________________
વિનાનો માણસ ખવીસ લાગે. રાજા વિનાનું રાજ્ય ભૂતિયું રાજ લાગે. રાજા જોઈએ ! સોનિંગ ! રાજા લઈ આવીએ ! મસ્તકને શ્રીફળની જેમ વધેરીને પણ રાજાને લીલે તોરણે લઈ આવીએ.”
‘જી, સેવકો તૈયાર છે. હુકમ આપો !' ચલો દિલ્હી !'
એ દહાડે રાઠોડ વીરોના ઘોડા દિલ્હી તરફ ઊપડી ગયો. કાગાના બાગનાં અનાર એ જોઈને નિરાશામાં ઝૂલી રહ્યાં, જાણે કહેતાં ન હોય કે અમારા દિલમાંથી રક્તનો રાતો રંગ કાઢી દૂધ જેવો ઉજળો રંગ ધારણ કરતાં શીખ્યાં, પણ માનવહૈયાંમાં જાણે માતાનાં દૂધ નહિ પણ માતાનાં રક્ત સિંચાયાં હોય એમ હજી લાલમલાલ રહ્યાં , થોડા વખતમાં ઝાટકાનાં ઝુંડ ઊડશે, ને તલવારોની તાળી બાજ શે. લોઢે લોઢું ટકરાય, પછી શું થાય ?
‘પૂત રજપૂત મોતથી હંમેશાં મહોબ્બત બાંધે. અહીં મરીશ. મરું તો દેન દેવાની તકલીફ પણ ના લેશો; કાગડા-કૂતરાને મારો દેહ ફેંકી દેજો. સપ્તાહના જમણનો આનંદ એ પ્રાણીઓને મળશે, તોય મારા દેહનું સાર્થક માનીશ.”
“વાહ રે ફૂલવાની ! જયસિંહ ! જે હૈયાની ભૂમિને મહોબ્બતના અંકુર ફૂટી ન શકે એવી રીતે ઉખર કરવામાં આવી છે, ત્યાં આજ અંકુરો ફૂટવાની ગુદગુદી થાય છે. જવાનું નહિ કહું. જયસિંહ ! પણ જવું હોય ત્યારે ખુશીથી ચાલ્યો જજે !
સુંદરી વાત કરતી વિરામાસન પર આડી પડી. જયસિંહે પણ લંબાવ્યું. થોડી વાર બંને નિદ્રાના ભુજપાશમાં લપેટાઈ ગયાં.
વાત કરતાં કરતાં સુંદરીએ બગાસું ખાધું. પ્રભાતની કિરણાવલિ દૂરદૂર આભમાં પ્રગટતી હતી. માળા છોડીને દેવચકલી ને તેતર ધૂળમાં રમવા આવ્યાં હતાં સુંદરીએ કહ્યું : “જયસિંહ ! વાત મારી લાંબી છે, ને વખત અત્યારે થોડો છે. સુખેથી જા, જુવાન ! ફરી કોઈ વાર આવજે . ચંપાની ગુફા તને આદરભાવ આપશે, પણ મારો ભેદ કોઈ પાસે પ્રગટ કરતો નહિ.”
સુંદરી ? ક્યાં જાઉં ? કેમ કરીને જાઉં ? મન-પ્રાણીને પહેલાં ખીલે બાંધીને ભાવતો ચારો નીરી પછી કહેવું કે જા, એવું કરો છો. જવાનું મન નથી, ધક્કો મારીને પરાણે મોકલશો, તો પાછો અહીં ને અહીં આવીશ. ખોટું નહિ બોલું. તમે મને આદરભાવ અર્યો છે એટલે કહું છું. તમારી વાતનું કુતૂહલ ને તમારા દેહનું આકર્ષણ મને મારી દીન-દુનિયા ભુલાવી રહ્યાં છે. જવાની વાત ન કરશો.'
‘તમારા મોટા ભાઈ સવારે ઊઠીને તને નહિ જુએ તો ?”
‘તો રાજા નળને અલોપ થયેલો જોઈ દમયંતીની માફક માથું નહિ કૂટે ! થોડી તપાસ કરશે, હોહા કરશે, પછી ઘેર જશે. ખાધું, પીધું ને લહેર કરી !?
‘એમનું મન અશાન્ત નહિ થાય ?”
‘સમર્થ પેઢીના ભાગીદારને ભાંગી ગયેલો જોઈ, કોઈ બહારથી દુઃખ ભલે દેખાડે, પણ અંતરમાં તો આનંદધારા વહેલા લાગે અને રાજનીતિ તો તમે હમણાં સમજાવી. જવાની વાત કરો તો તમને મારા સોગન છે. જઈશ ત્યારે મારી મેળે ચાલ્યો જઈશ, સુંદરી ! હું તો આ ચંપાની ગુફામાં ખોવાઈ જવા માગું છું ?”
આ ગુફામાં સાપ છે, વીંછી છે, ઝેર છે, બીક છે, મોત છે.’
52 D બૂરો દેવળ
કાગા કા બાગ 53