________________
ચતરો ગહલોત
“જયસિંહ !" સુંદરીએ જુવાનની જરા વધુ પાસે જતાં કહ્યું : “કેવી આ ભૂમિ ! સ્ત્રીની શીલરથામાંથી સરજાયેલી ! ને કેવું આ નગર ! એક અદના રેક માણસ પણ હૈયાના અમીર આદમીના હાડ પર ચણાયેલું !
| ‘એ પછી વખત વખતના વાયરા વાઈ ગયા, જોધપુરના કિલ્લાવાળી ઘટના બની વિક્રમના ૧૫૧૫મા વર્ષમાં, અને હવે તને હું જ્યાં લઈ જાઉં છું, એ વાત બની વિક્રમના ૧૭૩પમાં વર્ષમાં.’
ચાલ્યો આવ ! હું તને રાજિયાના આત્મભોગે ચણાયેલા જોધપુરિયા ગઢની પાસે, રેગીસ્તાનના ધૂળના બવંડર વચ્ચે આવેલી, નાનીશી બગિયામાં લઈ જાઉં છું ! એનું નામ છે “કાગાકા બાગ.' બસો-સવા બસો વર્ષોનો ગાળો વટાવી આપણે આ બગિયામાં પ્રવેશીએ છીએ !'
સુંદરી વાત કરતી કરતી વધુ નજીક સરી. જયસિહનું મન દુવિધામાં પડ્યું હતું. એને દેવળની ધર્મશાળામાં સૂતેલો ભાઈ ભુલાઈ ગયો હતો, સૂરની યાદ વીસરાઈ ગઈ હતી, દીન ને દુનિયાની કોઈ યાદ તેની પાસે રહી નહોતી. માત્ર બે જ વાતો એના મસ્તિષ્કમાં ગુંજી રહી હતી : એક ભૂરો દેવળની રસભરી છતાં વિચિત્ર કહાણી ને બીજી વિલક્ષણ છતાં મનને લોભાવનારી આ ભેદી સુંદર સ્ત્રી !
સુંદરી નજીક આવતાં, જયસિંહ એના રૂપને બરાબર વિલોકી રહ્યો. પ્રિયતમાની સોડમાં છુપાવા જતી નવોઢાની લાલી એના મુખારવિંદ પર હતી. કોઈ અનાઘાત કુસુમ કન્યકાના જેવાં ચંપાની ડાળ સમાં કોમળ એનાં અવયવો હતાં. તાજી હોળી રમીને આવેલી નવવધૂના જેવી એના પગની પાનીઓ હતી. જયસિંહ રાજવંશી હતો. રાજવંશીઓને બીજું શિક્ષણ મળે કે નહિ પણ નારીરૂપના પરીક્ષણનું શિક્ષણ
ગળથૂથીમાંથી મળ્યું હોય છે.
સત્તા ને સંપત્તિવાન લોકોનો સ્વભાવ રંગરંગનાં રૂપકડાં ફૂલો પર પતંગની જેમ ફરવાનોને રસ ચૂસવાનો પડી જાય છે. એ જીવનના અનુભવી જયસિંહને કોઈ વાર એમ થતું કે દોડીને આ સુંદરીને ગાઢ આશ્લેષમાં લઈ લઉં ! કચડી નાખું ! સુંદરીઓ એ જ રીતે પ્રસન્ન થાય, મોંએ ના હોય, અંતરમાં હા હોય, પણ સુંદરીની અજબ વાતો તેની આ હિંમતને તોડી નાખતી હતી, એ વિચારતો કે જીવનમાં માણસને માત્ર સ્ત્રી સાથે જ જીવવાનું નથી, હજારો અન્ય ફરજો બજાવવાની હોય છે. ભૂરો દેવળની વાતમાં રાજનીતિની સમજ છે. ભાવિનાં રાજકીય વમળોમાં એ કથા ઉપયોગમાં આવે ! અને અંતે આ સ્ત્રીનો ભેદ પણ એમાં જ કળાશે ! ઉતાવળ સારી નથી !
દુવિધામાં પડેલા જયસિંહને અંતરમાં કોઈ પોકારીને કહેતું: ‘અરે યાર, “ન ઇધર કે રહે, ન ઉધર કે રહે : ન ખુદાહી મિલા, ન બિસાકે સનમ”
આહ ! ઊઠ જયસિંહ ! તારા રાઠોડી પંજામાં આ ખુશબોદાર ફૂલને દબાવી દે ! જીવનની મોજ માણી લે !
જયસિંહની આંખોમાં ભૂખ ચમકવા લાગતી. એ સુંદરી તરફ શિકારીની નજરે નિહાળી રહેતો. પહેલી પળે એ મુગ્ધા જેવી લાગતી, ગોદમાં લઈ શકાય તેવી ફૂલદડા જેવી ભાસતી, બીજી પળે કોઈ યોગિની મૈયા સમી લાગતી. વિકારથી એની સામે જોવામાંય એની નયનવાલા જાણે દઝાડતી.
જયસિંહનું મન વારે વારે કાણા ઘડામાં રહેલા પાણીની જેમ હિંમત હારી બેસતું. જે મન એમ કહેતું કે સુંદરી એ કલી છે, ભારે એકાંત છે : એ મન બીજી પળે ચેતવણીનો ઘંટ વગાડીને કહેતું કે તે પોતે એકાકી છે, સુંદરી શેતાન છે. એકાંત ભયંકર છે !
નાના શ્વાનેબાળને રમાડતી હોય, પટાવતી હોય એમ સુંદરીએ આગળ બોલવું શરૂ કર્યું :
‘રાવ જોધાનો કોટ ને રાવ જોધો. દુનિયાની ભરતીઓટનું આ નગર જોધપુર. એણે થોડા વખતમાં મોટી ઊથલપાથલો જોઈ. હિંદુપદ પાદશાહી સ્થાપી શકે, એવા મહાન રાજાઓ એની પાટે થયા, મુસલમાન સલ્તનતને મજબૂત કરનારા વીરનરો પણ એના સિંહાસને આવ્યા.
કદીક એમના ભાગ્યમાંથી જોધપુરના રાજ મહેલ અસ્ત થયા, ને વનજંગલ એમનાં વાસસ્થાન બન્યાં. બૂરો દેવળની કથાનો મૂળ પ્રવાહ જ્યાંથી શરૂ થાય છે, એ વખતે મહારાણા જસવંતસિંહ રાજ કરે . મોગલ સલ્તનનતા એ થાંભલા-છત્રપતિ
ચતરો ગહેલોત | 43