________________
‘મિટાવી દઉં ?’ અંતરમાં છુપાયેલું કોઈ બોલ્યું, ને નાના ભાઈએ ઘસઘસાટ ઊંઘતા ભાઈને હણવા કદમ બઢાવ્યા. અંધારી રાત વધુ ભયંકર લાગી. જંગલમાં નિરાંતે સૂતેલા કોઈ વનેચર પર વરુએ હુમલો કર્યો હશે, એની મૃત્યુચીસ જયસિંહને કાને આવી ! કારમી એ ચીસ હતી. એ થંભી ગયો. છરી હાથમાં રહી ગઈ. વિચારે ચડી ગયો.
‘મોત ? મોટા ભાઈનું મોત ! બાપુ જેને ઝંખે છે તેનું મોત ? જયસિંહ ! પિતૃધર્મને યાદ કર ! પિતૃપૂજક પરશુરામનું સ્મરણ કર ! પાછો ફર, ઓ બંધુહત્યારા ! રાજપાટ તો બે ઘડીનાં ચોઘડિયાં છે.'
આગળ વધતો જયસિંહ થંભી ગયો, એ બે હાથે મસ્તક દબાવી ત્યાં ને ત્યાં બેસી ગયો : ‘ભાતૃપ્રેમમાં ભરત હોવાનું પોતાનું અભિમાન ! અરેરે ! આવા બૂરા વિચારો મારા દિલમાં ક્યાંથી આવ્યા ? રાજપાટ કરતાં પણ મોંઘું પાણીનું પ્યાલું આખેઆખું આપતાં જીવ અચકાયો નહિ, ને આજે આ મનોદશા !'
નાના ભાઈએ પોતાના મોં પર પોતે તમાચ મારી ! રે જુવાન ! જે પિતા ને માતા ખાતર તારી પ્રિયતમાને તેં જીવતી કબરમાં ગારદ કરી, એ માતા ને પિતાની સામે આ પ્રકોપ ? તારો સ્નેહબંધ, તારા સદ્ગુણો ક્યાં ગયા ? તારી માનવતા ક્યાં ચાલી ગઈ ! શું ખોટું પો રામાયણ ?
‘માતા ને પિતા ?’ શિયાળ રોતું હોય તેમ લાગ્યું. એ કહેતું હતું કે રાજકારણમાં કોણ સગું ને કોણ સાગવું !
‘ભાઈ ભાઈ !’ ઘુવડ જાણે ચાળા પાડતો લાગ્યો, ને ટીકા કરતો જણાયો કે રાજવંશીઓમાં આવાં હેત ક્યાંથી-ક્યારથી ઊભરાયાં ?
‘નાનો ને મોટો !’ તાજી વીંયાયેલી સાપણ બચ્ચાંને ભરખતી લાગી. મૂર્ખ ! ધર્મ બીજો કર્યો ? સામર્થ્ય એ જ ધર્મ ! સમરથકો નહીં દોષ, ગુંસાઈ, એ વાત કાં ભૂલી જા ?
જયસિંહ ફરી વિચારોની અટવીમાં અટવાઈ ગયો.
જે બાપુની સેવા ખાતર પોતે માન-અપમાન, સુખદુઃખ, રાત દિવસ એક કર્યાં, એ બાપુને આખર વેળાએ કોણ સાંભર્યો ? મોટો ભાઈ ! એમને મૃત્યુશય્યા પર જીવનભર સેવા કરનાર પુત્રને કંઈ આપવાનું ન સૂઝ્યું; ને સૂઝ્યું ત્યારે મોટા ભાઈની આજીવન તાબેદારી આપવાની સૂઝી.
મોટા ભાઈને રાજપાટ મળે, પછી મારું સ્થાન ક્યાં ? રાજાને મોટી બીક પોતાના માજણ્યાની. કાનના કાચાને કોઈ ભરમાવે કે ખેલ ખલાસ ! ભાઈ કોણ ને પોતે કોણ ! માતા-પિતાના ખોટા વાત્સલ્યને ખાતર પોતાની જિંદગી, પોતાનાં અરમાન, પોતાની મહત્ત્વાકાંક્ષાઓ શું ખાખમાં મિલાવવાં ? રે ! પિતાએ-માતાએ જન્મ આપતાં જ જે અન્યાય કર્યો, એ અન્યાયનો ન્યાય કોણ તોળશે ? 20 D બૂરો દેવળ
ને સૂરજગઢમાં બેઠેલી પેલી-છતે પતિએ વિધવાનું જીવન જીવનાર પ્રિયતમા સોનબાઈને આ રીતે હું ક્યારે બોલાવી શકીશ ? જયસિંહ ! તું જયસિંહ નહિ, તારી ફોઈએ તારું નામ ખોટું પાડ્યું, તું પરાજયસિંહ ! નિર્બળ લાગણીઓના પૂરમાં તેં તારી દુનિયા ખલાસ કરી. લાગણીવેડા તે કેવા ? આદર્શ તે કેવા ? સમસ્તા જીવનની બરબાદી નોતરે તેવા. ફરી વાર તારે પડખે કોણ ચડશે ? તારો પડછાયો પણ કોણ લેશે ?
મોટો ભાઈ બા-બાપુને હવે ઈશ્વરના અવતાર માની પૂજશે. સમજે છે કે આ
થોડા દિનના મહેમાન છે. ગોળથી મરતાં હોય તો વિષથી શા માટે મારવાં ? રિસાયેલા દીકરાને આજ્ઞાંકિત જોઈ બા-બાપુ ઘેલાં બની જશે, એને માથે તાજ મૂકશે, એને સિંહાસને બેસાડશે, એના હાથમાં રાજદંડ આપશે. સારું જેટલું હશે એટલું એને આપશે.
અને મારે માટે શું બાકી મૂકશે ? જેણે જીવનભર એમની સેવા કરી તેને માટે શું મૂકી જશે ? માત્ર મોટા ભાઈની તાબેદારી ! નામોશી ! નામરદાઈ ! રાજદંડ એ ઝાલશે, ચામર ઢોળવાનું મને સોંપશે ! રે વંકાયેલ વિધાતા !
નાનો ભાઈ વ્યાકુળ બની ગયો. અંદર કોઈ એને ચૂંટી ખાતું લાગ્યું. નામર્દ, કમજોર, વિચારઘેલડો ! તારાથી આચારમાં કંઈ નહિ મુકાય ! રાજકાજ તો શિરનાં સાટાં ! શિર લેવાનાં કે શિર દેવાનાં !
એકાએક ચીબરી બોલી : જાણે એ કહેતી હતી : “તારાથી શેક્યો પાપડ પણ નહિ ભાંગે નમાલા ! પૃથ્વીને જીતનારા બીજા. મહાભારતનાં પારાયણ સાંભળ્યાં છે કે નહિ ? વેરની વસૂલાત માટે પાંચાલીના પાંચે પુત્રોને ઊંઘતા ઠાર મારનાર અશ્વત્થામાને યાદ કર, જુવાન !'
નાનો ભાઈ એક વાર ઝનુનથી ધ્રુજી ઊઠ્યો. એણે હાથમાં છરી જોરથી સાહી. વિધાતાની ભૂલ એ આજ મિટાવી દેવા માગતો હતો. રે ! રાજવૈભવ તે રક્તપાત વગર કેવાં ! એ ખૂની વાઘની જેમ તલપ્યો. મોટા ભાઈના કલેજામાં કાળી નાગણની જીભ જેવી કટારી ખૂંતવાની વાર હતી કે મોટા ભાઈએ પડખું ફેરવ્યું. એ હસ્યો, ઊંઘમાં ને ઊંઘમાં બોલ્યો : ‘મારો વહાલો નાનો ભાઈ કહે એમ ! અમે તો રામલખમણની જોડ !'
‘રામ-લખમણની જોડ ?' જયસિંહનો હાથ પાછો હઠી ગયો. અરે ! હું આ કેવું અધમ કાર્ય કરી રહ્યો છું ? રામની પાદુકા પૂજનાર ભરતને યાદ કરો જયસિંહ ! લોહિયાળ હાથ ન કર, રાજપાટ આજ છે ને કાલ નથી. ભાઈ એ તો સદા ભાઈ છે ! સમ્રાટ અકબરના શબ્દો યાદ કર ! પુત્ર તો બીજો મળશે, ભાઈ બીજો નહિ મળે !
જયસિંહે હાથમાં તોળાઈ રહેલી છરી બારી વાટે દૂર ફેંકી દીધી. એ જ્યાં પડી ત્યાં કઠોર ચટ્ટાન હતી. એના સાથે અથડાવાથી ખણખણ અવાજ થયો. એ સાથે રામ-લખમણની જોડ ] 21