________________
સુંદરીએ વાત શરૂ કરી
સ્નિગ્ધતાથી ઓપતાં હતાં. રૂપ તલવારની ધાર જેવું કાતિલ બની ગયું હતું.
પુરુષને માટે-કોઈ પણ અવસ્થામાં એ સુંદરી સામે નિર્વિકાર ભાવે જોઈ રહેવું શક્ય નહોતું ! જયસિંહને લાગ્યું કે વિશ્વામિત્ર જેવા ઋષિને ચળાવનાર મેનકા પણ આની પાસે કંઈ વિસાતમાં નહિ હોય !
સુંદરીએ અર્ધમૃત જેવા સર્પને ઉપાડીને એક ભેજવાળી ગુફામાં મૂક્યો. ઠંડકમાં પડેલાં દેડકાં ચીસ પાડી ઊઠ્યાં !
જોયું ને મારું વાજીકરણ !” સુંદરીએ આવીને વિરામાસન પર બેસતાં કહ્યું.
જયસિંહે આંખ અર્ધમીંચીને કહ્યું : ‘જોયું, પણ એ ભોરિંગને હવે પિટારીમાં મુકી દે !
‘શા માટે ? ભલે મણિધર ચારો ચરે ! મને ચુંબન કરીને એની તાકાત એવી હણાઈ ગઈ છે, કે કદાચ પાંચ-પંદર દહાડે એ પાછો સ્વસ્થ થશે, કદાચ યમધામ પણ સિધાવી જાય, પણ મને એની ચિંતા નથી. આ રેતના ટીલામાં એનાથી પણ વધુ ઝેરી વિષધર મળી રહેશે, પણ મને તારા સસલીની જેમ ધકધક થતા હૈયાની ચિંતા છે ! હવે હું સ્વસ્થ છું. આ બૂરા દેવળની વાત માંડું છું !'
પણ હું સ્વસ્થ નથી, સુંદરી !'
‘જાણું છું, તારી જુવાની એક તરફથી મારા સૌંદર્યને ગાઢ આશ્લેષમાં લેવા ફરમાવી રહી છે, બીજી તરફ જાન શંકાકુશંકામાં ફસાઈ ગઈ છે. ત્રીજી તરફ વાતનું કુતૂહલ તને ખેંચી રહ્યું છે ! ત્રિવિધ તાપમાં તરફડતા જુવાન ! નિશ્ચિત રહે, મારી વાત પૂરેપૂરી સાંભળ્યા બાદ તારા મનને અંદેશો નહિ રહે ! બાકી મારા સ્પર્શની ઝંખના પણ ન કરતો, જો બતાવું એનું પરિણામ !'
સુંદરી ઊભી થઈ, પાસેના ચંપાના વૃક્ષ પરથી એક ફૂલ તોડ્યું. નાક પર મૂકી બે વાર જોરથી સુંબું, ફૂલ ચીમળાઈ ગયું !
‘જોયું ને !' જોયું !”
બસ, મારી જાત તરફ નહિ. મારી વાત પર લક્ષ આપજે, તારું કલ્યાણ થશે. જુવાન ! દિલની દુગ્ધા વામ ને વાત સાંભળ !'
જુવાને કંઈ જવાબ ન વાળ્યો, એની મતિ મૂંઝાઈ ગઈ હતી. સુંદરીની વાતનો સ્વીકાર કરતો હોય તેમ તેણે માથું નમાવ્યું !
જયસિંહ ! સુવર્ણ અને સ્ત્રી પાછળ ઘેલો બનનાર માત્ર તું એકલો જ નથી, સંસારના સર્વશ્રેષ્ઠ ચમરબંધીઓ અને ચક્રવર્તીઓએ પણ એ બાબતમાં સંયમ સ્વીકાર્યો નથી, જે રાજા થયો, સત્તા પામ્યો, એણે માન્યું કે સંસારનું જેટલું સુવર્ણ અને સ્ત્રીનું જેટલું સૌંદર્ય, એ તમામ ભોગવવાનો એનો એ કલાનો અમર ઇજારો !
“જે માતૃભોમની હું વાત કરવાની છું, એ મભોમનો જન્મ પણ એક એવા ઇજારામાંથી જ થયો છે. આજ કાલની વાત કરતી નથી. ત્રેતા ને દ્વાપર વટાવી સત્યયુગની વાત કરું છું. માણસ કોઈપણ યુગમાં માણસ જ છે, અને ઇતિહાસ એ સર્વયુગોમાં સદા કાળ એક સરખો જ રચાતો રહ્યો છે.
જે વખતની વાત કરું છું, એ વખતે આપણી માતૃભૂમિ મરુભૂમિના પગ મહાસાગર પખાળતો હતો. એ વખતે લંકામાં ત્રિભુવનવિજયી રાજા દશગ્રીવ રાવણ રાજ કરતો હતો. પ્રત્યેક માનવી કરતાં દશગણી શક્તિ, દશગણી બુદ્ધિ, દશગણું બળ 'સ્વાભાવિક છે કે જેની પાસે આટલી બુદ્ધિ અને આટલું બળ હોય એને આખી દુનિયા ઝૂકતી રહે, પોતે પણ દુનિયાને પોતાનાં કદમોમાં ઝુકાવવામાં રાચે.
એક વાર વનજંગલમાં એક સુંદર સ્ત્રી ફરતી જોવાઈ. ચાંદનીની ઉજ્વળતા ને કેળની નાજુ કતા, કેસરની લાલી ને કુમકુમની રક્તિમાની બનેલી એ હતી ! તપાસ કરી, તો એ એક તાપસની સ્ત્રી નીકળી ! રે, રાંકને ઘેર રતન ન શોભે !
રાજાની લાલસાને સદા સતેજ રાખનારા એના અનુચરો હોય છે. એક દહાડો એ અનુચરો રાજા દશગ્રીવની પાસે ખબર લાવ્યા, કે વનજંગલમાં હમણાં એક નાજુક સ્ત્રી ફરે છે. ચાંદનીની ઉજ્જવળતા ને કેળની નાજુ કતા, કેસરની સુગંધી ને કુમકુમની રક્તિમાની એ બનેલી છે. સર્વથા આપને જ યોગ્ય છે ?'
32 D બૂરો દેવળ