________________
24
હું કોણ છું ? .
ભેદી સુંદરીએ પાછલી વાતો ખૂબ ઝડપથી કહી હતી, એટલે શ્રમિત થઈ હતી. વાત કહેતી કહેતી એ વિરામાસન ઉપર લાંબી થઈને વ્યાઘચર્મના આસન ઉપર દેહ નાખી દીધી. થોડીવારમાં ઘસઘસાટ ઊંઘવા લાગી !
- જયસિહ વાર્તારસમાં એવો તરબોળ બન્યો હતો, કે થોડીવાર તો એને ખબર પણ ન પડી કે વાર્તા કહેનારી વનિતા નિદ્રાની મીઠી ગોદમાં છુપાઈ ગઈ છે ! એના મન-ચિત્તમાં તો દુર્ગાદાસના અંતિમ જીવનની શોકભરી સિતારી ગુંજી રહી હતી !
પોતે રજપૂત હતો, રજપૂતીનો સ્વપ્નદ્રષ્ટા હતો, રજપૂતી શાનનો પૂજારી હતો. એ વિચારી રહ્યો હતો કે હાય રે હાય રજપૂત ! તું સ્ત્રીસૌંદર્યનો આટલો હડાયો ? હાડચામનો આટલો રસિયો ? તું સ્વાર્થ પાછળ પૂંછ હલાવનારો 'સ્વાર્થભ્રંશ થયો, ઇણિત ન મળ્યું તો ખૂની દાંતથી કરડવા ઘડનારો !
અફસોસ ને દિલગીરીમાં ડૂબેલો જયસિંહ ક્યાંય સુધી વિચારમગ્ન બેસી રહ્યો. સતયુગિયાં ફૂલાંદે ને સાવનસિંગ, અજિતસિંહે ચૂંથી નાખેલી કુમળી કળી લાલી, રાવ દુર્ગાદાસનો દેશવટો એનાથી વીસર્યો વીસરાતો નહોતો. જાણે લાલીનું શબ એની સામે પડવું પોકાર પાડતું હતું. દુર્ગાદાસનો આભે અડતો ભાલો, અધર્મના આભને ચીરતો, જ્વાલાઓ પટાવતો આગળ વધતો હતો. ફૂલાંદે જાણે ઝાંઝરનો ઝમકારે કહેતી હતી કે પ્રેમનો રસ દેહના ઠીબડામાં નહિ, દિલના પ્યાલામાં પિવાય !
આમ ને આમ કેટલો વખત વીતી ગયો. અચાનક ઉપરથી કંઈક પડવાનો અવાજ થતાં જયસિંહે સાવધ થઈ ચારે તરફ નજર ફેરવીને જોયું. તો એક મુમુર્ખ સર્પ, સુંદરીની સોડમાં ભરાઈ બેઠો હતો. એ મૂંઝાઈને સુંદરીના દેહની ગંધથી અકળાઈને નીચે પડ્યો હતો. એનો શ્વાસ એટલો ગૂંગળાઈ ગયો હતો કે થોડી વાર
નિચ્ચેતન બની પડ્યો રહ્યો.
જયસિંહ ચંપાગુફાનો ઠીક ઠીક વખતથી મહેમાન બન્યો હતો. એ અહીંનાં પ્રાણીઓનો પરિચિત બની ગયો હતો : એટલે સતર્ક રહેતો એટલું, સભય નહોતો રહેતો !
ભેદી સુંદરી નિદ્રાધીન બની નિર્ભયપણે ચત્તીપાટ પડી હતી, જાણે મરદ પર રાજ્ય કરવા સર્જાયેલી રતિરાણી હોય એમ નિáદ્ધ સૂતી હતી, એનાં મનોહર પોપચાં કમળદળની યાદ આપતાં ; ને વક્ષસ્થળ સિવાયનો ખુલ્લો મનોરમ દેહપ્રદેશ આંખને ખેંચી રાખતો. હોઠ પર ને જીભ પર સાપ અને વીંછી વારંવાર કરડવાથી પડેલા જખમ, અધરોષ્ઠની શોભા વધારતા હતા.
સૌંદર્યની આ પારાશીશીને જયસિંહ એકીટશે નિરખી રહ્યો. વ્યાઘચર્મ પર મસ્ત વાઘણની જેમ સૂતેલી સુંદરીનાં એક એક અવયવ જયસિંહના મસ્તિષ્કમાં નશો પેદા કરવા લાગ્યાં ! હાંફતું વક્ષસ્થળ, જખમથી શોભતા અધરોષ્ઠ, મૃણાલદંડ જેવા કોમળ બાહુ, કસ્તુરી સમાન કાળો તલ, કાળાં ભમર ઝુલ્ફાં, કદલીદળ જેવા પગ !
જયસિંહની નજર જેમ જેમ ફરતી ગઈ તેમ તેમ નજરબંદીની જેમ એ અંગોમાં જ બંધાતી ગઈ ! આ ઉત્કટ સોંદર્યગંધે બીજી તમામ ઊર્મિગંધને મસ્તિષ્કમાંથી દેશવટો આપ્યો. જયસિંહના દિલ પર એ રમણી કબજો કરી બેઠી. થણ વાર પહેલાંના લાલીના આર્તસ્વરો, સત્યયુગી ફૂલાંદેનો સૂથમદેહી પ્રેમ અને દુર્ગાદાસનો દેશનિકાલ ભુલાઈ ગયો. મન-ચિત્તમાં બસ ‘તું હી ! તૂ હી !' રમી રહ્યું. મરેલું મડદું જાગીને એકાએક બેઠું થાય તેમ, મનમાં આવેશ જાગ્યો. સંયમનો સદા કાચો બંધ, ભણવારમાં તૂટી ગયો.
બાજ જેમ ચકલી પર ઝડપે એમ નર નારી પર ઝડપ્યો ! એણે પોતાનાથી મોટી ઉમરની સુંદરીને બે હાથમાં ફૂલની જેમ ઊંચકી લીધી : ને જોરથી છાતી સાથે દાબી દીધી, ગાઢ નિદ્રામાં પડેલી વનપરી જેવી સુંદરીએ પોતાનાં રમણીય પોપચાં ખોલ્યાં ! બીજી સ્ત્રી હોત તો જાગીને પોતાની આવી સ્થિતિમાં જોતાં બૂમાબૂમ કરી મુક્ત, પણ સુંદરી ન છળી કે ન ડરી ગઈ, ને એણે છૂટવાનો પ્રયત્ન કર્યો !
ફક્ત એ કે મૃદુ કાતિલ હાસ્ય કર્યું !
જયસિંહને લાગ્યું કે એની હથેળીમાં ચાંદની સર્વ કૌમુદીસૌંદર્ય સાથે આવી પડી છે. એણે ચાંદનીની કૌમુદીનો આસ્વાદ લેવા મોં નીચું કર્યું. સુંદરીએ પોતાનું મોં નીચું ઢાળી દેતાં કહ્યું :
| ‘જયસિંહ ! ગાફેલ ન બન. મને છોડી દે, નહિ તો પાંચ દશ પળ વિપળ પછી તારું મડદું અહીં હશે, તું નહિ હોય !” ‘મારું મડદું ?”
હું કોણ છું ? | 175