________________
રજપૂતોને પીસી નાખીશું. ન રજપૂત રહેશે, ન રજપૂતાના હશે. કાફરોને એમના કુફ્રની (કાફરપણાની) પૂરતી સજા મળશે.’ આલમગીર બાદશાહ.”
*આખરે યવન એ યવન, જાત પર ગયા વગર ન રહે.’ એક ભાટી સરદારે આવેશમાં કહ્યું.
વિચારમગ્ન બનેલી પેલી પ્રતિભાશાળી વ્યક્તિએ જરા બોજથી કહ્યું : “ચાલો, આપણે જઈને શહેનશાહ બની બેઠેલા એ કાવતરાખોરનો જવાબ લઈએ !'
| બધા નવા શહેનશાહના તંબૂ પાસે આવ્યા, પણ પહેરેગીરે કહ્યું : “હમણાં જ સૂતા છે, ઉઠાડવાની મનાઈ છે.'
ઘણી હોહા કરી, પણ નિરર્થક ગઈ. ખાનગી વાતને તોફાનનું રૂપ આપવાનું કોઈને દિલ નહોતું.
| ‘ચાલો, દીવાને આઝમ તહવ્વરખાંને મળી ખુલાસો માગીએ.” ધીરજ રહી ન શકે એવું વાતાવરણ હતું. બધાનાં મન નવા વછેરાની જેમ શંકાના ખીલે હમચી ખૂદતાં હતાં.
અંધારી રાતે પણ દીવાને આઝમનો જરિયાની તંબૂ ઓળખાય તેવો હતો. ત્યાં પહોંચ્યા તો એનાં દ્વાર ખુલ્લાં હતાં. સહુ એકદમ અંદર પ્રવેશ્યા, પણ જુએ તો ખુદ દીવાન સાહેબ જ નહિ, ગાયબ !
અરે ક્યાં ગયા, દીવાને આઝમ ?”
પ્રશ્નનો જવાબ કોઈ આપી ન શક્યું, બલકે બહાર ખીલેથી ઘોડા છોડાતા હોય તેવો અવાજ આવ્યો ! અંધારામાં કોઈ ભૂતાવળ મેદાન છોડીને ચાલી જતી દેખાઈ.
- ખૂણામાં છુપાઈ રહેલાં એક તવાયફ અને તબલચીને સહુએ હાથ પકડીને બહાર ખેંચી કાઢચ. રૂપસુંદર તવાયફના પગની મીઠી ઘુઘરી રણઝણી રહી. એના ઘૂંઘરિયાળા વાળ બળ ખાવા લાગ્યા. પણ અત્યારે રાઠોડ સરદારોને કોઈ રૂપસુંદરને જોવાની નહિ પણ કોઈ ગુનેગાર મળે તો ખાઈ જવાની લોહતૃષા જાગી હતી. તેઓએ બંનેને ધમધમાવીને પૂછ્યું કે બધા ક્યાં ગયા છે.
અરબસ્તાનની આનંદરજનિ જેવી એ રૂપબાળા બિચારી બી ગઈ. કંઈ જવાબ આપે તે પહેલાં તો એના સુંવાળા ગાલ પર રાઠોડી તમાચો આવ્યો. એનાથી એકદમ બોલી જવાયું :
‘એમના સસરાનો કાગળ હતો. અજમેર ગયા છે.'
‘અજમેરમાં આલમગીર બાદશાહને મળવા ? દગો ! ફરેબ ! અરે, સહુ રજપૂત સૈનિકોને અહીંથી જલદી વિદાય થવાનું મોઢામોઢ ફરમાન પહોંચાડી દો ! ક્ષણનો પણ વિલંબ પ્રાણઘાતક છે.' આગેવાને જાણે રણશીંગું ફૂછ્યું :
106 બૂરો દેવળ
એક સૈનિકે બીજાના કાનમાં કંઈ કહ્યું. એણે ત્રીજાને કહ્યું. ત્રીજાએ ચોથાને ! એ ચાર જણાએ બીજા ચૌદને, ચૌદે વળી ચોવીસને કહ્યું. જોતજોતામાં શક્તિ હૃદયવાળી ચાલીસ હજરની રજપૂત સેના અંધારામાં નીકળીને અંધારામાં ગાયબ થઈ ગઈ ! સૂકી રેતીમાં માત્ર સૂકાં પગલાં જ રહ્યાં ! અડધી રાતનો વંટોળિયો એને પણ મિટાવી રહ્યો.
સંદેહનો શેતાન ને શંકાની ચુડેલ હાથના આંકડે આંકડા ભીડી રાતનો કબજો લઈ રહ્યાં હતાં. તેમને હૈયે અજંપો હતો, એ કળામણ પણ હતી, તે વિચારતાં હતાં કે અરર ! આટઆટલાં શંકિત માણસ મળ્યાં, ને સામસામો સમશેરનો એક ઘા પણ ન થયો ! આ ભૂમિને પાંચ-પચીસ રક્તછાંટણાં પણ ન મળ્યાં.
આ હાય-વરાળમાં રાત ઓગળી ગઈ, ને ત્રિભેટાની આ સૂકી ધરતી પર, ચંપાની આ વાડીઓ પર, ચંપકવરણો સૂરજ ઊગ્યો.
શાહી તંબૂઓમાં સૂતો સૂતો, દિલ્હીના તખ્ત પર બેસી, નવરત્ન દરબારનાં સપનાં માણી રહેલો ભારતનો અભિનવ શહેનશાહ અકબરશાહ મોડો મોડો જાગ્યો. એણે સ્વપ્નમાં કંઈ કંઈ જોયું હતું. જાણે દિલ્હી દરબાર ભરાયો છે. પોતે સિહાસનારૂ હૈ થયો છે. ન્યાયના સિંહાસને બેસી પોતે એક જ પડકાર કર્યો છે :
અકબરશાહને બે ભુજા છે, એક હિંદુ, બીજી મુસલમાને.' ‘અકબરશાહને બે આંખો છે, એક મંદિર, બીજી મસ્જિદ.'
અકબરશાહને બે કાન છે : એક ઉપનિષદ, બીજું કુરાને શરીફ !'
નવી શહેનશાહ આલમે એકબરશાહની સામે આલમગીર ગુનેગારના પિંજરામાં ખડો છે. પુત્રનો પિતાને પ્રશ્ન છે, કે હિંદની સમન્વયપ્રેમી ધરતી પર આ ભાગલા શા માટે ખડા કર્યા ? કેણે વાવ્યાં ઝેર ? કેણે પાપ ઉગાડી ! કેને ડસિયો કાળો નાગ કે સુખનાં ધામ ઉજાડી ? જલદી જવાબ આપો વાલિદ સાહેબ ! દૂધ-પાણી મિસાલ જીવતી પ્રજાને તેલ-પાણી જેમ અલગ અલગ કેમ કરી ! શા માટે કરી ? એમ કરીને તમે હાંસલ શું કર્યું ? તમારા ગુનાની સફાઈ આપો, વાલિદ સાહેબ ! ઇન્સાફના મામલામાં હું શહેનશાહોને પણ સામાન્ય માણસની જેમ તોળું છું.'
આલમગીર બાદશાહ અક્કડ ઊભો હતો. જાણે એ જવાબ આપવા ટેવાયેલો ન હોય તેવી એની મુખમુદ્રા હતી. એની મહાદેવના ત્રિનેત્ર જેવી આંખો ચારે તરફ ફરતી હતી, ને ખુદ શહેનશાહ છાનો કંપ અનુભવતા.
‘હજૂર ! ગુનેગાર ખામોશ છે.' દીવાને આઝમ તહવ્વરખાંએ શહેનશાહને કહ્યું.
‘ખામોશી ગુનાને રફા નથી કરતી, બલકે ગુનાને બેવડો કરે છે, એ સમજો છો, ને માજી શહેનશાહ !' નવા શહેનશાહ ગર્યા, પણ આલમગીર તો એ જ અવિચળ
સ્વપ્નભંગ D 107