SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નવા શહેનશાહ જરા આનંદ ઉત્સવમાં મગ્ન છે, નાચગાન ચાલે છે. હમણાં છડી સવારીએ હરીફ બાદશાહ આલમગીરને હંફાવવા પ્રસ્થાન કર્યું સમજો ને ! મજહબી લોકો પોતાનો ઉલ્લુ ઊંધો બેસતો જોઈ નાસભાગ કરી રહ્યા છે. અહીં તો મંદિરમાં ઘંટરાવ છે, મસ્જિદમાં બાંગ છે. બંનેમાં એકમેકનું કોઈ વિરોધી નથી. એકનાં સ્મશાન જલે છે, એકનું કબ્રસ્તાન દફન પામે છે. સહુને હૈયે શોક સમાન છે. દેન કે દફનનો વાંધો નથી ! વાત આવી હોય ત્યાં કોણ દુશ્મન ને કોની સાથે લડાઈ ! આ પ્રવૃત્તિને નફરતની નજરે જોતો એક માણસ અજમેરમાં બેઠા છે, એનું નામ આલમગીર ! પણ હવા એવી વહેતી હતી કે જો આલમગીર જેવો આલમગીર ન સમજ્ય તો વા ખાતો રહેશે. લડવૈયાનું જોર બધું લશ્કર પર, એની પાસે માંડ હજારનું લશ્કર હશે. ચપટીમાં ચોળાઈ જ શે, એ મજહબી પાગલ ! વાહ વાહ ! આમ આજ ધન્ય ઘડી ને ધન્ય ભાગ્યનો સમો વર્તાઈ રહ્યો છે, ત્યાં ભારતનો આ મહાન જ્યોતિષી મહારાણી દાસ ઘોડા પર બેસીને અજમેર ભણી ઘોડાપુર પાણીના વેગે વહી રહ્યો છે ! જોતજોતામાં એ પુષ્કરની ઘાટી ઓળંગી આલમગીરની છાવણી પાસે પહોંચી ગયો. પહોંચીને મોગલ સૈનિકોની સમક્ષ હાજર થઈ ગયો, કહ્યું, ‘મને બાદશાહ સલામત પાસે હાજર કરો ! ખાસ કામ છે.’ ઠહર રે બરહીન ! તલાસી લેવા દે, સેનિકોએ એના વસ્ત્ર ને દેહની તપાસ કરી. અરે જેણે શસ્ત્રધારીઓની સેવા હંમેશા સ્વીકારી છે, પણ શસ્ત્રનો સ્પર્શ અબ્રહ્મણ્યમ્ માન્યો છે, એની જડતી, એની તલાસી ! નિરુપદ્રવી ભૂદેવની જડતી ! હરે ! કલિયુગ તે આનું નામ ! પણ યવન કોને કહેવાય ! એને આર્યશ્રેષ્ઠ બ્રહ્મદેવની શી પિછાન ! આ પછી સિપાઈ ભૂદેવને બાજુમાં ઊભો રાખી બાદશાહ સલામતને વરધી આપવા ચાલ્યો ગયો. બાદશાહ તરફથી તરત જ બ્રાહ્મણને તેડું આવ્યું. બ્રાહ્મણ જઈને કુરનીશ ભરીને ખડો રહ્યો. એણે કહ્યું : મહારાજ ! આલમગીરના દરબારમાં હિન્દુસ્તાનના જોશીની કરામત દેખાડવા આવ્યો છું. બ્રાહ્મણ નજૂમી ! જોશ જોવડાવવાની મને ફુરસદ નથી. જે કહેવું હોય તે સીધે સીધું કહે, લાભનું હશે તો આલમગીર તને ન્યાલ કરશે. દગોપ્રપંચ હશે તો આ તલવાર ને તારા માથાની દોરતી થશે, જલદી બોલ, ટૂંકાણમાં બોલ !' આલમગીરનો શાંત પણ ઘૂઘવતા પૂર જેવો અવાજ ગાજ્યો. બ્રાહ્મણના દેહમાંથી એક વાર ભયની કંપારી છૂટી ગઈ ! એણે આજ સુધી આલમગીરનું નામ સાંભળ્યું હતું, પણ આજ નજરે જોતાં લાગ્યું કે એ સામાન્ય માટીનો ને સામાન્ય રીતનો પુરુષ નથી. એની સામે ઊભા રહેવું મર્દાનગીની કસોટી છે. 