________________
પણ આ તો રામબાણ ! જે કાજે એણે શરસંધાન કર્યું, એ કાજ કર્યા વિના એ પાછું ન ફરે !
શરણાગત સાગરે વિનંતી કરી :
*આપનું અમોઘ બાણ બીજે છોડો. લંકા પહોંચવા માટેનો સેતુબંધ અમે રચી આપીશું.”
બાણ બીજે છોડવું અનિવાર્ય થયું. તાપસ રામે આકાશમાં એને વહેતું મૂક્યું ! નભોમંડળ ભયંકર ઉલ્કાઓથી ગાજી ઊઠયું સાગરસાગર અને સમસ્ત પૃથ્વી હાથ જોડી એ ચાપમાંથી જતા બાણને નિહાળી રહ્યાં ! બાણ સેંકડો યોજન કાપતું ચાલ્યું !
જ્યાં જ્યાં ગયું ત્યાં ત્યાં કંપતી પૃથ્વી ને ધ્રુજતા સાગરો જોયા. ત્રાહિમામ્ ! ત્રાહિમામ્ ! રે, મરેલાને મારવા શા ! રામબાણ નબળાને ને વીંધે, શરણે આવેલાને ન વીંધે !
બાણના તેજ પાસે સૂર્ય પણ ઝાંખો પડી ગયો. એ રામબાણ ચાલતું ચાલતું રાજભોમ પાસે આવ્યું. ત્યાંના ઘૂઘવતા મહેરામણ પર આંટો દેવા લાગ્યું. પણ મહેરામણનું એક મોજું પણ ન ખળભળ્યું !
જાણે એ મહેરામણે કહ્યું : “આવી જા મારા હૈયામાં. ગર્ભવતીની જેમ તને ગર્ભમાં રાખી સદાકાળ સેવવાની હામ ધારું છું !
બાણ રાજભોમના આ સાગર હૈયામાં પ્રવેશી ગયું. સાગરવૈયું વીંધી પાતાળમાં પ્રવેશ્ય. પૃથ્વી ચિરાવાનો એક ભયંકર ઘોષ જાગ્યો. ધરતીના બંધ આંચકા ખાવા લાગ્યા. કાણા થયેલા ઘડામાં ભરેલું જળ જેમ વહી જાય, એમ રાજસાગરનાં અનંત જળ પાતાળમાં અલોપ થઈ ગયાં. ઊંચા પર્વતો બહાર નીકળી આવ્યા. સુકી રેતીનો વિરાટ પ્રદેશ પ્રસરી રહ્યો.
રાજભોમ મકાંતાર બની ગઈ. ઝાડપાન ખલાસ થઈ ગયાં. ચારે તરફ રેતીનાં રણ ડેકા દેવા લાગ્યાં. જ્યાં જહાજ પ્રવાસ ખેડતાં ત્યાં રતનાં જહાજ જેવી ઊંટોની વણઝાર પંથ કાપતી નજરે પડવા લાગી !
શ્રીરામે માઁની આ ભોમકાને ભાળી ! એણે કહ્યું : “ભલે તમારી ધરતીમાંથી પાણી ચાલ્યું ગયું, પણ આ ભૂમિનાં માનવીઓમાં પાણી અભરે ભરાશે. પાણીદાર માનવી, આબદાર ઓરતોનો આ દેશ સર્જાશે.’
પેલી તરફ જીવનયાચક દક્ષિણ મહાસાગરે સેતુ બાંધ્યો, ને તાપસ રામ સીતા નારને લઈ આવ્યા, પણ એ દિવસથી આ મભૂમિ બલિદાનની ભૂમિ લેખાઈ !
આ ભૂમિ પર પંજાબ, સિંધુ ને હિમાચલથી અનેક ક્ષત્રિય રાજાઓ આવ્યા. એ ધરતીએ એમને આશરો આપ્યો. સહુએ એક અવાજે આ ભૂમિના માનવીને બિરદાવ્યા.
માણસ મરુધરીઆ, માણેક સમ ગૂંથા.' એ આ મભૂમિ !
બાલુસુંદરીએ એક શ્વાસે કહેવાતી પોતાની વાતનો અંત આણતાં કહ્યું : “આ વાત અને આપણી વાત વચ્ચે લાખો વર્ષોનું અંતર છે. મેં જે ભૂમિની વાત કરી, એ કેવી છે એની તને સમજ આપવા મેં આ કહ્યું છે ! મારી વાતની કિંમત ઓછી ન આંકતો. વ્યાસનું લખેલું મહાભારત જેવું જ આ મધ્યકાલનું મહાભારત છે.
| ‘હવે એ મરભૂમિનો મહાન ગઢે અને એ ગઢના મહાન માલિકો : જેઓનો આ બૂરા દેવળની વાત સાથે સંબંધ છે, તેઓની કથા કહીશ.”
‘જેની વાત હું કરવાની છું, એ વીરો પણ એક વખત ભીડ પડતાં આ ધરતીને આશરે આવ્યા. આ ધરતીએ એ શુરાપૂરાઓને આદરમાન આપ્યાં. કનોજની ઇત્ર અને તાંબુલની મનોહારિણી ભૂમિના એ બાલિંદા હતા. એમના કનોજને યવનોએ કબજે કર્યું હતું. ત્યાંના ગહરવાલ રજપૂતોએ હિજરત કરી. ચાલતા ચાલતા રાજપૂતાનાના આ મારવાડ પ્રદેશમાં આવી વસ્યા. અહીં રાઠોડ કહેવાયા.
રાઠોડોએ જોધપુર વસાવ્યું : એમાં પણ પહેલો અમૂલખ માનવબલિ અપાયો !
સુંદરીએ અહીં પોતાની વાત થંભાવી. જયસિંહ ચિત્રવત્ સ્થિર બેસીને સાંભળી રહ્યો હતો. રાત વીતતી જતી હતી.
વીર રાઠોડની જૂની રાજધાની મંડોર(મધ્યપુર)માં હતી. ૪થી સદીથી એનું અસ્તિત્વ મનાય છે. કનોજ થી ગાઈડવાલ રજપૂતો અહીં આવી રાઠોડ તરીકે ઓળખાયા, એ વાતને માનનીય પુરાતત્ત્વવિદ શ્રી ઝાજુ ભ્રમ માને છે. આ જાતિ દક્ષિણમાંથી આવેલી છે, ને તેનું પ્રાચીન રૂપ ‘ ટ’ છે : જેમ ચિત્રકૂટ પરથી ચિત્તોડ થયું તેમ રાષ્ટ્રકૂટનું રાઠોડ થયું. રાજપૂતાનાના વર્તમાન રાઠોડોના મૂલ પુરુષ રાવ સીંહાના મૃત્યુલેખમાં પણ રાઠોડ શબ્દ છે. રાઠોડ ચંદ્રવંશી છે. રાવ સીંહા (વિ. સં. ૧૫૫૩) કન્નોજથી રજપૂતાનામાં આવેલા. દ્વારકાની યાત્રાએ જતાં ગુજરાતના સોલંકી રાજાની પુત્રી પરણેલા.
સુંદરીએ વાત શરૂ કરી D 37
36 B બૂરો દેવળ