________________
‘બૂરો દેવળ ? શું દાસીમા સાચું કહે છે ?” દુર્ગાદાસ મનમાં વિચાર કરી રહ્યા.
વૃદ્ધ દાસી આંખમાં આંસુ સાથે ચાલી ગઈ. રાવ દુર્ગાદાસે ઊંડો નિશ્વાસ નાખતાં કહ્યું : “ઘરની દાઝી વનમાં ગઈ, તો ત્યાંય ડુંગરિયે દવ લાગ્યા ! જેવી ઈશ્વરની મરજી ! કીમિયાગરની સામે કીમિયો કર્યો છૂટકો છે !'
દુર્ગાદાસ તે દુર્ગાદાસ ! એક વાર વિધિના ભુલવ્યા ભૂલ્યા, બીજી વાર કોઈના ભુલવાડ્યા ભૂલે તેવા નહોતા. એ જ રાતે ખીચી મુકુન્દદાસ સાથે જોધપુરના બાળા રાજા અજિતને સિરોહી તરફ રવાના કર્યો.
ધીરે ધીરે રાઠોડ સૈનિકો મેવાડમાંથી ઓછા થવા લાગ્યા. ફરીથી રાઠોડો માટે ‘ઘોડાની પીઠ એ ઘર ને ઘોડાનું જીન એ તખ્ત ” બન્યું, એક દહાડો એ કબરશાહનાં પુત્ર-પુત્રીને બાડમેર મોકલી આપવામાં આવ્યાં. દશ વર્ષ સુધી ચાલે એટલું દ્રવ્ય પણ સાથે આપવામાં આવ્યું.
આટલી વ્યવસ્થામાંથી નિવૃત્ત થયા એટલે દુર્ગાદાસ ને અકબરશાહ અરવલ્લીની ટેકરીઓમાં ફરવા નીકળ્યા, નીકળ્યા તે નીકળ્યા, પાછા ન આવ્યા. | દુર્ગાદાસ એકબરશાહને સાથે લઈ મેવાડની પવિત્ર ભૂમિને ચુંબીને નીકળ્યા. આ ભૂમિ જેવી વીર સત્યની ટેકીલી ભૂમિ બીજે ક્યાં મળવાની હતી ? પાછળથી ટૂંક સમયમાં મેવાડ અને દિલ્હી વચ્ચેની સંધિ જાહેર થઈ. ખરેખર, મિયાં ને મહાદેવ મળ્યા ! સંધિમાં મુખ્ય શરત એ હતી, કે મેવાડે રાઠોડોને મદદ ન કરવી. એના બદલામાં જિતાયેલા પ્રદેશો બાદશાહ પાછા આપે. રજપૂતો પરથી જજિયા વેરો ઉઠાવી લે ! એની ખુશીમાં બે પરગણાં પાદશાહને ભેટ મળે,
દુર્ગાદાસે આ સાંભળી કહ્યું : “ક્યાં સમશેરથી પોતાની માગણીઓ કબૂલ કરાવનાર રાણાના પ્રતાપી પૂર્વજો, ને ક્યાં સંધિની વાતોથી ઇચ્છિત મેળવનાર આ રાણો ! બાદશાહ સંપની શક્તિ જાણે છે. કીડી જેવું જેતું પણ સંપ કરે તો સાપનો નાશ કરે. ત્યારે આ તો જોધારમલો. એને ડર છે કે રાઠોડો ને મેવાડી રજપૂતો એક થશે, તો ભારે ભય ખડો થશે !' દુર્ગાદાસે બોલતાં બોલતાં અકબરશાહ સામે જોઈને કહ્યું: ‘વારુ, અકબરશાહ ! મેવાડને માથે આલમગીરનો પંજો પથરાઈ ગયો. નોંધારા મારવાડ માથે હવે વિપત્તિનાં વાદળો ઘેરાશે. મારવાડને બચાવવા ખાતર પણ હવે આપણે મેવાડ-મારવાડ છોડી દેવું પડશે ! નવી ચાલ ચાલવી પડશે !'
