________________
કદી રોકી રોકાતી નથી. એણે ગોસાંઈજીને કહ્યું : “આજ બધા રજપૂતો મોગલ દરબારના ચાકર બન્યા છે. બેટીઓ આપી મોગલોના સસરા ને સાળા બન્યા છે. સૂરજ તો સોનાચાંદીના છાબડા પાછળ છુપાઈ ગયો છે, ને ચાંદનાં માન વધી ગયાં છે. પણ તળાવની આ જળડોડીઓની વચ્ચે એક કમળ જળકમળવત રહ્યું છે, અને એ છે રાણો રાજસિંહ, મેવાડનો ધણી ! મહાન મોગલો સામે મુઠ્ઠીભરનું મેવાડ” દાણો પણ રાઈનો, એ કહેવત ચરિતાર્થ કરી રહ્યું છે. દેવ, ધર્મ, સ્ત્રી, બાળક ને ગૌબ્રાહ્મણનો પ્રતિપાળ હોય તો એ એક જ છે.’
દસોંદીની દાઢીના કાતરા ધીરે ધીરે પેશોલા સરોવરના પોયણાની જેમ ખીલી રહ્યા હતા. ગોવિંદજી ગોસાંઈને આ વાતમાં રસ પડ્યો. એમણે ધ્યાનથી સાંભળવા માંડ્યું.
દસોંદી ખીલ્યો હતો,
‘રાજસ્થાન આજ આઠ ભાગમાં વહેંચાયું છે. એમ તો સહુ સહુને મન સવાશેર છે, કોઈ અધવાલ પણ ઓછા તોલાવા તૈયાર નથી ! પણ એમાં અંબરના રાજા જયસિંહ, મારવાડના જસવંતસિંહ, બુંદી કોટાના હાડા રાજા, બિકાનેરના રાઠોડ, ઓરછા ને દતિયાના રજપૂતોએ બધામાં મેવાડના રાણો રાજસિંહ શિરછત્રસમો છે. મેવાડ આજ રજપૂતોનો મુગટમણિ છે. પણ મેવાડની ને રાજસ્થાનની આજની દશા કાળજાને કંપાવે તેવી છે. જહાંગીર ને શાહજહાં તો મારવાડરાજની પુત્રીઓના પુત્ર હતા, એમને માટે રાજસ્થાન મોસાળ હતું, પણ આલમગીરે તો આડો આંક વાળ્યો છે ! ભીષણ અત્યાચારોથી શહેરો સ્મશાન બન્યાં છે. જ્યાં જોબનમાં ઝૂમતી કન્યાઓ રૂમઝૂમતી, ત્યાં કરાલ કાલ જોગણીઓનાં ખપ્પર ફરતાં જોવાય છે. નગરો, ગ્રામ, કસ્બાઓ ઉજ્જડ થઈ ગયાં છે. નાસભાગ ને લૂંટાલૂંટથી નાગરિકો અધમૂઓ થઈ ગયા છે. સુકોમળ સ્ત્રીઓ અને દેખાવડા ‘કિશોરની આત્મહત્યાઓથી કૂવાને વાવ પુરાઈ ગયા છે. ખેડૂતો નાસી ગયા છે, ને ખેતરો જંગલમાં પરિણત થઈ ગયાં છે. આવી ભૂખડી બારસ પ્રજા રાજને શું આપે ? કંઈ ન આપી શકે તો પોતાનો પ્રાણ આપે. એ પ્રાણ લેવા આલમગીરે જજિયાવેરો નાખ્યો અને વિરોધ કરનારાઓને કચડી નાખવા માટે ગાંડા હાથીઓને દારૂ પિવડાવી તૈયાર રાખ્યા.”
દસોંદી થોભ્યો. એક ખોંખારો ખાધો, ને એણે વાત આગળ ચલાવી :
‘એ ભૂંડા વેરા સામે પ્રજા કકળી ઊઠી, પણ મોતનો સામનો કોણ કરે ? એ વખતે રાણા રાજસિંહે પત્ર લખ્યો : કાગળ શું લખ્યો, ગોસાંઈજી ! કલેજું કાઢીને મૂકી દીધું ! આલમગીરને સમજાવી દીધું કે તું જે કરે છે, એ બધું હિંદુઓના કાળજામાં કટાર મારવા જેવું કરે છે. દેહના ઘા કાળે રૂઝાશે, પણ દિલના જખમની રૂઝ આકરી છે.'