86 બૂરો દેવળ ‘હજૂર ! આપના શાહજાદા અકબર શહેનશાહે હિંદોસ્તાં બન્યા ! એક મ્યાનમાં બે તલવાર થઈ !” મારા જીવતાં શહેનશાહ ?” આલમગીર મૂછના છેડા ચાવતાં કહ્યું. ‘આપ આપના વાલિદના જીવતાં શહેનશાહ નહોતા બન્યા ? આપને ત્યાં તો થતું આવ્યું છે, ને થયું છે. ખુદાવિંદ !' કછડાબોલા બ્રાહ્મણે કહ્યું. બોલતાં તો બોલાઈ ગયું, પણ એણે તરત વાત વાળી લીધી : ‘રાઠોડો ને સિસોદિયાએ એમને ભારતના શહેનશાહ જાહેર કર્યા છે. તહવ્વરખાં દીવાને ઓઝમ બન્યા છે. દરબારે એકબરીના દિવસો એ ફરી પુનર્જીવિત કરવા માગે છે, આપને પરાસ્ત કરવા છડી સવારીએ આવી રહ્યા છે !' | ‘વાહ રે ખુદા !' આલમગીર બાદશાહ ઘડીભર હોઠ પર આંગળી મૂકી વિચારમાં પડી ગયો. આંગળી પરની ગ્રહરત્નવાળી રૂપાની વીંટી તેજ વેરી રહી : ખરેખર, બંદા ક્યા ચાહતા હૈ, ઔર ખુદા ક્યા કરતા હૈ, ખુદાની મરજી હશે એ થશે ! વારુ બ્રાહ્મણ ! ગામ જોઈએ કે રોકડ ?' ‘રોકડ, આલમપનાહ !' ‘સારું, જે ટલી તું ઊંચકીને લઈ જઈ શકે, એટલી રોકડ તને બક્ષવામાં આવે છે : પણ એક વાત પૂછું ? સાચું કહેજે હો ! આલમગીરની તલવાર ગુનેગાર માટે બેરહમ છે, હો !' | ‘જાણું છું જહાંપનાહ !' * બ્રાહ્મણ ! તું આલમગીર પાસે શા માટે આવ્યો ? હું તો હિંદુઓનો દુશ્મન લેખાઉં છું. તને દક્ષિણાનો લોભ હતો તો તું નવા શહેનશાહ પાસે ગયો હોત, તોય તને માલામાલ કરી દત 'તું મારી પાસે શા માટે આવ્યો ?' ઔરંગઝેબે મર્મનો પ્રશ્ન કર્યો. એ માહિતી આપનારના મનને માપી લેવા માગતો હતો ; ને એનો ઉપયોગ પણ કરી લેવા ચાહતો હતો. | ‘પેટ છૂટી વાત કરું છું, આલમપનાહ ! મેં શહેનશાહ અકબરના યોગ જોયો, નક્ષત્ર નિહાળ્યાં, ગ્રહની ગતિઓ નીરખી : પણ ક્યાંય રાજયોગ ન દેખાયો એને તો દરબદર ભટકતા ફરવાનું નિર્માણ છે, ને હજૂર ! આપના ગ્રહો હજી ઊજળા છે. એક કોશ પર જલતો દીવો આપ અહીંથી ફૂંક મારી બૂઝવી શકો, એવો આપનો બળવાન ભાગ્યયોગ છે ! ખોટું કહેતો હોઉં તો આપનું ખાસડું-મારું માથું ! ‘વાત તારી સાચી છે. અહીં બેઠા પૂના અને ચિતોડના દીવા મેં એક જ કે બૂઝવ્યા. રાણો રાજસિંહ ને છત્રપતિ શિવાજી કબ્રની શાંતિ પામ્યા ! અરે, પણ માણસનું એમાં શું ગુમાન ? ખુદાની મરજી બળવાન છે. શાબાશ નજૂ મી ! વળી તને ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું 87
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy