાક ઉદાર હોત તો તમામ દુનિયા પર હકૂમત ચલાવવાની હોશિયારી ને હિકમત રાખે છે. એની એક એક વાત અનોખી છે.દુર્ગાદાસે કહ્યું.
‘રાવ સાહેબ ! આપણે સિંહની બોડમાં હાથ નાખ્યો છે. હવે ચેતતા રહેવાની જરૂર છે. મને હાથ કરવા તેઓ આકાશપાતાળ એક કરશે.'
| ‘આલમગીર આકાશપાતાળ એક કરશે, તોય એકબરશાહને પામી નહિ શકે. તમારું રક્ષણ એ દુર્ગાદાસનો જીવનમંત્ર બન્યો છે. અત્યારે આપણે કામચલાઉ આશ્રય શોધી લેવાની જરૂર છે.'
‘આજ આપણને મોત પણ નહિ સંઘરે, એને પણ સમર્થ આલમગીરની શરમ અડશે.’
‘જેને કોઈ ન સંઘરે, એને સંઘરનાર મેવાડ છે. ચાલો, આપણે મેવાડના રાણા જયસિંહના આશ્રયે જ ઈએ.’
અકબરશાહ ને દુર્ગાદાસે ઘોડાં મારી મૂક્યાં. થોડા વખતમાં મેવાડમાં પ્રવેશ કર્યો, રાણા જયસિંહે બંને સમર્થ યોદ્ધાઓને આવકાર આપ્યો. મેવાડ તો નાથના નાથને પણ સનાથ કરનારું ! એને ખોળે બેઠેલાને ચિંતા કરવા જેવું જ શું હોય ! અને અહીં જ જોધપુરનો નાનો બાળરાજા અજિત પણ પનાહ લઈ રહ્યો હતો. આ તો રાણા પ્રતાપ ને રાણા રાજસિંહની ભૂમિ ! આલમગીર જેવો આલમગીર અહીં આવીને અટકી જાય ! એનાથી મેવાડની માખી પણ ઊડી ન શકે !
એક તરફ રાઠોડો ને અકબરશાહ મેવાડની છત્રછાયામાં બેસી ગયા, બીજી તરફે આલમગીરે ભારે કડક હાથે કામ લેવા માંડ્યું.
દુર્ગાદાસ અને અકબરશાહે બધું જાણવા કાન દિલ્હી તરફ દોડાવ્યા, અરે ! જે ખબર આવતા એ ખરાખરીના હતા. બાદશાહ મૂછ આમળતો કહેતો હતો કે ‘૭૦ હજારના સૈન્યને મેં મારી એકલાની કરામતથી સાડા ત્રણસોનું બનાવી નાખ્યું,
નવી પાદશાહીની લાશ B 115
Page #67
--------------------------------------------------------------------------
________________
ને તમે બધા ખાં સાહેબો ને મીરઝાં સાહેબો એ સાડા ત્રણસો માણસોને-રે સાડા ત્રણસો નહિ તો-એકને પણ જીવતો યા મૂએલો પકડી ન શક્યા ? શરમાવનારી બીના છે, બહાદુરો તમારા માટે !'
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય, એમ દીવાને આઝમ તહવ્વરખાં એક રાતે આલમગીરની સમક્ષ માફી માગવા આવ્યો. એનો સસરો ઈનાયતુલ્લાં ખાં સાથે હતો. બંને જણા હાથ બાંધી ગુનેગારની જેમ ખડા રહ્યા હતા. પહેરેગીરે અંદર ખબર આપી.
બાદશાહે માત્ર તહવ્વરખાંને અંદર બોલાવ્યો ને પોતાની સામે ઊભો રાખી હુકમ કર્યો : “આલમગીરના શબ્દકોશમાં ગુનેગાર માટે રહેમ શબ્દ નથી. હરીફ શહેનશાહ અકબરશાહના એ માનવંતા દીવાને આઝમને દેહાંત દંડનું જ માન યોગ્ય થશે.
પળ વારમાં તહવ્વરખાંનું મરતક ધડથી અલગ થઈ ગયું. નવી શહેનશાહીનો દીવાનો આઝમ ઈશ્વરના દરબારમાં ઇન્સાફ માગવા ચાલ્યો ગયો. આ બનાવે ચારે તરફ ભયની લાગણી પ્રસારી દીધી. ભયની પ્રીતમાં માનનારા સેવકો બેવડા બળથી આલમગીરની આજ્ઞાઓ ઉઠાવવા લાગ્યા ,
આ પછી રોજ રોજ કઠોરમાં કઠોર હુકમો નીકળવા લાગ્યા. ગુનેગારોની ધરપકડ કરવામાં સાવ નાકામયાબ નીવડેલા જોધપુરના ઇદ્રસિંહની તથા ઝાલોરના રામસિંહની જાગીર જપ્ત કરવાનો હુકમ થયો. બંને જણા દોડચી આલમગીર પાસે !
આલમગીર પાસે કામની કદર હતી, ખુશામતની નહિ ! ખુશામતીઆ ટટ્ટઓને એ આંગણે પણ ઊભા રહેવા દેતો નથી.
શાહજાદા મોજમે નવો વ્યુહ રચ્યો, એણે લશ્કર તમામ વિખેરી નાખ્યું. એણે લશ્કરનાં માણસોને ધોરી માર્ગે, આડમાર્ગે નદી, નાળાં ને પુલ પર ગોઠવી દીધાં. એકબરશાહ ને દુર્ગાદાસને પકડવા, ભોંમાંથી ભૂતની જેમ પેદા થાય, ઝાડમાંથી પ્રેતની જેમ ટપકી પડે, પાણીમાંથી પિશાચની અદાથી દોડી આવે, એવી નવતર યૂહરચના કરી. પણ બાહોશ બાજ પંખી જાળમાં ન પકડાણાં તે ન પકડાણાં.
દુર્ગાદાસ ને અકબરશાહ મેવાડમાં નિરાંતે દિવસો ગુજારતા હતા. દુ:ખનું ઓસડ દહાડા, એ રીતે તેઓ હૃદયના ઘાને રૂઝવતા હતા, ત્યાં એક દિવસ અચાનક એમની નજરે દિલ્હીના કાસદો નજરે પડ્યા. “અરે ! મેવાડની ભૂમિ પર મોગલ કાસદ ? એને તે પણ રાજમહેલમાં જતા
116 n બૂરો દેવળ
આવતા ? જ્યાં યવનનો પડછાયો પણ અશક્ય, ત્યાં આ શું ? એ દિવસથી વીરચતુર દુર્ગાદાસ કંઈક સાવધ રહેવા લાગ્યા. રાત તો ભાગ્યે જ એક જગાએ ગાળતા. એમને પિતાની ચિંતા ન હતી, પણ પોતાની પાસે રહેલા શાહજાદાની ફિકર હતી. કીંમતી હીરાના હારની જેમ તેઓ એને છાતી પર ને છાતી પર રાખતા.
આમ વિચિત્ર વાયરા વાય છે. ત્યાં એક દહાડો અંતઃપુરની એક વૃદ્ધ દાસી આવી. એની ડોકી બૂઢાપાને ડગમગતી હતી. ટટ્ટર તો ઊભું રહેવાતું નહિ. બોલતાંય હાંફી જવાતું. એણે દુર્ગાદાસને એકાંતમાં લઈ જઈને કહ્યું :
‘રાવજી ! તમે કબરની ચિંતા કરો છો કે એકબરની ?”
‘એમ કેમ, મા !” દુર્ગાદાસે વૃદ્ધ દાસીને માનથી બોલાવી. રાણા પ્રતાપના યુગની એ નારી હતી. સો વર્ષે તો નવા દૂધિયા દાંત ફૂટયા હતા !
| ‘સિસોદીઆ સમશેરથી ધરાઈ ગયા. સુંવાળાં બિછાનાં, સોનારૂપાના થાળ ને ઇંદ્રભુવન જેવા મહેલના મોહ હવે એમનાથી છૂટતા નથી, રજપૂતાણીઓ પણ જોગમાયાની મૂર્તિ મટી ગઈ, ને રૂપનાં ઝરણ વહાવતી રૂપસુંદરીઓ બની ગઈ. જૂની આંખે નવા તમાશા જોઉં છું. રાણા જયસિંહ પાસે રોજ આલમગીરના કાસદો આવે છે. કંઈ કંઈ કાનાફૂસી ચાલે છે. હું અધબહેરી પૂરું ન સાંભળું, પણ કંઈક સંધિની વાતો થાય છે ! મોગલો સાથે સંધિની વાત, એટલે ૨જપૂતીનો ઘાત, એટલું જ હું મૂરખી સમજું .”
‘રે ! મિયાં ને મહાદેવની સંધિ તે થતી હશે ? ન બની શકે, મા !”
‘દુર્ગાદાસ ! તમે મા દુર્ગાનો પુરુષ અવતાર છો, તમારું વ્રત, તમારું પણ મેં સાંભળ્યું છે ! એટલે જ માથે મોતની સજાનો ભાર લઈને કહેવા આવી છું. વાતો સારી નથી, વાયરા સારા નથી. એશઆરામી લોકો કયું પાપ ન કરે, તે કહેવાય તેમ નથી. ચેતી જજો, બાપા ! સતના હામી સિસોદિયાના દહાડા વહી ગયા ! હવે તો રાજમહેલની બહાર નીકળવુંય ગમતું નથી ! માના હૈયા જેવી મભૂમિની ગરમી સહુને ત્રાસ પમાડે છે.’
‘વારુ મા ! ચેતતા નર સદાય સુખી ! મનેય ગંધ તો આવી છે. મેવાડ સંધિ કરે તો- બાદશાહ બદલામાં ત્રણ જણાની માગણી કરે જ કરે, એક જોધપુરના બાળરાજા અજિતની, બીજા અકબરશાહની ને ત્રીજી મારી '
‘સાચું સમજ્યો, મારો બાપ ! બેટા, રાજપાટના લોભે સારા સંસારનું મન બગાડી નાખ્યું છે. ચિતોડનું રાજ કારણ તો દેવનું દેવળ હતું. હવે એ બૂરો દેવળ બની રહ્યું લાગે છે. આપણે શું કરશું, બેટા ! એ તો જેવી એકલિંગજીની મરજી !'
નવી પાદશાહીની લાશ | II7
Page #68
--------------------------------------------------------------------------
________________
‘બૂરો દેવળ ? શું દાસીમા સાચું કહે છે ?” દુર્ગાદાસ મનમાં વિચાર કરી રહ્યા.
વૃદ્ધ દાસી આંખમાં આંસુ સાથે ચાલી ગઈ. રાવ દુર્ગાદાસે ઊંડો નિશ્વાસ નાખતાં કહ્યું : “ઘરની દાઝી વનમાં ગઈ, તો ત્યાંય ડુંગરિયે દવ લાગ્યા ! જેવી ઈશ્વરની મરજી ! કીમિયાગરની સામે કીમિયો કર્યો છૂટકો છે !'
દુર્ગાદાસ તે દુર્ગાદાસ ! એક વાર વિધિના ભુલવ્યા ભૂલ્યા, બીજી વાર કોઈના ભુલવાડ્યા ભૂલે તેવા નહોતા. એ જ રાતે ખીચી મુકુન્દદાસ સાથે જોધપુરના બાળા રાજા અજિતને સિરોહી તરફ રવાના કર્યો.
ધીરે ધીરે રાઠોડ સૈનિકો મેવાડમાંથી ઓછા થવા લાગ્યા. ફરીથી રાઠોડો માટે ‘ઘોડાની પીઠ એ ઘર ને ઘોડાનું જીન એ તખ્ત ” બન્યું, એક દહાડો એ કબરશાહનાં પુત્ર-પુત્રીને બાડમેર મોકલી આપવામાં આવ્યાં. દશ વર્ષ સુધી ચાલે એટલું દ્રવ્ય પણ સાથે આપવામાં આવ્યું.
આટલી વ્યવસ્થામાંથી નિવૃત્ત થયા એટલે દુર્ગાદાસ ને અકબરશાહ અરવલ્લીની ટેકરીઓમાં ફરવા નીકળ્યા, નીકળ્યા તે નીકળ્યા, પાછા ન આવ્યા. | દુર્ગાદાસ એકબરશાહને સાથે લઈ મેવાડની પવિત્ર ભૂમિને ચુંબીને નીકળ્યા. આ ભૂમિ જેવી વીર સત્યની ટેકીલી ભૂમિ બીજે ક્યાં મળવાની હતી ? પાછળથી ટૂંક સમયમાં મેવાડ અને દિલ્હી વચ્ચેની સંધિ જાહેર થઈ. ખરેખર, મિયાં ને મહાદેવ મળ્યા ! સંધિમાં મુખ્ય શરત એ હતી, કે મેવાડે રાઠોડોને મદદ ન કરવી. એના બદલામાં જિતાયેલા પ્રદેશો બાદશાહ પાછા આપે. રજપૂતો પરથી જજિયા વેરો ઉઠાવી લે ! એની ખુશીમાં બે પરગણાં પાદશાહને ભેટ મળે,
દુર્ગાદાસે આ સાંભળી કહ્યું : “ક્યાં સમશેરથી પોતાની માગણીઓ કબૂલ કરાવનાર રાણાના પ્રતાપી પૂર્વજો, ને ક્યાં સંધિની વાતોથી ઇચ્છિત મેળવનાર આ રાણો ! બાદશાહ સંપની શક્તિ જાણે છે. કીડી જેવું જેતું પણ સંપ કરે તો સાપનો નાશ કરે. ત્યારે આ તો જોધારમલો. એને ડર છે કે રાઠોડો ને મેવાડી રજપૂતો એક થશે, તો ભારે ભય ખડો થશે !' દુર્ગાદાસે બોલતાં બોલતાં અકબરશાહ સામે જોઈને કહ્યું: ‘વારુ, અકબરશાહ ! મેવાડને માથે આલમગીરનો પંજો પથરાઈ ગયો. નોંધારા મારવાડ માથે હવે વિપત્તિનાં વાદળો ઘેરાશે. મારવાડને બચાવવા ખાતર પણ હવે આપણે મેવાડ-મારવાડ છોડી દેવું પડશે ! નવી ચાલ ચાલવી પડશે !'
‘આપણે ક્યાં જશું ? મોતને કોણ સંઘરશે ?” અકબરશાહના અવાજમાં નિરાશા હતી. ‘દક્ષિણમાં ! ત્યાં છત્રપતિ શિવાજીએ પ્રગટાવેલી લોકક્રાન્તિનો આત્મા હજી
118 બૂરો દેવળ
જાગતો છે. તેઓ આપણને આશ્રય આપશે ! અકબરશાહ ! રજપૂતો ને મરાઠા આલમગીર બાદશાહના સરખા શત્રુ છે, ને દુનિયાનો કાયદો છે કે શત્રુનો શત્રુ સહેજે મિત્ર ! વળી રજપૂતો ને મરાઠામાં મોટો ફેર છે. રજપૂતો યુદ્ધમાં મરવા માટે જાય છે. મરાઠા જીત મળવાની હોય તો જ યુદ્ધમાં ઝુકાવે છે. ૨જપૂતોનો સ્વભાવે. સીંદરી બળી જાય પણ વળ ન મૂકે એવો હોય છે : જ્યારે મરાઠાઓ સમયને માન આપનારા છે. આલમગીર બાદશાહ હવે મારવાડનું ધનોતપનોત વાળી નાખશે. દક્ષિણનો નવો મોરચો ખોલાશે. તો આલમગીરનું લક્ષ ત્યાં કેન્દ્રિત થશે. ને એ કારણે મારી માતૃભૂમિ થોડી ઘણી ખેદાન મેદાન થતી બચશે. બધી રીતે દક્ષિણ જવું આપણા માટે આજે અનિવાર્ય બન્યું છે.'
‘મને મોગલને મરાઠા આશ્રય આપશે ?”
‘શા માટે નહિ ? તમે હિંદુદ્વેષી મોગલ નથી, બલકે હિંદુપ્રેમી મોગલ છો. છત્રપતિ શિવાજીને કેદખાનામાંથી મુક્ત થવામાં મદદ કરનાર મુસલમાન ફરાસ જ હતો. હજી એ કોઈ ભૂલ્યું નથી.x કોમી દ્વેષ ઘણી વાર રાજ કીય ધ્યેય ખાતર ઊભો કરેલો હોય છે, સામાન્ય પ્રજાને એની સાથે વિશેષ નિસબત હોતી નથી.' | ‘ક્રોધ, દ્વેષ, બેવફાઈ વગેરે બૂરાઈઓ છોડાવવા મજહબની સ્થાપના થઈ, એ જ મજહબને નામે એ જ બૂરાઈઓની પ્રતિષ્ઠા ? માણસનું ગંદું મન દુનિયાની પવિત્ર ચીજોને પણ કેવી ગંદી બનાવે છે ? રાવજી ! તમારા પર મને ઇતબાર છે. તમે કહેશો તો તમારી સાથે જન્નત મળતું હશે તોપણ તે છોડી જહન્નમમાં પણ આવીશ.’ એ કબરશાહે કહ્યું. | ન જાણે લોકોમાં પણ મજ હબનું નામ દીધા વગર જુસ્સો આવતો નથી. મજહબના નામે પહાડ તોડી નાખે, સત્યના નામે બે પાંદડાં પણ ન તોડે. ગોવાળને તો ગા વાગ્યાથી કામ છે. ભલેને પછી લોઢું કે લાકડું જે હોય તે, દુર્ગાદાસે કહ્યું : ને બોલ્યા : “ચાલો, દક્ષિણ તરફ, નર્મદા ઓળંગી જઈએ.'
એકબરશાહ દુર્ગાદાસને શ્રદ્ધાથી અનુસરતો હતો. રાઠોડી દૂતોના ઘોડા દક્ષિણ તરફ દોડી ગયા ! રાતના ઉજાગરા ને દિવસના
* સુપ્રસિદ્ધ ઇતિહાસ કાર શ્રી સરદેસાઈએ પોતાના દિલદીના ભાષણમાં જણાવ્યું હતું, કે છત્રપતિ શિવાજીના ખાનગી મંત્રી તરીકે મુલ્લાં હૈદર નામના મુસ્લિમે બાર વર્ષ સુધી કામ કરેલું. શિવાજીના મૃત્યુ પછી ઔરંગઝેબે પોતાને ત્યાં લઈ જઈને તેને ન્યાયાધીશ બનાવેલ. આ રીતે
ઔરંગઝેબ જેવા કટ્ટર બાદશાહને ત્યાં પણ રઘુનાથ ખત્રી કરીને વિશ્વાસપાત્ર નાયબ દીવાન હતો. જે જગ્યા માત્ર મુસ્લિમો માટે જ ૨હેતી.
નવી પાદશાહીની લાશ | II9
Page #69
--------------------------------------------------------------------------
________________
રઝળપાટમાં પણ આ બે મહાન આત્માઓના દિવસો સુખમાં પસાર થવા લાગ્યા.
આ તરફ મારવાડ પર એક સામટા ભયના ઓળા પથરાઈ ગયા. ગામડે ગામડે મોગલ ચોકીદારો બેસી ગયા. નગરે નગરે મોગલ સેનાપતિઓ ને મોગલ સૂબેદાર આવી ગયા !
મારવાડ પર મેઘલી રાત બેઠી ! આલમગીર હવે એની આંખ સામે રાઠોડને મેવાડી રજપૂતની ઘોર ખોદાતી જોઈ રહ્યો. એમને માટે બે જ રસ્તા ખુલ્લા રહ્યા હતા : જે અણનમ હશે, એ કબરમાં દટાશે, જે તકસાધુ હશે, તે દિલ્હી દરબારમાં ચોકીપહેરાની ચાકરીમાં જોડાઈ જશે !
આલમગીરે નિરાંતનો દમ ખેંચ્યો !
17
શેરને માથે
વાહ રે બરહમન ! ધન્ય ધન્ય સુરગુરુ બૃહસ્પતિના પોતરા ! એક તરફ તારા જ એક જાતિભાઈએ હિંદુઓને મન અસુર જેવા આલમગીર સાથે મળીને આખો રંગ બગાડ્યો, બીજી તરફ તેં સુર જેવા રાઠોડોને અને એકબરશાહને રાયગઢના છત્રપતિ રાજા પાસે આશ્રય અપાવી રંગ જાળવ્યો !
શેરને માથે સવાશેર હોય છે ! કીમિયાગરની સામે પોતાનો કીમિયો અજમાવનાર કીમિયાગરો પણ પડ્યા છે. દુદૈવ નડવું ન હોત તો દુર્ગાદાસના કીમિયો અજબ હતા,
રાયગઢના કિલ્લામાં રાવ દુર્ગાદાસના રાઠોડી ઘોડા ખડા હતા. થાકને લીધે પૂરું ઘાસ પણ ચરી શક્તા નહોતા. ને આ તરફ ભુખ્યા તરસ્યા રાઠોડી દૂતો છત્રપતિ મહારાજ સંભાજી ભોંસલેના દરબારમાં વિનંતીપત્ર આપી, પ્રત્યુત્તરની રાહમાં ખડા હતા !
રાવ દુર્ગાદાસ ! જેવી લોકક્રાન્તિ મહારાજ શિવરાજે કરી, એવી જ ક્રાન્તિનો કરનારો ! મહારાજે એક વાર એ નરને દક્ષિણમાં દર્શન આપવા તેડાવેલો ! એ વખતથી જેનો સંબંધ મરાઠા દરબાર સાથે ચાલુ રહેલો, એનો જ આજ વિનંતીપત્ર ! પત્ર પણ કેવો ? ભારે જોખમકારક ! એણે માગ્યું હતું કે આલમગીરની સામે થઈને એના બંડખોર પુત્રને આશરો આપો ! એનો અર્થ એ કે જંપેલી બલાને મૂછ ખેંચી ઊભી કરવી : ને પછી કહેવું કે “આવ બલા, પકડ મેરા ગલા !' ના રે ભાઈ ના, તમે વળી બીજે શરણું શોધો ! દુનિયામાં શરણાગત પ્રતિપાલ બિરુદ અમારું એકલાનું નથી.
રાણા જયસિંહ જેવી જ સુંવાળી ગાદીના આ શોખીનો પારકી બલાને નોતરવા તૈયાર નહોતા, પરકાજે પીડા ભોગવવાના દિવસો જાણે અસ્ત થતા હતા. છત્રપતિ રાજા અને તેમનું પ્રધાનમંડળ સહુ આ માંગણી નકારવાના મતમાં આવી ઊભા.
120 B બૂરો દેવળ
Page #70
--------------------------------------------------------------------------
________________
આ વખતે એક બ્રાહ્મણ પ્રધાને કહ્યું : ‘હિંદુપ્રેમી આત્માઓને આશરો આપવાની ના પાડશો, તો તમે આલમગીરથી ડર્યા એમ કહેવાશે. તમે જો આજે આ બે જણાને ના કહેશો તો તમારા કપાળ પર સદાને માટે કાળી લીટી લાગશે. મહારાજ છત્રપતિ શિવરાજના મહાન આત્માને દુઃખ થશે. જગતની બજારમાં મરાઠાઓ મોગલો સામે લડીલડીને હવે મીણ જેવા નરમ બની ગયા છે, એમ જાહેર થશે. હું તો એમ કહું છું કે આલમગીર જેવાને પણ ખબર પડવા દો કે અમે હજી મહારાજ શિવરાજનો જુસ્સો જાળવી રહ્યા છીએ ! હું મરાઠા, રાઠોડ અને મોગલ રાજકુંવરના મિલનમાં ભાવિની ઘણી શુભ શક્યતાઓ જોઈ શકું છું. સોનેરી તક છે. લડવું પડશે તો લડી લઈશું, પણ આજે આવેલી તકને વધાવી લો !'
આ વક્તૃત્વની સહુ પર ધારી અસર થઈ. થોડી વારમાં દુર્ગાદાસ અને અકબરશાહને રાયગઢના દરબારમાં આશ્રય આપવાની હા ભણતો પત્ર તૈયાર થયો. પત્ર લઈને થાકેલાં ઘોડાં ફરી દૂર દૂરના મેદાનો પર ઝપટ કરી રહ્યાં. જુદી માટીનાં ઘોડાં ને અનોખા ખમીરના ઘોડેસવારો ! જાણે કર્તવ્ય પાસે કોઈને થાક લાગતો જ નહોતો !
માળાહીન પંખીઓ આશરાના સમાચાર મળતાં આનંદથી કિલ્લોલ કરી રહ્યાં : પણ પંખીનો પકડનાર કંઈ નિરાંતની નીંદમાં નહોતો પડ્યો. એને તરત જ ભાન થઈ ગયું કે મેં કીમિયો કરી પંખી પાંજરે પૂર્યાં, પણ હવે મારી સામે નવા કીમિયાગરો મેદાને પડ્યા છે : ને પાંજરાનાં પંખી મારી પહોંચની બહાર દૂર દૂર ઊડી જવા માગે છે ! અરે ! આ ઉસ્તાદ લોકોએ મારી મેવાડની સંધિ નિરર્થક કરી ! મેવાડી રજપૂતો અને રાઠોડના મિલનનો ભય તો સાધારણ હતો. એક રીતે એમની ઘોર તો ખોદાઈ ગઈ હતી, ત્યાં રજપૂત મરાઠાના મિલનનો આ ભયંકર ભય ખડો થઈ ગયો.
આલમગીરે તરત તાકીદના ફતવા કાઢ્યા :
“બધે પાકો બંદોબસ્ત કરો. દુર્ગાદાસ અને શાહજાદો નર્મદા ઓળંગી ન શકે, તેની તકેદારી રાખો ! ગમે ત્યાંથી પકડી દિલ્હી મોકલી આપો ! જેના પંજામાંથી છટકી જશે, અને માથે મોતના પેગામ બજશે, ને જે પોતાના પંજામાં આ પંખીઓને દબાવશે, તેને માથે ખિતાબની કલગી ચઢશે.'
ફરી દિશાઓ અંધારી બની ગઈ. ઠેર ઠેર દિલ્હીદાસોનાં ધાડાં ઘૂમવા લાગ્યાં. આ તરફ એક શુભ દિવસે પાંચસો રાઠોડો સાથે વીર દુર્ગાદાસે દક્ષિણ તરફ પ્રસ્થાન આદર્યું ! અકબરશાહ પણ એમની સાથે હતો ! પણ આ પ્રસ્થાન કેવું હતું ? પદપદ પર કુટિલ જાળ બિછાયેલી હતી.
ગુજરાતને રસ્તે વળ્યા. ત્યાં ન ફાવ્યા ! 122 E બૂરો દેવળ
અહમદનગર તરફ વળ્યા ! ત્યાં પણ ગજ ન વાગ્યો.
બુરહાનપુર તરફ ચાલ્યા ! ત્યાં પણ શત્રુની ખૂની જાળ બિછાયેલી હતી.
આજ ઝડપાયા, કાલ ઝડપાયા. આજ ધીંગાણે મરાયા, કાલે મરાયા ! પળપળનાં મોતનાં નગારાં ગડગડવા લાગ્યાં. ખડિયામાં ખાંપણ લઈને આ વીરો આગેકદમ કરી રહ્યા.
આલમગીર પાસે પણ રોજ રોજ સંદેશ પહોંચતા હતા. સંદેશ શુભ હતા. લાવનારા કહેતા હતા કે આપણા જંગમર્દ સરદારોની જાળમાં આજ કે કાલમાં બન્ને જણા સપડાઈ ગયા સમજો ! પાસે માણસો રહ્યાં નથી. ભૂખ-તરસની પણ આપદા છે. ઘોડાં થાક્યાં છે. ઝડપાવાને હવે વાર નથી !
બાદશાહ રોજ રોજ પ્રતીક્ષા કરતો બેસી રહેતો ! કોઈ કાસદ આવે, ને ધરપકડના શુભ સમાચાર લાવે. એક વાર એ બે કાફરો હાથમાં આવે, પછી એ છે ને આલમગીર છે !
આ સમાચાર માટે ઉત્સુકતાથી બેઠેલા આલમગીર પાસે એક દહાડો એકાએક સમાચાર આવ્યા, કે માખણમાંથી મોવાળો સરકી જાય એમ દુર્ગાદાસ ને અકબરશાહ સરકી ગયા છે. તેઓ ચાલાકીથી નર્મદા નદી ઓળંગી ગયા છે. રાયગઢથી ૧૭ કોસ દૂર છત્રપતિ સંભાજી ભોંસલેએ સામેથી આવીને તેમનું સ્વાગત કર્યું છે ! મરાઠારાજે એમને આશરો આપ્યો છે.
