________________
21
પાશવાનને ઇશારો કરી દરવાજા પરથી મારાઓ દૂર કરવા જણાવ્યું. ને પોતાને જાણે કોઈ સલાહસૂચના લેવાની બાકી હોય તેમ દુર્ગાદાસને પાછા બોલાવ્યા, ને થોડી વારમાં ચર્ચામાં રોક્યા.
પાસવાનોએ થોડી વારે રાજાને સંકેતથી મારાઓ દૂર થયાના સમાચાર આપ્યા, એટલે રાવને જવા દીધા. માર્ગમાં સામે જ દુર્ગાદાસનો પોશાક પહેરેલો પેલો રાઠોડ વીર સાવનસિંગ મળ્યો. બધા પરસ્પર મજાક મીઠી કરતાં આગળ વધ્યા.
રાવ દુર્ગાદાસ સહીસલામત બહાર નીકળી ગયા. ઘેર આવ્યા તો બધે મારાઓ ગોઠવાયાના સમાચાર ફેલાઈ ગયા હતા. પ00 રાઠોડ સરદારો ઘોડા પર જીન નાખીને તૈયાર ખડા હતા, રાવ દુર્ગાદાસ પણે ફરી ઘોડે ચડી ગયા. એ દહાડે માતૃભૂમિને છેલ્લા નમસ્કાર કરી, એક પણ કડવો શબ્દ બોલ્યા વિના એ ચાલી નીકળ્યા !
છેવટે સીમાડે આવેલી નાગણચી માતાની મૂર્તિ સમક્ષ ઘોડા પરથી જ માથું નમાવતાં એ બોલ્યા :
હે મા ! મારાં કૃત્યોની તું સાક્ષી છે ! મારા રાજાએ એક વાર કહ્યું હતું કે દુર્ગો ડૂબતા મારવાડને ટેકો આપશે. મેં ત્રીસ વર્ષ ટેકો આપ્યો ન જે વો આવડ્યો તેવો આપ્યો. હવે રજા લઉં છું, મા !”
પોતે જેને રાજા બનાવ્યો, એને વિશે એક પણ હલકો શબ્દ કહ્યા વગર દુર્ગાદાસ નીકળી ગયા.
પણ લોકજિજ્ઞાસા બાંધી બંધાઈ રહે તેવી હોતી નથી ! ટૂંક સમયમાં લોક સમુદાય આ વિખવાદના મૂળને-જેવું મળ્યું તેવું - જાણી લાવ્યો !
બૂરા દેવળના બંદાઓ
પ્રસંગ એવો કહેવાતો હતો, કે આ બૂરો દેવળ જ્યાં બંધાયું છે- એ જ સીમમાં મહારાજા અજિત એક વાર રાતવાસો રોકાયા હતા. એ રાતે સરખેસરખા મિત્રોની મહેફિલ જામી ગઈ.
અજિતના મિત્રો વિશે રાવ દુર્ગા ઘણી વાર નારાજગી પ્રગટ કરતા. એ જુવાન રાજાને બોધ આપતા કે સિંહાસને પવિત્ર વસ્તુ છે. રાજા ઈશ્વરનો અંશ છે. હલકા સંસ્કારના લોકોની સોબત સિંહાસનપતિને ન શોભે.
રાજા અજિત રાવ દુર્ગાના મોં ઉપર તો કંઈ ન કહેતો, પણ પાછળ કહેતો કે મારે મારા મિત્ર કેવા રાખવા, એ પણ રાવજી નક્કી કરે, તો મને રાજા તરીકે રાખવાની જ શી જરૂર છે ? એના કરતાં એ પોતે જ રાજ ચલાવે તો શું ખોટું ?
મિત્રોએ કહ્યું : “એ તો કહેતા ભલા, ને આપણે કરતા ભલા. બૂઢા લોકો જરા ચોખલીઆ હોય છે !'
એ રાતે મહેફિલ પછી શરાબની શીશીઓ ફૂટી. ખૂબ પીધો - ખૂબ પિવરાવ્યો. શરાબ પછી સુંદરીઓ જોઈએ જ ! હંમેશાં તો બેએક રાણી, ચારેક ખવાસણો સાથે રહેતી.
મહારાજાને સ્ત્રીનો ખપ લગભગ હંમેશાં રહેતો. એના મૂળમાં એમ કહેવાતું કે મહારાજે કોઈ અજબ રસાયણ ખાધું હતું. એ રસાયણમાં એવો ગુણ હતો કે એમને શૃંગારરસના અધિપતિ ને વીરરસના માલિક બનાવતો. એમની પાસે એક વૈદ હતો. વૈદ એટલે તૃણ કાષ્ઠ ઔષધિનો વૈદ નહિ : પૂરો પાકો રસર્વેદ ! અભિમાન સાથે એ કહેતો કે મહારાજ મારું અગદ લઈને સો સ્ત્રી સાથે સુખ ભોગવે ! સો કોસ એક રાતમાં ઘોડા પર જાય. થાકનું નામ ન મળે અને ખરેખર, આ બાબતમાં મિત્રોમાં અને
152 B બૂરો દેવળ