________________
કાગા ફા બાગ
બગિયાં હરી રહેલી !
સાધો, બગિયાં હરી રહેગી ! પ્રાતઃકાલની ખુશનુમા હવામાં એક સાધુ ગીત ગુંજતો ચાલ્યો જતો હતો. એની સૂરાવલિ જોધપુર નગરના મહાન ગઢને માથે પડછંદા પાડતી હતી. સૂતેલાં માનવીને જ ગવતો, સૂતેલાં જ ળને જગવતો એ જાનસાગર અને કલ્યાણસાગરને કાંઠે કાંઠે થઈ રાઈના બાગના રસ્તે વળ્યો. એ બાગ વટાવી રાવ જસવંતસિંહે વસાવેલા *જશવંતપુરા'માંથી એ સાધુ ગીત ગાતો આગળ વધ્યો.
બગિયાં હરી રહેલી !
સાધો, બગિયાં હરી રહેગી ! પંખીઓએ હમણાં જ ગાન આરંભ્યાં હતાં. એ ગાનની સાથે પોતાની સૂરાવલિ જોડતો સાધુ આગળ ને આગળ વધ્યો. માધુકરી આપવા દ્વાર પર આવેલી ગૃહવધૂઓનાં આમંત્રણને ઠેલવતો સાધુ, ખાલી હાથે ને ખાલી પાત્રે આગળ ને આગળ વધ્યો. રે અજબ સાધુ ! તને શું ખપે ? પણ કોઈની વાત પર લય આપ્યા વિના એ સાધુ કાગાના બાગ તરફ ચાલ્યો જતો જોવાયો.
મહાન શહીદ રાજિયાની શહાદતને આજે બસો વર્ષ વીતી ગયાં હતાં. કાળની ચક્કીમાં મૂઠી બાજરાના કણ જેવાં વર્ષોનો હિસાબ કેવો ! જોધાજીનો એ ‘ગઢ જોધપુરીઓ’ ભારે ભારે દુશ્મનોનો ઘા ખાઈને લીલી કેળના વન જેવો ખીલી બેઠો હતો. લીલી કેળના વનને વર્ષે વાઢો તો જ એ લીલું રહે, એમ જોધ-પુરિયો ગઢ પણ વરસોવરસના જખમ વેઠતો અણનમ જોદ્ધા જેવો ખડો હતો.
એ ગઢની પાસે, રેગીસ્તાનના ધૂળના બવંડર વચ્ચે ‘કાગાનો બાગ’ આવેલો
હતો. ઈરાની કવિઓ જેના ફળને માશુકાના વક્ષસ્થળની ઉપમા આપે છે, ભારતીય ભાટચારણો જેનાં બીજ સાથે પદ્મિનીઓની દંતપંક્તિઓને સરખાવે છે, એ અનારનાં વૃક્ષોનો આ બાગ હતો.
આજે એ જ બાગમાં એક પુરુષ અનારવૃક્ષની ડાળી પકડીને ઊભો હતો. એની હાજરી જ ઉદ્યાનને ભરી દેતી હતી. એનો ચહેરો કડક; મુખમુદ્રા પ્રભાવશાળી ને દેહયષ્ટિ પ્રચંડ હતી. શરીર પર ખાસ અલંકારો નહોતા, પણ નાના નાના અસંખ્ય ઘાવ અલંકારની સુશ્રી ખડી કરતા હતા.
એ પુરુષ વારંવાર નાના-મોટા ઘાવ તરફ જોતો, ને એની દૃષ્ટિ આપોઆપ પ્રસન્ન થઈને પાછી ફરતી. માણસ પોતાના માનચાંદને જુએ, ને જેમ આનંદ અનુભવે એવી એ પુરુષની દશા હતી. એની દાઢી ભરાવદાર ને મૂછો થોભિયાવાળી હતી. એને જોતાં એમ લાગે કે માણસ લાગે છે સુશીલ પણ વખત આવે યમરાજ સાથે બાકરી બાંધે એવો નરસિહ છે !
એ પુરુષના શ્રવણપટ પર, પ્રભાતની વાયુલહરીઓ સાથે આવતું પેલા સાધુનું ગીત આવ્યું. જંગલમાં અજાણ્ય ૨૦ સાંભળતો એશ્વના કાનની ટીશિયો જેમ ખડી થઈ જાય, તેમ પુરુષના કાન સરવા થયા. એણે ગીત ગાનાર તરફ કદમ બઢાવ્યા.
ગાનાર સાવ નજીક આવી ગયો. એને જોતાં જ અનારવૃક્ષની ડાળ પકડીને ઊભેલા પુરુષે ઉતાવળા છતાં દબાયેલા સ્વરે કોઈકને ઉદ્દેશીને કહ્યું :
‘રે જગરામ ! તેં પણ ખરો વેશ ભજવ્યો. રાજ કારણમાં પૂજનીય વેશનો આ ઉપયોગ ? બૂરા રાજ કારણે પૂજ્યની પણ પ્રતિષ્ઠા ન રાખી ! સોનિંગ ! જગરામ દિલહીથી આવ્યો છે.”
સોનિંગ, બોલાવનાર યોદ્ધા કરતાં ઉંમરે કંઈક નાનો હતો. એ અનારવૃક્ષોના ક્યારામાં પાણી પીતાં કબૂતરો સાથે રમી રહ્યો હતો. જગરામના આવવાના સમાચાર સાંભળી એ દોડતો આવ્યો. બંનેની મુખમુદ્રા સમાન હતી. બાંધો, દાઢીમૂછના થોભિયા સરખા હતા. ફક્ત એકને જોતાં એમ લાગે કે આ ખુલ્લી તલવાર છે, બીજાને જોતાં એમ લાગે કે આ તલવાર મ્યાનમાં છે.
બંને જણાએ સાધુ તરફ જોઈને કહ્યું: ‘સાધુરાજ ! સુસ્વાગતમ્ ! અંદર પધારો !”
કાગાના ભાગમાં જોધપુરી ચંપાની ઘટા વચ્ચે બોરસલ્લીનાં ઝુંડમાં એક લતામંડપ બનાવેલો હતો. અંદર પાણીનો કુંડ હતો, ને એની આજુબાજુ સંગેમરમરનાં વિરામાસનો હતાં.
ત્રિપુટી લતામંડપમાં પ્રવેશી.
કાગો કી બાગ 3 49