________________
તપશ્ચર્યાનાં ફળ છે.”
‘તને હું પાપિની નહિ કહું, પાપવિમોચની કહીશ.”
મારે માટે કોઈ પવિત્ર નામ ન વાપરતો. મારું રૂંવેરૂંવું પાપભારથી ભરેલું છે. મને પાપની પ્રતિમા ઘડી, રાજકારણી પુરુષોએ. હુંય પાપિની બની, પાપી પુરુષોને કાજે ! ઇનામમાં હું સદા જલતું રહેતું હૈયું ને બરબાદ કરેલો આ દેહ પામી છું.’
જે દેહમાં ચક્રવર્તીને ભૂલા પાડવાની તાકાત છે, એ દેહ બરબાદ ?' | ‘હા, બરબાદ ! પણ જયસિંહ, મારી કથા જાણવાની બહુ ઇંતેજારી ન રાખીશ. સહેજે સમજાય એ સમજજે ! કદાચ મારી જ વાત કરવા બેસીશ, તો એ વાતની સાથે આ મારા બળેલા દેહમાં ફરી અગ્નિ ભભૂકી ઊઠશે, ને રાખ માત્ર શેષ રહેશે.”
“મન વારંવાર ભ્રમમાં પડી જાય, એવું તારું બયાન છે, સુંદરી ! શ્રદ્ધા સ્થાપું છું તારામાં ! શરૂ કર તારી વાત !”
‘જયસિંહ ! જેમ મારા દેહમાં એક સેનાની શક્તિ છે, એ તેં હમણાં જોયું, એમ જેના એકલાના દિલોદિમાગમાં સિત્તેર હજારની સેનાને હરાવવાની કળ છે, એ બાદશાહ આલમગીરને હવે તું નિહાળ ! અને શ્રદ્ધાપુરુષ વરવર દુર્ગાદાસને પણ અશ્રદ્ધાવાન બનેલા ને અબી બોલ્યું અબી ફોક કરતા જો. માણસ કંઈ નથી, વિધાતાનું રમકડું માત્ર છે.' સુંદરીએ વાતનો પ્રારંભ કરતાં કહ્યું.
જયસિંહે વાતમાં ચિત્ત પરોવ્યું. વાત આગળ ચાલી : | ‘હિંદનો નવો શહેનશાહ અકબરશાહ, આ બૂરો દેવળના ત્રિભેટા પર પિતા ઔરંગઝેબની સામે વિદ્રોહનો ઝંડો લઈને, સિત્તેર હજારનું લશ્કર સાબદું કરી પડ્યો હતો. અહીં એ રાતે ભારે મહેફિલ જામી. પડખેનાં શહેરોમાંથી ગૌરાંગ સાકીઓ આવી. શરાબ આવ્યો. કલાવંતો આવ્યા, રૂપભરી નાચનારીઓ આવી. રૂપાળા છોકરા આવ્યા.
અડધી રાત સુધી થનક થનક ચાલ્યું. પછી જેવી જેવી નાચનારીઓ ને જેવાં જેવાં નખરાં ! શોખીનોની સભા ભરાઈ ! આભમાં તારાઓ ઊગીને આથમી ગયા, પણ આશકોની સરપરસ્તી અહીં વધુ ને વધુ જામતી રહી.
દીવાને આઝમ તહવ્યરખાં સેનાનું નિરીક્ષણ કરી, તવાયફોના જલસા જોઈ હમણાં નીંદમાં પડયો હતો. ભારતનો નવો શહેનશાહ અકબરશાહ પણ લડાઈના મેદાનમાં દરબારી જલસાનો આનંદ લઈ હજી હમણાં સૂતો હતો.
જળમાં કમળવત્ રાવ દુર્ગાદાસ સેનાનું નિરીક્ષણ કરતા ફરી રહ્યા હતા.
જયસિંહ !' સુંદરીએ વાત કરતાં વચ્ચે કહ્યું, ‘આજ એ ભૂમિ હતી. આ દેવળ એ વખતે નહોતું બંધાયું, પણ અહીંની ધરતી પોકાર પાડતી હતી, લોહી માંગતી
હતી, એની ખૂની ખાસ એને ભેંકાર બનાવતી હતી.
