________________
મુદ્રાએ ઊભો હતો, જાણે ખૈબરઘાટીનો કોઈ ખડક !
નવો ભલો શહેનશાહ કંઈનું કંઈ કરી નાખવા મથતો હતો, પણ જાણે એનાથી આ અવિચળ ખડક સામે કંઈ થઈ શકતું નહોતું. અકબરશાહ અને લોભાવવા માગતો પણ પૈસાની કે રૂપની મોહિનીથી એ પર હતો. એ એને બેહોશ બનાવવા માગતો હતો, પણ બેહોશી લાવનારી કોઈ પણ વસ્તુ એને હરામ હતી. સામે ઊભેલા ગુનેગાર માજી શહેનશાહને કઈ રીતે પરાસ્ત કરવો એ નવા બાદશાહ અકબરશાહ માટે મૂંઝવણનો વિષય થઈ પડ્યો.
આ મૂંઝવણમાં એ હાથ પછાડવા લાગ્યો. હાથ અન્ય વસ્તુને અથડાતાં એ આ સ્વપ્નમાંથી ઝબકીને જાગ્યો, ત્યારે એનું મન ભારે ભારે હતું. મસ્તિષ્કમાં કંઈક દુખાવો હતો. એણે માન્યું કે હવાફેરના કારણે એમ થયું હોવું જોઈએ !
નવા શહેનશાહ ઊઠીને સહુને દર્શન આપવા બહાર આવ્યા, ત્યાં તો અંગત સેવાના અમલદારો ઊતરી ગયેલા ચહેરા સાથે અદબ ભીડીને ઊભા હતા. બાદશાહે જરા ગુસ્સામાં કહ્યું,
‘સવારના કૂકડાની જેમ શું કૂકડેક કરવા આવ્યા છો ! શાહી તાજને જરા સવારનાં કર્મોથી ફારેગ તો થવા દો !' અકબરશાહે શાહી મિજાજથી કહ્યું.
‘હજૂર !સામાન્ય બાબત હોત તો અમે આવ્યા જ ન હોત ! ગજબની વાત લઈને આવ્યા છીએ ! બેવફાઈની તલવાર આપણી ગરદન પર પડવાને હવે ઝાઝી વાર નથી !’ ‘શું કહો છો ? મારા સમજવામાં કંઈ આવતું નથી !'
સમજ તો અમને પણ પડતી નથી, કે આ શું થયું ? આ ખરી હકીકત છે કે અમે કોઈ ખ્વાબ દેખીએ છીએ એ પણ સમજાતું નથી !'
‘તમે કવિતા કરવા આવ્યા છો કે કંઈ કહેવા આવ્યા છો ? શું છે તે જલદી ને સ્પષ્ટ શબ્દોમાં કહો !’ નવા બાદશાહે ઉગ્ર બનીને કહ્યું. તેના માનસમાં શહેનશાહીનો રૂઆબ હતો.
‘હજૂર, દીવાને આઝમ રાતથી તંબૂમાં નથી.'
‘કોઈ કામે ગયા હશે. તેઓ સલ્તનતના દીવાને આઝમ છે. બાદશાહ નિરાંતે નીંદ લઈ શકે, પણ દીવાન કાંઈ નિરાંતે નીંદ લઈ શકે નહિ. હાથી ને ઊંટ મિસાલ તે બંનેનું જીવન છે, પણ હજી તમારા સમાચાર અધૂરા છે.’
‘હજૂર, સમાચાર અધૂરા નથી, ફક્ત પૂરા કહેવાની હિંમત ચાલથી નથી.’ ‘એવી ખોફનાક વાત છે ?'
‘હા. હજૂર ! તે આપના પિતાજી પાસે ચાલ્યા ગયા છે. તેમના સિપાઈઓ પણ આપણાથી અલગ પડી ચાલ્યા ગયા છે.
108 D બૂરો દેવળ
‘એટલે ઘીના વાસણમાં ઘી જઈને પડ્યું ? કંઈ ચિંતા નહિ ! આ શહેનશાહી તાજ મેં એવા બેવફા નિમકહ૨ામોના બળ પર નથી પહેર્યો. રાવ દુર્ગાદાસને આ
ખબર આપ્યા ?'
‘હજૂર ? રાવ દુર્ગાદાસની પણ એ જ રામકહાણી છે !'
‘શું કહાણી છે ! અરે, તમે આજ ખરેખર કવિતા કરવા બેઠા છો ? ખાનખાનાન રહીમખાનના પોતરા બની ગયા લાગો છો ? રાવ દુર્ગાદાસની શી કહાણી છે ?'
‘હજૂર ! એક રાતમાં આ કાળા આસમાને ગજબ વર્તાવી દીધો છે. વાતની વાત એવી છે કે આજ રાતે વીર દુર્ગાદાસના હાથમાં એક કાગળ આવ્યો !' ‘કોનો કાગળ ?’ ‘બાબાનો લખેલો.'
‘શું હતું એમાં ?’ નવા બાદશાહના દિલમાંથી બાબાનું નામ સાંભળતાં ધીરજ ચાલી ગઈ. તેલ ખૂટેલા દીપક જેવો એના ચહેરાનો પ્રકાશ ઝાંખો પડતો ચાલ્યો.
‘હજૂર ! આ રહી એ ચિઠ્ઠી !' અમીરોએ ચિઠ્ઠી બાદશાહ સામે રજૂ કરી, એણે લઈને ઉતાવળે વાંચી નાખી. ‘પણ કેવી ગજબ વાત છે ? મારા નામની ચિઠ્ઠી છે અને હજી મને તો મળી નથી : ને તમ બધા પાસે ક્યાંથી આવી ?”
‘હજૂર ! એ જ ખૂબી છે ? આ તો આલમગીરની કરામત છે. આ કાગળ વાંચી રાવ દુર્ગાદાસને આપણી વફાદારી વિશે શંકા પડી ગઈ. તેઓ રાતે આપની પાસે આવ્યા. આપ સૂતા હતા. સૂતેલા આપને ઉઠાડવાની મનાઈ હતી, પછી તેઓ તહવ્વરખાંના તંબૂમાં ગયા. તેઓ ત્યાં ન મળ્યા, ને સમાચાર મળ્યા કે અજમેર ગયા છે, આલમગીર બાદશાહ પાસે. બસ સંદેહ પાકો થઈ ગયો. પછી તે ઝનૂનમાં પાછા ફર્યા, ને આપણા સારા ઘોડા, ખજાનામાંથી રોકડ રકમ વગેરે લઈને રાતોરાત ચાલ્યા ગયા.’ ‘વાહ પિતાજી વાહ ! સિત્તેર હજારની મોગલ-રજપૂતોની સેનામાં જે તાકાત નથી, એ તાકાત તમારા એકલાના દિલોદિમાગમાં છે. પિતાજીએ રજપૂતોને ભોળવવા આ જાલી ચિઠ્ઠી બનાવી છે. ઓહ ઇતિહાસ ! ફરી ફરીને તું પ્રગટ થયો. આ રાઠોડોના એક પૂર્વજ રાવ માલદેવને પણ શેરશાહ સૂરીએ આવી રીતે જાલી ચિઠ્ઠી લખીને બનાવ્યા હતા.
‘જાલીપત્ર ? કેવો ?'
એમાં માલદેવ અને એના મદદગાર સરદારો વચ્ચે ભેદ કરાવતો જાલીપત્ર લખ્યો હતો. એ પરથી સંશય ઊભો કરી સહુને જુદા કર્યા, અને પછી ખેદાનમેદાન કરી નાખ્યા. આજ અમારો વારો આવ્યો ! વાહ રે કિસ્મત ! બેલીઓ !' અકબરશાહે
સ્વપ્નભંગ E 109