________________ એ બાદશાહનું નામ ' જહાંદારશાહ ! મારો રફી !' ‘આલમગીર બાદશાહનો પૌત્ર ? શું સિંહની બોડમાં શિયાળ ?" ‘જીવનમાં બહુ સખ્તાઈથી જીવનારના ઘરની એ જ હાલત થાય છે ! દડાને જેટલો દબાવીએ, એટલો વધુ ઊછળે. ધનુષને જેટલું વધુ ખેંચીએ, તીર એટલું વધુ દૂર જાય ! ભારતનો ચક્રવર્તી નામે જહાંદારશાહ ને મારો પ્રેમી નામે રફી, એના ગળામાં તાવીજ જેવી હું લાલ કુંવર ! એક વાર આખા હિન્દુ પર જેની આણ ચાલતી હતી એ હું લાલકુંવર ! દીવાને આમનું નૂર, દીવાને ખાસની મલિકા લાલકુંવર તારી સામે છે !' “ઓહ ! અજબ વાત છે તારી ! અદ્ભુત છે તું નારી, મને તારી કથા કહે ! આગળ વધાર તારી કથા !' મારી કથા તો આડકથા છે. કથા હવે કહેવાની છે ઇન્દ્રકુમાર બેગમની ! મહારાજા અજિતસિંહની લાડકી બેટીની, મારા જેવી દુઃખિયારીની ! બૂરો દેવળની અધિષ્ઠાત્રીની ! પણ એ કથા શરૂ કર્યું. તે પહેલાં, થોડી આસાયેશ લઈ લઈએ !' જયસિંહ સ્તબ્ધ બની ગયો હતો. એ આ અજબ નારી વિશે ઊંડો વિચાર કરી રહ્યો. પ્રથમ સાવ સામાન્ય લાગેલી બાલુ સુંદરી, એમાંથી ચંપાગુફાની યોગિની, એમાંથી ભેદી સુંદરી, એમાંથી વિષકન્યા, ને એમાંથી ભારતસમ્રાજ્ઞી લાલકુંવરસરિતા જળમાં મોટી શિલા પડતાં જલતરંગનાં જેવાં વર્તુળો રચાય, એવાં વર્તુળો જયસિંહના મગજ માં વળી રહ્યાં ! જયસિંહ એક પ્રસિદ્ધ શેર બબડી રહ્યો : જમીને ચમન ગુલ ખિલાતી હૈ ક્યા કયા ? બદલતા હૈ રંગ, આસમાં કમસે કમસે ? * ઔરંગઝેબનો પુત્ર-બહાદુરશાહ, અને એનો પુત્ર-જહાંદારશાહ, જહાંદારશાહનું મૂળ નામ ૨ફી ઉલ કાદર હતું. 178 D બૂરો દેવળ