ઘોર રાતની એકાંત ગાજવા લાગી, એ વખતે દીવાને આઝમના મકાનમાંથી એક વ્યક્તિ નીકળી. ખૂબ ઊંચી, ખૂબ પડછંદ ને અંધકારમાં પણ ભય ઉપજાવે તેવી. એના હાથમાં એક કાગળ હતો. વારંવાર એ વાંચતો હતો : વાંચીને એને શરીરે કંપારી છૂટતી હતી ! પોતે વાંચીને બીજાને ધીરે સાદે એ સંભળાવતો હતો. સાંભળનારને શરીરે પણ રોમાંચ થતો હતો.
કાગળમાં અક્ષરો પડ્યા હતા; આગની કલમે, ને હળાહળની શાહીએ
‘શાહજાદા એકબરને ફકીર ખવાસના બાદશાહે તખ્તનશીન કરવાનું નક્કી કર્યું છે, પણ એ સાથે ઇરાદામાં હિમાલય પહાડ જેવા બાદશાહે તેને મદદ કરનાર તમને દેહાંતની સજા, તમારા જનાજાને બેઆબરૂ કરવાનો નિર્ણય ને બચ્ચાંઓને શિકારી કૂતરાને હવાલે કરવાનો હુકમ છૂટ્યો છે. તમારા જાનમાલની ખેરિયતે ચાહતા હો તો આ ઘડીએ ને પળે રવાના થાઓ, ને આવીને બાદશાહના કદમ પકડી લો.
લખનાર તમારો સાસરો ઈનાયતખાં.
કાગળ વાંચનાર પડછંદ વ્યક્તિનું હૈયું એ શબ્દો વાંચીને સેહ ખાતું હતું. એનું રૂંવે રૂંવું કાંપતું હતું. એણે કહ્યું :
‘બાપ એ બાપ અને દીકરો એ દીકરો ! ભાઈઓ હું જાઉં છું. બાદશાહને મળીને તમને જણાવીશ. ધીરે ધીરે આપણા લશ્કરને તારવીને સલામત સ્થળે લઈ જજો ! ખબર આપું એટલે આવી મળજો.’
પેલી વ્યક્તિ જોધપુરી સાંઢણી પર ચઢીને અદૃશ્ય થઈ ગઈ. ધરતી ભીતરથી કોઈ ભયંકર રીતે હસ્યું !
પ્યાસી ધરતીની લોહયાસ હસતી હતી.
થોડી વારે એક બીજી વ્યક્તિ આવી ! એની પાછળ આખું ટોળું ચાલતું હતું ! બધાના હાથમાં એક એક કાગળ હતો. નાની નાની મશાલોને અજવાળે એ સહુ વાંચતા હતા. વાંચનાર બધા પૂત રજપૂત હતા ! પણ એમના ચહેરા ભયથી ફિક્કા પડી ગયા હતા. મોતથી બાકરી બાંધે તેવા દાઢી-મૂછના કાતરાવાળા આ બધા, કાતર મુખમુદ્રાથી એકબીજાની સામે જોતા હતા.
એક પ્રચંડ વ્યક્તિ પોતાના હાથનો કાગળ ધીરે ધીરે ને ફરી ફરી વાંચતી હતી :
‘બેટા ! તેં હિંદુઓને છેતરવા માટે જે કર્યું તે યોગ્ય જ કર્યું છે, મારી તને શાબાશી છે. આલમગીરનો દીકરો આવો જ હોય. હવે બાકીનું કામ તમામ કર. તારા માટે ઇનામ તૈયાર છે. લડાઈમાં રજપૂતોને આગળ રાખજે . તું પાછળ રહેજે . ચક્કીના બે પડ વચ્ચે આવેલા દાણાની જેમ આપણાં બંને સૈન્યો સાથે મળીને
104 B બૂરો દેવળ
સ્વપ્નભંગ D 105