________________
રથના ધોરી એ દહાડે છેલ્લી વાર જોડાયા, એ દહાડે રથમાં છેલ્લી વાર મૂર્તિ પધરાવવામાં આવી, ને ઉદયપુરથી દસ કોસ દૂર, બનાસ નદીને કાંઠે સિહાડ ગામમાં અનાથ બનેલો નાથનો નાથ ફરી સનાથ બન્યો !
દેવ હેરામાં બેસી ગયા. ગોસાંઈજી કૃષ્ણકીર્તનમાં લાગી ગયા. મેવાડી રજપૂતો નાગી તલવારે દેશની રક્ષા કરી રહ્યા !
11.
સ્વતંત્ર મારવાડ
જયસિંહ!’ વાત કરતી સુંદરી હવે અટકી. એનો રૂપાળો ચહેરો તેજથી ભભૂકી રહ્યો હતો. જતિ-સતીનો પરાક્રમરંગ જાણે તેને પણ લાગી ગયો હતો. એણે ટાણવાર થોભીને વાત આગળ ચલાવી.
આકાશ પર સંધ્યાની વાદળીઓ રમતી હતી, ને ચકવો-ચકવી વિયોગની પળ પાસે જોઈ વ્યાકુળ રાગ ગાઈ રહ્યાં હતાં. જયસિંહ મૂર્તિની જેમ નિશ્ચલ બેઠો હતો, ચક્ષુનું ને કર્ણનું સાર્થક્ય આજે એ માણી રહ્યો હતો.
સુંદરી બોલી : | ‘વિધાતા જે રીતે ઢોલ વગાડે છે, જયસિંહ ! માણસને એ રીતે નાચવું પડે છે. ક્યાં કાબુલની ખૂનખાર પ્રજાને વશ કરનાર રાજા જસવન્તસિંહનો પ્રતાપ અને ક્યાં આજ એના પુત્રની દરબદર ભટકતી હાલત ! જોધપુરના નાથનો પુત્ર આજ અનાથ જેવી હાલતમાં આવી ગયો હતો. કાં દિલ્હીનો દુર્ગ કાં રણની કોઈ દરગાહે એ સિવાય એનો કોઈ આરોવારો નહોતો. ખાવાનાં ઠેકાણાં નહિ, સૂવાનાં નિરાંતવાં સ્થાન નહિ, ધીંગાણાનો પદપદ પર ડર ! શાહી સેનામાં મારવાડરાજ હતા, ત્યારે સેવક-અનુચરોનો સુમાર નહોતો. આજ મૂઠીભર રાઠોડોનો નાનોશો કાફલો અહીંથી તહીં આશરો શોધતો નાસભાગ કરે છે. નિરાશ એમની સંગિની બની છે. દગોટકો એમનો ચિર સાથી બન્યો છે.
દશ્ય તો જુઓ ! રાણી માયાવતીએ-સૂર્ય સામે જોતાં જેની નજર ઝંખવાઈ જાય એવી અસૂર્ય પશ્યા અબળાએ-શસ્ત્ર સજ્યાં છે, કમરે તલવાર લટકાવી છે. અંબોડામાં કટાર છુપાવી છે. હાથ પર વાઘ નખ ચઢાવ્યા છે. દયાની દેવી આજે મા ચંડિકા બની છે. હાથમાં નાગૌરી અશ્વની લગામ છે, ને ખોળામાં પુત્રને લીધો છે. એક તરફ
68 D
બુર દેવળ