બાદશાહ આ સમાચાર સાંભળી ઊંડા વિચારમાં પડી ગયો. એને ઘડીભર લાગ્યું કે જો પોતાના પર અલ્લાની મહેર પૂરેપૂરી ન હોય તો, આ બે જણા જરૂ૨ હિંદુસ્તાનનું રાજ ભોગવે, એટલી તદબીર ને તાકાતવાળા છે.
આલમગીરે થોડી વાર અલ્લાનું સ્મરણ કર્યું. હારને હાર તરીકે સ્વીકારનાર
જીવ એ ન હતો. થોડી વારે નવા ખરીતા સાથે ઘોડેસવારો રવાના થયા.
ખરીતામાં કોઈના નામે ઇનામ હતું. કોઈના નામે મોત હતું. બાદશાહની કલમ કાગળ પર કટાર જેટલી જ તીક્ષ્ણ રહેતી.
એક ખરીતામાં મરાઠારાજી સંભાજી પર ધમકી હતી. બીજામાં અકબરશાહને સમજી જઈ પિતાના કદમમાં હાજર થવા ફરમાન હતું.
આ પછી આલમગીર પોતે બંધાવેલી મોતી મસ્જિદ તરફ ગયો. ત્યાં થોડી વાર બંદગી કરતો બેઠો. આજના સમાચારે બાદશાહને વર્ષોનો શ્રમિત બનાવ્યો હતો. એને લાગ્યું કે આ બનાવે પોતાની કમર કમજોર કરી દીધી છે. બાદશાહ અહીં થોડી વાર બેઠો, ને જાણે તાજગી અનુભવવા લાગ્યો. ફરી એ આશાવંત થઈ શુભ સમાચારની રાહ જોવા લાગ્યો.
શેરને માથે E 123
Page #71
--------------------------------------------------------------------------
________________
પણ શિવાજીનો પુત્ર એમ સસ્તો સોદો કરે તેવો ન હતો. મોતનો ડર દેખાડવાથી કંઈ કામ સરે તેમ નહોતું ! સદા મોતની સાથે રમનારા મરાઠા ખાલી મોતની ધમકીથી ડરે ખરા ! ખરીતો ખાલી પાછો ફર્યો.
અકબરશાહ તો જંગમાં ઝુકાવી બેઠો હતો. ભયથી કે પ્રેમથી એ પિતાની નજીક જાય તેમ નહોતો. એણે બાપનો ખીતો હાથમાંય ન પકડ્યો.
આલમગીરના ભેજામાં અપાર યુક્તિઓ ભરી પડી હતી. એક વાર એકબરશાહની શેતરંજનું પ્યાદું બનીને આવી હતી. અકબર ન માન્યો. ૨ કાફર ! દૂધની સગાઈની પણ શરમ ન રાખી ! ધાવમા પાછી ફરી.
અકબરશાહે એને વિદાય આપતાં કહ્યું: ‘દગો આપણા રાજ કારણનો આત્મા બન્યો છે અને દગો કરવાની વાત હવે મને રુચતી નથી. બાદશાહી ન મળે તો કાંઈ નહિ ! ફકીર થઈ જઈશ.'
અકબરશાહના ગુરુને એક વાર મોકલવામાં આવ્યા, ગુરુએ અજબ અજ બ જ્ઞાન આપવા માંડ્યું. શિષ્ય પણ નમ્રતાથી સાંભળી રહ્યો. ગુરુએ તો પોતાના જ્ઞાનનો ભંડાર આખો ઠાલવી દીધો ને કહ્યું.
| ‘બાપ આખરે બાપ છે, પોતાની કોમ એ આખરે પોતાની કોમ છે, બીજી કોમની તરક્કી એ ગદારનું કામ છે. આલમગીરને ખુધઈ મદદ છે. રાણા રાજસિંહ અને શિવાજીના આકસ્મિક મોત પર વિચાર કરો. હવે ઇસ્લામી મહારાજ્ય સામે કાંટા તરીકે રાવ દુર્ગાદાસ બાકી છે. દુર્ગાદાસને પકડાવી દો. કામ પૂરું થયું. તમે દિલ્હી ચાલો. તાજને તન શોભાવો. તમારા પિતાને તો ફકીરીનાં પુરાણાં અરમાન છે.’
ગુરુ કરતાં ચેલો સવાયો નીકળ્યો. એણે હા એ હા ભણી કહ્યું, ‘મારી પાસે ધન ક્યાં છે ? આજ તો એક પાઈ માટે પણ મરાઠાઓનો લાચાર છું.’ આમ અકબરશાહે ખર્ચ માટે ધન માગ્યું. ગુરુએ લાવીને ધન હાજર કર્યું. પણ ધન ચવાઈ ગયું. અકબરશાહ ને દુર્ગાદાસ એક રહ્યા. દિલ્હીદાસ ગુરુજી નારાજ થઈ દિલ્હી પાછા ફર્યા. | બધા પ્રયત્નો નિષ્ફળ જતાં-આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય, એમ માની જંગમર્દ બાદશાહે પોતે દક્ષિણ પર ચઢાઈ કરી. ભારે સેના ! ભયંકર હાથી ! કેટલાય મણની તોપો, છાવણી પડે ત્યાં શહેર વસી જાય.
પણ માખીને મારવા કંઈ તલવાર કામ આવે ? દક્ષિણે તો આલમગીરના દાંત ખાટા કરી નાખ્યા. રાઠોડ ને રજપૂત કરતાં મરાઠા સાવ જુદા મિજાજના નીકળ્યા. વંટોળિયા જેવા, ભૂતના ભાઈ જેવા પહાડના ચુહા જેવા એ આવ્યા ક્યાંથી ને ગયા
ક્યાં કંઈ સમજ ન પડે , એમનું ઘર એમના ખભે, ચાર દહાડા ખાવા ન મળે તો પણ ચાલે. આવા લોકો સામે હાથી, રથ, પાલખી ને ભારે તોપોવાળું લશ્કર પોતાના
બોજથી પોતે થાકી ગયું ! વર્ષો વીતતાં ચાલ્યાં, પણ કંઈ ન થઈ શક્યું. આજ જીત મળી. કાલે વળી હાર થઈ. વળી જીત થઈ. આમ ઔરંગઝેબની પાછલી જિંદગીનાં અનેક વર્ષોની બરબાદીના સરવાળામાં દક્ષિણમાં ક્ષણભંગુર બાદશાહી સ્થાપી શકાઈ. વાલામુખી પર જાણે સિહાસન મંડાયું.
દુર્ગાદાસની ધારણા સાચી પડી. આલમગીર બાદશાહ દક્ષિણમાં આવ્યો, તો મારવાડનો બંદોબસ્ત કમજોર થયો. રાઠોડો બળ પર આવ્યા. બધેથી ચોથ ઉઘરાવવા લાગ્યા. જોધપુરના ફોજદાર થવું, એ મોગલો માટે યમથી લડવા બરાબર થઈ ગયું. દુર્ગાદાસે આખા હિંદ પર લોકક્રાન્તિનો ઝંડો ફરકાવ્યો.
આમ ચાલતું હતું, ત્યાં મારવાડથી રાઠોડ દરબારોનો પત્ર આવ્યો; “હવે બધા જોધપુરની ગાદીના વારસને જોવા તલસે છે. રાજ કુંવરને બહાર લાવી રાજ્યાભિષેક કરવાની જરૂર છે, જલદી મારવાડ આવો !”
દુર્ગાદાસે દક્ષિણમાંથી મારવાડ જવાનો નિશ્ચય કર્યો. સાથે અકબરશાહને પણ કહ્યું : “ચાલો મારવાડ !'
અકબરશાહે કહ્યું : હવે એ તરફ આવવાનું દિલ નથી, મક્કાની હજ કરી, ઈરાનમાં છેવટની જિંદગી ગુજારવા ઇચ્છું છું. આપે દોસ્તી ખૂબ નિભાવી ! આપણાં સ્વપ્નાં સાચાં ન થયાં, એમાં આપણા પ્રયત્નોમાં ખામી નહોતી, ફક્ત અલ્લાની મરજી નહિ હોય !”
એક દહાડો અજબ સ્વપ્નોનો રાજા અકબરશાહ જહાજ પર બેસી મક્કા તરફ ચાલ્યો ગયો, દુર્ગાદાસે મારવાડ જવા ઘોડા પર જીન નાખ્યું. બે મિત્રો દિલ ભરીને ભેટ્યા ને જુદા પડ્યા.
આ બે દોસ્તો દુનિયા પર પોતાનું સર્વધર્મપ્રેમી સામ્રાજ્ય ન જમાવી શક્યા તો ન સહી-પણ બે દિલમાં એ પ્રેમધર્મી સામ્રાજ્ય નિષ્કટક રાજ્ય કર્યું, એ પણ ઇતિહાસકારોએ ગૌરવથી ગાવા જેવી બીના છે. કોઈ કાળે બિનમજહબી સામ્રાજ્ય સ્થપાશે, ત્યારે એ કબરશાહ ને દુર્ગાદાસની જોડીને કોઈ નહિ વીસરે !
અકબરશાહ મક્કાની હજે જવા વહાણમાં ચડ્યા. ચઢતાં ચઢતાં કહ્યું : ‘દીકરો કે દીકરી તેમને સોંપ્યાં !'
દુર્ગાદાસના હૈયે ડૂમો આવ્યો હતો. એમણે મસ્તકે ડોલાવી હા કહી. એમની નજર સામે સેવેલાં સ્વપ્નાની ખંડેર ઇમારતો હતી. શું ધાર્યું'તું ને શું થયું !
‘તમે એના માબાપ !' દિલાવર અકબરશાહના હૈયામાં આંચકા હતા.
‘હું એનો બાપ ! દુર્ગાદાસ એનો બાપ પણ ખરો, અને એનો સેવક પણ ખરો. ઊની આંચ નહીં આવવા દઉં, રાઠોડો પર ભરોસો છે ને !'
124 B બૂરો દેવળ
શેરને માથે 125
Page #72
--------------------------------------------------------------------------
________________
રાઠોડો પર ભરોસો ન હોત તો આટલા ઊંડા કૂવામાં ઊતરું ખરો ?' ‘અમારા કહ્યાથી તમે કૂવામાં ઊતર્યા જરૂર, પણ અમારી ભૂલતી દોરડું કપાઈ ગયું, એ વાતનો અફસોસ અમને હરહંમેશ સતાવશે !'
‘દોરડું મારા હાથે કપાઈ ગયું. બાબાની વાત આજ મને સમજાય છે. ફકીર થઈને બાદશાહી સારી રીતે થાય, શોખીન થઈને નહિ ! બાબાનું જીવન જુઓને ! નાચ-ગાન નહિ. ખોટા કવિઓના ડાયરા નહિ, ખાવાના, સ્ત્રીના પહેરવેશના કોઈ શોખ નહિ x આવો માણસ રાજા થઈ શકે. વિલાસી ને શોખીન લોકો નહિ ! મારા વિલાસે મને હરાવ્યો ! જે દિવસે તમે મને રાજા બનાવ્યો, એ દિવસે સિંહાસનથી સીધો સમરક્ષેત્રે ગયો હોત, સુંવાળા શોખમાં પડ્યો ન હોત તો...' અકબરશાહ ભૂતકાળને યાદ કરીને દુઃખ કરી રહ્યા.
‘ધાર્યું ધણીનું થાય. અફસોસ ન કરશો. ખુદા પાક ઇન્સાફ કરશે, ત્યારે જરૂર તમને ન્યાય મળશે. તમારો પ્રયત્ન કૂતરાની જેમ લડતી કોમોને ભાઈચારો શીખવવાનો હતો. એક મહાન પ્રભુ પિતાના હેતપ્રીતભર્યા સંતાન બનાવવાનો હતો.’ દુર્ગાદાસે અકબરશાહને અંજલિ આપી.
જહાજ ઊપડવાની તૈયારીમાં હતું. ફરી બંને ભેટ્યા, આંસુ વહાવતા છૂટા પડ્યા. અકબરશાહને અંતિમ વિદાય આપી દુર્ગાદાસ દક્ષિણ છોડી મારવાડમાં આવ્યા. બાળરાજા અજિતસિંહને મળ્યા.
રાવ દુર્ગાદાસ પાસે હજી બે વસ્તુઓ હતી. અકબરશાહનાં પુત્ર અને પુત્રી. અકબરશાહની એ થાપણ હતી. પુત્રી ઉંમરલાયક થઈ હતી. શાહજાદીને યોગ્ય વરની ચિંતામાં એ હતા. એ વખતે આલમગીર બાદશાહે કહેવરાવ્યું. અકબરની દીકરી શાદી લાયક થઈ છે. બાદશાહી જનાનામાં મોકલો.'
રાવ દુર્ગાદાસ પાસે આ સંદેશો લઈને અજમેરનો હાકેમ સફીખાં આવ્યો. દુર્ગાદાસે કહ્યું : “દીકરી આપું, પણ રાઠોડોનો ચોથનો હક કબૂલ કરો.’
આ બાબતમાં સંદેશા ચાલુ થયા. દુર્ગાદાસના દિલમાં શાહજાદા-શાહજાદીને દિલ્હી દરબારમાં મોકલવાની ઇચ્છા હતી જ, એ વિના એનો યોગ્ય માન મરતબો ન જળવાય એમ એ માનતા. આલમગીરે થોડી હા કહી. થોડી ના કહી. આખરે દુર્ગાદાસે અકબરશાહની દીકરીને દિલ્હી મોકલી આપી આલમગીર બાદશાહે એ પૌત્રીને વહાલથી બોલાવી, ને કહ્યું :
‘બેટી ! રાઠોડોના ઘરમાં રહીને તને ઇસ્લામનું શિક્ષણ નહિ મળ્યું હોય. તારા
× જૈન શાસ્ત્રકારોએ રાજાઓને અજેય બનાવવા માટે સાત વાતનો નિષેધ બતાવ્યો છે : જુગાર, માંસ, સુરા, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રી.
126 D બૂરો દેવળ
માટે મેં શિક્ષિકા નિયુક્ત કરી છે. માણસ માટે મજહબનું જ્ઞાન પહેલી જરૂરિયાત છે.’
શાહીજાદી બોલી : ‘પિતાજી ! રાવ દુર્ગાદાસે પ્રથમથી મારા માટે એક મુસલમાન શિક્ષિકા રાખી હતી. એણે મને તમામ પ્રકારની ઇસ્લામ ધર્મની શિક્ષા આપી છે. મારા મજહબી શિક્ષણ વિશે તો રાવજી ખૂબ ચિંતા રાખતા ! આપ મને થોડા સવાલ પૂછો. હું આપને જવાબ આપું. એ પરથી આપને મારા ઇલમની ખાતરી થશે.'
બાદશાહે પૌત્રીને ઇસ્લામ ધર્મને લગતા પ્રશ્નો પૂછવા માંડ્યા. પૌત્રીએ એવા સુંદર ને સચોટ જવાબો આપ્યા કે બાદશાહ તેના જ્ઞાન પર મુગ્ધ થઈ ગયો. ‘શાબાશ બેટી ! શાબાશ દુર્ગાદાસ !' બાદશાહના મોંમાંથી નીકળી ગયું, ‘અરે છે કોઈ હાજર ?'
‘હજૂર ! હુકમ !'
*જાઓ. અજમેરના હાકેમને કહો કે કોઈ સારા માણસને જામીન રાખી દુર્ગાદાસને અહીં લઈ આવે. હું એને નવાજવા માગું છું, માનમરતબો બક્ષવા માગું છું.’ દૂત ૨વાના થયા. થોડા દિવસે પાછા આવ્યા. તેઓએ કહ્યું : ‘રાવ દુર્ગાદાસે કહેવરાવ્યું છે, કે મારે તમારું કંઈ ન જોઈએ. આપો તો મારા રાજાને જાગીર આપો. આમ થશે તો અકબરશાહનો પુત્ર પણ આપને સુપરત કરીશ.'
‘બાદશાહ પોતે પોતાનાં માણસોને મેળવી લેવા માગતો હતો. એ જાણતો હતો કે ઘરના દીવાથી જે આગ લાગે, તે બુઝાવવી દુષ્કર પડે. એણે રાજા અજિતસિંહને જાગીર બક્ષી, હોદો આપ્યો. ખિતાબ આપ્યો.
સાથે કહેવરાવ્યું કે રાવજી પર હું ખુશ છું. એમને ગુજરાતમાં પાટણના હાકેમ નીમું છું !
રાવ દુર્ગાદાસ આ સંદેશો સાંભળી હસ્યા. કહ્યું : ‘આલમગીર આપે તોય કંઈક ભેદ રાખીને આપે ! મને મારવાડથી દૂર કરવાનું સુંદર કાવતરું કર્યું છે ! હશે, મને નહિ ને મારા રાજાને મળ્યું, તોય મને મળ્યા બરાબર છે ! બાકી આવા બાદશાહની ખુશી, નાખુશીથી પણ ભયંકર હોય છે !'
શેરને માથે E 127
Page #73
--------------------------------------------------------------------------
________________
I8
દુર્ગાદાસની એકાદશી
‘જયસિંહ !' સુંદરીએ પોતાની વાત થંભાવતાં કહ્યું. જયસિંહ તો વાતમાં એટલો તલ્લીન થઈ ગયો હતો, કે જ્યારે વાર્તાપ્રવાહ તૂટ્યો ત્યારે એને લાગ્યું કે અરે, કયા જમાનામાં હું હમણાં જીવતો હતો, ને હવે મારે કયા જમાનામાં જીવવાનું આવ્યું ! એની સામે દિલ્હી દરબાર, મોતી મસ્જિદ, જોધપુર, દરબાર, ઠેરઠેર ભટકતો અભિનવ શહેનશાહ અકબરશાહ ને કોઈ વજ દુર્ગના અવતાર જેવા દુર્ગાદાસ રમતા હતા ! જાણે એ બધાની સાથે પોતે મિત્ર બની, ભેરુ બની, પ્રતિસ્પર્ધી બની ભીમી રહ્યો હતો.
જયસિંહ વાર્તામંગથી અકળાઈને બોલી ઊઠ્યો :
‘સુંદરી ! વજ પુરુષોના એ યુગમાંથી મને આ વૈતિયા યુગમાં પાછો ન આણશો. તમારી વાત ચાલુ રાખો. મને એ ઇતિહાસસૃષ્ટિમાં ફરી ખેંચી જાઓ ! આહ ! કેવા એ દિવસો ! કેવી એ રાજરમત ! એ રાજરમતે સર્જેલો કેવો એ સંસાર !” જયસિંહે પોતાનાં વિશાળ અણિયાળાં નેત્રો સુંદરી પર ઠેરવતાં કહ્યું. | ‘જયસિંહ, આ તો મારાં પાલક માત-પિતા પાસેથી અનેકવાર સાંભળેલી વાતો છે. જે વાતોની હું સાક્ષી છું, એ વાત તું સાંભળીશ, ત્યારે તો હું જરૂર એમાં ખોવાઈ જઈશ.’ સુંદરીએ વાતમાં વધુ મોણ નાખતાં કહ્યું. જયસિંહના વાર્તાશ્રવણના ઉત્સાહ કરતાં એનો પોતાનો વાર્તાકથનનો ઉમંગ અદકો હતો.
‘સુંદરી ! તમારી વાતો સાંભળતો ખોવાઈ જાઉં તો આ નાજુક હાથોમાં દીવડો લઈ મને શોધવા નીકળજો ! વાર્તારસમાં નિમગ્ન બનેલાની આંખો પાછળથી આવીને દબાવજો !' જયસિંહે હસતાં હસતાં કહ્યું : ને સુંદરીની સુંદર કાયા પર પોતાનાં નેત્રથી સ્પર્શ કરી રહ્યો.
*એકાદશીનું વ્રત તું જાણે છે ?” સુંદરીએ વાત બદલી. એ જયસિંહના છેલ્લા વાક્યનો મર્મ સમજી, પણ એને અત્યારે જવાબ દેવાનું ઉચિત લાગ્યું નહિ.
‘સુંદરી ! હિંદુ છું એટલે એકાદશીનું વ્રત જાણતો જ હોઉં ને ! આ ચંપાગુફામાં આવ્યો ત્યારથી મારે એકાદશીનું જ વ્રત છે ને ! ખાવામાં આણી રાખેલાં કંદમૂળ, પાસે ઊગતી ભાજી ને આ મધનો પૂડો ! ન જાણે ક્યારથી એ ખાઉં છું, ને એકાદશી વ્રત આચરું છું. ને હજી ક્યાં સુધી એ ખાઈશ, ને એકાદશી વ્રત આચરીશ, એની ખબર નથી. મારે તો નમાજ પઢવા જતાં મસીદ કોટે વળગી છે.' જયસિંહે જરા વ્યંગમાં કહ્યું.
‘એ વ્રતના માહાત્મની કથા કહેવા માગું છું !' સુંદરી આડીઅવળી વાત માટે તૈયાર નહોતી.
‘મારે નથી સાંભળવી. મધ્યકાલીન મહાભારતની ઇતિહાસ-વાર્તા કહેતાં કહેતાં વળી તું શાસ્ત્રી પુરાણી ક્યાંથી બની બેઠી ? આપણે ત્યાં પેલી કહેવત છે, કે વ્યાસજી આપ બેંગણ ખાવે, દુસરાને પરમોદ બતાવે. એકાદશીના વ્રતનું માહાત્મ સાંભળવું મારું કામ નથી ! આપણી વાર્તા આગળ ચલાવ !'
‘આપણી વાર્તા સાથે જ આ એકાદશીનો સંબંધ છે. જયસિંહ ! રાજકારણમાં સદાકાળ ધર્મનો સગવડિયો ઉપયોગ થયો છે, પણ કોઈ વાર ધર્મ માણસને કામ પણ આવે છે. લોકક્રાંતિના ઝંડાધારી રાવ દુર્ગાદાસ એક વાર એકાદશીના વ્રતના લીધે જ મોતના મોંમાંથી ઊગરી ગયા !'
વાહ, વાહ ! ત્યારે એ વાત રમૂજી હશે.' જયસિંહે કહ્યું ને આગળ બોલ્યો : ‘આલમગીરે ખુશ થઈ એમને પાટણના હાકેમ બનાવ્યા, તોય શું રાવ દુર્ગાદાસના નસીબમાં શાંતિના દિવસો નહોતા લખાયા ? બાદશાહ સાથે સંધિ થઈ, એ કબર શાહ હજ માટે ચાલ્યા ગયા, અજિતસિંહ પરગણાં લઈ બેસી ગયા, દુર્ગાદાસને પાટણની હાકેમી ઇનામમાં મળી, પછી વળી ભય કોનો ને બચવાનું કેવું ? જબરી છે આ રાજ ખટપટો ! બાપડા માણસને માણસ ન રહેવા દે.'
‘આ રાજાઓએ ભારે તોફાન જગાવ્યાં છે. કોઈ વાર એમ વિચાર થાય છે, કે રાજા જ ન હોય તો ? પ્રજા જ પ્રજાનું ફોડી લેતી હોય તો ? પણ આ ગાંડી વાત છે. રાજનો આધાર જ રાજા છે. લોકોને રાજાનું ઘેલું લાગ્યું છે. રૈયતને રાજા જોઈએ, સ્ત્રીને જેમ ધણી જોઈએ.’ સુંદરી બોલી.
‘વળી આડી વાતોમાં ક્યાં ઊતરી ? સ્ત્રીને ગમે તેવો હોય તોય ધણી માથે હોય એ ગમે, એમ પ્રજાને ગમે તેવો હોય તોય રાજા ગમે, નહિ તો રાવ દુર્ગાદાસ કરતાં ક્યો રાજા ચઢે ? વારુ, પછી શું થયું ?જયસિંહે ચર્ચામાં ભાગ લઈ એનો અંત આણતાં કહ્યું.
દુર્ગાદાસની એકાદશી 129.
Page #74
--------------------------------------------------------------------------
________________
‘જયસિંહ ! જ્યારે રાજ કારણનાં મંદિરોમાં શાંતિના શંખનાદ ને એખલાસના ઘંટ બજતા હોય, ત્યારે જ માણસે ખરું ચેતવા જેવું છે ! રાજ કારણના બૂરા દેવળમાં કોણ પૂજ્ય ને કોણ પૂજક એ કંઈ નક્કી હોતું નથી ! દેવ કોઈ વાર પૂજારી થઈ જાય છે : ને કોઈ વારી પૂજારી ખુદ દેવને ફગાવી પોતે સિંહાસને ચઢી બેસે છે, અલબત્ત, આલમગીર બાદશાહે વખત ઓળખીને બધું ઠેકાણે પાડ્યું હતું, દેખીતી રીતે મેવાડી ને રાઠોડી લોકો સાથે એને હવે વેર રહ્યું નહોતું : પણ બાદશાહના દિલમાં દુર્ગાદાસ માટે શંકા ઘર કરી બેઠી હતી !' સુંદરીએ વાત અલિત પ્રવાહે કહેતાં કહ્યું,
ઔરંગઝેબને વહેમ હતો કે રાવ દુર્ગાદાસ છે ત્યાં સુધી તોફાનની સંભાવના ખરી ! કારણ કે એના નામ પર હજીય દક્ષિણીઓ ઝુમી પડતા, એના નામ પર મેવાડીઓ આફરીન પોકારતા. મારવાડવાસીઓ તો એના શબ્દ પર જાન કાઢવા તૈયાર હતા. રાજા વિના રાજ નહિ, એ આલમગીરની કલ્પના એમણે ખોટી પાડી હતી. બદ્દે રાજા વિના રાજ ચાલે એ જોધપુરના પ્રસંગથી સિદ્ધ કરી બતાવ્યું હતું. પચીસ વર્ષથી જે લોક્યુદ્ધ -- રાજા વિનાનું યુદ્ધ - લડાતું હતું, એના આગેવાન દુર્ગાદાસ જ હતા. રજપૂતાનામાં એની એક હાકે યુદ્ધનાં નગારાં ફરી બજી ઊઠે તેમ હતાં ! નિરભ્ર આકાશમાં દુર્ગાદાસ જેવો જાદુગર પળવારમાં વાદળ, વીજળી ને ગર્જના ખડાં કરે તેવી કરામતવાળો હતો. એવા માણસને છૂટો રાખવો એ ઓશીકે સાપ રહેવા દેવા બરાબર હતું !
એ વેળા અજમેર ને ગુજરાતનો સૂબો સુજાતખાં હતો. એ ગુજરી જતાં શાહજાદો અજમશાહ સૂબેદાર તરીકે આવ્યો. બાદશાહે પોતાના આ લાયક પુત્રને સંદેશો મોકલ્યો કે બેટા ! બધાં તોફાનોની જડ દુર્ગાદાસ છે. એને કાં તો સમજાવીને દિલ્હી દરબારની ચાકરીમાં મોકલી આપો, નહિ તો એનું ઠેકાણું કરી નાખો ! કામ સંભાળથી કરવું ! માણસ માથાભારે છે. આ કામમાં તમને જે દિલોજાનથી મદદ કરે તેને નવાજવામાં પાછી પાની ન કરશો.*
શાહજાદા માટે પણ, આ કપરું કાર્ય કરી આલમગીર જેવા સખ્ત પિતાનું પ્રમાણપત્ર મેળવવાનો ઉત્તમ મોકો હતો. એણે બધી તૈયારીઓ કરવા માંડી. પહેલાં દિલ્હી દરબારની ચાકરી વિશે રાવ દુર્ગાદાસ સાથે પત્રવ્યવહાર કર્યો. અમદાવાદ ને પાટણ વચ્ચે વિષ્ટિકારોની છૂટથી આવ-જા થઈ. પણ દુર્ગાદાસે દિલ્હીદાસ થવાની ઘસીને ના લુખી.
શાહજાદાએ વળતો પત્ર લખ્યો કે આ માટે વધુ મંત્રણા કરવા તમે અમદાવાદમાં રૂબરૂ મળો.
દુર્ગાદાસ શાહજાદાને મળવા સારે દિવસે પાટણથી નીકળ્યા, ને ધીરે ધીરે કૂચ કરતા સાબરમતી કિનારે વાડજ ગામને પાદરે ડેરા નાખ્યા. કારતકી એકાદશીનો
130 D બૂરો દેવળ
*દિવસ હતો. દુર્ગાદાસ એકાદશીનું વ્રત રાખતા હતા. બારસના દિવસે પ્રભાતમાં અમદાવાદી દરબારમાં મુલાકાત નક્કી થઈ.
શાહજાદાએ મુલાકાતના દિવસે જાહેર કર્યું કે જોધપુરપતિને જેટલું માન છાજે, એથી વધુ દુર્ગાદાસને ઘટે. ફક્ત પોતાના રાજા માટે જ નિઃસ્વાર્થભાવે લડનાર આવો દિલેર જોદ્ધો અમે જોયો નથી ! માટે સૈન્ય સજજ થઈ સલામી કરે. બધા અફસરો પોતાના સ્થાને યથાવત ખડા રહે. રાવ દુર્ગાદાસની મુલાકાત પછી શિકારનો કાર્યક્રમ નક્કી થયેલો છે. માટે સહુએ ઘોડા સાથે શસ્ત્ર-અસ્ત્રથી સજ્જ થઈને તૈયાર રહેવું. સરકાર-સવારી તરત જ શિકારે ઊપડી જશે !
દ્વાદશીનો દિવસ ઊગ્યો. રાવજી દુર્ગાદાસ પુણ્યસલીલા સાબરમતીમાં સ્નાન કરી, સૂર્યદેવને અર્થ આપી, દેવપૂજામાં બેઠા. એકાદશીના પારણાનો દિવસ હતો. એ ઇષ્ટદેવની માળા ફેરવવા લાગ્યા.
આ તરફ આખા શહેરમાં મોગલ સેના પ્રસરી ગઈ. એફસરો પોતાના સ્થાને ગોઠવાઈ ગયા. સહુના હૃદયમાં રાવ દુર્ગાદાસ જેવો ભારતભૂમિનો મહાન વીર આજ નીરખવા મળશે, એનો હરખ હતો. કાવતરાની કડીઓ બહુ અજાણી હતી. કામ ખરેખરી સફાઈથી કરવાનું હતું. એ માટે એ વખતનો એક સુપ્રસિદ્ધ વીર પસંદ કરવામાં આવ્યો હતો. શાહજાદાના દરબારના મહાન વીર સફદરખાં બાબીઝમાથે દુર્ગાદાસની હત્યાની જવાબદારી નાખવામાં આવી હતી, સફદરખાં દરબારનો નામી પહેલવાન હતો, ભલભલા પાડાને તલવારના એક ઘાએ વાઢી નાંખતો. સફદરખાં સવારથી તૈયાર થઈને દરબારમાં ગોઠવાઈ ગયો હતો. મદદમાં પોતાના પુત્રોને તેથી વફાદાર સૈનિકોને ચારે બાજુ આડાઅવળા ઊભા રાખ્યા હતા. | મુલાકાતનો વખત થયો, પણ રાવ દુર્ગાદાસ હજી પૂજામાં બેઠા હતા. મોગલ સરદાર તેડા માટે આવ્યો.
રાઠોડોએ કહ્યું : ‘ગઈ કાલે એકાદશીનું વ્રત હતું. પૂજા પૂરી થયે પારણું કરીને તુરત દરબારમાં હાજર થશે.”
‘પારણું શું, ખાનસાહેબ ? શું રાવ દુર્ગાદાસ જેવો માણસ હજી પારણામાં બચ્ચાની જેમ સૂતો હશે ?' તેડા માટે આવનાર મોગલ સરદારે પોતાના સાથીદાર પાસે શંકા રજૂ કરી.
* વિ. સં. ૧૭૬૨ કારતક સુદ ૧૨, તા. ૧૮, ઑક્ટોબર, ૧૭૦૫. આ સ્થળ પૂ. મહાત્મા ગાંધીજીના આશ્રમ પાસે છે. * બાબી વંશનું રાજ જૂનાગઢ, રાધનપુરને વાડાસીનોરમાં હતું. સત્તરમી સદીમાં અફઘાનિસ્તાનથી શાહજહાંના દરબારમાં એ આવેલા.
દુર્ગાદાસની એકાદશી 131
Page #75
--------------------------------------------------------------------------
________________
‘હિન્દુ લોકોનું ભલું પૂછો ! મીરઝાં સાહેબ ! ગુમરાહ કોમ છે. ગાય જેવા જાનવરને મા, મા કરીને નથી ચુંબતો, એનો પેશાબ પવિત્ર સમજી નથી પીતા ? આ એવું !' બીજા અફઘાન સરદારે પોતાનું પાંડિત્ય પ્રગટ કર્યું.
આવી ચર્ચાઓ કરતા બંને સરદારો ખબર લઈ પાછા ફર્યા, પણ દરબારમાં જલદી જલદી કામ તમામ કરવાની તાલાવેલી હતી. શાહજાદાએ પોતાના કામની ખુશખબરી બાબાને પહોંચાડવા માટે બહાર દિલ્હી જવા કાસદો તૈયાર રાખ્યો હતો. બારી વાટે લીલી ઝંડો દેખાતાં તેમણે કૂચ કરી જવાની હતી. ‘વિગતવાર સમાચાર પાછળ આવશે, બાકી કામ તમામ થઈ ગયું.” એટલું બાદશાહને કહેવાનું હતું !
ફરી બીજા મોગલ સરદારને દુર્ગાદાસને તેડવા મોકલ્યો. પણ આજ ન જાણે, દુર્ગાદાસ પ્રભુનામસ્મરણની ધૂનમાં ચડી ગયા હતા. હજી રુદ્રી પૂરી થઈ નહોતી. આરતી-દીવો તો બાકી હતાં અને દરબારમાં હાજર થવાનો વખત તો થઈ ગયો હતો. બધા રાઠોડી સરદારો પ્રાતઃકર્મથી નિવૃત્ત થઈ, પોશાક પહેરી સજ્જ થઈ બેઠા હતા. દુર્ગાદાસના બે પુત્રો મેહકરણ ને અભયકરણ તથા વડા પુત્ર તેજ કરણનો પુત્ર અનુપસિંહ ભેટ બાંધી ખડા હતા, બીજા નામી રાઠોડ યોદ્ધાઓ પણ પરવારીને આવી ગયો હતો.
વાર ફક્ત રાવ દુર્ગાદાસની હતી. પણ એ આજ પ્રભુ નામસ્મરણમાં લયલીન થઈ ગયા હતા. એમાં દખલ કરવાની તાકાત કોઈની નહોતી.
મોગલ તેડાગીર વળી પાછો ગયો.
વળી બીજો સરદાર તેડે આવ્યો. આમ થોડી વારમાં ચાર છે તેડાં આવી ગયાં. જે આવતા એ મીઠી મીઠી જબાનમાં વાતો કરતા, રાવ દુર્ગાદાસને સાતમે આસમાને ચઢાવતા. રાઠોડોથી શેતાન પણ બાકરી બાંધતા ડરે, તો મોગલ કોણ, એમ કહેતા !
‘પણ દુર્ગાદાસ એ દિવસે જલદી પૂજામાંથી ઊડ્યા નહિ ! ને તેડાં પર તેડાં આવતાં થંભ્યાં નહિ !'
આખરે પૂજા પૂરી થઈ. રાવ દુર્ગાદાસ અર્ધવસ્ત્ર બહાર આવ્યા. રાઠોડ સરદારોએ કહ્યું :
આપ પૂજામાં હતા, ને આ તરફ કેટલાંય તેડાં આવી ગયાં !' ‘કેટલાં તેડાં ?” ‘લગભગ દશેક ! મોગલો આપના પર આફરીન છે !'
‘દશેક તેડાં આવી ગયાં ?” રાવ વિચારમાં પડી ગયા. થોડીવારે બોલ્યા : ‘ભાઈઓ ! એમાં ખુશ થવા જેવું નથી; નમન નમનમેં ફેર હૈ. આ ચિત્તાકમાન જેવો ઘાટ લાગે છે. આપણે કંઈ એમને ત્યાં તોરણે છબવા આવ્યા નથી, કે તેઓ આટલી
ઉતાવળ કરે ! સામાન્ય શિરસ્તો તો એવો છે, કે આપણે એમને દરવાજે જઈ કહેવરાવીએ ત્યારે કેટલીય વારે દરબારમાં હાજર થવાની મંજૂરી મળે.'
રાઠોડ સરદારોએ કહ્યું : “આલમગીર એ આલમગીર છે. કહેવું પડશે. શત્રુ ત્યારે શત્રુ. ઘા કરવામાં પાછો ન પડે. મિત્ર ત્યારે મિત્ર માન-સન્માનમાં બાકી ન રાખે. રાવજી ! આખું શહેર શણગાર્યું છે. સવારથી આખા શહેરમાં સેના ગોઠવી છે. અમલદાર પોતાના સ્થાને સલામી માટે ખડા છે. સહુને એક નજર ભરીને રાવજીને જોવા છે !'
શું બધે સશસ્ત્ર સૈનિકો ખડા છે ?” ‘જી હા, કારણ કે પછી શાહજાદો શિકારે ચડવાનો છે !'
દુર્ગાદાસ વળી ઊંડા વિચારમાં પડી ગયાં. પછી બોલ્યા : “બહાદુરો ! મારી શંકા સાચી લાગે છે. મને તો આ બધું ચિત્તાકમાન જેવું ભાસે છે. આ તેડાં યમરાજાનાં છે. ને શાહજાદો આજે શિકાર આપણો કરવાનો છે. ઝટ ચેતો ! લાવો મારો પોશાક ! ઘોડાં સાબદાં કરો, ને ચાલી નીકળો. આપણી સ્થાન ભણી !'
“પણ આપ પારણું તો કરી લો.’ રાઠોડ સરદારોને દુર્ગાદાસનું શંકિત વલણ ન ગમ્યું. પણ શિસ્ત એવી હતી કે મોતમાં દોરે તો સહુ જાય. જરા ધીરજથી વિચાર કરી શકાય એ માટે તેઓએ પારણાની વાત આડે ધરી હતી.
- ‘આજ ખાવા રહીશું તો કોણ કોને ખાશે એની સમજ નહિ પડે ! હવે તો જ્યાં એકાદશીનાં પારણાં કરવાં લખ્યાં હશે, ત્યાં થશે . ચાલી નીકળો, ભાઈઓ ! રાઠોડોને ઘેરીને બાંધી લેવાનો કારસો રચાયો છે. એક એક પળ કિંમતી જાય છે. પછી આ ધરતીને લાખેણા ભોગ ધરવા પડશે.”
રાઠોડો કંઈ ન સમજ્યા, પણ તેઓને એટલી સમજ હતી કે રાવ દુર્ગાદાસ કહે એમ કરવું ! થોડીવારમાં તંબૂઓમાં આગ લાગી. થોડી હોહા થઈ રહી. રાઠોડો પોતાના ઘોડા પર સવાર થઈ પવન વેગે વહેતા થઈ ગયા !
આ તરફ દરબાર ભરીને બેઠેલો શાહજાદો દુર્ગાદાસની આટલી ઢીલાશથી ઉગ્ર થઈ ગયો. હવે એની ધીરજ તૂટી, એણે હુકમ કર્યો ‘રાવ દુર્ગાને જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં હાજર કરો ! આ તે મુલાકાત કે મશ્કરી ?
સિપાઈઓ રાવજીને પકડવા ધસ્યા, પણ જઈને જુએ તો નવો તમાસો ! આખો પડવા આગમાં ઝડપાઈ ગયેલો. તંબૂઓ દિવાળીના દારૂખાનાની જેમ ભડભડ સળગે. મોગલ દરબારના તેડાગરો હસ્યા ને બોલ્યા :
‘મોત આવે એને કોણ બચાવે ? રાવ દુર્ગા સફદરજંગ બાબીની તલવાર નીચે ન કપાણા, તો જીવતા મરઘાની જેમ આગમાં ભૂંજાણા ! યા અલ્લા !?
132 D બૂરો દેવળ
દુર્ગાદાસની એકાદશી 1 133
Page #76
--------------------------------------------------------------------------
________________
થોડી વાર બધા આ અગ્નિકાંડ જોતા આજુબાજુ ફર્યા. એક સવાર સાથે દરબારમાં ખબર કહાવ્યા.
વખત વીતતો ચાલ્યો.
‘અરે, રાઠોડો તો આપણને હાથતાળી આપી ભાગી છૂટ્યા ! થોડી વારે એક ચાલાક મોગલ સરદારના નજરમાં બધી વસ્તુસ્થિતિ આવી ગઈ. તરત જ રાઠોડોની ચાલાકીની દરબારમાં જાણ કરવામાં આવી. દુર્ગાદાસને ઠેકાણે પાડવાની જેણે કબૂલાત આપી હતી, એ સફદરજંગ બાબી પોતે ઘોડે ચઢ્યો. એના પુત્રો, એનું લશ્કર એની પાછળ ધાયું.
વાતાવરણમાં દિલ્હીના શાહજાદાનો કાલસંદેશો ગાજી રહ્યો.
‘દુર્ગાને જીવતો યા મરેલો પકડો ! મહાન દગાખોર ! લુચ્ચો ! કાયર ! કાફર !' શાહજાદાના હૈયામાં જે હતું, એ આ રીતે આખરે હોઠે આવ્યું. સહુને દુર્ગાદાસની અગમચેતી માટે માન થયું. કોઈ કહેવા લાગ્યું કે રાવજીને કોઈ દેવી સાધ્ય છે, અગમની વાતો આગળથી ભાખી જાય છે,
એ દિવસે દુર્ગાદાસના રાઠોડી ઘોડાંએ અરબી ઘોડાંનાં પાણી ઉતારી નાખ્યાં. પણ આખરે મોગલો આંબી જાય તેટલા નજીક આવી પહોંચ્યા. આ વખતે દુર્ગાદાસના વીર પૌત્ર અનુપસિંહે કહ્યું :
દાદાજી ! હું શત્રુસેનાને ખાળું છું. આપ આગળ વધી જાઓ !'
દુર્ગાદાસે ઘોડો દોડાવતાં અઢાર વર્ષના એ પૌત્ર સામે જોયું. પોતાના પુત્ર તેજકરણનો એ પુત્ર ! અમદાવાદ નીરખવાના ઉમંગથી ઘેરથી સાથે આવેલો. મોં પર માતાનું દૂધ પણ સુકાયેલું નહિ ! કાન્તિ તો ઝગારા મારે !
‘તું નહિ બેટા ! તેં હજી દુનિયાય જોઈ નથી. એ તો અમે છીએ ને પહોંચી વળીશું.’
‘ના દાદા ! તમને ઊની આંચ આવે તો પરાધીન મારવાડ પરાધીન જ રહે, છતે સૂરજે અંધકાર પ્રસરે ! મારા કાકાઓને પણ રોકવા નથી. સહુને ઘેર રાહ જોનાર છે. મને કુંવારાને અપ્સરાને વરવાનું મન છે. સાત મણના સફદરખાંની મૂછોનો વળ આજ ઉતારું તો લોકો કહેશે, કે દીવા પાછળ દીવો જ પ્રગટે છે ! રામરામ બાપુ !'
વાર્તાનો વખત નહોતો. સમજાવટનો સમય નહોતો. સફદરખાં રાઠોડના મોતને મૂઠીમાં લઈને ધસ્યો આવતો હતો. આજની એની નાકામયાબી અને ઘણા લાભથી દૂર કરનારી હતી !
રાઠોડોનાં ઘોડાએ વળાંક લીધો. વળાંકમાં થોડાં ઘોડાં રોકાઈ ગયાં, બાકીના આગળ ગયાં !
134 D બૂરો દેવળ
જોતજોતામાં સફદરખાં સાથે ભેટો થઈ ગયો. મોખરે અઢાર વર્ષનો છોકરો આગેવાની લઈને ઊભો હતો. પાછળ મરણિયા રાઠોડો હતા. પહાડ જેવો સફદરખાંએ ઘા કર્યો, પણ અનુપસિંહે એ બરાબર ચુકાવ્યો. એણે સામે બરછી ચલાવી. સફદરખાં તો કુશળ હતો, પણ મહમ્મદ અશરફ ધુરની નામનો વિખ્યાત યોદ્ધો ઘાયલ થઈ હેઠે પડ્યો.
મુઠ્ઠીભર રાઠોડોએ ભયંકર યુદ્ધ જમાવ્યું. આખી મોગલસેના ત્યાં થોભી ગઈ. મૂછાળા નરોની મૂછોના વળ ઊતરી જાય, એવું યુદ્ધ જામ્યું. દુર્ગાદાસના પોતરાએ તો કમાલ કરી.
આ તરફ દુર્ગાદાસ આબાદ છટકી ગયા. ઊંઝા-ઉનાવામાં રાત ગાળી, સવારે પાટણ પહોંચી થરાદ રસ્તે મારવાડમાં ઊતરી ગયા !
એ દહાડે અનુપસિંહ રાઠોડોના શૌર્યનો અનુપમમહિમા દાખવ્યો અઢાર વર્ષના એ કેલૈયા કુંવરની વીર ગાથાઓ મારવાડમાં ઘેર ઘેર ગવાવા લાગી. એ દેવ થઈને શૂરાપૂરાના દેવળમાં બેસી ગયો. એની પૂજા માનતા થવા લાગી.
ફરી પાછા એના એ દિવસો આવ્યા. ફરી દુર્ગાદાસ મેદાનોમાં ઘૂમવા લાગ્યા ! મોગલથાણાં ફરી માળામાં પંખી થથરે એમ થરથરવા લાગ્યાં.
મહારાજા અજિતસિંહ પણ દુર્ગાદાસને સાથ આપવા મેદાને પડ્યા, તોફાની વાયરા ફરી વેગથી વાઈ રહ્યા !
દુર્ગાદાસની એકાદશી – 135
Page #77
--------------------------------------------------------------------------
________________
19
એકનું મરણ-બીજાનું જમણ
‘જયસિંહ ! વખત કોઈને માટે થોભતો નથી. સમય પૂરો થયે, કોઈથી એક પળ પણ અહીં વધુ વિતાવી શકાતી નથી. જેમ સહુને આવે છે એમ મોતના ફિરસ્તા એક દહાડો ભારતના ચક્રવર્તી બાદશાહ ઔરંગઝેબને ઢંઢતા આવ્યા.’ સુંદરીએ થોડા વિશ્રામ બાદ વાત શરૂ કરતાં કહ્યું :
| ‘એ જ કરામત હતી, એ જ કૌવત હતું, એ જ સદાનું કિસ્મત હતું; પણ આલમગીર મોત પાસે બધું હારી બેઠો ! નેવ્યાસી વર્ષનું ખુદાએ બોલું સુદીર્ઘ આયુષ, કામિની ને કંચનના રાગ વગરનું તપસ્વી જેવું જીવન, આજ એને રાજ કારણી ગડમથલોમાં વ્યર્થ વીત્યું લાગતું હતું ! ફેરો ફોગટ થયો, એમ એ માનતો થયો હતો.
રાજપદને મજહબની શાન સમજી , એ ખાતર ફકીરીના મનોભાવોને વેગળા મૂકી, સલ્તનતને બંદગીનું પવિત્ર મથક સમજી અંદર પડેલા આલમગીરને, રાજકારણી જિંદગી હવે બૂરો દેવળ જેવી ભાસતી હતી. આવતી કાલે જેનો મહિમા નામશેષ થવાનો છે, આવતી પરમે જેની લાલચ પુત્રોને કૂતરાને મોતે મારવાની છે, એ મહાન સામ્રાજ્યનો ગર્વ આલમગીર જેવા અમીરોગરીબ આદમીને ન છાજે ! ન ખપે !
ઇસ્લામી શાસનની નેમથી, ચાંદતારાના હરિયાળા ઝંડાને દેશદેશ ગાડવાના ઉદ્દેશને લઈને એ જીવનભર ઘૂમ્યો. એનો પ્રતાપ પ્રલય જેવો પ્રબળ નીવડ્યો. એક ફૂંકે અનેક દીવડા એણે બુઝવ્યા. ખુદા પોતાને ભેરે છે, એ તાકાત પર એણે કોઈને ન ગણકાર્યા, ખુદાના બંદાઓને પણ નહિ ! એક ઝાડની બે ડાળ જેવા, એક મગની બે ફાડ જેવા શિયાઓને, સૂફીઓને એણે દબાવ્યા, બીજાપુર-ગોવળકોડા જેવાં ઇસ્લામી રાજ્યોને રફાદા કર્યો. ફકીર થઈને જેણે કલ્પનામાં પણ ઇચ્છવું ન હોત,
રાજા થઈને એણે એ કર્મ હોંશભેર કર્યું.
મુસદીવટ-સામ, દામ દંડ ને ભેદ, એ મહાશાસનના પાયા છે, એમ એ માનતો, અને કમાલ તો જુઓ ! મુસદીવટથી ભરેલા એક કાગળના કટકાથી એણે રાવ દુર્ગાદાસ ને શાહજાદા એકબરના સિત્તેર હજારના સૈન્યને એક રાતમાં હતું હતું કરી નાખ્યું હતું ! પણ એ મુસદીવટના ચિરાગે જેમ પારકાં ઘર બાળ્યાં, તેમ પોતાનાં ઘર પણ બાળ્યાં. એણે સાણસમાં વસતા શેતાનની જ પરખ કરી. એ પરખે એને શંકાશીલ બનાવ્યો. એ શંકાએ ઘરમાં પણ આગ લગાવી, એને પેટના દીકરાનોય ભરોસો ન રહ્યો.
પિતાને પેટના દીકરાનો ડર પેઠો. પરિણામે પેટના દીકરાઓ પિતાના પડછાયાથી પણ ડરવા લાગ્યા. બાબર – હુમાયુનો પરસ્પર ન્યોછાવરીનો કુટુંબ-પ્રેમ જાણે હવા થઈને ક્યાંનો ક્યાં અલોપ થઈ ગયો અને મોગલ કુળમાં સ્વજનોને ભરખનાર સર્પકુલનો સંસાર મંડાઈ ગયો .
સગા દીકરા અકબરે જ એમાં પહેલ કરી. સલ્તનતની સામે સલ્તનત ખડી કરી બંડ કર્યું. ખુદાએ એને ખુવાર કર્યો, પણ આજે કે કાલે, બીજા દીકરાઓની કહાણી પણ એ જ હતી. આજ સુધી બાપ ને બેટાઓ સંતાકૂકડી રમતા રહ્યા. કોઈ કોઈથી પકડાઈ ન જાય તે રીતે. પણ બાપના મોતની આગાહી મળતાં-મડા પર મોત વરસાવવા શાહજાદાઓ ચારે તરફથી પોતપોતાનાં લકરો સાથે બાપને દબાવવા દોડતા આવતા હતા. શાંતિથી મૃત્યુ માણવા ખાસ હું કેમ કરીને, દીકરાઓને દૂર મોકલવા પડ્યા . સારાંશમાં આલમગીર જેવા ચક્રવર્તીના ચરણમાં આખા ભારતની ધન-દોલત આળોટતી હતી, પણ માનવી સદા કાળ જેનો ભૂખ્યો છે : એ સ્વજન કે સગાનું સુખ એને ન મળ્યું, બલકે સદા તેઓની ભીતિ જ રહી !
જુવાનીના જોશમાં ભારતને ઇસ્લામનું ઘર કરવાની મહેચ્છા સેવી ! આ માટે હિંદુશાસનને કાજી, મુફતી ને બક્ષીઓના હાથમાં સોંપી દીધું. જજિયા જેવા ઇસ્લામી ધારાઓનો કડક અમલ શરૂ કર્યો xનિઃસંતાન હિંદુ રાજાઓનાં રાજ જપ્ત કરવા માંડ્યાં. હારેલા રાજાઓને ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું ફરમાન કર્યું. એક તરફ માન, ચાંદ ને જાગીરની બક્ષિસો શરૂ કરી, બીજી તરફ સમશેર ઉગામી, પણ જડ હિંદુઓમાં સમશેરનો સ્વીકાર થયો, માનચાંદને એમણે ફગાવી દીધા !
પહેલો પ્રયોગ જોધપુરના બાળરાજા પર થયો. રાજા વગરની પ્રજા-નાથ વગરનો અનાથ લોકગણ તાબેદારી સ્વીકાર્યા વગર શું કરે ? આ ભ્રમણમાં ખૂબ જોર કર્યું. પણ એ વખતે રાવ દુર્ગાદાસે રાજા વગરનું રાજ ચલાવી બતાવ્યું ને તે પણ પૂરાં
* આવો પ્રયોગ અંગ્રેજી સલ્તનતને હિંદવી રાજ્યો માટે કરેલો, બદલામાં ૧૮પ૭નું યુદ્ધ મળ્યું.
તા. ૨૦-ર-૧૭૦૭
એકનું મરણ-બીજાનું જમણ I 137
Page #78
--------------------------------------------------------------------------
________________
પચીસ વરસ ! મારવાડના ઝંડાને એમણે ભયંકર ઝંઝાવાતોમાં પણ અણનમ રાખ્યો ?
બીજો પ્રયોગ કર્યો-મરાઠાપતિ સંભાજી પર. છત્રપતિ શિવાજીના આ સંતાનને દારૂના ઘેનમાં પકડી પાડ્યો. પકડીને કહ્યું: ‘મુસલમાન થા, બરકત બધી તારે હવાલે.”
મનમાં ધારણા હતી કે મરાઠાપતિ મુસલમાન થાય તો મરાઠાવાડને પછી મુસલમાન બનાવતાં વાર કેટલી ?
દરેક દુર્વ્યસનોથી ભરેલા આ મરાઠાપતિએ કહ્યું : ‘ઓ મજહબી પાગલ ! એક દારૂ પીનારને તારા ધર્મની બલિસ કરવાથી તારા ધર્મની આબરૂ વધશે કે ઘટશે ?”
આલમગીરે ગર્જના કરી : ‘ઓ ગુમરાહ આદમી ! હું ઇસ્લામની રોશની પહોંચાડી તારા કાફરપણાને મિટાવવા માગું છું.”
આ વખતે કૂકડાની જેમ ગરદન ઉઠાવીને આ મરાઠાપતિ એવાં વચનો બોલ્યો કે પ્રજા તેનાં પુરાણાં કાળાં કામ ભૂલી, તેને વીર શહીદ તરીકે પૂજવા લાગી. એ વચનથી મરાઠાવાડ જાગ્રત થઈ ગયું : સંભાજીએ કહ્યું :
‘હું તારી દરખાસ્તને ઠોકરે મારું છું. જાણી લે કે મહાન શિવાજીનો એક દુર્ગણી પુત્ર પણ-મુસલમાન થઈ તમામ ન્યામતો સાથે પણ જીવવું નાપસંદ કરે છે, બલકે હિન્દુ રહી તમામ બરબાદી સાથે મરવું પસંદ કરે છે !'
આલમગીર જેવો સૂર્ય વડવાંગળા જેવા રાજાની શેખી સહન કરે ? સંભાજીને ભયંકર મોત મળ્યું. પણ એ ખાખમાંથી પોયણાં જાગ્યાં.
મરાઠાવાડમાં ભ્રાતૃમંડલ સ્થપાયું. એક એક મરાઠા સેનાપતિ ભારતને ધ્રુજાવવા લાગ્યો. રાજા વિનાનું રાજ -આદર્શ રાજ ચાલવા લાગ્યું ! પ્રજા પોતાનો કારોબાર પોતાના પરાક્રમી પુરુષો દ્વારા ચલાવવા લાગી ! દુર્ગાદાસની યાદ આપે એવા, સંભાજી, ધનાજી જેવા સરદારો મહારાષ્ટ્રમાં પાક્યા. ચાણક્યની યાદ આપતા રામચંદ્ર નીલકંઠ બાવડેકર ને શંકરજી મલ્હાર જેવા મંત્રીઓ થયા. તારાબાઈ જેવી સ્ત્રીએ આલમગીરને સાત સાત વર્ષ સુધી હરાવ્યો.