બ D બૂરો દેવળ
નિરાશ ગોવિંદજી ગોસાંઈના દિલમાં દસોંદીના શબ્દોએ કંઈક ઉત્સાહ પ્રેર્યો. એમણે કહ્યું : “દસોંદી ! આજ સાંભળેલી વાત પણ સાંભળવી છે. નિરાશાના રણમાં પાણીની પરબ જેવી એ શીતળ લાગે છે. કહો, તમારી બાનીમાં કહો, કે કેવો પત્ર લખ્યો, એ હિંદુકુલભૂષણ રાણાજીએ !!’
દસોંદીએ ભેટછું એક વાર છોડીને ફરી બાંધ્યું, મૂછે હાથ ફેરવ્યો, ખોંખારો ખાધો, ને બોલવું શરૂ કર્યું,
‘હે આલમગીર બાદશાહ,
‘સર્વ પ્રકારની પ્રશંસા તો સર્વ શક્તિમાન પરમેશ્વરને જ ઉચિત છે, પણ આપનો મહિમા પણ પ્રશંસા યોગ્ય છે. આપની ઉદારતા ને સમષ્ટિ ચંદ્ર ને સૂર્યની જેમ પ્રકાશમાન રહો. હાલમાં હું આપનાથી કંઈક અલગ થયો છે, પણ મારાથી જે યત્કિંચિત્ પણ આપની સેવા બને તે કરવા તૈયાર છું. મારી હંમેશાં એવી ભાવના રહી છે, કે હિંદુસ્તાનના પાદશાહો, અમીરો, મીરઝાં તથા રાજા અને ઈરાન, તુરાન, રૂમ અને શામના પાદશાહો, સરદારો અને સાત પાદશાહતના નિવાસીઓ જળ ને સ્થળના પ્રવાસીઓ સહુ કોઈ મારી સમાન ભાવથી કરેલી સેવાનો લાભ લે.
‘આ વખતે હું આપની ઉત્તમ સેવા કરવા તત્પર થયો છું, જેમાં આપને કિંચિત પણ દોષ જણાશે નહિ. મારા પૂર્વજોએ આપની સેવા કરી છે, તે પરથી નીચેની બાબત પર આપનું લક્ષ દોરવા પ્રેરાયો છું. એ કાર્ય મને અગત્યનું લાગ્યું છે, એમાં રાજા પ્રજાનું હિત છે. મેં સાંભળ્યું છે કે મારા જેવા આપના શુભચિંતકની વિરુદ્ધ , આપે એક સેના તૈયાર કરવા, ખર્ચના ખાડા પૂરવા રાજ માં નાના પ્રકારના કર, લગાડવી છે.
| ‘એ જણાવવું યોગ્ય થશે કે, આપના પ્રપિતામહ જલાલુદીન એકબર કે જેમનું સિંહાસન હાલ સ્વર્ગમાં છે, તેમણે પોતાનું શાસન પર વર્ષ પર્યત એવી સાવધાની અને ઉત્તમતાથી ચલાવ્યું કે તમામ જાતના લોકોને સુખ-શાંતિનો લાભ હાંસલ થયો. તેમના રાજ્યમાં ઈસાઈ, મુસાઈ, યહૂદી, મુસલમાન, બ્રાહ્મણ કે નાસ્તિકને એ કસરખો ઇન્સાફ મળતો. તેઓએ પોતે પણ એ કસરખી શાંતિ ને સુખ ભોગવ્યું. સર્વ લોકોએ ખુશી થઈને એમને ‘જગદ્ગુરુ ની પદવી આપી.
‘એ પછી આપના પિતામહ શહેનશાહ નૂરૂ દીન જહાંગીર આવ્યા કે જેઓ અમરાપુરીમાં બિરાજે છે, તેમણે પણ એ જ રાહે બાવીસ વર્ષ સુધી રાજ કર્યું. તેમણે શાસનની શીતળ છાયા નીચે સર્વ રમતને સુખી કરી હતી, માંડલિક રાજાઓને પ્રસન્ન રાખ્યા હતા, શત્રુઓનું બાહુબળથી દમન કર્યું હતું.
‘એ મહાન બાદશાહના પુત્ર અને આપના પરમ પ્રતાપી પિતા શાહજહાંએ પણ આ પ્રકારે બત્રીસ વર્ષ રાજ કરી પોતાનું નામ અમર કર્યું. આપના પૂર્વજોની
દેવ અને રાજા અનાથ [ 65