________________
શિવાજી સામે ચઢેલા, પણ શાહજહાં ને ઔરંગઝેબ વચ્ચે એ પુલ બનેલા, ને પુલ ખળભળ્યો ત્યારે એમણે પણ ‘જીસકે તડમેં લડું ઉસકે તડમેં હમ'ની નીતિ અજમાવેલી. આલમગીર બાદશાહ ગાદીએ આવ્યો, પણ એ આ જોધપુરરાજને છંછેડી પણ ન શક્યો, ને એમનાથી કદી નિર્ભય પણ ન રહ્યો !
‘રાજરમતના મહારથીઓ હંમેશાં હાથીની જેમ દેખાડવાના ને ચાવવાના દાંત જુદા જુદા રાખે છે ! મહારાજા જસવંતનું પણ એવું, જે બાગમાં આપણે પ્રવેશીએ છીએ, એ મહારાજા જશવન્તસિંહનો રચેલો બાગ છે. નામ કાગા કા બાગ.
‘ગઈ કાલના શહેનશાહ શાહજહાં, ને આજના બાદશાહ આલમગીર ઔરંગઝેબના પ્રત્યક્ષ સેવક ને અંતરથી હિંદુપદ પાદશાહીના સ્થાપક શિવાજીના પૂજ ક એ મહારાજા ! મારવાડના આ વીર અદમ્ય સાહસી રાજવીના નામથી કાબુલના ખૂંખાર પઠાણનાં છોકરાં રડતાં છાનાં રહે છે !
છે રજપૂત પણ મોગલોમાં એનો રૂઆબ વખણાય છે. ભારતભરમાં જ્યારે ભારતસમ્રાટ શાહજહાંને પોતાના પુત્ર દારાથી પણ દહેશત જાગી, વર્ષોથી પોતાનું નમક ખાતી, સમાન ધર્મી, પોતાની મુસ્લિમ સેનાનો પડછાયો પણ હરામ કર્યો ત્યારે વિશ્વાસ આવ્યો એક મહારથી જસવંતસિંહ પર ! કિલ્લાના દ્વારે એમને ચોકીએ નિયુક્ત કર્યા.
રાજનીતિનિપુણ ઔરંગઝેબે પણ આ બહાદુર માનવીના હાથે એક બે વાર સામાં મોંની થપાટ ખાધી હતી, છતાં જીવનભર શાહી મહેરબાનીનાં વાદળ એને માથે વરસતાં રાખ્યાં હતાં. એને પોતાનો રાખવામાં સાર હતો, પારકો કરવામાં પ્રાણની ચિંતા હતી.
મેવાડમાં રાણા રાજસિંહ હતા, મહારાષ્ટ્રમાં શિવાજી હતા, બુંદેલખંડમાં છત્રસાલ હતા, પંજાબમાં શીખ ગુરુ હતા. મથુરામાં જાટ હતા. સહુ બાહ્ય ને અંતરથી મોગલોના વિરોધી બની રહ્યા હતા, ત્યારે આ મારવાડપતિ જશવંતસિંહ બહારથી બાદશાહના હતા, અંતરથી વળી સાવ અળગા હતા. ‘ફિસલ પડે પર હરગંગા’ જેવું એમનું વલણ હતું !
મરાઠા જાગ્યા, બુંદેલા જાગ્યા, ત્યારે જાગતા રજપૂતો ને રણબંકા રાઠોડો સોડ તાણતા હતા સૂવા માટે ! તલવારોનાં તેજ એનાં એ હતાં, પણ પરદેશીઓની સેવામાં અર્પિત હતાં :રાજા જસવંતસિંહ એમાંના એક ! આ રાજાએ યવનસરપરસ્તી સ્વીકારી કાબુલના વીરોમાં જેમ પોતાની વીરતાનાં ગીત ગુંજતાં કર્યાં હતાં, એમ કાબુલની વાડીઓમાં પણ પોતાની ધીરતાનાં ગીત ગુંજતાં કર્યા હતાં. એમણે તન, મન ને ધન ખર્ચીને કાબુલની વાડીઓમાં ઊગતાં રસભર્યા અનાર લાવીને પોતાની મભૂમિમાં વાવ્યાં હતાં.
A B બૂરો દેવળ
જે પ્રદેશની નદીઓમાં એકે નદી સજીવન નથી વહેતી, એ પ્રદેશમાં કાબુલની વાડીઓનાં મીઠાં અનાર વાવવાની કલ્પના પણ કેમ થઈ શકે ! પણ જસવંતસિંહ કોનું નામ ! જો કાબુલ જેવા ઉજ્જડ, ખૂંખાર ને ભયંકર પ્રદેશમાં પોતાની વીરતાનાં વૃક્ષ વાવી શકાયાં, તો મરુભૂમિમાં અનારનાં વૃક્ષ વાવવાં એને મન રમત હતી !
આ જોધપુરના જામે એક કુશળ માળી શોધી કાઢ્યો. એનું નામ ચતરો ગહલોત ! ચતરો માળી વનસ્પતિઓનો જીવ હતો. દરેક વૃક્ષ એની સાથે વાતો કરતું. દરેક વેલ પોતાનું દર્દ એની પાસે પ્રગટ કરતી, હરએક ગુલ એની પાસે થનગનતું મહારાજ જસવંતસિંહે ચતરાને કાબુલ તેડાવી કહ્યું :
‘ચતરા ! મારું એક કામ કરીશ ?”
‘હજૂર એમ કેમ પૂછવું પડ્યું ? મારવાડના ધણીને ચામડીના જોડા સિવડાવું તોય ઓછા છે !'
મને તારી ચામડીની જરૂર નથી, તારી ચતુરાઈની જરૂર છે.”
‘એમાં આટલું બધું મને પૂછો છો શું ? જે હુકમ હોય તે કહો. જોધપુરવાસીઓ જગતપિતા પછી બીજું નામ જોધપુરપતિનું લે છે ! આપે તો અહીં પણ-આટલે દૂર મારવાડનું નામ ઊજળું કર્યું છે !' | હુકમ કહે તો હુકમ, વિનંતી સમજ તો વિનંતી, મારવાડરાજની મનસા એ છે કે આ અનાર અહીંથી લઈ જા ! જોધપુરમાં એને વાવી દે ! એ મારું સ્મારક થશે. ભાઈ ચતરા ! યોદ્ધાનું જીવન કેટલું ? પળ બે પળનું. એક સામાન્ય ગફલત, પઠાણની એક છૂરી ! એક ઘા ! ને જીવનનો બધો સરવાળો પળભરમાં પૂરો થઈ જાય.' રાજા જસવજોના શબ્દોમાં રાજા-પ્રજાનું હેત-પ્રીત નીતરતું હતું. બાપ-દીકરો જાણે વાતે વળગ્યા હતા, ને વાત હતી બંનેની માતૃભૂમિની !
‘હજૂર, મારાથી કંઈ સમજાતું નથી. અનાર આપનું સ્મારક ? એક તુચ્છ ફળ ?”
‘હા, ચતરા ! તને તો મારા જીવન સાથે કંઈ સંબંધ નથી. તમે તો માત્ર સેવા કરતાં શીખ્યા છો, ટીકા નહિ ! રાજા ગમે તેવો હોય અને તમે રામ માનો છો ને એનું રાજ ગમે તેવું હોય તોય રામરાજ્ય માનો છો.’
‘પણ તને મારા દિલની આ તમન્ના પાછળ રહેલો થોડો ઇતિહાસ જણાવું. એ જાણીશ તો તને પણ ઉમંગ આવશે. મારા પિતાને અનારકલી નામે એક ઉપપત્ની હતી. જેવું નામ તેવા ગુણ ! પિતાજી તો એ ફૂલની પાછળ ભ્રમર થઈને ઊડતા હતા, હું તો હતો ફટાયો. પાટવી તો હતા મોટા ભાઈ અમરસિંહ ! પણ બાપ-દીકરો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે.'
‘રાજ કાજમાં તો ચતુર હોય એ ફાવે. એક વાર હું અનારકલીના મહેલે જઈ
ચતરો ગહલોત D 45