રાજા વિનાના રાજે-લોકજાગૃતિએ આલમગીરનાં પચાસ વર્ષ પાણીમાં નાખ્યાં. પચીસ વર્ષ મેવાડ- મારવાડ ને ઉત્તરહિંદ ખાઈ ગયું, ને પચીસ વર્ષ મહારાષ્ટ્ર ખાઈ ગયું. પરિણામમાં ઇસ્લામી તાકાતને હંમેશાં પડકારતા રહે એવા મરાઠા, રજપૂતો, જાટ, બુંદેલા ને શીખોને અમર શહાદતના પાયા પર સ્થિર કર્યા.
આમ દક્ષિણની ચડાઈએ જેની કમર તોડી નાખી છે, એ આલમગીર મોતના બિછાના પર પડીને નાકામયાબીનાં દશ્ય જોવા લાગ્યો, ને ફકીર બાદશાહે પોતાના હાથે ભારતવર્ષનો ચમન ઉજ્જડ થયેલો જોયો. જેઓને પોતે ચગદી નાખવા માગતો હતો, તેઓને રબરના દડાની જેમ બમણા વેગે ઊછળતા જોયા !
કોઈ સુંદર મસ્જિદ નહિ, નમૂનેદાર મકબરો નહિ, કોઈ વિશ્વવિજયી મદરસો નહિ, પચાસ વર્ષના ઝઘડાળુ રાજ કાળના અંતે ફ્રાહુ ણ વીમા ઇંબી ઘાષ-વાવ્યું ઘણું પણ ઊચું ઘાસ જેવું જોઈને રવાના થવાનું આવ્યું ! સખત મહેનત, સતત પરિશ્રમ, સદાકાળ શંકા, ચોવીસે કલાક નવા ભયની ભીતિ-આ બધું ઔરંગઝેબના હાડના વજને ગાળી ગયું. સુકાઈને એ હાડકાનો માળો બની ગયો. પુત્રોના બંડની સદાકાળ ભીતિ એને વ્યગ્ર રાખી રહી. રાજ કારણના આ બૂરા દેવળમાં પોતે પિતા કે પુત્રની સગાઈ રાખી નહોતી. તો પુત્રો પાસેથી એ સદ્દગુણોની આશા કેવી !
ખુદાની ઇબાદત કે બંદગીના સમય સિવાય, શાન્તિનો સમય એણે ન જોયો. સદાની અશાંતિથી કંટાળેલ આલમગીરને ઇબાદત કે બંદગી જ એક માત્ર આશાયેશ હતી.
મોતના બિછાના પર પડેલો બાદશાહ પોકારી ઊઠતો,
ઓહ જુઓ ! આ શાહજાદાનો મને ચારે તરફથી દબાવતા આવી રહ્યા છે. તેઓ મરતા બાપનું ગળું પીસવા માગે છે.'
વારસદારોની પણ કરામત તો જુઓ. હજી તો પિતાની દેહમાં જીવ હતો ને અફવા વહેતી મૂકી કે બાદશાહ ગુજરી ગયો ! નવાં તોફાન, નવા વંટોળ ! આ તો જીવતું મોત આવ્યું !
એ વખતે ક્ષીણકાય સમ્રાય એ જ રત્નમંડિત તાજ ને એ જ લાકડી લઈ દરબારમાં હાજર થયો. બે આંખની ઊડી ગયેલી શરમ-ચાર આંખ ભેગી થતાં વળી જામી ! વાહ રે દુનિયા ! માણસને જોખવાનાં તારાં ત્રાજવાં કેવાં ચંચળ ! ઘડીમાં લાખનો, ઘડીમાં કોડીનો !
આ મહાન બાદશાહને ખુદાની ઇબાદતને બદલે રાજ કારણી દાવ રમવામાં પોતાનો વધુ સમય બરબાદ ગયાનો અફસોસ થઈ રહ્યો. એણે બિછાના પર પડ્યા પડ્યા ઘોર હતાશામાં કહ્યું :
ખુદા મારા દિલમાં જ હતો. પણ મારી બંધ આંખોએ ન જોયો, હવે હું એકલો જાઉં છું. સાથે ગુનાની ગઠરી પડી છે.”
આહ બૂરી દુનિયા ! કંઈ કેટલી ઉમેદ સાથે આવ્યા, કંઈ કેટલી નાઉમેદ લઈને જવું પડે છે ! રાજ કારણનું બૂરું બનેલું દેવળ મૂકીને જાઉં છું ! દેવળમાં પૂજાવાનો હક લઈ બેઠેલા પાદશાહને પોતાના પડછાયાનો પણ ભય હોય છે !
આખરે ભારતનો મહાનસિંહ, અજબ બાદશાહ, એક લાંબી ઝઘડાભરી દાસ્તાન ખતમ કરીને કબ્રની શાંતિમાં સૂઈ ગયો. એણે છેલ્લે છેલ્લે કહ્યું :
‘મારી દેહને નજીકના કબ્રસ્તાનમાં કફન વિના દફન કરજો.’
138 B બૂરો દેવળ
એકનું મરણ-બીજાનું જમણ n 139
Page #79
--------------------------------------------------------------------------
________________
એક પ્રચંડ જ્યોત અને જ્વાલા એ દિવસે બુઝાઈ ગઈ. દૌલતાબાદના કબ્રસ્તાનમાં, અદના મુસલમાન ફકીરોની કબર પાસે આ મહાન ફકીર બાદશાહને દાટવામાં આવ્યો ! કબ્રસ્તાનની એ કબર પર લીલું હરિયાળું ઘાસ ઊગી નીકળે, એટલી વારમાં તો મોગલ સિંહાસન ભયંકર ધડાકાઓથી હચમચી ઊઠ્યું ! બાપે વાવેલું, તે દીકરાઓને લણવાનું આવ્યું ! કરી કમાણી પાણીમાં જવા બેઠી.
મહાન બાદશાહના ત્રણ મોજુદ પુત્રો-મોઆજમ, આજમ ને કામબખ્ત
બાપની ગાદી માટે લડવા મેદાને પડ્યા. દેવળમાં એવા દેવની પ્રતિષ્ઠા થવાની હતી કે જે પોતાનાં લોહીનાં સગાંઓના પૂરેપૂરા લોહીથી અભિષેક કરે : અને બન્યું પણ એમ જ. બે સગા ભાઈઓને યેનકેન રીતે સંહારી શાહજાદો મોઆજમ ‘શાહઆલમ બહાદુરશાહ' નામ ધારણ કરી ગાદીએ બેઠા !
દુનિયાનો ઘાટ તો જુઓ. એકનું મરણ ને બીજાનું જમણ ! હજાર હજાર નદીઓનાં પૂરને ખાળીને બેઠેલો આલમગીર બાદશાહરૂપી બંધ દૂર થતાં, બધી નદીઓ પોતપોતાની રીતે ખળખળ વહી રહી ! ન જાણે કાલે એમને કોઈ બંધન ન હતું ને આજે તેઓ કોઈ બંધન સ્વીકારતા નથી, એવી સ્વેચ્છાચારિતા સાથે !
બંધ તોડીને વહેતાં પાણીને-પોતાની રીતે ખાળવા નવા મોગલ બાદશાહ બહાદુરશાહે બધી તરકીબો કરી. એ પણ પ્રતાપી પિતાના હાથ નીચે તૈયાર થયેલો પુત્ર હતો. એણે રજપૂતો, મરાઠા, જાટ સાથે યુદ્ધ ખેલ્યાં હતાં. એણે નેક, બહાદુર ને મુસદ્દીવટથી ભરેલા કાબુલના હાકેમ મુનીમખાંને પોતાનો વડો વજીર બનાવ્યો ! પોતાના ભાઈઓને ખતમ કરી, એણે મહારાષ્ટ્ર તરફ નજર કરી. રાજા અને દીવાને મળી એક અજબ દાવપેચ લડાવવાની પેરવી કરી. જ્ઞાનતંતુનાં એ યુદ્ધ હતાં, પગે કમાડ વાસવાની એ રાજકીય કરામતો હતી !
પિતાની કેદમાં છત્રપતિ સંભાજીનો પુત્ર સાહુ હતો. મોગલ શહેનશાહ બહાદુરશાહે એને અનેક શુભેચ્છા સાથે મુક્ત કર્યો અને કહ્યું :
‘જાઓ ! બાપનું રાજ ભોગવો.’
આ વખતે મહારાષ્ટ્રમાં રાજારામ છત્રપતિ ગાદી પર હતો અને મોગલ બાદશાહનો મોકલ્યો સાહુ છત્રપતિ થઈને આવ્યો. એક દેશમાં બે રાજા ! કોઈ પણ અને કેવા પણ રાજકીય આગેવાનને ભલા કે બૂરા પણ પક્ષને વિપક્ષ મળી જ રહે છે. તરત જ બે પક્ષ પડ્યા-એક રાજારામનો. બીજો સાહનો.
મરાઠા સરદારોમાં પણ બે ભાગ પડ્યા. તેઓ રાજા વિનાનું રાજ ચલાવી શક્યા, પણ રાજા આવતાં ફરી વિખવાદ શરૂ થયો. આ ઘરના ઝગડામાં મોગલ
શાહજાદો અકબર પોતાના મહાન પિતાના પહેલાં ત્રણ વર્ષે ઈરાનમાં જ સ્વર્ગે સંચર્યો હતો. 140 D બૂરો દેવળ
સલ્તનતના લોહને ગાળીને મીણ કરી નાખવાની આવેલી તકને મરાઠા વીરોએ ગુમાવી દીધી. હિન્દની પાદશાહી સ્થાપવાની અણમોલ તક ફરી એક વાર ઘરના ઝઘડામાં હાથમાંથી સરી ગઈ.
બહાદુરશાહ ને તેનો બાહોશ વજીર મુનીમખાં પોતાનો પાસો સફળ રીતે ફેંકાયેલો જોઈ રાજી થયા. વધારામાં તેઓએ નવી નવાજેશ કરતાં કહ્યું : ‘મરાઠાઓને ચોથનો હક રહેશે.'
મહારાષ્ટ્રવાસીઓ ખુશ ખુશ થઈ ગયા. વધારામાં મોગલ દરબારે કહ્યું : ‘આ ચોથ ઉઘરાવવાનું કામ પણ મોગલો કરશે.'
‘વાહ, આ તો ઘેર બેઠાં ગંગા !' મરાઠા મુસદ્દીઓ મૂછો ઊંચી કરીને ફરવા લાગ્યા. પણ આ લાભમાં જ મરાઠા સરદારો મોગલ મુસદ્દીઓ પાસે હાર ખાઈ ગયા.
એ ઘેર બેઠા, એટલે સુંવાળા થયા, આળસુ થયા. વિલાસી થયા. પ્રજા સાથે એનો જીવંત સંપર્ક તૂટી ગયો. બીજા દેશ પરથી એમનો પ્રભાવ પણ હટી ગયો. પ્રતિકૂળતાઓ જેનો પ્રાણ હરી ન શકી, એનો પ્રાણ અનુકૂળતા ખેંચી ગઈ ! આમ મોગલ બાદશાહ અને વજીરે પોતાની અજબ ચાલથી મહારાષ્ટ્રનો ભય તત્કાલ પૂરતો દૂર કરી દીધો.
હવે મોગલ મુત્સદ્દીઓએ રજપૂતાના તરફ લક્ષ ફેરવ્યું. રજપૂતાનામાં ઉદયપુર, જોધપુર ને જયપુરનાં ત્રણ બલવાન રાજ્યો હતાં. બાદશાહને એમાં ઉદયપુરનો મોટો ડર હતો. એણે વર્ષોથી દિલ્હી દરબાર સામે પોતાનું વલણ અણનમ રાખ્યું હતું. વીર પૂજાના કદરદાન મોગલ બાદશાહ ને મોગલ વજીરે ઉદયપુરને સ્વતંત્ર જાહેર કર્યું !
જોધપુરને પણ સ્વતંત્ર જાહેર કર્યું, પણ એને માથે શાહી ફોજનો કર નાખ્યો. જયપુર માથે એથી વધુ ભારે શરતો નાખી એનેય આઝાદ કર્યું, અર્થાત્ જેણે જેટલું મિયાંઉ કર્યું તેટલું દૂધ તેને મળ્યું !
આ વખતે પંજાબમાં શીખોનો બળવો ફાટ્યો. બાદશાહને એ તરફ લક્ષ આપવું પડવું. આ તરફ જોધપુર ને જયપુરે પોતાની માગણીઓ મોટી કરી. જોયું કે અત્યારે મારતે મિયાંનું કામ છે.
રાજા અજિતસિંહ વીર રાઠોડોને લઈને જોધપુર પર ચઢી ગયા. ત્યાંનો મોગલ સૂબો જીવ લઈને નાસી ગયો. નવા રાજાનો રાજ્યાભિષેક થયો. ભારે ઉત્સવ ઉજવાયો.
રાઠોડ સરદારોએ અને જોધપુરની પ્રજાએ એ દિવસે ત્રીસ વર્ષનો જંગ ખેડ્યા બાદ પોતાનો રાજા મેળવ્યો. મારવાડમાં આનંદ પ્રસરી રહ્યો. સહુ કહેવા લાગ્યા : એકનું મરણ-બીજાનું જમણ – 141
Page #80
--------------------------------------------------------------------------
________________
‘અમે અનાથ હતા. આજ અમે સનાથ થાય !”
થોડે દિવસે દિલ્હીથી ખરીતો આવ્યો. એમાં રાજા અજિતસિંહની રાજપદવી આવકારવામાં આવી ! જોધપુરને સર્વતંત્ર સ્વતંત્ર રાજ તરીકે સ્વીકાર્યું. જોધપુરરાજ ને ‘મહારાજા'નો ખિતાબ બઢ્યો.
બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાની મોગલમુસદ્દીઓની આ કરામત હતી ! મારવાડ એ દિવસે સ્વતંત્ર થયું.
મહારાજા અજિતસિંહ મારવાડપતિ બન્યા. રાજા, દેવ અને દેશના બંદા રાઠોડોએ એ દિવસે પાણાનાં ઓશિકાં ને પાંદડાંની પથારી છોડી !
20
સતની ધજા
“ઢંબક ઢબક ઢોલ બાજે, દે દે ઠોર નગારાંકી,
આસે ઘર દુર્ગા નહિ હોતો, સુન્નત હોતી સારાં કી.” ત્રીસ ત્રીસ વરસથી જે દેવળ દેવ વગરનું હતું, જેમાં આજે નવા દેવની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ હતી. કાબુલ સુધી પોતાની સમશેરનું પાણી બતાવનાર મારુ, સરદારોનો આજનો આનંદ અપૂર્વ હતો. ઓગણત્રીસ ઓગણત્રીસ વરસની ભયંકર જેહાદ પછી સ્વતંત્રતાનાં દર્શન થયાં હતાં, અસ્તિત્વનું ડૂબતું જહાજ આજ તરીને કાંઠે લાંગર્યું હતું. બધે આનંદની શરણાઈઓ બજી રહી હતી, પણ કિસ્મત તો જુઓ ! આ પ્રાણપ્રતિષ્ઠાનો આનંદ પૂરો થાય, એ પહેલાં પહેલે પગલે દેવળના મહાપૂજારીને બહિષ્કૃત કર્યાના સમાચાર બધે ફેલાઈ ગયા !
લોકો કહેતા હતા કે ધંધવાતું'તું તો લાંબા વખતથી, આજ અનુકૂળ હવાનો સ્પર્શ થતાં ભડકો થઈ ગયો !
અજિતસિંહ, મારુ દેશની ગાદી પર આવ્યો. ઈ. સ. ૧૭૦૭માં અને આ બનાવ બન્યો બરાબર એક વરસે. ઈ. સ. ૧૭૦૮માં વીર દુર્ગાદાસને અજિતસિહ પોતાની હદમાંથી દેશનિકાલ કર્યા ! જાણે ખોળિયાએ જ પ્રાણને ધક્કો મારી બહાર ર્યો ! મારે શો ખપ છે હવે તારો ?
જે સમાચાર સાંભળીને માનવાની કોઈ હા ન ભણે, ઊલટું સામેથી કહે કે કહેનાર દીવાનો ભલે હોય, પણ સાંભળનાર દીવાનો નથી ! બને જ કેવી રીતે ? આ બધા ભલા પ્રતાપ જ રાવ દુર્ગાદાસના છે. એમની ત્રીસ વર્ષની એકધારી એકરાગી સેવાના છે. આલમગીર જેવા ચક્રવર્તી રાજાની સામે અજિતસિંહ જેવા તો ક્યાંયના ક્યાંય ઊડી ગયા હોત, અરે દુર્ગાદાસ ન હોત તો મભૂમિની રજ પણ
142 D બૂરો દેવળ
Page #81
--------------------------------------------------------------------------
________________
ખોળવી મુશ્કેલ થાત ! કાં તો મોગલીઆ રાજ હોત અને મોગલી પાટ હોત, મંદિરને ઠેકાણે મસ્જિદ હોત, જનોઈને ઠેકાણે સુન્નત હોત !
વખાણ કોનાં કરીએ ! મરુભીમનાં કે મારુ જુવાનોનાં ? જે મરૂભૂમિએ ભગવાન રામચંદ્રના અમોઘ બાણને સામી છાતીનો પડકાર આપી, છેલ્લો વિસામો આપ્યો : જેને હરભમજી સાંકલા જેવા સિદ્ધ જોગીએ પોતાના ચરણારવિંદથી પવિત્ર કરી : જે જોધપુરીઆ ગઢના પાયામાં રાજિયા જેવા નરબંકાએ લોહીમાંસનાં ચણતર ચણ્યાં : જે સૂકી ધરતીમાં ચતરા ગહલોત જેવા માળીએ લોહીનો પરસેવો પાડી અનારની વાડીઓ રચી, જેની સ્વાધીનતા માટે જસવન્તસિંહ જેવા રાજાએ પોતાનો દેહ આપ્યો મોગલશાહને, દિલ આપ્યું હિંદુપદ પાદશાહીને, અને એ પ્રમાણે સદાકાળ ઝૂઝયો ને જ્યાં રઘુનાથદાસ ભાટી જેવાએ જાતભાઈઓને બચાવવા આલમગીરનું કારાગૃહ પસંદ કર્યું ને જીવતું મોત માણ્યું જેના અનુપસિંહ જેવા કલૈયા કુંવરો અઢાર વર્ષની ઊગતી જુવાનીમાં મહાન પહેલવાનો સાથે લડતાં મરાયા, આવી આવી વીર, ત્યાગ ને ટેકીપણાની કથાઓ હરએક રાઠોડના ઘરમાં ગુંજતી હતી : ને એ સહુના પર વીર દુર્ગાદાસે સતની ધજા ચઢાવી, બેઆબરૂ બનેલા રાજકારણી દેવમંદિરની પુન:પ્રતિષ્ઠા કરી : એ દુર્ગાદાસને, મારુ દેશના પ્રાણને પોતાના વતનમાંથી જ ધક્કો !
રે ! પ્રાણ વિનાનું ખોળિયું ટકશે શી રીતે ?
આવતી કાલની ચિંતા કરે એ અજિતસિંહ નહિ, કોઈ બીજા ! આજના સિંહસેનાપતિનો નિર્ણય હતો કે દુર્ગાદાસે મારવાડ છોડી દેવી ! લાજનાં લૂગડાંભેર છોડી દેવી ! કારણ અનેક હતાં, કહેવામાં સાર નહોતો. ચર્ચામાં ઊતરવા જતાં લાખનાં માણસ ત્રણ ટકાનાં થતાં હતાં.
ના, ના, તોય કંઈ વાંકગુનો ? સંસારમાં જેને વઢવું જ હોય એને વાંકગુનાનો પાર શો !
કહે છે, કે પોકરણ ગામમાં જ્યારે બધા સરદારો સલામીએ આવ્યા, ત્યારે સહુ સરદારોના ભેગો રાવ દુર્ગાદાસે તંબુ ન નાખ્યો. અલગ તંબૂ તાણ્યો. આમ કરવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે,
તો હવે વૃદ્ધ થયો. બધા ભેગો તંબૂ હું તો હવે તાણી રહ્યો, મારા દીકરાઓ સહુ ભેગો તંબૂ નાખશે.”
રાજની આજ્ઞાનું આ સ્પષ્ટ અપમાન નહિ તો શું ? રાજ કાજમાં સગા દીકરાનો પણ શિસ્તભંગ ચલાવી ન લેવાય ! નહિ તો રાજ કેમ ચાલે ? અંદબ કાયદા કોનું નામ 'રાય કે રંક, કાયદા સહુએ પાળવા ઘટે ? બક્ષિસ લાખની, હિસાબ કોડીનો, છતાં મહારાજા અજિતસિંહ એ વખતે કડવો ઘૂંટડો ગળી ગયા. મોટું મન
14 D બૂરો દેવળ
તે આનું નામ !
વળી તે વખતની વાત જુદી હતી. અપમાન ગળવાની ઘડી હતી, પણ મહારાજા અજિતસિંહ આજ સામાન્ય માણસ નથી. ઠેઠ દિલ્હી દરબારમાંથી “મહારાજાનો ખિતાબ એમને આવ્યો છે. જોધપુરને સર્વતંત્ર સ્વતંત્ર રાજ તરીકે મોગલ બાદશાહે સ્વીકાર્યું છે. ચિતોડના રાણાની ભત્રીજીનાં લગ્ન એમની સાથે થયાં છે. મારવાડમેવાડ લોહીના સંબંધ બંધાયાં છે ! આજની વાત અનેરી છે. મહારાજ જૂનો હિસાબ આજ ચોખ્ખો કરી રહ્યા છે.
ગુનેગારી રાવ દુર્ગાદાસને માથે મઢાઈ રહી છે. રાજકારણના બૂરા દેવળમાં ગુનેગાર તરીકે રાવ દુર્ગાદાસને ખડા કરવાની પેરવી ચાલી રહી છે !
રાઠોડ સરદારોએ દુર્ગાદાસ જેવાનો એક ગુનો માફ કરવા વિનંતી કરી. તો મહારાજાએ બીજો જૂનો ઘા ઉખેળ્યો, ‘મોગલ શાહજાદા અકબરશાહનાં પુત્ર-પુત્રીને પોતાની રજા વગર બાદશાહને પરત કર્યા, બાદશાહી મહેરબાની ને શાહીઇનામ મેળવવા જ ને ! મને પૂછવું પણ નહિ !'
વાંધો તો રાંડીરાંડ કાઢે એવો હતો ! ગાય પોતાનું દૂધ પી ગઈ એ આ આક્ષેપ હતો. પણ વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે : માટે તું બીજાનું મોં ગંધાય છે, એમ કહે છે !
રાજના હિતસ્વી મારુ સરદારોએ મહારાજાને સમજાવ્યું કે એ વખતે બધો ભાર એમના માથે હતો. એ ધારત તો થોડોક લાભ શું આખી મરભૂમિના સ્વામી બની શકત, શાહી મહેરબાનીનાં વાદળ જ્યારે ઇચ્છતા ત્યારે પોતાનાં ચરણો પાસે વરસાવી શકત. એમણે મારવાડને અને પોતાની જાતને જુદી જુદી લેખી નથી. આ ગુનો ગુનો નથી !
મહારાજા અજિતસિંહે આ વખતે પોકાર કરી કહ્યું : “મને દુર્ગાદાસનું મોં જોવું ગમતું નથી ! એમનું મોં જોઉં છું ત્યારે મને મારું દુ:ખી બાળપણ સાંભરે છે !'
સરદારોએ આ વાત પણ ન માની. તેઓએ કહ્યું કે દુર્ગાદાસ મભૂમિના મા અને બાપ બને છે, માની જેમ મભૂમિની રક્ષા કરી છે, બાપની જેમ એનું પાલનપોષણ કર્યું છે. એણે કદી પોતાનો સ્વાર્થ જોયો નથી. અને જોયો હોય તો પણ ગુનો થતો નથી, ગુનેગાર કે બિનગુનેગારની વ્યાખ્યાથી એ પર છે, મારવાડની એણે એવી સેવા કરી છે, આપની એણે એવી પરવરીશ (પાલન-પોષણ) કરી છે, કે એને માટે આપણી ચામડીના જોડા સિવડાવીએ તોય ઓછા છે !'
મહારાજાએ કહ્યું : ‘તમે જૂના માણસો નાની વાતને મોટી કરનારા છો. દુર્ગાદાસ રાજના નોકર હતા. એમણે જે કર્યું એ નોકર તરીકેનું કર્તવ્ય હતું ! પણ આ ફરિયાદ તો મને અબૂધ સમજી નોકર શેઠ થઈને બેઠો, તેની છે.'
સતની ધજા | 145
Page #82
--------------------------------------------------------------------------
________________
સરદારોએ કહ્યું : “આપ શોભા વગરનું બોલો છો. નોકર તો હજાર હતા. કેમ કોઈએ તમારા માટે માથું હોડમાં ન મૂક્યું !'
આખરે ઓગણત્રીસ વર્ષના આ જુવાને વિવેકની હદ છાંડી. એ વખતે ચૂપ રહ્યો. કહેવાય છે કે રાવ દુર્ગાદાસને દરબારમાં મળવા બોલાવ્યા, ને આંખનું કહ્યું સદાને માટે કાઢી નાખવા દરવાજે મારા તૈયાર રાખ્યાં.
અમદાવાદમાં જેવું હત્યાનું કાવતરું રચાયું હતું, તેવું આ કાવતરું હતું. પણ પેલું પારકા માણસોએ યોજ્યું હતું, તેવું આ ઘરનાં માણસોએ નિયોજ્યું હતું ! પેલું ભેદવું સહેલું હતું, આ ભેદવું મુશ્કેલ હતું ! ઘરના દીવા થરને બાળવા તૈયાર હતા.
પાળેલું વાઘનું બચ્ચું પાલકને પોતાના કાતિલ થયેલા નહોર ભરાવી ફાડી ખાવા માગતું હતું !
પણ જેની કુરબાનીઓ સામાન્ય લોકોના દિલમાં કીર્તિમંદિર રચીને બેઠી હોય, એનું લોકો વગર સેવકે સેવકનું કામ કરે છે.
આ વખતે એક જૂની વાત યાદ આવે છે. રાવ દુર્ગાદાસ સર્વધર્મી સલ્તનતની લાશ સાથે, એના પહેલા ને છેલ્લા શહેનશાહ અકબરશાહને મેવાડમાં આશ્રય દઈને પડ્યા હતા, નિશ્ચિત મને લાગેલા ઘાવને રૂઝવી રહ્યા હતા, ત્યારે મેવાડના જ દરબારની એક વૃદ્ધ દાસી આવીને એમને દિલહી દરબાર ને મેવાડ દરબાર વચ્ચે જોડાતી પયંત્રની કડીઓથી વાકેફ કરી ગઈ હતી. બોખા મોંની ડોશીએ કહેલું, | ‘રાવજી ! તમે કબરની ફિકર કરો છો, કે એ કબરની ?'
ને રાવજી ચેતી ગયા, આ કોશમાંથી વાદળ સરી જાય એમ ધીરે ધીરે મેવાડમાંથી સરકી ગયા. પાછળથી મેવાડ અને દિલ્હી વચ્ચે સંધિ જાહેર થઈ !
કહેવાય છે, કે ઇતિહાસ ફરી ફરીને બેવડાય છે. આજ એમ જ બન્યું.
રાવ દુર્ગાદાસ જ જોધપુરના દરબારમાં જવા નીકળ્યા હતા. હમણાં હમણાં રાજા સાથે ઓછી મુલાકાતો થઈ હતી. રાજ કાજમાં દુર્ગાદાસની દખલ ઇરાદાપૂર્વક ઓછી કરવામાં આવી હતી. રાવજી ઘણીવાર કહેતા : | ‘એનું છે ને એ સાંભળી લે, એનાથી રૂડું શું ?'
રાવજીએ દરબાર તરફ જતાં સાથીદારોને કહ્યું : ‘આપણે ફતેહપોળમાં થઈને પ્રવેશ કરીએ.’
કાં, હજૂર ?* - “મારા રાજા અજિત મોગલો પાસેથી જોધપુર આંચકી લીધાની એ નિશાની છે ! અને એના દરવાજે મૂકેલી પેલી ‘કિલકિલા' તોપ, મહારાજની ગુજરાતની સૂબેદારીની નિશાની છે. અમદાવાદના સલાપસમાં એ બનાવેલી છે !'
