SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ રઝળપાટમાં પણ આ બે મહાન આત્માઓના દિવસો સુખમાં પસાર થવા લાગ્યા. આ તરફ મારવાડ પર એક સામટા ભયના ઓળા પથરાઈ ગયા. ગામડે ગામડે મોગલ ચોકીદારો બેસી ગયા. નગરે નગરે મોગલ સેનાપતિઓ ને મોગલ સૂબેદાર આવી ગયા ! મારવાડ પર મેઘલી રાત બેઠી ! આલમગીર હવે એની આંખ સામે રાઠોડને મેવાડી રજપૂતની ઘોર ખોદાતી જોઈ રહ્યો. એમને માટે બે જ રસ્તા ખુલ્લા રહ્યા હતા : જે અણનમ હશે, એ કબરમાં દટાશે, જે તકસાધુ હશે, તે દિલ્હી દરબારમાં ચોકીપહેરાની ચાકરીમાં જોડાઈ જશે ! આલમગીરે નિરાંતનો દમ ખેંચ્યો ! 17 શેરને માથે વાહ રે બરહમન ! ધન્ય ધન્ય સુરગુરુ બૃહસ્પતિના પોતરા ! એક તરફ તારા જ એક જાતિભાઈએ હિંદુઓને મન અસુર જેવા આલમગીર સાથે મળીને આખો રંગ બગાડ્યો, બીજી તરફ તેં સુર જેવા રાઠોડોને અને એકબરશાહને રાયગઢના છત્રપતિ રાજા પાસે આશ્રય અપાવી રંગ જાળવ્યો ! શેરને માથે સવાશેર હોય છે ! કીમિયાગરની સામે પોતાનો કીમિયો અજમાવનાર કીમિયાગરો પણ પડ્યા છે. દુદૈવ નડવું ન હોત તો દુર્ગાદાસના કીમિયો અજબ હતા, રાયગઢના કિલ્લામાં રાવ દુર્ગાદાસના રાઠોડી ઘોડા ખડા હતા. થાકને લીધે પૂરું ઘાસ પણ ચરી શક્તા નહોતા. ને આ તરફ ભુખ્યા તરસ્યા રાઠોડી દૂતો છત્રપતિ મહારાજ સંભાજી ભોંસલેના દરબારમાં વિનંતીપત્ર આપી, પ્રત્યુત્તરની રાહમાં ખડા હતા ! રાવ દુર્ગાદાસ ! જેવી લોકક્રાન્તિ મહારાજ શિવરાજે કરી, એવી જ ક્રાન્તિનો કરનારો ! મહારાજે એક વાર એ નરને દક્ષિણમાં દર્શન આપવા તેડાવેલો ! એ વખતથી જેનો સંબંધ મરાઠા દરબાર સાથે ચાલુ રહેલો, એનો જ આજ વિનંતીપત્ર ! પત્ર પણ કેવો ? ભારે જોખમકારક ! એણે માગ્યું હતું કે આલમગીરની સામે થઈને એના બંડખોર પુત્રને આશરો આપો ! એનો અર્થ એ કે જંપેલી બલાને મૂછ ખેંચી ઊભી કરવી : ને પછી કહેવું કે “આવ બલા, પકડ મેરા ગલા !' ના રે ભાઈ ના, તમે વળી બીજે શરણું શોધો ! દુનિયામાં શરણાગત પ્રતિપાલ બિરુદ અમારું એકલાનું નથી. રાણા જયસિંહ જેવી જ સુંવાળી ગાદીના આ શોખીનો પારકી બલાને નોતરવા તૈયાર નહોતા, પરકાજે પીડા ભોગવવાના દિવસો જાણે અસ્ત થતા હતા. છત્રપતિ રાજા અને તેમનું પ્રધાનમંડળ સહુ આ માંગણી નકારવાના મતમાં આવી ઊભા. 120 B બૂરો દેવળ
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy