________________
પ્રવેશ કરતાં જ પેલા મુખ્ય માણસે પ્રશ્ન કર્યો : જગરામ ! પ્રવાસ તો સુખરૂપ ! કહો, શા સમાચાર છે ?”
‘રાવ દુર્ગાદાસ ! દિલ્હીમાં કુમાર પૃથ્વીસિંહના મૃત્યુના સમાચાર તો આપને પહોંચાડી ચૂક્યો છું. હજી એ નક્કી થઈ શક્યું નથી કે તેઓ ઝેરી પોશાકની અસરથી મર્યા કે શીતળાની બીમારીથી ! હજૂર, આખે શરીરે રૂપિયા રૂપિયા જેવડાં ચાંદાં થયાં હતાં. પાસ-પરુનાં ઠેકાણાં નહિ. દિલ્હી દરબારમાંથી શહેનશાહ ઔરંગઝેબ પાસેથી આવીને સૂતા એ સૂતા. ઓહ ! શું દર્દ ! શું પોકાર ! હે પ્રભો ! દુશમનને પણ એવું મોત ન મળજો !'
‘વારુ એ વાત જૂની થઈ, આગળ ' રાવ દુર્ગાદાસે કહ્યું. ‘આ અનારની વાડીઓના નિર્માતા, હિંદુ કુલભૂષણ મારવાડરાજ જશવંતસિંહ કાબુલમાં એકાએક મૃત્યુ પામ્યા. તમે આવ્યા ત્યારે નરમ-ગરમ જરૂર હતા : કાબુલનાં હવાપાણી માફક નહોતાં આવતાં, કુમાર પૃથ્વીસિંહનું મૃત્યુ સાલતું હતું, પણ આમ બનશે, એવી કલ્પના કોઈને પણ નહોતી. કોઈ કહે છે, કે આલમગીર બાદશાહને આ રાઠોડ રાજાનો મનમાં હરણ ફડકો રહેતો, મેવાડ-મારવાડ એક થઈ જાય, ને રાણા રાજસિંહ ને રાવ જસવંત જો દોસ્તીનાં કાંડાં કાપે, તો મોગલ સિંહાસન ડોલવા લાગે, એ માટે મારવાડ રાજનો કાંટો કાઢચો કહેવાય છે ! જયપુરના જયસિંહનું પણ એમ કહેવાય છે !'
બે ઘડી આ સમાચાર સાંભળી બધા અવાક થઈ ગયા. થોડીવાર સ્વસ્થ થતાં દુર્ગાદાસે કહ્યું :
‘આભ ફાટયું ત્યાં થીગડું ક્યાં દઈશું ? દૈવની જેવી ઇચ્છા ! આજ આપણે માથે દુઃખના દરિયા ફરી વળ્યા છે, પણ દુઃખમાં હિંમત ન હારવી, એ વીર અને ધીર પુરુષનું લક્ષણ છે. અસ્તુ ! બીતી તાહે બિસાર દે, આગે કી સુધ લે,* એ ન્યાયે આગળ કહો. કાબુલના શા સમાચાર છે ?'
‘મહારાજાના મૃત્યુ પછી હું અહીં આવવા નીકળ્યાં. ત્યાં લાહોરમાં બે રાણીઓએ એક જ દિવસે-કેટલીક ક્ષણોના અંતરે બે પુત્રોને જન્મ આપ્યો.'
“વાહ કિસ્મત ! મહારાજા જસવંત સંતાનની હાયમાં મર્યા ને મર્યા, પછી બળે પુત્ર ! રાવ દુર્ગાદાસે જરાક સ્મિત કરીને કહ્યું : એમાં શોકની વિકરાળ છાયા ભળેલી હતી.
‘એમાંથી એક કુંવર તો માર્ગમાં મરી ગયો.' ‘પણ એક તો છે ને ! જોધપુરની ગાદીનો ભાણ તપે એટલે બસ, સ્વર્ગસ્થ
મહારાજાને મેં વચન આપેલું છે, કે જીવમાં જીવ હશે ત્યાં સુધી જોધપુરને જાળવીશ, જોધપુરની ગાદીને જાળવીશ. સોનિંગ ! મારે બતાવવું છે કે રાઠોડ સરદારોની સ્વામીભક્તિ પતિવ્રતા હિંદુ સ્ત્રીની સ્વામીભક્તિથી કોઈ રીતે ઊતરતી નથી.'
હરેક રણબંકા રાઠોડ એ નીતિનો હિમાયતી છે.' સોનિંગે કહ્યું. ‘દુશ્મનના હાથીને આવતો ખાળવા રાઠોડોએ હંમેશાં વગર આનાકાનીએ દેહના દુર્ગ રચ્યા છે.”
‘વારુ, જગરામ ! પછી નવા કુંવર કેટલે દૂર છે ? એને બાદશાહ તરફથી મંજૂરીની મહોર મળી કે ?”
‘હજૂર ! બાદશાહને આ સમાચાર મળ્યા ત્યારે એણે હસીને કહ્યું : “બંદા ક્યા ચાહતા હૈ, ઔર ખુદા ક્યા કરતા હૈ, વધારામાં ઉમેર્યું કે એ જોધપુરરાજનો કુમાર દિલ્હી દરબારમાં રહેશે ને શાહી રીતરસમથી એનો ઉછેર થશે.
‘પોઠિયા પાળવાનો શોખીન છે. બાદશાહ ! છત્રપતિ શિવાજીના પૌત્રને પણ એણે એમ જ રાખ્યો છે. પછી ?' દુર્ગાદાસે પ્રશ્ન કર્યો.
| હજૂર ! એક તરફ કુવરને તેડી લાવવા મોગલ સિપાઈઓ લાહોર તરફ રવાના કર્યા, બીજી તરફ આપણા રાઠોડ સરદારોને કહેવરાવ્યું કે તમે ત્યાંથી ખસશો નહિ, કાબુલીઓ પાછા તોફાન આદરશે.'
વાહ રે ઔરંગઝેબ ! આખી દુનિયાનાં બળ અને કળની તને ભેટ મળી છે. ધરમ અને કરમબંનેની ગત તને આવડે છે. અંતરમાં મારવાડરાજના સર્વનાશની આકાંક્ષા ને જબાન પર કેટલું પ્રેમજાદુ ! વાહ રે અજ બોગજબ આદમી !' દુર્ગાદાસથી બોલાઈ ગયું.
| ‘અને એ માટે મુલતાનથી શાહજાદા એ કબરને જોધપુર પર જવા, આગરાથી મહાન વીર શાઇસ્તખાંને જોધપુર આવવા, ગુજરાતથી મહમ્મદ અમીનખાંને ને ઉજ્જૈનથી અસદખાને બંદોબસ્ત માટે અહીં પહોંચી જવા ફરમાન જારી થયાં છે !'
‘સોનિંગ ! જેમ ખોળિયું ને પ્રાણ તેમ નગર ને રાજા, નગરની રક્ષા ને રાજાની રક્ષા-બેમાંથી રાજાની રક્ષા પહેલી જરૂરી છે. રાજાને બચાવવા પડશે. ગમે તેમ કરીને એને ત્યાંથી કાઢી લાવવા પડશે. નગરની રક્ષા હરિને હાથ સોંપી, આપણે દિલ્હી પહોંચી જવું પડશે. દિલ્હીમાં બધાં ક્યાં ઊતરવાનાં છે.'
‘કિશનગઢના રાજા રૂપસિંહની હવેલીમાં !'
મારા વીર સરદારો !' રાવ દુર્ગાદાસે સોનિંગને જગરામ સામે જોઈ, જાણે તમામ રાઠોડી વીરોને સંબોધતા હોય તેમ કહ્યું :
‘રાઠોડને માથે ભગીરથ કાર્ય આવી પહોંચ્યું. આસમાન ને ઔરંગઝેબ બે અકળ છે. એનો ભેદ પામવો ભારી છે ! પણ રાઠોડોને રાજા જોઈએ છે. માથા
* ગઈ ગુજરી ભૂલી જા, ભાવિની ચિંતા કર !
50 g બૂરો દેવળ
કાગા કા બાગ 51