146 n બૂરો દેવળ
આમ રાવજી પોતાના રાજાની કીર્તિગાથા ગાતા આગળ વધ્યા, ‘પેલી શંભુબાણ ને ગજનીખાં તોપો જોઈ ? મોગલોની લડાઈમાં અમે ખેંચી લાવેલા.” રાવ દુર્ગાદાસ ભૂતકાળની સ્મૃતિનો આનંદ લૂંટી રહ્યા હતા.
‘હજૂર ! આપને ખબર જ હશે, કે રાવ ગાંગાએ બંધાવેલા ઘનશ્યામજીના મંદિરની મોગલસુબાએ મસ્જિદ બનાવેલી ! મહારાજે હુકમ આપ્યો છે, કે એને તોડીને મંદિર બનાવી નાખો ! મજૂરો પણ ઉત્સાહમાં આવી ગયા છે. ધડાધડ મસ્જિદ તોડાઈ રહી છે. ગૌમૂત્ર છંટાઈ રહ્યું છે ! દૂધથી તમામ જમીન ધોવાઈ રહી છે !'
દુર્ગાદાસ કંઈ ન બોલ્યા. એમના મોંથી એક કાવ્યપંક્તિ નીકળી ગઈ : ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર !'
એમ કરતાં દુર્ગાદાસ દુર્ગ પાસે આવી પહોંચ્યા. એકાએક દુર્ગની બહાર રહેતા એક વૃદ્ધ રાઠોડે આવીને ઘોડાની લગામ પકડી, ને એક સોરઠો લલકારતાં કહ્યું :
“ગોલા ઘણા નજીક, રજપૂતાં આદર નહિ,
ઉણ ઠાકરરી, ઠીક, પણ મેં પરસી રાજિયા !*** મહારાજ ! મારા ઘેર શિરામણ કર્યા વગર આગળ વધો તો ગૌબ્રાહ્મણના કસમ !' રાઠોડ જેનું નામ સાવનસિંગ હતું, તેણે કહ્યું,
| ‘અરે ! પણ ભલા માણસ ! જોતો નથી ? દરબારમાં જવા નીકળ્યો છું. ને વગર કારણે ને વગર નિમિત્તે આટલો આગ્રહ કાં ? અને આ દુહાનો મર્મ શો ?
અંદર પધારો. પછી બધું કહીશ.'
દુર્ગાદાસને મોડું થતું હતું છતાં આ જક્કી રાઠોડ પાસે નમતું તોળવું પડ્યું. પ્રજાના પ્રેમનો ભૂખ્યો આ પ્રજાનાયક, સદા પ્રજાને ખુશ રાખવા યત્ન કરતો.
સાથીદારોએ કહ્યું : મહારાજ ! રખાપણને મોડું થશે.” - ‘થશે ખરું, પણ આ રાઠોડોનું મોં કદી મારાથી તોડાતું નથી, એણે આપણા ધર્મયુદ્ધમાં ન જાણે કેટલા દીકરા આપ્યા હશે ? કેટલું સહન કર્યું હશે ? રૂડા પ્રતાપ આ લોકના છે ! એ મર્યા, આપણે ઊજળા થયા !
આમ બોલતા બોલતા દુર્ગાદાસ ઘોડા પરથી ઊતરી અંદર ગયા. દેવને પધરાવવા જે રીતે દેવળ શણગારાય, તેવા બધા શણગાર ઘરમાં સજેલા હતા. દેવની પધરામણી થાય, તે રીતે દુર્ગાદાસનું ભાવભીનું સ્વાગત થયું !
દુર્ગાદાસ મખમલી સિંહાસન પર બેઠા, કે પાસેના ઓરડામાંથી એક સ્ત્રી
* આજે ગોલા-ખવાસ વહાલા બન્યા છે, ને ૨જૂ પૂતોના આદરભાવ ઓછા થયા છે. પણ રાજિયો કવિ કહે છે કે જ્યારે લડાઈની નોબતો વાગશે ત્યારે કોણ રજપૂત અને કોણ ગોલા એની ખબર પડશે.”
સતની ધજા p 147
Page #83
--------------------------------------------------------------------------
________________
મંદમંદ ગતિએ ઝાંઝરના મીઠા ઝમકારે બહાર આવી. અંધારા ઓરડામાંથી જાણે ચાંદ બહાર આવ્યો, એની રૂપકૌમુદી ચારે તરફ પ્રસરી રહી.
‘માતાજી ' દુર્ગાદાસે બે હાથ જોડી નમસ્કાર કર્યા. એ રાજકારણમાં પડ્યા પછી ખાસ કરીને સ્ત્રીના પરિચયમાં આવતા નહિ, ને આવતા તો મા-બેન કહીને સંબોધતા.
‘રાવજી ! એ આપનાં પત્ની છે ' સાવનસિંગે કહ્યું.
મારાં પત્ની ?” દુર્ગાદાસને સાપ ડેસ્યો હોય એમ આઘાત થયો. તેઓ ગાદી પરથી અડધા ઊભા થઈ ગયા , એકાએક તલવાર પર હાથ ગયો. તેઓએ કહ્યું : “શું મને અહીં બોલાવી બદનામ કરવાનું કાવતરું તો રચ્યું નથીને ! સાવનસિંગ ! આગળ દુર્ગાદાસ છે હોં !'
‘રાવજીને બદનામ કરવાનું કાવતરું કરવું, એ સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે, સત્ય કથની છે. મહારાજ ! મા દુર્ગાની આણ છે, ઉતાવળ કરો તો, આપ શાંતિથી સાંભળો !
રાવ દુર્ગાદાસ એક અજબ હેરાનગતિમાં પડી ગયા. પેલી માધુર્યની મૂર્તિ સમી સ્ત્રી સામે આવીને લજ્જાવનત બેઠી હતી. મંદિરની કોઈ પૂજારણ પોતાના દેવ સામે બેસે, તેવી તેની અદા હતી.
રાઠોડ સાવનસિંગે કહ્યું : 'મહારાજ ! આ ફૂલાંદે નાનપણથી આપના સતધરમની પૂજારણ છે. એક વાર એને સ્વપ્ન આવ્યું કે એનાં લગ્ન આપની સાથે થયાં, ને આપ અને એણે લગ્નની પહેલી રાત મભૂમિનાં રણમેદાનમાં ઘોડાં પર માણી.’
- ‘ભલા માણસો ! તમે કોઈ દીવાનાની દુનિયાનાં લાગો છો. આવી બાલીશ વાતો માટે મારી પાસે સમય નથી. તોતા-મેનાના કિસ્સા જેવી વાત કરો છો. એક તરફથી તમારા વિશે મને શંકા આવે છે, બીજી તરફ તમારા ભોળપણ માટે મને હસવું આવે છે !' દુર્ગાદાસે પાસે પડેલી તલવાર હાથમાં લીધી ને ઊઠવા લાગ્યા.
- “મારી વાત સાંભળ્યા વગર જાઓ તો સિદ્ધ જોગીની આણ છે. રાવજી ! જાણું છું. તમે કયા કામે જાઓ છો. સામાન્ય અવસર હોત તો તમને રોકત નહિ, પણ હવે તો તમે પાછા વળો કે ન પણ વળો !'
| ‘તો શું ત્યાં સિંહાસન પર મારો રાજ્યાભિષેક થશે ? દીવાનો માણસ ! હાં, પૂરી કર તારી વાત !' દુર્ગાદાસ જાણે નગમતી વાત ગમતી કરતા હોય તેમ બોલ્યા.
‘મહારાજ ! પછી ફૂલાંદેએ પોતાની માતાને પોતાના જ્વાબી લગ્નની વાત કરી, પણ સહુએ હસી કાઢી. ‘ઘેલી છોકરી !' માએ કહ્યું. તારે દુર્ગાદાસ જેવો વર જોઈએ છે, એ જ ને !' એણે ચાર જુવાન ચૂંટીને ઘેર નોતર્યા ને ફૂલાંદેને કહ્યું કે જે
ગમે તેની સાથે વર ! રાવજી ! એ ચારમાં એક હું હતો. જો કે કોઈ રીતે મારો જોગ બેસે તેવો નહોતો. નાનપણથી હું પાપથી ડરનારો. સસલું મરતાંય સંતાપ થાય. ભગવાન શંકરના ત્રિનેત્રને પૂજનારો, પણ ઢીલો ઢીલો છતાં ખાનદાન બાપનો દીકરો એટલે ઊભો કરી દીધો. પણ રાવજી ! શું કહું ? ફૂલાંદેએ બધાને છોડી મને પસંદ કર્યો. સહુએ કહ્યું કે આપણે ત્યાં હંમેશાં કાગડો દહીંથરું લઈ જાય છે, જ્યારે અહીં તો હંસી હોંશે હોંશે કાગને વરે છે.'
‘રાઠોડ ! ખરો નસીબદાર તું !” દુર્ગાદાસે પેલી સ્ત્રી સામે એક ઊડતી નજર નાખતાં કહ્યું. પ્રૌઢ અવસ્થાભરી એ મદભરી મોહિનીનું ૩૫ ચાંદરડાં પાથરતું હતું.
‘રાવજી ! નસીબદાર તો છું જ , નહિ તો આમ રાવજી ને નિમંત્રવાનો અવસર મળત ખરો ? પણ પૂરી વાત સાંભળ્યા પછી કહેજો કે કોણ નસીબદાર છે ! લગ્નની પહેલી રાતે અમે મળ્યાં, ત્યારે ફૂલાંદેએ મને આંખમાં આંસુ ને મોંમાં આજીજી સાથે કહ્યું: ‘મારુજી ! મા દુર્ગાની સાક્ષીએ કહું છું. મનથી દુર્ગાદાસને વરી ચૂકી છું. હવે તમે અડશો તો મારી પવિત્ર જાત અભડાવશો. દુર્ગાદાસ સિવાય બીજા મારે ભાઈબાપ છે ! રાવજી ! ફૂલાંદેનું રૂપ તો કામણ કરતું હતું. બીજો કોઈ હોત તો, એની એક પણ ન સાંભળત. પણ હું નાનપણથી પાપભીરુ ! ધરમ, આત્મા, ઈશ્વરમાં આસ્થાવાળો, મેં કહ્યું કે બાઈ ! આ તું શું કહે છે ? દુર્ગાદાસ તો લખમણ જતિનો અવતાર છે – પરસ્ત્રી સહોદર છે. એ તારી સામે આંખ ઉઠાવીને પણ ન જુએ.”
ફૂલાંદે કહે : ‘હું જાણું છું. પણ હું રોગી કે દરદી સ્ત્રી નથી, કે જેને દરદ મિટાવવા વૈદ જેવા પતિની જરૂર પડે. મારે તો મીરાંને શામળિયો સ્વામી હતો. તેમ દુર્ગાદાસ છે. એમનું નામ સ્મરું છું, ને અંતરમાં તૃપ્તિ વળે છે. બાકી હવે તમારે સમજવાનું. બીજા વરને મૂકી તમને વરી, એનું કારણ આ જ છે, માનું છું કે તમે, પરસ્ત્રી જેવી મારી સાથે સંગ કરી મને પાપી નહિ બનાવો અને ખુદ પાપી નહિ બનો. મને મારો ધર્મભંગ કરી વ્યભિચારિણી નહિ બનાવો, કહેશો તો અગ્નિશરણ સુખેથી સ્વીકારીશ.'
‘રાવજી શું કહું ? શું બોલું ? મેં એના બે હાથ પકડી, મસ્તકે અડાડતાં કહ્યું : ‘તું મારી બેનડી ! હું તારો વીર’ એ દિવસેથી અમારી વચ્ચે એ નાતો રહ્યો છે. માણસ છીએ, દેવ નથી , દેવને પણ કામ પીડે છે, તો અમે કોણ ? પણે દેવસાખે કહું છું. કે અમે પવિત્ર રહ્યાં છીએ, આટલાં વર્ષ એ રીતે કાઢી નાખ્યાં છે. દરરોજ તમારી વીરગાથાઓ જાણીને એને સંભળાવતો. એ તરત તુષ્ટમાન થઈ જતી.”
‘સાવનસિંહ, તમારી વાતો નિરાંતે સાંભળવા જેવી છે. હવે મને રજા આપો.” દુર્ગાદાસે કંઈક કંટાળા સાથે કહ્યું. ‘રાવજી, હું જાણું છું કે દરબારમાં તમારી રાહ જોવાય છે. બહાર પણ
સતની ધજા p 149
148 B બૂરો દેવળ
Page #84
--------------------------------------------------------------------------
________________
સાથીદારો ઉતાવળા થઈ રહ્યા હશે, પણ જે માટે આપને તકલીફ આપી, એ વાત તો હવે શરૂ થાય છે.”
‘જલદી કહો, તમે એવી દીવાની દીવાની વાતો કરો છો કે મને કદાચ દીવાનો બનાવી નાખશો.’
‘રાવજી ! ગઈ કાલે ફૂલાંદેએ મને એકાએક કહ્યું કે હવે મારે સતી થવાનો વખત નજીક છે. મને એવી વાત સાંભળી આશ્ચર્ય થયું. અમે ભાઈબહેનની જેમ રહેતાં હતાં, પણ પૂરતાં સુખી હતાં. ફૂલાંદેએ ઘણીવાર કહેલું કે તમે પુરુષ છો, બીજી પરણો. પણ મેં ના પાડેલી, એની સતી થવાની વાત સાંભળી મેં કહ્યું, વળી કંઈ સ્વપ્ન આવ્યું ?
ફૂલાંદે બોલ્યાં : “ના, સ્વપ્ન નથી આવ્યું. રાજા અજિતસિંહે રાવ દુર્ગાદાસને મારવા માટે કારસ્તાન ગોઠવ્યું છે. એ માટે અહીંના કોઈ તૈયાર ન થયા તો, ઠેઠ દિલ્હીથી મારા બોલાવ્યા છે !'
સાવનસિંગને બોલતો અટકાવી દુર્ગાદાસ વચ્ચે બોલ્યા : ‘ઓ દીવાના લોકો ! દુર્ગાદાસને મારવાનું કાવતરું ને તે રાજા અજિતે ગોઠવેલું ? ખરેખર તમે દીવાનાં જ છો ! બીજાં કોઈ હોત તો મારી તલવાર શરમ ન કરત, પણ તમારી શકલ-સૂરત એવી છે કે, તેમને બે કઠોર વાક્યો કહેતાંય દિલ ચાલતું નથી !'
‘મહારાજ ! જૂઠું બોલે એને મા દુર્ગા ખાય. આમ બોલવાનું પરિણામ અમે ગંભીરપણે જાણીએ છીએ. પણ સતીમા કદી જૂઠું નથી બોલ્યાં, પહેલાં તો મેં પણ વાત હસવામાં ઉડાવી દીધી, સ્ત્રીના શક્તિ સ્વભાવની ટીકા કરી, પછી મેં પણ તપાસ કરી તો વાત સાચી નીકળી. દિલ્હીના મારા એવા આવ્યા છે કે કમર પર બાંધેલી પટ્ટી જેવી તલવાર એમની પાસે છે. એક વાર ભેગાં માણસનાં આંતરડાં બહાર કાઢી નાખે અને એ તો મારા પણ જાણે છે, કે બીજા વારનો વખત દુર્ગાદાસ ન આપે !' | ‘કોઈ વાતની ચિંતા ન કરશો. ત્રીસ વર્ષમાં દુર્ગાદાસ ઉઘાડે છોગે લડ્યો છે. ઈશ્વર એને બચાવનારો છે !'
ના મહારાજ ! ફૂલાંદેએ મને ઘણું સુખ આપ્યું છે. આ તો એનું કામ છે. એટલું એના કાજે ન કરું તો, મારા બેઠાં એનો સૌભાગ્ય ચૂડો ખંડિત થાય, મારું જીવ્યું નજીવ્યું સરખું થઈ જાય. બે પળ થોભો. જુઓ. હમણાં હું આવ્યો !'
ને વૃદ્ધ રાઠોડ સાવનસિંહ વીજળીની વરાથી બાજુના ઓરડામાં સરી ગયો. ફૂલાંદે ને દુર્ગાદાસ બે પળ એકલાં રહ્યાં, પણ ફૂલાંદેની નીચી નજર ઊંચી ન થઈ. એની નજર રાવજીના ચરણ પર જ સ્થિર હતી ! બાહ્ય સૌંદર્ય કરતાં જાણે એ નારી નરનાં આંતર સૌંદર્યની પિપાસુ હતી. દુર્ગાદાસ પણ એવા રૂપ-રાશિ પર નજર કર્યા
150 B બૂરો દેવળ
વગર, આ પૃથ્વી પર આવાં ખ્વાબી લોકો પણ વસે છે, એનો વિચાર કરી રહ્યા.
થોડી વારમાં દવ દુર્ગાદાસનો બીજો અવતાર હોય તેમ, નખ-શિખ તેવા જ પોશાકમાં ને તેવાં જ શસ્ત્રોમાં સજ્જ થઈને સાવનસિંગ બહાર આવ્યો, ને બોલ્યો :
‘દરબારમાંથી પાછાં ફરતાં* ચૂક થવાની છે, એ વખતે આપની જગ્યાએ હું આવી જઈશ. આપ પાછળના દરવાજેથી સરકી જજો.’
દુર્ગાદાસે જિંદગીમાં આવો અનુભવ નહોતો કર્યો. ઊભા થતાં એમણે કહ્યું :
‘ચિંતાની જરૂર નથી, દગો હશે તો ય ભરી પીશ. મને બાળક ન સમજજો. આલમગીર જેવા મહાન બાદશાહ સાથે ઓગણત્રીસ વર્ષ કાઢ્યાં છે, તો આ બધા કોણ ? તમે જો બહાર પડશો તો અજિત તમને જીવતા નહિ મૂકે, સાવનસિંગ ! મારું હું ફોડી લઈશ. ચિંતા ન કરશો
મારી બેનનો ચૂડો !'
‘સતિયાં નરનાર છો. તમારી જોડ અખંડ રહેશે !' ને એટલું બોલતા, પોતાનો પીછો છોડાવતા હોય તેમ, દુર્ગાદાસ દોડીને બહાર નીકળ્યા, પેલી ગોરી ફૂલાંદે તો જતા કંથને જોવાને બદલે એના ચરણકમલને નીરખી રહી હતી ! દુર્ગાદાસે એ રૂ૫ તરફ વિદાયની નજર પણ ન નાખી.
મોડું થયું હતું. દરબારમાં રાજાજી રાહ જોતા હશે, ઘોડા વેગથી ઊપડ્યા. થોડીવારમાં દરબારમાં સહુ હાજર !
રાવજી અને રાજાજી મળ્યા, અંતરના હેતપ્રીતથી મળ્યા.
રાજા અજિતની વાતોમાં ભારે મીઠાશ હતી. એણે જુદાં જુદાં કામો બાબત રાવજીની લાંબી લાંબી સલાહો લીધી. સરદારોને સંતોષ થયો કે ચાલો, બે શક્તિઓ વચ્ચે જાગેલો સંઘર્ષ ઓસરી ગયો, ને સુખદ મિલન શક્ય થયું !
વિદાય પણ ખૂબ પ્રેમભરી થઈ. બંને પ્રેમભરીને ભેટયા. રાજા અજિત રાવ દુર્ગાદાસને થોડે સુધી વળાવવા ગયા. દરબારના જૂના સરદારોની આંખમાં આ પ્રેમવિદાય જોઈ આંસુ આવ્યાં.
મહારાજની વિદાય લેતાં રાવ દુર્ગાદાસે કહ્યું,
‘મહારાજ ! આપના પિતાએ મને એક ગુપ્ત ખજાનો સુપરત કર્યો હતો. આપ યોગ્ય ઉંમરના થયા છો, હવે એ ધરોહર આપ સંભાળી લો. એની ચાવીઓ ઘેર છે ! કોઈને સાથે મોકલો. તરતમાં મોકલી આપું.”
રાજા અજિત વિચારમાં પડી ગયો. ગુપ્ત ખજાનો !૨, જોધપુરરાજને દ્રવ્યની ખૂબ જરૂર હતી. દુર્ગાદાસને કંઈ થાય તો ખજાને ખોટ આવે. એણે પોતાના
* ચૂક-દગો
સતની ધજા p 151
Page #85
--------------------------------------------------------------------------
________________
21
પાશવાનને ઇશારો કરી દરવાજા પરથી મારાઓ દૂર કરવા જણાવ્યું. ને પોતાને જાણે કોઈ સલાહસૂચના લેવાની બાકી હોય તેમ દુર્ગાદાસને પાછા બોલાવ્યા, ને થોડી વારમાં ચર્ચામાં રોક્યા.
પાસવાનોએ થોડી વારે રાજાને સંકેતથી મારાઓ દૂર થયાના સમાચાર આપ્યા, એટલે રાવને જવા દીધા. માર્ગમાં સામે જ દુર્ગાદાસનો પોશાક પહેરેલો પેલો રાઠોડ વીર સાવનસિંગ મળ્યો. બધા પરસ્પર મજાક મીઠી કરતાં આગળ વધ્યા.
રાવ દુર્ગાદાસ સહીસલામત બહાર નીકળી ગયા. ઘેર આવ્યા તો બધે મારાઓ ગોઠવાયાના સમાચાર ફેલાઈ ગયા હતા. પ00 રાઠોડ સરદારો ઘોડા પર જીન નાખીને તૈયાર ખડા હતા, રાવ દુર્ગાદાસ પણે ફરી ઘોડે ચડી ગયા. એ દહાડે માતૃભૂમિને છેલ્લા નમસ્કાર કરી, એક પણ કડવો શબ્દ બોલ્યા વિના એ ચાલી નીકળ્યા !
છેવટે સીમાડે આવેલી નાગણચી માતાની મૂર્તિ સમક્ષ ઘોડા પરથી જ માથું નમાવતાં એ બોલ્યા :
હે મા ! મારાં કૃત્યોની તું સાક્ષી છે ! મારા રાજાએ એક વાર કહ્યું હતું કે દુર્ગો ડૂબતા મારવાડને ટેકો આપશે. મેં ત્રીસ વર્ષ ટેકો આપ્યો ન જે વો આવડ્યો તેવો આપ્યો. હવે રજા લઉં છું, મા !”
પોતે જેને રાજા બનાવ્યો, એને વિશે એક પણ હલકો શબ્દ કહ્યા વગર દુર્ગાદાસ નીકળી ગયા.
પણ લોકજિજ્ઞાસા બાંધી બંધાઈ રહે તેવી હોતી નથી ! ટૂંક સમયમાં લોક સમુદાય આ વિખવાદના મૂળને-જેવું મળ્યું તેવું - જાણી લાવ્યો !
બૂરા દેવળના બંદાઓ
પ્રસંગ એવો કહેવાતો હતો, કે આ બૂરો દેવળ જ્યાં બંધાયું છે- એ જ સીમમાં મહારાજા અજિત એક વાર રાતવાસો રોકાયા હતા. એ રાતે સરખેસરખા મિત્રોની મહેફિલ જામી ગઈ.
અજિતના મિત્રો વિશે રાવ દુર્ગા ઘણી વાર નારાજગી પ્રગટ કરતા. એ જુવાન રાજાને બોધ આપતા કે સિંહાસને પવિત્ર વસ્તુ છે. રાજા ઈશ્વરનો અંશ છે. હલકા સંસ્કારના લોકોની સોબત સિંહાસનપતિને ન શોભે.
રાજા અજિત રાવ દુર્ગાના મોં ઉપર તો કંઈ ન કહેતો, પણ પાછળ કહેતો કે મારે મારા મિત્ર કેવા રાખવા, એ પણ રાવજી નક્કી કરે, તો મને રાજા તરીકે રાખવાની જ શી જરૂર છે ? એના કરતાં એ પોતે જ રાજ ચલાવે તો શું ખોટું ?
મિત્રોએ કહ્યું : “એ તો કહેતા ભલા, ને આપણે કરતા ભલા. બૂઢા લોકો જરા ચોખલીઆ હોય છે !'
એ રાતે મહેફિલ પછી શરાબની શીશીઓ ફૂટી. ખૂબ પીધો - ખૂબ પિવરાવ્યો. શરાબ પછી સુંદરીઓ જોઈએ જ ! હંમેશાં તો બેએક રાણી, ચારેક ખવાસણો સાથે રહેતી.
મહારાજાને સ્ત્રીનો ખપ લગભગ હંમેશાં રહેતો. એના મૂળમાં એમ કહેવાતું કે મહારાજે કોઈ અજબ રસાયણ ખાધું હતું. એ રસાયણમાં એવો ગુણ હતો કે એમને શૃંગારરસના અધિપતિ ને વીરરસના માલિક બનાવતો. એમની પાસે એક વૈદ હતો. વૈદ એટલે તૃણ કાષ્ઠ ઔષધિનો વૈદ નહિ : પૂરો પાકો રસર્વેદ ! અભિમાન સાથે એ કહેતો કે મહારાજ મારું અગદ લઈને સો સ્ત્રી સાથે સુખ ભોગવે ! સો કોસ એક રાતમાં ઘોડા પર જાય. થાકનું નામ ન મળે અને ખરેખર, આ બાબતમાં મિત્રોમાં અને
152 B બૂરો દેવળ
Page #86
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓમાં રાજા અજિતની વીરતા ગવાતી.
પણ આજે આ જંગલમાં, સુંદરી જડે ક્યાંથી ? ને ન જડે તો મહારાજની રાત બગડે એનું શું ? આજ સુધી કદી ઊભો ન થયેલો એક મૂંઝવતો પ્રશ્ન ખડો થઈ ગયો, પણ હજારોની શત્રુસેના વચ્ચે આરપાર નીકળવાનો માર્ગ શોધનાર આ મારુ વીરોને, આ આ મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઢતાં વાર ન લાગી.
હડકાયા કૂતરા જેવા થોડા રાજસેવકો આજુબાજુના ગામડામાં જઈ પહોંચ્યા. દુર્ગાદાસની લોક ક્રાન્તિના દિવસો હતા. જનપદ નિરાપદ હતાં. રાજસેવકો ટૂંઢતા ટૂંઢતા નજીકના ગામમાં આવ્યા. ઘેર ઘેર ફરવા લાગ્યા, એ ક ઘરમાં એમણે પોતાનું ઇસિત જોયું. બાર વર્ષની પૂનમના ચાંદ જેવી કન્યા, ઘરમાં રૂપનાં અજવાળાં પાથરતી જોઈ. સહુએ એ ઘેર ધામા નાખ્યા.
| ભોળા ગૃહપતિએ ને સુશીલ ગૃહિણીએ રાજ સેવકોને ઝાઝાં આદરમાન દીધાં. પણ આ તો જેનું અન્ન ખાધું એનું અન્ન હરામ કરનારા હતા. થોડી વારે માબાપને ઘરના ઓરડામાં પૂરી કન્યાને ઉપાડી ચાલતા થયા.
| બાર વર્ષની કન્યા મૃગલીની જેમ ફાળ ખાઈ ગઈ. કર્મચારીઓએ જઈને વૈદરાજને એ કાચી કળી સોંપી. વૈદરાજે એને કંઈક ખવરાવ્યું, કંઈક શલાકા જેવું એનાં કોમળ અંગોમાં ભોંક્યું. એ પછી એ કોમળ કન્યાને રાજાના શયનગૃહમાં મોકલી આપવામાં આવી !
બૂરા દેવળની આ ભૂમિ આખી રાત અસહાય અબળાની ચીસોથી કંપાયમાન રહી. સવારે છુંદાયેલી એ કળીને વૈદરાજને હવાલે કરવામાં આવી. વૈદરાજે મહારાજની પ્રસન્નતા ને છોકરીની દુર્દશા જોઈ પોતાના *અગદની સફળતાનો આનંદ માણ્યો. એમણે છોકરીને સ્વસ્થ કરવાના પ્રયત્ન શરૂ કરતાં રાજ સેવકોને કહ્યું :
‘કાચી કળીની મજા ઓર છે. મારા ઔષધનો ચમત્કાર તો જોજો. અત્યારે છૂંદાયેલી ચિમળાયેલી આ કોમળ કળી, સાંજે પૂનમના પોયણા જેમ ખીલી ઊઠશે !'
સહુ યાર દોસ્તો આ સાંભળી હસી પડ્યા, ને એમના અગદની તારીફ સંભળાવવા વારંવાર આગ્રહ કરવા લાગ્યા. વૈદરાજ પણ સોળે કળાએ ખીલ્યા. તેમણે કહ્યું :
અમે આપેલું એક તાંબુલ, એક શલાકા, એ ક ગુટિકા, એક ચાવલભાર ભસ્મ માણસને નવયૌવન બની શકે છે ! એ ખૂબી દેશી વૈદકની અને એમાંય લાખમાં એક એવા અમારા રસવૈદોની છે ! વીજળીથી વૃક્ષ નાશ પામે એમ અમારા રસાયણથી અગિયાર પ્રકારનો થય, પાંચ પ્રકારની ખાંસી, અઢાર પ્રકારનો કોઢ, પાંડુ, પ્રમેહ,
શૂલશ્વાસ, હરસમસા ને તમામ પ્રકારના ત્વચા રોગ નષ્ટ થાય છે : સૂર્યને જોઈ અંધકાર નષ્ટ થાય તેમ.”
‘વૈદરાજજી ! ખાનગી ન હોય તો આપ કઈ કઈ વસ્તુનો અગદ તરીકે ઉપયોગ કરો છો, તે પણ કહો. અમારે કંઈ તમારો ધંધો પડાવી લેવો નથી. આ તો જાણવાના કુતૂહલ ખાતર પૂછીએ છીએ.’ રાજસેવકોને વૈદરાજની વાતોમાં રસ પડ્યો.
‘હું અન્ય વૈદો જેવો ખાનગીમાં માનનારો નથી. અત્યારે મારી પાસે પારદ રસનો પ્રયોગ છે.”
પારદ એટલે તો પારો ને ?'
‘હા, પણ પારો કહેવાથી ચાલતું નથી. એ વિષ પણ છે. જો એને સિદ્ધ કરતાં ન આવડ્યું તો, માણસને ગાંડો, અપંગ બનાવે છે : ને શીધ્ર મૃત્યુ પમાડે છે ! લાખ વૈદોમાં હજાર વૈદો આ પારા વિશે જાણે છે. હજારમાં સો વદો પારદનું મારણ જાણે છે. ને સોમાં બે રસવૈદો જ એ પ્રયોગમાં મૂકી શકે છે !'
‘સોમાં બે જણા જ ?'
‘હા, માટે જ સંસારમાં રસવંદની ખ્યાતિ છે. તૃણ-કાષ્ટ ઔષધના વૈદોની અમારે ત્યાં કોઈ ગણતરી નથી. એ માત્ર કોડી ઉપાર્જન કરનારા વૈદો છે, જ્યારે રસર્વેદ એક પ્રયોગે લાખો રૂપિયા કમાઈ શકે છે, રસવંદ રાજવૈદ ક્યારે થઈ શકે, એનીય અમારે ત્યાં કસોટી છે, એ જાણો છો ?' વૈદરાજ ખીલ્યા હતા. આ વાતમાં એમનું અભિમાન પોષાતું હતું તેમજ તેમની જાહેરાત પણ થતી હતી.
‘ના જી !'
‘અમારા શાસ્ત્રમાં એક શ્લોક છે. એમાં કહ્યું છે, કે જેને સાત કંચુકીવાળા પારાને સ્વેદન આદિથી જ્યાં સુધી શુદ્ધ કરતાં આવડવું ન હોય, જ્યાં સુધી એ પારાને મૂર્જિત કરતાં શીખ્યો ન હોય, ગંધકની સાથે એને બાંધવાની આવડત આવડી ન હોય, હીરા ને અભ્રકને ભસ્મસાત કરતાં જાણ્યું ન હોય, સુવર્ણ માલિક આદિ ઉપધાતુઓને શુદ્ધ કરવાનો કસબ પિછાણ્યો ન હોય, વિષને મારતાં, તૈલપાક કરતાં આવડ્યું ન હોય, એ રસવંદ રાજાઓની પાસેથી રાજવૈદની પદવી પ્રાપ્ત કરવાની આશા પણ સેવી શકતો નથી !'
| ‘ભારે કસોટી ! આ બિચારા ટઈડકુંજિયા વેદોની આમાં કા ગતિ ?” એક વિદ્વાન લેખાતા પાસવાને જરા શબ્દોની છટા સાથે કહ્યું.
‘કવિવર કોકિલજી ! સાહિત્યના જેમ અનેક પ્રકાર છે, તેમ અમારે ત્યાં ચિકિત્સાના પણ અનેક પ્રકારો છે. પણ એમાં મુખ્ય ચિકિત્સા ત્રણ પ્રકારની હોય છે. દૈવી, માનવી ને આસુરી. દૈવી ચિકિત્સાવાળો વૈદ જ રાજાઓમાં પ્રિય છે. અસાધ્ય રોગોમાં એક ચાવલભાર એની દવા અજબ ચમત્કાર સર્જી શકે છે. સો માઈલ
બૂરા દેવળના બંદાઓ [ 155
* અગદ એટલે ઔષધ,
154 B બૂરી દેવળ
Page #87
--------------------------------------------------------------------------
________________
ચાલેલો ઘોડો અમારી એક ગોળી લેતાં, બીજા સો માઈલ વગર થાકે ચાલ્યો જાય છે.' વૈદરાજે અજબ રહસ્ય પ્રગટ કર્યું હોય તેમ પોતાની આંખો ફાડીને બધાની સામે જોતાં કહ્યું.
| ‘અભુત !' વૈદરાજની વાતોથી આશ્ચર્યમાં પોતાનું ડાકલું ફાટી ગયું હોય, તે ચેષ્ટા કરતાં રાજસેવકોએ કહ્યું.
એમાં અભુત કાંઈ નથી. આ તો ઘોડાની વાત થઈ. કહેશો કે જાનવર પર તમારી દવા કામ કરે એમાં શી બહાદુરી ? પણ, ના, માણસ પર પણ એ જ ચમત્કાર સર્જે છે. જે રાજાને ત્યાં આ પહેલાં હું હતો, એમની જ વાત કહું. એ રાતે રાજાજી સાત નવીન રાણીઓ સાથે આખી રાત અંતઃપુરમાં રમ્યા હતા. સવારે બનારસથી પાંચ ગણિકાઓ લઈને તેમના અનુચરો આવી પહોંચ્યા. ગણિકાઓ પણ કેવી ! આકાશની પરીઓ જેવી ! સહુ કહે, ગજબ થયો. મહેનત માથે પડી. મહારાજથી તો પથારીમાંથી ઊઠી કે બેસી શકાતું નહિ ! મને એ વખતે મહારાજે યાદ કર્યો. મેં એવી દવા આપી કે મહારાજ તરત જ સ્વસ્થ થઈ ગયા, ને ગણિકામંડળને લઈને ઊપડી ગયા વનવિહારે ! સાંજે એમણે મને બોલાવી, ભરદરબારમાં માન કરી, મુખ્ય રાજવૈદની પાઘડી ને શેલું આપ્યાં.'
‘શાબાશ, વૈદરાજ ! તમારી પાસે તો અલોકિક સિદ્ધિ ઓ છે.’ | ‘આમાં કાંઈ નવું નથી, મારા ઘરનું કાંઈ નથી, શાસ્ત્રોમાં બધું લખ્યું છે, પણ કોણ ભણે છે ? મેં તો પૂરાં બાર વરસ કાશીના ઘાટ પર આ શીખવામાં ગાળ્યાં છે ! ગુરુના ચરણ પાસે જ પડ્યો રહેતો. અરે ! મારા ગુરુ પાસે તો આનાથી પણ અજબ કીમિયા હતા. પહેલાંના વખતમાં એક રાજા હજાર હજાર સ્ત્રીઓ સાથે રમણ કરતા, એ આવી મહાન વિદ્યાને આભારી હતું ! મારા ગુરુ પાસે એક શ્રેષ્ઠીપુત્ર આવતો. એના ઘરમાં સુંદર સ્ત્રી હતી, પણ કજોડું હતું. પેલી રસિકા પતિને નિમંત્રણ કરતી, ત્યારે પતિને શરીરે કંપ છૂટતો. એ ભાગીને ગુરુ પાસે આવતો. ગુરુને એક વાર આ ભક્ત પર દયા આવી. પોતાની પાસે પાનની પેટી પડી હતી. એક પાન લઈને અંદર જઈને એક શીશીમાંથી એક સળી બોળીને એના પર ઘસી. પછી પાન વાળીને પેલા શ્રેષ્ઠીપુત્રને આપ્યું ને કહ્યું : “આ લે, ને નિર્ભીક થઈ ઘેર જા !' શ્રેષ્ઠીપુત્ર ડરતાં ડરતો ઘેર ગયો, પણ બીજે દિવસે સવારે રૂપિયાની થેલીઓ સાથે આવીને ગુરુના પગમાં પડ્યો, ને ગદ કંઠે બોલ્યો : ‘ગુરુજી ! આપનો તાંબુલ મંત્ર ફળ્યો. મારી પત્નીએ કબૂલ કર્યું છે, કે હવે હું સતી થઈને રહીશ. આપની ભેટ માટે આ લાવ્યો છું.’
- ગુરુએ કહ્યું: ‘મારે એ ન જોઈએ. સો ગાયની એક ગૌશાળા ને મહાદેવ તથા મારુતિનું એક મંદિર બનાવી દે !' વૈદરાજ ખૂબ ચગ્યા હતા. રાજસેવકો વૈદરાજને ફૂલાવતા જતા હતા. બીજી તરફ પેલી બેહોશ છોકરી ભાનમાં આવતી હતી.
156 B બૂરો દેવળ
વૈદરાજે એક શલાકા લીધી, કોમળ કન્યાના અંગમાં ભોંકી ને ગર્વથી છાતી ફુલાવી સહુની સામે જોઈને બોલ્યા :
| ‘જુઓ, હમણાં આ કન્યા ઊભી થશે. ભાનમાં આવતાં ભયથી ધ્રુજી ઊઠશે. દોડશે, ભાગશે. તમે કોઈ તેને રોકશો નહિ, કેવી દોડે છે, એ જોજો ! કેટલે દૂર જાય છે, એ જોજો. પછી તમારા ઘોડાને એને આંબતાં કેટલી વાર લાગશે ?”
‘વૈદરાજજી ! આ પ્રયોગ તો કમાલ કહેવાય. અમને એ વિશે કંઈ સમજાવશો ?”
‘શા માટે નહિ ? અમારા પૂર્વજો જેવો હું નથી, એમની વિઘા એમના દેહ સાથે ખાખ થઈ જતી, ને અહીં તો ઉઘાડાં પત્તાં છે. આવડે એ રમે. મારી પાસે કંઈ ખાનગી નથી. પણ કોઈ માડી જાયો મારી સામે આવીને રસસિદ્ધ તો કરે ! અરે ! આનું તો મેં કહ્યું તેમ મોટું શાસ્ત્ર છે, ભણતાં જિંદગી પૂરી થઈ જાય. ભણ્યા પછી પ્રયોગમાં જરાક ચૂક્યા કે ખલાસ. પદે પદે જોખમ છે. આવાં અગદો રાજરજવાડાંને ઝરે, એ ખાઈ શકે. કંઈ કેટલું ઘી, દૂધ, મધ જોઈએ, વળી એમાં ચરી કેટલી સાચવવાની ! ચરી ચૂક્યા કે... વૈદરાજ જરા ગર્વથી સહુ સામે જોઈ રહ્યા.
| ‘હાં, ચરી ચૂક્યા કે ?' હજૂરિયાએ વાતનો છેડો યાદ કરી આપી, વાત આગળ વધારવા પ્રેરણા કરી. તેઓ પણ વૈદરાજને ખુશ કરી અંગત લાભ સાધવાની ઇચ્છા સેવી રહ્યા હતા.
‘ચરીમાં ચૂક કરી કે મર્યો દરદી ને મર્યો વૈદ, મારી જ વાત કહું. અમારું કામ જ રાજરજવાડાં સાથે, અને રાજ રજવાડાંના ખેલ તો તમે જાણો છો ! એક રાજા સાવ નપુંસક. પોતાની એબ ઢાંકવા એક નહિ, પણ સાત રાણીઓ પરણેલા. | ‘અચાનક મારો ભેટો રાજ માતા સાથે થયો. બિચારોએ કહ્યું કે દીકરો નપુંસક છે. જો એને ઘેર દીકરો ન જન્મે તો દીકરા વગર રાજ જતું રહે. જો કે મેં દીકરો લાવવાની જોગવાઈ કરી છે, પણ ભાઈ ! ખૂંદનો ફેર એ ફેર જ ને ! ઘાંચી, મોચી ને બાવાના દીકરા આજ રાજા થઈ બેઠા છે, એમાં રજપૂતીની શાન ક્યાંથી આવે ?
કહ્યું, ‘ફિકર નહીં ! તમે આ તમારા પેટના દીકરાથી થયેલો દીકરો જોશો.’
તરત પ્રયોગ આદર્યો. દવા આપી. ખાવામાં સાઠી ચાવલ ભાત ને મગની દાળ. રાજાના દીકરાને આ રચે ?ચે તો નહિ પણ કરે શું ? આ તો રાજાનું શરીર ! ન જાણે મારા પહેલાં એ શરીર પર કોણે કોણે કેવા કેવા પ્રયોગો નહિ કર્યા હોય ! મેં એના શરીરને પંચકર્મ-પાચન, નેહન, વેદન, વમન, રેચનથી શુદ્ધ કર્યું. નહિ તો અમૃત પણ વિષ થાય. પછી પ્રારંભિક અભ્રક ભસ્મ આપી. હવે મારે જે દવા આપવાની હતી, તે ફક્ત ત્રણ રતીભાર જ આપવાની હતી, પણ એને પચાવતાં આખું વર્ષ નીકળી જવાનું હતું. વર્ષભર મારે તેમની દરકાર રાખવાની હતી. મારા માટે ભારે કસોટી હતી. કહ્યું છે, કે
બૂરા દેવળના બંદાઓ D 157
Page #88
--------------------------------------------------------------------------
________________
नारीसंगाद्विना देहे ह्यजीर्ण तस्य जायते ।
मैथुनाच्चलिते शुक्रे जायते प्राणसंशयः ।। ‘ઘોડાને ઘાસ બતાવવું, ઘાસે બતાવી તેનું દિલરંજન કરવું, પણ ઘાસ ખાવા ન દેવું, એવું કપરું કર્તવ્ય હતું. એ પ્રમાણે પળાવતો પણ હતો. આ વખતે રાજાએ યોગીની જેમ રહેવાનું હોય છે : ન અધિક ખાવું, ન અધિક પીવું, ન અધિક સૂવું, ન અધિક જાગવું. ન સ્ત્રીઓ પાસે બહુ વાતે ચઢવું. જલક્રીડા, ક્રોધ, હર્ષ, દુઃખ, ચિંતા છોડી દેવી, કપૂર ને સુંઘવું, અંગવિલેપન ન કરવું.
“આવું આવું. રાજાએ બધું પાલન કર્યું.’
‘હવે પ્રયોગ પૂરા થવાના દિવસો પાસે હતા, ત્યાં રાજા ઓઠમી રાણી પરણ્યા. વ્યાવહારિક રીતે ખરાબ ન દેખાય, તે માટે એક રાત મારાથી અલગ સૂવાની મેં છૂટ આપી. પણ મારું ભાગ્ય ફૂટેલું હતું. સવારે તો શયનગૃહમાંથી મહારાજનું પ્રાણહીન
ક્લેવર મળ્યું. ને નવીન રાણી પણ મૃતપાયઃ મળી, મારો ઘડો લાડવો જ થઈ જાત, પણ હું મહામુશ્કેલીએ જીવ બચાવીને ભાગી છૂટ્યો !
| ‘અજબ તમારી વિદ્યા છે. જેટલી લાભની આશા, એટલી જ હાનિની ! રાજાનાં મોટાં અંતઃપુરો કેમ નભતાં હશે, એ આજ તમારી પાસેથી બરાબર જાણ્યું. પણ આ શાસ્ત્ર ક્યું ને કોણે બનાવ્યું !”
| ‘આ શાસ્ત્ર ખુદ મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું છે. એનું નામ રસશાસ્ત્ર, આ રસશાસ્ત્ર એવું છે કે વિધિપૂર્વક પ્રયુક્ત થાય તો ભીમ-અર્જુન જેવા પુરુષો આજે પણ પેદા થાય. એક પુરુષ સો સ્ત્રી સાથે સુખ ભોગવે, અથવા એક સ્ત્રી સો સંતાનને જન્મ આપી શકે અને છતાં તંદુરસ્ત રહે. સંસારનાં સુખમાત્ર સહજ ભાવે ભોગવે, એ આ શાસ્ત્રની કરામત છે. રેંજીપેંજીનાં ત્યાં કામ નથી. આ રસશાસ્ત્રની રચનાનો મૂલાધાર પારો છે. પારાને મારા શાસ્ત્રમાં મહાદેવજીનું વીર્ય કહેવામાં આવ્યું છે !
‘ભારે શાસ્ત્રના જાણકાર છો, વૈદરાજ જી !'
‘ન હોઈએ તો ચાલે કેમ ! અમે રાજના જ વૈદો. આમ જનતા અમને જાળવી પણ ન શકે, ન અમારી દવા જીરવી શકે. અમે એમને અમારા આંગણે ઊભા પણ રહેવા ન દઈએ. અમે જીવનભર આવા આવા અજબ નુસખા* શોધ્યા જ કરીએ, જે પળવારમાં જાદુ ચમત્કાર કરી બતાવે. એક વાર ધારીએ તો મડાને બેઠું કરી શકીએ. ડગલું ભરવું દોહ્યલું થયું હોય, એને દોડીને ડુંગરા ઠેકતો કરી દઈએ, પણ એ બધું રાજા મહારાજાઓ માટે. સામાન્ય લોકોનું એમાં કામ નહિ, એમનું ગજું પણ નહિ.”
વૈદરાજ અને રાજ મંડળ આમ વાતે વળગ્યું હતું : બીજી તરફ ધીરે ધીરે પેલી
બિલાડીના પંજામાં પીંખાયેલી કબૂતરી જેવી કન્યા ભાનમાં આવી રહી હતી. એનાં ખોટાં પડી ગયેલાં અંગોમાં ચૈતન્યનો આછો પ્રવાહ વહેતો થયો હતો. એણે ધીરેથી આંખ ઉઘાડી. મૃગલીના જેવી એમાં કાતરતી હતી, એના ગૌર દેહ પર હજીય લીલાં ચકામાં હતાં, ને કપોલ ને બીજા સુકુમાર ભાગો પર નાના નાના ઘા હતા.
કન્યા આળસ મરડીને બેઠી થઈ. થોડી વાર ચારે તરફ જોઈ રહી. વૈદરાજે પાસે જઈ એક નાનું શું તાંબુલ તેના મોંમાં મૂક્યું. એના ઘાયલ અધરોષ્ઠ સૂઝી ગયા હતા.
કન્યા સ્મૃતિહીન હતી. એ કંઈક સંભારવા પ્રયત્ન કરી રહી હોય એમ જણાતું હતું. થોડીવારમાં એને કંઈ કંઈ યાદ આવવા લાગ્યું. એકાએક એ ધૂણી ઊઠી. વંટોળિયાની જેમ ઊભી થઈ. આંધીની જેમ ઊભી થઈને નાઠી.
વૈદરાજ હસી પડ્યા, ને બોલ્યા :
‘તમે તો કહેતા હતા, કે એની કમર તૂટી ગઈ છે, એના પગ જડ થઈ ગયા છે. જોઈ મારા અગદની કમાલ ! તમારા રાજા પાસેથી લાખપસાવ અપાવો તોય ઓછા ! જુઓને એનો વેગ ! હરણીને માત કરે એવો છે. હવે તો બોલો સહુ એક અવાજે : ‘વૈદરાજ રસગંગાધરની જે !
અનુચરો બોલ્યા : ‘વૈદરાજ રસગંગાધરની જે ! વૈદરાજ ! હવે કહો તો કન્યાને પકડી પાડીએ !'
‘દોડવા દો. બે ઘડી કમાલ તો જુઓ મારા અગદની !” | ‘પણ પછી હાથબહાર જતી રહી, ને આજે રાતે અહીં રોકવાનું થયું તો, આવું ફૂલ આ ગામડાની ધૂળમાં મળ્યું ન મળ્યું !' | ‘ભલે ત્યારે તમારી મરજી ! મૂકો ઘોડાં વહેતાં !'
ઘોડાં વહેતાં થયાં. દોડતી કન્યાના દિલમાં ધીરે ધીરે રાતની સ્મૃતિ જાગતી જતી હતી અને જેમ જેમ તેને બધું યાદ આવતું જતું તેમ તેમ એ ઝનૂનથી દોડતી હતી.
* આજની પેનીસીલીન જેવી શોધ. ફેર ફક્ત ભાવનાનો
158 n બૂરો દેવળ
બૂરા દેવળના બંદાઓ 159
Page #89
--------------------------------------------------------------------------
________________
22
તપે સો રાજા
જયસિંહ ! ઘાયલ હરણીની જેમ પેલી કન્યાનો વગડો વીંધી રહી હતી. વૈદરાજનું અગદ એને અજબ શક્તિ આપી રહ્યું હતું સાથે સાથે રાત્રિની નકલીલા એને મરીને માળવે પહોંચવા કહેતી હતી. મભૂમિની ચંપાગુફા પાસેથી જતી એ સુંદર કન્યાને જોઈને કોઈને વનપરીની યાદ જાગી જતી.' સુંદરીએ વાર્તાતંતુને આગંળ સાંધ્યો.
થોડી વારે કન્યાએ પાછળ ઘોડાની તબડાટી સાંભળી. વળીને જોયું તો રાજસેવકોના ઘોડા પાણી વેગે વહ્યા આવતા હતા. અબુધ બાળકી મૂંઝાઈ ગઈ. એ જીવ બચાવવા આડભેટે દોડી, ઝાડી ઝાંખરામાં એનાં ઉઝરડાયેલાં અંગો વધુ ઉઝરડાવા લાગ્યાં. કપડાના તો લીરેલીરા ઊડી ગયા, પીછો પકડી રહેલા શિકારીઓને એનાં રૂપાળાં અવયવો આવરણ હટતાં વધુ રૂપાળાં લાગ્યાં.
રાજસેવકના ઘોડાઓ એકદમ ઝાડીમાં પ્રવેશી ન શક્યા, પણ તેઓએ શિકાર પકડતી વખતે જેવો બૃહ ગોઠવે તેવો સાણસા યૂહ ગોઠવ્યો. આ બૃહમાં એવી ખૂબી હતી કે શિકાર નાસતો ભાગતો આપોઆપ નિર્ધારિત જગ્યાએ આવી ઊભો રહે.
નાસતી-ભાગતી કન્યા ઝાડીમાં દેડતી, પડતી, આખડતી : આ પડખે ઘોડેસવાર જોઈ બીજે પડખે, બીજે પડખે સવારો જોઈ ત્રીજે પડખે દોડવા લાગી. એ માનતી હતી કે એ દુષ્ટોની પકડમાંથી દૂર થઈ ગઈ છે, પણ અભિમન્યું ચક્રાવામાં વીંટાતી વીંટાતી આખરે રસ્તા પર આવી ઊભી રહી ગઈ. રાજસેવકોએ હર્ષની કિકિયારી સાથે એને બાવડે પકડી ઘોડા પર ઉઠાવી લીધી.
વગડાને કંપાવી મૂકતી એક ચીસ કન્યાએ પાડી. ગમે તેવા પાષાણ દિલને
પીગળાવે તેવી એ આર્તવાણી હતી, પણ આ લોભી રાજસેવકોએ સ્વામીભક્તિની ખોટી વ્યાખ્યા પાછળ સદ્ગુણોની હોળી કરી નાખી હતી. માલિકનું મન જે પ્રકારે રાજી રહે એમાં એ ધર્મ સર્વસ્વ પૈખનારા હતા. શિકારીને શિકાર હાથમાં આવતાં જે આનંદ થાય, એ આનંદ આ સેવકોને થયો.
કન્યાએ પોતાની તમામ શક્તિ એકત્રિત કરી ચીસ પાડી કહ્યું :
‘મને કોઈ શેતાનોના હાથમાંથી બચાવો, મને કોઈ મારી નાખો. આ દુઃખ મારાથી સહન થતું નથી !'
આ સીમમાં બીજા કોઈ શેતાનનો પ્રવેશ શક્ય નહોતો. એક શેતાન બીજા શેતાનની હંમેશાં એટલી શરમ અદબ રાખે છે. એણે યમરાજને સીધું નોતરું પાઠવ્યું, પણ આ રેક બાળાને મારવા માટે યમરાજ પણ એટલા મહેરબાન નહોતા.
શિકારીઓ ગભરુ બાળાનો તરફડાટ જોઈને ખડખડ હસી પડ્યા. હણાતા જીવના-પછી ભલે તે સિંહ હોય-આવો જ તરફડાટ હોય છે ! સિંહ કે મુગના આવા તરફડાટ અનેકવાર જોઈ રાજસેવકોનું હૈયું કઠોર થઈ ગયું હતું ! જેનું કઠોર નહોતું રહ્યું, એ ક્યારના રાજ ચાકરી છોડી સીધા સાધુ થઈ ગયા હતા !
‘મને જવા દો !' એ કન્યાએ રડતાં રડતાં કહ્યું.
‘ક્યાં જવા દે ! અરે ભોળી ! તને મળ્યો એ કોઈ રેંજીપેંજી નથી, આખી મારવાડનો ધણી છે. ચાર થેલી માગી લેજે ને ! ન્યાલ થઈ જઈશ.’
‘મારે તમારી થેલીઓ નથી જોઈતી.'
અડધો ભાગ તો અમને તારે આપવાનો છે જ. બધી ન જોઈતી હોય તો અમને આપી દેજે . આ તો રાજા ! ગાંડી ખુશ કરીશ, તો ભવનું ભાથું બાંધી જઈશ.’
મારે ભાથું નથી જોઈતું. અરે ! મને નરકમાં ન નાખો. તમારે પણ માદીકરીઓ હશે ! એમને માથે પણ ઇજ્જતનું ઓઢણું હશે !'
‘ડાહ્યલી ! વધુ જીભ ચલાવીશ તો જીભ ખેંચી કાઢીશું.’
“અરેરે ! મારું અહીં કોઈ નથી ને આ પાપીઓના દિલમાં દયા નથી.' નિરાશ બાળાએ આકાશ સામે જોઈ રડતા સ્વરે કહ્યું : ‘હું તો કહું છું કે મારી જેમ તમે, તમારો રાજા રાતે પાણીએ રોશો. તમારી મા-બેનોનાં ઇજ્જતનાં ઓઢણાં ઠેકાણે નહિ રહે. રે કોઈ બચાવો ! કોઈ મને મારી નાખો !'
| ‘હા, હા, હા, શાપ આપ્યા !' રાજસેવકો હસ્યા : ‘અલ્યા, કહેવતમાં કહ્યું છે કે સતી શાપ દે નહિ, ને શંખણીના શાપ લાગે નહિ ! અલ્યા, પાછાં વાળો ઘોડાં !
તપે સો રાજા | 161
Page #90
--------------------------------------------------------------------------
________________
રાંડ એ જ લાગની છે. જીભ તો જુઓ સેવા વૈતની છે !'
ઘોડાંની લગામ ખેંચાઈ. ઘોડાઓ રાજતંબૂ તરફ વળે, બરાબર એ ટાણે હવામાં સરસર કરતું એક તીર આવ્યું. આવીને બરાબર સામે ચંપાના ઝાડમાં ખૂંપી ગયું. એ તીરને છેડે નાની ધજા હતી.
રાજસેવકો તરત પિછાની ગયા કે રાવ દુર્ગાદાસનું એ તીર છે. એ આટલામાં જ છે; ને આ તીર આગળ આવીને પડ્યું એટલે એ ફરમાવે છે, કે જે હોય એણે જ્યાં હોય ત્યાં થોભી જવું !
