________________
રાજિયો ઢોલી.
સુદરીએ ફરી વાર્તાનો પ્રારંભ કર્યો. એ પહેલાં એણે પોતાનો કેશપાશ છોડી એમાંથી એક સોનાની ડબ્બી કાઢી, એ નાની ડબ્બીમાં રહેલો કાદવિયો વીંછી લઈને પોતાની જીભ પર લટકાવ્યો. વીંછીએ તો એના સ્વભાવ મુજબ ડંખ માર્યો, લીલા રંગનું ચકામું પડી ગયું.
શ્રમિત દેખાતી સુંદરીના દેહ પર થોડી વારમાં તાજગીની લાલી ઝગી રહી. વીંછી થોડી વારે નિશ્ચત થઈ ભૂમિ પર પડ્યો. સુંદરીએ એને ઉપાડીને ડબીમાં મૂકી પુનઃ વાતનો દોર સાંધ્યો. એણે કથા કહેવી શરૂ કરી,
| ‘બૂરો દેવળ જે ભૂમિ પર બંધાયું, એ ભૂમિની કથા તેં સાંભળી હવે એના રાજવીઓની ને એના કિલ્લાની કથા સાંભળી લે ! કહેવત છે કે રાજા કાળનું કારણ છે.”
| ‘ગુજરાતમાં નવું વર્ષ કારતક માસે બેસે. મહારાષ્ટ્રમાં ચૈત્ર મહિને નવસંવત્સરનો તહેવાર ઊજવાય, પણ મારવાડમાં તો શ્રાવણિયું વરસ બેસે !'
‘એવા એક વર્ષના પ્રારંભે જ્યારે આકાશ ઝરમર ઝરમર મોતી વરસાવતું હતું, ત્યારે જોધાજી રાઠોડ મારવાડની રાજધાનીનો પાયો નાખી રહ્યા હતા, ને જોરદાર ગઢ ચણાવી રહ્યા હતા.'
રાવ જોધો એટલે એ કાળનો અણનમ યોદ્ધાં. એને શત્રુને સહેલાઈથી પડકારી શકાય તેવો અણનમ કિલ્લો બાંધવાની મહેચ્છા જાગી.
મુહૂર્તમાં મંગલ કરવા મારવાડના મહાન સિદ્ધ જોગી હરભમજી પધાર્યા. આ સિદ્ધ જોગી વિશે અનેક લોકવાયકાઓ હતી. એ પાણી પર ચાલતા. આકાશમાં વિચરતા. મન ચાહે ત્યારે પ્રત્યય થતા. મન ચાહે ત્યારે અદૃશ્ય થઈ જતા.
આ મહાન યોગીએ આંખો બંધ કરી સમાધિ ચઢાવી. પળ-વિપળમાં અગમનિગમમાં
ફરી આવ્યા, આખા બ્રહ્માંડને આંટો દઈ આવ્યા. થોડી વારે એમણે નેત્ર ખોલ્યાં. તેઓ કંઈક કહેવા માગતા હતા. એમના હોઠ હલ્યા ન હલ્યા કે રાવ જોધાજી હાથની બે અંજલિ રચી સામે નતમસ્તકે ઊભા રહ્યા :
‘હુકમ ફરમાવો સિદ્ધનાથ !'
*રાવ જોધા સિદ્ધ જોગીના મુખમાંથી નીકળતા પ્રત્યેક શબ્દરૂપી સ્વાતિના બિંદુને ચાતકની જેમ ઝીલી લેવા માગતા હતા. યોગીરાજ બોલ્યા :
‘ભાઈઓ ! આજ એક એવા માણસની જરૂર પડી છે, જોધાજીના કોટ માટે, જે માણસ રાજીખુશીથી પોતાના પ્રાણનો બલિ આપે : પાયાનો પથ્થર બની જાય.’
રાવ જોધા આ માગણી સાંભળીને મનમાં સમસમી રહ્યા. યુદ્ધમાં પ્રાણ આપનાર સેંકડો મધરિયા યોદ્ધા એમની પાસે હતા; પણ અહીં પથરામાં જીવતા પ્રાણ ધરબી દેનાર કોઈ મળે પણ ખરો, ને ન પણ મળે !
થોડી વાર કોઈ ન બોલ્યું. સૌ એકબીજા સામે આંખો ફાડીને જોઈ રહ્યા. આ મૂંગું નાટક કેટલીક વાર ચાલ્યું, પછી એ મૃતશાંતિને યોગીરાજે ભેદી :
‘ગામમાં નોતરાં ફેરવો !' સિદ્ધજોગી હરભમ બોલ્યા : “પ્રાણ અને પાયાના ધર્મવિવાહની કંકોતરી ફેરવો. પોતાના રાજા માટે, પોતાના દેશ માટે, પોતાના ભાઈઓ માટે કોણ પ્રાણ આપવા તૈયાર છે ? પ્રાણમય રાજના વાવેતર માટે મહાપ્રાણનાં ખાતર કોઈ આપશે ખરો ?”
નગારે ઘાવ થયો, ને ગામ ધણીધણી ઊઠડ્યું. ચોરે ને ચૌટે લોક એકઠું મળ્યું.
ક્ષત્રિયો કહેવા લાગ્યા : “આમ કમોતે તે મરાય ? ઘાવ દઈએ ને ઘાવ ઝીલીએ, એમાં ક્ષત્રિયની શોભા :
બ્રાહ્મણો કહે : ‘આપણું કામ તો શાસ્ત્ર જોવાનું ! શાસ્ત્ર તો દીવો છે. એ દીવો ધરવાનું કામ આપણું ! આમ પાણા હેઠળ કોણ પિલાઈ મરે ?”
વૈશ્ય વિચારવા લાગ્યા : “ધન જોઈતું હોય એટલું લઈ જાય, બાકી તો ધૂળે માટીમાં ધરબાઈ જવું, એ તો વળી ક્યાંનો પ્રજાધરમ ?”
શૂદ્રોને તો આની કંઈ ગતાગમ જ ન પડી. એમણે કહ્યું કે છાશવારે ને છાશવારે ઉજળિયાત લોકો આવા ને આવાં કંઈ તૂત શોધી કાઢે છે ! એમને તો જીવનના આનંદ ઉત્સવ જોઈએ; મોતનાય આનંદ ઉત્સવ જોઈએ.
આ વખતે રાજિયો નામનો ઢોલી પરગામથી પાછો ચાલ્યો આવે, પોતાની જુવાન પત્નીને સુવાવડે મૂકીને આવે. એણે ગામમાં બુંગિયો ઢોલ ટિપાતો સાંભળ્યો. સડપ લઈને ઊભો રહ્યો, ને પૂછવા લાગ્યો :
‘ભાઈ ! ઢોલ શેનો ટિપાય છે ?”
રાજીયો ઢોલી D 39