________________
, હજૂર !' એના બાપે કહ્યું. ‘તમે બાપ થઈને એને અફીણ આપ્યું ?'
મારા વિના બીજો કોણ આપે ? બેઆબરૂ થયેલી હિંદુ બેટીને વેશ્યાવાડ સિવાય કોણ સંઘરવાનું હતું, મહારાજ ? મારે એનો ભવ બાળવો નહોતો. મેં એનો ઉદ્ધાર કર્યો ! આજ એનો જીવ જ્યાં હશે ત્યાંથી બાપને આશીર્વાદ આપતો હશે.” બાપ ધીરેથી બોલ્યો ને હસ્યો. એ હાસ્યમાં ન જીરવાય એવી ભયંકરતા હતી !
ન જાણે રણમાં કેટલીય હત્યાઓ જોઈ, પણ આ નાની લાલીની હત્યા જોઈ મારું મન ભાંગી પડે છે ! રે દુર્ગા ! તેં દેશનો ઉદ્ધાર કરીને પણ શું કર્યું ! અસતનાં આસન પાથર્યો કે !' દુર્ગાદાસ જાણે પાતાળમાં ચંપાતા હોય એ રીતે બોલ્યા. એમનું મન ભારે ભારે થઈ ગયું. સજા કરવાનો ઉમંગ પણ ઓછો થતો લાગ્યો.
‘તમે મા દુર્ગાના અવતાર છો, રાવજી ! પણ સાત ખોટની દીકરી જતાં મન ભારે થયું છે ! તમારી રજા માગીએ છીએ. મારવાડનાં અન્નજળ હરામ કર્યા હતાં, દીકરીને ક્ષેમકુશળ ઘેર ન લાવીએ ત્યાં સુધી ! દીકરી ગઈ. અમેય જઈએ છીએ ગુજરાત તરફ. ૨જા આપો, દેવતા !'
રાવ દુર્ગાદાસ કંઈ જવાબ વાળી ન શક્યા. આ પ્રસંગ એમના હૈયાને હચમચાવી ગયો. પેલાં સ્ત્રીપુરુષ દીકરીની લાશ લઈને ચાલી નીકળ્યાં.
બીજી તરફ ગરમાગરમ નાળ રાજસેવકોના કપાળમાં ચંપાતી હતી. સેવકો કાગારોળ કરી રહ્યા હતા. રાવજીનાં નેત્રો એમના તરફ ફર્યા, લાલઘૂમ નેત્રો જોઈને બધા રોતા કકળતા ચૂપ થઈ ગયા.
‘સોનિંગજી !' રાવ દુર્ગાદાસે પાસેના પ્રસિદ્ધ રાઠોડ સરદાર તરફ ફરીને કહ્યું. શું હુકમ છે, રાવજી !'
આ એક નાળ મારા કપાળમાં પણ ચાંપી દેશો ?' દુર્ગાદાસે કહ્યું. મરતા માણસના આર્તસ્વર જેવો આમાં પુકાર હતો.
બહુ લાગણીપ્રધાન ન બનો, રાવજી ! હાથી ચાલે ત્યારે એના પગમાં પાંચપચાસ કીડીઓ ચંપાય પણ ખરી ! પણ એથી કીડીને ન્યાય આપવા નીકળીએ, ને હાથીને સજા કરીએ એ ન ચાલે. આ તો રાજ કાજ છે !'
‘હુંય એવું માનતો હતો.' ‘પછી બાળક જેવી વાતો કાં કરો ?” ‘આજ મારી માન્યતા બદલાઈ ગઈ છે.’
14 D બૂરો દેવળ
‘હવે એની વાત પછી ! ચાલો, આગળ !' ‘ઊભા રહો, પાકો બંદોબસ્ત કરી લઉં !'
દુર્ગાદાસ વ્યવસ્થામાં પડ્યા. સોનિંગ સરદારે ધીરેથી કહ્યું : ‘જેની સમશેરથી ભારત કાંપે છે, એનું મન આટલું આદું-સુંવાળું ? વજથી ય કઠોર, કુસુમથી ય કોમળ ?”
કોઈ શું જાણે ? મોટાની હોળી મોટી !" દુર્ગાદાસે આડકતરી રીતે જવાબ વાળતાં કહ્યું. એમના મુખમાંથી ભારે લોહનિશ્વાસ નીકળી રહ્યા.
થોડી વારે બધા આગળ વધ્યા. એ પળ એ ક ભયંકર તવારીખની પળ હતી.
દુર્ગાદાસ થોડું આગળ ચાલ્યા, ને ઘોડો ફેરવી લીધો. સરદારોએ પૂછ્યું એટલે એ બોલ્યા :
‘ભાઈઓ, મારું મન પાછું પડે છે. તમે બધા જાઓ.’ દુર્ગાદાસે ઘોડો વાળ્યો. વિદાય લેતાં એમણે કહ્યું :
‘આ રીતના જુલમ સહન કરવા લોકોએ આજ સુધી પોતાનાં સંતાનોના, સુખના, સંપત્તિના મહામૂલા ભોગ નહોતા આપ્યા. દુર્ગાદાસ જીત્યો એ લોકોના બળ પર, લોકોની સહાનુભૂતિ પર, મોટા માણસોએ ભલે દુર્ગાની સાથે દગો કર્યો હશે, આમ જનતાએ તો એને સદા સાથ આપ્યો છે. મોગલ સૂબાઓએ કોરડા મારી મારીને લોકોની ચામડી ઉતરડી નાખી, તોય ગામમાં છુપાયેલ દુર્ગાની ભાળ ન આપી તે ન આપી. એ લોકોએ જે સહન કર્યું હતું તે આ આવાં જીવતાં મોત જોવા સહન કર્યું નહોતું ! અજિતને કહેજો, ણને ષી સજા ! રાજા તો તપસ્વી હોય. નહિ તો જાણજો રીના સો ન !'
દુર્ગાદાસ પાછા વળીને ચાલ્યા, સાથીમંડળ તેમને અનુસર્યું. પેલા રાજસેવકો કાળો કકળાટ કરતા મહારાજા પાસે ગયા, ને પોતાની કથની કહી, સાથે દુર્ગાદાસની શિખામણના બોલ મહારાજા અજિતસિંહ પાસે મીઠુંમરચું ભભરાવીને કહ્યા. મોંએ ચડાવેલા પાસવાનોએ આગવો મત આપતાં કહ્યું :
બંદરને અદરખના (આદુના) સ્વાદની શી ખબર પડે ? ભગવાને આપ્યું તે રાજા નહિ ભોગવે તો કોણ ભોગવશે ?'
વૈદરાજે કહ્યું : “મહારાજ ! અમારા શાસ્ત્રના મોટા મોટા પ્રયોગો, રસાયણો, અગદો ખાસ કરીને રાજાઓ માટે નિયોજેલા છે. એક એક અગદ રાજાને સો સ્ત્રીનો સ્વામી ઠરાવવાની તાકાત ધરાવનારું છે, શું એ અગદ સામાન્ય લોક માટે શાસ્ત્રકારોએ
તપે સો રાજા 165