________________
પચીસ વરસ ! મારવાડના ઝંડાને એમણે ભયંકર ઝંઝાવાતોમાં પણ અણનમ રાખ્યો ?
બીજો પ્રયોગ કર્યો-મરાઠાપતિ સંભાજી પર. છત્રપતિ શિવાજીના આ સંતાનને દારૂના ઘેનમાં પકડી પાડ્યો. પકડીને કહ્યું: ‘મુસલમાન થા, બરકત બધી તારે હવાલે.”
મનમાં ધારણા હતી કે મરાઠાપતિ મુસલમાન થાય તો મરાઠાવાડને પછી મુસલમાન બનાવતાં વાર કેટલી ?
દરેક દુર્વ્યસનોથી ભરેલા આ મરાઠાપતિએ કહ્યું : ‘ઓ મજહબી પાગલ ! એક દારૂ પીનારને તારા ધર્મની બલિસ કરવાથી તારા ધર્મની આબરૂ વધશે કે ઘટશે ?”
આલમગીરે ગર્જના કરી : ‘ઓ ગુમરાહ આદમી ! હું ઇસ્લામની રોશની પહોંચાડી તારા કાફરપણાને મિટાવવા માગું છું.”
આ વખતે કૂકડાની જેમ ગરદન ઉઠાવીને આ મરાઠાપતિ એવાં વચનો બોલ્યો કે પ્રજા તેનાં પુરાણાં કાળાં કામ ભૂલી, તેને વીર શહીદ તરીકે પૂજવા લાગી. એ વચનથી મરાઠાવાડ જાગ્રત થઈ ગયું : સંભાજીએ કહ્યું :
‘હું તારી દરખાસ્તને ઠોકરે મારું છું. જાણી લે કે મહાન શિવાજીનો એક દુર્ગણી પુત્ર પણ-મુસલમાન થઈ તમામ ન્યામતો સાથે પણ જીવવું નાપસંદ કરે છે, બલકે હિન્દુ રહી તમામ બરબાદી સાથે મરવું પસંદ કરે છે !'
આલમગીર જેવો સૂર્ય વડવાંગળા જેવા રાજાની શેખી સહન કરે ? સંભાજીને ભયંકર મોત મળ્યું. પણ એ ખાખમાંથી પોયણાં જાગ્યાં.
મરાઠાવાડમાં ભ્રાતૃમંડલ સ્થપાયું. એક એક મરાઠા સેનાપતિ ભારતને ધ્રુજાવવા લાગ્યો. રાજા વિનાનું રાજ -આદર્શ રાજ ચાલવા લાગ્યું ! પ્રજા પોતાનો કારોબાર પોતાના પરાક્રમી પુરુષો દ્વારા ચલાવવા લાગી ! દુર્ગાદાસની યાદ આપે એવા, સંભાજી, ધનાજી જેવા સરદારો મહારાષ્ટ્રમાં પાક્યા. ચાણક્યની યાદ આપતા રામચંદ્ર નીલકંઠ બાવડેકર ને શંકરજી મલ્હાર જેવા મંત્રીઓ થયા. તારાબાઈ જેવી સ્ત્રીએ આલમગીરને સાત સાત વર્ષ સુધી હરાવ્યો.
રાજા વિનાના રાજે-લોકજાગૃતિએ આલમગીરનાં પચાસ વર્ષ પાણીમાં નાખ્યાં. પચીસ વર્ષ મેવાડ- મારવાડ ને ઉત્તરહિંદ ખાઈ ગયું, ને પચીસ વર્ષ મહારાષ્ટ્ર ખાઈ ગયું. પરિણામમાં ઇસ્લામી તાકાતને હંમેશાં પડકારતા રહે એવા મરાઠા, રજપૂતો, જાટ, બુંદેલા ને શીખોને અમર શહાદતના પાયા પર સ્થિર કર્યા.
આમ દક્ષિણની ચડાઈએ જેની કમર તોડી નાખી છે, એ આલમગીર મોતના બિછાના પર પડીને નાકામયાબીનાં દશ્ય જોવા લાગ્યો, ને ફકીર બાદશાહે પોતાના હાથે ભારતવર્ષનો ચમન ઉજ્જડ થયેલો જોયો. જેઓને પોતે ચગદી નાખવા માગતો હતો, તેઓને રબરના દડાની જેમ બમણા વેગે ઊછળતા જોયા !
કોઈ સુંદર મસ્જિદ નહિ, નમૂનેદાર મકબરો નહિ, કોઈ વિશ્વવિજયી મદરસો નહિ, પચાસ વર્ષના ઝઘડાળુ રાજ કાળના અંતે ફ્રાહુ ણ વીમા ઇંબી ઘાષ-વાવ્યું ઘણું પણ ઊચું ઘાસ જેવું જોઈને રવાના થવાનું આવ્યું ! સખત મહેનત, સતત પરિશ્રમ, સદાકાળ શંકા, ચોવીસે કલાક નવા ભયની ભીતિ-આ બધું ઔરંગઝેબના હાડના વજને ગાળી ગયું. સુકાઈને એ હાડકાનો માળો બની ગયો. પુત્રોના બંડની સદાકાળ ભીતિ એને વ્યગ્ર રાખી રહી. રાજ કારણના આ બૂરા દેવળમાં પોતે પિતા કે પુત્રની સગાઈ રાખી નહોતી. તો પુત્રો પાસેથી એ સદ્દગુણોની આશા કેવી !
ખુદાની ઇબાદત કે બંદગીના સમય સિવાય, શાન્તિનો સમય એણે ન જોયો. સદાની અશાંતિથી કંટાળેલ આલમગીરને ઇબાદત કે બંદગી જ એક માત્ર આશાયેશ હતી.
મોતના બિછાના પર પડેલો બાદશાહ પોકારી ઊઠતો,
ઓહ જુઓ ! આ શાહજાદાનો મને ચારે તરફથી દબાવતા આવી રહ્યા છે. તેઓ મરતા બાપનું ગળું પીસવા માગે છે.'
વારસદારોની પણ કરામત તો જુઓ. હજી તો પિતાની દેહમાં જીવ હતો ને અફવા વહેતી મૂકી કે બાદશાહ ગુજરી ગયો ! નવાં તોફાન, નવા વંટોળ ! આ તો જીવતું મોત આવ્યું !
એ વખતે ક્ષીણકાય સમ્રાય એ જ રત્નમંડિત તાજ ને એ જ લાકડી લઈ દરબારમાં હાજર થયો. બે આંખની ઊડી ગયેલી શરમ-ચાર આંખ ભેગી થતાં વળી જામી ! વાહ રે દુનિયા ! માણસને જોખવાનાં તારાં ત્રાજવાં કેવાં ચંચળ ! ઘડીમાં લાખનો, ઘડીમાં કોડીનો !
આ મહાન બાદશાહને ખુદાની ઇબાદતને બદલે રાજ કારણી દાવ રમવામાં પોતાનો વધુ સમય બરબાદ ગયાનો અફસોસ થઈ રહ્યો. એણે બિછાના પર પડ્યા પડ્યા ઘોર હતાશામાં કહ્યું :
ખુદા મારા દિલમાં જ હતો. પણ મારી બંધ આંખોએ ન જોયો, હવે હું એકલો જાઉં છું. સાથે ગુનાની ગઠરી પડી છે.”
આહ બૂરી દુનિયા ! કંઈ કેટલી ઉમેદ સાથે આવ્યા, કંઈ કેટલી નાઉમેદ લઈને જવું પડે છે ! રાજ કારણનું બૂરું બનેલું દેવળ મૂકીને જાઉં છું ! દેવળમાં પૂજાવાનો હક લઈ બેઠેલા પાદશાહને પોતાના પડછાયાનો પણ ભય હોય છે !
આખરે ભારતનો મહાનસિંહ, અજબ બાદશાહ, એક લાંબી ઝઘડાભરી દાસ્તાન ખતમ કરીને કબ્રની શાંતિમાં સૂઈ ગયો. એણે છેલ્લે છેલ્લે કહ્યું :
‘મારી દેહને નજીકના કબ્રસ્તાનમાં કફન વિના દફન કરજો.’
138 B બૂરો દેવળ
એકનું મરણ-બીજાનું જમણ n 139