‘આપણે ક્યાં જશું ? મોતને કોણ સંઘરશે ?” અકબરશાહના અવાજમાં નિરાશા હતી. ‘દક્ષિણમાં ! ત્યાં છત્રપતિ શિવાજીએ પ્રગટાવેલી લોકક્રાન્તિનો આત્મા હજી
118 બૂરો દેવળ
જાગતો છે. તેઓ આપણને આશ્રય આપશે ! અકબરશાહ ! રજપૂતો ને મરાઠા આલમગીર બાદશાહના સરખા શત્રુ છે, ને દુનિયાનો કાયદો છે કે શત્રુનો શત્રુ સહેજે મિત્ર ! વળી રજપૂતો ને મરાઠામાં મોટો ફેર છે. રજપૂતો યુદ્ધમાં મરવા માટે જાય છે. મરાઠા જીત મળવાની હોય તો જ યુદ્ધમાં ઝુકાવે છે. ૨જપૂતોનો સ્વભાવે. સીંદરી બળી જાય પણ વળ ન મૂકે એવો હોય છે : જ્યારે મરાઠાઓ સમયને માન આપનારા છે. આલમગીર બાદશાહ હવે મારવાડનું ધનોતપનોત વાળી નાખશે. દક્ષિણનો નવો મોરચો ખોલાશે. તો આલમગીરનું લક્ષ ત્યાં કેન્દ્રિત થશે. ને એ કારણે મારી માતૃભૂમિ થોડી ઘણી ખેદાન મેદાન થતી બચશે. બધી રીતે દક્ષિણ જવું આપણા માટે આજે અનિવાર્ય બન્યું છે.'
‘મને મોગલને મરાઠા આશ્રય આપશે ?”
‘શા માટે નહિ ? તમે હિંદુદ્વેષી મોગલ નથી, બલકે હિંદુપ્રેમી મોગલ છો. છત્રપતિ શિવાજીને કેદખાનામાંથી મુક્ત થવામાં મદદ કરનાર મુસલમાન ફરાસ જ હતો. હજી એ કોઈ ભૂલ્યું નથી.x કોમી દ્વેષ ઘણી વાર રાજ કીય ધ્યેય ખાતર ઊભો કરેલો હોય છે, સામાન્ય પ્રજાને એની સાથે વિશેષ નિસબત હોતી નથી.' | ‘ક્રોધ, દ્વેષ, બેવફાઈ વગેરે બૂરાઈઓ છોડાવવા મજહબની સ્થાપના થઈ, એ જ મજહબને નામે એ જ બૂરાઈઓની પ્રતિષ્ઠા ? માણસનું ગંદું મન દુનિયાની પવિત્ર ચીજોને પણ કેવી ગંદી બનાવે છે ? રાવજી ! તમારા પર મને ઇતબાર છે. તમે કહેશો તો તમારી સાથે જન્નત મળતું હશે તોપણ તે છોડી જહન્નમમાં પણ આવીશ.’ એ કબરશાહે કહ્યું. | ન જાણે લોકોમાં પણ મજ હબનું નામ દીધા વગર જુસ્સો આવતો નથી. મજહબના નામે પહાડ તોડી નાખે, સત્યના નામે બે પાંદડાં પણ ન તોડે. ગોવાળને તો ગા વાગ્યાથી કામ છે. ભલેને પછી લોઢું કે લાકડું જે હોય તે, દુર્ગાદાસે કહ્યું : ને બોલ્યા : “ચાલો, દક્ષિણ તરફ, નર્મદા ઓળંગી જઈએ.'
એકબરશાહ દુર્ગાદાસને શ્રદ્ધાથી અનુસરતો હતો. રાઠોડી દૂતોના ઘોડા દક્ષિણ તરફ દોડી ગયા ! રાતના ઉજાગરા ને દિવસના
* સુપ્રસિદ્ધ ઇતિહાસ કાર શ્રી સરદેસાઈએ પોતાના દિલદીના ભાષણમાં જણાવ્યું હતું, કે છત્રપતિ શિવાજીના ખાનગી મંત્રી તરીકે મુલ્લાં હૈદર નામના મુસ્લિમે બાર વર્ષ સુધી કામ કરેલું. શિવાજીના મૃત્યુ પછી ઔરંગઝેબે પોતાને ત્યાં લઈ જઈને તેને ન્યાયાધીશ બનાવેલ. આ રીતે
ઔરંગઝેબ જેવા કટ્ટર બાદશાહને ત્યાં પણ રઘુનાથ ખત્રી કરીને વિશ્વાસપાત્ર નાયબ દીવાન હતો. જે જગ્યા માત્ર મુસ્લિમો માટે જ ૨હેતી.
નવી પાદશાહીની લાશ | II9