રાજસેવકોથી આગળ એક ડગલું ભરાય તેમ નહોતું. વળી જુએ ત્યાં તો આડભેટે રસ્તો કાપતો દુર્ગાદાસનો ઊંચો ઘોડો દેખાયો. સતની ધજા જેવો એમનો ઊભો ભાલો સૂર્યના પ્રકાશમાં તબક્યો. બે ક્ષણમાં તો એ સામે આવી ઊભા રહ્યા, એમની પાછળ એમનું સાથીમંડળ હતું.
આવી રીતે એકાએક યમરાજ આવીને ઊભા રહ્યા હોત, તોય સેવકો ડર્યા ન હોત. કારણ કે યમથી પણ એક વાર છોડાવે તેવા વૈદરાજ એમની પાસે હતા, પણ દુર્ગાદાસરૂપી યમરાજ થી છોડાવનાર વૈદ અત્યારે મારવાડભરમાં કોઈ નહોતો.
આ કન્યા કોની છે ? તમે કેમ લઈ જાઓ છો ?”
રાજસેવ કો વિગત કહે એ પહેલાં, બીજા ઘોડા પર બેઠેલાં સ્ત્રી-પુરુષ નીચે કૂદી પડ્યાં :
‘હાય, હાય, આજ મારી લાલી !'
પેલી કન્યાં, જેનું નામ લાલી હતું, તે પણ છૂટીને માને જઈને ભેટી પડી, રોતી રોતી બોલી :
‘મા ! તારી લાલી કાળી થઈ ગઈ. અફીણ દઈ દે, મા !'
‘મારી ટાબરી ' બાપ દોડીને પાછળથી દીકરીને વળગી પડ્યો. એણે ખીસામાંથી કંઈક કાઢીને દીકરીના મોંમાં મૂકી દીધું.
રાવ દુર્ગાદાસ બે ઘડી મા-દીકરીના મિલનનું કરુણ દૃશ્ય જોઈ રહ્યા. દેખાવ હૃદયભેદક હતો, અડધી વાતની ખબર પોતાની પાસે ફરિયાદ કરવા આવેલાં, ને તેમને સાથે ઘોડા પર લઈને અજિત પાસે લઈ જતાં સ્ત્રી-પુરુષથી પડી ગઈ હતી. અડધી ખબર અહીં પડી ગઈ ! આખી વાતનો તાળો મળી ગયો, ને દુર્ગાદાસનું રૂંવેરૂંવું ક્રોધથી ખડું થઈ ગયું. ‘તમારો મહેમાન કોણ થયું હતું, આમાંથી ?” દુર્ગાદાસે પ્રશ્ન કર્યો.
162 બૂરો દેવળ
પેલો મૂછોના થોભિયાવાળો.' સ્ત્રીએ વડા રાજસેવક તરફ આંગળી ચીંધી.
‘હાય રે ! મોગલોથી જુ દા ઓળખાવા રાઠોડોએ દાઢી બોડાવી નાખી. હવે આ વીરોના કારણે મૂછો પણ મૂંડાવવી પડશે. મૂછાળા વીર ! આમ આવો ! તમારી મર્દાનગીની કદર આજ દુર્ગાદાસ કરશે.”
રાજસેવકો ધ્રુજતા ધૃજતા, બે હાથ જોડીને માફી માગતા આગળ આવ્યા : ‘હજૂર ! અમે તો ચિઠ્ઠીના ચાકર. મહારાજ અજિતસિંહના હુકમથી...”
મહારાજ તો બાળક છે અને કદાચ એણે તમારી બહેન-દીકરી માગી હોત તો... તમે હુકમનું પાલન કરત ?” દુર્ગાદાસે મર્મનો પ્રશ્ન પૂછવો.
દુર્ગાદાસની સામે નજર માંડવી શક્ય નહોતી, જાણે યજ્ઞની જીવંત જ્વાલા ભભૂકી ઊઠી હતી. એમના પ્રશ્નનો જવાબ તો શું અપાય ? અને હવે ન જાણે દુર્ગાદાસ શું સજા કરશે ? આતતાયીઓ માટેનો એમનો ક્રોધ પંકાતો હતો.
દુર્ગાદાસે પોતાનો ભાલો ઉઠાવ્યો, હાથમાં તોળ્યો. વીંધી નાખે એટલી વાર હતી. પણ ત્યાં વળી કંઈ વિચાર આવતો હોય તેમ ભાલો નીચો નમાવી એ બોલ્યા :
મારવાડના શત્રુને હણનારો ભાલો-મારવાડના દુશ્મન છતાં મારવાડના પુત્રતમોને હણતાં વાર ન જ કરે, પણ ના, ના, મારે દુનિયાને બતાવવું છે કે ત્રીસ વર્ષનું યુદ્ધ માત્ર અસતને સત કરવા માટે નહોતું. સંતની પૂજા માટે હતું. સૈનિકો ! દેવતા ચેતાવો. કોઈ ઘોડાનો તાજો નાળ કાઢો અને તપાવીને આ સહુ સેવકોના કપાળમાં ચાંપો. એ જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં દુર્ગાદાસના સતની ધજાની પિછાન થશે.’
તરત દેવતા ચેતાવાયો. એક ઘોડાના પગેથી નાળ ખેંચી કાઢવામાં આવી, ને એને ગરમ કરવા મૂકી : ને પછી સહુ રાજ સેવકોને પંક્તિમાં લાવીને ખડા ક્ય. દરેકના હાથ રસ્સીથી બાંધી લેવામાં આવ્યા. ઘડી પહેલાં જેમના ચહેરા મગરૂરીથી તગતગતા હતા, એ ચહેરા પર અત્યારે ગરીબ ગાયની દીનતા હતી. સમય બલવાન છે, માણસ નહિ !
‘હાં. લોઢું ગરમ થયું હોય તો કામ શરૂ કર ! દીકરી લાલી ! આમ જો !”
‘મહારાજ ! લાલી ક્ષણ બે ક્ષણની મહેમાન છે !' એના બાપે બે હાથ જોડીને કહ્યું. લાલી માતાના ખોળામાં બે હાથે મોં ઢાંકીને પડી હતી.
“કેમ ?” દુર્ગાદાસે આશ્ચર્ય સાથે પૂછવું. ‘એના દેહમાં અફીણની અસર વ્યાપી ગઈ છે.’ ‘એને અફીણ કોણે આપ્યું ?” રાવ દુર્ગાદાસનો ચહેરો વળી લાલબુંદ બની ગયો.
તપે સો રાજા 163
Page #91
--------------------------------------------------------------------------
________________
, હજૂર !' એના બાપે કહ્યું. ‘તમે બાપ થઈને એને અફીણ આપ્યું ?'
મારા વિના બીજો કોણ આપે ? બેઆબરૂ થયેલી હિંદુ બેટીને વેશ્યાવાડ સિવાય કોણ સંઘરવાનું હતું, મહારાજ ? મારે એનો ભવ બાળવો નહોતો. મેં એનો ઉદ્ધાર કર્યો ! આજ એનો જીવ જ્યાં હશે ત્યાંથી બાપને આશીર્વાદ આપતો હશે.” બાપ ધીરેથી બોલ્યો ને હસ્યો. એ હાસ્યમાં ન જીરવાય એવી ભયંકરતા હતી !
ન જાણે રણમાં કેટલીય હત્યાઓ જોઈ, પણ આ નાની લાલીની હત્યા જોઈ મારું મન ભાંગી પડે છે ! રે દુર્ગા ! તેં દેશનો ઉદ્ધાર કરીને પણ શું કર્યું ! અસતનાં આસન પાથર્યો કે !' દુર્ગાદાસ જાણે પાતાળમાં ચંપાતા હોય એ રીતે બોલ્યા. એમનું મન ભારે ભારે થઈ ગયું. સજા કરવાનો ઉમંગ પણ ઓછો થતો લાગ્યો.
‘તમે મા દુર્ગાના અવતાર છો, રાવજી ! પણ સાત ખોટની દીકરી જતાં મન ભારે થયું છે ! તમારી રજા માગીએ છીએ. મારવાડનાં અન્નજળ હરામ કર્યા હતાં, દીકરીને ક્ષેમકુશળ ઘેર ન લાવીએ ત્યાં સુધી ! દીકરી ગઈ. અમેય જઈએ છીએ ગુજરાત તરફ. ૨જા આપો, દેવતા !'
રાવ દુર્ગાદાસ કંઈ જવાબ વાળી ન શક્યા. આ પ્રસંગ એમના હૈયાને હચમચાવી ગયો. પેલાં સ્ત્રીપુરુષ દીકરીની લાશ લઈને ચાલી નીકળ્યાં.
બીજી તરફ ગરમાગરમ નાળ રાજસેવકોના કપાળમાં ચંપાતી હતી. સેવકો કાગારોળ કરી રહ્યા હતા. રાવજીનાં નેત્રો એમના તરફ ફર્યા, લાલઘૂમ નેત્રો જોઈને બધા રોતા કકળતા ચૂપ થઈ ગયા.
‘સોનિંગજી !' રાવ દુર્ગાદાસે પાસેના પ્રસિદ્ધ રાઠોડ સરદાર તરફ ફરીને કહ્યું. શું હુકમ છે, રાવજી !'
આ એક નાળ મારા કપાળમાં પણ ચાંપી દેશો ?' દુર્ગાદાસે કહ્યું. મરતા માણસના આર્તસ્વર જેવો આમાં પુકાર હતો.
બહુ લાગણીપ્રધાન ન બનો, રાવજી ! હાથી ચાલે ત્યારે એના પગમાં પાંચપચાસ કીડીઓ ચંપાય પણ ખરી ! પણ એથી કીડીને ન્યાય આપવા નીકળીએ, ને હાથીને સજા કરીએ એ ન ચાલે. આ તો રાજ કાજ છે !'
‘હુંય એવું માનતો હતો.' ‘પછી બાળક જેવી વાતો કાં કરો ?” ‘આજ મારી માન્યતા બદલાઈ ગઈ છે.’
14 D બૂરો દેવળ
‘હવે એની વાત પછી ! ચાલો, આગળ !' ‘ઊભા રહો, પાકો બંદોબસ્ત કરી લઉં !'
દુર્ગાદાસ વ્યવસ્થામાં પડ્યા. સોનિંગ સરદારે ધીરેથી કહ્યું : ‘જેની સમશેરથી ભારત કાંપે છે, એનું મન આટલું આદું-સુંવાળું ? વજથી ય કઠોર, કુસુમથી ય કોમળ ?”
કોઈ શું જાણે ? મોટાની હોળી મોટી !" દુર્ગાદાસે આડકતરી રીતે જવાબ વાળતાં કહ્યું. એમના મુખમાંથી ભારે લોહનિશ્વાસ નીકળી રહ્યા.
થોડી વારે બધા આગળ વધ્યા. એ પળ એ ક ભયંકર તવારીખની પળ હતી.
દુર્ગાદાસ થોડું આગળ ચાલ્યા, ને ઘોડો ફેરવી લીધો. સરદારોએ પૂછ્યું એટલે એ બોલ્યા :
‘ભાઈઓ, મારું મન પાછું પડે છે. તમે બધા જાઓ.’ દુર્ગાદાસે ઘોડો વાળ્યો. વિદાય લેતાં એમણે કહ્યું :
‘આ રીતના જુલમ સહન કરવા લોકોએ આજ સુધી પોતાનાં સંતાનોના, સુખના, સંપત્તિના મહામૂલા ભોગ નહોતા આપ્યા. દુર્ગાદાસ જીત્યો એ લોકોના બળ પર, લોકોની સહાનુભૂતિ પર, મોટા માણસોએ ભલે દુર્ગાની સાથે દગો કર્યો હશે, આમ જનતાએ તો એને સદા સાથ આપ્યો છે. મોગલ સૂબાઓએ કોરડા મારી મારીને લોકોની ચામડી ઉતરડી નાખી, તોય ગામમાં છુપાયેલ દુર્ગાની ભાળ ન આપી તે ન આપી. એ લોકોએ જે સહન કર્યું હતું તે આ આવાં જીવતાં મોત જોવા સહન કર્યું નહોતું ! અજિતને કહેજો, ણને ષી સજા ! રાજા તો તપસ્વી હોય. નહિ તો જાણજો રીના સો ન !'
દુર્ગાદાસ પાછા વળીને ચાલ્યા, સાથીમંડળ તેમને અનુસર્યું. પેલા રાજસેવકો કાળો કકળાટ કરતા મહારાજા પાસે ગયા, ને પોતાની કથની કહી, સાથે દુર્ગાદાસની શિખામણના બોલ મહારાજા અજિતસિંહ પાસે મીઠુંમરચું ભભરાવીને કહ્યા. મોંએ ચડાવેલા પાસવાનોએ આગવો મત આપતાં કહ્યું :
બંદરને અદરખના (આદુના) સ્વાદની શી ખબર પડે ? ભગવાને આપ્યું તે રાજા નહિ ભોગવે તો કોણ ભોગવશે ?'
વૈદરાજે કહ્યું : “મહારાજ ! અમારા શાસ્ત્રના મોટા મોટા પ્રયોગો, રસાયણો, અગદો ખાસ કરીને રાજાઓ માટે નિયોજેલા છે. એક એક અગદ રાજાને સો સ્ત્રીનો સ્વામી ઠરાવવાની તાકાત ધરાવનારું છે, શું એ અગદ સામાન્ય લોક માટે શાસ્ત્રકારોએ
તપે સો રાજા 165
Page #92
--------------------------------------------------------------------------
________________
નિર્માણ કર્યું હશે ? ઘરડાં મૂર્ખ નહિ હોય ! ધણીનો ધણી કોણ ? રાજા નહિ ભોગવે તો કોણ સંન્યાસી ભોગવશે ? જુવાન નહિ ભોગવે, તો શું મોત સાથે બેઠું છે, એવા બૂઢા ભોગવશે ?’
મહારાજા અજિતસિંહના દિલમાં દુર્ગાદાસનો ડર હતો. એ ઓછો કરવાનો પ્રયત્ન કરતાં તેમણે કહ્યું.’
‘દુર્ગાદાસ મને હજીય પુષ્કરણા બ્રાહ્મણ જયદેવના ઘરમાં ઊછરતો લોટમંગો બ્રાહ્મણ માને છે, અથવા સિરોહીના પહાડોમાં પથ્થર સાથે રમતો ભીલનો બાળ કલ્પ છે.'
એમ ઝાઝા નબળા લોકોએ હંમેશાં અજિતસિંહને ચડાવ્યા. તેઓ માનતા હતા, કે દુર્ગાદાસ ન હોય તો રાજનો ખજાનો હમણાં ખુલ્લો મુકાય દુર્ગાદાસ ખજાના પર સાપ થઈને બેઠો છે. ખાતો નથી, ખાવા દેતો નથી !
!
પાપને પોતાની શરમ હોય છે. આ બનાવ બન્યા પછી મહારાજા અજિતસિંહ દુર્ગાદાસને જોતાં સંકોચ પામી જતા. આ રીતનો તેજોવધ અસહ્ય બન્યો. ધીરે ધીરે મળવાનું બંધ કર્યું. હલકા પાસવાનો ને મરજીદાનોના પડખામાં સદા ભરાઈ રહેવા લાગ્યા. સિંહે શિયાળોની સભામાં રહેવા માંડ્યું અને એમ કરી કરીને હૃદયમાં દુર્ગાદાસ સામે થવાની હિંમત એકત્રિત કરવા લાગ્યા !
પાસવાનોએ વળી સલાહ આપી : ‘આવા માણસને છૂટો મૂકવો સારો નહિ. કાંટો જ કાઢી નાખો !'
મારાઓ ગોઠવાયા, પણ દુર્ગાદાસ એકવાર ઔરંગઝેબથી છેતરાયા એ છેતરાયા, પછી છેતરાય તેવું રહ્યું નહોતું. એમણે ખજાનાની ચાવીઓનું બહાનું કાઢી એ પર્યંત્રને નિષ્ફળ બનાવ્યું : ને પાંચસો સવારો સાથે જોધપુરમાંથી ચાલી નીકળ્યા.
મહારાજ અજિતસિંહે પાછળથી દેશનિકાલનો ફતવો બહાર પાડ્યો.
રાવ દુર્ગાદાસે ભારે દિલથી એ સ્વીકાર્યો ને પાઘડીએ બાંધ્યો ! પોતાના સાથીદારો સામે જોઈ હસતા હસતા એ મહાવીર બોલ્યા :
‘દુર્ગાદાસના દેશનિકાલનું દુઃખ હૈયે ન ધરશો. આ જીવ એ માટે ટેવાયેલો છે. નાનપણમાં મને બાપે દેશવટો આપ્યો હતો. વૃદ્ધાવસ્થામાં રાજાએ આપ્યો. ભાઈઓ ! ઈશ્વરસેવા સુગમ છે, રાજસેવા દુર્ગમ છે. રાજસેવા કરવી તે નાગી તલવાર પર નાચવા જેવું કામ છે. રાજા એવો અગ્નિ છે. જેને સો વર્ષ સુધી ઘરના આંગણામાં પ્રેમથી સાચવ્યો હોય : પણ એક દિવસ ભૂલથી પણ આંગળી અડી જાય તો બાળ્યા વગર ન રહે ! લોકસેવા સારી, રાજસેવા ભૂંડી છે !’
166 D બૂરો દેવળ
થોડી વાર એ ચૂપ રહ્યા. પછી વળી એમણે કહ્યું :
‘ભાઈ ! નેહ ભૂંડો છે, એમાંય માતાનો નેહ ! આ માતૃભૂમિ છોડતાં મને કંઈ
કંઈ યાદ આવે છે. મહારાજા જસવંત સાથે એક વાર શિકારે ગયેલો. ખરા બપોર હતા. અમે ઝાડ નીચે સૂતા. પણ સૂર્ય જરા આઘો થતાં મારા મોં પર તડકો આવ્યો. મહારાજા જસવંત પોતે ઊઠ્યા, ને મારા પર છાંયો કરીને ઊભા રહ્યા. બીજાઓએ આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આજ હું એને છાંયો કરું છું, કોઈ દહાડો એ મારા વંશ પર છાંયો કરશે. ભાઈઓ, એવાં લાડ મારા રાજાએ મને લડાવ્યાં છે. કદાચ એનો પુત્ર મને બે વેણ-કવેણ કહે તો એમાં મારે ખોટું લગાડવું ન જોઈએ.”
મારુ દેશનો પ્રાણ એ દિવસે દેશત્યાગ કરીને ચાલી નીકળ્યો, ખોળિયામાંથી જેમ જીવ ચાલ્યો જાય તેમ !
તપે સૌ રાજા – 167
Page #93
--------------------------------------------------------------------------
________________
23
મહાન બલિ
રાજા રામ અને બાદશાહ નૌશેરવાન જેવાએ રચેલું પવિત્ર મંદિર ને પાક મસ્જિદ જેવું રાજ મંદિર હલકા લોકોને પ્રતાપે આજ બૂરો દેવળ બની બેઠું હતું !
ઋષિઓ જે શાસનનું અરણ્યમાં રહી સંચાલન કરતા : જે ખલીફાઓ રાજના તેલનો બચાવ કરવા પોતાના દીવાઓ પણ ઝાઝો વખત બાળતાં ડરતા, એ ખજાનાની એક પાઈનો પણ પોતાને કાજે ખોટો ખર્ચ કરતાં ડરનારા ક્યાં, ને આજની પ્રજા પોતાના માટે છે, પોતે પ્રજા માટે હો કે ન હો, એમ માનનારા-અરે ! એક રાતના એશોઆરામ પાછળ દેશની આખા વર્ષની મૂડી ખર્ચનારા આ રાજનબીરાઓ ક્યાં !
આ દેવળના દેવ માટે શંખનાદ થાય છે, એમાં બેવફાઈ ગુંજે છે, એની આરતી ઊતરે છે. એમાં અત્યાચારનાં યશોગાન છે. એની વાડીઓમાં ખુશામદ, પાપ, અનાચારનાં વૃક્ષ ઊગવા લાગ્યાં છે ! પિતાના વચનની ખાતર રાજપાટ તજનાર, સતીઓના શીલ ખાતર ભલભલા ચમરબંધીઓ સામે સંગ્રામ ખેલનાર રાજાઓના દિવસો આથમ્યા. એમની પ્રતિમાઓ એ દેવળમાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવી છે, ને વધુમાં વધુ લુચ્ચા, લફંગા, હત્યારા, તકબાજોને ત્યાંના દેવ બનાવવામાં આવ્યા છે !
દેવને ન જાણે કેમ, દુનિયામાં પૂજારીની કદી ખોટ પડી નથી. ટાણે કટાણે હરહંમેશ ખરા કે ખોટા પૂજારીઓ મળી જ રહે છે.
એ દેવળમાં રૂપવતીઓનાં રૂ૫ સલામત નથી, કુલવધૂઓની કુલીનતા સાબૂત નથી : શાણાઓનું શાણપણ ને સાધુની સાધુતા ત્યાં જળવાય તેમ નથી. વિલાસ, ખટપટ, ભોગોપભોગનાં ત્યાં રાજ છે, ખૂન, હત્યા, કેદનાં ત્યાંના રોજનાં કારનામાં
છે. જે જનગણે એને મહાન સર્યો, એ જનગણને એ માખી સમાન લેખે છે ! સૌંદર્ય. શિકાર ને સંગ્રામ એનાં સદા કાળનાં શોખનાં સાધન બન્યાં છે. કોઈના મૃત્યુમાં એની મોજ છે !
સ્ત્રીરૂપ એના કલેજે ચઢી બેઠું છે, નપુંસકતા એની નામના બની છે, નિર્લજ્જતા એની સંગિની બની છે. એક દુષ્માણ રૂપને પર્યકશાયી કરવા હજારો માઈના લાલને રણાંગણમાં હોંશે માથું કપાવવા મોકલી શકે એટલો એ દેવનો મહિમા વધ્યો છે ! ચાર ખૂંટા જમીન માટે હજારો નરબંકાઓની કબરો ચણાવી શકે, એવો એ જાદુગર છે !
માણસોએ પોતાને કાજે જેને દેવળમાં પધરાવ્યો, એ દેવ પ્રતિષ્ઠા પામીને માણસોનો ભોગ માગતો બન્યો ! આજ દેવ જ સર્વસ્વ બન્યો. એને દેવ બનાવનાર માનવી તો મગતરાંથી ય હલકો લેખાવા લાગ્યો !
સંસારમાં અનર્થોનું મૂલ રાજા બન્યો. રાજકારણી પુરુષોએ એવી જાળ બિછાવી કે માણસનું મન બગાડી નાખ્યું ! વહેમ, શંકા, વૈમનસ્ય રોજ રોજની કહાણી બની.
ફાટેલા દૂધની મીઠાઈ સારી બને, એમ વિલાસી રાજા પ્રજાને મીઠો લાગ્યો. એમાં ઈશ્વરાંશ સ્થાપ્યો. પતિની બેવફાઈ ને લફંગાઈને સતી સ્ત્રી સહી લે, બકે સામેથી સ્વામીને ભજતી રહે, એના ચરણમાં જ પોતાનો ઉદ્ધાર કલ્પે, એવું રાજા વિશે પણ બન્યું !
અનેકની કિંમત ન અંકાણી, અંકાક્ષરમાં એક એગ્ર બન્યો !
એક એટલો આપખુદ બન્યો કે એનો એક કામચલાઉ મનતરંગ રાજ સમસ્તને ખડાં કરતો કે વિલીન કરતો. બૂરા દેવળનો આ દેવતા વ્યસની બન્યો, તો એને સોળ હજારથી અડતાલીસ હજાર સ્ત્રીઓ ભોગવવાના હક્ક આપ્યા. એને માણસમાંથી જ કાઢી નાખ્યો. એ દેવ બની ગયો, એની માણસાઈ મરી પરવારી, ને એ દેવ સર જાણો, આવા દેવની પૂજા, પ્રભાવના, શુભેચ્છા, મહેરબાની યાચવી એ જ માણસનું કામ ! એ જ નરધર્મ ! સામેથી ધર્મપાલકની સહેજ ભૂલ થઈ, અતિ થઈ કે ભયંકર મોતનો ઉપહાર ખડો જ છે !
બ્રાહ્મણોએ એ વિલાસીને આશીર્વાદ આપ્યા. આતતાયીને હણવાના પણવાળા ક્ષત્રિયોએ એ મહાન આતતાયીને રહ્યા. કવિઓએ એનાં ગાન કર્યા. જોશીઓએ એના શુભ માટે જપ કર્યા. વૈદોએ એ આતતાયીની તાકાત વધતી રહે તેવાં અગદો પાછળ જિંદગી ખર્ચી.
દુષ્ટોનું દમન કરનાર ખુદ દુષ્ટ ? સ્ત્રીના શીલનો હામી ખુદ દુઃશીલ ? પૃથ્વીમાં સ્વર્ગ ઊતરવાના યત્નનો આદરનાર ખાનગીમાં ખુદ શેતાનનો બંદો ?
અચરજ તો જુઓ ! છપ્પનભોગ એને ચઢે તોય એ ભૂખ્યો ! બત્રીસાનાં બલિદાન રોજ એને નામે અપાય તોય એ અધૂરિયો !
મહાન બલિ D 169.
Page #94
--------------------------------------------------------------------------
________________
કહેવરાવ્યું છે, કે આવો રાવજી ! મેવાડને પાવન કરો. વિજયપુર-સાદરીની જાગીર તમારી. રોજના રૂપિયા પળ ખર્ચીના !'
‘વાહ મેવાડ વાહ !' | ‘ભાઈઓ ! હું તો મારવાડનો જીવ છું. મેવાડ ગમે તેટલું આપે તોપણ મને લેવું ન રુચે ! પણ આ તો આપદ્ધર્મ છે. નવનવ દીકરીઓના વિવાહ બાકી છે. એ પૂરા થાય એટલે ઉજ્જૈનના મહાકાલેશ્વરની સેવામાં બેસી જવું છે. ત્યાં બેઠો દેવળની પવિત્રતા ને દેવની પ્રતિષ્ઠા માટે મારા ભોળા શંભુને પ્રાર્થીશ !'
એ દિવસે મારતે ઘોડે પાંચસો સાથીઓ સાથે દુર્ગાદાસ મેવાડમાં પ્રવેશી ગયા.
એ પછી એ વીજળીનો અવતાર ક્યાંય ન ચમક્યો. એ ગર્જનાના સ્વામીની ગર્જના ક્યાંય ન સંભળાઈ ! છેલ્લાં દશ વર્ષમાં દીકરા-દીકરીનાં લગ્ન કર્યો, તે પછી ઉજ્જૈની જઈ મહાકાલેશ્વરના મંદિરમાં બેસી ગયા !
દશ વર્ષમાં તો દેશમાં ભારે ઊથલપાથલ થઈ ગઈ. પણ એ તો સાવ અસ્પૃશ્ય રહ્યા.
દશ વર્ષ રાજસંન્યાસી બનીને જીવ્યા.
ભાટચારણોએ એને બિરદાવ્યો. કવિએ એને છાપરે ચઢાવ્યો. શાસ્ત્રોએ એને પૂજનીય બનાવ્યો. એને ફટવવામાં કોઈ વાતે કોઈએ બાકી ન રાખી.
દુર્ગાદાસ આવા અજબ પ્રકારના આત્મમંથનમાં અટવાઈ ગયા હતા. સાથીદારો એમને સાંત્વન સાથે સલાહ આપતા હતા.
ચાલો, મોગલ બાદશાહને મળી જઈએ.’
મોગલ બાદશાહને હવે આજ મળું-સામે પગલે જઈને ? ને જે વૃક્ષ મેં ઉછેરી મોટું કર્યું, એના પર કુહાડો ચલાવું ? જવું હોત તો જ્યારે આલમગીર સામે પગલે આવ્યો ત્યારે ન જાત ?'
‘તો આ અપમાનનું વેર કઈ રીતે લઈશું ?'
‘રાજાનું ભલું ઇચ્છીને, ભગવાનને ભજીને. જેને પવિત્ર દેવમંદિર સમજી મેં સેવા કરી, જેને કૃપાળુ દેવ સમજી મેં સર્વસ્વ અર્પણ કર્યું, એના સુધારા માટે હવે પ્રયત્ન તો નહિ-પ્રાર્થના કરવાની મનોભાવના છે !'
‘પ્રયત્ન નહિ ને પ્રાર્થના ? કેવી વિચિત્ર વાત રાવજી કરે છે ?”
