SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવરાવ્યું છે, કે આવો રાવજી ! મેવાડને પાવન કરો. વિજયપુર-સાદરીની જાગીર તમારી. રોજના રૂપિયા પળ ખર્ચીના !' ‘વાહ મેવાડ વાહ !' | ‘ભાઈઓ ! હું તો મારવાડનો જીવ છું. મેવાડ ગમે તેટલું આપે તોપણ મને લેવું ન રુચે ! પણ આ તો આપદ્ધર્મ છે. નવનવ દીકરીઓના વિવાહ બાકી છે. એ પૂરા થાય એટલે ઉજ્જૈનના મહાકાલેશ્વરની સેવામાં બેસી જવું છે. ત્યાં બેઠો દેવળની પવિત્રતા ને દેવની પ્રતિષ્ઠા માટે મારા ભોળા શંભુને પ્રાર્થીશ !' એ દિવસે મારતે ઘોડે પાંચસો સાથીઓ સાથે દુર્ગાદાસ મેવાડમાં પ્રવેશી ગયા. એ પછી એ વીજળીનો અવતાર ક્યાંય ન ચમક્યો. એ ગર્જનાના સ્વામીની ગર્જના ક્યાંય ન સંભળાઈ ! છેલ્લાં દશ વર્ષમાં દીકરા-દીકરીનાં લગ્ન કર્યો, તે પછી ઉજ્જૈની જઈ મહાકાલેશ્વરના મંદિરમાં બેસી ગયા ! દશ વર્ષમાં તો દેશમાં ભારે ઊથલપાથલ થઈ ગઈ. પણ એ તો સાવ અસ્પૃશ્ય રહ્યા. દશ વર્ષ રાજસંન્યાસી બનીને જીવ્યા. ભાટચારણોએ એને બિરદાવ્યો. કવિએ એને છાપરે ચઢાવ્યો. શાસ્ત્રોએ એને પૂજનીય બનાવ્યો. એને ફટવવામાં કોઈ વાતે કોઈએ બાકી ન રાખી. દુર્ગાદાસ આવા અજબ પ્રકારના આત્મમંથનમાં અટવાઈ ગયા હતા. સાથીદારો એમને સાંત્વન સાથે સલાહ આપતા હતા. ચાલો, મોગલ બાદશાહને મળી જઈએ.’ મોગલ બાદશાહને હવે આજ મળું-સામે પગલે જઈને ? ને જે વૃક્ષ મેં ઉછેરી મોટું કર્યું, એના પર કુહાડો ચલાવું ? જવું હોત તો જ્યારે આલમગીર સામે પગલે આવ્યો ત્યારે ન જાત ?' ‘તો આ અપમાનનું વેર કઈ રીતે લઈશું ?' ‘રાજાનું ભલું ઇચ્છીને, ભગવાનને ભજીને. જેને પવિત્ર દેવમંદિર સમજી મેં સેવા કરી, જેને કૃપાળુ દેવ સમજી મેં સર્વસ્વ અર્પણ કર્યું, એના સુધારા માટે હવે પ્રયત્ન તો નહિ-પ્રાર્થના કરવાની મનોભાવના છે !' ‘પ્રયત્ન નહિ ને પ્રાર્થના ? કેવી વિચિત્ર વાત રાવજી કરે છે ?” ‘વાદળ એવાં ઘેરાયાં છે કે પ્રયત્ન કરવા જતાં વધુ ઘેરાય. આજ દેવને હાંકી કાઢી દેવળને નભાવવું શક્ય નથી : આજ પ્રયત્ન નિરર્થક છે, ને પ્રયત્ન નિરર્થક બને ત્યારે પ્રાર્થના ઉત્તમ છે, તેત્રીસ કોટી દેવતાઓને હું જ ગાડવા ઇચ્છું છું, એનું મંદિર નિર્માણ કરવા ચાહું છું. ‘આપનું કહેવું અમે ન સમજ્યા.' ‘દેવળમાં એક દેવની પૂજા હવે યોગ્ય નથી. મારું ચાલે તો આ દેવળમાં રાજા જશવંતસિંહની, રાજિયા ઢોલીની, અંતરા ગહલોતની, રઘુનાથસિંહ ભાટીની, અનારા દેવીની, અનુપસિંહની પ્રતિમાઓ પધરાવું. હવે એ ક દેવનું નહિ, તેત્રીસ કોટિ દેવનું મંદિર સરજવું છે, પણ આ તો મારું અરણ્ય રુદન છે. છતાં અરણ્યમાંય આશ્રમ હોય છે. એમાં કોઈ સંત વસતો હોય તો ભલે સાંભળે !' ‘એ દેવળમાં સહુથી વડેરી આપની પ્રતિમા હશે !' | ‘ભાઈઓ ! ‘હું ” ભારે ભૂંડો છે ! આપણે આપણી પ્રતિષ્ઠા કરીએ, એના કરતાં ભાવિ પ્રજા આપણાં કર્મોની તુલના કરી, આપણી પ્રતિષ્ઠા કરે એ ઉચિત છે, જીવતા માણસનો કોઈ ભરોસો નહિ, છેલ્લી ઘડીએ બધું બગડે, માણસની કિંમત એના મોત પછી થવી જોઈએ. ‘તો ક્યાં જઈને રહેશું, રાવજી ?” | ‘નાથના પણ નાથને સંઘરનાર મેવાડમાં. કુટુંબ તો ત્યાં ક્યારનું પહોંચી ગયું છે. મારી વિનતીનો જવાબ પણ આવી ગયો છે. મહારાણા અમરસિંહ (બીજા) એ 170 3 બૂરો દેવળ દુર્ગાદાસનો જન્મ : ઈ. સ. ૧૯૩૮ અજિતનો રાજ્યાભિષે ક : ઈ. સ. ૧૭૦૭ દુર્ગાદાસને દેશનિકાલ : ઈ. સ. ૧૦૮ દુર્ગાદાસનું મૃત્યુ : ઈ. સ. ૧૭૧૮ મહાન બલિ 0 171
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy