________________
આવી કીર્તિ છે. તેમના વિચારો એટલા ઉદાર અને મહાન હતા, કે તેઓ જ્યાં પગ મુકતા, ત્યાં વિજયલક્ષ્મી તેમની સામે હાથ જોડીને ખડી રહેતી. તેમણે ઘણા દેશો ને પુષ્કળ લક્ષ્મી પ્રાપ્ત કરી છે : પણ એ બધું આપના વખતમાં હૃાસ પામી રહ્યું છે. આજે પ્રજા અત્યાચારથી પીડિત છે. વસ્તીઓ ઉજ્જડ થઈ ગઈ છે. પ્રજા દુર્બળ બની ગઈ છે. શૌર્ય જિવામાં આવી રહ્યું છે. વેપારીઓ રુદન કરી રહ્યા છે. મુસલમાનો અવ્યવસ્થિત છે. હિંદુ પ્રજા દુઃખી છે. દારિદ્ર તો એટલું વધી ગયું છે, કે ઘણા લોકોને સંધ્યાકાળે ભૂખ્યા સૂઈ રહેવું પડે છે, એક ટાણું પણ જમવા મળતું નથી !
| ‘પાદશાહ ! જરા વિચારો. આવા પાદશાહનું રાજ ક્યાં સુધી સ્થિર રહી શકે ? જેણે ભારે કરથી પ્રજાની કમર તોડી નાખી છે, એનું શાસન ક્યાં સુધી સ્થિર રહેશે ? પૂર્વથી પશ્ચિમ સુધીના મુલકના સર્વ લોકો કહે છે કે આજનો હિંદુસ્તાનનો પાદશાહ હિંદુઓનો દ્વેષી છે. એ રંક, બ્રાહ્મણ, યોગી વેરાગી ને સંન્યાસી પાસેથી પણ કર લે છે : અને ધનહીન, નિરુપદ્રવી ને ઉદાસીન લોકોને દુ:ખ દઈને પોતાના મહાન તૈમુર વંશને બદનામ કરે છે.
“હે મહાન રાજા ! જેને તમે ઈશ્વરપ્રણીત કિતાબ કહો છો, એમાં તમને શ્રદ્ધા હોય તો તેમાં જુઓ, એમાં ઈશ્વરને મનુષ્ય માત્રનો સ્વામી કહ્યો છે, ન કે ફક્ત મુસલમાનોનો જ . તેની સમક્ષ હિંદુ-મુસલમાન સમાન છે. એણે માણસને જીવન આપ્યું છે, ને એણે જ કિસમ કિસમની વ્યક્તિઓને પેદા કરી છે. આપની મસ્જિદમાં એના જ નામની બાંગ પોકારાય છે. હિંદુઓનાં મંદિરોમાં એના નામનો જ ઘંટારવ થાય છે. સર્વ માણસો એક યા બીજી રીતે તેને જ યાદ કરે છે, માટે કોઈ પણ જાતિને દુઃખ દેવું એ પાક પરવરદિગારને, જેણે આ ખુલ્ક પેદા કરી તેને નાખુશ કરવા બરાબર છે.
‘હે બાદશાહ ! આપણે કોઈ ચિત્ર જોઈએ છીએ, ત્યારે આપણને એના ચિતારાની યાદ આવે છે. હવે જો આપણે એ ચિત્ર બગાડીએ, તો એ મહાન ચિતારો આપણા પર નારાજ થાય. એક કવિ પણ કહે છે, કે આપણે જ્યારે પુષ્યની સુગંધ લઈએ છીએ, ત્યારે આપણને એના સર્જ કનું સ્મરણ થાય છે. માટે કોઈ ચિત્ર કે કોઈ પુષ્પને રફેદફે કરવું મુનાસંબ નથી.
સારાંશમાં આ કર, જે તમે હિંદુઓ પર નાખવાનો ઇરાદો કર્યો છે, તે ઇન્સાફથી દૂર છે, રાજ પ્રબંધનો નાશ કરનારો છે. આ કર્મ મહાન રાજ્યાધીશ્વરને માટે શોભીતું નથી. સુરાજાનું લક્ષણ પણ નથી, હિંદુસ્તાનની નીતિથી વિરુદ્ધ છે. એથી તમારા સામર્થ્યનો નાશ થશે. આ કર પ્રજાપીડકે છે. વીરધર્મ ને ઉદારતાની શરમ છે. આપના મંત્રીઓએ આપને આ કાર્યથી ન વાર્યા, એ અજબ જેવી બીના છે ! ‘છતાં આપનો આગ્રહ જ હોય તો, હિંદુઓના અગ્રેસર રાણા રાજસિંહ
66 બૂરો દેવળ
પાસેથી એ કર વસૂલ કરો ! અને આપના શુભચિંતકોની વાણીને સમજો.’
દાઁદીએ વાત પૂરી કરતાં ફરી ખોંખારો ખાધો. ગોસાંઈજીએ કહ્યું : ‘કુશળ દસોંદી ! આ પત્ર તો ગીતા સમાન પવિત્ર છે. આર્ય કે યવન કોઈ પણ રાજા માટે આમાં હિતોપદેશ છે. ધન્ય છે રાણાજીને ! આવાં વચન કાઢનારની છાતી વજ જેવી જ હોય !
| ‘વચન નથી, મહારાજ ! વર્તન પણ છે. ફક્ત કહેણી નથી, કરણી પણ છે. સિંહણના દૂધની વાતો નથી, સિંહણના દૂધને દોહીને પી જનારા પણ છે. મોગલો હવે તો રજપૂત કન્યાઓના શોખીન બની ગયા છે. એમાં એમને બે હાથમાં લાડવા જેવો લહાવ લાગે છે. ભારતીય સૌંદર્યનો મોહ ને ૨જપૂતી પરના અધિકારનો નશો ! આલમગીર બાદશાહે પોતાના માટે રૂપનગરની રાજ કન્યા નક્કી કરી હતી. કન્યાએ પોતાનું હિંદુત્વ બચાવવા રાણાજીને પત્ર લખ્યો. રાણાજી તલવારોની તાળી વચ્ચે કન્યા લઈ આવ્યા. મહારાજ , ઉપર ભગવાન જેવો સ્વામી છે, એની ના નથી, પણ પૃથ્વી પર તો આજ જતિ-સતી, દેવ-દહેરાં, ગાય-બ્રાહ્મણનો રખેવાળ રાણા રાજસિંહ સિવાય બીજો કોઈ નથી !'
‘તો રાણાજી અમને રક્ષણ આપશે ? રે, અમને અમારા રાણાની પણ જરૂર નથી, આ અનાથના નાથ દેવને ઠામ બેસાડે એટલે ઘણું.’
‘શા માટે નહિ ? દેવ, ગુરુ ને ધર્મની રક્ષા ખાતર તો એનો જન્મ થયો છે. લખી આપો પત્ર ! હું જ દરબારમાં જઈ હુકમ લઈ આવું ! અરે, રાણો રાજસિંહ જે દિવસ ટેક ચૂકશે, એ દહાડે દસોંદી, ભાટ, ચારણની જીભ સિવાઈ જશે, એમને બોલવા કરતાં ઝેર ઘોળવું વધુ ગમશે.’
ગોસાંઈજી દરબદરના રઝળપાટથી થાક્યા હતા. તેમણે પત્ર લખ્યો. દસોંદી એ પત્ર લઈને, દાબલીમાં અફીણ ભરી ઊપડ્યો. શુરાપુરા ને જતિસતીના બિરદાવનારની જીભમાં તો જોર હતું જ, પણ આજ પગમાં પણ જોર આવ્યું હતું !
ગોસાંઈજી કંઈક નિરાશા-કંઈક આશા સાથે રાહ જોતા દિવસો નિર્ગમતા હતા, ત્યાં તો દસોંદી આવી પહોંચ્યો.
હતો તો પગપાળો, પણ અરબી ઘોડાને ઝાંખો પાડે તેવા ઝનૂનમાં હતો. એ રાણાજીનો સંદેશ લાવ્યો હતો.
એક લાખ રજપૂતોનાં મસ્તક સાટે દેવને સંરકું છું, પધારો ! ગોસાંઈજી ! ધરા પરથી ધર્મ રસાતાળ જવા બેઠો હોય, સતી કરતાં નાયકા પૂજાતી હોય, ધેનુ ઘેટાંની જેમ હલાલ થતી હોય, ત્યારે શૂરાનો ધર્મ દેવની ચોકી બેસાડવાનો છે. મેવાડ શિવપૂજક છે, પણ શ્રીનાથજીની પૂજાનો એને વાંધો નથી. અનાથના એ નાથની ચરણસેવા સ્વીકારતાં એને આનંદ થશે, આવો ! આવો !'
દેવ અને રાજા અનાથ L 67