‘વાદળ એવાં ઘેરાયાં છે કે પ્રયત્ન કરવા જતાં વધુ ઘેરાય. આજ દેવને હાંકી કાઢી દેવળને નભાવવું શક્ય નથી : આજ પ્રયત્ન નિરર્થક છે, ને પ્રયત્ન નિરર્થક બને ત્યારે પ્રાર્થના ઉત્તમ છે, તેત્રીસ કોટી દેવતાઓને હું જ ગાડવા ઇચ્છું છું, એનું મંદિર નિર્માણ કરવા ચાહું છું.
‘આપનું કહેવું અમે ન સમજ્યા.'
‘દેવળમાં એક દેવની પૂજા હવે યોગ્ય નથી. મારું ચાલે તો આ દેવળમાં રાજા જશવંતસિંહની, રાજિયા ઢોલીની, અંતરા ગહલોતની, રઘુનાથસિંહ ભાટીની, અનારા દેવીની, અનુપસિંહની પ્રતિમાઓ પધરાવું. હવે એ ક દેવનું નહિ, તેત્રીસ કોટિ દેવનું મંદિર સરજવું છે, પણ આ તો મારું અરણ્ય રુદન છે. છતાં અરણ્યમાંય આશ્રમ હોય છે. એમાં કોઈ સંત વસતો હોય તો ભલે સાંભળે !'
‘એ દેવળમાં સહુથી વડેરી આપની પ્રતિમા હશે !' | ‘ભાઈઓ ! ‘હું ” ભારે ભૂંડો છે ! આપણે આપણી પ્રતિષ્ઠા કરીએ, એના કરતાં ભાવિ પ્રજા આપણાં કર્મોની તુલના કરી, આપણી પ્રતિષ્ઠા કરે એ ઉચિત છે, જીવતા માણસનો કોઈ ભરોસો નહિ, છેલ્લી ઘડીએ બધું બગડે, માણસની કિંમત એના મોત પછી થવી જોઈએ.
‘તો ક્યાં જઈને રહેશું, રાવજી ?” | ‘નાથના પણ નાથને સંઘરનાર મેવાડમાં. કુટુંબ તો ત્યાં ક્યારનું પહોંચી ગયું છે. મારી વિનતીનો જવાબ પણ આવી ગયો છે. મહારાણા અમરસિંહ (બીજા) એ
170 3 બૂરો દેવળ
દુર્ગાદાસનો જન્મ : ઈ. સ. ૧૯૩૮ અજિતનો રાજ્યાભિષે ક : ઈ. સ. ૧૭૦૭ દુર્ગાદાસને દેશનિકાલ : ઈ. સ. ૧૦૮ દુર્ગાદાસનું મૃત્યુ : ઈ. સ. ૧૭૧૮
મહાન બલિ 0 171
Page #95
--------------------------------------------------------------------------
________________
24
હું કોણ છું ? .
ભેદી સુંદરીએ પાછલી વાતો ખૂબ ઝડપથી કહી હતી, એટલે શ્રમિત થઈ હતી. વાત કહેતી કહેતી એ વિરામાસન ઉપર લાંબી થઈને વ્યાઘચર્મના આસન ઉપર દેહ નાખી દીધી. થોડીવારમાં ઘસઘસાટ ઊંઘવા લાગી !
- જયસિહ વાર્તારસમાં એવો તરબોળ બન્યો હતો, કે થોડીવાર તો એને ખબર પણ ન પડી કે વાર્તા કહેનારી વનિતા નિદ્રાની મીઠી ગોદમાં છુપાઈ ગઈ છે ! એના મન-ચિત્તમાં તો દુર્ગાદાસના અંતિમ જીવનની શોકભરી સિતારી ગુંજી રહી હતી !
પોતે રજપૂત હતો, રજપૂતીનો સ્વપ્નદ્રષ્ટા હતો, રજપૂતી શાનનો પૂજારી હતો. એ વિચારી રહ્યો હતો કે હાય રે હાય રજપૂત ! તું સ્ત્રીસૌંદર્યનો આટલો હડાયો ? હાડચામનો આટલો રસિયો ? તું સ્વાર્થ પાછળ પૂંછ હલાવનારો 'સ્વાર્થભ્રંશ થયો, ઇણિત ન મળ્યું તો ખૂની દાંતથી કરડવા ઘડનારો !
અફસોસ ને દિલગીરીમાં ડૂબેલો જયસિંહ ક્યાંય સુધી વિચારમગ્ન બેસી રહ્યો. સતયુગિયાં ફૂલાંદે ને સાવનસિંગ, અજિતસિંહે ચૂંથી નાખેલી કુમળી કળી લાલી, રાવ દુર્ગાદાસનો દેશવટો એનાથી વીસર્યો વીસરાતો નહોતો. જાણે લાલીનું શબ એની સામે પડવું પોકાર પાડતું હતું. દુર્ગાદાસનો આભે અડતો ભાલો, અધર્મના આભને ચીરતો, જ્વાલાઓ પટાવતો આગળ વધતો હતો. ફૂલાંદે જાણે ઝાંઝરનો ઝમકારે કહેતી હતી કે પ્રેમનો રસ દેહના ઠીબડામાં નહિ, દિલના પ્યાલામાં પિવાય !
આમ ને આમ કેટલો વખત વીતી ગયો. અચાનક ઉપરથી કંઈક પડવાનો અવાજ થતાં જયસિંહે સાવધ થઈ ચારે તરફ નજર ફેરવીને જોયું. તો એક મુમુર્ખ સર્પ, સુંદરીની સોડમાં ભરાઈ બેઠો હતો. એ મૂંઝાઈને સુંદરીના દેહની ગંધથી અકળાઈને નીચે પડ્યો હતો. એનો શ્વાસ એટલો ગૂંગળાઈ ગયો હતો કે થોડી વાર
નિચ્ચેતન બની પડ્યો રહ્યો.
જયસિંહ ચંપાગુફાનો ઠીક ઠીક વખતથી મહેમાન બન્યો હતો. એ અહીંનાં પ્રાણીઓનો પરિચિત બની ગયો હતો : એટલે સતર્ક રહેતો એટલું, સભય નહોતો રહેતો !
ભેદી સુંદરી નિદ્રાધીન બની નિર્ભયપણે ચત્તીપાટ પડી હતી, જાણે મરદ પર રાજ્ય કરવા સર્જાયેલી રતિરાણી હોય એમ નિáદ્ધ સૂતી હતી, એનાં મનોહર પોપચાં કમળદળની યાદ આપતાં ; ને વક્ષસ્થળ સિવાયનો ખુલ્લો મનોરમ દેહપ્રદેશ આંખને ખેંચી રાખતો. હોઠ પર ને જીભ પર સાપ અને વીંછી વારંવાર કરડવાથી પડેલા જખમ, અધરોષ્ઠની શોભા વધારતા હતા.
સૌંદર્યની આ પારાશીશીને જયસિંહ એકીટશે નિરખી રહ્યો. વ્યાઘચર્મ પર મસ્ત વાઘણની જેમ સૂતેલી સુંદરીનાં એક એક અવયવ જયસિંહના મસ્તિષ્કમાં નશો પેદા કરવા લાગ્યાં ! હાંફતું વક્ષસ્થળ, જખમથી શોભતા અધરોષ્ઠ, મૃણાલદંડ જેવા કોમળ બાહુ, કસ્તુરી સમાન કાળો તલ, કાળાં ભમર ઝુલ્ફાં, કદલીદળ જેવા પગ !
જયસિંહની નજર જેમ જેમ ફરતી ગઈ તેમ તેમ નજરબંદીની જેમ એ અંગોમાં જ બંધાતી ગઈ ! આ ઉત્કટ સોંદર્યગંધે બીજી તમામ ઊર્મિગંધને મસ્તિષ્કમાંથી દેશવટો આપ્યો. જયસિંહના દિલ પર એ રમણી કબજો કરી બેઠી. થણ વાર પહેલાંના લાલીના આર્તસ્વરો, સત્યયુગી ફૂલાંદેનો સૂથમદેહી પ્રેમ અને દુર્ગાદાસનો દેશનિકાલ ભુલાઈ ગયો. મન-ચિત્તમાં બસ ‘તું હી ! તૂ હી !' રમી રહ્યું. મરેલું મડદું જાગીને એકાએક બેઠું થાય તેમ, મનમાં આવેશ જાગ્યો. સંયમનો સદા કાચો બંધ, ભણવારમાં તૂટી ગયો.
બાજ જેમ ચકલી પર ઝડપે એમ નર નારી પર ઝડપ્યો ! એણે પોતાનાથી મોટી ઉમરની સુંદરીને બે હાથમાં ફૂલની જેમ ઊંચકી લીધી : ને જોરથી છાતી સાથે દાબી દીધી, ગાઢ નિદ્રામાં પડેલી વનપરી જેવી સુંદરીએ પોતાનાં રમણીય પોપચાં ખોલ્યાં ! બીજી સ્ત્રી હોત તો જાગીને પોતાની આવી સ્થિતિમાં જોતાં બૂમાબૂમ કરી મુક્ત, પણ સુંદરી ન છળી કે ન ડરી ગઈ, ને એણે છૂટવાનો પ્રયત્ન કર્યો !
ફક્ત એ કે મૃદુ કાતિલ હાસ્ય કર્યું !
જયસિંહને લાગ્યું કે એની હથેળીમાં ચાંદની સર્વ કૌમુદીસૌંદર્ય સાથે આવી પડી છે. એણે ચાંદનીની કૌમુદીનો આસ્વાદ લેવા મોં નીચું કર્યું. સુંદરીએ પોતાનું મોં નીચું ઢાળી દેતાં કહ્યું :
| ‘જયસિંહ ! ગાફેલ ન બન. મને છોડી દે, નહિ તો પાંચ દશ પળ વિપળ પછી તારું મડદું અહીં હશે, તું નહિ હોય !” ‘મારું મડદું ?”
હું કોણ છું ? | 175
Page #96
--------------------------------------------------------------------------
________________
‘હા, પેલા રાજાનું મડદું તેં નહોતું જોયું ? એવું જ ! મારો ગાઢ આશ્લેષ, મારાં પાંચ-પંદર ચુંબન, મારી સાથેનો થોડી પળોનો સહવાસ, તને મડદું બનાવી મૂકશે. પછી જગતનો કોઈ વૈદ તને બચાવી શકશે નહિ ! જયસિંહ ! અમારા અનુભવે અમને શીખવ્યું છે, કે કોઈ નર પર પ્રેમ ન કરવો, નર હંમેશાં નાલાયક હોય છે. એને હથેળીમાં રમાડવો, પણ હૈયાથી છેટો રાખવો. મેં અનેક નર-ચક્રવર્તીથી લઈને શેઠશાહુકાર ને સેનાપતિ સુધીના નરોનો સહવાસ કર્યો છે. મારે મન હિંદુ મુસ્લિમનો પણ ભેદ રહ્યો નથી. વૃદ્ધ-જુવાનનો પણ તફાવત રહ્યો નથી, માત્ર સદાકાળ મારા પાલકોની આજ્ઞા મુજબ મારા વિષભર્યા સૌંદર્યમાં લુબ્ધ કરી તેમને સંહારવાનો મને શોખ રહ્યો છે. પણ જેમ ડાકણ દુનિયા આખીને ખાય તોય દોઢ ઘર છોડે, એમ ન જાણે તારા પર મોહનો કોઈ તંતુ મને વળગ્યો છે. મને તારા પર, તારી ભોળી, નિખાલસ જુવાની પર પ્રેમ જાગ્યો છે !' અને સુંદરીએ એક બેત ફટકારી :
શરમસે નામ નહીં લેતે, કે સુન લે કોઈ !
દિલ હી દિલમેં તુમેં, હમ યાદ કિયા કરતે હૈં !” મને પણ સુંદરી ! તારા પર પ્રેમ જાગ્યો છે !'
‘પણ મારો ને તારો પ્રેમ ચકલા-ચકવીનો રહેશે. મોર અને ઢેલની ગતિ આપણી સમજવી.'
‘એ હું ન સમજ્યો !'
મોર અને ઢેલનું જીવન તું જાણે છે ? મોર કળા કરે છે, દૂર ઊભી રહીને નીરખતી ઢેલને એથી તૃપ્તિ થાય છે. આપણું એ જ જીવન છે ! દૂર રહીશું ત્યાં સુધી સ્વસ્થ રહીશું. ભેગાં મળ્યાં કે સર્વનાશ વેરીશું.'
“તો પછી આપણા પ્રેમનો અર્થ કંઈ-સાર કંઈ ?'
સાર સંન્યાસીનો ! મારા આ ક્ષણભંગુર દેહને નકામો લેખવાનો. મારા આત્માની ચાહના કરવાની. જાણે છે પેલા સંન્યાસી ઉપગુપ્તની વાત ! વાસવદત્તા નામની રૂપજોબનમાં છકેલી સુંદરીએ જ્યારે દેહનાં દાન આપવા માંડ્યા ત્યારે ન લીધાં :ને કહ્યું કે સુંદરી ! મારો સમય આવશે ત્યારે વગર બોલાવ્યે ચાલ્યો આવીશ. ને જ્યારે વાસવદત્તા રોગથી કદરૂપી બની ગામ બહાર ફેંકાઈ ગઈ, ત્યારે યોગી પ્રેમ કરવા આવી પહોંચ્યો ! એણે કહ્યું કે તારા આત્મસૌંદર્યનો હરીફ તને છોડી ગયો, એટલે આવ્યો. હું છું આત્મસૌંદર્યનો પ્રેમી ! જયસિંહ ! આપણે જીવવું હશે, પ્રેમી બનીને જીવવું હશે તો આ યોગી અને ગણિકાનું જ આપણું નિર્માણ છે !'
‘તું કોણ છે, સુંદરી ? ઘડીમાં તું રંભા, ઘડીમાં પંડિતા, ઘડીમાં વ્યવહારદક્ષા, ઘડીમાં ઉત્કટ મોહના ! કંઈ સમજાતું નથી, આજ મને કહે કે તું કોણ છે ?”
“આટલી રાતો વિશ્વાસથી કાઢી, ને આજે જ પિછાનની ઘડી આવી પહોંચી ?”
‘હા, હવે પિછાન વગર, ખુલાસા વગર મારાથી એક ક્ષણ પણ નહિ રહી શકાય ! કોણ છે તું ?*
‘મને જાણીને શું કરીશ ? મારાથી અજાણ્યો તું, આજ મને ગોદમાં લઈ રમાડવા માગે છે. મને પિછાણ્યા પછી મારા પડછાયાથી પણ ડરીશ !'
‘નહિ ડરું, સુંદરી ! રજપૂતી બુંદ છું. ઘાંચી-ગોલાનું સંતાન નથી.’
‘ડરીશ ! જુવાન ! જરૂર ડરીશ. તું જ્યારે જાણીશ કે મારા હોઠ પર કાલીય નાગ કરતાં તીણ વિષ છે, મારા નખમાં વીંછીના ડંખ કરતાં વધુ વેદના છે, મારા આશ્લેષમાં ચંદન ઘોની ખૂની ખંજવાળ છે, મારા ગાલમાં સોમલની લાલી છે, મારા કેશપાશમાં ઊંટડિયું ઝેર છે, મારું લોહીનું એક એક ટીપું હળાહળથી ભરેલું છે : ત્યારે તું જરૂર ડરીશ ! ઇંદ્રવરણાં જેવાં રૂપાળાં મારાં અંગોમાં જીવહત્યાની ભયંકર જોગવાઈ છે. તું સાપથી બચી શકે, સિંહના પંજાથી બચી શકે, મારો એક નખ કે એક બચકું તારો પ્રાણ હરી લે !' - “ઓહ! ઓ માયાવી સ્ત્રી! તું કોણ છે? યોગિની, શાકિની, ડાકિની ! કોણ છે તું?”
‘યોગિની, શાકિની, ડાકિની તો મારી પાસે કોઈ ચીજ નથી. હું તો નરવ્યાધ્રોને સોડમાં લઈ સહજમાં એમનો અંત આણનારી પૂતના નારી છું.’
‘આડીઅવળી વાતો બંધ કર. તું ખરેખર કોણ છે, એ મને કહે.'
‘જયસિંહ ! તો કાન ખોલીને સાંભળી લે ! હું વિષકન્યા છે. રાજ શેતરંજની એક મોટી સોગઠી છે. રાજા જેવા સોગઠાને મહાત કરનારી શક્તિ છું ! આ મારા બે બાહુમાં દિલ્હીપતિઓ, સિંહાસનસ્વામીઓ, સિપેહસાલાર, રાજાઓ, અમાત્યો આવ્યા છે અને હંમેશાં મને કચડી નાખી મોજ લેવા એ મચ્યા છે ! પણ બે પળ પછી એમનાં મડદાં મારી ઠોકરે ચઢયાં છે ! મારી જીવન કહાણી અજબ છે !
મારે એ જરૂર સાંભળવી છે ! એ પહેલાં બીજું કંઈ સાંભળવું નથી.’
‘જયસિંહ ! તું છે જુવાન, પણ તારું દિલ બાળભોળું છે. બાળક જેવો તારો વાર્તાશ્રવણનો ઉત્સાહ છે. મારી જીવનકથા કહેવા માટે જ, સાથે સાથે તને જીવનસંદેશ આપવા અત્યાર સુધી બધી કથા કહી. આ કથામાં જ આગળ મારી જીવનવાર્તા આવશે, ધીરજ ધર, ને મારા સૌંદર્યના પાશમાંથી મુક્તિ મેળવી સ્વસ્થ થા ! ઇંદ્રવરણાનાં ફળ જેમ જોવામાં જ સુંદર હોય છે, એમ હું જોવામાં જ સુંદર છું. મારો એટલો જ ઉપભોગ છે ! નહિ તો ઇંદ્રવરણાનાં સુંદર ફળથી લોભાઈને એને ખાનારાના જેવી તારી દશા થશે.’
‘મારા થોડા પ્રશ્નોના જવાબ આપ ! તારા મુખની બધી કથા સાંભળીશ,
174 n બૂરો દેવળ
હું કોણ છું ? 1 175
Page #97
--------------------------------------------------------------------------
________________
| ‘જયસિંહ ! આપ જાણે પાપ, ને મા જાણે બાપ. પણ આશ્ચર્યની વાત તો એ છે, કે મારી મા પણ મારા બાપને નિશ્ચિત રીતે જાણતી નહોતી ! પણ જ્યારે હું પૂછું ત્યારે એ કહેતી કે બેટી ! તારું ખમીર રાજવંશી છે, મરાઠા, મોગલ ને ૨જપૂત બુંદની તું છે !
‘તારી માનું નામ ?”
મારી માનું નામ અશોકનયના ! એ કાશ્મીરની હતી. એક કાળ એવો હતો કે દરેક બાદશાહ, અમીર કે ઉમરાવ પોતાની પાસે કારમીરી પત્ની કે રખાત રાખવામાં ગૌરવ સમજતો. આ માટે લૂંટારાના ટોળા જેવા સોદાગરો કાશમીરમાં ઘૂમ્યા કરતા. લાગ મળતાં સુંદર બાળાઓનાં હરણ કરતા : ને પછી એ કન્યાઓને રાજરજવાડા ને અમીરોમાં ભારે દામે વેચતા ! મારી મા પણ આ રીતે રાજપુરુષોના ખાનગી વિલાસને પોષનારી ટોળીના હાથમાં પડી, ને વેચાઈ. બનારસના એક વયોવૃદ્ધ અમીરની એ રખાતી હતી. મારી મા વિષકન્યા નહોતી, પણ નરને ખાનારી નરસંહારિણી રંભા હતી. ન જાણે એણે કેટલાય નરને એ રીતે ખાધા હશે !'
‘તારું નામ !'
સાંભળ્યા પહેલાં તારાથી ભયભીત બનીને ચાલ્યો જાઉં તો મને તેત્રીસ કોટિ દેવની આણ. પણ કથા તો લાંબી હશે, ને મારી જિજ્ઞાસા અતિ તીવ્ર બની છે. તારા વિશે મારે થોડું જાણી લેવું છે.” | સારું. પૂછી લે ! તું જે પૂછીશ, તેનો સાચો જવાબ આપીશ. નાચવા લાગ્યા પછી ઘૂંઘટ કેવો ?'
‘તું એટલી ચતુરા ને મનોજ્ઞા છે, કે તારી સાથે એક દલીલ કરવા જતાં, તું બીજી અનેક દલીલોનો જવાબ આપી દે છે. સારું, ધારું છું કે તું ઈશ્વરમાં માને છે ?'
- ‘ધારું છું એમ નહિ, માનું છું એમ કહે. ઈશ્વર જેવી શક્તિનો અમને આધાર ન હોત તો, ન જાણે અમારું શું થાત ! ફક્ત ઈશ્વર જ જાણે છે કે અમને પૂતના રાક્ષસી બનાવનાર ક્યા કંસ રાજવીઓ છે, ને અમારા દેહથી જે પાપ થયાં, એમાં અમે કેટલાં નિર્દોષ છીએ ! ‘આ ફસે ભાઈ, આ ફસે ” જેવું છે. પાપમાં અમારો સ્વાર્થ નથી. પાપ એ કર્મમાં પ્રગટે, જેમાં સ્વાર્થ હોય. કોઈની સ્વાર્થની વેદી પર અમારાં હંમેશાં બલિ અપાયાં છે. જયસિંહ ! સદ્દભાગી છું કે એ કથા પણ તને કહી શકી છું, બાકી મારી બીજી બહેનોને તો જીવનભર મોં પર તાળાં રહ્યાં છે ! દર્દ ખરું, દર્દની આહ નહિ !'
‘અજબ સુંદરી છે તું ? થોડું પૂછું છું, ઝાઝો જવાબ વાળે છે, વારુ, કહે, કે જે કહીશ, તે ઈશ્વરસાણીએ કહીશ.'
| ‘જયસિંહ ! જન્મ ધરીને જો સાચું હસી હોઉં, સાચું ૨ડી હોઉં, સાચું બોલી હોઉં તો તારી સામે ! તારી સામે મેં મારાં મન, ચિત્ત ને દેહ ખુલ્લાં મૂકી દીધાં છે. માટે નિશ્ચિત મને પૂછે ! જે કહ્યું છે એ ઈશ્વર સાક્ષીએ જ કહ્યું છે, ને હવે પણ જે કહીશ તે ઈશ્વરસાણીએ જ કહીશ.'
‘ફરીથી પૂછું છું, તું ઈશ્વરમાં માને છે ?' ‘હા !' ‘તારા જેવી ઘોર હત્યારી ઈશ્વરમાં માને ખરી ?”
‘મને તો એમ લાગે છે, કે અમે જ ઈશ્વરમાં માનીએ છીએ, ને બીજા બધા માનવાનો ઢોંગ કરે છે. દુનિયામાં જે માણસ હરેફરે છે, બોલે ચાલે છે, જપ-તપ કરે છે એ જૂઠા રંગરોગાન લગાડેલો માણસ છે. ખરો માણસ તો પદવી, વિદ્યા, વાઘ, ઘરેણાં, સિંહાસન, સત્તા, વૈભવ-એ બધાની પાછળ છુપાયેલો હોય છે. એ માણસ અમારી સામે ખરા રૂપે પ્રગટ થાય છે. એટલે કહું છું કે ભલભલા ગૌબ્રાહ્મણપ્રતિપાલ રાજાઓ અને વેદવેદાંગના સંન્યાસીઓ અમારા જેટલા ઈશ્વરમાં માનતા હોતા નથી.”
સુંદરી ! તારા બાપનું નામ ?*
‘મારું નામ સાંભળીને આશ્ચર્ય ન પામીશ. મારું નામ લાલ કુંવર ! દિલ્હીની એક વખતની સમ્રાજ્ઞી લાલ કુંવર !'
‘તું સમાન્ની ? દિલ્હીની મહારાણી ? લાલકુવર તું ! તું મને ઉલ્લુ તો બનાવતી નથી ને ?”
‘તો ઠાકર લેખાં લેશે ! જયસિંહ ! જાણી લે કે તને કદી કોઈ વાત ખોટી નહિ કહું !” ‘તારી સાચી વાત પણ કલ્પના જેવી લાગે છે !'
| ‘જયસિંહ ! સાંભળી લે ! કાન ખોલીને સાંભળી લે. આશ્ચર્યનો આઘાત ન લાગે એ રીતે સાંભળી લે, મયૂરાસન પર બેસનારી હું છું. જેના પર શાહજહાં ને આલમગીરના પાદપદ્મ પડ્યો, એ સિંહાસન પર આ પાદપદ્મ પણ પડ્યા છે ! લાલ કિલ્લાની ‘નહરે એ બહિસ્ત’માં મેં સ્નાન કર્યું છે ! આબે ગુલાબના ફુવારા નીચે હિંદના બાદશાહને મેં કદમબોસી કરાવી છે ! સંગેમરમરના હમામખાનાના કાચ મઢવા કુંડોમાં મારી સાથે સ્નાન કરવા, ભારતનો ચક્રવર્તી મને રોજ નિમંત્રણ આપતો. હું રોજ એ નિમંત્રણ ઠુકરાવી કાઢતી !'
‘લાલકુંવર ! તારી વાતો એટલી અદ્ભુત છે, કે સત્ય હશે છતાં માની શક્તો નથી ! જિંદગીમાં જેણે પરસ્ત્રી સામે જોયું નથી, એ આલમગીરના બેસણા પર તારું બેસણું ?'
‘જી હા !' લાલ કુંવરે લટકો કરતાં કહ્યું.
176 B બૂરો દેવળ
હું કોણ છું ? 1 177
Page #98
--------------------------------------------------------------------------
________________ એ બાદશાહનું નામ ' જહાંદારશાહ ! મારો રફી !' ‘આલમગીર બાદશાહનો પૌત્ર ? શું સિંહની બોડમાં શિયાળ ?" ‘જીવનમાં બહુ સખ્તાઈથી જીવનારના ઘરની એ જ હાલત થાય છે ! દડાને જેટલો દબાવીએ, એટલો વધુ ઊછળે. ધનુષને જેટલું વધુ ખેંચીએ, તીર એટલું વધુ દૂર જાય ! ભારતનો ચક્રવર્તી નામે જહાંદારશાહ ને મારો પ્રેમી નામે રફી, એના ગળામાં તાવીજ જેવી હું લાલ કુંવર ! એક વાર આખા હિન્દુ પર જેની આણ ચાલતી હતી એ હું લાલકુંવર ! દીવાને આમનું નૂર, દીવાને ખાસની મલિકા લાલકુંવર તારી સામે છે !' “ઓહ ! અજબ વાત છે તારી ! અદ્ભુત છે તું નારી, મને તારી કથા કહે ! આગળ વધાર તારી કથા !' મારી કથા તો આડકથા છે. કથા હવે કહેવાની છે ઇન્દ્રકુમાર બેગમની ! મહારાજા અજિતસિંહની લાડકી બેટીની, મારા જેવી દુઃખિયારીની ! બૂરો દેવળની અધિષ્ઠાત્રીની ! પણ એ કથા શરૂ કર્યું. તે પહેલાં, થોડી આસાયેશ લઈ લઈએ !' જયસિંહ સ્તબ્ધ બની ગયો હતો. એ આ અજબ નારી વિશે ઊંડો વિચાર કરી રહ્યો. પ્રથમ સાવ સામાન્ય લાગેલી બાલુ સુંદરી, એમાંથી ચંપાગુફાની યોગિની, એમાંથી ભેદી સુંદરી, એમાંથી વિષકન્યા, ને એમાંથી ભારતસમ્રાજ્ઞી લાલકુંવરસરિતા જળમાં મોટી શિલા પડતાં જલતરંગનાં જેવાં વર્તુળો રચાય, એવાં વર્તુળો જયસિંહના મગજ માં વળી રહ્યાં ! જયસિંહ એક પ્રસિદ્ધ શેર બબડી રહ્યો : જમીને ચમન ગુલ ખિલાતી હૈ ક્યા કયા ? બદલતા હૈ રંગ, આસમાં કમસે કમસે ? * ઔરંગઝેબનો પુત્ર-બહાદુરશાહ, અને એનો પુત્ર-જહાંદારશાહ, જહાંદારશાહનું મૂળ નામ ૨ફી ઉલ કાદર હતું. 178 D બૂરો દેવળ